Navajivanno Akshardeh July 2019

Page 1

વર્ષૹ ૦૭ અંકૹ ૦૭ સળંગ અંકૹ  ૭૫ •  જુલાઈ ૨૦૧૯

છૂ ટક કિંમત ઃ _ ૧૫

હં ુ હજી તારા સારા થવાની આશા છોડવાનો નથી, કેમ કે, હં ુ મારી આશા છોડતો નથી. તું જ્યારે બાના ઉદરમાં હતો તે વખતે તો હં ુ નાલાયક હતો, એમ માનતો આવ્યો છુ .ં પણ તારા જન્મ પછી ધીમે ધીમે હં ુ પ્રાયશ્ચિત કરતો આવ્યો છુ .ં એટલે છેક આશા કેમ છોડુ?ં એટલે જ્યાં લગી તું અને હં ુ જીવીએ છીએ ત્યાં લગી છેલ્લી ઘડી સુધી આશા રાખીશ, અને તેથી મારા રિવાજની વિરુદ્ધ આ તારો કાગળ હં ુ સાચવી રાખ છુ ં કે જ ેથી જ્યારે તને શુદ્ધિ આવે ત્યારે તારા કાગળની ઉદ્ધતાઈ જોઈને તું રડે અને એ મૂર્ખાઈ તરફ તું હસે. તને મહે ણું મારવાને સારુ એ કાગળ નથી સાચવતો. પણ ઈશ્વરને એવો પ્રસંગ બતાવવો હોય તો મને હસાવવા સારુ એ કાગળ સાચવું છુ .ં દોષથી તો આપણે સૌ ભરે લા છીએ. પણ દોષમુક્ત થવાનો આપણો બધાનો ધર્મ છે. તું થા. — ગાંધીજીએ હરિલાલને લખેલા પત્રનો એક ભાગ [ગાં. અ. ૪૯  :  ૩૪૪-૪૫]


વર્ષૹ ૦૭ અંકૹ ૦૭ સળંગ અંકૹ ૭૫ • જુ લાઈ ૨૦૧૯ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧ યુવાન વયે ગાંધીજી અને હરિલાલ

ગાંધીજી અને હરીલાલ

૧. હરિલાલનો અર્ધ-ખુલ્લો પત્ર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૨૨૭ ૨. ‘પ્રાપ્તે તુ ષોડશે વર્ષે…’. . . . . . . . . . . . . . . . . . . . . . . . . સ્વામી આનંદ. . . . ૨૩૪ ૩. ગાંધીજીના પત્રો : હરિલાલને…. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .૨૩૬ ૪. ધાર્યું તો ધણીનું થાય. . . . . . . . . . . . . . . . . . . . . . . . .રાવજીભાઈ મ. પટેલ. . . . ૨૪૧ ૫. કિંડલ પરથી અદૃશ્ય થતાં પુસ્તકો! . . . . . . . . . . . . . . . . . . . . અપૂર્વ આશર. . . . ૨૪૫ ૬. ‘નવજીવન’ થકી કેદીઓનાં જનજીવનમાં આવી રહ્યાં છે : તેમનાં ભજનો, ચિત્રો, તેમની સાથે સેલ્ફી…. . . . . . . . . . . . . . . . સંજય ભાવે. . . . ૨૪૮ ૭. ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજી- ભાગ-૫. . . . . . . . ડૉ. રં જના હરીશ. . . . ૨૫૨

આવરણ ૪ શાસ્ત્રીય વિ૰ વ્યાવહારિક

૮. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . .૨૫૬

વાર્ષિક લવાજમ ઃ

લવાજમ અંગે

[નવજીવન, ૬-૧૦-૧૯૨૯]

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

 ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������������������������������� ૨૫૮

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૧૯)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૧૯ એ ૨૦૧૯નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૨૨૬


ગાંધીજી અને હરિલાલ ગાંધીજીના જીવનનાં કેટલાંક એવાં પ્રકરણો છે જ ે વિશે ગાંધીજીએ જાહે રમાં મર્યાદિત ચર્ચા કરી છે; તેમાં એક છે સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધી સાથેના તેમના સંબંધો. પિતા તરીકે ગાંધી અને પુત્ર હરિલાલના સંબંધને જોઈએ તો તેમાં આરં ભમાં તેઓની યુતિ નજરે ચડે છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ દરમિયાન બંને પિતા-પુત્ર સાથે જ ત્યાંના શાસન સામે સત્યાગ્રહ આદરે છે. હરિલાલ અહીંયા તબક્કાવાર છ વાર જ ેલવાસ ભોગવે છે. પિતા-પુત્રના માર્ગમાં ભેદ હોવા છતાં અહીંયા સુધીનો માર્ગ સહિયારો છે. પણ વિલાયતમાં બારિસ્ટરના અભ્યાસ માટે ગાંધીજી જ્યારે સોરાબજીની પસંદગી કરે છે, ત્યારે પિતા-પુત્રના સંબંધમાં મસમોટો વળાંક આવે છે અને હરિલાલ ગાંધીજીના વિરોધમાં ખડા દેખાય છે. આ સિલસિલો પછી ક્યારે ય અટકતો નથી. તેમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે પણ તે સંબંધ ક્યારે ય સ્થિર થતો નથી. તેમના સંબંધના આ ઉતાર-ચડાવ પરસ્પર લખેલાં પત્રોમાં પણ દેખા દે છે. પત્રોમાં હરિલાલ પિતા પર અનેકવાર આક્ષેપ કરતા નજરે ચડે છે, જ્યારે સામે પક્ષે ગાંધીજી તેમના પત્રોમાં એક મિત્રની જ ેમ સંવાદ કરે છે, અને જરૂર જણાય ત્યાં પિતા તરીકે ઠપકો પણ આપે છે. આ સંબંધો વિશે પૂરતી સામગ્રી દસ્તાવેજી થઈ છે. નવજીવન દ્વારા નીલમ પરીખલિખિત ‘ગાંધીજીનું ખોવાયેલું ધન : હરિલાલ ગાંધી’ પુસ્તક પ્રગટ થયું છે. આ સંબંધ વિશે અનેક ગેરમાન્યતા પણ પ્રવર્તે છે; તે દૂર થાય અને પિતા-પુત્રનો સંબંધ ખરી રીતે ઓળખાય તે માટે બંનેના કેટલાક સંપાદિત પત્રો અહીંયા આપ્યા છે. હરિલાલ તેમના સ્વભાવ પ્રમાણે પિતાને લખેલા પત્રોમાં આકરા દેખાય છે અને પોતાના જીવનમાં આવેલી અણધારી પરિસ્થિતિ માટે પિતાને દોષી ગણે છે. જ્યારે ગાંધીજી હરિલાલને લખેલા પત્રોમાં સતત આત્મશુદ્ધિ અને આત્મખોજ કરવાનું કહે છે. વળી, ગાંધીજીના પત્રમાં સતત વિનવણી પણ દેખાય છે. મિત્ર તરીકે સંવાદ સાધવાની ઉત્કંઠા પણ દેખાય છે. અલબત્ત, આ આખા પ્રકરણનાં સંબંધમાં સૂક્ષ્મ રીતે જોઈએ તો જ ે વ્યક્તિ જાહે ર જીવનમાં સાધનશુદ્ધિની અપેક્ષા રાખતી હોય, ચારિત્ર્યને અમૂલ્ય મૂડી ગણતી હોય તે વ્યક્તિ તેના સંતાનો તરફ પણ સાધનશુદ્ધિની અને ચારિત્ર્યના પાઠની અપેક્ષા રાખે અને આ અપેક્ષા પૂર્ણ કરવાની પ્રક્રિયામાં આકરા થવાય તે પણ સ્વાભાવિક છે. પત્રો ઉપરાંત, સ્વામી આનંદે પિતા-પુત્રના સંબંધોને આલેખતો લેખ પણ અહીં મૂક્યો છે.

હરિલાલનો અર્ધ-ખુલ્લો પત્ર પૂજ્ય પિતાજીની સેવામાં,

જ ેમ કીટ ભ્રમરના અંગમાં આવી ભ્રમર બની ઊડી જાય છે તેમ જ હં ુ ધારું છુ ં કે મારે વિશે થયું. આપની પાસેથી ખૂબ મેળવ્યું, ખૂબ શીખ્યો, ખૂબ ઘડાયો, ચારિત્ર્યમાં પણ ન્યૂનતા ન રહી. માત્ર આટલો જ ફે ર રહ્યો કે કીટની સહનશીલતા મારામાં 1

1. કીટને ભ્રમરનો એટલો બધો ભય રહે છે કે ભ્રમરના રટણમાં આખરે તો ભ્રમર બની જાય છે.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

ન હતી તેથી ભ્રમર ન બનતાં ભાગી છૂટ્યો. આપની રજાથી, આપના કહે વાથી, આપના શિક્ષણ અનુસાર મારા અંતઃકરણના ફરમાનને માન આપી હં ુ આપનાથી અળગો થયો. આપ અને ફિનિક્સ સંસ્થા વચ્ચે સાધારણ રીતે ભેદ નથી પાડી શકાતો, એટલે તેનાથી પણ અળગો થયો. આપણે ઘણી વાતો કરી. આપે ઘણું કહ્યું; ઘણું કર્યું. મેં પણ કહે વાય તે કહ્યું. આપણે અળગા થવું જ 227


સર્જ્યું હશે. આપને વિસ્તારપૂર્વક એક કાગળ લખવાની ઇચ્છા થતાં આ પ્રમાણે વિચારો ઉદ્ભવ્યા. ‘આપનું જીવન જાહે ર રહ્યું છે. ખાનગી જીવન પણ છૂપું નથી. આપનું જીવન જાણવા સૌ સ્વાભાવિક જિજ્ઞાસુ રહે છે. આથી મારે વિશે અચાનક ફે રફારનાં કારણો જાણવા ઘણાઓ આપને પ્રશ્ન કરશે. મારે જણાવવું જોઈતું પૂરું, હં ુ આપને નથી જણાવી શક્યો.’ આવાં કારણોને લઈને આપને ખુલ્લો પત્ર લખવા ઉચિત ધાર્યું છે. પત્રમાં જણાવેલ વિચારો સર્વ મારા જ છે. એ જ આપણા મતભેદનો મુખ્ય વિષય છે; આજકાલનો નહિ પરં તુ દસ વર્ષનો છે. આપ એમ માનો છો કે આપે જોઈતી કેળવણી મને અને મારા ભાઈઓને આપી છે તેથી વધારે સારી કેળવણી આપ કદી આપી શક્યા ન હોત. અર્થાત્ કે આપે અમારા તરફ પૂરતું ધ્યાન આપ્યું છે. હં ુ માનું છુ ં કે આપનાથી, અજાણ્યે, આપની પ્રવૃત્તિમાં અમારા તરફ ધ્યાન અપાયું જ નથી. પરિણામે, મને થયેલી અસર — જ ે આ પત્રમાં આવે છે. કેળવણી અથવા ધ્યાન અમને આપવાની આપની સંપૂર્ણ ઇચ્છાને લઈને, આપને, તે આપ્યાનો આભાસ રહ્યો છે એવો મારો મત છે. આજ ે દસ વર્ષ થયાં આપની પાસે મારું રુદન ચાલ્યું આવે છે. પરં તુ ભ્રમરને, કીટ, કાંઈ વિસાત નથી. મતલબ કે આપે અમારી લાગણીનો કોઈ દિવસ ખ્યાલ જ નથી રાખ્યો. આપે અમારો ઉપયોગ હં મેશાં હથિયાર તરીકે જ કર્યો છે એમ હં ુ માનું છુ .ં ‘અમારા’ શબ્દનો પ્રયોગ ભાઈ મણિલાલ, રામદાસ, દેવદાસ — અમે ભાઈઓ — સંબંધમાં જ કરું છુ .ં મેં માન્યું છે કે અમ બધા ભાઈઓ પ્રત્યે આપનું, વધતુંઓછુ ,ં સરખું જ વર્તન રહ્યું છે. …અમારી લાગણીનો ખ્યાલ ન હોય; તો પછી અમારી વાત તો આપને કોઈ દિવસ, રાખવાનું પ્રયોજન જ નથી. આપે સુધરે લ ઢબથી અમને 228

દબાવી જ રાખ્યા છે. આપે કોઈ દિવસ કોઈ જાતનું અમને ઉત્તેજન જ નથી આપ્યું. આપનું વાતાવરણ પણ એવું જ બની રહ્યું હોય છે કે આપનાથી નિર્દોષપણે પણ જુ દો વિચાર બતાવનાર મુવો જ પડ્યો છે. પ્રેમથી નહીં, પણ હં મેશાં આપે અમારી સાથે ક્રોધથી જ વાતો કરી છે. …આવી સ્થિતિમાં આપના પુત્રો પાસેથી જનસમાજ શું ઇચ્છી શકે? સ્વાભાવિક તે નિરાશ જ થાય. આપના જ કહે વા મુજબ કવિ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે પહે લી દૃષ્ટિએ અમને જોઈ મૂઢની જ ઉપમા આપી હતી. પાછળથી તેમણે તેમનો વિચાર ફે રવ્યો હતો એમ આપે જણાવ્યું. છતાં તેમના તરફ પૂજ્ય ભાવ સાથે કહે વું જોઈએ કે તેમણે તે વિવેક જ બતાવ્યો છે. ફિનિક્સવાળા કોઈએ જ કહે વાનું મને યાદ છે કે પ્રોફે સર ગોખલે સુધ્ધાંએ, આપની સાથે અમે ભયની પ્રીત રાખીએ છીએ એમ આપને કહ્યું હતું. હં ુ આજ ે આપનું તે તરફ નવું ધ્યાન નથી ખેંચતો. પરં તુ વર્ષો થયાં ખેંચતો આવ્યો છુ .ં આપને અમારા અભ્યાસ સંબંધી, કોઈ પ્રશ્ન કરે છે ત્યારે આપ એમ જણાવો છો કે તેના સંસ્કાર હશે તેટલું શીખશે. મને માફ કરજો પિતાજી, તેમાં અમારા સંસ્કાર એકલા દોષિત નથી. આપની રાજદ્વારી જિંદગી કઠણ થતી ગઈ તેમ તેમ આપના વિચારો બદલાતા ચાલ્યા છે; તેની સાથે અમારી જિંદગી પણ આપ મરડતા ગયા છો. આજ સુધીની અમારી જિંદગી અનિયમિત ગુજરી છે એમ હં ુ ખચીત માનું છુ .ં અહીંથી દક્ષિણ આફ્રિકા ગયા; ત્યાંથી અહીં આવ્યા; પાછા ગયા; પાછા આવ્યા. અહીનું શીખ્યું ત્યાં ભૂલ્યા; ત્યાંનું શીખ્યું અહીં ભૂલ્યા. છ માસ એક લીધું; છ માસ બીજુ ં લીધું; છ માસ ત્રીજુ ં લીધું. સ્વાભાવિક તેમાંથી રહ્યું કાંઈ નહીં. અમે બુદ્ધિહીન હોઈશું; પરં તુ ઉમેરવાની રજા લઉં છુ ં કે આપે અમને બુદ્ધિહીન રાખ્યા છે. [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આપે અમારો અધિકાર જોયો જ નથી. …૧૯૦૬માં ૧૯ વર્ષની વયે મેં આપની પાસે અનહદ કાલાવાલા કરી, અનેક દલીલો આપી, માગણી કરી હતી કે મારે હવે રસ્તે ચડવું જોઈએ. મારે અભ્યાસ જ કરવો છે, વિદ્યા જ પ્રાપ્ત કરવી છે, મારી બીજી ઇચ્છા નથી. મેં વિલાયત જવાની માગણી કરી. એક વર્ષ હં ુ રડ્યો, રવડ્યો. આપે કાન જ ન દીધો. આપે તે વખતે એમ જણાવ્યું કે ચારિત્ર, પહે લાં ઘડાવું જોઈએ, તેના ઉત્તરમાં મેં આપને વિનંતી કરી કહ્યું હતું કે મોટુ ં વૃક્ષ થયા પછી વળી નહીં શકે. મારા ચારિત્રમાં હવે ફે ર નહીં પડે. મારી વય ત્યારે ૧૯ વર્ષની હતી. આપને યાદ હશે કે આપ, સૌની ઉપરવટ થઈને ૧૯ વર્ષની વયે વિલાયત ગયા હતા. અત્યારે આપ વકીલાતને પાપી કાર્ય માનો છો! આપ બેરિસ્ટર નહીં થયા હોત તો અત્યારે કરો છો તે કરી શક્યા હોત કે નહીં તે શંકા જ ેવું છે. હાલ હં ુ મારા ચારિત્રમાં ફે ર નથી જોતો. બીજાઓ પણ, હં ુ નથી ધારતો કે ફે ર બતાવી શકે. તે વખતે જ ે ભૂલો જાણતો અને કરતો તેને ખાતર મારી નબળાઈ માટે લાચાર હતો. જ ે, ભૂલો ન સમજતો અને ન કરતો તેમાં મારો ઉપાય નહોતો. અત્યારે પણ તેમ જ છે. માત્ર, કાળ જતાં, ઘડાતાં, સમજતાં, બચપણની ભૂલો હવે નથી કરતો. તેથી, ચારિત્રમાં ફે ર પડ્યો કોઈ કહે તો ભલે. ચારિત્રને વિચારે ચડાવવાને અનેક યુક્તિઓથી મને અને બીજાઓને તે વખતે આપે બતાવી આપ્યું કે અભ્યાસ કરવાની મારી શક્તિ નથી, અને એ શક્તિ માટે કેળવાવાની જરૂર છે. આપે મારી પાસે એથેન્સમાં રહીને નહીં, પણ આજની દુનિયામાં રહી; કોઈ શિક્ષકની મદદથી નહિ, પણ સ્વતંત્ર રીતે, જોહાનિસબર્ગમાં પ્લેટો, ઝેનોથન, ડિમોસ્થિનિસ વ.ના રસ્તા લેવડાવ્યા — તેમના પ્રયત્નો કરાવ્યા. ગોવાળના ઘરમાંથી નહીં, પણ દારૂના પીઠામાં રહી नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

દૂધ શોધી, પીવા સૂચવ્યું. દિલગીર છુ ં કે હં ુ પ્લેટો વ. નહોતો.1 …આખરે ૧૯૦૭માં સત્યાગ્રહની લડત શરૂ થઈ. હં ુ તેમાં જોડાયો. જ ેલમાં વિચારો કરવાનો ખૂબ અવકાશ મળ્યો. જ ેલની બહાર રહે તો ત્યારે આપને, કઈ સ્થિતિમાં અને કેમ અમે અભ્યાસ કરી શકશું તે, બુદ્ધિ અનુસાર કહે તો. પણ આપની પાસે મારી વાતનું ખંડન જ હોય, હં ુ દબાયેલ જ રહ્યો. મને લૂંટાયો જ સમજવા લાગ્યો. મારા વિચાર જણાવવા મેં બંધ કર્યા. છેવટે, પાંચ વર્ષની આજીજી પછી, ૧૯૧૧માં, આપના શિક્ષણ અનુસાર, મારા અંતઃકરણના ફરમાનને માન આપી, આપને એક છૂપો પત્ર લખી હં ુ નાસી નીકળ્યો. મેં વિચાર કર્યો કે હં ુ હિં દુસ્તાન જઈશ. મારી રોટલી કમાતો, સગાંવહાલાંઓથી, તેમની લાલચોથી દૂર રહીશ. લાહોર જઈ રહીશ. ત્યાં અભ્યાસ કરતો મારું કરી ખાઈશ. જોહાનિસબર્ગથી હિં દુસ્તાન આવવા ડેલાગોઆ-બે ગયો. બ્રિટિશ કૉન્સલ પાસેથી એક ગરીબ હિં દી તરીકે હિં દુસ્તાન મોકલી આપવા માગણી કરી. ડેલાગોઆ-બેમાં મારી રોકાણ થઈ, આપે મારો પત્તો મેળવ્યો, મને પકડ્યો. આપની આજ્ઞાનુસાર હં ુ પાછો વળ્યો. મારા વિચારમાં હં ુ ન ડગ્યો એટલે આપે મને કાન દેવાને બદલે મારા વિચારો મરડી નાખ્યા, મારી પાંખો કાપી નાખી. લાહોરનો વિચાર અળસાવી અમદાવાદનો રખાવ્યો; માસિક ૩૦ રૂપિયાનું ખરચ આપવા જણાવ્યું. મારી શક્તિનું માપ મને ન કરવા આપ્યું — આપે કર્યું. પરિણામે અમદાવાદ રહે વાના આપના આગ્રહમાં મારો વાંધો હતો તે સાચો ઠર્યો; સગાં-વહાલાંઓના 1. મતલબ એ છે કે પ્લેટો જ ે એક ફિલસૂફ હતો, ઝેનોથન જ ે એક વિચારક હતો અને ડિમોસ્થિનિસ જ ે એક વક્તા હતો તે લોકો પ્રાચીન ગ્રીસના ઍથેન્સ શહે રના વિદ્યા અને તર્કના વાતાવરણમાં ઉછર્યા હતા; જ્યારે જોહાનિસબર્ગ આવું શહે ર નથી. 229


વ્યવહારમાં રહે વું પડ્યું. સગાંઓમાં મરણો થયાં. કાકાના મરણના ચિતારે મને માંદો પાડ્યો.1 વરસેક માંદો રહ્યો. કેવી માંદગી હતી તેનો ખ્યાલ તો મારી સારવાર કરનાર અને અમદાવાદના ડૉક્ટરો જ આપી શકે. ૧૯૧૨માં મેટ્રિકમાં નાપાસ થયો. તેમાં આપની પુત્રવહુને પિયર ક્યાં સુધી રાખવી એ ચિંતા પેઠી. પરં તુ ૩૦ રૂપિયામાં ખરચ ક્યાંથી ઊપડે? કરજ થયું. તે કરજની વાત કરતાં, આપ, મારી માતુશ્રીનાં અને આપની પુત્રવધૂનાં ઘરે ણાં વેચવા કહો છો. — જોકે, આપનાથી અત્યારે કાંઈ પૈસા આપી શકાય એવી સ્થિતિ નથી એ સમજાય તેવી વાત   છ.ે અમદાવાદમાં દુઃખી જિંદગી ભોગવતા છતાં હં ુ માનું છુ ં કે ત્યાંથી હં ુ ઘણું શીખ્યો, મેં ઘણો અનુભવ મેળવ્યો. આપ હવે હિં દુસ્તાન આવ્યા છો. હં ુ થોડા દિવસ આપની પાસે રહ્યો. ફિનિક્સ સંસ્થામાં જોડાઈ રહે વાનો મારો પ્રયત્ન અફળ ગયો છે. મારા અસલના વિચારોમાં ફે રફાર નથી થતો. આપને આપનો જ રસ્તો પકડી રાખવો વાજબી લાગે છે. અમદાવાદ બતાવી લાહોર ન જવા આપ્યો2 એમ આપને ફરિયાદ કરતાં આપનો જવાબ મળે છે કે ‘તે વખતે તારા વિચારમાં તું દૃઢ કેમ ન રહ્યો?’ મારા વિચારમાં હવે હં ુ દૃઢ રહં ુ છુ ,ં ને રહીશ. તેમ કરતાં, મારું આયુષ્ય આવી રહ્યું હશે અને હં ુ મરીશ તો હં ુ સંતોષી મરીશ. મારું અંતઃકરણ પાપી નથી એટલું હં ુ જાણું છુ .ં ઉપર જણાવી ગયો તેવા સંજોગોને લઈને, મારી કપાયેલી પાંખોએ સાત વર્ષે પાછો અભ્યાસ શરૂ 1. ગાંધીજીના મોટાભાઈ કરશનદાસનું અવસાન તા. ૨૨૬-૧૩ના રોજ અને સૌથી મૌટા ભાઈ લક્ષ્મીદાસ (ઉર્ફે કાળીદાસ)નું અવસાન તા. ૯-૩-૧૪ના રોજ થયાં હતાં. 2. મતલબ કે ન જવા દીધો. 230

કરતાં, હં ુ ત્રણ વર્ષ મેટ્રિકમાં નાપાસ થયો. તેની મને ચિંતા નથી. હવે તે મૂકવું, મને મારી નબળાઈ લાગે છે. મારી રોટલી કમાતો, તે​ેમાંથી પાર ઊતરીને જ હં ુ દેશસેવક બનીશ. અક્ષરજ્ઞાન લેવા સંબંધી આપણો મતભેદ નવો નથી. અહીંની યુનિવર્સિટીએ જ ે વિષયો બતાવ્યા છે તે શીખવાની મને જરૂર લાગે છે. હાલ અમુક વર્ષ થયાં સરકારી યુનિવર્સિટીએ કેટલાક અગત્યના વિષયો કાઢી નાખ્યા છે એ હં ુ જાણું છુ .ં શીખવવાની પદ્ધતિમાં ફે રફાર મને માન્ય છે. પરં તુ પરીક્ષાઓને હં ુ અગત્યની ગણું છુ .ં ડિગ્રીઓ, એ એક જાતનું, વિદ્યાર્થીઓને, ઘણું સરસ ઉત્તેજન છે એમ માનું છુ .ં Schoolingમાં પણ હં ુ ખોટુ ં નથી જોતો. કેટલાક સુધારાઓની સર્વત્ર ભલે જરૂર હોય. એ બતાવી ગોળનું માટલું ઉપાડવાનો પ્રયત્ન3 હં ુ નહીં કરું . ગુરુકુ ળ જ ેવામાં વિદ્યાર્થીઓ રહે તેને હં ુ Schooling કહીશ. આપનું વિશેષ ધ્યાન ખેંચતાં ભૂલી જાઉં છુ ં કે આપે, વિલાયત જઈ બેરિસ્ટર થવાની મારી માગણીને ‘તે પાપી કાર્ય છે’ એમ કહી કાઢી નાખી હતી; છતાં ભાઈ સોરાબજીને તો તે જ કાર્ય સારુ આપે વિલાયત મોકલ્યા છે. આ ગૂંચવણ, અમારા પ્રત્યે આપનો પ્યાર ઓછો હશે એ વિચારનાં બી રોપે છે. ભાઈ સોરાબજી એક ઘણા સરસ માણસ છે. પરં તુ એક કીડીને પણ અમારા ભોગે આપે રાજી રાખવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વ હકીકત સાંભળી, વાંચી, આપની એક જ વાત હશે; અને તે હં ુ જાણું છુ  ં— કે, ‘મારા છોકરાઓ પ્રત્યે હં મેશાં મને એટલો મોહ રહે લો છે કે તેમને મેં મારું માનેલ, સહે જ પણ દોષિત કાર્ય કરવા નથી આપ્યું.’ પિતાજી, આનો ઉત્તર ઉપરની હકીકતમાંથી આપને મળશે. 3. મતલબ કે એ બધાનું નિરૂપણ કરવાનું માન ખાટવાનો પ્રયત્ન. [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


એક બીજી બાબત અહીં કહે વી રહી જાય છે. આ બાબત એવી સૂક્ષ્મ છે કે તે સઘળી કહે વાતી નથી અને લખી પણ લખાતી નથી. છતાં લખવી ફરજ લાગે છે. આપ ઠપકો આપો છો કે ‘તું મારી મરજી વિરુદ્ધ પરણ્યો.’ તે હં ુ કબૂલ કરું છુ .ં છતાં મારા સંજોગો જોતાં મારું તે કાર્ય ક્ષમાપાત્ર હોવું જોઈએ એમ હં ુ માનું છુ .ં મારા સંજોગોમાં કોઈ અન્યથી બીજુ ં ન થતે એમ હં ુ માનું છુ .ં આપ જાણો છો કે મારું વેવિશાળ બાળક વયમાં આપની ગેરહાજરીમાં પૂજ્ય કાળાકાકાએ કર્યું હતું. [ત્યાર પછી] ૧૭ વર્ષની વયે1 રાજકોટ એક વખત, હં ુ , સખત માંદો થઈ, આવ્યો હતો. હં ુ મરણપથારીએ છુ ં એમ સાંભળી આપે આશ્વાસનનો એક કાગળ પણ દક્ષિણ આફ્રિકાથી લખ્યો હતો. તે વખતે હં ુ મુ. ગોકીફોઈ સાથે રહે તો હતો. ઘરમાં પુરુષવર્ગમાં કોઈ નહોતું. હરિદાસભાઈ આપણે ત્યાં આવી મને પોતાને ત્યાં લઈ ગયા. ત્યાં મારી સારવાર થઈ. હં ુ સાજો થયો. બેએક માસ હં ુ તેમને ત્યાં રહ્યો. હં ુ તે વખતે સાવ અજ્ઞાન [ન] હોતો. હરિદાસભાઈનું ઘર સુધરે લ ગણાતું. હં ુ મારે સાસરે હતો એ સમજતો હતો. સ્વાભાવિક, મારા નસીબમાં કેવી કન્યા છે તે જોવાની ઇચ્છા થઈ. મેં ચિત્ર જોયું. મને કન્યા ખરાબ નથી મળી, મારું વેવિશાળ પણ ઠીક ખોરડે થયું છે એ વિચારે , મનમાં પ્રવેશ કર્યો. થોડા દહાડા જતાં કન્યાનું પ્રત્યક્ષ, મુખ જોવાની ઇચ્છા થઈ. મેં જોયું. સમયે સમયનું કામ કર્યું. વિશેષ પ્રસંગ મળતાં અમે વારતા-વિનોદ કરવા લાગ્યાં. અમે પ્રેમગ્રંથિથી જોડાયાં. સાવ આરામ થઈ જતાં હં ુ આપણે ઘેર આવ્યો. 1. અહીં ઉંમરની ભૂલ લાગે છે. આ માંદગી પછી હરિદાસભાઈનો ઉપકાર માનતો જ ે કાગળ ગાંધીજીએ લખ્યો હતો તે તા. ૩૦-૬-૦૩ના રોજ લખ્યો હતો. એટલે હરિલાલની ઉંમર આ વખતે ૧૭ નહીં પણ ૧૫ હશે.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

હવે કેમ મળવું? પત્રવ્યવહાર શરૂ થયો. અમારી માયામાં વૃદ્ધિ થઈ. દક્ષિણ આફ્રિકા ઉપડવાનો વખત આવ્યો. હં ુ શું કરું ? દક્ષિણ આફ્રિકાથી પાછા વળતાં પાંચ કે વધારે વર્ષ નીકળી જાય. હિં દુ સંસારમાં કન્યા અમુક વય પછી કુંવારી રહે છે તો ટીકાને પાત્ર થાય છે. પરણી લેવું એવો અમે નિશ્ચય કર્યો. કેવી બુદ્ધિથી આ નિશ્ચય થયો તેના પુરાવા તરીકે ૧૯૧૫માં લખાયેલ કાગળ મારી પાસે જ છે. તે હં ુ અહીં નથી બતાવતો. જોઈએ ત્યારે બતાવવાને તૈયાર છુ .ં ૧૯૦૬ના મે માસમાં અમે પરણ્યાં. પરણી, ત્રીજ ે મહિને હં ુ આપની પાસે આવવા ઊપડી ચૂક્યો. ત્યાર પછી, પિતાજી, જણાવવાની રજા લઉં છુ ં કે અમે આપને આધીન જ રહ્યાં છીએ. મને, આજ ે, પરણ્યે નવ વર્ષ થયાં; તેમાંથી છ વર્ષ વિયોગી જ રહ્યાં છીએ. બોલપુર બિરાજ ેલ ફિનિક્સ સંસ્થાથી હં ુ અળગો થયો કારણ કે તેને વિશે મેં પોકળતા જોઈ. ફિનિક્સ સંસ્થાના ઉદ્દેશો સરસ માનું છુ ;ં પરં તુ તે મુજબ ચાલનાર આપ એક જ જોયા. બીજા કોઈ ચાલી શકતા હોય એવો મારો મત નથી. વૈરાગ્ય દશા શ્રેષ્ઠ છે એમ આપણે સૌ માનીએ છીએ, છતાં તેથી ઘણી ઊતરતી દશા[માં]— ગૃહસ્થાશ્રમમાં — આપણે પડીએ છીએ. વેરાગી, કોઈને, બનાવવાતા નથી. બનાવ્યા, કોઈ, વેરાગી બન્યા નથી. તેની મેળે પ્રાપ્ત થયેલો વૈરાગ્ય જ ટક્યો છે અને ટકી શકે. જો મને બરાબર યાદ હોય તો ક્રૉમવેલના વખતમાં પ્યુરિટનોની એક ટોળી ઊભી થયેલ. એ વખતમાં સુધારાનો2 જ પવન ચાલ્યો હતો. જ ે, એ પ્યુરિટનોની ટોળીમાં ન જોડાતું તે, પ્યુરિટન કરતાં ઊતરતા ગણાતા. એટલે શરમેશરમે ઘણાઓ તેમાં જોડાયા. જુ દો પવન વાતાં પરિણામ એ આવ્યું કે ‘પ્યુરિટન રિએક્શન’ થયું. 2. મતલબ કે જીવનમાં ઉત્તરોત્તર સાદાઈ આણવાનો. 231


અને જ ેટલા જ જોસથી લોકો આગળ વધ્યા હતા તેટલા જ જોસથી પાછા પડી ગયા. ફિનિક્સ સંસ્થા વિશે આવું છે એમ મારો અલ્પ મત છે. ફિનિક્સ સંસ્થાના નિયમો ઘણા શ્રેષ્ઠ છે, પરં તુ તેમાં રહે નારા કોઈ, સ્વતંત્ર રીતે, તે રસ્તે ચાલતા હોય એવું મારું માનવું નથી. …એમ કહે વામાં આવે છે કે નીતિમાન બંધન એ, વાસ્તવિક છે; તેને ‘ભય’ ભલે કહે વાય. નીતિમાન બંધનમાં કોઈને ભય જ ેવું લાગતું નથી. (જો તે અનીતિમાન ન હોય તો)1 નીતિમાન બંધન હોઈ શકે છે, જ ેમ કે દારૂ પીતો હોય તે માણસ સામેનાની બીકથી યા શરમથી દારૂ ન પીએ એ બરાબર છે. પરં તુ સાકર ખાતાં બીક લાગે એ, નીતિમાન બંધન નથી. એ બીક, બળાત્કારના સ્વરૂપમાં ફરી જાય છે. કારણ કે બીજાના દેખતાં સાકર ખાનાર સાકર ખાશે, પરં તુ દારૂ પીનાર બીજાના દેખતાં દારૂ નહીં પીએ. પછી, સામેનો માણસ પણ દારૂડિયો હોય તો ભલે. મારે અહીં એક અણગમતી ફરજ બજાવવી પડે છે — જોકે પૂરી તો નહીં જ બજ ે એમ હં ુ ખચીત માનું છુ .ં પિતાજી, ‘ફિનિક્સ સંસ્થાથી (? સંસ્થાનો) અમને ફાયદો નથી થતો.’ ‘ફિનિક્સ સંસ્થાથી બીજાઓને પણ લાભ થયો અમે નથી જોતા.’ એમ જ્યારે આપને અમે કહે તા અને કહીએ છીએ ત્યારે આપે હં મેશ કહ્યું છે કે મુ. ભાઈશ્રી છગનલાલ, તથા મુ. ભાઈશ્રી મગનલાલ, અને કહે તા નથી પણ વર્તનથી સૂચવો છો કે ભાઈ જમનાદાસનો અમારે ધડો લેવો. અમારે તેમને આદર્શરૂપ રાખવા. આપે જ્યારે જ્યારે અમને એમ કહ્યું છે ત્યારે હં ુ મૂંઝાઈ જ ગયો છુ ,ં કારણ કે નથી સહે વાયું. અને નથી મુ. ભાઈઓનું અવલોકન કરી, કાંઈ કહે વાયું. તેઓ મારા મુ. ભાઈ છે. તેમના પગ 1. અસલમાં આ શબ્દો આવા કૌંસમાં છે. 232

ચાંપવા, હં ુ લાયક છુ .ં ભાઈ જમનાદાસ મને, ભાઈ મણિલાલ સમાન જ છે. આપની પાસે મારા અલ્પ વિચારો મારે ન છુ પાવવા એ મારી ફરજ છે — ન છુ પાવવા આપની આજ્ઞા છે. એ ફરજ રૂએ જ આપને જણાવવું ઘટે તે જણાવું છુ .ં તેમનું અવલોકન, અમને, સ્વાર્થ પહે લો શિખવાડે છે — તેમણે ખરે -ખોટે રસ્તે સ્વાર્થ સાધ્યો છે એમ મારો કહે વાનો ભાવાર્થ નથી; પરં તુ તેમનું મંડાણ Honesty is the best policy ઉપર હં ુ જોઈ શક્યો છુ .ં દૂધની ખાતર દૂધને તજવું એ, મારી માન્યતા પ્રમાણે તેમની પાસે ગૌણ પદે છે. તેમણે કોઈ ખાસ ભોગ આપ્યો હોય એવું જોવામાં આવતું નથી. આપની સંસ્થામાંના એક ગણાઈ ભાઈ જમનાદાસ, બેત્રણ વર્ષનો ભોગ આપી2 બાળલગ્નને ઉત્તેજન આપવું અટકાવી શકતા હતા. રાજકોટમાં સૌ ઉપર (અહીં એટલું યાદ રાખવાની જરૂર છે કે મારી સગાઈ તોડવા આપ તૈયાર હતા)3 તેને (? તેણે)4 એવી છાપ પાડી હતી કે આપના વિચારોનું જ્ઞાન અને પાલન તેના જ ેવું કોઈનું નથી. આપ એમ કહે શો [કે] ‘તેમનાં માતા-પિતાની આજ્ઞામાં તે ન રહે ?’ જો માતપિતાના ધર્મચુસ્ત વિચારોને આધીન જ ભાઈઓ રહ્યા હોય તો કહે વાનું [કે] ન્યાતજાતનું ઉલ્લંઘન તેઓથી ન થતે. વળી, પરણી, ત્રણ માસ ગૃહસ્થાશ્રમ ભોગવી, આપની શરત મુજબ અખંડ બ્રહ્મચર્યના સોગન લઈ તુરત જ ફિનિક્સ સંસ્થામાં તેને (? તેનું) જોડાવુ5ં મને તો અત્યંત ગૂંચવાડા 2. મતલબ કે રાહ જોઈ. 3. અસલમાં આ શબ્દો આવા કૌંસમાં છે. 4. મતલબ કે — પણ તેમણે એમ ન કર્યું, અને નાની ઉંમરની બાળા સાથે લગ્ન કર્યાં. નાની ઉંમરમાં લગ્ન કરવા સામે આપનો વિરોધ છે એ હં ુ જાણું છુ .ં તે દૃષ્ટિએ આપ મારી સગાઈ તોડવા તૈયાર થયા હતા. એ આપને યાદ દેવડાવું છુ .ં એ જ જમનાદાસે રાજકોટમાં. 5. જમનાદાસ ગાંધીનું લગ્ન સને ૧૯૧૪ના સપ્ટેમ્બર માસની આખરમાં અગર ઑક્ટોબરની શરૂમાં થયું [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ભરે લ લાગે છે. તેમાંથી કઈ જાતનો ધડો લઈ શકાય એ હં ુ સમજી શકતો નથી. જો તેનો ધડો ભાઈ રામદાસ લે તો તે તરત જ, ઇચ્છા થતાં પરણી લઈ શકે છે, કારણ કે ૧૬ વર્ષ પછી આપ, પુત્રને મિત્ર માનો છો, અને ઇચ્છા વિરુદ્ધ કાંઈ દબાણ કરતા નથી. પરણી લઈ શકે છે તેટલું જ નહીં પણ પરણીને પરબારા આપની સંસ્થામાં જોડાઈ શકે છે. …એમ સવાલ થાય કે ફિનિક્સ સંસ્થામાં કાંઈ, જ્યારે , નથી થતું ત્યારે કાંઈક તો થયું હશે, અને કાંઈકમાં અક્ષરજ્ઞાન તો અપાયું હશે. મારો મત એવો છે કે તે જરાય નથી અપાયું. તે નથી થયું (? અપાયું) એમ આપ કબૂલ કરો છો, પરં તુ સાથે કહો છો કે તેટલો ભોગ અપાયો છે. ‘ભોગ આપવાનો સમય ૧૯૦૭થી શરૂ થયો હતો. તે પહે લાંના, ફિનિક્સ સંસ્થાના અમે ઘણા છીએ. તેમણે, ખરે ખર અમે જ,1 અજ્ઞરજ્ઞાન મેળવવાની ઘણી તીવ્ર ઇચ્છા બતાવતા છતાં આપે દાદ જ નથી આપી. ભાઈ મણિલાલ, રામદાસ, દેવીદાસને ૨૩ વર્ષની વયે2 ચોથી ચોપડીનું જ્ઞાન પણ છે કે નહીં તે શંકા જ ેવું   છ.ે હતું. એ પહે લાં — તા. ૧૯-૭-૧૩ના રોજ — આ વિશે ગાંધીજીએ એમને લખ્યું હતું: ‘તમે પરણવાની હઠપૂર્વક ના પાડો તેમાં માતાપિતાને તમારે અત્યંત દુઃખ આપવું પડે… તમે દૃઢતાપૂર્વક નથી કહી શકતા કે જ ે વિચાર તમારા હાલ છે તે સદાયને સારુ રહે શે… તમને મેં કહ્યું છે કે તમારે પરણવું તો પડશે. એમ છતાં તમે તે બાઈની સાથે વિષય ન કરો તો તમારો ને તેનો ઉદ્ધાર થયા વિના ન જ રહે …’ એટલે, અહીં જ ે નિર્દેશ છે તે, ગાંધીજીની આવી સલાહ હતી તેટલા પૂરતો જ એ પ્રસ્તુત છે. 1. એટલે, જ ેઓ શરૂથી હતા તેમણે જ. આમાં હરિલાલનો સમાવેશ થઈ શકે નહીં. કારણ ૧૯૦૪માં એ હિં દમાં હતા. અહીં ‘અમે’નો અર્થ ‘એમના ત્રણ ભાઈઓ’ એમ થાય. 2. ૨૩ વર્ષની વય ફક્ત મણિલાલની હતી.

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

પિતાજી, મારે જણાવવાનું કે હં ુ ચોથે ભાગે3 અહીં નથી જણાવી શક્યો. પત્ર બહુ લાંબો થઈ જાય છે. છપાવવાનું ખરચ પણ બહુ બેસે છે. તે પૈસા ક્યાંથી કાઢવા? પૂરું કરતાં પહે લાં પિતાજી, મેં, અજાણ્યે, કોઈ અવિચારી વિચારો બતાવ્યા હોય તો આપની અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહં ુ છુ .ં મારી ૨૮ વર્ષની વયે આ બધું એક નાના બાળકની માફક આપને લખવું પડ્યું છે એથી મારું મન બહુ દુભાય છે; છતાં મારો ઉપાય નહોતો. અંતઃકરણે લખાવ્યું છે અને મેં લખ્યું છે. ફિનિક્સ સંસ્થાના વિષય ઉપર કાંઈ પણ કહ્યું છે તે, તેની સાથેના મારા અંગિત સંબંધે જ કહ્યું છે. એથી મારે દોષો જ બતાવ્યા (? બતાવવા) પડ્યા છે. ફિનિક્સ સંસ્થાના ગુણો જગજાહે ર છે. મારો આખો પત્ર એક જ વાત ઉપર છે, અને તે એ કે આપે અમારી નબળાઈની છૂટ મૂકી જ નથી.4 આપે અમારો અધિકાર જોયો નથી, આપે પાત્ર જોયું નથી, આપની રહે ણી અને કરણી બહુ કઠિન છે. હં ુ તેને માટે મને નાલાયક માનું છુ .ં આપને પુત્ર અને બીજા સૌ સમાન છે. બે ગુનેગારમાં પુત્રની સામે અન્યને ગુનેગાર ઠરાવવો આપે વાજબી નથી ધાર્યું. પુત્રે સહન કરવું એ જ ન્યાય છે; છતાં, તે, હં ુ કમભાગ્યે સહન નથી કરી શક્યો. વળી દૈવજોગે — ખોટે કે ખરે , — હં ુ પરણેલ છુ .ં પ્રભુએ ચાર બાળક આપ્યાં છે. આવી રીતે સંસારની જાળમાં, મોહ-માયામાં લપટાયેલ, આપની સાથેના બીજાઓની માફક વૈરાગ્ય બુદ્ધિ ધારણ કરી ત્યાગી નથી થઈ શકતો. તેથી જ આપનાથી, આપની રજાથી, અળગો થવું પડ્યું છે. મારી રોટલી મારે જ કમાવી જોઈએ એમ મને લાગે છે. આ સર્વ છતાં આપની આજ્ઞા હોય તો ફિનિક્સ સંસ્થામાં 3. મતલબ કે ચોથા ભાગનું પણ. 4. મતલબ કે નબળાઈ તરફ ઉદાર દૃષ્ટિ દાખવી જ નથી. 233


જોડાઈ, રહે વા તૈયાર છુ ં આપની આજ્ઞા જાણી જોઈને નથી તોડી એ આપ જાણો છો. મારા વિચારો બધા ખોટા હશે. — હં ુ ઇચ્છું છુ ં કે ખોટા પડે — મને કોઈ પણ વખત ખબર પડશે કે તે ખોટા છે, ત્યારે હં ુ કદી પણ સુધાર્યા વિના નહીં રહં ુ . મારા અંતઃકરણને ઊંડે ઊંડે પણ આપના પુત્ર સિવાય હં ુ બીજુ ં કાંઈ હોઉં એમ મનમાં નથી — જો આપના

પુત્રને પણ લાયક હોઉં તો. લિ. મુંબઈ આજ્ઞાંકિત છોરુ હરિલાલના ૩૧ માર્ચ, ૧૯૧૫ સાષ્ટાંગ દંડવત્ [ચંદુલાલ ભ. દલાલ લિખિત હરિલાલ ગાંધી : એક દુઃખી આત્મામાંથી સંપાદિત] o

‘પ્રાપ્તે તુ ષોડશે વર્ષે’1 સ્વામી આનંદ

ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર સદ્ગત હરિલાલ ગાંધી

વહે લી વયથી જ પિતાના જીવનદર્શન તેમ જ આગ્રહોથી નારાજ થયા હતા. એ માનતા કે પિતાજીએ પોતાના આગ્રહો ખાતર, પોતાને તેમ જ પોતાના ભાઈઓને, ચાલુ છાપનું, કૉલેજ વગેરેનું આધુનિક શિક્ષણ લેવાની ના પાડી તે તેમની કસૂર હતી. એ એમ પણ માનતા કે એમ કરી, પોતાની તેમ જ પોતાના ભાઈઓની કારકિર્દીને પિતાજીએ વણસાડી છે. આવા પ્રકારનો ધોખો ધરીને એઓ ગાંધીજીની સામે થયા અને વહે લી તકે પોતાનો જીવનમાર્ગ સ્વેચ્છાપૂર્વક જુ દો દોરી લીધો. આ બધો ઇતિહાસ જાહે ર છે.1 એ પણ સુવિદિત છે કે આ વિરોધ, એમને પક્ષે દિવસેદિવસે વધતો ગયો, વિકૃ ત બનતો ગયો, બેફામ બનતો ગયો, અને નરદમ સ્વેચ્છાચાર, શરાબ, વ્યભિચાર, ધર્માંતર વગેરેમાં પરિણમ્યો. દક્ષિણ આફ્રિકામાં અને હિં દુસ્તાનમાં ગાંધીજીએ ચલાવેલી અનેક રાજદ્વારી લડતોમાં હરિલાલે સક્રિય

1. પુસ્તકનું આમુખ. 234

ભાગ લીધો હતો અને વખતોવખત જ ેલવાસ વેઠ્યા હતા, છતાં, પિતાના આગ્રહોના છિટ્કારમાં, તેમ જ પોતાની તમામ ક્ષતિઓ માટે પિતા જ જવાબદાર હતા એવી એમની માન્યતામાં, એમણે કદી મચક ન આપી. ગાંધીજી પોતે પોતાના પુત્રોના ઉછેર અને શિક્ષણની બાબતમાં, પોતે કશો અન્યાય કર્યો છે એમ માનતા નહોતા; છતાં હરિલાલના પતનમાં, પોતાના વહે લા કાળનું જીવન એક કારણ હશે એમ માનતા અને કહે તા. પણ ગાંધીજીની સત્ય પ્રત્યેની નિષ્ઠા તેમ જ એમના આગ્રહને યથાયોગ્ય સમજનારની નજરમાં, આ બાબતમાં, એમનો દોષ વસે એમ નથી. સત્યનિષ્ઠાને ખાતર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર જીવનસાધકો, પોતાની સાધના પાછળ ‘સુત વિત દારા શીશ સમરપે’ એમાં નવાઈ નથી — એ, એમ જ કરે . ગાંધીજીએ એ જ પુરાણી પરં પરાનું અનુસરણ કર્યું. આમ છતાં એમણે ચારે દીકરાઓને, તેઓ ઉંમરલાયક થતાં વેંત ‘પ્રાપ્તે તુ ષોડશે વર્ષે’વાળા [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ન્યાયે પુત્રોને મિત્ર ગણીને તેમની પોતાની ઇચ્છા તેમ જ વલણ મુજબ પોતપોતાની કારકિર્દી તેમ જ જિંદગીનો વ્યવસાય પસંદ કરવા અને તેને અનુસરવા સંપૂર્ણ છૂટ આપી. એમણે પોતે તો એ બધાને — ખાસ કરીને રામદાસને અને દેવદાસને — પોતાની નજરમાં અત્યંત પ્રિય અને ગૌરવભર્યા એવા, કિસાન, વણકર, દરજી, મોચી, ઘાંચી, ભંગી વગેરે વ્યવસાયોની સમાજ-ઉપકારક મહત્તા તેમ જ ગૌરવ સમજાવ્યાં હતાં, અને તે સ્વીકારવાની હિમાયત જીવ તોડીને કરી હતી. છતાં આ બે ભાઈઓએ તેવા કશા વ્યવસાયમાં પડવાની પોતાની અનિચ્છા તેમ જ અશક્તિ દર્શાવી, અને આધુનિક મધ્યમ વર્ગના બીજા સૌ લોકોની જ ેમ જ પોતાને પણ વકીલ, દાક્તર, છાપાંવાળા, ઇજનેરી કે એવા જ ચાલુ છાપના વ્યવસાયોમાં જવાની, તેમ જ પોતાનાં છૈયાંછોકરાંને પણ તે જ ઢબે ઉછેરવાની, ઇચ્છા દર્શાવી. આવા વલણથી ગાંધીજીને આઘાત થયો હતો; પણ એ ગળી જઈને, એમણે, બધાંને ખુલ્લા દિલે હૈ યાધારણ આપી કે એમની સલાહ અમાન્ય કરવાની અને પોતાની જાતના વલણને જ અનુસરવાની સૌને સંપૂર્ણ છૂટ છે; અને તેઓ તેમ કરશે તો તેટલા જ કારણે પિતા-પુત્રના નાતાને રં ચમાત્ર પણ ધક્કો પહોંચવાનો નથી; પોતે, પુત્રોને પોતાના મિત્ર તરીકે જ હં મેશાં ગણશે અને પોતાનો વર્તાવ સૌ પ્રત્યે હં મેશને માટે તે પ્રકારનો રહે શે. આવી બાંયધરી આપીને સૌને નિર્ભય કર્યા. આ પછી એ જીવ્યા ત્યાં સુધી પુત્રો પ્રત્યે એમનું વલણ તેમ જ વર્તન સદાય, તેવી જ આત્મીયતા અને મૈત્રીભર્યા સદ્ભાવનું રહ્યું એ બીનાના સૌ કોઈ સાક્ષી છે. આ મહત્તા, લોકોત્તર એવા મહાનુભાવોમાં જ

જોવા મળે એ દેખીતું છે. પુત્રોના ઉછેર તેમ જ શિક્ષણ અંગેના ગાંધીજીના વર્તનમાં, એમનાં પોતાનાં કુ ટુબ ં ીજનોએ, હિતેચ્છુ ઓએ, નિકટવર્તી સહકાર્યકર્તાઓએ, અને આ દેશના તેમ જ પરદેશના અનેક કાર્યકરો, લેખકો, ગ્રંથકારો વગેરેએ ગાંધીજીનો વાંક જોયો છે. ગાંધીજીએ પોતાના તરે હવાર ખ્યાલોના અખતરા પુત્રો ઉપર કરીને તેમને યોગ્ય કેળવણી આપવાની પોતાની ફરજ ચૂક્યાનો દોષ પણ ગાંધીજીને દીધો   છ.ે પણ આ અંગે હં ુ એટલું જ કહીશ કે ફૂલ જ ેવા કોમળ છતાં વજ્ર જ ેવા કઠોર લોકોત્તર યુગપુરુષોનું માપ કાઢવાનું આપણું કેટલું ગજુ ?ં હં ુ અગાઉ કહી ગયો તેમ ‘સુત વિત દારા શીશ સમરપે’વાળી છાપના સાધકો તેમ જ ભક્તોની પરં પરા સમજવાનું આપણું ગજુ ં ઓછુ .ં એટલો જ ખુલાસો આ અંગે કરી શકાય. પુત્રઉછેર અંગેની ગાંધીજીની આ તાવણીમાંથી સૌથી પહે લાં પસાર થવાનું હરિલાલના નસીબે આવ્યું. એમણે વિરોધ કર્યો અને અગાઉ જણાવ્યું છે તેમ એ, પિતાથી છૂટા પડ્યા, તેમનાથી દૂર અને દૂર ખસતા ગયા અને છેવટે દુઃખી દુઃખી થયા — જાણે સમાજમાંથી ફેં કાઈ ગયા. …‘એ વિકૃ તિ એમની પ્રકૃ તિ નહોતી;’ જ્યારે , ગાંધીજીને ‘મન વ્યક્તિ નહીં, પણ સંસ્થા મોટી હતી,’ અને એ માનતા કે એના હિતમાં ‘જ ે ભોગ આપવો પડે તે આપવો જોઈએ. એ બલિદાનમાં પત્ની, પુત્રો, જ ેમને હોમવા પડે તેમને હોમતાં, તેમનો ત્યાગ કરતાં ખચકાવું ન જોઈએ.’ (ચંદુલાલ ભ. દલાલ લિખિત હરિલાલ ગાંધી : ‘એક દુઃખી આત્મા’માંથી સંપાદિત)

o

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

235


ગાંધીજીના પત્રો  : હરિલાલને…

હરિલાલ ગાંધીને પત્ર [માર્ચ ૧૪, ૧૯૧૩]

ચિ. હરિલાલ, તમારો કાગળ ઘણે માસે મળ્યો છે. તમે કાગળ ન લખવાને સારુ દરે ક કાગળમાં પશ્વાત્તાપ ને દિલગીરી બતાવો છો! એ પશ્વાતાપની કિંમત ન રહી તમારી પાસે ને ન રહી મારી પાસે. ન ચાલતાં કોઈથી કંઈ ન થયું હોય તેનો તે પશ્ચાત્તાપ બતાવે ને ફરી પાછુ ં તેવું ન કરવાને વધારે સાવધાન રહે તો જ પશ્ચાત્તાપ ફળે. તમારો પશ્વાત્તાપ તો માત્ર વિવેકમાં ખપે. છોકરાં બાપની પાસે વિવેક કરે ખરાં? તમારી પરીક્ષા બાબત મેં પરોક્ષ જાણ્યા પછી તમને તે જ વખતે કાગળ લખી કાઢયો. પછી તમારા ઠેકાણાવાળી ડાયરી કઠેકાણે ચડવાથી પોસ્ટ કરવો રહી ગયો તે હવે જ થયો. એટલે મારો આગલો કાગળ ને આ લગભગ સાથે જ મળશે. તમારા કાગળની રાહ હં ુ એક જ આતુરતાથી જોઉં છુ ં એમ નથી. બા વખતોવખત પૂછ ે ને મિસ 236

શ્લેશિન વ. પણ પૂછ્યા કરે . તમારું ચિત્ત ત્યાં પણ સ્વસ્થ નથી થયું. તમે શું માગણી કરો છો એ હં ુ સમજ્યો નથી. ચંચી1ને સાથે લઈ અમદાવાદમાં રહે વા માગો છો એ એક વાત હં ુ સમજ્યો છુ .ં આ વિશે તમે દાકતરને2 પણ લખ્યું હશે. તેમ તમારે રહે વામાં જ ેમ સવળ પડે તેમ કરજો. તમારા કાગળના બીજા ભાગ વિશે એટલું જ લખવા માગું છુ ં કે ‘સુતર આવે તેમ તું રહે , જ ેમ તેમ કરીને હરિને લહે .’ હં ુ દલીલ નહીં કરું . આપણા માર્ગ ભલે જુ દા હો, આપણે જવાનું ઠેકાણું એક જ હશે તો ત્યાં મળશું. અને કદાચ આપણે પરસ્પર વિરોધી માર્ગે વળ્યા તોયે શું? મને મિથ્યાભિમાન નથી કે હં ુ સર્વથા સાચો ને બીજા ખોટા. મારું કર્તવ્ય મને સૂઝે તે પ્રમાણે મારે કરવું જ જોઈએ એટલી વાતને વળગી રહં ુ છુ .ં આમ તમને સ્વતંત્ર ગણવામાં 1. હરિલાલના પત્ની. 2. ડૉ. પ્રાણજીવન મહે તા [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


આપણે સરખા નથી થઈ જતા એ જાણું છુ .ં તમારે મારા વિચારથી ઊલટો રસ્તો લેવો હોય ત્યારે પૈસાને સારુ તમારે મને આધીન થઈ રહે વું પડે છે. આટલી દશામાંથી પણ જો બને તો હં ુ તમને મુક્ત કરું એવું મારું મન કહે છે ને પછી તમારી સાથે બરોબરિયો થઈ વાદવિવાદ કરું . પણ એ કેમ બને? મેં મારી કર્તવ્યતા પ્રમાણે રળવાનાં સાધન બંધ કર્યાં તેથી મેં ભૂલ કરી હોય તો મારે પસ્તાવું રહે શે. પણ તેમ કરતાં મેં છોકરાંઓનો વિચાર ન કર્યો તેટલે દરજ્જે અન્યાય કર્યો ન ગણાય? મારો જવાબ ‘ના' છે. મારી મતિ પ્રમાણે મેં એઓનો પણ વિચાર કર્યો તે વિચાર ખોટો કે ખરો એ તો કાળે મને ને

તમને જણાશે. તમને વિલાયતના ઉદ્ગાર હજુ આવ્યા કરતા જોઉં છુ .ં તેને સમાવજો. તમારો હજુ વખત નથી. તમારા પરીક્ષાના પત્રો જો સાચવ્યા હોય તો મોકલજો. મણિલાલ ખૂબ અભ્યાસ કરી રહ્યો છે. તેનું ચિત્ત તેમાં છે. હં ુ તેને દોઢ કલાક હં મેશાં આપું છુ .ં તમે કયાં કયાં પુસ્તકો વાંચ્યાં એ જણાવજો. તમારી પરીક્ષા સારુ કયાં એ સવાલ છે. તમારા અંગ્રેજી લખાણના નમૂના મોકલજો.

બાપુના આશીર્વાદ (ગાં. અ. ૧૧ : ૪૮૩-૮૪)

હરિલાલ ગાંધીને પત્ર [ડરબન] [સપ્ટેમ્બર ૧૮, ૧૯૧૩]

ચિ. હરિલાલ, તમે કાગળ લખવાનું તમારું વચન નથી પાળ્યું. એવું વચન તમે એક કરતાં વધારે વાર આપ્યું છે ને દરે ક વેળા તોડ્યું છે. તમારી તબિયત લથડી તેથી બહુ દુ:ખી થાઉં છુ .ં હં ુ તો ધારતો જ હતો. તમને ચેતવણી પણ આપેલી. મારી રજા મેળવી તમે ગયા પણ મારી ઇચ્છા તે ન હતી એ તમે જાણો છો. હજુ પણ તમારી રહે ણી કે તમારા વિચાર મને પસંદ પડે તેવાં નથી. મને તો લાગે છે કે તમારી કેળવણી ઊંધી છે. તમે ચંચીનો સ્વાર્થ બગાડયો છે ને છોકરાંઓનો બગાડો છો. પણ તમને હં ુ સ્નેહપૂર્વક મિત્ર ગણું છુ .ં એટલે તમને હં ુ આજ્ઞા નથી કરવા માગતો. તમને વીનવીને જ તમારી પાસેથી કામ લેવા ઇચ્છું છુ .ં તમારી પિતૃભક્તિનો આધાર લઈ તમારી પાસે કંઈ કરાવવા નથી ઇચ્છતો. તેમાં રોષ નથી. પણ તે મારું કર્તવ્ય સમજી કરું છુ .ં હજુ મારી नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

સલાહ છે કે તમે પરીક્ષાની લલના [લલુતા] છોડો. પાસ થશો તો હં ુ કંઈ મોહાવાનો નથી. નાપાસ થશો તો તમને ભારે ઉદ્વેગ થશે. પણ તમને જ ે પસંદ પડે તે જ રસ્તો લેજો. જો પરીક્ષાનું છોડો તો ને લડત આ કાગળ મળે ત્યારે ચાલતી હોય તો તમે ચંચીને લઈ આવજો. પણ બંનેય જ ેલ જવા સારું 1. ચંચી હવે બીજી રીતે ન આવી શકે. જો લડતનો તરત નિકાલ આવશે તો — હં ુ તરત આવીશ, આપણે ભેટશું ને વાતો કરશું. તમારા ડિસ્પેપ્સિયાનો ઇલાજ એક જ છે. હં મેશાં ૧૫ માઈલ ચાલવું. રુચે તેટલો જાડો ચાવવા જ ેવો પદાર્થ ખાવો. આરોગ્યનાં પ્રકરણો તમે વાંચ્યાં હોય તો તેમાં બતાવેલા પ્રયોગો કરવાથી તદ્દન નાબૂદ 1. ગોખલેએ હરિલાલને રોકી રાખ્યા અને ડિસેમ્બરની ૨૬મીને રોજ ગાંધીજીને તાર કરી જણાવ્યું: ‘તમારો પુત્ર હરિલાલ મુંબઈમાં મને મળ્યો. તેણે મને કહ્યું કે લડતમાં જોડાવા માટે તરત જ દક્ષિણ આફ્રિકા આવી પહોંચવા તમે તેને જણાવ્યું છે. હિં દુસ્તાનમાં રહી અભ્યાસ ચાલુ રાખવાનું કહે વાની મેં જવાબદારી લીધી છે. દરમિયાનગીરી કરવા માટે ક્ષમા કરશો.' 237


થઈ શકશે. તમારી મનશક્તિ ગઈ છે તેમાં નવાઈ નથી. ત્યાંનું ભણતર મિથ્યા છે કેમ કે વગર વિચાર્યું છે. તમે હજારો ભણેલાની મંદબુદ્ધિનો વિચાર નથી જ કર્યો એટલે કોને અને શું કહં ુ . તમારો એવો કયો અભ્યાસ છે કે જ ેથી તમારા મનોબળને સહાય મળે? જ્યાં પરીક્ષામાં પાર ઊતરવું એ સાધ્ય થઈ પડે છે ત્યાં વિકટ પરિણામ આવે જ. આ વાતની ચર્ચા મિ. રાનડે ત્રીસ વર્ષ પહે લાં જ કરતા. સાધારણ બી. એ.ના શા હાલ છે તે તો જુ ઓ. તમે ભારે

પરીક્ષા પસાર કરી પછી રોગી બનશો અથવા તદ્દન નિર્બળ મનના થશો તો શું કરી શકશો? તમારી આસપાસ શું ચાલે છે તેનું તમે બારકીથી અવલોકન કર્યુ છે?

બાપુના આશીર્વાદ તા. ક. : તમે જ ે પગલાં ભરો તે મારો કે મારા વિચારનો ખ્યાલ કર્યા વિના ભરો એવું ઇચ્છું છુ .ં (ગાં. અ. ૧૨ : ૧૫૮-૬૦)

હરિલાલ ગાંધીને પત્ર [કેપટાઉન] [માર્ચ ર, ૧૯૧૪]

ચિ. હરિલાલ, તમારો કાગળ મળ્યો છે. તમે દરે ક કાગળમાં માફી માગો છો. વળી બચાવ પણ કરો છો. હવે તો મને કેવળ દંભ લાગે છે. તમે વર્ષો થયાં કાગળ લખવામાં શિથિલ રહ્યા છો. ને વર્ષો થયાં માફી માગ્યા કરો છો. એવું મરણાંત લગી ચાલે ને મારે માફી આપ્યા જ કરવી? પણ મારી માફી શા કામની? માફીની કિંમત એટલી જ કે જ ેટલે દરજ્જે માફી માગનાર ફરી દોષ ન કરે . હં ુ માફી આપ્યે જાઉં તેનો અર્થ એટલો જ કે તમે પુત્ર તરીકેની તમારી ફરજ ન બજાવો તોપણ મારે તો બાપ તરીકેની ફરજ બજાવવી જ જોઈએ. તે તો મારી સમજ પ્રમાણે હં ુ બજાવ્યે જઈશ. તમે અમને બંનેને મળવાને અધીરા થઈ રહ્યા છો એ પણ હં ુ માનતો નથી, તમે અહી આવવાના હતા એ પણ મને તો કૃ ત્રિમ લાગે છે. આવનાર ધણી વાજાં વગાડ્યાં કરે ? હવે તો તમે લખો છો તેમ જ આવવું નિરર્થક છે. હં ુ જોઉં છુ ં કે તમારા ને મારા વિચારોમાં ઘણો તફાવત છે. તમે પુત્ર તરીકે જ ે ફરજો સમજો છો તેના કરતાં હં ુ જુ દી સમજુ ં છુ ,ં પણ તમારી ફરજ 238

શું છે એ મને સમજવાનો હક નથી. તમે શુદ્ધ મનથી જ ે ફરજ સમજો તે બજાવ્યે જશો એટલે હં ુ સંતોષ જ માનીશ. તમે ફરજ શુદ્ધ મને સમજ્યા છો કે નહીં એ તમારાં — કાર્યો ઉપરથી હં ુ અથવા બીજા સમજી શકશું. મારી ફરજ શું છે એ પણ તમે વિચાર્યું જણાય છે ને તેમાં પણ આપણને મતભેદ છે. પણ મારી ફરજ સમજવાનો અધિકારી હં ુ જ હોઈ શકું. છતાં તમે મને તમારા વિચારો બતાવ્યા જ કરજો. તમારા કાગળનો જવાબ મેં નથી વાળ્યો. મને તે જ ેલમાંથી નીકળ્યા બાદ મળ્યો. તેમાંની સૂચનાનો મેં અમલ કર્યો હતો. એટલે કે રે વાશંકરભાઈને1 લખી વાળ્યું કે તમારી સાથે મસલત કરી જ ે વધારે તમને આપવું ઘટે તે આપવું. તમે ચંચીને વિશે મારી સલાહ માગો છો. તમારા અભ્યાસ વિશે પણ સલાહ માગો છો. તમે મારી બધી શરતોને તોડો છો. તે શરતો પાળવાનું તમે મને વચન આપ્યું હતું. તમારી તબિયત બગાડી તમારે કદી અભ્યાસમાં ન પડવું એ મારી તમને આજ્ઞા હતી. છતાં તમારી તબિયત તમે નથી સાચવી શક્યા. રામદાસ મણિલાલ તમારાથી વધી ગયા 1. ગાંધીજીના આજીવન મિત્ર. [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


છે. તેમાં શી નવાઈ. રામદાસે તો ઘણું જોર કર્યું છે ને કદાવર પણ ખૂબ થયો છે. મણિલાલમાં પણ જોર તો ખૂબ છે. ને જો દુષ્ટ વિષયમાં ન પડ્યો હોત તો વધારે જોરાવર થાત. તમારા કરતાં તેઓનો અભ્યાસ પણ હં ુ બળવાન ગણું છુ .ં તમે હવે મુંબઈ ઉપર મન કર્યું. તેમાં રે વાશંકરભાઈની સંમતિ છે એમ લખો છો. તે સંમતિનું મારી પાસે શું વજન હોય. રે વાશંકરભાઈ હીરાની પરીક્ષા કરે તેમાં હં ુ તેમને માથું નમાવું. અભ્યાસ શો કરવો તેમાં તેમનું કેમ માનું? તમને તો બેભાન દશા છે એમ મને લાગ્યા કરે છે. ત્યાં હં ુ શું કહં ુ ? તમને દાવરનો વર્ગ જ સૂઝી શકે છે. ત્યાં હં ુ તો સ્તબ્ધ થઈ જાઉં છુ .ં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી શી ધાડ મારશો? તમે શું કરવા માગો છો એ પણ હં ુ તો નથી સમજતો. મારી તો એટલી જ સલાહ છે કે જરા સાસ ખાઓ. હં ુ આવું ત્યાં લગી થોભો. દરમિયાન જ ે વાંચવું હોય તે વાંચો. પણ નવું ન આદરો. પછી મારી સાથેય મસલત કરવી હોય તો કરજો. તમારી મરજી પ્રમાણે જો તમારે ભણવું જ હોય તો તમારે ચંચીને મારી સાથે રાખવી ને તમારે મારાથી અલગ રહે વું. તમારી હાજતો હં ુ પૂરી પાડીશ. ચંચીનો વિચાર તમે કમાવાના વિચાર કરો ત્યારે કરજો. તમારે મારી ઇચ્છા પ્રમાણે રહે વું હોય તો મારી સાથે રહી મારો જમણો હાથ થજો. આ બધામાં તમે સ્વતંત્ર વિચાર કરજો. હં ુ શું ઇચ્છું છુ ં તેની ઉપર કંઈ જ વિચાર ન કરજો. મારી સલાહની બીજી સલાહોની સાથે તુલના કરી જ ે ઠીક લાગે તે કરજો. હં ુ તમારી સામે વહે માયેલો બાપ છુ .ં તમારાં લક્ષણ મને જરાયે પસંદ નથી પડતાં. તમારો અમારી પ્રત્યે પ્રેમ છે એ વિશે મને શંકા છે. આ વાકય બહુ અઘરું છે પણ તમારા કાગળમાં હં ુ બહુ કૃ ત્રિમતા જોઉં છુ .ં જો મારી ભૂલ થતી હશે તો હં ુ नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

કુ રુક્ષેત્રમાં છુ ં તેમ સમજી શ્રવણે જ ેમ તેનાં માબાપો પ્રત્યે ઉદારતા બતાવી તેમ બતાવી તમે મને ક્ષમાવજો. સ્થૂળ છોકરાં પણ માબાપની ઉપર પ્રીતિનાં કંઈક ચિહ્ન રાખે. તમે એક પણ નથી રાખ્યાં. છતાં હં ુ એવો અભિમાની બાપ છુ ં કે મારાં છોકરાંઓમાં હં ુ સંપૂર્ણતા આરોપી મૂકું છુ .ં એ ભૂલ છે. મોહ છે પણ તે બાદ કરીને.. પૂરી પાડી નથી... તમે મને વચન આપ્યાં છતાં ગયા વર્ષના પરીક્ષાનાં કાગળિયાં ન મોકલ્યાં. આ વર્ષના મોકલવા જ ેટલું પણ તમે યાદ રાખવાની તસ્દી નથી લીધી. તમને લખતાં મને રોષ ચડે છે ને રડવું પણ આવે છે. આ મારી અજ્ઞાન દશા છે, મૂઢ દશા છે. એટલો આસક્ત હં ુ તમારી ઉપર ન હોવો જોઈએ. હં ુ તેમાંથી મુક્ત થઈશ. ન થાઉં ત્યાં સુધી મને જાળવી લેજો. હવે તમને ખૂબ શિક્ષા આપી છે. વિશેષ નહીં લખું. મને તમે મિત્ર તરીકે ગણી મિત્રતાના ભાવ રાખશો તો બસ ગણીશ. તમારુ ચારિત્ર્ય સારું થાઓ, તમે તમારા આત્માની કેળવણી પામો એ મારી ઇચ્છા છે. મારું ત્યાં આવવાનું એપ્રિલમાં થવાનો સંભવ છે. હાલ તો હં ુ કેપટાઉનમાં છુ .ં બા મારી સાથે છે. તે તો મરણજીવનની વચ્ચે લટકી રહી છે. ગઈકાલ સુધી ઘણી જ ખરાબ તબિયત થઈ આવી હતી. પાછી કંઈક સુધારા પર આવી છે. હાડપિંજર છે. મને દુ:ખ નથી દેતી પણ હજુ સ્વાદેન્દ્રિય વશ નથી થઈ શકી તેથી પીડાય છે ને પિલાય છે. તેની પથારી પાસે આખો દહાડો બેસું છુ .ં આજ કાલ વચ્ચે જ ે બે ટમાટાંનો રસ ને એક ચમચી તેલ પેટમાં ગયાં હશે. બાપુના આશીર્વાદ (ગાં. અ. ૧૨ : ૩૧૯-૨૧)

239


હરિલાલ ગાંધીને પત્ર [અમદાવાદ] ઑક્ટોબર ૩૧, ૧૯૧૮

પાળવામાં મને આનંદની લહે રો જ આવે છે એમ કહે વામાં જરા પણ અતિશયોક્તિ નથી. આ વાત જ ેટલે દરજ્જે સમજી શકાય અને તેનો અમલ થઈ શકે તેટલે દરજ્જે માણસ ખરું સુખ મેળવી શકે છે. તે સુખના ભોગી તમે થઈ શકો એવી તમારી સ્થિતિ આ સંકટમાંથી1 ઉત્પન્ન થાય તો એ સંકટ પણ લગભગ આવકારલાયક ગણી શકીએ. જો તમારું મન કાંઈ પણ અવકાશ લઈ શકતું હોય તો આ બધી વાતો વિચારજો. બધાની તબિયત મજામાં છે. માંદા બધા સારા થતા જાય છે. મને પણ સારું છે. બાને તમે બધા કાગળ વંચાવતા હશો તેમ માનીને હં ુ નોખો કાગળ નથી લખતો.

તમારું પતું મળ્યું છે. આજ ે ખાસ લખવાનું કાંઈ સૂઝતું નથી. તમે સ્વસ્થ થાઓ અને રહો એવું કેમ બને એ જ વિચાર્યા કરું છુ .ં જો મારા કોઈ પણ વાકયથી હં ુ તમને સ્વસ્થ બનાવી શકું અને એ વાકય હં ુ જાણું તો તરત હં ુ લખી નાખું. આ સંસાર કેવો છે તેનો ખ્યાલ તમને આવી શકયો છે કે કેમ એ હં ુ જાણતો નથી. પણ મને તો ક્ષણ પ્રતિક્ષણ તેનું સૂક્ષ્મ દર્શન થયા કરે છે. અને જ ે પ્રમાણે તેને ઋષિમુનિઓએ ગાયો છે તેવો તાદૃશ હં ુ જોઉં છુ ં અને તે એટલી સૂક્ષ્મતાથી હં ુ જોઈ શકું છુ ં કે મને એમાં જરાયે રસ આવતો નથી. શરીર છે ત્યાં સુધી પ્રવૃત્તિ તો હોય જ, એટલે શુદ્ધમાં શુદ્ધ પ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહે વું એ જ મને ગમે છે. અને એવી પ્રવૃત્તિમાં રહી શકાય તેને સારુ જોઈતો સંયમ

(ગાં. અ. ૧૫ : ૫૮)

1. આ અરસામાં હરિલાલ ગાંધીનાં પત્ની ગુજરી ગયાં હતાં. o

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો ગાંધીજી

_240.00 _80.00 _150.00 _120.00 _125.00 _400.00

ખરી કેળવણી ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની 23 વાર્તાઓ લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી બુનિયાદી શિક્ષણ (નઈ તાલીમ)ની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી ડાૅ. મણિભાઈ પટેલ વિદ્યા વધે એવી આશે ગૌરાંગ જાની ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં) સં. મ. જો. પટેલ

240

_35.00 _60.00 _150.00 _60.00

[ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ધાર્યું તો ધણીનું થાય રાવજીભાઈ મ. પટેલ ‘જીવનનાં ઝરણાં’ ભાગ પહે લો [૧૯૦૭થી ૧૯૩૭] અને ‘જીવનનાં ઝરણાં’ ભાગ બીજો [૧૯૩૭થી ૧૯૫૭]. આ બંને દળદાર પુસ્તકો હાલમાં નવજીવન દ્વારા પ્રિન્ટ ઑન ડિમાન્ડ હે ઠળ પુન: પ્રકાશિત કરવામાં આવ્યાં. જીવનનાં ઝરણાંના બંને ગ્રંથોમાં રાવજીભાઈએ પોતાની જીવની આલેખી છે. રાવજીભાઈની ઓળખ જો આપવી હોય તો તેઓને ગાંધીજીના આદિસાથી ગણવા રહ્યા. દક્ષિણ આફ્રિકામાં તેમ જ હિં દુસ્તાનમાં ડગલે ને પગલે તેઓ ગાંધીજીના નિકટ રહ્યા છે. કિશોરલાલ મશરૂવાળાના શબ્દોમાં કહીએ તો ‘તેમની [ગાંધીજીની] નજીક રહી આજ્ઞા ઉઠાવનાર તેમ જ દૂર વસી તેમનું આ ઘડી સુધી કામ કરનાર સેવકોમાંના એક’. જોકે રાવજીભાઈની પ્રતિભા અહીં શબ્દોમાં વાંચ્યા કરતાં તેમનાં સાહિત્યમાં વધુ દેખા દે એવી છે. અલબત્ત તેઓ નમ્રભાવે ‘ગાંધીજીની સાધના’ પુસ્તકના નિવેદનમાં એવું લખે છે : “હં ુ લેખક નથી કે સાહિત્યનો શોખીન નથી ફક્ત હૃદયમાં ઊગી આવ્યું તેવી ભાષામાં લખી નાંખ્યું.” પણ જ્યારે તેમને વાંચીએ ત્યારે તેઓ શ્રેષ્ઠ સાહિત્ય વાંચવાની અચૂક અનુભૂતિ કરાવે છે. આ અનુભૂતિ ‘જીવનનાં ઝરણાં’ પુસ્તકના અહીં આપેલાં એક પ્રકરણમાં વાચકને થશે. ...

આ સંસારમાં માનવીનું ધાર્યું થતું નથી. એનું ધાર્યું મુશ્કેલીઓ આપણા અખત્યાર બહારની વાત છે. થતું હતું તો આ પૃથ્વી દોજખ બનત કે સ્વર્ગ બનત એનો કાંઈ નિર્ણય થઈ શકતો નથી. કપાળે કપાળે ભિન્ન ભિન્ન મતિ પ્રવર્તે છે. સૌ પોતપોતાની બુદ્ધિ અનુસાર પોતાનું ભલું ઇચ્છે છે. એ સૌની ઇચ્છા પાર પડવાની હોત તો આ અખિલ સંસાર એક ભારે અવ્યવસ્થિત કોકડુ ં થઈ પડ્યો હોત અને તેનો નાશ પણ થઈ ગયો હોત. વળી કોઈ પણ કાર્ય તપ સિવાય સિદ્ધ થતું નથી. એટલે કે કાર્યસિદ્ધિ અર્થે જંગલમાં જઈને, અનેક આસનો માંડીને દેહને કષ્ટ આપવાની જરૂર નથી. પણ આરં ભેલા કાર્યમાં મુશ્કેલીઓ આવે, માનવકૃ ત મુશ્કેલીઓ અને કુ દરતી મુશ્કેલીઓ આવે. માનવકૃ ત મુશ્કેલીઓ આવે તેનું નિવારણ કરવું એ આપણા હાથની વાત છે. પણ કુ દરતી

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

અગણિત નાનાંમોટાં જીવજંતુ, ભૂચર, ખેચર અને જળચર જીવોથી ભરપૂર આ વિરાટ બ્રહ્માંડના નિયમન અને કલ્યાણ ખાતર આપણ સર્વથી વધુ ડહાપણ વાળો કિરતાર, જ ે ન્યાય આપણે આપણી હસ્તીની સહીસલામતી ખાતર માકડ, મચ્છર, ચાંચડ વગેરે જીવો પ્રત્યે વાપરીએ છીએ તે જ ન્યાય આપણી પ્રત્યે વાપરે છે. આપણી સ્વાર્થવૃત્તિને કારણે આપણી દૃષ્ટિનો પરિઘ બહુ જ સંકુચિત છે. એટલે આપણું રૂવું ખેંચાય તો આપણને દુઃખ થાય છે. તેને પંપાળાય તો આપણને સુખ થાય છે. અને એટલા પરથી આપણે પ્રભુની કૃ પા અને અવકૃ પાનો ખ્યાલ કરીએ છીએ. પણ આ સંસારનું ચક્ર પ્રગતિમાન છે, તે સંસારને શ્રેય તરફ જ ધકેલે છે. તેને આધીન થવામાં કોઈનું 241


અશ્રેય થતું નથી. તેને આધીન થવામાં જ આપણું ડહાપણ છે. તેની સામે બળવો કરવામાં તો સુખદુ:ખના દ્વંદ્વ વચ્ચે આપણે પિસાવાનું જ છે. આવો કાંઈક અનુભવ મને મારી આ પ્રવૃત્તિમાં થયો. હં ુ મારી જમીન જ ે મઘરોલની સીમમાં આવેલી છે ત્યાં આ ગડમથલમાં હતો. અષાઢ વદ અગિયારસથી વરસાદ શરૂ થયો. પણ ધીમે ધીમે બારશ તેરશે તેણે મોરચા શરૂ કર્યા અને ચૌદશે તો પવનના ઝપાટા સાથે મુશળધાર વરસાદ પડવા માંડયો. ખેડૂતોનાં ઘર માટીનાં, વરસાદની ઝાપોટથી ધોવાઈ ધોવાઈને તેની ભીંતો ગળવા લાગી. એક પડી, બીજી પડી. મેં તેમને લાવી લાવીને મારી પાસે રાખ્યા. મારું મકાન ઈંટોનું હતું પણ ચણતર માટીનું હતું, એટલે તેને પણ જોખમ તો હતું. પણ પતરાંને કારણે તેનો બચાવ થતો હતો. ખેડૂતોનાં વીસ ઘરમાંથી સાતઆઠ ઘર ખંડિત થયાં. તે ખાવાનું પણ ક્યાં પકાવે? તેમને મારા મકાનમાં બોલાવ્યા અને ખાવા પકાવવાની સગવડ કરી આપી. પણ આ વરસાદ પાછુ ં વાળીને જુ એ તેવો નહોતો. તેણે પોતાનું વિકરાળ સ્વરૂપ વિકસાવ્યું. ખેડૂતો ગભરાયા. કેટલાક રડવા લાગ્યા. પણ આશ્વાસન આપ્યા સિવાય બીજો શો રસ્તો? એટલામાં રાત પડી. નહીં વીજળી, નહીં ગડગડાટ. પવનના સુસવાટા સાથે ભારે વરસાદ. રાત્રે જ ે થવાનું હોય તે ભલે થાય. અમે બધા સૂઈ ગયા. રાત્રે બાર વાગ્યા, અને મને વિચાર થયો કે કૂ વાવાળા ખેતરમાં શી સ્થિતિ હશે? મેં નોકરને લીધો, ફાનસ લીધું; મારા મકાનવાળા ખેતરની જોડેનું જ ખેતર એ હતું. ત્યાં જઈને જોયું તો એંજિનના ભંડારિયાની ઓરડી વગેરે સલામત હતું, પણ તે ખેતરમાં બધે પાણી હતું. મને લાગ્યું કે તે પાણી તો ભારે વરસાદને કારણે ભેગું થઈ ગયું હશે. તેની મેળે મારગ કરીને વહી જશે. અમે બંને 242

દુ:ખ આવે છે ત્યારે માણસ નમ્ર બને છે. પોતાની કડકાઈ થોડો સમય ભૂલી જાય છે. તેનું અભિમાન ગળી જાય છે. સ્વાર્થ પણ ઓગળી જાય છે. અને જાણે આ સ્વાર્થભરી દુનિયામાં અપૂર્વ પલટો થયો હોય તેમ જ્યાં ત્યાં પ્રેમ અને ઉદારતા જોવામાં આવે છે. દાવાનળ લાગે ત્યારે સિંહને પોતાનો જીવ બચાવવાનો હોય, અને હરણાને પણ પોતાનો જીવ બચાવવો હોય

જણા પાછા જઈને સૂઈ ગયા. બહાર જ ે ભયંકર સુસવાટા મારે તેની ભયંકરતાથી કાળજુ ં કંપી ઊઠે. ઊંઘ પણ શાની આવે? રાત્રીના અઢી વાગ્યા. વળી મેં પેલા નોકરને કહ્યું, ચાલો આપણે જોઈ આવીએ. નોકરે પાવડો હાથમાં લીધો. મેં ફાનસ લીધું. અમે કૂ વા પાસે ગયા. આખા ખેતરમાં પાણી વધેલું. પાણી તો વહે તું હશે પણ રાત્રે માલૂમ ન પડે. તે પાણી વધે તો એંજિન અને પમ્પ જોખમમાં હતાં. તે ખેતરની પાસે જ તલાવડી અને ક્યારીની જમીન હતી. ભારે વરસાદ પડે ત્યારે તે ક્યારીમાં થઈને કાંસ વહે . તે કાંસના પાણીનો આંટ ફે લાવાથી ખેતરમાં પાણી વધ્યું. પાણી ડહોળીને કૂ વા પાસે જતાં જણાયું કે એંજિનની ઓરડીમાં પાણી દાખલ થતું હતું. મેં પાવડો લઈને એક બારું બાંધવા માંડ્યું. એવામાં એક ભારે અવાજ થયો. ચૌદશની કાળી અંધારી રાત, ભયંકર વરસાદ, પવનનું તોફાન. તેમાં આ અવાજ થયો. હં ુ ત્યાંથી પાછો હઠી ગયો. ફાનસ ધરીને જોયું તો એંજિન ઉપરની ઓરડી તેની ભીંતો સાથે બેસી ગયેલી. જમીનની સપાટીથી ચૌદ ફૂટ નીચે એંજિન ગોઠવેલું તે ઓરડી ચારે ય બાજુ થી પડી ગઈ. પછી ત્યાં મારે શું સાચવવાનું [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


રહ્યું? અમે બંને પાછા વળ્યા. મેં મારા પિતાશ્રીને કહ્યું, “જ ે ભય હતો તે કૂ વામાં ગયો. જ ેની આપણને ચિંતા હતી તે તો પૂરી થઈ. હવે તો સવાર થયે આગળ વિચારવાનું રહ્યું.” એમ કહી અમે સૂઈ ગયા. ક્યાં મારી મહત્ત્વાકાંક્ષા અને ક્યાં ધણીનું ધારવું! સવાર થયું અને જોયું કે પાણીનો આંટ વધતો અમારા પરામાં પેઠો છે. માટીનાં ઘરોવાળા સ્થળે વહે તું પાણી જવાથી ઘરો તો એક પછી એક પડવા લાગ્યાં. મારા ઘરની આજુ બાજુ પણ બબ્બે ફૂટ પાણી વહે તું જાય. આ કયાં જઈને અટકશે? આ ઘરમાં પણ કેમ રહે વાય? માટીનું ચણતર ઓગળી જાય અને ભીંતો બેસવા માંડ ે તો શું કરવું? પેલા કૂ વાવાળા ખેતર તરફ નજર કરતાં જણાયું કે કૂ વા ઉપર પાણી ફરી વળેલું હતું. જ ે થઈ ગયું તે રાત્રે ન થયું હોત તો સવારે થાત. તેને કાંઈ હાથ દેવાત નહીં. તેમાં કોઈનો ઉપાય ચાલે તેમ નહોતો. બધાંના ઘરમાં પાણી પેસી ગયું. ખાવાનું પણ ક્યાંયે થાય તેમ ન રહ્યું. મારી પાસે બે થેલા મગફળીના, વાવવા માટે આણેલા તે પડ્યા હતા. તે મગફળીનો ઉપયોગ બધાને ખાવામાં કરવા માંડ્યો. પણ મને લાગ્યું કે આ સ્થિતિમાં અહીં રહે વું જોખમકારક છે. આમ વરસાદ આખો દિવસ વરસ્યા કરે તો રાત્રે પાણી બહુ વધે. તો રાત્રે શું થાય? માટે અંધારું થાય તે પહે લાં આ સ્થળ તજવું જોઈએ અને જ ે ખેતર ઊંચાણમાં હોય ત્યાં રાત્રે રહે વું જોઈએ. મારી ધારણા સાચી પડી. બપોર પછી પાણી વધવા માંડ્યું એટલે અમે બધા આ વરસાદમાં પરાનાં ઘરમાંથી એક ઊંચા ખેતરમાં મોદો ખેંચી પતરાં ઊભાં કરીને રહ્યા. જ ેમ તેમ કરીને બચાવ કરવાનો હતો. સગવડ જોવાની ન હતી. મારો નાનો દીકરો શશિકાન્ત તે વખતે છ માસનો હતો. વચલી વળીએ તેનું ઘોડિયું બાંધીને તેની આજુ બાજ અમે આખી રાત બેસી नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

રહ્યાં. બાળક તો ઊંઘતું હતું. તેને કંઈ ચિંતા હતી? તે તો તે વખતે કુ દરતથી વિખૂટું નહોતું પડ્યું એટલે તેને ડર નહોતો. આમ આખી રાત વીતી ગઈ અને શ્રાવણ સુદ ૧નો દિવસ ઊગ્યો. અમાસની અંધારી રાત અને તેનું જોખમ ઓસરતું હોય એમ લાગ્યું. એટલામાં પાસેના ભલાડા ગામના બેચાર આગેવાનો ખેતરાડુ રસ્તે ત્યાં આવી પહોંચ્યા. અમને આગ્રહ કર્યો કે અમારે તેમની સાથે ગામમાં જવું. અમે સંમત થયા. એ ગામ પણ બેટ બની ગયેલું. જરૂરી વસ્તુ લઈ અમે ભલાડે ગયા. ત્યાંના લોકો પણ મુશ્કેલીમાં હતા. બે દિવસમાં વરસાદે જ ે ત્રાસ વરસાવ્યો હતો તેથી લોકો ગભરાયા હતા. પણ હવે વરસાદનું જોર કમી થઈ ગયું હતું. પાણીનો પ્રવાહ ઊલટોસૂલટો વહ્યો જતો હતો. નેવનાં પાણી મોભે ચડી જાણે બીજી બાજુ વહે તાં હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. આ બધું દૃશ્ય નિહાળતા નિહાળતા અમે ભલાડા ગામ જ ે મારી જગોથી એક ગાઉ દૂર છે ત્યાં ગયા. ગામલોકોએ અમને એક સુરક્ષિત ઘરમાં રાખ્યા. ભલાડા ગામ પણ જોખમમાં હતું. ધીમે ધીમે પાણી વધ્યે જતું હતું. ગામના અનુભવી લોકોને સૂઝી આવ્યું કે ત્યાંથી એકાદ ગાઉ દૂર એક મોટા બંધને કારણે પાણીનું રોકાણ થયું હતું. સેંકડો માણસો કોદાળી પાવડા લઈને દોડ્યા અને બંધ તોડી નાખ્યો. એથી પાણીને જોઈતો રસ્તો મળ્યો અને પાણી ઊતરવા માંડયું. આ બંધ ન તોડ્યો હોત તો ગામમાં ભારે નુકસાન થાત. આવી ઘણાં ગામની દશા થયેલી. ગામની ચારે ય બાજુ પાણી સિવાય બીજુ ં માલૂમ ન પડે. ઊડતી વાતો આવે કે વસઈ ગામ આખું ધોવાઈ ગયું. માલાવાડા ડૂ બી ગયું. આમ બે ત્રણ દિવસ વીત્યા. પાણી ઓસરી ગયું અને ભલાડેથી સોજિત્રે જઈ શકાય એવું થયું એટલે હં ુ ભલાડેથી સોજિત્રે ગયો. ત્યાં પણ લોકોમાં 243


પ્રસંગો પણ સાંભળ્યા છે. આભડછેટથી ભાગનારા લોકોએ પોતાનાં ઘર અસ્પૃશ્ય ગણાતા લોકો માટે ખુલ્લાં મૂકેલાં જાણ્યાં છે. આવા સમયે જ આપણાથી સમજી શકાય છે કે આ સંસારની જીવનદોરી એક દયા-સ્નેહ-અહિં સા છે. માનવજાતનો કે જીવમાત્રનો સ્વાભાવિક ગુણ પ્રેમ છે, કૂ રતા નહીં. ક્રૂ રતા એ ક્ષણભરનો નશો છે. આ બધું જોતાં એમ પણ લાગે છે કે રે લથી નુકસાન થવાને બદલે લાભ બહુ થયો હશે. તે શી રીતે તે હં ુ સમજાવી નહીં શકું. રે લથી મને પોતાને અંગત આર્થિક નુકસાન થયું છે, તેવું ઘણા થોડાને થયું હશે. છતાં હં ુ જોઈ શકું છુ ં કે તેથી મારા જીવનને નુકસાન નથી જ થયું. તેનાથી હં ુ મારા જીવનને પલટાવી નથી શકયો એ વાત સાચી. તેમ તેનો મહામૂલો પાઠ પણ હં ુ મારા જીવનમાં ઉતારી શક્યો નથી. પણ તે રે લથી મને એવી એક ભારે ઠોકર વાગી કે હં ુ કાંઈક સમજ્યો. મારી મહત્ત્વાકાંક્ષાને હં ુ કાબૂમાં રાખતાં શીખ્યો. ‘હં ુ આમ કરી નાખું’ની જ ે ઘેલછા મને લાગેલી તેમાંથી હં ુ બચ્યો. આ રે લસંકટ ગુજરાતના મોટા ભાગમાં ગુજર્યું હતું. પણ સરદાર વલ્લભભાઈની કુ શળ સરદારી નીચે મહાસભાના કાર્યકર્તાઓએ બહુ સુંદર કામ કરી આ ભયંકર રે લની આફતનું દુ:ખ લોકો માટે બહુ હળવું કરી દીધું. હં ુ મારા ઘરની દુગ્ધામાં પડેલો હોઈ આ રે લસંકટના કાર્યમાં વિશેષ ભાગ ન લઈ શક્યો તેના દુઃખનો ખટકો મારા હૃદયમાં રહી ગયો છે.

ભારે ગભરાટ હતો. વરસાદ ઓછો થઈ ગયા પછી પણ ગામના રસ્તા ઉપરનાં થોડાં ઘર પડી ગયેલાં હોવાથી પાણી ભરાઈ રહ્યું. તે પાણી જમીનમાં ઊતર્યું અને ઘરની અંદરની ડટણ પાણીથી ભરાઈ જવાથી તે ડટણ પાસેના ઘરના કરા બેસી જવા લાગ્યા. આમ ઘણાં ઘરોનું બન્યું. આવી સ્થિતિમાં ચોરીચખારી ન થાય એટલા માટે બધું વ્યવસ્થિત થતાં સુધી જુ વાનોએ ગામનું રખવાળું કરવા માંડ્યું. હરે ક ગામમાં નીચાણવાળા ભાગમાં આવેલાં ગરીબોના ઝૂંપડાં તણાઈ ગયાં હતાં. ભંગી, વાઘરી વગેરે કોમો બહુ દુ:ખમાં આવી પડી હતી. તેઓ બધા ઘર વિનાના થઈ પડ્યા હતા. ગામલોકોએ તેઓને ગામની ધર્મશાળામાં કે નિશાળના મકાનમાં કે ચોરાના મકાનમાં રાખ્યા હતા અને તેમનું પોષણ થતું હતું. દુ:ખ આવે છે ત્યારે માણસ નમ્ર બને છે. પોતાની કડકાઈ થોડો સમય ભૂલી જાય છે. તેનું અભિમાન ગળી જાય છે. સ્વાર્થ પણ ઓગળી જાય છે. અને જાણે આ સ્વાર્થભરી દુનિયામાં અપૂર્વ પલટો થયો હોય તેમ જ્યાં ત્યાં પ્રેમ અને ઉદારતા જોવામાં આવે છે. દાવાનળ લાગે ત્યારે સિંહને પોતાનો જીવ બચાવવાનો હોય, અને હરણાને પણ પોતાનો જીવ બચાવવો હોય. દાવાનળમાંથી છટકવું મુશ્કેલ હોય છે. સિંહ હરણાનો શિકાર કરવામાં પડે તો તેનું જ આવી બને. આમ આ રે લસંકટમાં પણ બન્યું. પાણીના વહે ણમાંથી બચવા ખાતર એક ઝાડ ઉપર વાંદરું બેઠુ ં હોય, તેના ઉપર માણસ પણ ચડે અને તેના ઉપર સાપ પણ પોતાનું રક્ષણ મેળવે. આમ ત્રણેય જણ એકબીજાને દેખે છતાં નિર્ભય થઈને ઠંડીથી ઠૂંઠવાઈને બેસી રહે . આવા o

244

[ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કિંડલ પરથી અદૃશ્ય થતાં પુસ્તકો! અપૂર્વ આશર એમેઝોન દ્વારા ગત મહિને ગાંધીજીની અંગ્રેજી આત્મકથાની આવૃત્તિ એકાએક કિંડલ પરથી હટાવી લેવામાં આવી અને પછી નવજીવન દ્વારા દિવસો સુધી અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં તે પુન:વેચાણમાં ન મૂકાઈ. તેથી કિંડલના વાચકો ગાંધીજીની મોંઘી આવૃત્તિ ખરીદવા મજબૂર બન્યા! તે પૂરી ઘટના કેવી રીતે બની અને અગાઉ પણ કિંડલ દ્વારા આ પ્રકારના કિસ્સા બન્યાં છે, તે વિશે વિસ્તૃત અહે વાલ. ...

ઇ-બુક્સના ઑનલાઇન વેચાણ અને વાંચનમાં

એમેઝોનનાં ‘કિંડલ’નું નામ જાણીતું છે. નવેમ્બર ૨૦૦૭થી એમેઝોન કિંડલની સેવા લાવ્યું અને ઇ-બુક્સના બજારમાં તેનાથી જાણે ક્રાંતિ આવી. એમેઝોનની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ‘LAB126’એ એમેઝોનના ઇ-બુક રીડિંગ હાર્ડવેર કિંડલને ડેવલપ કર્યું છે, જ ેના પર વાચક પુસ્તક, અખબાર, સામયિક કે દસ્તાવેજ ખરીદી અને ડાઉનલોડ કરીને વાંચી શકે. આ સગવડ એટલી સોંઘી અને યુઝર-ફ્રેન્ડલી છે કે તેનું માર્કેટ સતત વિકસતું રહ્યું છે. પુસ્તકપસંદગીની સુવિધા કિંડલ તેના ઑનલાઇન સ્ટોર પરથી આપે છે, જ ેમાં પુસ્તકોની સંખ્યા વધતી જ જાય છે. માર્ચ ૨૦૧૮ સુધીનો ડેટા જોઈએ તો અમેરિકાના કિંડલ સ્ટોર પર સાઠ લાખ પુસ્તકો દર્જ થઈ ચૂક્યાં છે! આ પુસ્તકોને વાચક ઇચ્છે ત્યારે ખરીદીને વાંચી શકે છે. આ દરમિયાન કિંડલના નવાં-નવાં વર્ઝન આવતાં ગયાં અને હવે તો કિંડલનું ટેન્થ જનરે શન પુસ્તક વાંચવાની અત્યાધુનિક સુવિધા પૂરી પાડે છે. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

વિશ્વનો સૌથી મોટો ઇ-બુક સ્ટોર ધરાવતા એમેઝોન કિંડલના માર્કેટની જ્યારે આટલી માહિતી જાણીએ ત્યારે તેનાથી નિષ્ઠાવાન વાચકોને થયેલા લાભની અનેક વિગતો તારવી શકાય. કિંડલની આ ઊજળી બાજુ છે તેમ તેની મર્યાદા પણ છે. આ મર્યાદા નવજીવને જોઈ, અનુભવી, જ ે પૂરી ઘટના ગત મહિને બની જ્યારે કિંડલ પરથી નવજીવન પ્રકાશિત ગાંધીજીની અંગ્રેજી આત્મકથાને એકાએક હટાવી લેવામાં આવી!! અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે નવજીવન પ્રકાશિત ગાંધીજીની અંગ્રેજી આત્મકથાની કિંડલ પર કિંમત ૪૪ છે, જ્યારે અન્ય પ્રકાશનોના વિકલ્પ હતા તેમાં કિંમત રૂપિયા ૪૯, ૯૪, ૪૦૪, ૭૧ અને ૯૪ છે. હવે સ્વાભાવિક છે કે નવજીવન પ્રકાશિત ગાંધીજીની અંગ્રેજી આત્મકથાનો સસ્તામાં સસ્તો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો વાચકો અન્ય પ્રકાશનોની મોંઘી કિંડલ આવૃત્તિ વાંચવા મજબૂર થવાના જ છે. આમ કેમ બન્યું? તેનાં કારણો ઘણાં હોઈ શકે. 245


પણ આ પૂરો મુદ્દો આરં ભથી સમજીએ. ગત મહિને એમેઝોન તરફથી એક મેઇલ નવજીવનને મળ્યો જ ેમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમને પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ વતી નોટિસ મળી છે કે કિંડલ પર મૂકેલી ગાંધીજીની આત્મકથાથી કૉપીરાઇટનો ભંગ થાય છે.” એમેઝોને કિંડલ પરથી ગાંધીજીની આત્મકથા હટાવવા અંગે પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ પર જવાબદારી નાખી અને દિવસો સુધી આત્મકથા કિંડલ પર ન લાવ્યા. ગાંધીજીની અંગ્રેજી આત્મકથા હોય કે તેમના અન્ય કોઈ લખાણની બાબતમાં કૉપીરાઇટ મામલે પૅન્ગ્વિન કે અન્ય કોઈ પ્રકાશન ક્યાંય ચિત્રમાં આવતું નથી. ગાંધીજીએ તેમની હયાતીમાં જ તેમના લખાણના સર્વહક નવજીવનને સોંપ્યા હતા અને તેની જાળવણી નવજીવન કરતું રહ્યું છે. જોકે ૨૦૦૮માં ગાંધીજીનાં તમામ લખાણ ભારતમાં સાર્વજનિક બન્યા છે. કૉપીરાઈટના કાયદા મુજબ વ્યક્તિના અવસાનના સાઠ વર્ષ બાદ તેના લખાણો પબ્લિક ડોમેઇનમાં આવી જાય છે. મતલબ તે લખાણને કોઈ પણ પ્રકાશિત કરી શકે   છ.ે ગાંધીજીના લખાણ પર કૉપીરાઇટ રહ્યા નથી, તે જગજાહે ર છે અને પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ તો તેનાથી માહિતગાર હશે તેવું ન માનવાનું કોઈ કારણ નથી. તેમ છતાં પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ દ્વારા એમેઝોનને કૉપીરાઇટની નોટિસ જાય છે કે, ગાંધીજીની આત્મકથા કિંડલ પર મૂકવાથી કૉપીરાઇટનો ભંગ થાય છે. આ કિસ્સામાં સૌપ્રથમ દોષી પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ બને છે, જ ે અંગે નવજીવને પૅન્ગ્વિન સાથે પત્રવ્યવહાર કર્યો. આ પત્રવ્યવહારમાં નવજીવને પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસને જણાવ્યું કે નવજીવન એક માત્ર એવી સંસ્થા છે જ ે ગાંધીજીના લખાણના સર્વહક ધરાવે છે; તેમાં પૅન્ગ્વિન કેવી રીતે ગાંધીજીની અંગ્રેજી આત્મકથા 246

ગાંધીજીના લખાણ પર કૉપીરાઇટ રહ્યા નથી, તે જગજાહેર છે અને પૅન્ગ્વિન રેન્ડમ હાઉસ તો તેનાથી માહિતગાર હશે તેવું ન માનવાનું કોઈ કારણ નથી. તેમ છતાં પૅન્ગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા એમેઝોનને કૉપીરાઇટની નોટિસ જાય છે કે, ગાંધીજીની આત્મકથા કિંડલ પર મૂકવાથી કૉપીરાઇટનો ભંગ થાય છે

વિશે એમેઝોનને કૉપીરાઇટ ભંગ વિશે લખી શકે? પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસથી જ ે જવાબ નવજીવનને આપવામાં આવ્યો તેમાં તેમણે પોતાની ભૂલ કબૂલી અને એમેઝોનને પહોંચેલા મેઇલને ‘વ્યવસ્થાની ભૂલ’ ગણાવી. પૅન્ગ્વિને પોતાની ફરિયાદ પાછી ખેંચવાની ખાતરી પણ દાખવી. જોકે પૅન્ગ્વિન રે ન્ડમ હાઉસ દ્વારા ફરિયાદ પાછી ખેંચી લીધી હોવા છતાં કિંડલ પર ફરી આત્મકથા તત્કાલ મૂકાઈ નહોતી. એમેઝોન અને તેના કિંડલ સેવાનો ભૂતકાળ તપાસીએ તો ગાંધીજીની અંગ્રેજી આત્મકથાનો કિસ્સો પહે લો જણાતો નથી. તે અગાઉ પણ કિંડલની સેવામાં આ પ્રકારે પુસ્તકો હટાવી લેવાની ઘટના બની છે. ૨૦૦૯માં જુ લાઈની ૧૭મી તારીખે કિંડલે વિખ્યાત લેખક જ્યોર્જ ઓરવેલનાં ‘એનિમલ ફાર્મ’ અને ‘નાઇન્ટિન એઇટી ફોર’ બે પુસ્તક આ રીતે જ હટાવી લીધાં હતાં. તેમાં પણ નિર્ણય વાચકોને જાણ કર્યાં વિના લેવાયો હતો. જ ેમણે આ પુસ્તક ખરીદ્યાં હતાં તેમને નાણાં પાછાં પરત કરવામાં આવ્યાં હતાં. આ કિસ્સામાં પણ એમેઝોને કારણ [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


કરવાનો નિર્ણય લીધો છે. નવજીવનનો ઉદ્દેશ ગાંધીજીની આત્મકથા ને લખાણ વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. પણ આ પૂરા કિસ્સામાં એમેઝોને એક કંપની તરીકે દાખવેલું વલણ નિરાશાજનક રહ્યું છે. સૌપ્રથમ એમેઝોનને એકથી વધુ વાર કરે લા મેઇલનો કોઈ જ જવાબ ન મળ્યો. તદ્ઉપરાંત એક વાર ભૂલ ક્યાં થઈ છે તે ખ્યાલ આવ્યો છતાં પણ એમેઝોન કંપની કોઈ ઉકેલ ન લાવી. ગાંધીજીની અંગ્રેજી આત્મકથાની મોંઘી આવૃત્તિ ખરીદવા સિવાય વાચકો પાસે કોઈ વિકલ્પ ન રહ્યો. આ સિવાય પણ એમેઝોન અન્ય કારણે પણ કઠેડામાં આવે છે, જ ેમ કે એમેઝોનની ભૂતકાળમાં પુસ્તક હટાવવાની અને વ્યક્તિગત લાઇબ્રેરીમાંથી પુસ્તકો ડિલિટ થઈ જવાની ઘટના બની છે. કિંડલ પરના પુસ્તકોમાં કેટલુંક કન્ટેન્ટ કોઈ કારણ વિના ડિલિટ થયું છે તેમ પણ બન્યું છે. આમ, એમેઝોનનો વ્યાપ, વેપાર અને વલણ જોઈએ તો તેમાં તેઓની મર્યાદાઓ જ બહાર આવે છે. તે સિવાય આત્મકથામાં જ ે બન્યું તે એમેઝોન જ કરતું હોય તો નવાઈ નહીં, જ્યારે પણ કોઈ પુસ્તકોની માગ હોય ત્યારે તેમાં મોંઘા વિકલ્પોને પ્રાધાન્ય આપવું, જ ેથી તેઓને મળતાં વળતરનો હિસ્સો વધે. એ બાબતે કોઈ બેમત નથી કે એમેઝોને પુસ્તક વાચકો માટે એક નવી દુનિયા ખોલી આપી છે અને કરોડો લોકો તેનો લાભ લઈ રહ્યા છે, પણ જ્યારે એક અદનો ગ્રાહક કોઈ બાબતે કંપનીને પ્રશ્ન કરે છે, ફરિયાદ કરે છે તો તેનો જવાબ નથી મળતો તે પણ હકીકત છે. આ હકીકત સૌ ડિજિટલ વાચકોએ જાણવી રહી.

કૉપીરાઇટનું જ આપ્યું હતું, જ ેમાં આ પુસ્તક પ્રકાશિત કરનાર પ્રકાશક પાસે જ્યોર્જ ઓરવેલના કોઈ હક નહોતા, તેમ એમેઝોને કહ્યું. જોકે આ કિસ્સામાં પણ જ ેમણે આ બંને પુસ્તકો ખરીદીને કિંડલ પર વાંચીને તેમાં નોંધો કરી હતી, તે બધી જ નોંધ પુસ્તક ડિલિટ થવાથી આપોઆપ જતી રહી હતી. અચ્છો વાચક પોતાને ગમતાં વાક્યો, પ્રસંગો નોંધે છે, આ કિસ્સામાં એમેઝોને આ પગલું લીધું તે કેટલું બેદરકારીભર્યું હતું તે સમજી શકાય છે. આ સિવાય કિંડલ પર મૂકાતા પુસ્તકો પર કેટલીક સેન્સરશિપ રહી છે, તેવું પણ તેના નિયમિત વાચકોએ નોંધ્યું   છ.ે આ પૂરી ઘટના બાદ એમેઝોનના તત્કાલીન પ્રવક્તા ડ્ર્યૂ હાર્ટનેરે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને અને કોઈ પણ પુસ્તક આ રીતે હટાવી લેવામાં નહીં આવે તેની ખાતરી આપી હતી. એમેઝોનના સીઈઓ જ ેફ બિઝોસે પણ તે બદલ ક્ષમા માગીને કહ્યું હતું કે આ પૂરા મુદ્દા અંગે કંપનીએ યોગ્ય વલણ દાખવ્યું નથી. જ ેફ બિઝોસે પૂરી ઘટનાને ‘મૂર્ખતા’ ગણાવી અને જ ે ટીકા થાય છે તે માટે અમે લાયક છીએ તેવું પણ નિવેદન આપ્યું. જોકે, ગાંધીજીની અંગ્રેજી આત્મકથામાં તે ઘટનાનું પુનરાવર્તન થયું છે અને યોગાનુયોગ ગાંધીજીની દોઢસોમી જન્મજંયતીના વર્ષમાં, જ્યારે ગાંધીજીનાં સાહિત્યની માગ સૌથી વધુ છે. પણ જ ેમ જ્યોર્જ ઓરવેલનાં પુસ્તક હટાવવા અંગે એમેઝોન પ્રત્યે ટીકાનો વરસાદ થયો તે ગાંધીજીની આત્મકથાને લઈને ન થયો તે આપણી કમનસીબી   છ.ે હાલમાં કિંડલ પર નવજીવન પ્રકાશિત ગાંધીજીની અંગ્રેજી આત્મકથા મૂકાઈ છે. આ અનુભવે નવજીવને કિંડલ પરની આ આવૃત્તિની કિંમત હજુ ઓછી o

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

247


‘નવજીવન’ થકી જેલના કે દીઓ જનજીવનમાં આવી રહ્યાં છે : તેમનાં ભજનો, ચિત્રો, તેમની સાથે સેલ્ફી… સંજય શ્રીપાદ ભાવે જ ેલવાસીની એક કેદી તરીકેની નહીં, પણ એક ઇન્સાન તરીકેની હસ્તીને સ્વીકૃ તિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધી સાહિત્યના પ્રકાશન અને પ્રચાર-પ્રસારને

વરે લાં ‘નવજીવન ટ્રસ્ટ’ના ઉપક્રમે રવિવારે [૦૭-૦૭-૨૦૧૯] સાંજ ે ટ્રસ્ટના જ પરિસરમાં આવેલાં જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જ ેલના કેદીઓએ ભજન રજૂ કર્યાં. ત્યાર બાદ, કેદમાંથી તાજ ેતરમાં મુક્ત થયેલા ચિત્રકાર નરે ન્દ્રસિંહ રાઠોડનું તેમ જ તેમનાં પત્ની ગીતાબહે નનું સન્માન કરવામાં આવ્યું. નરે ન્દ્રસિંહે ચૌદ વર્ષની સજા દરમિયાન જ ેલમાં દોરે લાં દેશભક્તિનાં અને કુ દરતી દૃશ્યોનાં ચિત્રો જ ેલની કૅ ન્ટીનની બહારની

દીવાલોને આજ ે પણ શોભાવી રહ્યાં છે. જ ેલમાંથી છૂટ્યા બાદ પણ જ ેલ સાથે ચિતારા તરીકેનું તેમનું જોડાણ ચાલુ રહ્યું છે. બંદીવાનોના જીવનમાં પણ કંઈક રં ગ-ઉમંગ આવે તેવા ઉમદા વિચાર સાથે તેમણે પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. તેમણે હમણાં ધોમધખતા એપ્રિલ-મે દરમિયાન જ ેલની એક દીવાલના સોએક મીટર હિસ્સાને સાઠ ચિત્રોથી ચમકાવ્યો છે. જ ેલના મુલાકાતીઓ જ ે ગાંધી-ખોલી અને સરદાર-ખોલી જોવા માટે અચૂક આવતા હોય છે, તે રસ્તાના કોટની દીવાલની અંદરની બાજુ નરે ન્દ્રસિંહે તેમના ગામ ધોળકાની ફાઇન આર્ટસના

નરે ન્દ્રસિંહ રાઠોડનું સન્માન કરતા સાબરમતી જ ેલના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ડૉ. મહે શ નાયક

248

[ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


ભજનમાં આવેલા કારાવાસીઓ રજા પર હોવાને કારણે તેમની સાથે પોલીસ ન હતી. કાર્યક્રમના સંચાલક અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું તેમ ખરે ખર તો એમાંથી કોઈ પણ ભાગી જઈ શકે એમ હતા. આપણે પણ કલ્પી શકીએ કે એને પકડવાનું આટલા મોટા દેશમાં અઘરું પડે. પણ પ્રશાંતભાઈએ બહુ વિશ્વાસ સાથે ઉમેર્યું કે આ બધા નરે ન્દ્રસિંહ જ ેલની દીવાલો પર ચિત્ર દોરતી વેળાએ ભજનિકોને હમણાં કહ્યું હોય કે કેટલાક વિદ્યાર્થીઓની મદદથી ચિત્રો દોર્યાં છે. આ તમે પાછા જ ેલમાં જતા રહો, તો રિક્ષા કરીને રજા ચિત્રોમાં ગાંધી, સરદાર અને વિવેકાનંદનાં પોર્ટ્રેઇટ્સ્, પરના આ કેદીઓ ત્યાં પહોંચી જાય! રજા પર ન કોમી એખલાસ, બાપુના ત્રણ વાંદરા, ધ્વજવંદના હોય એટલે કે અત્યારે જ ેલમાં જ હોય તેવા જ ેવા વિષયો પરનાં ચિત્રો ઉપરાંત ચાવીઓ, સાંકળો, કેદીઓનાં ભજનોનો એક કલાકનો કાર્યક્રમ એપ્રિલ આકાશ તરફ ઊડાન ભરી રહે લાં પંખીઓ જ ેવાં મહિનાથી દર શુક્રવાર, શનિવાર અને રવિવારે પ્રતીકાત્મક ચિત્રો પણ છે. ‘નવજીવને’ પ્રશસ્તિપત્ર સાંજ ે સાત વાગ્યે ‘નવજીવન’ના ઉપક્રમે યોજાય છે. અને ત્રીસ હજાર રૂપિયા આપીને ચિત્રકારનું સન્માન તેના ‘કર્મ કાફે ’ના ઓટલે બિલકુ લ ખુલ્લામાં મંડળી કર્યું. ભજનો ગાય છે. સેંકડો ભજનોની જાણકાર આ સન્માન પહે લાંના ભજન કાર્યક્રમના ભજનિકો મંડળી જ ેલના સંગીતશિક્ષક વિભાકર ભટ્ટ પાસેથી ભરત મારુ, ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ કલાલ, તાલીમ મેળવે છે. મંડળીના શ્રોતાઓમાં ગાંધી-થાળી શાંતિલાલ લુહાર અને પ્રવીણ બારોટ સરે રાશ દસ કે પુસ્તકો માટે આવનારા મુલાકાતીઓ ઉપરાંત વર્ષથી જ ેલમાં છે. તેમણે બધાએ તેમની હક-રજાઓ આઠ-દસ પરિવારો નિયમિતપણે માત્ર આ દરમિયાન આ કાર્યક્રમ આપ્યો હતો. જ ેલવાસીને બંદીવાનોને સાંભળવા આવે છે. તેમાંથી કેટલાંક માટે દર વર્ષે મળતી ચૌદ રજાઓ ખૂબ મૂલ્યવાન તેમની સાથે ગાવા ય બેસી જાય છે, મોકળાશથી હોય છે, કારણ કે વર્ષમાં એટલા જ દિવસ તેમને વાતો પણ કરે છે. જ ેલવાસીઓ સાથે સેલ્ફી પરિવાર સાથે વીતાવવા મળતા હોય છે. પરિવાર પડાવનારાની સંખ્યા વધી રહી છે! કેદી સાથે લોકો જ ેલવાસી માટે કેવો અદકેરો હોય છે તેની ઝલક સેલ્ફી પડાવે એ કેદી માટે અસાધારણ વાત છે. ઝવેરચંદ મેઘાણીના ‘જ ેલ-ઑફિસની બારી’ નામના જ ેલવાસીની તેની કેદી તરીકેની નહીં પણ એક અસ્વસ્થકારક વાર્તાસંગ્રહમાં મળે છે. એ પુસ્તકની અચ્છા ઇન્સાન તરીકેની હસ્તીને મળેલી એ મંજૂરી ભાવભૂમિ મેઘાણીભાઈએ ૧૯૩૦-૩૧ના અગિયાર છે. એ સ્વીકૃ તિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું મહિના દરમિયાન સાબરમતી જ ેલમાં વેઠલ ે ા કામ કરી રહ્યું છે. કારાવાસ પરથી રચાઈ છે. ગાંધીજીના કારાવાસ તેમના જીવનનું રસપ્રદ नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

249


થઈ જ ે દર વર્ષે સોએક જ ેલવાસીઓ આપે છે. ચાળીસેકની ઉંમરના શમ્સુદ્દીનભાઈ તેમાં હં મેશાં પહે લા નંબરે આવે છે. તેઓ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે, એટલું જ નહીં વાંચવા આપેલાં પુસ્તકોમાંની ભૂલો તરફ ધ્યાન પણ દોરે છે. ‘કર્મા ફાઉન્ડેશન’નાં પ્રિયાંશી પટેલ થકી મહિલા જ ેલમાં ગોઠવવામાં આવેલ સેનિટરી પૅડ બનાવવાના યુનિટમાં ઘણી બહે નો તાલીમ અને રોજગારી મેળવે છે. ‘નવજીવન’ ભજનિકોને ભજન ગાવા માટે મહે નતાણું આપે છે. તેણે યોજ ેલાં બંદીવાન ચિત્રકારોનાં ચિત્રોનાં પ્રદર્શનમાં થયેલી કૃ તિઓનાં વેચાણમાંથી કલાકારોને આવક થઈ હતી. તે જ ેલવાસીઓને તેમણે બનાવેલી ગણપતિની મૂર્તિઓને વેચાણ માટેની વ્યવસ્થા દ્વારા આવકનો રસ્તો ઊભો કરે છે. ગુજરાતભરની જ ેલોના કેદીઓની લેખનકળાની અભિવ્યક્તિ માટે બહાર પાડવામાં આવતા ‘સાદ’ ત્રૈમાસિક લેખકોને ‘નવજીવન’ પુરસ્કાર પણ આપે છે. ટ્રસ્ટ દ્વારા કેદીઓ માટે ચલાવવામાં આવતા પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં અત્યારે વીસેક વિદ્યાર્થીઓ છે. અહીં જ પ્રૂફરીડિંગ શીખેલા મિલનભાઈએ એટલી બધી આવડત કેળવી કે તેમની પાંચ વર્ષની સજા પૂરી થયા બાદ ‘નવજીવને’ તેમને પોતાને ત્યાં પ્રૂફરીડર તરીકે નિમણૂક કરી. ‘નવજીવન’ ઉપરાંત પણ સરકાર પોતે અને કેટલીક સંસ્થાઓ સમયાંતરે જ ેલસુધારાનું કામ કરતી રહે છે. જ ેમ કે, અમદાવાદનાં ‘અંધજન મંડળ’ માટે સાત ફાઇનઆર્ટ્સના વિદ્યાર્થીઓ જ ેલવાસીઓનાં જૂ થે અત્યાર

પાસું છે. ‘યેરવડાના અનુભવો’ પુસ્તકમાં તેમણે ‘હં ુ રીઢો થયેલો ગુનેગાર છુ ’ં એમ નોંધ્યું છે. બાપુએ કુ લ ઓગણીસ વખત જ ેલવાસ વેઠ્યો છે. દક્ષિણ આફ્રિકામાં ૧૯૦૮થી પાંચ વર્ષ દરમિયાન નવ વખત, અને ત્યાર પછી ભારતમાં ૧૯૪૪ સુધીમાં દસ વખત. આમાંથી કેટલાક વિશે તેમણે વિગતવાર લખ્યું છે. ગાંધીજી માનતા કે વ્યક્તિ ‘ક્ષણિક ઘેલછા અને સાચા માર્ગદર્શનને અભાવે’ ગુનો કરે છે. તેમની સાફ હિમાયત હતી કે ‘જ ેલો સ્વાશ્રયી સુધારગૃહો બની જાય’, ‘કેદીઓને જ ેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે ’, ‘કેદીને એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી રહે કે જ ે એને જ ેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરુદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે’, ‘કેદીઓને વિશે જ ે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થપાય’. ગાંધીને અપેક્ષિત અભિગમ સાથે ‘નવજીવન’ ગયાં ત્રણ વર્ષથી સાબરમતી જ ેલ સત્તાવાળાઓ સાથે કાર્યરત છે. શરૂઆત તો ગાંધી-વિચારનાં પુસ્તકોનાં વાચન પર આધારિત ‘ગાંધી-પરીક્ષા’થી

જ ેલની દીવાલને ચિત્રોથી શણગારનાર

250

[ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


સુધીમાં સાતસો જ ેટલાં પુસ્તકોનું ઑડિયો રે કૉર્ડિંગ કર્યું છે. મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પહે લથી મેઘાણી-ખોલી અને તેની બાજુ માં પુણ્યશ્લોક રવિશંકર મહારાજ તેમ જ અબ્બાસ તૈયબજીની ખોલીઓને પણ તાજ ેતરમાં સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં મદદરૂપ થનાર નાયબ જ ેલ અધીક્ષક પી. બી. સાપરાએ આ સ્મારકો લાગણીપૂર્વક બતાવ્યાં. કેદીઓ પ્રત્યે જ ેલ અધિકારીઓની લાગણીએ સાબરમતી જ ેલ સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની જ ેલોના સર્વોચ્ચ વડા મોહન ઝાની સક્રિય હકારાત્મકતા અને અનેક અધિકારીઓના વિધેયાત્મક અભિગમથી

‘નવજીવન’નું કામ શક્ય બન્યું છે. ‘નવજીવન’ના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈની ગાંધીવિચારની સમજનું નક્કર રૂપ જ ેલનાં કામમાં જોવા મળે છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ માસિકના અભ્યાસી સંપાદક કિરણ કાપુરે જ ેલસુધારાને લગતા ઉપક્રમોનું નિષ્ઠાપૂર્વક સંકલન કરે છે. અલબત્ત, ‘નવજીવન’નું આ કામ સુપેરે પાર પડી રહ્યું છે તેની પાછળ પ્રશાંત દયાળની પત્રકાર તરીકેની શાખ અને માણસ તરીકેની કરુણા છે. વિવેકભાઈ અને પ્રશાંતભાઈ ગાંધીનું આ કામ ‘ગાંધી દોઢસો’ પછી પણ ચલાવશે એવી આશા અસ્થાને ન હોય. [સૌજન્ય : ‘ક્ષિતિજ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”; ૧૨ જુ લાઈ ૨૦૧૯]

o

ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોનો દસ્તાવેજ

પ્યારે લાલ લિખિત પૂર્ણાહુતિ

[ચાર ભાગમાં] • કિંમત : દરે ક ભાગના રૂ. ૧૦૦ ગાંધીજીએ પાર કરવાની હતી તે બાધાઓ હમેશાં કેવળ ભૌતિક ભૂમિકા પરની નહોતી; ઘણુંખરું તે નૈતિક અને આધ્યાત્મિક ભૂમિકા પરની હતી. તે હમેશાં તેમના કહે વાતા વિરોધીઓ તરફથી નહીં, પણ ઘણા પ્રસંગોએ, દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીસ વરસ જ ેટલા લાંબા ગાળા દરમિયાન તેમણે જ ેમની સાથે કામ કર્યું હતું અને જ ેઓ તેમનો દેહ ભસ્મીભૂત થયા પછી મશાલ ઊંચી પકડી રાખશે એવી જ ેમને વિષે તેમણે ગણતરી રાખી હતી, જ ેમને તેઓ છોડી દેનાર નહોતા અને જ ેમને તેમના વિના ચાલી શકે એમ નહોતું, તેમના તરફથી આવી હતી. આ ગ્રંથનાં પૃષ્ઠોમાં શું છે તેનો સાર આપવાનો પ્રયાસ કરવાનું શક્ય નથી અને ઇચ્છવાજોગ પણ નથી. …એ કાર્ય કેટલું બધું મુશ્કેલ અને નાજુ ક છે અને લેખકે તે કેટલું સરસ રીતે પાર પાડ્યું છે. રાજ ેન્દ્રપ્રસાદ [રાષ્ટ્રપતિ ભવન, ૧૯૫૬]

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

251


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-૫ ડૉ. રં જના હરીશ શુધા મઝુમદારની આત્મકથા : ‘ભારતીય સ્ત્રીજીવન પર ગાંધીયન મૂલ્યોના પ્રભાવનો કેસ સ્ટડી’ અમેરિકન ઇતિહાસકાર જ ેરાલ્ડીન એચ. ફોર્બ્સ દ્વારા સંપાદિત તથા ૧૯૭૭માં પ્રકાશિત મૂળ અંગ્રેજીમાં લખાયેલ આત્મકથા ‘અ પેટર્ન અૉફ લાઇફ’ તેની લેખિકાના જીવન ઉપરાંત વર્ષ ૧૯૦૦થી ૧૯૩૦ના ત્રણ દાયકાના ગાંધીપ્રેરિત સ્વતંત્રતા આંદોલનનો તાદૃશ ચિતાર આપે છે. સંપાદક જ ેરાલ્ડીન ફોર્બ્સના શબ્દોમાં “આ આત્મકથા ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો એક સચોટ ‘કેસ સ્ટડી’ ગણાવી શકાય તેમ છે.” લેખિકા શુધા મઝુમદારે (જન્મ :   ૧૮૯૯) આ પુસ્તકમાં માંડલ ે ા પોતાનાં

જીવન પર ગાંધીજીની અસરની વાત માંડતા પહે લાં આજ ે આ અસામાન્ય આત્મકથાનું ‘પ્રાક્કથન’ લખનાર બ્રિટિશકાળના અવિભાજિત બંગાળના તત્કાલીન ઓસ્ટ્રેલિયન ગવર્નર શ્રી આર. સી. કેસીનાં પત્ની લેડી કેસીએ આ પુસ્તક માટે લખેલ ‘પ્રાક્કથન’ તથા સંપાદક જ ેરાલ્ડીન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનાના અનુવાદિત અંશો જોઈશું. આ બંને વિદેશી મહિલાઓ શુધા મઝુમદારની આ આત્મકથામાં ભારતીય સ્ત્રીના જીવનમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધી વિચારધારાએ ખોલી આપેલી નવી દિશાને મહત્ત્વ આપે છે. i

શુધા સાથેના પરિચયનાં લગભગ ૩૦ વર્ષ બાદ, એટલે કે ૧૯૭૩માં, લેડી કેસીએ શુધા મઝુમદારની આત્મકથા માટે લખેલા ‘પ્રાક્કથન’માંથી : વર્ષ ૧૯૪૪માં અખંડ બંગાળના ગવર્નર તરીકે મારા પતિ આર. સી. કેસીની બે વર્ષ માટે કલકત્તા ખાતે નિમણૂક થયેલી. તે દરમિયાન મારી ઓળખાણ એક ગર્ભશ્રીમંત વિદૂષી, અનુવાદક શ્રીમતી શુધા મઝુમદાર સાથે થયેલી… 252

એક ઓસ્ટ્રેલિયન તરીકે મારો તત્કાલીન ભારત પ્રત્યેનો અભિગમ શુધા સાથેની ચર્ચાઓથી પ્રભાવિત હતો… શુધાની પ્રસ્તુત આત્મકથા તેના જન્મ એટલે કે વર્ષ ૧૮૯૯થી લઈને વર્ષ ૧૯૩૦ સુધીની વાત કરે છે. ભારતની સ્વતંત્રતા સંદર્ભે વીસમી સદીના પ્રારં ભકાળના આ ત્રણ દસકોનું ઘણું મહત્ત્વ છે. આ જ એ વર્ષો હતાં કે જ્યારે રાષ્ટ્રવાદ તથા સ્વતંત્રતા આંદોલનના શ્રીગણેશ થયેલા. મોહનદાસ કરમચંદ ગાંધી, [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુ જ ેવા રાષ્ટ્રીય નેતાઓનો ઉદય આ સમયે જોઈ લો… આ પ્રકારનું પુસ્તક ભવિષ્યમાં લખી શકાશે તેવું હં ુ

નથી માનતી. કેમ કે તે વખતની નોખી પેઢી અને સ્વતંત્રતા આંદોલનનો એ સમય દુર્લભ હતાં. i

આત્મકથાના સંપાદક અમેરિકન ઇતિહાસકાર જ ેરાલ્ડીન એચ. ફોર્બ્સની પ્રસ્તાવનામાંથી : હં ુ શુધા મઝુમદારને ૧૯૭૦માં પ્રથમવાર મળેલી. કારણ હતું બે પેઢી પહે લાંના તેમના મામા શ્રી જોગેન્દ્રો ઘોષ અંગે મારા સંશોધન માટે માહિતી મેળવવાનું. પરં તુ બે-ત્રણ મુલાકાતો બાદ જોગેન્દ્રો ઘોષ અમારી વાતચીતમાંથી પડતા મુકાયા અને શુધા પોતાના જીવનની વાતો કરવા માંડી. વાતવાતમાં તેણે મને ‘કંઈક’ બતાવવાની ઇચ્છા કરી. મેં હા પાડી અને તરત તે પોતાના ખંડમાં જઈને ‘કંઈક’, એટલે કે વર્ષો પહે લાં તેણે લખેલ આત્મકથાની ૫૦૦ પૃષ્ઠની હસ્તપ્રત, લઈ આવી. મને તેની આત્મકથામાં અનહદ રસ પડ્યો… એક ઇતિહાસકારને એક દેશ અને કોઈ વ્યક્તિમાં જ ેટલો રસ પડે તેટલો રસ પડ્યો… હં ુ તે હસ્તપ્રતને મારી સાથે ઇલિનોઈ યુનિવર્સિટી લેતી ગઈ. પાંચ-સાત અમેરિકન પ્રોફે સર મિત્રોએ આ પ્રત વાંચી. અને તેને વ્યક્તિગત જીવનના ચિતાર કરતાં ગાંધીયુગીન સ્વતંત્રતા આંદોલનના જીવંત દસ્તાવેજ તરીકે નવાજી. તેમને મન શુધાની આ હસ્તપ્રત એક અણમોલ દસ્તાવેજ હતી. એક એવો દસ્તાવેજ કે જ ે બ્રિટિશરાજની નોકરી કરતા ભારતીય સિવિલ અૉફિસરની પત્નીએ ઘણા બધા રાજકીય નિયંત્રણો વચ્ચે લખી હતી… ૧૯૭૨માં હં ુ શુધાને મળવા અને તેની હસ્તપ્રતને પ્રકાશિત કરવા માટે સમજાવવા ખાસ ભારત આવી. શુધાના નિવાસસ્થાને તેની હાજરીમાં મેં કદાચ ક્યારે ય ન છપાવવા માટે લખાયેલ, આ હસ્તપ્રતની પ્રેસ કૉપી તૈયાર કરી. नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

પુસ્તકના પ્રકાશનમાં પાંચ વર્ષ લાગ્યાં. એ પાંચ વર્ષ દરમિયાન હં ુ ભારતીય સ્ત્રીના સશક્તિકરણ તથા તેમના વિકાસમાં સ્વતંત્રતા આંદોલન તથા ગાંધીજીએ આપેલા ફાળાને બરાબર સમજતી થઈ. અને મારે મન શુધાની આ આત્મકથા એક અમૂલ્ય ખજાનાસમી બની રહી… એ વર્ષોમાં અદનો ભારતીય ગાંધી જીવનમૂલ્યો પ્રમાણે જીવવા પ્રયત્નશીલ હતો. આ પુસ્તક ભારતીયોના એ પ્રયત્નનું જીવંત સાક્ષી છે… ૧૯૦૦થી ૧૯૩૦ દરમિયાન જીવાયેલ એક ભારતીય સ્ત્રીના જીવનનો આ દસ્તાવેજ રાષ્ટ્રપ્રેમ તથા મહાત્મા દ્વારા પ્રેરિત અગણિત ભારતીય સ્ત્રી-પુરુષોનો વિરાટ બ્રિટિશ સલ્તનત સામેના અહિં સક સંઘર્ષની નાટ્યાત્મક, માન્યામાં ન આવે તેવી, કહાણી છે. આ પુસ્તકનું દસ્તાવેજીકરણ ઘણા કારણોસર મહત્ત્વપૂર્ણ છે. પ્રથમ આ એક વ્યક્તિગત લેખન હોઈ તેમાં અપાયેલા તત્કાલીન સમયના ચિતારને વધુ આધારભૂત બનાવે છે. દ્વિતીય આ એક સ્ત્રીના જીવન અને તેમાં આવેલા અને જિવાયેલા પરિવર્તનની વાત કરે છે. જ ેના પરથી સમગ્ર ભારતીય સ્ત્રીવર્ગના જીવનમાં આવેલ પરિવર્તન સમજી શકાય તેમ છે. અને તૃતીય, આ જીવનકથાને એક ભારતીય સ્ત્રીના વિકાસમાં ગાંધીએ આપેલ પ્રદાનનો ‘કેસ સ્ટડી’ તરીકે મૂલવી શકાય તેમ છે. ૧૯૦૦ થી ૧૯૩૦નો સમય એટલે ગાંધીયુગીન ભારતીય સ્ત્રીઓની જાગૃતિનો પ્રારં ભકાળ. ગાંધીએ સ્ત્રીઓને ઘરનો ઊમરો ઓળંગીને રાજકારણ, સ્વતંત્રતા આંદોલન, સ્વદેશી, અસહકાર અને 253


પિકેટિગ ં જ ેવી ચળવળમાં પ્રવૃત્ત કરી. ગાંધીના પ્રોત્સાહન અને પ્રેરણાથી પરં પરાવાદી ભૂમિકાને ત્યજીને સ્ત્રીઓએ પોતાના પરિવાર તથા સમાજની સંમતિ સાથે ઘર બહાર પગ માંડ્યા. તેમની નવી ભૂમિકા કુ નેહ માગી લેતી હતી. ઘર અને બહાર, પરિવાર અને સમાજ બંને પ્રત્યેની જવાબદારીઓ શુધાની પેઢીની સ્ત્રીઓએ બરાબર નભાવી. ગાંધીજીના પ્રભાવ તળે સ્ત્રીજીવનમાં આવેલા આવા પરિવર્તનને કારણે પારિવારિક તથા સામાજિક જીવનમૂલ્યો પર પણ અસર થઈ. નવાં સ્વસ્થ જીવનમૂલ્યો વિકસવાનો પ્રારં ભ થયો… શુધા પોતે એક પરં પરાવાદી જમીનદાર પરિવારની દીકરી હતી. તારાપદ ઘોષ તથા ગીરીબાલાના ઘરે જન્મેલી આ દીકરીના દાદા મોહનચંદ ઘોષ પોતે બ્રિટિશરાજમાં સિવિલ સર્વન્ટ હતા. પરિવારમાં સમૃદ્ધિનો પાર ન હતો. જોગેન્દ્રોચંદ્ર ઘોષ પણ આ જ પરિવારના સભ્ય હતા. પશ્ચિમી દેશોમાં જોગેન્દ્રોની પૂછ હતી. પરં તુ આવા વૈચારિક રીતે પ્રગતિશીલ પરિવારમાં સ્ત્રીઓ તો જનાનખાનામાં જ રહે તી. સ્ત્રીવર્ગનું ક્ષેત્ર ફક્ત રસોડુ ં અને ધર્મ સુધી સીમિત હતું. તેર વર્ષની થતાં થતાં શુધાનાં લગ્ન મુર્શીદાબાદના એક વૈભવી પરિવારના નબીરા સાથે થઈ ગયાં. નાનકડી શુધા લગ્ન બાદ પ્રેમ કરતાં શીખેલી… એકવાર તેણે મને કહે લું, ‘અમારે ત્યાં રિવાજ એવો કે લગ્ન પહે લાં થાય અને પ્રેમ ત્યાર બાદ.’ શુધાનો પતિ ભણીગણીને બંગાળ સિવિલ સર્વિસમાં મોટા પદે નિયુક્ત થયેલો. એ સુધારાવાદી પુરુષ પોતાની પત્નીને પ્રોત્સાહન આપતો. લગ્ન બાદના પતિની ટ્રાન્સફર્સના સમય દરમિયાન શુધા શિક્ષણ, સંગીત તથા સાહિત્યમાં પ્રવૃત્ત થઈ. એક સમાજસેવી સિનિયર મહિલાની છત્રછાયામાં તેણે મહિલા વિકાસના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. બ્રિટિશ ભારતમાં બંગાળની સિવિલ સર્વિસના 254

ગાંધીજીના પ્રભાવ તળે સ્ત્રીજીવનમાં આવેલા આવા પરિવર્તનને કારણે પારિવારિક તથા સામાજિક જીવનમૂલ્યો પર પણ અસર થઈ. નવાં સ્વસ્થ જીવનમૂલ્યો વિકસવાનો પ્રારંભ થયો… શુધા પોતે એક પરંપરાવાદી જમીનદાર પરિવારની દીકરી હતી. તારાપદ ઘોષ તથા ગીરીબાલાના ઘરે જન્મેલી આ દીકરીના દાદા મોહનચંદ ઘોષ પોતે બ્રિટિશરાજમાં સિવિલ સર્વન્ટ હતા

મોટા અૉફિસરની પત્ની તરીકે શુધા પોતાનો રાષ્ટ્રપ્રેમ કે ગાંધીમૂલ્યો પ્રત્યેનું તેનું સમર્પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. તે વાત નક્કી. એમ કરે તો પતિની નોકરી જોખમાય તેમ હતું. પણ તોય અંદરખાને સ્વતંત્રતા આંદોલન અને ગાંધી મૂલ્યોમાં તેનો વિશ્વાસ અતૂટ હતો… ૧૯૨૦માં કલકત્તામાં ભરાયેલ અધિવેશનમાં તેણે હાજરી પણ આપેલી. અને તે અધિવેશનમાં ગાંધીજીએ આપેલ વક્તવ્યથી તે પ્રભાવિત થઈ હતી… આ એ જ સભા હતી જ ેમાં અંગ્રેજ સરકાર સાથે ભારતીઓએ અસહકાર કરવો તેવો નિર્ણય લેવાયો હતો. શુધાનો પત્નીધર્મ તેના રાષ્ટ્રપ્રેમમાં હં મેશાં નડ્યા કર્યો… ગાંધીજીનું સ્વદેશી તથા અહિં સક અસહકારનું સાધન ફક્ત બ્રિટિશરોને ભારત છોડાવવા માટે ન હતું. મહિલાઓના ઉદ્ધાર માટે કામ કરી રહે લી શુધા જ ેવી વિચક્ષણ સ્ત્રીની નજરે જોતાં ગાંધીનાં એ મૂલ્યો ભારતીય સ્ત્રીના સશક્તિકરણનું માધ્યમ પણ હતાં… ભલે એક બ્રિટિશરાજના તાબેદાર સેવકની પત્ની તરીકે શુધા સ્વતંત્રતા આંદોલનમાં પ્રત્યક્ષપણે ભાગ લેવા સમર્થ ન હતી, પરં તુ તે આંદોલનનો સ્ત્રીજીવન પર પડી રહે લ હકારાત્મક અસર તથા [ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પરિવર્તન તે અનુભવી રહી હતી… પોતે જ ેને કાર્યક્ષેત્ર તરીકે અપનાવ્યું હતું તેવાં સ્ત્રી સશક્તિકરણના ક્ષેત્રે આસપાસ બની રહે લા રાજકીય ઘટનાઓનું કેવું વિશેષ મહત્વ હતું તે શુધા સમજી રહી હતી. અને તેથી પોતાના શયનખંડના એકાંતમાં બેસીને લખાઈ રહે લી આત્મકથામાં આ બધા જ અનુભવોનું સતત દસ્તાવેજીકરણ કરી રહી હતી. ભલે તે પોતે સરોજીની નાયડુની જ ેમ જાહે રમાં પ્રદાન ન કરી શકે, પરં તુ આ બધી ઐતિહાસિક ઘટનાઓના એક સમર્થ સબળ અને સાક્ષર સાક્ષી તરીકે તે આ સમગ્રને પોતાની કલમ દ્વારા બિરદાવી શકે તેમ તો હતી જ. …શુધાની આત્મકથા વર્ષ ૧૯૩૦ સુધી આવતાં આવતાં પૂર્ણ થાય છે. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે ૧૯૩૦ સુધી પહોંચતા સુધીમાં શુધાના

ભલે તે પોતે સરોજીની નાયડુની જેમ જાહેરમાં પ્રદાન ન કરી શકે, પરંતુ આ બધી ઐતિહાસિક ઘટનાઓના એક સમર્થ સબળ અને સાક્ષર સાક્ષી તરીકે તે આ સમગ્રને પોતાની કલમ દ્વારા બિરદાવી શકે તેમ તો હતી જ

વ્યક્તિત્વને ઘાટ આપનાર વર્ષો સમાપ્ત થાય છે… મારે મન શુધા મઝુમદારની આ આત્મકથા તત્કાલીન સ્ત્રીજીવન પર પડેલ ગાંધીયન મૂલ્યોના પ્રભાવનો એક સરસ કેસ સ્ટડી છે. (ક્રમશઃ) E-mail : ranjanaharish@gmail.com (પ્રગટ : અંતરમનની આરસી નામક સાપ્તાહિક કટાર, નવગુજરાત સમય, ૧૫ ડિસેમ્બર, ૨૦૧૮)

o

ગંભીરસિંહજીએ ખૂબ મહે નત કરીને બીજા કોઈ લખી ના શકે એવું વિરલ પુસ્તક આપ્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકર (૧૯૧૮–૨૦૧૪), અમદાવાદ આ ગ્રંથ એક ઉત્તમ જીવનચરિત્ર છે. અહીં જ ેટલો ઇતિહાસ છે એટલી જ સાહિત્યિક રજૂ આત છે. નરોત્તમ પલાણ, પોરબંદર ‘ગાંધીજી, પ્રિન્સ રણજી અને ક્રિકેટ’ તથા ‘ગાંધીયુગના સત્યાગ્રહી, શિક્ષક, સંશોધક, સાહિત્યકારૹ રામનારાયણ ના. પાઠક’ લેખો થકી અને કદાચ એ પહે લાંથી પણ ‘नवजीवनનો અક્ષરદેહ’ના વાચકો ગંભીરસિંહ ગોહિલની સાહિત્યિક-સંશોધક-દૃષ્ટિથી વાકેફ હશે. ભાવનગરના મહારાજા કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનું આ પુસ્તક તેમની ૧૪ વર્ષની સંશોધન અને મહે નતનો પરિપાક છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વર્ષ ૨૦૧૨ની શ્રેષ્ઠ જીવનકથા તરીકે આ પુસ્તકને નવાજ્યું છે તો ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ વર્ષ ૨૦૧૨–૧૩ માટે જીવનકથાના પ્રકાશનોમાં આ પુસ્તકને પ્રથમ પારિતોષિક આપ્યું છે. કૃ ષ્ણકુ મારસિંહજી વિશેનાં ૬૦૦ ઉપરાંત પાનાં અને કલર ફોટા સહિત કુ લ ૪૦૦ જ ેટલાં ફોટા સમાવતા આ જીવનચરિત્રની અન્ય ઉપલબ્ધિ એ છે કે તેમાંનું એક પ્રકરણ ધો.૮ના પાઠ્યપુસ્તકમાં પણ સ્થાન પામ્યું છે. લેખકના પોતાના જ રાજવી પ્રકાશને પ્રસિદ્ધ કરે લા આ પુસ્તકના મુખ્ય વિક્રેતા તરીકે નવજીવન છે અને ગુજરાતી પ્રકાશનોમાં ઉત્તમ નમૂના રૂપ ઈ-બુક e-શબ્દ પર ઉપલબ્ધ છે. – સં.

મુખ્ય વિક્રેતા નવજીવન પ્રકાશન મંદિર સરનામું, ઇમેઇલ અને વેબસાઇટ માટે જુ ઓ આવરણ ૨

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

ઈ બુક માટે સંપર્ક e-શબ્દૹ http://www.e-shabda.com/ Telૹ +91–79–67124222 • Faxૹ +91–79–30487400 Emailૹ Informationૹ info@e-shabda.com Sales: sales@e-shabda.com 255


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં

ચંદુલાલ ભગુભાઈ દલાલ

હિં દુસ્તાનમાં આવ્યા બાદ ગાંધીજીના ગુજરાતી પત્રકારત્વનો नवजीवनના સ્વરૂપે જ ે દીર્ઘ અધ્યાય લખાયો, તેની પહે લીવહે લી જાહે રાત આ માસના ઇન્દુલાલ યાજ્ઞિકના नवजीवन अने सत्य માસિક અંકમાં થઈ હતી. नवजीवन अने सत्य જ પાછળથી नवजीवन તરીકે જાણીતું થયું અને ગાંધીજીના ગુજરાતી લખાણનું મંચ રહ્યું. नवजीवनની જાહે રાત કરતાં ગાંધીજીએ લખ્યું છે : “नवजीवन ચલાવવાનું કાર્ય ઊંચકી લેવાને મેં હામ ભીડી છે. તેમાં ગુજરાતનો આશીર્વાદ ઇચ્છું છુ ,ં અને વિદ્વાન વર્ગની એ છાપું ચલાવવામાં અને બીજા બધાની એને ફે લાવવામાં મદદ માગું છુ .ં તે મળશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.” नवजीवनનો પ્રથમ અંક સપ્ટેમ્બર ૧૯૧૯માં પ્રકાશિત થયો છે. આ માસમાં પણ ગાંધીજીનાં કાર્યની પ્રાથમિકતામાં સ્વદેશી મુખ્ય જણાય છે. ગાંધીજીએ સ્વદેશીને અર્થ સાથે તો જોડ્યું જ છે, તેમ ધર્મ સાથે પણ તેનો સંબંધ દાખવ્યો છે. નડિયાદમાં યોજાયેલી એક સભામાં સ્વદેશી વિશે વાત કરતાં તેઓ કહે છે : "સ્વદેશીમાં અર્થ અને ધર્મ છે. દેશમાં પૈસો રહે એ અર્થ અને પાડોશીની શક્તિને ન્યાય આપવા ખાતર તેની પાસે એ કામ કરાવીએ એ ધર્મકાર્ય છે. ...સ્વદેશીનો ત્યાગ કરવો એ ધર્મનું મૂળ કાઢવા બરાબર છે.” આ ગાળામાં જ દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલમાં હિં દીઓના અધિકારો ફરીથી છીનવી લેવાની તજવીજ ચાલી રહી છે અને તે અંગે તેઓ અખબારો અને અંગ્રેજ સરકાર સાથે પત્રવ્યવહાર કરી રહ્યા છે. यंग इन्डियाમાં તો તેમણે દક્ષિણ આફ્રિકામાં તેમના અને જનરલ સ્મટ્સ વચ્ચે હિં દીઓના અધિકાર અકબંધ રહે તેને અંગે જ ે સમાધાન થયું હતું, તેનો પૂરો ચિતાર આપ્યો છે. મુંબઈમાં પણ દક્ષિણ આફ્રિકાના હિં દીઓ વિશે તેઓએ વક્તવ્ય આપ્યું, જ ેમાં તેઓ દક્ષિણ આફ્રિકાની હાલની સ્થિતિ માટે નાયકોની તાણને જવાબદાર ઠેરવે છે. આ અંગે તેઓ કહે છે : “કમનસીબે દક્ષિણ આફ્રિકામાં હિં દીઓને માટે તન તોડી કામ કરનારા ત્રણ બાહોશ પુરુષો અત્યારે નથી. જ ેમાંના એક મિ. સોરાબજી શાપુરજી અડાજણિયા હતા. જ ેઓનો દૈવયોગે સ્વર્ગવાસ થયો છે. બીજા મિ. અહમદ મહમદ કાછલિયા. તેઓ પણ ગુજરી ગયા છે અને ત્રીજા મિ. પોલાક જ ેઓ દક્ષિણ આફ્રિકામાં વસવાને બદલે હાલ લંડનમાં વસે છે.” રૉલેટ ધારાનો વિરોધ મોળો પડ્યો છે, પણ માસના આરં ભમાં તેમની ભાવિ યોજના અંગેના નિવેદનમાં તેઓ સવિનય કાનૂનભંગ કરવા અંગે પોતાની તૈયારી દાખવે છે. સાથે સાથે હિં દી વજીર રાૅલેટ ધારો પાછો ખેંચવાનો ઇરાદો દાખવે તો સવિનયભંગ અનિશ્ચિત સમય માટે મોકૂ ફ રાખવાનું પણ તેમાં જણાવે છે. જોકે પછીથી ‘જાહે ર સલામતી’ને અનુલક્ષીને હિં દ સરકારે ચેતવણી આપી એટલે સવિનયભંગની લડત મોકૂ ફ રાખીને ગાંધીજીએ અખબારો જોગ પત્ર લખ્યો છે. હાલ પૂરતું સવિનયભંગ મોકૂ ફ છે, પણ પંજાબમાં એક પછી એક અન્યાયના આવી રહે લા કિસ્સામાં ગાંધીજી સક્રિય રીતે ભૂમિકા ભજવી રહ્યા છે. જ ેમાં બાબુ કાલીના રૉયના કેસમાં તો અન્યાયી સજા ઘટાડવામાં પણ આવી. આ ઉપરાંત, प्रताप પત્રના તંત્રી લાલા રાધાકૃ ષ્ણ અને જગન્નાથનો કેસ છે જ ેમની સાથે થયેલા અન્યાય સામે ગાંધીજી સતત પેરવી કરતા નજરે ચડે છે.

256

જુ લાઈ -  ૧૯૧૯

૧ મુંબઈ : પોલીસ કમિશનરને મળવા ગયા. ૨ મુંબઈ : સત્યાગ્રહીઓની ખાનગી સભામાં પ્રવચન, સ્થળ સી. પી. ટેન્ક ઉપર હીરાબાગનો હૉલ. ૩ મુંબઈ : કો-ઓપરે ટિવ સોસાયટીના રજિસ્ટ્રારને સ્વદેશીવ્રત લેવા માટે લખ્યું. ૪ મુંબઈ : લેડી તાતાને ત્યાં ગયા એમની પાસે સ્વદેશીવ્રત લેવરાવ્યું. ૫ મુંબઈ.

૬ નડિયાદ : સ્ત્રીઓ સમક્ષ સ્વદેશી વિશે ભાષણ.  સત્યાગ્રહીઓની ફરજ વિશે ભાષણ. અમદાવાદ. ૭ અમદાવાદ : સ્ત્રીઓની સભામાં ભાષણ, સ્થળ હાટકેશ્વર મહાદેવ. ૮થી ૧૧ મુંબઈ. ૧૨ પૂના : ગવર્નર સાથે બે કલાક ચર્ચા.  ફર્ગ્યુસન કૉલેજના વિદ્યાર્થીઓ સમક્ષ [જુ લાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


૧૯ મુંબઈ. ૨૦ મુંબઈ : ગવર્નર સાથે મુલાકાત. ૨૧ મુંબઈ. ૨૨ અમદાવાદ : વાઇસરૉયને પત્ર — ‘તમારી સલાહ અનુસાર સત્યાગ્રહ મોકૂ ફ રાખું છુ ,ં પરં તુ પંજાબમાં થતી સજાઓની ક્રૂ રતા વિશે તમારે વિચાર કરવો પડશે.’ ૨૩ અમદાવાદ. ૨૪ અમદાવાદ.  મુંબઈ. ૨૫ મુંબઈ. ૨૬ મુંબઈ : કાર્યકરોની સભા. ૨૭ મુંબઈ : જ ૈન વક્તૃત્વકળા પ્રસારક મંડળના આશ્રયે ‘સ્વદેશી’ ઉપર ભાષણ, સ્થળ લાલબાગ પાંજરાપોળ, પ્રમુખ આચાર્ય કમલ સુરીશ્વરજી.  ટર્કી સાથે થયેલી સુલેહની શરતો નહીં છાપવા માટે ચેતવણી આપતા પરિપત્રના જવાબમાં વાઇસરૉયને લખ્યું : ‘આમાં ડરવા જ ેવું છે શું?’ ૨૮ સુરત : સ્વદેશી વસ્તુ ભંડાર ખુલ્લો મૂક્યો.  કલેક્ટરની મુલાકાત લીધી.  સ્ત્રીઓની સભામાં ભાષણ, વિષય ‘સ્વદેશી સ્વરાજ’, સમય સાંજ, સ્થળ દયાળ માવજીની વાડી. ૨૯ અમદાવાદ. ૩૦ (અમદાવાદ). ૩૧ વીજાપુર : ગંગાબહે નના હાથકંતામણ કેન્દ્રની મુલાકાત.

પ્રવચન. ભાષણ પછી, પ્રિન્સિપાલ પરાંજપે બોલવા ઊઠ્યા ત્યારે વિદ્યાર્થીઓએ સીસકારા કર્યા.  જાહે ર સભા, સ્થળ ગાયકવાડવાડો. ૧૩ મુંબઈ : જાહે ર સભા, વિષય-દક્ષિણ આફ્રિકામાંના હિં દીઓની સ્થિતિ, પ્રમુખ ફૈ ઝ બદરૂદ્દીન તૈયબજી, સ્થળ મોરારજી ગોકળદાસ હૉલ.  ‘આપણી ફરજ’ ઉપર પ્રવચન, સ્થળ એ જ.  કાલબાદેવી નરનારાયણના મંદિરમાં મળેલી સભામાં પ્રવચન. ૧૪ મુંબઈ : તા. ૧૨મીએ, વિદ્યાર્થીઓએ દર્શાવેલ ગેરવર્તન અંગે નાપસંદગી દર્શાવતો તથા સ્વદેશી વિશેના પોતાના ખ્યાલો સ્પષ્ટ કરતો પત્ર પ્રિન્સિપાલને લખ્યો. ૧૫ મુંબઈ. ૧૬ મુંબઈ : કાંદાવાડીમાં બાઈ કાનબાઈ લોહાણા અનાથાલયની ચાલીમાં સ્ત્રીઓ માટે રેં ટિયા વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો એ પ્રસંગે હાજર. ૧૭ મુંબઈ. ૧૮ મુંબઈ : દક્ષિણ આફ્રિકાની પાર્લામેન્ટમાં રજૂ થયેલા નવા ખરડાનો વિરોધ કરવા, ઇમ્પીરિયલ સિટીઝન્સ એસોસિયેશનના આશ્રયે ભરાયેલી જાહે રસભામાં ભાષણ, પ્રમુખ દિનશાહ પિટીટ, સ્થળ ઍક્સેલસિયર થિયેટર.  મુખ્ય કાર્યકરોને સંબોધન. o

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા

ઑગસ્ટ, ૨૦૧૯ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી શ્રી શ્રી શ્રી

શબ્બીરહુસેન ઉ. અજમેરી, બાઇન્ડિંગ વિભાગ, જશવંતભાઈ શાં. ચાવડા, ઑફસેટ વિભાગ, અર્જુનભાઈ ગ. આયડે, બાઇન્ડિંગ વિભાગ, કેતનભાઈ ક. રાવલ, એકાઉન્ટ વિભાગ,

नवजीवन નો અક્ષરદેહ [ જુલાઈ ૨૦૧૯]

• જ. તા. ૧૦-૦૮-૧૯૬૦ • ૧૫-૦૮-’૫૭ • ૧૬-૦૮-’૬૩ • ૨૫-૦૮-’૮૧

257


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

258

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ જુલાઈ ૨૦૧૯] नवजीवन નો અક્ષરદેહ


પ્રકૃ તિવિદ્ લાલસિંહ રાઓલ લિખિત ‘પંખીઓની ભાઈબંધી’ હવે નવા રં ગરૂપમાં

સાઇઝ : ૬.૨૫ × ૯.૨૫, પાનાં : ૧૨૦ કિંમત : ૱ ૩૫૦

“પક્ષીનિરીક્ષણ ઘરમાં બેસી રહે વાથી થોડુ ં થાય છે? તે માટે આપણે બહાર નીકળવું જ પડે. વીડ-વગડામાં રખડવું પડે, નદી-સરોવર-સમુદ્ર તટની મુલાકાત લેવી પડે. વન-ઉપવનમાં ઘૂમવું પડે. ટૂ કં માં પ્રકૃ તિનું સાન્નિધ્ય કેળવવું પડે. પંખીઓ એટલે પ્રકૃ તિનું માનીતું સર્જન, પંખીઓ એટલે ચૈતન્યનો ફુવારો. તેમનાં આકાર-પ્રકાર, રૂપરં ગ, તેમનાં ગાન, તેમની વિવિધ પ્રવૃત્તિઓ તેમનાં સંવનન-પ્રણયચેષ્ટાઓ — આ બધામાં કેટલી વિવિધતા છે? આ સર્વ જોવા-જાણવા માટે નિસર્ગમાં કરે લ ભ્રમણ ઉદ્વિગ્ન મન માટે શાતાદાયક નીવડે છે, તાણ ઓછી થાય છે, આરોગ્ય સુધરે છે. આ શોખનું આવું પરિણામ જોયા પછી, તેનું મહત્ત્વ અનુભવ્યા પછી દુનિયાભરમાં વધુ ને વધુ લોકો પક્ષીનિરીક્ષણનો શોખ કેળવવા લાગ્યા છે. નાના-મોટા, ઊંચ-નીચ, સ્ત્રી-પુરુષ સૌ ઉત્સાહથી પક્ષીઓનું નિરીક્ષણ કરવા નીકળી પડે છે.” — લાલસિંહ રાઓલ [પંખીઓની ભાઈબંધી]

૨૫૯


આત્મબળની ઓળખ

૨૬૦


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.