Navajivanno Akshardeh January 2021

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૧ સળંગ અંકૹ  ૯૩ • જાન્યુઆરી ૨૦૨૧

છૂ ટક કિંમત ઃ _ ૧૫

ચૌરીચૌરાનો હત્યાકાંડ આપણે માટે દીવાદાંડીરૂપ છે. જો કડકમાં કડક ચોકી ન કરવામાં આવે તો હિંદુસ્તાન કઈ દિશાએ સહેજે વળી જઈ શકે એમ છે તે એ બતાવે છે. જો આપણે અહિંસાના સંઘમાંથી હિંસાને કાઢી ન શકીએ તો જેમ બને તેમ જલદી પાછા ફરીને શાંતિનું વાતાવરણ સ્થાપીએ અને આપણો કાર્યક્રમ નવેસર ગોઠવી ફરી સવિનયભંગ થાય અને તે વેળાએ સરકાર ચાહે તેટલી પજવણી કરે તોપણ ખુનામરકી ન થવા વિશે તેમજ અધિકાર વગરના સંઘો સામુદાયિક ભંગ શરૂ નહીં કરી દે એવી આપણા મનની ખાતરી ન થાય ત્યાં સુધી સામુદાયિક સવિનયભંગનો વિચારસરખો છોડી દીધે જ આપણો આરો છે. ....શત્રુ ભલે આપણી ભોંઠપ નીરખી નીરખીને હરખના કૂદકા ભરે, ભલે આપણી હાર થઈ માનીને આનંદઓચ્છવ કરે. કરેલી પ્રતિજ્ઞાના ભંગ કર્યાનું અને ઈશ્વરને બેવફા બન્યાનું પાપ માથે લેવા કરતાં ડરપોક અને નબળા નીવડ્યાનું તહોમત માથે લેવું હજાર દરજ્જે બહેતર છે. આપણા અંતરઆત્મા આગળ જૂઠા નીવડ્યા કરતાં દુનિયા આગળ જૂઠા દેખાવું એ કરોડગણું સારું છે. [ગાં. અ. ૨૨ : ૩૭૮]


વર્ષૹ ૦૯ અંકૹ ૦૧ સળંગ અંકૹ  ૯૩ • જાન્યુઆરી ૨૦૨૧ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. ચૌરીચૌરાના સો વર્ષના આરં ભે ગાંધીદૃષ્ટિ • ઘરનો ઘા. . . . . . . . . . . . . . . . . . . . . . . ઘા . . . . . . . . . . . . . . . . . . . . . . . મો. મો. ક. ગાંધી ��������� ી ��������� ૩

કિરણ કાપુરે

• મારી નિરાશા. . . . . . . . . . . . . . . . . . . . . નિરાશા. . . . . . . . . . . . . . . . . . . . . મો. મો. ક. ગાંધી ������� ી ������� ૧૦

પરામર્શક

૨. સરદાર પટેલ સુધરાઈના પ્રમુખપદે. . . . . . . . . . . . . . . . . .યશવં યશવંત દોશી ������� દોશી ������� ૧૪

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

૩. ‘દર્શક’ની રાજનીતિ મીમાંસામાં ગાંધીવિચાર . . . .જયન્ત જયન્ત પંડ્યા ������� યા ������� ૨૦ ૪. અબ્બાસ તૈયબજી : ઇસ્લામના સાચા પ્રતિનિધિ કાકાસાહે બ કાલેલકર ������� કર ������� ૨૫

ચૌરીચૌરા ઘટનાનું એક અખબારી કાર્ટૂન [સૌ. : Gandhiheritageportal]

૫. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . . . . . . . . . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ ������� દલાલ ������� ૩૧

આવરણ ૪ ‘જીવનધોરણ’નો વાદ

૬. પુનઃ પરિચય, સંક્ષિપ્ત પરિચય ��������������������������������������������� ૩૩

[हरिजनबंधु : ૧૨-૦૮-૧૯૫૦ ]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪

લવાજમ અંગે: કવર પર વાચકોનાં સરનામાંમાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૩–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૩ એ માર્ચ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

• સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 2


ચૌરીચૌરાના સો વર્ષના આરં ભે ગાંધીદૃષ્ટિ ચૌરીચૌરા ઘટનાની પૃષ્ઠભૂમિ તપાસતાં અસહકાર - આંદોલનના આરં ભના બિંદુ સુધી જવું રહ્યું. આંદોલનના શરૂઆતના ઘટનાક્રમ અંગે ૧૯૧૯ના પહે લા નવ મહિનાનું મૂલ્યાંકન ગાંધીજીએ આ પ્રમાણે કર્યું હતું : “હિં દુસ્તાનમાં ચોતરફ નિરાશા જ ેવું લાગે છે. લડાઈ [ પ્રથમ વિશ્વયુદ્ધ]ને અંતે હિં દુસ્તાનને ઠીક મળશે એવી આશા હતી તેને બદલે કંઈ જ નહીં. સુધારા થાય ત્યારે ખરા. તે પણ ધૂળ જ ેવા. …જ ે આવે તે ખરું . પંજાબમાં કેર વર્ત્યો. નિરપરાધી માણસો માર્યા ગયા. રાજવર્ગ ને પ્રજાવર્ગની વચ્ચે અવિશ્વાસ ને અંતર વધ્યાં...” [ગાં. અ. ૧૬ : પ્રસ્તાવના]. મૂલ્યાંકનમાં ગાંધીજીએ લખેલા શબ્દોનું મૂળ કારણ રૉલેટ ધારો હતો. રૉલેટ ધારા-અંતર્ગત અમલદારોને અમર્યાદ સત્તા મળી હતી. આ દરમિયાન પંજાબમાં અત્યાચારનો દોર વધ્યો હતો અને બીજી તરફ ખિલાફત આંદોલન જ ેમાં તુર્ક સ્તાનના સુલતાનને, પ્રથમ વિશ્વયુદ્ધ અગાઉ જ ે દરજ્જો હતો તે પાછો અપાવવાનો હતો. આમ સમગ્ર દેશમાં અસહકારનું આંદોલન વ્યાપ્યું અને લોકોમાં જાગૃતિ આવી. જોકે લોકજુ વાળ અહિં સાપરાયણ રીતે વર્તે તે માટે સમયાંતરે ગાંધીજી લખતા-બોલતા. ૧૯૧૯માં ૬ જુ લાઈએ ‘સત્યાગ્રહીઓનું કર્તવ્ય’નામે ગાંધીજીએ નડિયાદમાં ભાષણ આપ્યું હતું, જ ેમાં તેઓ કહે છે : “માણસોના ગાંડા ક્રોધે તેમની પાસે અક્ષમ્ય ગુનાઓ કરાવ્યા છે.” અહિં સાની સમજણ અને હિં સા અંગે અવારનવાર ચેતવણી આપવા છતાં મુંબઈ અને મદ્રાસમાં તોફાનો થયાં. તે અગાઉ અમદાવાદ, વિરમગામ અને ખેડામાં પણ ધમાલ મચી હતી. વળી ગાંધીજી ‘ઘરનો ઘા’ લેખમાં જ લખે છે તેમ તેમણે તે સમયે “ચેતવણી ગણકારી નહીં”. અંતે ચૌરીચૌરાની ઘટના બની અને ત્યારે “પાકા પાયે મારા કાન ઉઘાડ્યા.” ચૌરીચૌરાની આ ઘટના પછી અસહકારનું આંદોલન મુલતવી રાખવામાં આવ્યું. આંદોલન-મોકૂ ફી અને તે પછી આવેલી પ્રતિક્રિયા રૂપે ગાંધીજીએ ‘ઘરનો ઘા’ અને ‘મારી નિરાશા’ નામે લેખો લખ્યા. આ બંને લેખમાં ચૌરીચૌરા બનાવ અંગેનાં ગાંધીજીનાં દૃષ્ટિબિંદુ જાણવા-સમજવા મળે છે.

ઘરનો ઘા

ઈશ્વરની દયાનો પાર નથી. મારી પ્રત્યે તો તેનો નિરં તર અખૂટ ધોધ વહે તો મેં અનુભવ્યો

છે. તેણે મને ત્રીજી વેળા ચેતવણી આપી છે કે જ ેને યથાર્થ રીતે સવિનયભંગ કહી શકાય, એટલે કે જ ે ભંગમાં વિનય, સત્યપરાયણતા, નમ્રતા અને જ્ઞાન રહે લાં છે, જ ેમાં આગ્રહ છતાં વિરોધી પ્રત્યે નિર્મળ નિખાલસ પ્રેમની જ લાગણી રહે લી છે અને જ ેમાં દ્વેષ કે ઝેરવેરને લેશમાત્ર અવકાશ નથી, એવા સવિનય કાયદાના ભંગને સારુ જ ે વાતાવરણ જરૂરી છે તેવું વાતાવરણ હજુ પણ હિં દુસ્તાનમાં નથી. સને ૧૯૧૯ની કાળા કાયદા સામેની લડત વેળા તેણે મને ચેતવણી આપી. અમદાવાદ, ખેડા અને વીરમગામવાળા તે વેળા ભૂલ્યા, અમૃતસર અને કસુરવાળા ભૂલ્યા અને ઘેલા બની દીન અને દુનિયા સામે ગુના કર્યા. મેં મારું પગલું પાછુ ં ફે રવ્યું, મારી ગણતરીને

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

3


હિમાલય જ ેવડી ભૂલ કહી, એ ભૂલને સારુ ઈશ્વર અને જગત સમક્ષ પ્રાયશ્ચિત્ત કર્યું અને સામુદાયિક સવિનયભંગ જ નહીં, પણ મેં એકલાએ સરકારના મનાઈહુકમનો જ ે અનાદર કરવા ધારે લો તે પણ બંધ કર્યો; જોકે મારા એ અંગત સવિનયભંગમાં પૂરેપૂરી સભ્યતા અને અહિં સા જળવાવા વિશે મને ખાતરી હતી. બીજી વારની ગંભીર ચેતવણી એણે મને મુંબઈનાં છેલ્લાં તોફાન વેળાએ આપી. ૧૭મી નવેમ્બરે એણે મને મવાલીઓની ટોળાશાહી નજરોનજર દેખાડી. ટોળાંઓએ અસહકારીઓ પ્રત્યેનો પોતાનો સદ્ભાવ (!) દેખાડવાને સારુ એ બધું કરે લું! મેં બારડોલીમાં તુરતમાં જ શરૂ થનારો સવિનયભંગ મુલતવી રખાવવાનો મારો ઇરાદો જાહે ર કર્યો. મારી ભોંઠપ ૧૯૧૯ની સાલના કરતાં અનેકગણી વધુ હતી. છતાં હં ુ માનું છુ ં કે એ પગલું અખત્યાર કરીને દેશ ચડ્યો છે, પડ્યો નથી. એ રીતે સવિનયભંગ મુલતવી રાખીને હિં દુસ્તાને સત્ય અને અહિં સા પ્રત્યેની પોતાની વફાદારી બતાવી આપી. પણ કડવામાં કડવી ભોંઠપ મારે માટે હજુ બાકી જ હતી. મદ્રાસની ટોળાશાહીએ મને વળી ચેતવ્યો, પણ મેં તે ચેતવણી ગણકારી નહીં. અંતે ઈશ્વરે ચૌરીચૌરા મારફતે પાકે પાયે મારા કાન ઉઘાડ્યા. જ ે હકીકતો મળી છે તે પરથી જણાય છે કે જ ે પોલીસના માણસોને ચૌરીચૌરામાં વિકરાળપણે ફાડીચૂંથી નાખવામાં આવ્યા તેમણે લોકોની ઘણી પજવણી કરે લી. તેમના ફોજદારે પોતાના માણસો લોકોને હે રાન નહીં કરે એવું વચન આપેલું તેનો તેમણે ભંગ કર્યો, સરઘસ પાછળ 4

રહે લા લોકોને તેમણે હે રાન કર્યા અને ગાળો દીધી. લોકોએ બૂમો પાડી અને આગળ નીકળી ગયેલું ટોળું પાછુ ં ફર્યું. પોલીસોએ ગોળી ચલાવી, થોડી વારમાં તેમની પાસેની કારતૂસો ખૂટી અને સલામતીને ખાતર પાછા વળી થાણામાં ભરાયા. મારો ખબરપત્રી જણાવે છે કે આથી ટોળાએ થાણું સળગાવ્યું. અંદર ભરાયેલા પોલીસ સિપાઈઓ જાન બચાવવા ખાતર બહાર આવ્યા અને બહાર આવતાંવેંત જ વિકરાળ ટોળાએ તેમને ફાડીપીંખી નાખ્યા અને તેમની છિન્નભિન્ન લાશને ભભૂકતી આગમાં હોમી દીધી! એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વિકરાળ પશુતામાં કાંઈ અસહકારી સ્વયંસેવકોનો હાથ ન હતો. વળી ટોળાની માત્ર તે ઘડીએ પજવણી થઈ હતી એટલું જ નહીં પણ એ જિલ્લામાં પોલીસનો જ ે જુ લમ અને ત્રાસ ચાલુ હતો તેની જાણથી લોકો ધૂંધવાયેલા હતા. પણ ચાહે તેવી પજવણી થઈ હોય તોપણ નિરાધાર થઈ પડેલા અને લોકોના ટોળાની કેવળ દયા ઉપર જ પડેલા પોલીસ સિપાઈઓની આવી વિકરાળ હત્યાઓનો કોઈ પણ રીતે બચાવ કરી શકાય જ નહીં. તેમાંય જ્યારે હિં દુસ્તાન અહિં સાપરાયણ હોવાનો દાવો કરતું હોય અને કેવળ નિર્મળ સાધનો વડે જ સ્વતંત્રતાના સિંહાસન ઉપર આરૂઢ થવાનું ઉમેદવાર હોય ત્યારે તો ચાહે તેટલી ગંભીર પજવણીની સામે પણ ટોળાશાહી ચલાવીને ખૂનામરકી કરવી એ ખરે ખર અશુભ જ આરં ભ કહે વાય. ધારો કે બારડોલીનો અહિં સામય સવિનયભંગ ઈશ્વરે સફળ થવા દીધો અને સરકાર બારડોલીના વિજ ેતાઓની તરફે ણમાં પદચ્યુત થઈ, તો પછી પજવણીનો [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જવાબ વિકરાળ ખૂનામરકીથી આપનારા ગુંડા લોકોને કોણ લગામમાં રાખશે? અહિં સાને માર્ગે સ્વરાજ સ્થાપવાની વાતમાં દેશમાંનાં તોફાની તત્ત્વો ઉપર અહિં સામય કાબૂ રાખી શકવાની વાત આવી જ જાય છે અને અહિં સાવ્રતી અસહકારીઓ પણ જ્યારે હિં દુસ્તાનના મવાલીઓ ઉપર પોતાનો પૂરો કાબૂ જમાવશે ત્યારે જીતશે — મતલબ કે જ્યારે મવાલી વર્ગોને પણ એટલી વાત હૈ યે ઠસી જશે કે વધુ નહીં તોપણ જ્યારે અહિં સામય અસહકારની લડત દેશમાં ચાલી રહી હોય ત્યારે તો પોતે દેશની ખાતર અગર તો ધર્મ સમજીને પણ કોઈ પણ પ્રકારનાં દંગાતોફાન કે રમખાણ ન જ મચાવવાં જોઈએ. આમ ચૌરીચૌરાના વિકરાળ હત્યાકાંડ ે મને પૂરેપૂરો જાગ્રત કર્યો. “પણ હમણાં જ હજુ વાઇસરૉય સાહે બને લાંબોલસરક વિષ્ટિપત્ર લખી મોકલ્યો અને તેના જવાબનો પણ જવાબ વાળ્યો તેનું શું?” આમ શેતાન કાન આગળ ગણગણ્યો. મારી ભોંઠપને સીમા ન દેખાઈ. “મોટા ડોળા કરીને સરકારને મોટી મોટી ધમકીઓ આપી, બારડોલીના લોકોને બડીબડી આશાઓ આપી, અને બીજ ે જ દિવસે આમ પાછી પાની! કેવડી ભારે મરદાનગી! આમ શેતાન મારી પાસે સત્યનો અને તેથી ધર્મનો અને ઈશ્વરનો ઇનકાર કરાવવા મથી રહ્યો હતો. મેં મારી શંકાઓ અને મારું દુઃખ કારોબારી સમિતિ આગળ તેમજ જ ે સાથીઓને મેં મારી પાસે દીઠા તેમની આગળ રજૂ કર્યાં. પહે લાં તો તેમનામાંના બધાને કંઈ મારું કહે વું હૈ યે બેઠુ ં નહીં. કેટલાકને કદાચ હજુ પણ મારું કહે વું ગળે ઊતર્યું નથી. પણ ઈશ્વરે મને જ ેટલા સમજુ અને દરિયાવ-

દિલના સાથીઓ અને જોડીદારો આપ્યા છે તેવા કદાચ ભાગ્યે જ કોઈને આપ્યા હશે. તેઓ મારી મુશ્કેલીઓ સમજ્યા અને ધીરજથી મારું બધું કહે વું સાંભળ્યું. પરિણામ પ્રજાની સામે કારોબારી સમિતિના ઠરાવ રૂપે મોજૂ દ છે. ખરું જોતાં તીવ્ર ભંગના આખા કાર્યક્રમને આમ સદંતર ઊંધો વાળી દેવો એ રાજદ્વારી દૃષ્ટિએ ભલે અનુચિત હોય, ભલે અવહે વારુ હોય, પણ ધાર્મિક દૃષ્ટિએ તો તે સંગીન જ છે એમાં શક નથી, અને શંકા કરનારાઓને હં ુ ખાતરી આપવાની હિં મત કરું છુ ં કે મારી ભોંઠપથી ને મારા ભૂલ કબૂલ કરી લેવાથી દેશને તો લાભ જ થવાનો છે. હં ુ માત્ર એક જ ગુણનો દાવો કરવા ઇચ્છું છુ  ં : સત્ય અને અહિં સાનો. દૈવીશક્તિ ધરાવવાનો મારો દાવો નથી. તેવી શક્તિ મારે જોઈતી પણ નથી. ક્ષુદ્રમાં ક્ષુદ્ર માણસને જ ેવું માંસરુધિરનું ખોળિયું મળેલું છે તેવું જ ઘડીમાં સડીકોહી જાય એવું ખોળિયું મને મળેલું છે અને તેથી ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીના જ ેટલો જ હં ુ પણ દોષને પાત્ર છુ .ં મારી સેવામાં પુષ્કળ ત્રુટિઓ છે પણ એ બધી અપૂર્ણતા છતાં પરમેશ્વરે આટલા દિવસ મારી સેવાને અમીદૃષ્ટિએ જ નિહાળેલી છે. કારણ કે ભૂલ કબૂલ કરવી એ સાવરણી જ ેવું છે. સાવરણીની પેઠ ે તે કચરો ઝાડી કાઢે છે અને મેલી જમીનને સાફ કરે છે. ભૂલના એકરારથી મારું બળ વધ્યું હોય એવો હં ુ અનુભવ કરું છુ .ં અને આમ પાછા ફર્યાથી આપણી પ્રવૃત્તિનું કલ્યાણ જ થવાનું છે. સીધો માર્ગ હોય તેને છોડીને આડે માર્ગે ચાલવાની હઠ લેનાર કદાપિ ધારે લે સ્થાને પહોંચી નથી શકતો

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

5


એવી દલીલ કરવામાં આવી કે ચૌરીચૌરાના લોકો તપી ઊઠે તેમાં બારડોલીને કઈ રીતે ધક્કો પહોંચે? હા, બારડોલીના પોતાના લોકો જો કદી ચૌરીચૌરાનું જોઈને તોફાન કરી ઊઠે તો ભય ખરો. પણ બારડોલીને વિશે તો મને એવો કશો ભય છે જ નહીં. બારડોલી તાલુકાના લોક મારા અભિપ્રાય મુજબ આખા હિં દસુ ્તાનમાં સૌથી શાંત છે. પણ હકીકત તો એ છે કે આખા હિં દુસ્તાનની વસ્તી સાચું જોતાં બારડોલી તો “દરિયામેં ખસખસ” સમાન છે. એના પ્રયત્નને બાકીના બધા હિં દુસ્તાન તરફથી સંપૂર્ણ પીઠબળ ન મળે તો એ પ્રયત્નને કશું જ ફળ ન આવે. અને બારડોલીનો કાનૂનભંગ પણ ત્યારે જ સવિનય ગણાય જ્યારે બાકીનું આખું હિં દુસ્તાન તદ્દન શાંત રહે . જ ેમ ભરી દૂધની કઢાઈમાં સોમલનું એક બુંદ પડે તોપણ બધું દૂધ ઝેર બની જઈ નિરુપયોગી થઈ પડે છે તે જ પ્રમાણે ચૌરીચૌરાના ઝેરથી બારડોલીનો વિનય પણ બેકાર બની જાય છે. કારણ જ ેટલે દરજ્જે બારડોલી હિં દુસ્તાનનું પ્રતિનિધિ છે તેટલે જ દરજ્જે ચૌરીચૌરા પણ છે. અને ચૌરીચૌરાનો બનાવ પણ રોગના એક બહાર ફાટી આવેલા ચિહ્ન રૂપે જ નથી શું? મેં કદી એવું નથી માની લીધું કે જ્યાં દમનનીતિ ચાલી રહે લ છે ત્યાં બધે કોઈ જ જગ્યાએ માનસિક અગર પ્રત્યક્ષ મારફાડ થઈ જ નથી. મેં એટલું જ માન્યું છે, હજુ માનું છુ ં અને યંગ ઇન્ડિયાનાં પૃષ્ઠોમાં એનો ઢગલાબંધ પુરાવો મળશે કે દમનનીતિવાળા પ્રદેશોમાં ક્યાંક ક્યાંક થઈ આવતાં છમકલાં અને તે સામે સરકાર તરફથી વર્તાવવામાં આવતા જુ લમ અને દમન એ બે વચ્ચે કશું જ પ્રમાણ કે 6

હદમર્યાદા નથી. સભાબંધી કરે લાં સ્થળોમાં ઇરાદાપૂર્વક સભાઓ ભરવી એને હં ુ હિં સામાં ગણતો નથી. રોડાં કે પથરા ફેં કવાં, ધમકી આપવી અગર બીજા દાખલાઓમાં જ્યાં ક્યાંક ક્યાંક અસહકારી કહે વડાવનારાઓ તરફથી પરાણે જ ે કેટલાંક કામો કરાવવામાં આવે છે તેને અલબત્ત, હં ુ હિં સા કહં ુ છુ .ં ખરું જોતાં તો સવિનયભંગની લડતમાં ઉશ્કેરણી બિલકુ લ ન હોય. સવિનયભંગ એ તો મૂંગે મોઢે દુઃખ સહે વાની તૈયારી છે. એની અસર અદૃશ્ય અને મુલાયમ છતાં ગજબની હોય છે. છતાં અત્યારની સ્થિતિમાં જરાતરા ઉશ્કેરણી અને જરાતરા વગર ઇરાદાની બળજોરી અનિવાર્ય છે અને ક્ષમ્ય પણ છે એમ કંઈક મને ભાસેલું. એટલે કે આવી કંઈક અપૂર્ણતાઓવાળી સ્થિતિ વચ્ચે સવિનયભંગ મને છેક અસંભવિત ન જણાયો. આદર્શ સ્થિતિમાં તો સવિનયભંગ કળાતો પણ નથી. પણ અત્યારની ઝુંબેશ તો દેખીતી રીતે જ વિરુદ્ધ પરિસ્થિતિ વચ્ચે એક જોખમી અખતરો છે. ચૌરીચૌરાનો હત્યાકાંડ આપણે માટે દીવાદાંડીરૂપ છે. જો કડકમાં કડક ચોકી ન કરવામાં આવે તો હિં દુસ્તાન કઈ દિશાએ સહે જ ે વળી જઈ શકે એમ છે તે એ બતાવે છે. જો આપણે અહિં સાના સંઘમાંથી હિં સાને કાઢી ન શકીએ તો જ ેમ બને તેમ જલદી પાછા ફરીને શાંતિનું વાતાવરણ સ્થાપીએ અને આપણો કાર્યક્રમ નવેસર ગોઠવી ફરી સવિનયભંગ થાય અને તે વેળાએ સરકાર ચાહે તેટલી પજવણી કરે તોપણ ખૂનામરકી ન થવા વિશે તેમજ અધિકાર વગરના સંઘો સામુદાયિક ભંગ શરૂ નહીં કરી દે એવી આપણા મનની ખાતરી ન થાય ત્યાં સુધી [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સામુદાયિક સવિનયભંગનો વિચારસરખો છોડી દીધે જ આપણો આરો છે. …આમ સામુદાયિક સવિનયભંગની મોકૂ ફી અને ઉશ્કેરણીનું શમન એ પ્રગતિને સારુ આવશ્યક છે, એટલું જ નહીં પણ તે સિવાય આપણે જરૂર વધુ પડવાના છીએ. તેથી હં ુ ઉમેદ રાખું છુ ં કે મહાસભાના એકેએક અનુયાયી સ્ત્રીપુરુષ સવિનયભંગની લડત મુલતવી રહ્યાના કારણે નાસીપાસ થવાને બદલ પાખંડ અને પ્રજાકીય પાપના બોજામાંથી સદ્ભાગ્યે બચી ગયાની લાગણીને પરિણામે મનની શાંતિ જ અનુભવશે. શત્રુ ભલે આપણી ભોંઠપ નીરખી નીરખીને હરખના કૂ દકા ભરે , ભલે આપણી હાર થઈ માનીને આનંદઓચ્છવ કરે . કરે લી પ્રતિજ્ઞાના ભંગ કર્યાનું અને ઈશ્વરને બેવફા બન્યાનું પાપ માથે લેવા કરતાં ડરપોક અને નબળા નીવડ્યાનું તહોમત માથે લેવું હજાર દરજ્જે બહે તર છે. આપણા અંતરઆત્મા આગળ જૂ ઠા નીવડ્યા કરતાં દુનિયા આગળ જૂ ઠા દેખાવું એ કરોડગણું સારું છે. પણ તેથી મારે પોતાને માટે તો સામુદાયિક ભંગ તેમજ લોકોમાં ખળભળાટ જાગ્રત રાખનારી બીજી વસ્તુઓ મુલતવી રાખવી એટલું જ પ્રાયશ્ચિત્ત બસ નથી. હં ુ તો ચૌરીચૌરાના વિકરાળ કાંડનો ગમે તેટલો અનિચ્છુ ક છતાં નિમિત્ત રહ્યો. મારે તો અંગત પ્રાયશ્ચિત્ત કરવું રહ્યું. મારે તો મારા નૈતિક વાતાવરણના રજ ેરજ ફે રફાર માપી લેવાની શક્તિ મેળવવી રહી. મારી પ્રાર્થનામાં ઘણું વધારે ગંભીર સત્ય અને નમ્રતા મારે સાધવાં રહ્યાં. અને મેં જોયું છે કે મારે માટે તો એવા

પ્રાયશ્ચિત્ત તરીકે ઉપવાસ અને પ્રાર્થના જ ેવું સુફલદાયી સાધન બીજુ ં એકે નથી. મનની વૃત્તિ તો માણસનું સર્વસ્વ છે. નહીં તો જ ેમ પ્રાર્થના પણ પક્ષીના બોલની પેઠ ે યંત્રવત્ બની જઈ શકે છે તે જ પ્રમાણે ઉપવાસ પણ દેહનું નર્યું નિરર્થક દમન થઈ પડે છે. આવા યંત્રવત્ ઉપાયો તેના મૂળ હે તુને નિષ્ફળ કરે છે. આમ છતાં જ ેમ યંત્રવત્ આલાપ પણ કંઠને લૂંટીને સુરીલો બનાવે છે તેમ યંત્રવત્ ઉપવાસ પણ શરીરશુદ્ધિ કરવા પૂરતો ઉપયોગી નીવડે ખરો. અલબત્ત, કંઠના આલાપની પેઠ ે એવો ઉપવાસ પણ આત્માની ઉપર કશી અસર ઉપજાવી શકશે નહીં. પણ વધુ સંપૂર્ણતાભર્યા આત્મકથનને માટે, પાર્થિવ શરીર ઉપર આત્માની આણ સ્થાપવા માટે કરે લો ઉપવાસ એ માણસની ઉન્નતિમાં જબરો સહાયક છે એ વિશે મને શંકા નથી. તેથી ઊંડો વિચાર કરીને પાંચ દિવસનો ઉપવાસ કરવાનો અને તે દરમિયાન પાણી સિવાય બીજુ ં કશું જ ન લેવાનો મેં મારે માટે નિર્ણય કર્યો છે. …મને લાગ્યું કે આટલું પ્રાયશ્ચિત્ત તો મારે ઓછામાં ઓછુ ં કરવું જોઈએ. ….આટલો પાંચ દિવસનો ઉપવાસ પણ અનેક મિત્રોના મનમાં કેવી ચિંતા કરાવશે એ પણ બધું મારી કલ્પનામાં મેં વિચારી લીધું; પણ આ પ્રાયશ્ચિત્ત મારાથી મુલતવી ન જ રાખી શકાય તેમ તેને એટલેથી ઘટાડી પણ ન શકાય એમ જ મને લાગ્યું છે. સાથીઓને મારી નમ્ર વિનંતી છે કે તેમણે મારી નકલ કરી ઉપવાસ કરવા નહીં. એવા ઉપવાસથી એમને લાભ થવા સંભવ નથી, કારણ મારા દાખલામાં ઉપવાસને સારુ જ ે કારણ છે તે તેમના દાખલામાં નહીં હોય.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

7


તેઓ કંઈ સવિનયભંગના પ્રેરક નથી. હં ુ જ શસ્ત્રવૈદની સ્થિતિમાં છુ ં અને દેખીતા જ જોખમભર્યા દર્દીને શસ્ત્રક્રિયા કરવાના કામમાં નાપાસ નીવડ્યો છુ .ં મારે જ કાં તો ધંધો છોડી દેવો રહ્યો, નહીં તો તેમાં વધુ પ્રવીણતા મેળવવી રહી. તેથી મારે સારુ તો આ અંગત પ્રાયશ્ચિત્ત જરૂરી જ નહીં પણ ફરજિયાત છે, જ્યારે બાકીના સૌને માટે કારોબારી સમિતિએ જ ે નમૂનેદાર સંયમ દરે ક અસહકારીને સારુ સૂચવ્યો છે તેટલો બસ છે. સમજ ે અને ખરા દિલથી અમલમાં મૂકે તેને સારુ એટલું પ્રાયશ્ચિત્ત કંઈ ઓછુ ં નથી. એ તો ઉપવાસ કરતાં કેટલુંયે વધુ ફળદાયી નીવડે. સાચે જ, કાયા વાચા મનથી અહિં સાનું પાલન અને અહિં સાવૃત્તિનો સાર્વત્રિક પ્રચાર થાય એના કરતાં વધુ કીમતી અને વધુ ફળદાયી બીજુ ં શું હોઈ શકે?! મારા બધા સાથીઓ મૂંગે મોઢે અને નકામા વાદવિવાદ છોડી કારોબારી સમિતિએ દોરી આપેલો કાર્યક્રમ પાર પાડવામાં પરોવાઈ ગયા છે એ વિચાર મારા ઉપવાસના અઠવાડિયા દરમિયાન મને કેટલો શક્તિદાયક નીવડે એ સહે જ ે કલ્પી શકાય તેમ છે. દરે ક અસહકારી પુરુષ અગર સ્ત્રી લોકોને મહાસભાનું ધ્યેય તેમજ સ્વરાજપ્રાપ્તિને સારુ સત્ય અને અહિં સાનું મહત્ત્વ સમજાવી મહાસભાના સભ્યો નોંધે, દરે કને ચોક્કસ કલાક કાંતવાનું મહત્ત્વ સમજાવે, હિં દુસ્તાનની બરકત અને આર્થિક સ્વતંત્રતાની મૂર્તિરૂપ રેં ટિયો ઘેર ઘેર દાખલ કરે , અંત્યજોના વાસ તપાસી તેમની જરૂરિયાતો જાણે, રાષ્ટ્રીય શાળાઓમાં તેમનાં બાળકોને દાખલ કરાવે, ખાસ કરીને જુ દા જુ દા મતનાં સ્ત્રીપુરુષોને એકત્ર કરવાના હે તુથી 8

ચોક્કસ સમાજસેવાનાં કામો ઉપાડે, દારૂની બદીને પરિણામે ગારદ થતાં કુ ટુબ ં ોને ઉદ્ધારે , ગામેગામ ખરી અને ઉપયોગી ગ્રામપંચાયતો સ્થાપે તેમજ રાષ્ટ્રીય શાળાઓને ઘટતા પાયા પર મૂકે, આ બધાં કામો અસહકારી કાર્યકર્તાઓને સારુ ઉપવાસ કરતાં પણ વધુ ઉપયોગી અને ફળદાયી છે. તેથી મને ઉમેદ છે કે મારા પ્રત્યેની સહાનુભૂતિના ભ્રામક ખ્યાલથી સાગર તો ઉપવાસની આધ્યાત્મિક કિંમતની અજ્ઞાનભરી કલ્પનાને પરિણામે કોઈ ઉપવાસ કરવામાં મારું અનુકરણ નહીં કરે . ઉપવાસ, પ્રાયશ્ચિત્ત વગેરે બનતા લગી એકાંતે કરવાની વસ્તુઓ છે; પણ મારો ઉપવાસ તો પ્રાયશ્ચિત્ત તેમજ સજા બંને છે. અને સજા તો જાહે રપણે જ ભોગવવી જોઈએ. આ ઉપવાસ મારે સારુ પ્રાયશ્ચિત્ત છે; અને સજા તેમને સારુ છે જ ેમની હં ુ સેવા કરવા ઇચ્છું. જ ેમને માટે મને જીવવામાં રસ છે અને જ ેમને માટે મરવામાં પણ મને તેટલો જ રસ છે. ભલે અજ્ઞાનમાં હોય તોપણ અસહકારીઓ પ્રત્યેના પ્રેમને નામે અને કેટલાકોએ તો કદાચ મહાસભાને ચોપડે પોતાનાં નામો છતાં ને મારા નામના પોકારો કરીને પોતાના જ દેશભાઈઓ અને પોતાના જ જ ેવા પોલીસનાં માણસોના રાક્ષસી રીતે જાન લીધા. પ્રેમ કઈ રીતે સજા કરે ? જાતે જ દુઃખ ખમીને. ખરે જ, મારું અંતર તો તેઓને કોઈ પકડે અને સજા કરે એટલુંયે ન ઇચ્છે. હં ુ તો તેમને એમ ઠસાવવા ઇચ્છું કે મહાસભાના ધ્યેયના તેમણે કરે લા આ ભંગને સારુ હં ુ સજા ખમવા માગું છુ .ં જ ેમને પોતાનો ગુનો કરડી રહ્યો છે અને જ ેમનું અંતઃકરણ પશ્ચાત્તાપથી બળી રહ્યું છે તેમને હં ુ એવી સલાહ આપું કે તેઓ પોતાની મેળે [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આપણા જ ેલી ભાઈઓએ પણ ચૌરીચૌરાના ગુનાને સારુ સોસવું રહ્યું. આપણે માનીએ કે ન માનીએ પણ આ ઘટના અજબ રીતે માણસજાતની એકતા પુરવાર કરે છે. રાજ્ય કર્મચારીઓ સમેત સૌ કોઈએ આ ચૌરીચૌરાના પાપના છાંટાથી અભડાવું રહ્યું છે. ચૌરીચૌરાના દોષથી સરકાર વધુ અક્કડ બનશે; પોલીસ વધુ પાપી (રુશવતખોર) બનશે અને વેર વાળવા તેમજ વલે કરવાના હે તુથી રાજકર્મચારીઓ જ ે જ ે જુ લમો ગુજારશે તેને પરિણામે લોકો વધારે પતિત અને નીતિભ્રષ્ટ બનશે. સવિનયભંગ મુલતવી રાખીને અને પ્રાયશ્ચિત્ત કરીને આપણે આ હત્યાકાંડની અગાઉ જ્યાં હતા ત્યાં જઈએ છીએ. કડક નિયમપાલન કરીને અને પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશુદ્ધિ કરીને આપણે મનાઈહુકમો ખેંચી લેવા અને રાજદ્વારી કેદીઓને છોડી મૂકવાની માગણી કરવાને જોઈતો નૈતિક વિશ્વાસ પાછો મેળવી લઈએ છીએ. જો આપણે આ હત્યાકાંડમાંથી પૂરેપૂરો ધડો લઈએ તો જ ે શાપ સમાન છે તેને જ આશીર્વાદના રૂપમાં ફે રવી નાખી શકીએ. કર્મમાં તેમજ વૃત્તિમાં સંપૂર્ણતાએ સત્યપરાયણ અને અહિં સાપરાયણ બનીને અને સ્વદેશીની પ્રવૃત્તિને એટલે ખાદીના કાર્યક્રમને પાર ઉતારીને એક પણ વ્યક્તિને સવિનયભંગ કરવાની જરૂર પડ્યા વગર જ આપણે સંપૂર્ણ સ્વરાજ સ્થાપી શકીએ, ખિલાફતને બચાવી લઈએ અને પંજાબની ભરપાઈ મેળવીએ.

સરકારને તાબે થાય અને પોતાના ગુનાનો સ્વચ્છ એકરાર કરી તેની સજા માગી લે. મને આશા છે કે ગોરખપુરના કાર્યકર્તાઓ આ દુષ્કૃત્યો કરનારાઓને શોધી કાઢવા દરે ક પ્રયત્ન કરશે અને તેમને પોતાની મેળે સરકારને સ્વાધીન થઈ જઈ સજા માગી લેવા વીનવશે. પણ ગુનેગારો મારી આ સલાહ માને કે ન માને, હં ુ તેમને એટલું ઠસાવવા માગું છુ ં કે તેમણે હિં દુસ્તાનનું સ્વરાજ મેળવવાના માર્ગમાં ભારે વિઘ્ન નાખ્યું છે. તેમણે બારડોલીની લડતની આડા પડીને જ ેને કદાચ તેમણે મદદ કરવા ધારે લું તેને જ ધક્કો પહોંચાડ્યો છે. હં ુ તેમને એ પણ સમજાવવા ઇચ્છું છુ ં કે આ પ્રવૃત્તિ કંઈ ખૂનામરકી કે હિં સાનો ઢાંકપિછોડો અગર તો તેમને માટેનું પગથિયું નથી; ઊલટુ ં તેમાં એવી રીતે હિં સા ઘૂસવા ન દેવા સારુ અગર તો તેને હિં સાની તૈયારીની પ્રવૃત્તિ ન બનવા દેવાને સારુ હં ુ ગમે તેટલી નામોશી, ગમે તેટલી ભોંઠપ, કષ્ટ, બહિષ્કાર અગર પ્રત્યક્ષ મૃત્યુ પણ સહન કરીશ. મારું પ્રાયશ્ચિત્ત હં ુ જાહે ર રીતે બીજા એ કારણસર પણ લઉં છુ ં કે કેદમાં પડેલા આપણા ભાઈઓના ભાગ્યમાં ભાગીદાર થવાની તક હં ુ હવે ખોઈ રહ્યો છુ .ં એરણ ઉપર વહે લું લોઢું વળી એક વાર ખસી ગયું છે. પ્રજાને લડવા મળેલો એકમાત્ર સર્વોપરી પ્રશ્ન વળી બાજુ એ પડ્યો છે. આપણે ઠેરઠેર નીકળતા સભાઓ અને સ્વયંસેવકોને લગતા મનાઈહુકમો ખેંચી લેવાને અગર તો કેદીઓને છોડાવવાનું દબાણ સરકાર પર લાવી શકીએ એવું રહ્યું નથી. જ ેમ આપણે તે જ પ્રમાણે

[ગાં. અ. ૨૨ : ૩૭૫-૮૧] 

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

9


મારી નિરાશા

મને તો એમ ચોખ્ખું લાગે છે કે જ્યાં આપણે કેમ કે શાંતિ વિના હિં દુસ્તાન એક ન થાય, કેવળ શાંતિથી જ જીત મળે એમ માનતા હોઈએ ત્યાં શાંતિ-અશાંતિને મેળવીએ તો તે મેળવણી ફાટે ને તેમાંથી લાભને બદલે હાનિ થાય. બારડોલીની અસર જ ેમ આખા હિં દ પર થવાની હતી તેમ ચૌરીચૌરાની પણ થાય જ. એમ આપણાં મન ઠેકાણે હોય તો આપણને લાગવું જ જોઈએ. એક જ આકાશમાં સૂર્ય ને ચંદ્ર બંને આપણે જોઈ શકતા નથી. ટાઢતડકો સાથે હોય નહીં. તડકાને છાયા રૂપે દેખાડવાનો ઢોંગ કેટલા દહાડા ચાલે? ઉત્તરમાં જનારને તે દક્ષિણમાં જાય છે એમ મનાવવાનો ડોળ ક્યાં લગી ચાલી શકે? શાંતિને નામે અશાંતિ ચાલે એ ક્યાં લગી છુ પાવી શકાય? વ્યવહારન્યાય પણ જ્યાં સુધી વ્યવહાર ચાલે ત્યાં સુધી તો પૂરો પાળવો જોઈએ. સમયાનુસારી નીતિ જ ેટલો વખત ચાલે તેટલો વખત તો પૂર્ણ રીતે ચાલવી જ જોઈએ. પાંચ દિવસ ઉદ્યોગી રહે વાનું વચન આપનારે પાંચ દિવસને સારુ તો સંપૂર્ણતાએ ઉદ્યોગી રહે વું જ જોઈએ. તે આળસનો પૂજારી હોય તોપણ ઉદ્યોગનું વચન આપ્યા પછી એમ ન કહી શકે કે ઉદ્યોગ ઉપર શ્રદ્ધા ન હોવાથી તે પાંચ દહાડા પણ ઉદ્યોગી નહીં થાય. પાંચ દહાડા જ ેટલા ઉદ્યોગ પર તેની શ્રદ્ધા ન હોય તો તે માણસે ઉદ્યોગીની ટોળીમાંથી બહાર જ રહે વું જોઈએ, એમ આપણે સૌ કહે શું. હિં દુસ્તાનીઓએ નિશ્ચય કર્યો છે. હિં દુસ્તાનનું તારણ શાંતિ વિના અશક્ય છે,

10

શાંતિ વિના રેં ટિયો ન ચાલે. હિં દુમુસલમાન એકતા વિના ને રેં ટિયા વિના હિં દુસ્તાન એક ડગલું પણ આગળ ન જઈ શકે. હિં દમ ુ સ ુ લમાન એકતા એ હિં દુસ્તાનના પ્રાણ છે, તો રેં ટિયો શરીર છે. બંનેની જડ શાંતિમાં રહે લી છે. આટલી ચોખ્ખી વાત છતાં, “શાંતિ” શબ્દનું ઉચ્ચારણ કરતાં છતાં આપણે મનમાં અશાંતિ સેવીએ છીએ, મનમાં ગુસ્સો ભર્યો છે. “મુખમેં રામ, બગલમેં છૂરી” એવા બગભગત કંઈ સ્વર્ગે જઈ શકે? ઘણી ચેતવણીઓ આપવા છતાં બારડોલીના ઠરાવ ઘણા વધુ મતે પાસ થયા. આથી હં ુ મૂંઝાયો છુ .ં જો એ બધા મત સમજપૂર્વક અપાયા હોય તો પરિણામ સારું આવી શકે. એટલા બધા મત આપનાર જો એમ માનતા હોય કે આપણે હવે શાંતિની જરૂર છે, મૂંગે મોઢે કામ કરવાની જરૂર છે, તો આપણે આજ ે જ ેટલું બળ એકઠુ ં કર્યું છે તેના કરતાં વધારે કરી શકશું. જ ેટલી જરૂર જ ેલ શોધવાની હતી તેટલી જ જરૂર થોડી મુદત જ ેલ મોકૂ ફ રાખવાની છે. જ ેલ એ હમેશાંને સારુ જુ લમી રાજ્યમાં સ્વતંત્રતાનો દરવાજો તો રહે શે જ. પણ જ ેલમાં જવાને સારુ પણ કળા જોઈએ છે. ચોરપાખંડી જ ેલ જાય તે કંઈ સ્વતંત્રતા મેળવતા નથી. તેઓ તો સજા ભોગવે છે. અશાંત ચિત્તે, ગુસ્સાભર્યે હૃદયે જ ેઓ જ ેલમાં જાય તે જ ેલમાં સુખે રહી પણ ન શકે. તેમને મન તો જ ેલ સેવાગૃહ નહીં જણાય; જોકે શાંત ચિત્તે જનાર તો અવશ્ય માને [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


કે જ ેલમાં પણ તે પૂર્ણ અથવા વધારે સેવા કરે છે. જ ેલમાં તે સ્વસ્થ ચિર વિચારો કેળવે, સંયમ વધારે , નિયમોનું વધારે પાલન કરે . સૉક્રેટિસે પોતાનું સારામાં સારું વ્યાખ્યાન હાથમાં ઝેરનો પ્યાલો રાખીને આપ્યું ને તેણે મરીને પોતાનું ને પોતાના વચનનું અમરપણું સિદ્ધ કર્યું. ટિળક મહારાજ ે પોતાનાં મોટાંમાં મોટાં બે પુસ્તકો જ ેલમાં લખ્યાં. તેમણે જ ેલમાં એક ક્ષણ પણ નકામી ગાળી છે એમ ન કહી શકાય. તેમનો જ ેલનો વખત નકામો ગયો એમ ન કહે વાય. અત્યારે પણ જ ે જ ેલીઓ જ ેલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે તે તો સેવા કરે છે. અત્યારે જ ેલ જવાનો પ્રયત્ન કરવો તે અશાંતિ પોષવા બરાબર છે. તેથી જ ેલની બહાર રહે વું એ ક્ષણવારનો ધર્મ થઈ ગયો છે. “આથી તો શત્રુ આપણને કાયર ગણશે, આપણી અકીર્તિ થશે” એમ શંકા થાય. જ્યારે શત્રુ આપણને કાયર ગણે પણ આપણે ખરે ખર કાયર ન હોઈએ ત્યારે આપણી જીતનો સમય નજીક આવે છે, કેમ કે આપણી કાયરતા એ તો આપણું બળ છે અને શત્રુની ખોટી માન્યતા એ તો તેને ભુલાવામાં નાખે છે. જ ે કેવળ ઈશ્વરની સહાય માગે તેને અકીર્તિ હોય જ શાને? આપણે જરાયે નામોશીનું કામ કરીએ ત્યારે અકીર્તિ હોય. આપણે જ ેલના ડરથી જ ેલનો ત્યાગ નથી કરવો. પણ જ ેલ જવામાં અણસમજ હોય, મગરૂરી હોય, અશાંતિ હોય એ ભયથી તેનો ત્યાગ કરીએ. શત્રુને રીઝવવા નહીં પણ આપણા આત્માને રીઝવવા આપણે જ ેલ જતા અટકીએ. જ ેલ

જતા અટકીને કાં આપણે ફાંસીનો ઘાટ ન ઘડીએ? શત્રુ માગે તે ન કરીએ. અત્યારે શત્રુ ઇચ્છે છે કે આપણે વધારે ગુસ્સો કરીએ. આપણને તે ચિડાવી રહે લ છે. આપણી સામે પોતાની મૂઠી ઉગામી રહ્યો છે. આપણી સામે તે પોતાની આંખ લાલચોળ કરી રહે લ છે. આપણને ઘુરકાવી રહ્યો છે. પોતાની કેશવાળી ફફડાવી રહે લ છે. તેના ચીડવ્યા ચિડાઈએ તો આપણે પડીએ. તેનું હથિયાર મદ છે, દંભ છે, અમર્યાદપણું છે, ધમકી છે. આપણું હથિયાર શાંતિ ને નમ્રતા છે. આપણને શત્રુ “બીધેલા” ગણે કે કહે તે આપણને પોસાય, પણ આપણે પ્રતિજ્ઞાભંગ કર્યો સિદ્ધ થાય તે ન પોસાય. તેથી જ મેં તો વિચારી લીધું છે કે આપણે હાલ તુરતને સારુ કેદીઓને ભૂલી જવા એ તો આપણું પ્રથમ પ્રાયશ્ચિત્ત છે. આપણે ભૂલ કરી તેથી કેદીઓને આપણે બળે છોડાવવાની શક્તિ આપણે ખોઈ બેઠા. કેદીઓ સરકારની મહે રબાનીથી નથી છૂટવા માગતા. સરકારના છોડ્યા તેઓ છૂટે તો તેઓ ખિન્ન થાય અને આપણે શરમાવું પડે. આપણે તેઓને જ ેલ જઈને જ છોડાવી શકીએ એવો અનિવાર્ય નિયમ નથી. આપણા સત્યબળથી, આપણા પ્રતિજ્ઞાપાલનથી તેઓને આપણે છોડાવી શકીએ છીએ. આપણું બળ આપણે જ ેલ જઈને બતાવી શકીએ છીએ તેમ જ રચનાત્મક કાર્ય કરીને પણ બતાવી શકીએ છીએ. બળ આપણા અમુક કાર્યમાં નથી પણ આપણી વૃત્તિમાં છે. શરમનો માર્યો જ ેલ જનારો બળવાન નથી, પણ ન જવાનું હોય ત્યારે ડરકણ ગણાતા છતાં ન

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

11


જાય તે બળવાન હોઈ શકે. બળ સત્ય કાર્યમાં રહે લું છે. જો હિં દુસ્તાન, જો ગુજરાત એક માસમાં રચનાત્મક કાર્ય પૂરું કરી બતાવે તો કેદીઓને એક માસમાં છોડાવે. જો ઘણા પ્રામાણિક, સમજુ ને જાણીતા સેવકો મળે તો એક માસમાં રચનાત્મક કાર્ય પૂરું કરવું એ કંઈ મુશ્કેલ નથી. …આ કામોમાં એક પણ એવું નથી કે જ ેમાં આપણને જગના જગ જોઈએ. હા જોઈએ, જો લોકમત આપણી પ્રવૃત્તિથી વિરુદ્ધ હોય તોપણ આપણે અત્યારે તો દાવો એવો કરીએ છીએ કે લોકમત આપણી સાથે છે. જો લોકમત આપણી સાથે હોય તો ને આપણી પાસે સાચા કામદારો હોય તો ઉપરની બાબતોમાં એવી કઈ છે કે જ ેમાં આપણે તુરત સફળ ન થઈએ? મારે મન તો એમાં લોકોની પરીક્ષા આવી જાય છે. જો ખરે ખર તેઓ શાંતિમાર્ગે જીત મેળવવા ઇચ્છતા હોય તો ઉપરનાં કામ હોંશે કરે . જો તેઓ કેવળ અશાંતિ જ માગતા હોય તો રચનાત્મક કાર્યમાં જરૂર આપણાથી વિરુદ્ધ રહે શે અને જ્યારે સવિનયીભંગ શરૂ કરીએ ત્યારે તે પોતાનો અવિનયીભંગ વિનયની ઓથે કરવા તૈયાર થઈ જશે. આ આપણી સમક્ષ મોટામાં મોટો ભય આવી ઊભો છે. તેથી જ ેઓ શાંતિમય પ્રવૃત્તિ ચલાવવા ઇચ્છે છે તેઓએ દૃઢતાપૂર્વક પોતાના માર્ગે ચાલ્યા જ કરવું ઘટે છે. તેથી ભલે તેઓ ખોબા જ ેટલા થઈ રહે , તેમની લાજ જાય, તેઓ પ્રતિષ્ઠા વિનાના થઈ રહે . આવું થાય ત્યારે તેઓ પોતાનું કાર્ય નિર્ભય થઈ 12

ચલાવી શકે ને દૃઢતાપૂર્વક બધાં પગલાં ભરી શકે. અત્યારે તો તેઓ જ્યારે સવિનયભંગ જ ેવું તીખું પગલું ભરવા ઇચ્છે ત્યારે તેઓને ઉપાધિઓ આવી પડે છે. મારો માર્ગ ચોખ્ખો છે. હં ુ જોઉં છુ ં કે મારો દૂરુપયોગ થઈ રહ્યો છે. મારે નામે ચૌરીચૌરામાં ખૂનો થયાં. હં ુ સવિનયભંગની વાત કરું છુ ં તો સાંભળનાર “વિનય” પદને ઉડાવી દઈ કેવળ “ભંગ” પદનું જ ગ્રહણ કરે છે. સવિનયભંગ એ અવિચ્છિન્ન સમાસ સમજવો. રસાયણશાસ્ત્રમાં બે મેળવણી મનાય છે. એક સામાન્ય, જ ેમાં બધી વસ્તુઓ પોતાનો ગુણ રાખે છે. બીજુ ં એવું મિશ્રણ જ ેમાંથી એક ત્રીજી જ વસ્તુ પેદા થાય છે કે, જ ેનો ગુણ બેમાંથી એકે મૂળ વસ્તુની સાથે મળતો નથી. સવિનયભંગ એ એક એવું રસાયણી મિશ્રણ છે. તેમાં ભંગનું એક પણ ખરાબ પરિણામ ન હોય ને તેમાં કેવળ વિનયથી થતાં પરિણામો આપણે જોતા જ નથી. વિનયની સાથે ઘણી વેળા આપણે નબળાઈ જોઈએ છીએ. ભંગની સાથે ઉદ્ધતાઈ, અસત્ય ઇત્યાદિ જોઈએ છીએ. સવિનયભંગમાં તો કેવળ નિર્દોષતા ને નિર્ભયતા જ હોવી જોઈએ. એવા અવિભક્ત પ્રયોગને તોડી તેમાંથી કેવળ “ભંગ”નું જ ગ્રહણ કરનાર મનુષ્યો જ્યાં લગી જોવામાં આવે છે ત્યાં લગી સવિનયભંગનું ચલાવવું અશક્ય જ ેવું થઈ જાય છે. પણ જો સવિનયભંગ કરનારનો પ્રજા બહિષ્કાર કરે તો તેઓ પોતાની શક્તિનો પ્રયોગ બતાવી શકે છે. જો તેમ ન બને તો જ ેમ સરકારની સાથે તે જ રીતે અશાંતિ ઇચ્છનાર પક્ષની સાથે પણ મારે અસહકાર જ કરવો રહ્યો. [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


સત્ય વગેરે પદોના ઉપયોગ આપણે તજવા જોઈએ અને સલ્તનતને રાક્ષસી કહે વાનો રિવાજ પણ છોડવો જોઈએ. રાક્ષસી પ્રયોગથી લડનારને પ્રતિપક્ષીની પ્રથાને રાક્ષસી ગણવાનો કે કહે વાનો અખત્યાર નથી રહે તો. આમ મારી નિરાશાનાં કારણોનો પાર નથી; છતાં આશા તો નહીં જ મૂકું. હં ુ આશા રાખીશ કે હિં દુસ્તાન બારડોલીના ઠરાવની સંપૂર્ણ યોગ્યતાને સમજી જશે. હં ુ આશા રાખું છુ ં કે બધા પ્રાંત નહીં સમજ ે તોયે થોડા તો સમજશે. હં ુ આશા રાખું છુ ં કે છેવટે ગુજરાત તો શાંતિનો પાઠ બરોબર સમજશે જ. હં ુ આશા રાખું છુ ં કે ગુજરાતને પણ કદાચ હં ુ નહીં સમજાવી શકું તો છેવટે કેટલીક વ્યક્તિઓ તો આખા હિં દુસ્તાનમાંથી આ મહાપ્રયોગને સમજનારી નીકળી જ આવશે. અને મારી છેવટની આશા એટલી તો છે જ કે જો મેં હિં દુસ્તાનને સત્યરૂપી એક જ માર્ગ બતાવ્યો હોય તો બધી કસોટીઓ લેવાતાં છતાં મને મારી ટેક પર અડગ રહે વાની સન્મતિ અને શક્તિ ઈશ્વર આપશે. તેથી નિરાશાથી ઘેરાયેલો હં ુ મારો આશાવાદ નહીં જ છોડુ.ં કેમ કે ઈશ્વર એટલે સત્ય, સત્ય એટલે શાંતિ. સત્યનો બેલી અવશ્ય ઈશ્વર છે. સત્યનો સદા જય જ છે. એમ જાણતાં છતાં જો હં ુ ડરીને અવિશ્વાસ રાખું તો મારા જ ેવો કાયર કોણ?

હં ુ નથી માનતો કે દેશ અશાંતિને સારુ તૈયાર છે અથવા તો દુર્બળ “ભાતખાઉ”ને સારુ અશાંતિથી સ્વરાજનો કંઈ જ અર્થ હોઈ શકે. તે તો અશાંતિના ઉપાસકોના ભોગ જ ેમ આજ છે તેમ જ રહે વાના. અશાંતિના પૂજારી હિં દુસ્તાનના કરોડોને સારુ સ્વરાજ નથી ઇચ્છતા પણ પોતાને સારુ સત્તા ઇચ્છે છે. આ આરોપ તેઓ કબૂલ નહીં કરે . તેમની પ્રવૃત્તિનું એ પરિણામ આવે જ એ તેઓ જાણતા પણ નથી. હં ુ તેમને દોષ દેવા આ લેખ નથી લખી રહ્યો. હં ુ તો માત્ર તેમની પ્રવૃત્તિનાં પરિણામો જ બતાવી રહ્યો છુ .ં શાંતિમાર્ગે જ હિં દુસ્તાન થોડા માસમાં સ્વરાજ મેળવી શકે. અશાંતિમાર્ગે સો વર્ષે પણ ન મળે એમ માનું છુ .ં વળી જ ે સ્વરાજને સારુ આપણે મથી રહ્યા છીએ તે જો ગરીબોનું ને “ભાતખાઉ” દુર્બળ પ્રજાનું હોય તો તો સો વર્ષે પણ તેઓ પોતાની દુર્બળતામાંથી ઊઠી શકવાના નથી. શાંતિના પ્રયોગથી તો આપણે દુર્બળને પણ બતાવીએ છીએ કે તેના શરીરમાં જ ે આત્મા છે તેનું બળ ચક્રવર્તીના આત્મા જ ેટલું જ તે ધારે તો બતાવી શકે છે. આ વાત જો ખોટી હોય, એ માન્યતામાં ત્રુટી હોય, તો આ “શાંત” અસહકારની પ્રવૃત્તિ પણ ખોટી છે; તો પછી અસહકાર એક જ નામ રાખી શકાય. વિનય, શાંતિ,

[ગાં. અ. 23 : 4-8] 

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

13


સરદાર પટે લ સુધરાઈના પ્રમુખપદે યશવંત દોશી રાષ્ટ્રીય સ્તરે સરદાર પટેલનું વહીવટી ક્ષેત્રમાં કાર્ય ઠીકઠાક જાણીતું છે. તેમની આ વહીવટી શક્તિનો પહે લોવહે લો પરિચય થયો અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે રહ્યા તે ગાળા દરમિયાન. ૧૯૨૪-૧૯૨૮ દરમિયાન સરદાર પટેલ આ પદે રહ્યા અને તે દરમિયાન તેમણે ગતિથી પાયાનાં કામ ઉપાડ્યાં અને પૂર્ણ કર્યાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે અમદાવાદની સુધરાઈમાં તેમણે કરે લા અદ્વિતીય કાર્યથી પરિચિત થવા જ ેવું છે. કઈ સુવિધા પૂરી પાડવી અને કઈ સેવાને અગ્રિમતા આપવી તે અંગે સરદારની અનોખી કાર્યનીતિ વિશે યશવંત દોશીએ લખેલા પુસ્તક ‘સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર’ ભાગ-૧માં વિગતે માહિતી આપી છે.

૧૯૨૪થી ૧૯૨૮ સુધીનાં ચાર વર્ષ હતાં. જનરલ બોર્ડે તે રિપોર્ટ મંજૂર કર્યો

દરમિયાન વલ્લભભાઈની રાહબરી નીચે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કેટલાંક અત્યંત મહત્ત્વનાં કામ કર્યાં. તે કામોની અસર ઘણી દૂરગામી હતી. તેનાથી શહે રીઓ માટે લાંબા ગાળાની સગવડો નિર્માણ થઈ હતી. કોઈ પણ મ્યુનિસિપાલિટી માટે સૌથી પહે લી અને સૌથી વધુ અગત્યની કામગીરી નાગરિકોને ચોખ્ખું પાણી પૂરું પાડવાની હોય છે. અમદાવાદ શહે ર બહુ ઝડપથી વિકસતું હતું. શહે રમાં ઉદ્યોગો વધતા જતા હતા અને પરિણામે વસ્તીમાં વધારો થઈ રહ્યો હતો. એટલે પાણી મેળવવાનો, તેનો સંગ્રહ કરવાનો અને તેને સ્વચ્છ કરી લોકોનાં ઘર સુધી પહોંચાડવાનો પ્રશ્ન વધુ ને વધુ કઠિન બનતો જતો હતો. વલ્લભભાઈએ ૧૯૨૦માં સૅનિટરી કમિટીના ચૅરમૅન તરીકે શહે રની પાણીની સમસ્યા વિશે એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ઝડપથી અને ઓછા ખર્ચે સુધારવાનાં સૂચનો 14

હતો. તેમાંનાં સૂચનોનો પૂરો અમલ થાય તે પહે લાં તો બોર્ડને બરતરફ કરવામાં આવેલું. હવે નાના બોર્ડમાં કૉંગ્રેસ પક્ષની મોટી બહુમતી હોવાથી વલ્લભભાઈનું કામ સરળ બન્યું. એમણે વૉટરવર્ક્‌સ અને ગટરની સંયુક્ત યોજનાનો ત્વરિત અમલ કરાવવા માંડ્યો. આ સમગ્ર યોજના માટે ૪૫ લાખ રૂપિયાની જાહે ર લોન ઊભી કરવા સરકારની મંજૂરી માગી અને મંજૂરી મળતાં લોન ઊભી કરી પ્રજા પાસેથી નાણાં મેળવ્યાં. નદીના ભાઠામાં વધુ કૂ વા ખોદાવી તેમાંથી મળતા પાણીને ક્લોરિનથી શુદ્ધ કરી શહે રમાં પહોંચાડવા માટે કામકાજ શરૂ કર્યું. પાણી પહોંચાડવા માટે શહે રમાં વધુ ટાંકીઓ કરવાની અને નાની પાઇપો બદલીને મોટી નાખવાની જરૂર હતી, એટલે તે કામ પણ શરૂ કરાવ્યું. વૉટરવર્ક્‌સ માટે નવું એન્જિન મંગાવવાની કારવાઈ પણ શરૂ કરી દીધી. શહે રની અંદરના ત્રીજા ભાગ જ ેટલા વિસ્તારમાં જ ગટર હતી તેનો વિસ્તાર કરી [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આખા શહે રમાં ગટરની વ્યવસ્થા કરી આપવાની યોજના અમલમાં મૂકી અને તે પોતાના પ્રમુખપદનાં ચાર વર્ષ દરમિયાન, ૧૯૨૮ સુધીમાં, પૂરી કરી. ગટરનું પાણી પંપ કરી જમાલપુર દરવાજા બહાર સુએજ ફાર્મમાં લઈ જવાતું હતું. તેના પમ્પિંગ સ્ટેશન માટે નવાં એન્જિનો વસાવી તેની કાર્યક્ષમતા વધારી. વલ્લભભાઈના પ્રમુખપદ દરમિયાન ચર્ચાને ચાકડે ચડેલો એક મોટો પ્રશ્ન કોટની દીવાલ તોડવા અંગેનો અને બીજો પ્રશ્ન રિલીફ રોડ બનાવવા અંગેનો હતો. શહે રની ફરતો ઘણો મજબૂત કોટ અમદાવાદ વસ્યું ત્યારથી બંધાયેલો હશે. ચારે દિશાએ થઈને કોટમાં ચૌદ દરવાજા હતા. પ્રારં ભમાં આ કોટની અંદરના ભાગમાં જ વસ્તી હતી. પણ વસ્તીમાં વધારો થતાં કોટની બહારના વિસ્તારમાં વસવાટ થવા લાગ્યો. શહે રની પશ્ચિમે સાબરમતી નદી છે. પણ પૂર્વમાં અને ઉત્તર-દક્ષિણે કોટની બહાર વસ્તી વધતી ગઈ. શહે રની અંદરના અને બહારના વિસ્તારો વચ્ચે માર્ગવ્યવહાર સ્થાપવામાં કોટ આડો આવતો હતો. ફક્ત દરવાજાઓમાંથી આવજા થાય એ હવે ચાલે તેમ નહોતું. એટલે કોટ તોડ્યા વિના છૂટકો નહોતો. કોટ તોડવા સામે એક વાંધો લોકોની વહે મી મનોદશામાંથી ઉદ્ભવ્યો હતો. શહે રમાં એવી અફવા પ્રસરી હતી કે કોટ તૂટશે તો શહે ર ઉપર કોઈ આસમાની-સુલતાની આફત આવશે. બીજો મોટો વાંધો મુસ્લિમ નાગરિકો તરફથી ઉઠાવવામાં આવતો હતો. ઇસ્લામી સ્થાપત્યનો એક સરસ નમૂનો તોડી પાડવો વાજબી નથી એવો ઘણા હિં દુ-મુસ્લિમ

વિદ્વાનોનો મત હતો. વળી, અહમદશાહ બાદશાહે બંધાવેલો કોટ અમદાવાદના મુસ્લિમ સુલતાનોનું મોટુ ં સ્મારક છે એવી દલીલ પણ થતી હતી. તે તોડી પડાય તેમાં મુસ્લિમ પ્રજાની અવહે લના જોવાના પ્રયત્નો પણ થતા હતા. આ રીતે નાગરિકોની સગવડના એક પ્રશ્નને કોમી સ્વરૂપ અપાઈ રહ્યું હતું. અગાઉ આ અંગે નિષ્ણાતોનો અભિપ્રાય મળેલો જ હતો. કોટ તોડવાની જરૂરિયાત સૌ સમજતા હતા. વલ્લભભાઈએ પૂરી નિખાલસતાથી અને સહાનુભૂતિપૂર્વક આ પ્રશ્ન હાથ ધરી તે વિશે ઠરાવ કરાવ્યો. કોટ તોડવાનું કામ તો એમના પ્રમુખપદ પછીના સમયમાં થયું. આજ ે અમદાવાદના પેલા દરવાજા ઊભા છે પણ કોટ તોડી નાખ્યો છે અને તેની આરપાર અનેક રસ્તા બંધાયા છે. રિલીફ રોડની યોજના પણ શહે રની ગીચ વસ્તીની સમસ્યામાંથી નીપજી હતી. શહે રની વચ્ચેથી પૂર્વ-પશ્ચિમ પસાર થતો એક જ રસ્તો રિચી રોડ હતો. વસ્તી વધતાં હવે એ એક રસ્તાથી ચાલે તેમ નહોતું. એ રસ્તો ઘણો સાંકડો હતો. ત્યાં અકસ્માતો વધતા જતા હતા. એટલે સ્ટેશનથી નદી તરફ જતો એક બીજો રસ્તો બનાવવાની જરૂર હતી. રિચી રોડની ગીચતામાં રાહત (રિલીફ) આપવા માટે થનારા આ રસ્તાનું નામ લોકજીભે રિલીફ રોડ પડી ગયું. રસ્તો બંધાઈ ગયા પછી સુધરાઈએ સત્તાવાર રીતે તેને લોકમાન્ય ટિળકનું નામ આપ્યું. રિલીફ રોડની યોજનામાં ઘણાબધા લોકોનાં મકાનો કપાતમાં જતાં હતાં. તેથી તેની સામે લોકોનો મોટો વિરોધ હતો. ૧૯૨૨થી ૧૯૨૪ સુધીના કમિટી ઑફ

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

15


મૅનેજમેન્ટના વહીવટ દરમિયાન વલ્લભભાઈએ આ યોજનાનો વિરોધ કર્યો હતો, પણ તે એટલા કારણસર કે આવી યોજના પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અમલી બનવી જોઈએ અને તેમાં પ્રજાની સંમતિ મેળવવી જોઈએ. હવે કૉંગ્રેસ પક્ષ સુધરાઈમાં સત્તા ઉપર આવ્યો એટલે વલ્લભભાઈએ એ યોજના આગળ ધપાવી. તેમાં લોકોની સંમતિ મેળવવા સતત પ્રયાસો કર્યા. તેને પરિણામે તે પછીનાં બોર્ડ રિલીફ રોડનું બાંધકામ હાથ ધરી શક્યાં. શહે રની વધતી જતી વસ્તીની રહે ઠાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટેના ટાઉન પ્લાનિંગની કેટલીક યોજનાઓ હાથ ધરવાની જરૂર હતી. આ માટે ખાસ ટાઉન પ્લાનિંગ કમિટી રચવામાં આવી હતી. વલ્લભભાઈ તે કમિટીના પ્રમુખપદે ચૂંટાયા. શહે રની બહાર જમાલપુર દરવાજા બહાર, કાંકરિયા તળાવ તરફ અને સાબરમતીની પશ્ચિમે વસવાટની યોજનાઓ વિચારાઈ હતી. નદીની પશ્ચિમ બાજુ એલિસબ્રિજ વિસ્તારમાં વસવાટનો પુષ્કળ અવકાશ હતો. ત્યાં સહકારી ધોરણે હાઉસિંગ સોસાયટીઓ રચી મકાનો બાંધવાની યોજના કરાઈ. આવી પહે લી સોસાયટીએ પ્રીતમનગરનું બાંધકામ કર્યું અને ત્યાં વસવાટ શરૂ કર્યો. આ સહકારી બાંધકામની પ્રવૃત્તિને પરિણામે મધ્યમવર્ગનાં અસંખ્ય કુ ટુબ ં ો નદીપાર ખુલ્લા વાતાવરણમાં વસી શક્યાં. સાબરમતી નદી પરથી જવા-આવવા માટે એક જ પુલ એલિસબ્રિજ હતો તે ઘણો સાંકડો પડતો હતો. તેથી જમાલપુર તરફ એક બીજો પુલ બાંધવાની પણ યોજના થઈ. પાછળથી એકાદ દાયકે એ પુલ બંધાયો ત્યારે 16

તેને સરદારપુલ નામ આપવામાં આવ્યું. ….સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને વલ્લભભાઈએ સરકારથી બને તેટલી સ્વતંત્ર બનાવી સ્વરાજ્ય સ્થાપવાનો પ્રયત્ન તો પહે લા જ દિવસથી કરવા માંડ્યો હતો. તેને તેમણે સ્વદેશી અને સ્થાનિક સ્વરૂપ પણ આપવા માંડ્યું. મ્યુનિસિપાલિટીના સભાખંડને રિપન હૉલ નામ આપેલું હતું. પણ નવા બંધાયેલા હૉલને ગાંધીહૉલ નામ આપ્યું. સુધરાઈનું અંદાજપત્ર અત્યાર સુધી અંગ્રેજીમાં પ્રગટ થતું તે ગુજરાતીમાં પ્રગટ કરાવવા માંડ્યું. સુધરાઈનો વાર્ષિક અહે વાલ પણ ગુજરાતીમાં પ્રગટ થવા લાગ્યો. તે માટે રૂ. ૪,૦૦૦ની કિંમતનું ગુજરાતી રેમિંગ્ટન ટાઇપરાઇટર પણ ખરીદ કર્યું. સુધરાઈના પટાવાળાઓને અપાતો યુનિફૉર્મ ખાદીનો આપવાનું ઠરાવ્યું. સુધરાઈનાં દવાખાનાંઓમાં ઍલોપૅથિક દવાઓ ઉપરાંત આયુર્વેદિક અને યુનાની દવાઓ પણ રાખવાનું નક્કી કર્યું. જૂ ના વખતથી ચાલી આવતી કેટલીક ખોટી પ્રણાલીઓ બદલીને વલ્લભભાઈએ રાષ્ટ્રવાદી પ્રણાલીઓ દાખલ કરી. ગવર્નર અમદાવાદ આવે ત્યારે તેને માનપત્ર આપવાનો સુધરાઈઓનો જૂ નો ચાલ હતો તે વલ્લભભાઈએ રદ કર્યો અને તેને બદલે રાષ્ટ્રીય નેતાઓને માનપત્ર આપવાની રસમ શરૂ કરી. ગાંધીજી આ અરસામાં અસ્પૃશ્યતાનિવારણ, ખાદીપ્રચાર અને કોમી એકતા માટે સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા હતા. તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ માનપત્ર આપ્યું. તે વખતે દેશભરમાં અસંખ્ય સુધરાઈઓ રાષ્ટ્રવાદીઓના અંકુશ નીચે આવી હતી, એટલે ગાંધીજી જ્યાં જ્યાં ગયા ત્યાં સુધરાઈએ એમને માનપત્ર [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આપ્યું. ગાંધીજીએ પણ આ માનપત્રોના જવાબમાં સુધરાઈના કામનું ખોટુ ં મહત્ત્વ આંક્યું અને પોતે તે મિશન લઈને નીકળ્યા હતા તે સમજાવ્યું. વલ્લભભાઈની રાહબરી નીચે અમદાવાદ મ્યુનિસિપાલિટીએ મ્યુનિસિપાલિટીની નોકરીઓ માટે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકોને મુંબઈ યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટોની સમાન ગણવા માંડ્યા. સુધરાઈની શાળાઓમાં ફરજિયાત કાંતણ દાખલ કરવામાં આવ્યું. પહે લા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને તેનાં સાથી રાષ્ટ્રોનો વિજય ઊજવવા માટે રોશની કરવાની તથા અન્ય કાર્યક્રમો યોજવાની સુધરાઈએ ના પાડી દીધી. અસહકારની હાકલ થઈ ત્યારે વલ્લભભાઈએ લેજિસ્લેટિવ કાઉન્સિલ માટેની પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. કરવેરા અંગે વલ્લભભાઈની નીતિ એવી હતી કે ધનિકો પાસેથી વધુ લેવું અને ગરીબોને વધુ આપવું. એમણે ટર્મિનલ ટૅક્સ બમણો કર્યો, ઉદ્યોગોનાં મકાનો અને જમીનો પર વેરો વધાર્યો, ઉદ્યોગોનો પાણીવેરો પાંચગણો કરી નાખ્યો. તો ગુજરીમાં માલ વેચનારા ફેરિયાઓ પર કર નાખવાની દરખાસ્તને નકારી કાઢી. શહે રના લોકો માટે વધુમાં વધુ સગવડો ઊભી કરવી, તેમના આરોગ્યની જાળવણી કરવી એ તો સુધરાઈની કામગીરીનું સૌથી મહત્ત્વનું અંગ હતું. તે માટે વલ્લભભાઈએ તનતોડ પ્રયત્નો કર્યા. પાણી અને ગટરની વ્યવસ્થા સુધારવાનું એમનું કામ આપણે જોઈ ગયા. મિલોનાં ગંદાં પાણીથી શહે રમાં ફે લાતા પ્રદૂષણને અટકાવવા માટે પણ સુધરાઈએ નિયમો કર્યા. પાણી અને દૂધની શુદ્ધિ ચકાસવા

માટે લૅબોરે ટરીઓ ઊભી કરી. આરોગ્ય ક્ષેત્રે એક મોટુ ં કામ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ શરૂ કરવાનું થયું. મ્યુનિસિપાલિટીએ સરકારી સિવિલ હૉસ્પિટલ પોતાને સોંપી દેવામાં આવે એવી દરખાસ્ત સરકાર સમક્ષ મૂકી હતી. સરકારે તે સ્વીકારી નહીં એટલે સુધરાઈએ જ મોટુ ં દાન મેળવી પોતાની હૉસ્પિટલ શરૂ કરી. ૧૯૨૧માં નદીની પેલી બાજુ જ ે જગ્યાએ કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું તે જ સ્થળે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ બાંધવામાં આવી. પાછળથી વધુ દાન મેળવીને ત્યાં ચિનાઈ પ્રસૂતિગૃહ પણ ઉમેરવામાં આવ્યું. શહે રમાં સુધરાઈનાં અન્ય નાનાં દવાખાનાંઓ ઉપરાંત આ મોટી અદ્યતન સગવડોવાળી હૉસ્પિટલથી શહે રની તબીબી સગવડોમાં મોટો વધારો થયો. અમદાવાદના રસ્તાઓ પર અને શેરીઓમાં વીજળીની બત્તીઓ નાખવાની શરૂઆત આ સમયમાં થઈ. વલ્લભભાઈએ ૧૯૨૮માં સુધરાઈનું પ્રમુખપદ છોડ્યું ત્યાં સુધીમાં અડધા શહે રમાં વીજળીની બત્તીઓ નંખાઈ ગઈ હતી. પહે લા વિશ્વયુદ્ધને અંતે ભાવોમાં ઉછાળો આવવાથી ગરીબ માણસોની હે રાનગતિ ઘણી વધી ગઈ હતી. તેથી ગરીબ માણસોને વાજબી ભાવે આવશ્યક વસ્તુઓ પૂરી પાડવા સુધરાઈએ વાજબી ભાવની એક દુકાન પણ ખોલી હતી. વલ્લભભાઈએ ગરીબ લોકો, હરિજનો અને સ્ત્રીઓ માટે સુધરાઈ પાસે કેટલાંક વિશિષ્ટ કાર્યો કરાવ્યાં. એમણે મ્યુનિસિપાલિટીઓ અને તાલુકા તથા જિલ્લા લોકલ બોર્ડોની ચૂંટણીમાં ઊભા રહે વાના

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

17


સ્ત્રીઓના અધિકારને ટેકો આપ્યો. એમના જ પ્રયાસોથી મ્યુનિસિપાલિટીમાં અને તેના સ્કૂલબોર્ડમાં પ્રથમ મહિલાસભ્ય ચૂંટાઈ આવ્યાં. મિલોના કામદારોના વિસ્તારમાંથી તેમણે એક હરિજન કામદારને સુધરાઈની ચૂંટણી માટે ઊભા કર્યા. ઘણા સવર્ણ ઉમેદવારોનો વિરોધ હોવા છતાં વલ્લભભાઈએ હરિજન ઉમેદવાર માટે આગ્રહ રાખ્યો. તેને પરિણામે કચરા ભગત નામના પહે લા જ હરિજન કામદાર સુધરાઈમાં ચૂટં ાઈ આવ્યા. કામદાર વિસ્તારોમાં પુરુષો તો ખુલ્લામાં નાહી લે પણ સ્ત્રીઓની તકલીફનો પાર નહીં. કામદાર નેતા શ્રીમતી અનસૂયાબહે ન સારાભાઈ પાસે સૂચન માગીને વલ્લભભાઈએ સુધરાઈ દ્વારા રૂ. ૧૨,૦૦૦ના ખર્ચે સ્ત્રીઓ માટે ૧,૨૦૦ બંધ નાવણિયાં બંધાવ્યાં. મિલમજૂ રો અને બીજા જ ે લોકો દિવસે કામ જતા હોય તેમના શિક્ષણ માટે સુધરાઈએ રાત્રિશાળાઓ ચાલુ કરી. મ્યુનિસિપાલિટીના નોકરિયાતો પ્રત્યે વલ્લભભાઈનું વલણ ન્યાયી અને સમજદારીભર્યું હતું. એમના સભ્યપદ અને પ્રમુખપદનો સમય પહે લા વિશ્વયુદ્ધ પછીના ભાવવધારાનો સમય હતો. નોકરિયાતોની આર્થિક હાલાકી સમજીને એમણે એ સૌને માટે શક્ય એટલો પગારવધારો અને અન્ય સગવડો આપવાનો પ્રયત્ન કર્યો હતો. મ્યુનિસિપાલિટીના નોકરિયાતો, સુધરાઈની શાળાઓના શિક્ષકો, રાત્રિશાળાઓના શિક્ષકો, ઝાડુવાળાઓ વગેરેના પગાર એમણે વધાર્યા. યુદ્ધભથ્થું મંજૂર કર્યું. સુધરાઈના શિક્ષકોને સરકારી શિક્ષકોને ધોરણે પેન્શન આપવાની વ્યવસ્થા કરી. નોકરિયાતોની સ્થિતિ પ્રત્યેની એમની ચિંતા અને તે સુધારવાની ભાવના 18

એ ઉપરથી પણ દેખાય છે કે તેઓ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કામદાર મંડળના, બી૰ બી૰ ઍન્ડ સી૰ આઈ૰ રે લવે કામદાર મંડળના અને ટપાલીઓના મંડળના પ્રમુખ પણ બનેલા. મ્યુનિસિપાલિટીના કામકાજમાં વલ્લભભાઈનું લક્ષ શહે રની પ્રજાના હિત ઉપર જ રહે તું. એમને મન ધર્મ કે કોમના ભેદ બિલકુ લ ન હતા. હિં દુ, મુસ્લિમ, જ ૈન એ બધા વચ્ચે કશો ભેદભાવ રાખ્યા વિના એ નિર્ણયો કરતા. એમનાં કેટલાંક કાર્યોથી એક યા બીજી કોમ દુભાઈ પણ હશે, તો કેટલાંક કામથી એ જ કોમ રાજી પણ થઈ હશે. દાખલા તરીકે શહે રની અંદર, લોકો અને વાહનોની અવરજવરમાં વિઘ્નરૂપ બને તેવી રીતે શબને દફનાવી કબર કરવાનો નિષેધ કરવામાં આવ્યો હતો તોપણ કેટલાક લોકોએ એવી રીતે કબર ચણી તો વલ્લભભાઈએ તે તોડાવી નખાવી. એથી મુસ્લિમો નારાજ થાય તે સ્વાભાવિક છે. પણ વલ્લભભાઈએ જરૂર જણાઈ ત્યારે શાકમાર્કેટ બંધાવી, તેવી જ રીતે માંસમાર્કેટ પણ બંધાવી આપી તેથી મુસ્લિમો ખુશ પણ થયા. વલ્લભભાઈને હિં દુઓ પ્રત્યે કોઈ પક્ષપાત ન હતો તે એટલા ઉપરથી પણ દેખાય છે કે બ્રહ્મચારીની વાડી નામે ઓળખાતી ધાર્મિક સંસ્થાની જગ્યામાંથી સુધરાઈને કેટલોક ભાગ લેવાની જરૂર પડી ત્યારે હિં દુઓનો વિરોધ હોવા છતાં એ જમીન લઈ લીધી. શહે રમાં ઉંદરોનો અને રખડતાં કૂ તરાંઓનો ત્રાસ વધી ગયો ત્યારે ઉંદરો મારવાની અને કૂ તરાં પકડવાની યોજના સામે જ ૈનોનો વિરોધ હોવા છતાં એ યોજના અમલમાં મૂકી. [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


જ ે માણસો સત્તાની આસક્તિ વિના અને ફક્ત લોકોનું કામ કરવા ખાતર જ સત્તાના પદ પર બેઠા હોય છે, તેમનું રાજીનામું હં મેશાં તેમના ખિસ્સામાં તૈયાર જ હોય છે એમ કહે વાય છે. ગમે તે ક્ષણે સત્તા છોડવા એ તૈયાર જ હોય છે. વલ્લભભાઈને પણ સત્તા પ્રત્યે આસક્તિ નહોતી. તેઓ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે રહ્યા તે દરમિયાન એમણે કહે લું કે જ્યાં સુધી જનરલ બોર્ડની અસરકારક બહુમતી મારી સાથે હશે ત્યાં સુધી જ હં ુ આ હોદ્દા પર રહીશ. કાવાદાવા, ધમકી કે લાલચ વડે બહુમતી ટકાવી રાખવામાં એમને રસ નહોતો. ૧૯૨૬માં એમણે જોયું કે સુધરાઈમાં બધું બરાબર ચાલતું નથી. મૅનેજિંગ કમિટીમાં સભ્યોના અંદરોઅંદરના વિખવાદથી કામોનો નિકાલ થતો નહોતો. ચાર મહિનામાં ત્રણ અધ્યક્ષો આવ્યા પણ કમિટીનું કામ સુધર્યું નહીં. સૅનિટરી કમિટીનું કામ પણ બરાબર ચાલતું નહોતું. ગટરના કામ માટે

એન્જિનિયરની નિમણૂક કેટલાયે મહિનાથી ખોરં ભે પડી હતી. આવી મહત્ત્વની કમિટીઓમાં કામકાજ સ્થગિત થઈ જાય તે કેમ ચાલે? વલ્લભભાઈએ કહ્યું કે જો આવી જ સ્થિતિ ચાલુ રહે શે તો મારે રાજીનામું આપવું પડશે. પણ પરિસ્થિતિ કંઈ સુધરી નહીં એટલે ૧૯૨૬1ના સપ્ટેમ્બરમાં વલ્લભભાઈએ રાજીનામું ધરી દીધું. એમણે કહ્યું કે કેટલાક લોકો પ્રમુખની સત્તાને નાકામયાબ બનાવવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે નોકરિયાતોમાં ગેરશિસ્ત અને બિનજવાબદારીને ઉત્તેજન મળે છે. એમણે એમ પણ કહ્યું કે વહીવટની ગાડીને પાટે ચડાવવાનો મેં ઘણો પ્રયત્ન કર્યો પણ પરિસ્થિતિ વધુ ને વધુ વણસી રહી છે. લોકોની ફરિયાદો ઉપર મહિનાના મહિના સુધી લક્ષ અપાતું નથી. આવી પરિસ્થિતિ ચલાવી લેવામાં હં ુ ભાગીદાર થવા માગતો નથી. 

1. વલ્લભભાઈનું રાજીનામું 1928માં સ્વીકારાયું હતું. યશવંત દોશી લિખિત

સફળ નેતૃત્વની કથા સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર ભાગ 1 અને 2

સાઇઝ : 6.5”X9.5” ૱ : 1200

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

19


‘દર્શક’ની રાજનીતિ મીમાંસામાં ગાંધીવિચાર જયન્ત પંડ્યા દર્શક સાહિત્યમાં ગાંધીવિચારની ચર્ચા કરતું એક પુસ્તક છે ‘બે વિચારધારા’. ગાંધીવિચાર સાથે આ પુસ્તકમાં બીજો વિચાર મુકાયો છે સમાજવાદનો. દર્શક અધ્યયનગ્રંથમાં ‘દર્શક’ની રાજનીતિ-મીમાંસા કરવાના ઉદ્દેશથી જયન્ત પંડ્યાએ ‘લોકશાહી’ અને ‘સૉક્રેટિસ — લોકશાહીના સંદર્ભ’માં અને ‘બે વિચારધારા’ પુસ્તકોની મીમાંસા કરી છે. જોકે ‘દર્શક’ની રાજનીતિ-મીમાંસા સંદર્ભે લેખક સ્પષ્ટ કરે છે કે, “એમની મીમાંસા સ્પિનોઝાની જ ેમ ‘નૉટ ટૂ ક્રિટિસાઇઝ બટ અન્ડરસ્ટૅન્ડ’ — ટીકા માટે નહીં પણ સમજવાના ઉદ્દેશથી પ્રેરાયેલ હોવાના કારણે એમની વાણીમાં ઝનૂન કે ડંખ જોવા મળતાં નથી. નિરાંતકોઠે કોઈ એક ફિલસૂફે કથા માંડી હોય અને કથાને રસાળ બનાવવા માટેનાં ઉદાહરણો પણ હાથવગાં રાખ્યાં હોય એમ તેમનો વાગ્પ્રવાહ ચાલ્યા કરે છે. સૉક્રેટિસની જ ેમ એ પણ પ્રજ્ઞાની શોધના યાત્રાળુ છે.” ‘બે વિચારધારા’ પુસ્તકમાં આ શોધયાત્રા દર્શકે કરી છે અને તેની મીમાંસા જયન્ત પંડ્યાએ સરસ રીતે મૂકી આપી છે.

…મનુભાઈનું ત્રીજુ ં પુસ્તક બે વિચારધારા. કરી એટલી વિગતે અને એટલા વિસ્તારથી બે

એના પ્રકાશનનું વર્ષ ૧૯૪પ. બીજી આવૃત્તિ થઈ ૧૯૬૫માં. પ્રકાશનના ક્રમમાં એ પહે લું પુસ્તક. તે પછી લોકશાહી જ ેનું પ્રકાશનવર્ષ ૧૯૭૩. ‘સૉક્રેટિસ — લોકશાહીના સંદર્ભમાં’ એ વ્યાખ્યાન અપાયું ૧૯૮રમાં. દર્શકની રાજનીતિ-મીમાંસા સમજાવવામાં આ લખનારે તેનો ક્રમ ઉલટાવી છેક બીજ ે છેડથે ી શરૂઆત કરી. તેનું કારણ મનુભાઈ પોતે લોકશાહીના જીવ છે. એમને જ ે અભિપ્રેત છે તે લોકશાહી વિચારધારા આપણે પચાવી લઈએ તો તેની પડછે બે વિચારધારા અને તેમાંય ખાસ કરીને સમાજવાદી વિચારધારાના ગુણદોષો સમજવાનું સહે લું પડે તે હે તુથી પ્રકાશનવર્ષો પાસે શીર્ષાસન કરાવ્યું છે. આમ કરવાથી આ વાંચનારની સમજને કોઈ હાનિ પહોંચે તેવો સંભવ લાગતો નથી. વળી, જ ે વિગતે લોકશાહી વિચારનો અભ્યાસ કરવાની પ્રવૃત્તિ 20

વિચારધારાઓમાં નહીં જઈએ તોપણ ચાલશે. પુસ્તકમાં જ ે બે વિચારધારાનો ઉલ્લેખ છે તે અનુક્રમે ગાંધીવિચાર અને સમાજવાદ. આમાંની બીજી વિચારધારા એટલે કે સમાજવાદની પહે લાં જ ેવી બોલબાલા રહી નથી. એ કરમાઈ રહી છે જ્યારે ગાંધીવિચારધારા જ ે ગઈ કાલ સુધી જરીપુરાણી લાગતી હતી તે નવનવોન્મેષશાલી બનતી જાય છે અને આવનારા દિવસોમાં એની વિશેષ ખિલવણી જોવા મળે એવી પૂરી શક્યતા છે. કારણ કે ગાંધીવિચાર એ કોઈ વાદ નથી એટલે એ એકાંગી નથી. પોતાની રીતે એનું સમાજદર્શન અખિલાઈયુક્ત છે. વૈષમ્યનાં કારણો અને નિરાકરણો જોવાની ગાંધીની દૃષ્ટિ જ જુ દી છે. લેખક કહે છે તેમ ‘જગતનો ઇતિહાસ એ ધૂળધોયાઓનો ઇતિહાસ છે.’ તો, ઈસુ, બુદ્ધ, ગાંધી આવા [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ધૂળધોયા છે. તેઓને જ ે પરિવર્તન ઇષ્ટ છે તે પરિવર્તન કરવાની એમની રીત સૂક્ષ્મ છે જ ે મનુષ્યના ચિત્તમાં ઊથલપાથલો સર્જે છે, નવાં મૂલ્યો દ્વારા એનાં જીર્ણ વસનો બદલાવી નાખે છે અને તેના મનોજગતનું નવસંસ્કરણ કરે છે. આ ઉપકરણોનો ભેદ એ ગાંધીવિચાર અને સમાજવાદી વિચારનો મૂલગત ભેદ છે. ટ્રોટ્‌સ્કીએ કહ્યું હતું કે માનવીના સર્વાંગી વિકાસ આડે ત્રણ અંતરાયો છે. એક કુ દરત, બીજો સામાજિક વ્યવસ્થા અને ત્રીજો અંતરાય માનવીના મનમાં પડેલી કેટલીક વૃત્તિઓ. જ ે પરિવર્તન આ ત્રણેયને નજરમાં રાખીને ચાલે તે જ સમ્યક્‌ પરિવર્તન છે, ગાંધીજી આ વાત સમજ્યા છે તેથી જ ક્રાંતિનાં તેમનાં ઓજારો જગતની અન્ય ક્રાંતિકારી જમાતોથી જુ દાં છે. આ વાત સમજાય તો ગાંધીવિચારનું વધારે ઉચિત મૂલ્યાંકન થઈ શકે. ગાંધીજીએ કોઈ કંઠી બાંધી ન હતી. અે સત્યશોધક હતા અને જ ે સત્યશોધક હોય તેને માટે કંઠી શૃંખલા બની જાય છે. વિચાર જ્યારે વાદ બની જાય ત્યારે બંધિયાર બનીને રૂંધાવા માંડ ે છે. જીવનની મધ્યમાં રહીને સત્યની શોધ જારી રાખી એ ગાંધીની બીજી મહત્તા છે. સામ્યવાદીઓની ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ત્રણ પ્રતિજ્ઞાઓ હતી : ધનનું ચલણ નહીં ચાલવા દઈએ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સીમાઓ ભૂંસી નાખીશું અને દુનિયા યુદ્ધ વિનાની બનાવીશું. ગાંધીના વ્યક્તિત્વમાં આ ત્રણે પ્રતિજ્ઞાઓ સહજ રીતે વણાયેલી છે. દાદા ધર્માધિકારીએ ગાંધીજીનાં ત્રણ અદ્ભુત કાર્યો આ રીતે વર્ણવ્યાં છે : ‘આ દેશમાં ત્રણ રોગ છે. પહે લી બીમારી છે ભૂખ અને ચોરી, બીજી છે ગરીબી અને ત્રીજી છે નિર્બળતા—

કાયરતા. આ નાનકડા પાકિસ્તાનથીયે ડર છે! પાકિસ્તાનની ભ્રમરો ઊંચી થઈ નથી કે આપણી છાતીના ધબકારા વધ્યા નથી! ૭૦ કરોડનો આ દેશ કેવો છે નાગો, ભૂખ્યો, નિર્બળ. ભૂખ્યો હોય તે કાં ભીખ માગે કાં ચોરી કરે . ચાલાક ભૂખ્યાે ચોરી કરે , બેવકૂ ફ ભૂખ્યો ભીખ માગે પણ ગાંધીએ ભૂખને ઉપવાસમાં ફે રવી નાખી, ભૂખ્યાને માગવાનું કે ચોરી કરવાનું ન શીખવતાં ઉપવાસ કરવાનું શિખવાડ્યું. ‘ઊલટા નામ જપત ભગવાના, વાલ્મીકિ ભયે બ્રહ્મ સમાના.’ તેમણે અવળો જ મંત્ર ભણાવ્યો. મિત્રો, ભૂખમરો લાચારીથી વેઠવો પડે છે જ્યારે ઉપવાસ પોતાની ઇચ્છાનો હોય છે. ભૂખ્યો જો રોટલીના ટુકડાને ફેં કી દઈ શકે તો તેમાંથી ઈશ્વરીશક્તિ પ્રગટ થાય છે. ગાંધીએ બેકારોને કહ્યું, ‘કામ કરો’. ‘હં ુ તમને કામ આપીશ’ — એમ ન કહ્યું. ઉત્પાદક શ્રમ કરવાનું કહ્યું. હથિયાર વગરનાને કહ્યું હથિયારનો ડર છોડો. જ ેણે અભય સાધ્યો તેને દુનિયાનું કોઈ પણ હથિયાર જીતી નહીં શકે. ઍટમબૉમ્બ પણ પાછો પડશે. ખંજર ત્યાં નકામું છે. હથિયાર વગરનો એક માણસ એક સામ્રાજ્યની સામે પડ્યો!… પણ આખું સામ્રાજ્ય ડામાડોળ થઈ ગયું.’ ‘…ક્રાંતિમાં ત્રણ વાનાં હોય છે: ધ્યેય, કાર્યક્રમ અને પ્રતીક. માર્ક્‌સવાદીઓ… હિં સાવાદી છે. પણ તેમણે ઝંડામાં દાતરડુ ં અને હથોડો રાખ્યાં છે. હથિયારની જગ્યાએ ઓજારો દાખલ કરવા માગે છે એ લોકો. ગાંધીએ પોતાનું પ્રતીક બનાવ્યો રેં ટિયાને. તેણે જોયું કે હથિયાર હશે તો સિપાઈ ફાવશે, નાગરિક નહીં. સિપાઈને ભરોસે નાગરિકે જીવવું પડશે અને તેમાં સ્ત્રીનું તો મુદ્દલેય

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

21


સ્થાન નહીં રહે . તેથી તેણે શસ્ત્રનિરપેક્ષ વીરતાને વિકસાવી. સેના તો કોઈની ને કોઈની હારે જ છે પણ નાગરિક નથી હારતો. જર્મનીનો નાગરિક ન હાર્યો તે બેઠો થઈ ગયો. પણ આપણે ત્યાં નાગરિક ક્યાં છે? જ ે છે તે અફીણના ઘેનમાં છે. કેટલાક મૂર્છિત છે, કેટલાય અધમૂઆ છે. ગાંધી નાગરિકને શોધવા માગતો હતો. તેથી શસ્ત્રનિરપેક્ષ વીરતાનું પ્રતીક તેમણે આપ્યું — સત્યાગ્રહ.’ ‘…ગાંધીએ ત્રણ સાધનો કહ્યાં : પ્રાર્થના, રેં ટિયો અને ઝાડુ ં — બ્રાહ્મણના હાથમાં ઝાડુ ં આપો અને ભંગીના હાથમાં વેદ. બંનેને નિકટ લાવો’ ઇત્યાદિ. (‘ભૂમિપુત્ર’ તા.૧-૪-૧૯૮૪) ગાંધીનો અભિગમ શું હતો, એની જીવનદૃષ્ટિ કેવી હતી. તેનાં આ ઉદાહરણો છે. અંતિમ મનુષ્ય પર નજર ઠેરવીને એમણે સર્વોદય સમાજની કલ્પના કરી. એમણે ઉપયોગ માટે ઉત્પાદન ‘પ્રોડક્શન ફૉર યૂસ’ની વાત કરીને બજાર, મૂડી, નફો અને શોષણ એ તમામનો કાંકરો કાઢી નાખ્યો. અહિં સા અને પ્રેમને જ જીવનની સર્વોપરિ સાધના ગણનારને માટે ધન તેમજ સત્તાનું વિભાજન કરવાની વાત શા માટે જરૂરી છે તે એમણે સમજાવ્યું. વિકેન્દ્રિત સમાજરચનાનો આગ્રહ ગાંધીવિચારમાં અત્યંત સૂક્ષ્મ ભૂમિકાએ થયો છે અને એ ભૂમિકા પ્રેમ અને અહિં સાની છે. અર્થતંત્રમાં ગાંધીજીનો ઝોક ‘ખાદી ગ્રામોદ્યોગ વડે ઊભાં થતાં લગભગ સ્વાયત્ત ગામડાં પર છે.’ (પૃ. ૧૮). ‘જીવનના ધારણપોષણની… ચીજો સર્વવ્યાપી, સર્વસુલભ ને સર્વક્ષેમકર થવી જોઈએ તો જ સ્વરાજનો અર્થ સરે .’ એટલે માણસ સિવાય બીજુ ં બધું નાનકડુ ં હોય, એટલું જ નહીં નિર્દોષ હોય, 22

સાત્ત્વિક હોય, ઓજસ્વી હોય, એ ગાંધીના, સત્યશોધનના વિષયો રહ્યા છે. એમની ખાદી, ગ્રામોદ્યોગ, સ્વદેશીધર્મ, શ્રમજીવિકા અને સ્વાયત્ત ગામડાંની વાત શોષણ રોકવાના માર્ગ તરીકે વિચારાઈ છે. મનુભાઈએ આ બધાંને ‘એક સમર્થ પ્રજાપતિનું સ્વપ્ન’ કહી બિરદાવ્યું. છે. તેમ છતાં ગાંધીવિચારની વાતો કેટલી ભારતવ્યાપી રહે શે અને કેટલી વિશ્વવ્યાપી બનશે એની સમીક્ષા લેખકે કરી છે. આજના ભારતવર્ષમાં ખાદી ગ્રામોદ્યોગ, સત્યાગ્રહ અને વર્ધાયોજના એ ત્રિવેણીસંગમ જ ેવાં પાવનકારી છે એ વિશે તેમને સંશય નથી. પરં તુ ગ્રામોદ્યોગની વિશ્વવ્યાપી હિમાયત કરતાં પહે લાં બે વસ્તુ એના હિમાયતીએ કરવી પડશે એમ તેમને લાગે છે. પહે લું યંત્રોને વિદાય આપતાં દુનિયાની ઉત્પાદનશક્તિ બહુ ઘટવી ન જોઈએ બલકે અમુક અંશે વધવી જોઈએ. અને બીજી વસ્તુ જ ે દેશો યંત્રયુક્ત થયા છે તેને ગ્રામોદ્યોગ તરફ વાળતાં પહે લાં, આપણી પદ્ધતિ જીવનધોરણને આવશ્યક ઉત્પાદન કરી શકશે કે નહીં તે પણ વિચારી લેવું જોઈએ. ‘એ વિચારતાં એવા દેશોય નજરે પડશે કે જ્યાં કપાસ, શેરડી, રે શમ, ચા, ચોખા થતાં જ ન હોય, જ્યાં ફળઝાડનો ઉછેર અસંભવિત પણ હોય. તેવી જગ્યાએ બહારથી લાવવું નહીં અને બહાર જવા દેવું નહીં એ નિયમનો અમલ કરતાં પહે લાં માર્ગ શોધવાનો રહે .’ — (પૃ.૩૧). લેખકે એક મુશ્કેલી તરફ પણ ધ્યાન દોર્યું છે. તેઓ કહે છે કે, “યંત્રના વિકાસે કેટલાક દેશોનું ઉત્પાદન ઘણું વધાર્યું છે ને સાથે વસ્તી પણ ઘણી વધારી છે. એવા દેશોને આજ ે સ્વાયત્ત [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


અર્થરચના પર જવાનું કહીએ તો મૂંઝવણમાં આવી પડે. સ્વાયત્ત અર્થરચનામાં એ દેશે એની ખાદ્ય તેમજ ઇતર સામગ્રી પોતે જ પેદા કરી લેવી પડે જ ે વર્તમાન વસ્તી, ઉપલબ્ધ જમીન તથા ગ્રામોદ્યોગની ઉત્પાદનકક્ષા જોતાં ઘણી વાર શકય ન હોય.” આ તર્કના સમર્થનમાં એમણે બ્રિટન તથા જર્મનીના દાખલા નોંધ્યા છ.ે ખાદી-ગ્રામોદ્યોગને વિશ્વવ્યવસ્થામાં કેટલો અવકાશ છે તે વિશે લેખકનું નિરૂપણ વિચારપ્રેરક છે તો બીજી બાજુ એ સત્યાગ્રહ, સવિનય કાનૂનભંગ જ ેવાં સાધનોને તે વિશ્વકલહના અવેજ તરીકે સ્વીકારે છે અને પુસ્તકમાં એની વિગતે છણાવટ કરે છે. ગાંધીજીને ફેસિસ્ટ કહે નારા લોકોને, ગાંધી ફેસિસ્ટ કેમ નથી આ વાત શિક્ષકની સુસજ્જ નિષ્ઠાથી સમજાવે છે. લેખકનું સમગ્ર વિવરણ ગાંધીજીવનદૃષ્ટિને સ્ફુટ કરે છે એટલું જ નહીં, એની વિશદતા વાચકના મનનાં ધુમ્મસોને વિખેરી નાખવામાં ઉપકારક બને છે. સમાજવાદ વિશે મનુભાઈએ અભ્યાસી તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે વાત ક૨વાનું પસંદ કર્યું છે. “સમાજવાદ એ યુરોપીય સંસ્કૃતિએ આપેલું વિશ્વદાન છે એટલે એમાં પાશ્ચાત્ય અંશો દેખાવાના. એ સ્થાનિક અંશોનો બીજ ે ખપ ન હોય તો તેને દૂર કરી શકાય.” આ સમાજવાદ શું છે તે કરતાં શું નથી એ સમજાવવું લેખકને જરૂરી લાગે છે. એમને મતે ‘વ્યક્તિના જ ે જ ે અંશો વ્યક્તિજન્ય છે તેનું ઉન્મૂલન કોઈ પણ વિચારધારા કરી શકે નહીં’ એ રીતે સમાજવાદ પણ કરી શકશે નહીં. સમાજવાદ કેટલાક લોકો માને છે એવો સ્વેચ્છાચારવાદ

નથી. પૈસાદારોની મિલકત લૂંટી લઈ પછી એ બધાંને વહેં ચવા માંડશે એવો પણ તેનો અર્થ નથી. સમાજવાદ એ સમાજગતિશાસ્ત્ર છે. મનુષ્યસમાજને એની બાહ્ય પરિસ્થિતિ ઘડે છે. દરિયો, રણ, પહાડ કે કટિબંધની નજીક રહે નારા લોકોના જીવન ઉપર તેની અસરો પડે છે પરં તુ આ અસરો કાયમી છે અને મનુષ્ય તેનાથી ટેવાઈ જાય છે. એની સામે એ ક્રાંતિ કરવા નીકળી પડતો નથી. મનુષ્યને જ ે સૌથી વધારે કઠે છે તે તો સંપત્તિના ઉત્પાદનની તથા વહેં ચણીની પદ્ધતિ. એના પર બધું રચાય છે ને એમાં ફે રફાર થાય તો બાકીનું બધું તૂટી પડે છે. રાજનીતિ, અર્થનીતિ વગેરે પહે રવાના કોટ જ ેવું છે. શરીર વધે છતાં આપણે નવાે કોટ ન સિવડાવીએ અને જૂ નો જ પહે રવાનો આગ્રહ રાખીઅે તો તે ફાટી જાય છે. આ ફાટવાની ક્રિયા તે વિપ્લવ. માર્ક્‌સિયન વિચારપદ્ધતિનો આ પાયો છે. ઉત્પાદન અને વહેં ચણીની પદ્ધતિમાં ઉપયોગ માટેના ઉત્પાદન (પ્રોડક્શન ફૉર યૂઝ)માંથી સમાજ જ ેમ જ ેમ બજાર માટે ઉત્પાદન અને નફા માટેના ઉત્પાદનમાં ફે રવાતો ગયો તેમ તેમ સંબંધોની જટાજાળમાં પણ ફે રફારો થતા ગયા. આને આપણે ઐતિહાસિક ભૌતિક સફર કહી શકીએ. આ સફર દરમિયાન રાજ્યવ્યવસ્થાના ઘાટઘૂટ પણ બદલાતા ચાલ્યા. માર્ક્‌સે પરિવર્તન માટેની ગુરુચાવી આ ઘટનામાંથી ખોળી કાઢી. એમાંથી કેટલાક સિદ્ધાંતાે નિપજાવ્યા, જ ેમ કે (૧) મૂડીના કેન્દ્રીયકરણનો નિયમ, (ર) મજૂ રીનો લોખંડી નિયમ, (૩) અતિરિક્તમૂલ્યનો નિયમ. આને પરિણામે ઊભી થતી આર્થિક-સામાજિક

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

23


દ્વારા થતું શોષણ અટકાવવા માટે છે. બંને વચ્ચે વિરોધ દેખાય તો તે સાધન તેમજ રચના સંબંધમાં દેખાવાનો. સાધ્ય વિશે તો તકરાર નથી. અર્થરચનાના તાત્ત્વિક પાયા વિશે પણ સામ્ય છે. જ ેમ કે બાપુ જ્યારે ગ્રામોદ્યોગ ને સ્વાયત્ત ગામડાંની વાત કરે છે ત્યારે એમના મનમાં તો છે માલ પેદા કરે તે જ વાપરે , બજારના માલ પર આધાર ન રાખે કે બજારના નફાની ગણતરીએ પેદા ન કરે તે છે. આનો પાયો છે ઉપયોગ માટેનું ઉત્પાદન. સમાજવાદી પ્લૅન્ડ ઇકૉનૉમી આયોજિત અર્થરચનાનો પાયો પણ ઉપયોગ માટે ઉત્પાદન (પ્રોડક્શન ફૉર યૂઝ) છે. નાના ને મોટા વર્તુળ વચ્ચે કદની દૃષ્ટિએ ફે ર જરૂર છે પણ તાત્ત્વિક રીત બંને વચ્ચે સામ્ય જ છે.’ બંને વિચારધારા વચ્ચેનાં સામ્ય અને સાધન સંબંધમાં, વૈષમ્ય લેખકે દર્શાવ્યાં છે અને એમ કરવામાં નીરક્ષીરનો વિવેક એ કરી શક્યા છે. તેને કારણે બે વિચારધારાની સમીક્ષા આસ્વાદ્ય બની છે.

વિષમતાનો ઉપાય સમાજવાદ છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું. સમાજવાદની શાસ્ત્રીય સમજ મેળવવા માટે ઉપર્યુક્ત ત્રણ નિયમો સમજવા આવશ્યક છે. મનુભાઈએ આ નિયમો તથા તેની સારી-ખોટી અસરો બતાવી છે. આ પુસ્તકમાં તેમણે દ્વંદ્વાત્મક ભૌતિકવાદ સહે તુક છોડી દીધો છે. એમ કરવા પાછળનાં કારણોમાં એમાં વિવાદને અવકાશ છે એ એક કારણ અને બીજુ ં કારણ મનુભાઈને પોતાને દ્વંદ્વાત્મક ભૌતિકવાદની વાત ગળે ઊતરતી નથી. છેલ્લે સમાપનમાં એમણે કહ્યું છે કે, “તટસ્થ રીતે બંને વિચારણા ગાંધીવિચાર અને સમાજવાદને જોઈશું તો આ બંને વિચારધારા અલગ અલગ છે પણ પરસ્પર વિરોધી નથી — કંઈક અંશે પૂરક છે. ગંગા-યમુનાની જ ેમ કોઈક સ્થળે, કોઈ કાળે એમનો સંગમ શક્ય છે. પહે લું તો બંને વિચારણા એક જ કાર્ય માટે મથે છે. બાપુનો આદર્શ માણસ માણસના વ્યવહારમાં વપરાતી હિં સાને નાબૂદ કરવાનો છે. સમાજવાદ પણ એક વર્ગ કે વ્યક્તિનું બીજી વ્યક્તિ કે વર્ગ

[‘દર્શક અધ્યયનગ્રંથ’માંથી સંપાદિત] 

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ફેબ્રુઆરી, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દીપકભાઈ મ. ત્રિવેદી, ઑફસેટ વિભાગ • જ. તા. ૦૧-૦૨-૧૯૬૦ શ્રી સુરેશભાઈ મા. પ્રજાપતિ, બાઇન્ડિંગ વિભાગ, • ૧૫-૦૨-૬૧ શ્રી હનુભા મો. ગોહિલ, ઑફસેટ વિભાગ • ૨૪-૦૨-૬૪

24

[ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


અબ્બાસ તૈયબજી : ઇસ્લામના સાચા પ્રતિનિધિ કાકાસાહે બ કાલેલકર ગાંધીજીએ જ ેઓને ‘ગુજરાતના પિતામહ’ સંબોધ્યા તે અબ્બાસ તૈયબજીની જન્મજયંતી ૧ ફે બ્રુઆરીના રોજ આવે છે. ૧૯૫૪માં વડોદરા સ્ટેટમાં જન્મેલા અબ્બાસ તૈયબજી સંપન્ન પરિવારમાંથી આવતા હતા. અબ્બાસજીએ ઇંગ્લૅન્ડમાં બારિસ્ટરનો અભ્યાસ કર્યો અને ત્યાંથી આવીને બરોડા સ્ટેટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ગાંધીજી સાથે પરિચય કેળવાયો અને જ્યારે ૧૯૧૯ના એપ્રિલમાં પંજાબમાં થયેલાં રમખાણોનો રિપોર્ટ તૈયાર કરવાનો થયો ત્યારે કૉંગ્રેસની સમિતિએ પાંચ કમિશનરો નીમ્યા. અબ્બાસ તૈયબજી એમાંના એક હતા. પછી તો તેઓ સવિનય કાનૂનભંગની ચળવળમાં સામેલ થયા અને આજીવન ગાંધીજીના સાથી રહ્યા. અબ્બાસજીના જીવનનો પરિચય અહીં કાકાસાહે બે આપ્યો છે. અબ્બાસજીના પરિચય સાથે કાકાસાહે બે ઇસ્લામ ધર્મની વાત પણ વણી લીધી છે.

આપણે અસાધારણ સંજોગોમાં ભેગા થઈએ ઊજવવી જોઈએ.

છીએ. છેલ્લાં પંદર વરસમાં પ્રજાએ એટલો બધો સાત્ત્વિક પુરુષાર્થ કર્યો છે કે આપણી શક્તિ — માનસિક તેમ જ સામાજિક — ઘણી વધી છે. પણ એમાં અમુક કારણોને લીધે એક ભારે વિચિત્ર બધિરતા આવી ગઈ છે. તેથી શક્તિ હોવા છતાં આપણે અશક્ત જ ેવા લાગીએ છીએ. કૃ ત્રિમ અને ઉછીની આણેલી શક્તિ જ ેમ ટકતી નથી તેમ જ માની લીધેલી અશક્તિ પણ લાંબા વખત સુધી ટકે નહીં. મનમાં ઘૂસેલી અને વગર કારણે દિલમાં ફે લાયેલી અશક્તિ દૂર કરવા માટે આપણે જ ેમનામાં આત્મવિશ્વાસ અખૂટ ભરે લો છે એવાઓનો સહવાસ શોધવાે જોઈએ, એમનું સ્મરણ કરવું જોઈએ, એમનાં વચનો સાંભળવાં જોઈએ. અને એવા વીર પુરુષો જ ે આપણી વચ્ચે રહી સેવા કરી રહ્યા છે તેમના પ્રત્યેની આપણી ભક્તિ બતાવવા ખાતર પણ આપણે એકઠા થઈ એમની જન્મગાંઠ — જયંતી

…શ્રી અબ્બાસસાહે બ પ્રત્યે પોતાની ભક્તિ બધા મળીને વ્યક્ત કરી શકે એવું જ ઉત્સવનું સ્વરૂપ હોવું જોઈએ. એટલા માટે અબ્બાસસાહે બ રાજદ્વારી પુરુષ હોવા છતાં એમની જયંતીનો દિવસ આપણે કેવળ રાજદ્વારી નથી કરી મૂકતા. અને મારા જ ેવા સવિનયભંગમાં માનનારો અને રોજ રોજ પત્રિકા કાઢનારો પણ રાજદ્વારી ક્ષેત્રમાંથી બહાર નીકળી ઉચ્ચ સંસ્કૃતિની ભૂમિકા ઉપર રહીને વાત કરવા માગે છે. શ્રી અબ્બાસસાહે બનું જીવન આપણાં છેલ્લાં પંદર-વીસ વરસના પ્રજાકીય જીવન સાથે પૂરેપૂરું વણાયેલું છે. એમાં એમણે ઇસ્લામી સંસ્કૃતિનું સુંદરમાં સુંદર હીર બતાવ્યું છે. ઇસ્લામ એટલે નિષ્ઠા, ઇસ્લામ એટલે વિશ્વાસ, ઇસ્લામ એટલે વફાદારી. એક ઈશ્વર જ છે અને એની હારમાં બેસી શકે એવું બીજુ ં એક્કે તત્ત્વ નથી એવી જાતનો જ ે એકેશ્વરી સિદ્ધાંત તે ઇસ્લામી સંસ્કૃતિનો

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

25


પાયો છે. અને તેથી માણસ પોતાની વફાદારી એ એક ઈશ્વરને જ અર્પણ કરે , બીજા કોઈને નહીં, એ ઇસ્લામની મોટામાં મોટી સાધના છે. ઈશ્વર પ્રત્યે અનન્ય ભક્તિ અને એની આગળ દુન્યવી બીજી બધી વસ્તુઓ પ્રત્યે બેદરકારી, બેફિકરી એ ઇસ્લામની શિખામણ છે. ઇસ્લામ ભક્તિમાર્ગી છે. દુનિયાના બધા જ ભક્તિમાર્ગોનો ઇતિહાસ તપાસો. એમાં કર્મકાંડને મહત્ત્વનું સ્થાન નથી. ભક્તિમાર્ગ એટલે હૃદયધર્મ. હૃદય સાફ હોય, એકનિષ્ઠ હોય એટલે બસ. પછી બીજી ઝાઝી પંચાતમાં પડવાનું કારણ નહીં. સાચા ભક્ત તે હં મેશ એકનિષ્ઠ સિપાઈ જ હોય છે. વારે ઘડી ઈશ્વરનું નામ લેવું અને પ્રેમમાં બેહોશ થયાનો ડોળ કરવો એ ભક્તિ નથી. ભક્તિ એ એક રીતે સિપાઈધર્મ છે. એમાં માથું આપી સર્વસ્વ લેવાપણું હોય છે. કબીરે એ ભક્તિમાર્ગનું લક્ષણ આપ્યું છે : શીષ ઉતારે , ભૂવિ ધરે , તાપર રખ્ખે પાવ, દાસ કબીરા યોં કહે , ઐસા હોય તો આવ. આવી ભક્તિ ઈશ્વર પ્રત્યે, દેશ પ્રત્યે, સાથીઓ પ્રત્યે, જીવનના દરે ક ક્ષેત્રમાં જ્યાં હોય ત્યાં સંસ્કૃતિ શિખરે પહોંચી છે એમ જાણવું. અબ્બાસસાહે બના જીવનમાંથી એક જ દાખલો ટાંકું. ગાંધીજીની દાંડીકૂ ચ વખતે જ ે ૮૦ લોકો એમની સાથે હતા એમાં અબ્બાસ કરીને એક ખાદીસેવક આશ્રમવાસી યુવાન હતા. એનું નામ છાપાંવાળાઓના હાથમાં ગયું. છાપાંવાળાઓ પાસે કલ્પનાશક્તિનો ભંડાર અખૂટ હોય છે. એમણે ઠોકી માર્યું કે અબ્બાસસાહે બ પણ ગાંધીજી સાથે કૂ ચમાં હશે. અબ્બાસસાહે બે જ્યારે છાપાંમાં એ વાંચ્યું ત્યારે તેમને ભારે આશ્ચર્ય 26

થયું, કેમ કે એમની સાથે એ બાબતમાં કશી વાતચીત કે પત્રવ્યવહાર થયો ન હતો. પણ એમણે વિચાર્યું, “પોતાની પાસેથી સેવાની અપેક્ષા રખાય છે ત્યારે ઝાઝી પંચાત શી? ચાલો પહોંચી જઈએ.” અને ખરે ખર એ વયોવૃદ્ધ મહાપુરુષ હસતે મોઢે જ ેલ સુધી પહોંચી ગયા. દેશ પ્રત્યેનું પોતાનું ઈમાન સિદ્ધ કરવા માટે અબ્બાસસાહે બ શું ન કરે ? અમૃતસરના પેલા ભીષણ હત્યાકાંડ પછી મહાસભાએ એક કમિટી નીમી. એ કમિટીએ જ ેમ જ ેમ તપાસ ચલાવી તેમ તેમ એ કમિટીને ખાતરી થઈ કે પ્રજાની સ્વતંત્રતા જોખમમાં છે. રિપોર્ટ ઘડાયા પછી કમિટીના સભ્યોએ પ્રજાની અથાગ સેવાની દીક્ષા લીધી. તે દીક્ષાનું પાલન, ઉંમરનાં ૮૦ વર્ષ પૂરાં થવા આવ્યાં તોયે અબ્બાસસાહે બ વગર આરામે કરી રહ્યા છે. વડોદરાના ન્યાયાધીશ તરીકે જ ે વફાદારીથી એમણે ગાયકવાડ મહારાજની સેવા કરી તે જ વફાદારીથી આજ ે તેઓ દેશની સેવા કરી રહ્યા છે. ચાર વીશીઓ પૂરી કર્યા છતાં દેશસેવાનો ઉત્સાહ જ ેમનાે માેળો પડ્યો નથી એવા આપણે ત્યાં કેટલા દાખલા હશે? ખરે ખર ભારતરત્નોમાં અબ્બાસસાહે બ એક અલૌકિક અને અણમોલું રત્ન છે. આવા તેજસ્વી ચારિત્ર્યની ભવ્યતા જ ે સંસ્કૃતિમાંથી પ્રગટી તે સંસ્કૃતિનો આવે પ્રસંગે આપણે શ્રદ્ધા, આદર ને વિશ્વાસપૂર્વક અભ્યાસ કરવો ઘટે છે. કોઈ પણ બે તત્ત્વો, બે સંસ્કૃતિઓ, બે સમાજો અથવા બે વ્યક્તિઓ એકબીજાથી અજાણ્યાં એકાએક પાસે આવે છે, ત્યારે પ્રથમ તો અરસપરસ બાહ્ય આકારનું જ દર્શન થાય છે. એવે પ્રસંગે જ્યાં ભેદ ન [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હોય ત્યાં પણ ભેદ દેખાય, અને જ્યાં ભેદ હોવો જોઈએ ત્યાં તે ન પણ દેખાય. મુસલમાનો વચ્ચે અને હિં દુઓ વચ્ચે રિવાજના અને માન્યતાના ભેદો ઢગલાબંધ બતાવી શકાય; અને એ ભેદો આગળ કરી એની જ વાતો હં મેશાં કરનાર કોઈ મતલબી ત્રાહિત મળી જાય એટલે એ ભેદની પાછળ રહે લી ઉચ્ચ અભેદ સ્થિતિ ધ્યાનમાં આવે જ નહીં. પછી તો જ્યારે માગો ત્યારે અખાડા શરૂ થવાના. તેથી જ ગીતાએ કહ્યું છે કે, “ભેદમાં જ ે અભેદ જોઈ શકે છે;” જુ દાઈ ઉપર ઉપરની છે, છીછરી બાબતોમાં છે; એકતા અંદરની છે, ઊંડી છે અને એ જ સારસર્વસ્વ છે. એ જ ે જોઈ શકે તે જ સાચો ધર્મનિષ્ઠ, તે જ આસ્તિક, તે જ હિં દુ છે. ઇસ્લામના જન્મસ્થાનને લીધે એનામાં સ્વાભાવિક વિશાળતા આવેલી છે. આસપાસ રે તીના લાંબા લાંબા પટ અને ઉપર સ્વચ્છ વિશાળ ઊંડુ ં આકાશ, એવા પ્રદેશમાં ઇસ્લામનો જન્મ છે. નાનાં નાનાં ટોળાંઓ વરસમાં અગિયાર મહિનાઓ સુધી આપસમાં જીવલેણ લડત લડતાં હોય અને શાંતિનો એક મહિનો જીવનકલહ મટાડવા માટે વેપાર કરતાં હોય એવા સમાજમાં સ્થાયી અને વિશાળ સમાજ સ્થાપન કરવાના ઈશ્વરી સંકલ્પમાંથી ઇસ્લામનો જન્મ થયો છે. અને એના પ્રસારકો સ્વભાવે વણજારા હતા. એ વૃત્તિ પણ ઇસ્લામમાં આવી ગઈ છે. એ જ ઠેકાણે ઊભા રહી ઝાડની પેઠ ે ઊગવા ને વધવા કરતાં દેશદેશાંતર ખેડી એક દેશનો માલ બીજા દેશમાં લઈ જવો અને ત્યાંનો સારો માલ પોતાના દેશમાં આણવો એ એમનો એકમાત્ર જીવનરસ હોય

છે. ઇસ્લામે પ્રથમ પ્રથમ એકતા સ્થાપવા માટે પ્રયત્નો કર્યા. યહૂદીઓ સાથે ભાઈચારો કેળવવા માટે ઇસ્લામે પ્રથમ પ્રથમ ઘણા પ્રયત્નો કર્યા. બની શકે ત્યાં સુધી પોતે ખમવું અને સબૂરી રાખવી એ ઇસ્લામના સંસ્થાપકને અને ઇસ્લામના ખુદાને હં મેશાં પ્રિય હતું. ધીરજ ખૂટ ે ત્યારે જ એમણે સબૂરી છોડી છે. ઇસ્લામ કહે છે કે જો યુદ્ધો કરીએ તો તે ધીરજ ખૂટ્યાની નિશાની છે; નહીં કે ઈશ્વરને એ જ વધારે પ્રિય હોવાની. જાતજાતની વસ્તુઓની આપલે કરવી, અનેક પ્રકારના સમાજોમાં ભળી રહે વું અને દરે ક ઠેકાણે પોતાનો ઈમાન સાચવવાે એ વણજારાનો, ખરા વેપારીઓનાે પ્રથમ ધર્મ છે. એ વૃત્તિ ન હોય તો વેપારનો પ્રચાર થાય જ નહીં. વેપારીનો સ્વાર્થ જ્યારે વધી પડે છે ત્યારે જ બાહુબળ વાપરી, બીજા ઉપર હુમલો કરી ઝટપટ પૈસાદાર થવાના પ્રયત્નો શરૂ થાય છે. સાચા ખેડૂત અને સાચા વેપારી ધર્મને વળગીને સમાજસેવા કરે છે અને તેથી તેમનું જીવન સમાજને આશીર્વાદરૂપ થઈ જાય છે. ઇસ્લામના પયગંબરે વેપારી તરીકે અલઅમીનની પદવી મેળવી હતી. અલ-અમીન એટલે આદર્શ પ્રામાણિક માણસ. (શાહુકાર શબ્દનો અસલી અર્થ પણ એ જ છે.) રોજ સ્થાનાન્તર કરનાર અને વાણિજ્ય ચલાવનાર માણસમાં કર્મકાંડને સ્થાન નથી હોતું. એ સદાચારમાં માને છે. પણ કાેઈ ઝીણું કાંતવા બેસે તો એને એ પોસાય નહીં. સુખદુઃખ, લાભહાનિ આ બધી દુન્યવી વસ્તુઓ વિશે વણજારાને રસ પૂરેપૂરો હોય છે, પણ એમાં એ ડૂ બી ન જાય. રસ લેતાં છતાં એ અલિપ્ત રહે , બેફિકર રહે . એ વૃત્તિ પણ આપણે

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

27


ઇસ્લામમાં જોઈ શકીએ છીએ. ઇસ્લામે જૂ ના સમાજમાં અનેક જાતના સડા જોયા અને તે દૂર કરવાના આકરા ઇલાજો યોજ્યા. ગુલામો પ્રત્યેની લાગણીઓમાં ઇસ્લામે ઘણો સુધારો કર્યો. તે એટલે સુધી કે આખરે ગુલામો તખ્ત પર પણ બેઠા છે. અરબસ્તાનના સમાજમાં છોકરીઓને દૂધપીતી કરવાનો રિવાજ ખૂબ હતો. એ પણ ઇસ્લામે બંધ કર્યો, અને ‘ખુદા એનો જવાબ પૂછશે’ એવી સખત તાકીદ કરી. ઇસ્લામ પહે લાં અરબી સમાજમાં સ્ત્રીઓની દશા ન બોલાય એટલી ખરાબ હતી, તે બદલીને ઇસ્લામે સ્ત્રીઓને સમાન વારસાહક આપ્યો. ઇસ્લામના પ્રથમ પ્રથમના કેટલાયે ખલીફા અને બાદશાહો સાવ ગરીબાઈમાં રહે તા. પ્રજાનો પૈસો પ્રજાના હિતમાં જ વપરાય, પ્રજાસેવકે પોતાની મહે નતથી પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ એ જાતનો આગ્રહ શરૂઆતમાં તો હતો જ. બધા ધર્મોની પેઠ ે ઇસ્લામમાં પણ ગરીબીની દાઝને મહત્ત્વનું સ્થાન અપાયું છે. જ ે માણસ પોતાનો જ વિચાર કરે છે, પોતાની કમાણીનો લાભ પોતાને જ આપે છે તેનું જીવન પાપી છે, તે હરામનું ખાય છે, એમ દરે ક ધર્મમાં સ્પષ્ટ કહ્યું છે. આજ ે કેટલાયે લોકો દલીલ કરે છે, “અમે અમારું સાચવીએ, અમારાં બાલબચ્ચાંને ઉત્તમ કેળવણી આપીએ, અમારો બાેજો કોઈના ઉપર પડવા ન દઈએ, એ શું સમાજની ઓછી સેવા છે? અમે ક્યાં કોઈના ઉપર જુ લમ ગુજારવા જઈએ છીએ? અમે ભલા અને અમારો સ્વાર્થ ભલો.” આવી માન્યતામાં જ મોટામાં મોટો અધર્મ રહ્યો છે. જ ેઓ લૂંટફાટ કરે છે તેઓ પોતાના દોષ જોઈ શકે છે — સમજી શકે છે. તેમને પશ્ચાત્તાપ 28

કરવાનો વારો જલદી આવી શકે છે. પણ નર્યા સ્વાર્થને વરે લા લોકો ભયાનક સ્થિતિમાં છે. તેઓ પોતાનું આખું જીવન અધર્મમય કરતા છતાં તે સ્થિતિ સમજી શકતા નથી. તેમને લીધે જ સમાજની ગરીબાઈ સજ્જડ થાય છે. ગરીબોમાં અદેખાઈ પેદા થાય છે અને વર્ગવિદ્રોહ શરૂ થાય છે. આ બધું જોઈ ઇસ્લામે વ્યાજ લેવાની પ્રથા સામે પોતાનો બુલંદ અવાજ ઉઠાવ્યો. દરે ક પૈસાદાર માણસે પોતાની આવકમાંથી જકાત આપી ગરીબોનું રક્ષણ કરવું જ જોઈએ એ જાતની આજ્ઞા કાઢી. સમાજમાં સમાનતા આવે તો તે ઉત્તમ જ છે. જ ેની પાસે વધારે હોય એણે જ ેની પાસે નથી તેને છૂટથી આપવું જોઈએ, એ જાતની શિખામણ ઇસ્લામમાં બહુ આકરી રીતે અમલમાં આવી હતી. મક્કાના હિજરતીઓ જ્યારે મદીનામાં ગયા ત્યારે ત્યાંના અનુસારી લોકેાએ જ ે ભાઈચારો બતાવ્યો છે, સમાનતા બતાવી છે, આત્મીયતા બતાવી છે તે આજના સામ્યવાદીઓ પણ આદર્શ ગણીને સ્વીકારશે. આવી સંસ્કૃતિવાળા લોકો જ્યારે આપણા દેશમાં આવ્યા ત્યારે તેઓ આપણામાં સહે જ ે ભળી શકત. પણ મુસલમાનો આપણે ત્યાં આવ્યા તે પહે લાં ક્યાંકથી આપણે ત્યાં મૂર્તિપૂજા દાખલ થઈ હતી. અરબસ્તાનની મૂર્તિપૂજા અને હિં દુસ્તાનની મૂર્તિપૂજા વચ્ચે મોટો ભેદ હતો. પણ બહારથી આવેલા લોકો એ શું સમજ ે? એ મૂર્તિપૂજાએ મોટો ઝઘડો ઊભો કર્યો, અથવા ઝઘડાને એક કારણ આપ્યું. બીજુ ં કારણ આપણે ત્યાંની અસ્પૃશ્યતા છે. મુસલમાનો આ દેશમાં આવ્યા તે વખતે ઘણી કારીગર કોમો અસ્પૃશ્ય મનાતી. ખાનપાનના નિયમો પણ હદ બહાર અટપટા [ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


અને સાંકડા થયા હતા. એ કારણે પણ મુસલમાનો આપણી સાથે ભળી ન શકયા. ખરું જોતાં હિં દુસ્તાનમાં હિં દુ સંસ્કૃતિ કરતાં પણ મોટી અને વ્યાપક એવી જ ે સનાતન ભારતીય સંસ્કૃતિ છે તે બધી રીતે મિલનસાર છે. એ સર્વગ્રાહી છે. જ ે કંઈ નવું તત્ત્વ દેશમાં દાખલ થાય તે સમજી તેમાં આવશ્યક રૂપાંતર કરી યથાવકાશ તે પોતાનું કરી લેવું એ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. એ રીતે તે સમૃદ્ધ થઈ છે. નવું તત્ત્વ જ ેવું આવે તેવું સ્વીકારવું, એ અબુદ્ધિની અને દરિદ્રતાની નિશાની છે. અને એવી રીતે દાખલ કરે લું સમાજશરીરને સદે પણ નહીં. પણ નવામાં રૂપાંતર કરી જૂ નામાં જ ે ઉત્તમોત્તમ તત્ત્વો હોય એની સાથે ભેળવી દેવું એ જ સંસ્કૃતિનું આરોગ્યશાસ્ત્ર છે — પુષ્ટિશાસ્ત્ર છે. દા.ત. શીખ ધર્મે અનેક દેવદેવીઓની ઉપાસના છોડી ઇસ્લામના એકેશ્વરી સિદ્ધાંતનો સ્વીકાર કર્યો. પણ ઈશ્વર વિશેની કલ્પનામાં તો પ્રાચીન ઉદાર પરં પરાનું સ્વરૂપ જ કાયમ રાખ્યું. જ્યારે બે ધર્મો વચ્ચે ઝઘડાે શરૂ થાય છે ત્યારે કયો ગ્રંથ ઈશ્વરકૃ ત એ સિદ્ધ કરવું મુશ્કેલ થાય છે. પરિણામે ગ્રંથપ્રામાણ્ય છોડી દઈ હૃદયપ્રામાણ્ય સ્વીકારવું પડે છે. બુદ્ધ ભગવાને કહ્યું હતું, ‘મારો ધર્મ ‘एहि-पश्येक’ છે. ‘આવો ને જુ ઓ.’ ગળે ઊતરે તો સ્વીકારો, એવો મારો ધર્મ છે.” ઇસ્લામે પણ એ જ દાવો કર્યો છે કે, અમારા ધર્મસિદ્ધાંતો કોઈ પણ નિર્મળ માણસને ગળે ઊતરે એવા છે. કુ રાનમાં તો સાફ કહ્યું છે કે ધર્મની બાબતમાં જબરદસ્તી હોઈ જ ન શકે. બ્રહ્મસમાજના સંસ્થાપક રાજા રામમોહન રૉય ઉપર અદ્વૈતવાદી ઇસ્લામની ઊંડી અસર પડી હતી. અને તેથી બ્રાહ્મોસમાજમાં એમણે

ઈશ્વરના અદ્વૈત ઉપર ખૂબ ભાર મૂક્યો હતો. પણ એ આખી કલ્પના એમણે ઉપનિષદનાં વચનોમાંથી ઘટાવી આપી હતી. આર્યસમાજ પણ મૂર્તિવિમુખ એકેશ્વરવાદી છે. એમણે પોતાની ઈશ્વર વિશેની કલ્પના વેદમાંથી લીધી. આમ શીખ સંપ્રદાય, બ્રાહ્મોસમાજ અને આર્યસમાજ, ત્રણે ઇસ્લામની નજીકમાં નજીક છે. અને એમાં પણ બ્રહ્મસમાજ અને શીખ ધર્મ ગ્રંથપ્રામાણ્યના ઝઘડામાંથી ઊગરી જઈ ભવિષ્યનો રસ્તો બતાવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં પોતાનું જાળવીને બધાંનું સ્વીકારવા માટે જોઈતું યૌવન છે, સમજણશક્તિ છે અને નમ્રતા પણ છે. અને તેથી જ આપણે ક્રાંતિનો લેાહીવાળાે રસ્તો લીધા વગર સંસ્કૃતિનો વિકાસ સાધી શક્યા છીએ. ભારતીય સંસ્કૃતિની બીજી ખાસિયત સર્વધર્મસમભાવ એ છે. ‘‘જ ે મારી ઢબે વિચાર કરતા નથી તે સાચા ન જ હોઈ શકે,” એ જાતનો દુરાગ્રહ ભારતીય સંસ્કૃતિમાં નથી. દરે ક દેશના ઇતિહાસ અને ત્યાંની જરૂરિયાત પ્રમાણે તે તે દેશનાે ધર્મ ગોઠવાયેલાે છે, એમ ભારતીય સંસ્કૃતિ માને છે. એ જ વાત આપણે કુ રાનમાં પણ જોઈ શકીએ છીએ. કુ રાનમાં કહ્યું છે, “એવો એકે દેશ કે જમાનાે નથી કે જ ેને અમે સ્વતંત્ર પયગમ્બર આપ્યાે નથી.” આવી વૃત્તિને કારણે જ ભારતવર્ષમાં એક વિશાળ ધર્મકુ ટુબ ં જામી શક્યું. ઇસ્લામે હિં દુસ્તાનમાં આવી હિં દુસ્તાનને નુકસાન કર્યું એમ જ ેઓ માને છે તેઓ ભારતવર્ષની સાધનાને ઓળખી શકતા નથી. એમ તો દરે ક પ્રવૃત્તિમાં ગુણદોષ હોય જ છે. પણ ઇસ્લામે હિં દુસ્તાનમાં આવી આપણા દેશના ઇતિહાસમાં

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

29


કલ્પના ગ્રંથાેમાંથી તારવી કાઢવી એ કામ અઘરું નથી. પણ પ્રજા ઉપર આવા તારણની અસર થાય તે કરતાં એ આદર્શ જીવી બતાવનાર કોઈ એક શુદ્ધ મુસલમાન નજરે પડે તો એની અસર વધારે થાય છે. એટલા જ માટે અબ્બાસસાહે બનો દાખલો આપણે માટે કીમતી છે. એમના બહાદુર, વેપારી વડવાઓએ એમને વારસામાં શુદ્ધ સદ્ભાવ અને સર્વગ્રાહી વ્યવહારબુદ્ધિ આપ્યાં છે. તેથી પ્રજાજાગૃતિના આ જમાનામાં બાદશાહી અને લોકશાહીનો સમન્વય તે કરી શક્યા છે. અમીરી સ્વભાવ હોવા છતાં તેઓ ગામડે ગામડે ફરતા ગામડિયા લોકો જોડે સાવ એકરૂપ થઈ જાય છે. ગરીબાેનાં દુ:ખ આગળ પોતાનું દુ:ખ ભૂલી જાય છે અને ગઈ કાલના ન્યાયાધીશ આજ ે ખાદીના ફેરિયા બને છે. તત્ત્વનિષ્ઠામાં મજબૂત હોવા છતાં એમણે જાહે ર જીવનમાં કોઈ પણ ઠેકાણે જક્કીપણું બતાવ્યું નથી. અદેખાઈ તો એમના સ્વપ્નામાંયે નથી. જ ે વખતે જ ે કામ માથે આવી પડ્યું તે પૂરી નિષ્ઠાથી પાર પાડવું અને કામ થયા પછી એને ભૂલી જવું એ એમની ખાસિયત છે. અને એમાંથી જ એમણે પોતાનું, આખી દુનિયા અદેખાઈ કરે એવું, ચિરયૌવન મેળવ્યું છે. તેઓ આપણી સાથે એટલા તો ભળ્યા છે કે એમના હાથમાં આપણો એકેએક હિતસંબંધ સુરક્ષિત છે એ વિશે મનમાં શંકા રહે તી જ નથી. જ ે વિશ્વાસે દેશનું વહાણુ ચાલવું જોઈએ તે વિશ્વાસ એમનામાં પૂરેપૂરો છે. તેથી જ તેમને હં ુ ઇસ્લામના આદર્શ પ્રતિનિધિ કહં ુ છુ .ં ઇસ્લામ એટલે જ વિશ્વાસ.

એક મોટો, સુંદર અને મહત્ત્વનો અધ્યાય લખી કાઢ્યો છે, એ વિશે શંકા ન હોય. હજીયે ઇસ્લામ પાસેથી શીખવા જ ેવું આપણે માટે ઘણું છે. આમપ્રજા માટે સહે લાહળવા એવા સર્વસામાન્ય સદાચારનો આગ્રહ ઇસ્લામ પાસેથી આપણે જરૂર લઈ શકીએ છીએ. ઇસ્લામમાં નાના વાડા પાડવા સામે સખત વિરોધ છે. જ ે કલમાે પઢ્યો તે બધા સાથે સમાન થઈ ગયાે. આપણા ભક્તિસંપ્રદાયમાં એ જ જાતની ઉદારતા અવશ્ય છે, પણ એનો અમલ કરવામાં આપણે બહુ મોળા નીવડ્યા. પરિણામે ઉચ્ચનીચભાવ, ભેદ અને સંકુચિતતા, એ આપણામાં વધતાં ગયાં અને આપણે ક્ષીણપ્રાણ અને છિન્નભિન્ન થયા. ઇસ્લામમાં મોટા મોટા ફકીરો થયા છે એ ખરું. પણ સામાન્યપણે વૈરાગ્યના કર્મકાંડ કરતાં બેફિકરીની ફકીરી એણે વધારે કેળવી છે. એ બાબતમાં પણ આપણે કેટલુંક લેવા લાયક છે. હિં દુ લોકો ભગવાનને પતિતપાવન કહે છે. પણ પતિતાેને પોતાના કરી લેવા, એમને ફરી ચડવાની તક આપી દેવી એ ધાર્મિક વૃત્તિ આપણે ભૂલી ગયા હતા. પડેલાને પાટુ મારી વધારે ઘાયલ કરવો એમાં જ જાણે ધર્મ સમાયો હોય એવી રીતે આપણે અનાથો પ્રત્યે આજ સુધી વર્ત્યા છીએ. “આપણને ઇન્સાફ કરવાનો અધિકાર નથી, ઇન્સાફ તો ભગવાન કરશે. આપણે સેવા કરી છૂટીએ, દરે કને ભાઈભાંડુ તરીકે સ્વીકારીએ અને એની ખિદમત કરીએ, એ જ આપણો ધર્મ છે,” એ જો આપણે સમજ્યા તાે જ આપણો આરો છે. ઇસ્લામની જીવન વિશેની આવી આદર્શ

[ગાંધીપરિવારના જ્યોતિર્ધરોમાંથી] 

30

[ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ “જૂ ઠ, યુક્તિ, દંભ, ડોળ ઇત્યાદિને અહીં જગા જ નથી. સાચો રસ્તો લેવો ને તે રસ્તે ચાલતાં મારવું નહીં પણ મરવું. “મરીને જીવવાનો મંત્ર” શીખવો છે. એ મંત્રને અનુસરીને જગત જીવે છે. બીજ મરે છે ત્યારે જ ધાન્ય પાકે છે. મા મરતાં લગી કષ્ટ ભોગવે છે ત્યારે જ બચ્ચું જીવે છે. યજ્ઞ વિના ખાવું તે ચોરીનું ધન છે. બલિદાનથી જ સ્વરાજ મળે, અને એ બલિદાન, એ કુ રબાની પવિત્ર – પાક હોય તો જ ઈશ્વરને ભાવે.” સ્વરાજ અંગે ગાંધીજીના વિચારનો આ સ્થાયી ભાવ રહ્યો છે અને આ જ ભાવને તેઓએ નાગપુર મહાસભાના ઠરાવમાં ઉપસાવ્યો છે. અસહકારમાં બદલાતી નીતિની ચર્ચા કરતાં અહીં ગાંધીજી ખિતાબ છોડવાનું લખે છે, સરકારી સત્તા તળે ચાલતી નિશાળોમાંથી બાળકોને ઉઠાડી લેવાનું કહે છે, વેપારીઓને વણવાના કામને ઉત્તેજન આપવાની હાકલ કરે છે, ધારાસભ્યોને રાજીનામું આપવા કહે છે… ગાંધીજી આ રીતે આ અહે વાલમાં અગિયાર બાબતો ટાંકે છે, જ ે અસહકાર અર્થે જરૂરી છે. આ મુદ્દા પછી ગાંધીજીએ લખ્યું છે : “આટલું આપણે એક વર્ષની અંદર કરી શકીએ તો એક વર્ષની અંદર સ્વરાજ મળે; ને મોડુ ં કરીએ તો મોડુ ં મળે.” અસહકાર આંદોલનમાં ગાંધીજી વ્યસ્ત છે ત્યારે તેમની સામે કેટલીક એવી બાબતો પણ આવે છે, જ ે તેમની અતિવ્યસ્તતામાં બિનમહત્ત્વની લાગે. તેમ છતાં ગાંધીજી તે અંગે સમય કાઢીને પ્રત્યુત્તર આપે છે. ‘ગાંધી સિગારે ટ’! નામના લેખમાં તેઓ લખે છે : “એક મિત્રે મારી છબીવાળું એક લેબલ મારા પર મોકલ્યું છે. સિગારે ટનું નામ ‘મહાત્મા ગાંધી સિગારે ટ’ રાખવામાં આવ્યું છે. મને તો દારૂ સામે જ ેટલી ચીડ છે તેટલી જ ધૂમ્રપાન સામે છે. ધૂમ્રપાનને હં ુ એક દુર્વ્યસન માનું છુ .ં માણસની વિવેકબુદ્ધિને કુંઠિત કરી નાખે છે અને તેનું કામ તે અદૃશ્ય રીતે કરે છે…” આ માસ દરમિયાન તેઓએ વિદ્યાર્થીઓ સમક્ષ અવારનવાર વક્તવ્યો આપ્યાં છે. અમદાવાદ, નડિયાદ, મુંબઈ, કલકત્તા એમ બધાં જ શહે રોમાં તેઓ વિદ્યાર્થીઓ સમક્ષ અસહકારની અને કેળવણીની વાત મૂકી રહ્યા છે. ૩૦ જાન્યુઆરીના રોજ રામકૃ ષ્ણ મિશનના વડા મથક બેલૂર મઠમાં સ્વામી વિવેકાનંદનની જન્મસંવત્સરી પ્રસંગે પણ ગાંધીજીએ વક્તવ્ય આપ્યું છે. પત્રો, લખાણો, વક્તવ્યોનો દોર તેમના પ્રવાસના સમાંતરે ચાલી રહ્યો છે. આ જ માસમાં નવજીવનમાં વાચકો દ્વારા પુછાયેલા કેટલાક પ્રશ્નોના તેઓએ જવાબ આપ્યા છે. આવા એક પ્રશ્નમાં તેઓને ડિક્ટેટર તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેના ઉત્તરમાં તેઓ લખે છે : “હં ુ તો અવશ્ય માનું છુ ં કે હં ુ આપખુદ નથી, એટલું જ નહીં પણ મારામાં આપખુદીનો સ્પર્શ સરખોયે નથી; કેમ કે મારો ધર્મ જ સેવાધર્મ છે. મેં તો ઘણા નેતાઓનું કહે વું માન્યું છે ને માનતો આવું છુ .ં …પણ આટલું સાચું છે કે જ્યાં અંતરના અવાજની વાત આવે છે ત્યાં હં ુ આગ્રહી બનું છુ ;ં મને કોઈ ચળાવી નથી શકતું. તેથી મારા ઉપર આપખુદ હોવાનો આરોપ મેલવામાં આવ્યો છે તેને હં ુ સાંખી રહં ુ છુ .ં ”

૧૯૨૧-જાન્યુઆરી

૧ નાગપુર : ઑ. ઇ. કૉં. ક.ની અને વર્કીંગ કમિટીની બેઠકોમાં હાજર.  નૅશનલ સોશિયલ કૉન્ફરન્સમાં હાજર.

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

૨ નાગપુર. ૩ સેવની. ૪ સેવની : મારવાડી શાળાની મુલાકાત.

રાષ્ટ્રીય 31


૫ નાગપુર : જાહે ર સભામાં કૉંગ્રેસના ઠરાવો સમજાવ્યા. ૬ છીંદવાડા : જાહે ર સભા. ૭ છીંદવાડા.  નાગુપર. ૮ નાગપુર. ૯થી ૧૦ મુંબઈ. ૧૧ અમદાવાદ : પોતાનું ખૂન કરવાનો એક પત્ર મળ્યો. ૧૨ અમદાવાદ. ૧૩ અમદાવાદ : ગુજરાત મહાવિદ્યાલયમાં પ્રવચન. ૧૪થી ૧૫1 અમદાવાદ. ૧૬થી ૧૭2 અમદાવાદ : જયકર સાથે ચર્ચા. ૧૮ અમદાવાદ : ચર્ચા ચાલુ.  મિલમાલિક મંડળ સમક્ષ પ્રવચન, સમય સાંજ. ૧૯ અમદાવાદ.  નડિયાદ : પ્રવચનો — રાષ્ટ્રીય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ, મ્યુનિસિપલ શિક્ષકો સમક્ષ અને વેપારીઓ સમક્ષ  ઉતરસંડા.  બોરીઆવી : જાહે ર સભાઓ બંને સ્થળે.  વડતાળ : ભાષણોજાહેર સભામાં, સ્થળ ગોમતીજીનો કિનારો અને સાધુઓ સમક્ષ.

૨૦ મુબ ં ઈ : વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ, સ્થળ શાંતારામની ચાલી. ૨૧ મુંબઈ. ૨૨ રસ્તામાં. ૨૩ કલકત્તા : ઉતારો દેશબંધુ દાસને ત્યાં.  વિદ્યાર્થીઓની સભા. ૨૪થી ૨૫ કલકત્તા. ૨૬ કલકત્તા : વેપારીઓ સમક્ષ પ્રવચન, સમય સાંજ ે સાત, સ્થળ બડા બજાર. ૨૭ કલકત્તા : સ્ત્રીઓની સભા. સ્થળ દાસબાબુનું ઘર.  ટિળક રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી, સમય સાંજ ે છ, સ્થળ મછુ આ બજાર. ૨૮ કલકત્તા. ૨૯ કલકત્તા : મારવાડી સ્ત્રીઓની સભામાં ભાષણ. ૩૦ કલકત્તા : વિદ્યાર્થીઓની સભામાં ભાષણ; સ્થળ મીરઝાપુર સ્ક્વૅર, પ્રમુખ દાસબાબુ. ૩૧ કલકત્તા : બેલુરમાં આવેલા સ્વામી વિવેકાનંદ આશ્રમમાં, એમની જયંતીના ઉત્સવ નિમિત્તની સભામાં ભાષણ. 

1. દરમિયાન તા. ૧૪મીએ, વર્ધા આશ્રમ, સાબરમતી આશ્રમની શાખા તરીકે સ્થાપવામાં આવ્યો. એના પહે લા વ્યવસ્થાપક રમણિકલાલ મોદી હતા. પરં તુ એમની તબિયત બગડવાથી, પાછળથી વિનોબા ભાવે નિમાયા હતા. 2. તા. ૧૭મીએ સોમવાર હતો. સોમવારે મૌન પાળવાનું આજથી શરૂ થયું. આ મૌન અંગે એમણે ત્રણ અપવાદ રાખ્યા : (૧) એ પોતે સંકટમાં હોય અને બોલવાથી મદદ મળે એમ હોય, (૨) બીજુ ં કોઈ સંકટમાં હોય અને બોલવાથી એને મદદ મળે એમ હોય, અને (૩) વાઇસરૉય કે કોઈ એવા મોટા અમલદાર અણધાર્યા બોલાવે અને કાર્યસિદ્ધિ માટે બોલવાની જરૂર હોય. આ મૌન શરૂમાં સવારના ચાર વાગ્યાથી લેવામાં આવતું પણ પછીથી, ઘણે ભાગે તા. ૯-૯-19૨૩થી રવિવારે બપોરે ત્રણ વાગ્યાથી ૨૪ કલાક માટે લેવામાં આવતું; જોકે જરૂર જણાય તો સમયમાં ફે રફાર કરવામાં આવતો.

32

[ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પુનઃ પરિચય, સંિ�પ્ત પરિચય સંકલિત આઝાદી અને ભાગલાના ઇતિહાસને સમજવાની દૃષ્ટિ ખીલવનારું પુસ્તકૹ મધરાતે આઝાદી યાને ગાંધીજીની હત્યાની કહાણી • લેખકોૹ લેરી કોલિન્સ અને ડોમિનિક લાપિયેર

ફ્રાન્સના બે લેખકો લેરી કોલિન્સ અને ડોમિનિક લાપિયેરના અંગ્રેજી પુસ્તક Freedom at Midnight (1975)નો ગોપાળદાસ પટેલે કરે લો આ સંક્ષિપ્ત અનુવાદ છે. આ પુસ્તક માઉન્ટબૅટનની ભારતના ગવર્નરજનરલ તરીકે વરણીથી લઈને ગાંધીજીના અંતિમ ‘હે રામ!’નો વિગતે પરિચય કરાવે છે. કૃ તિના મૂળ લેખકોને આપણા દેશ વિશે કોઈ જ અનુભવ ન હતો ત્યારે , તેમણે ભારે જહે મત કરી અનેક મુલાકાતો, પાર વિનાના મૂળ દસ્તાવેજો અને હિં દુસ્તાનના ભાગલાના સંદર્ભમાં તેમને હાથવગાં બનેલાં સાહિત્ય પર શ્રમ કરી આ પુસ્તક તૈયાર કર્યું છે. ૧૨ પ્રકરણોને આવરી લેતું ૧૧૯ પાનાંનું આ પુસ્તક પૂરેપૂરું સમજીને સંક્ષિપ્તમાં રજૂ કરવાનું એથીય ભગીરથ કામ ગોપાળદાસભાઈએ કર્યું છે. પુસ્તકને આવકાર આપતા વાસુદેવ મહે તા સાથે સંમત થવું પડશેૹ ‘…શ્રી ગોપાળદાસ પટેલે સંક્ષેપ એવી કુ શળતાથી કર્યો છે કે, અસલ પુસ્તક વાંચી જવાની પ્રેરણા મળે અને એમ ન બની શકે તો અસલ વાંચ્યું હોય એનો ઓડકાર આવે.’ [ સિદ્ધાર્થ નરહરિ ભટ્ટલિખિત દીર્ઘ પરિચય (મે-જૂ ન ૨૦૧૫)માંથી સંપાદિત] [ ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડિંગ, સાઇઝૹ 5.5 ×  8.5, પાનાં 120, _100]

ગાંધીવિચારનો મધુકોષઃ ગાંધીજીનો સંસ્કારવારસો • સંપાદકૹ પી. પ્રકાશ વેગડ ગાંધીવિચારના મહાપ્રવાહનું દોહન કરીને એને અનેકવિધ રૂપે આકારબદ્ધ કરવાના પ્રયાસો તો અનેક થયા છે; થતા રહ્યા છે, થતા રહે શે. એમાં પી. પ્રકાશ વેગડે અપાર નિષ્ઠાપૂર્વક તૈયાર થયેલો ગ્રંથ ગાંધીજીનો સંસ્કારવારસો એક નોખી ભાત પાડનારો ને અનોખો ગ્રંથ બની રહે છે. પુસ્તકના પ્રકાશકીય નિવેદનમાં કહે વાયું છે તેમઃ ‘ધર્મ અને અધ્યાત્મ, રાજકારણ અને અર્થકારણ, વ્યક્તિ અને સમાજ… એમ અનેક વિષયોને સ્પર્શતા આ પુસ્તકમાં ગાંધીજીના વિચારોમાં ચાલતું રહે તું અવિરત આત્મનિરીક્ષણ અનુભવાય છે.’ ગાંધીજીનો અક્ષરદેહના ૮૧ ભાગ; મહાદેવભાઈની ડાયરીના ૨૩ ભાગ… અને એમ ગુજરાતી, અંગ્રેજી ભાષાના ગાંધીજીના અને ગાંધીવિષયક અનેક ગ્રંથો; ગાંધીજીના પત્રો, મુલાકાતો, ભાષણો, અખબારી લેખોનો અભ્યાસ કરીને હજારો પૃષ્ઠોમાંથી તારવી-સારવી, અકારાદિ ક્રમે એને ગોઠવી, એના સંદર્ભોની સુરેખ માહિતી આપી મધમાખી અસંખ્ય પુષ્પો ચૂસીને જ ેમ મધ એકત્ર કરે તેમ સંપાદકે આ મધુકોષ તૈયાર કર્યો છે.

[રમણીક સોમેશ્વરલિખિત દીર્ઘ પરિચય(ઑક્ટો. – ડિસે. ૨૦૧૩)માંથી સંપાદિત] [પાકું પૂઠુ,ં સાઇઝ 5.5× 8.5, પાનાં 752 (743+9), _ 450]

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૨1]

33


સરદારના વ્યક્તિત્વનાં સઘળાં પાસાંનો પરિચય કરાવતું પુસ્તકૹ સરદાર વલ્લભભાઈનાં ભાષણો • સંપાદકૹ નરહરિ દ્વારકાદાસ પરીખ, ઉત્તમચંદ દીપચંદ શાહ જ ેમ ગાંધીજીના પરિચય માટે તેમનાં લખાણો છે, તેમ સરદારના પરિચય માટે તેમનાં ભાષણો છે. સરદારના જીવનનાં બધાં જ પાસાં તેમનાં ભાષણોમાં ડોકાયા વિના રહે તાં નથી. તેમાંથી ભારતીય પ્રજાએ શૌર્ય અને સ્વાવલંબનના રસ પીધા છે. તેમના ચારિ�યનાં લક્ષણો તેમની તળપદી શૈલીમાં જોવા મળે છે. સરદાર મોટા ભાષાશાસ્ત્રી કે સાહિત્યકાર ન હતા, છતાં તેમનાં પ્રવચનો હૃદયસોંસરાં ઊતરી જાય તેવાં સરળ અને સામર્થ્યપૂર્ણ હતાં. સરદારનાં પ્રવચનોમાં ગાંધીવિચારની નિર્ભેળ સુગંધ જોવા મળે છે. વ્યંગ અને વિનોદ પણ જોવા મળે છે. ગાંધીના વિચારો ને આદર્શોને વ્યવહારુ સ્વરૂપ આપવાનું કાર્ય સરદારે કર્યું છે. લોકોને ન ગમે તેવી સાચી વાત કડવી રીતે કહીને પણ લોકસમ્રાટ કે હૃદયસમ્રાટ બની શકાય છે તેનો પુરાવો સરદારનાં ભાષણો છે. સરદારનું તેજ, નીડરતા, શૂરવીરતા, અન્યાય સામેની સૂગ, ગુજરાતના ખેડૂતોને સ્વાવલંબી બનાવવાની ખેવના ને ચિંતા, એ બધું જ તેમનાં પ્રવચનોમાં પ્રતિબિંબિત થાય છે. ૧૮ એપ્રિલ, ૧૯૧૮થી ૧૯૪૭ની ૧૧મી ઑગસ્ટ સુધીનાં સરદારનાં ભાષણોનું આ પુસ્તક નવજીવને પુનઃમુદ્રણ કરીને યુવાપેઢીને સરદારને સાચા સ્વરૂપમાં સમજવાનું ભાથું પૂરું પાડ્યું છે. [મણિલાલ એમ. પટેલલિખિત દીર્ઘ પરિચય (ઑક્ટો.-ડિસે.૨૦૧૩)માંથી સંપાદિત] [ફોર કલર ટાઇટલ, સાઇઝ 6.5 × 9.5, પેપરબૅક બાઇન્ડિંગ, પાનાં 495, _ 600] 

વીસરાતી વિરાસત

Trial of Gandhiji

~ જ ેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની

જ ેમ્સ હિલ્ટનની વિખ્યાત નવલકથા લાૅસ્ટ હાૅરાઇઝનની પાર્શ્વભૂમિ ‘શાંગ્રીલા’ સર્વત્ર આધ્યાત્મિક આનંદના પ્રતીક તરીકે જાણીતી થઈ છે. આ કથાનો પ્રકાર પ્રવાસકથા અને રોમાન્સનો છે, પણ ગૌતમ બુદ્ધના સુવર્ણમધ્યનું તત્ત્વજ્ઞાન દર્શન એમાં સર્વત્ર વ્યાપેલું છે. વાચકમિત્રોને આ વાર્તા રુચશે અને સદાને માટે યાદ રહી જશે. p. 192 | 5" x 9.25" | Paperback |

34

200

´ÜÜÓ៚ 18 ÏÜÜœÜÚ, 1922ÃÜÜ ÓÜåè †ØÄÜÂåè ÷‘âÏÜ´ÜÃÜß ôÜåïÜÃôÜ ‘ÜåüÚÏÜÜØ ÄÜÜØÁÜߢ ÝíÜÓའœÜÜêÜåêÜÜå ƒÜüêÜÜå ‡Ý´Ü÷ÜôÜÃÜÜ ôÜàíܱÜÚÆÜäó« ôÜÏÜÜÃÜ “å. ÄÜÜØÁÜßÆÜÂåÝÓ´Ü ôíÜÜ´ÜصÑÜœÜìíÜìÃÜå œÜÜå’ôÜ Ý¹ïÜÜÏÜÜØ ¹ÜåÓß èíÜÜÏÜÜØ ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ †Ü ™ÜüÃÜÜÃÜàØ `Trial of Gandhiji'ÏÜÜØ ÑܳÜܴܳÜ, ÝíÜÄÜ´ÜôÜÍÜÓ †ÃÜå ¹ô´ÜÜíÜå¢ ÏÜâêÑÜ ôÜܳÜå ÝíÜðêÜåóܱÜôÜ÷ ÝÃÜéÆÜ±Ü “å. p. 288 | 9" x 12" |

750

[ જાન્યુઆરી ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


નવજીવન

આવકારે છે …

બાળકથી લઈને વૃદ્ધ ઉપવાસીથી લઈને આહારી વટેમાર્ગુથી લઈને વિશિષ્ટ સ્થળના મુલાકાતી અને ગાંધીજીમાં રસ ધરાવનાર સૌ દેશવાસી-વિદેશનિવાસીને આમંત્રે છે. . . નવજીવન મંગળવારથી રવિવાર, બપોરના 12:૦0થી રાત્રિના 9:00 •

દેશભરના કલાકારોને પોતાની કલાકૃ તિના પ્રદર્શન માટે વિશાળ સ્પેસ અને આદર્શ પ્રકાશવ્યવસ્થા પૂરું પાડતું પ્લૅટફૉર્મ એટલે સત્ય આર્ટ ગૅલેરી

• યુવાનોને ગાંધીવિચાર સાથે જોડતું એસ્થેટિક સ્થાન એટલે

કર્મ કાફે

• ગાંધીજી અંગે વાંચવા-વિચારવા-ચર્ચવા ને ગાંધીસાહિત્ય

ખરીદવા માટેનો મુક્ત માહોલ એટલે કર્મ કાફે

લેખકો, કવિઓ, સાહિત્યકારો, કર્મશીલોને કલા, સાહિત્ય, સાંપ્રત મુદ્ દે ચર્ચાવિચારણા કરવા માટેનું મોકળું મેદાન એટલે કર્મ કાફે

• મિત્રમિલન હોય કે પારિવારિક-સામાજિક મેળાવડો, ખુલ્લા

આકાશ હે ઠળ શુક્ર, શનિ, રવિ સાત્ત્વિક ભોજનનો આનંદ આપતી ગાંધીથાળી જમવાનું ઠેકાણું એટલે કર્મ કાફે

ÏÑÜàÝ”ÑÜÏÜÏÜÜØ ÃÜíÜ¢íÜÃÜÃÜß ÏÜ÷¶íÜÆÜâ±ÜÚ ™ÜüÃÜÜÃÜß ´ÜÜÓ៚ †ÃÜå ´ÜíÜÜÓ៚ 35

નવજીવનની વિકાસવાર્તાની મહત્ત્વની તારીખ અને તવારીખ રજૂ કરતું માણવાલાયક સ્થળ એટલે નવજીવન મ્યુઝિયમ

ÃÜíÜ¢íÜÃÜ †ÃÜå ÑÜØÄÜ ‡ÝòÑÜÜ †Ü ÏÜïÜßÃÜ ÆÜÓ “ÆÜÜ´ÜÜØ.


યંત્રથી જડભાવથી કામ કરવું એટલે…

36


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.