Navajivanno Akshardeh May 2021

Page 1

વર્ષૹ ૦૯ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૯૭ • મે ૨૦૨૧

છૂ ટક કિંમત ઃ _ ૧૫

રમખાણગ્રસ્ત નોઆખાલીની મુલાકાતે…

નકામા દેખાવો, ઘોંઘાટ કે સંકેતો દ્વારા આપણે આપણા લોહીને નાહક તપવા ન દેવું જોઈએ એ વાત અહિં સક શિસ્ત માટે આવશ્યક છે. બધા લોકો બોલતા હોય, ઘોંઘાટ કરતા હોય, પછી ભલેને તેઓ વહાલથી તેમ કરતા હોય છતાં શાંતિ જાળવી શકાતી નથી એમ હં ુ મારા વિશાળ અનુભવ પરથી કહી શકું છુ .ં આપણા વિરોધીઓ શું કરી રહ્યા છે, આપણો વિરોધ કરતા આપણા દેશબંધુઓ શું કરી રહ્યા છે એ જાણવા છતાં તેમના પ્રત્યે પણ આદરભર્યું અને સહિષ્ણુ વલણ દાખવવા હં ુ તમને વિનંતી કરું છુ .ં અત્યાર સુધી આપણો વિરોધ જ કરતા આવ્યા હોય તેઓ પણ નમ્રતા અને પ્રેમથી જિતાઈ જશે એવી હં ુ તમને ખાતરી આપું છુ .ં જ ેમ જ ેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ આપણા વિરોધીઓનાં લખાણો, ભાષણો અને કૃ ત્યોથી છંછડે ાઈ પડવાના ઘણા પ્રસંગો આવશે. તેને આપણે અનિષ્ટ સમજતા હોઈએ તો તેમના અનિષ્ટનો જવાબ આપણા અનિષ્ટથી ન આપવા હં ુ તમને વીનવીશ. તમે અને હં ુ જ ેવી રીતે અહિં સાની નીતિને વરે લા છીએ તેવું તેમને કોઈ બંધન નથી. એટલે તેઓ જ ે કંઈ કરે તેથી આપણે આશ્ચર્ય પામવાની કે રોષ કરવાની જરૂર નથી. આપણે આપણી જાતની સંભાળ લઈએ એટલે ભવિષ્ય સલામત છે. મો. ક. ગાંધી [ગાં. અ. ૨૧ : ૧૧૨]


વર્ષૹ ૦૯ અંકૹ ૦૫ સળંગ અંકૹ ૯૭ • મે ૨૦૨૧ છૂ ટક કિંમત ઃ _ ૧૫ તંત્રી

વિવેક દેસાઈ

૧. મજબૂતીનું નામ મહાત્મા ગાંધી. . . . . . . . . . ી. . . . . . . . . . પુરુષોત્તમ અગ્રવાલ � અગ્રવાલ � ૧૩૯ ૨. ગાંધીવિચારની દૃષ્ટિએ પર્યાવરણ. . . . . . . . . . . . . . પર્યાવરણ. . . . . . . . . . . . . . પ્રવીણ પ્રવીણ શેઠ � ૧૪૭

કિરણ કાપુરે

સંપાદક

૩. સુંદરલાલ બહુગુણા : પર્યાવરણીય અહિં સક લડતના પ્રણેતા. . . . . . . . . . ા. . . . . . . . . . કિરણ કિરણ કાપુરે � ૧૫૪

પરામર્શક

૪. કૉરોનરી હૃદયરોગ : કારણ અને નિવારણ . . . . . રમેશ કાપડીયા � કાપડીયા � ૧૫૮

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર આવરણ ૧

રમખાણગ્રસ્ત નોઆખાલીની મુલાકાતે [સંદર્ભ : ‘મહાત્મા’ ગ્રંથ-8, ડી. જી. તેંડુલકર]

૫. મધુપ્રમેહમાં આહાર. . . . . . . . . . . . . . . . . . . આહાર. . . . . . . . . . . . . . . . . . . ચંદુલાલ કા. દવે �� ��૧૬૦ ૧૬૦ ૬. ભગતભાઈ શેઠ : ગુજરાતી પ્રકાશનક્ષેત્રના પ્રકાશ. . . પ્રકાશ. . . કપિલ કપિલ રાવલ �� રાવલ ��૧૬૪ ૧૬૪ ૭. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . . . ચં ચંદુલાલ ભ. દલાલ �� દલાલ ��૧૬૭ ૧૬૭ ૮. ‘नवजीवन ‘नवजीवनનો નો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… ������������� ૧૭૦

આવરણ ૪

પાંચસેંમો મજલો!

[नवजीवन : ૨૨-૦૫-૧૯૨૧ ]

વાર્ષિક લવાજમ ઃ _ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં) લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

અગત્યની નોંધ : કોવિડ મહામારીથી સર્જાયેલી સ્થિતિથી ‘नवजीवन

અક્ષરદેહ’નો માર્ચ-એપ્રિલ 2021 માસનો સંયુક્ત અંક ઇ-કૉપીના સ્વરૂપે જ ઉપલબ્ધ છે. આ અને અગાઉના અંક www.navajivantrust.org પર વાંચી શકાશે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. 138


મજબૂતીનું નામ મહાત્મા ગાંધી પુરુષોત્તમ અગ્રવાલ પુરુષોત્તમ અગ્રવાલનું નામ શિક્ષણવિદ અને ઇતિહાસકાર તરીકે જાણીતું છે. હિં દી ન્યૂઝ ચૅનલોના અર્થપૂર્ણ સંવાદોમાં તેમની ઉપસ્થિતિ હોય છે. ઉપરાંત અખબારોમાં રાજકીય-સામાજિક ક્ષેત્રના સૂક્ષ્મ મુદ્દાઓને સપાટી પર લાવી આપીને લેખન કરવામાં પણ તેઓ નામના ધરાવે છે. કબીર પર તેમનો વિશેષ અભ્યાસ છે. લોકશાહી મૂલ્યોના જતન અર્થે તેઓ અવારનવાર સંવાદ કરતા રહ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ‘સેન્ટર ઑફ ઇન્ડિયન લૅંગ્વેજ’ના તેઓ ચૅરમૅન રહી ચૂક્યા છે. કૅ મ્બ્રિજ યુનિવર્સિટી અને મૅક્સિકો યુનિવર્સિટીમાં વિઝિટિંગ ફૅ કલ્ટીઝ તરીકે તેઓ સેવા આપી છે. પુરુષોત્તમ અગ્રવાલનું શિક્ષણ સંદર્ભે સંશોધનકાર્ય વ્યાપક છે. તેઓ પોતાની ઓળખ ડાબેરી તરીકે આપે છે. ગાંધીવિચારના પણ તેઓ અભ્યાસી રહ્યા છે. ૨૦૦૫માં તેમણે ‘ગાંધી પ્રતિષ્ઠાન કેન્દ્ર’માં નિમ્નલિખિત વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તે વક્તવ્યમાં ગાંધીજીની અહિં સા અંગેની ચર્ચા વર્તમાન સમય સંદર્ભે કરી હતી. આ વક્તવ્યનો આરં ભનો સંપાદિત હિસ્સો અહીં પ્રસ્તુત કરીએ છીએ. …

‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’ એવું લાંબા જીવીએ છીએ. માત્ર આપણે નહીં, પૂરી સમયથી હં ુ માનતો રહ્યો. એવું કહે તો પણ. પણ જ્યારે મેં શાંતિથી વિચાર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ખરે ખર તો મજબૂરી હિં સા છે. હિં સા દૃઢતા અને શક્તિને પ્રગટ નથી કરતી, તે નબળાઈને પ્રગટ કરે છે. આજ સુધી હં ુ કોઈ એવી વ્યક્તિ, વિચાર કે શાસકના સંપર્ક માં આવ્યો નથી જ ેઓએ હિં સા કરીને એમ ન કહ્યું હોય કે ‘અમે તો હિં સા કરવા મજબૂર હતા’. રાજ્યસત્તા હિં સા કરે છે કારણ કે તેને વ્યવસ્થા બનાવી રાખવાની મજબૂરી છે. ક્રાંતિકારી હિં સા કરે છે કારણ કે રાજ્યસત્તાએ તેમને મજબૂર કરી દીધા છે. અધ્યાપક હિં સા કરે છે કારણ કે તે વિના અનુશાસન શીખવી નથી શકતા. બાળકો હિં સા કરે છે કારણ કે હિં સા વિના સમાજ કશું સાંભળવા તૈયાર નથી. આ અવળી વહે તી ગંગાને જાણે આપણે આત્મસાત્ કરીને

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

દુનિયા આત્મસાત્ કરીને બેઠી છે કે અહિં સા મજબૂરીનું પ્રમાણ છે અને હિં સા શક્તિનું. આ વાત બિલકુ લ વિપરીત છે. ખરે ખર તો સ્વયં હિં સા કરનારાઓ પર તમે ધ્યાન આપશો તો, તેઓ ભલે સરકારી પદે રહીને હિં સા આચરતા હોય, હિં સાને યોગ્ય ઠેરવતા હોય, રાજ્યસત્તાના રૂપમાં હિં સા કરતા હોય, તો તમે તે જોઈ શકશો કે દરે ક હિં સક વ્યક્તિ અને વિચાર પોતાને પરિસ્થિતિથી વશ રજૂ કરીને પોતાની નૈતિક કટોકટીનું સમાધાન શોધી લે છે. મને આ અનુભૂતિ ખૂબ મોડે થઈ. જોકે આ અનુભૂતિ થઈ તે માટે અનેક ઘટના અને વ્યક્તિઓનું યોગદાન છે. સૌથી અગત્યનું યોગદાન છે મારા મિત્રનું. આ અંગેનો બોધ મને કરાવ્યો મારા મિત્ર દિલીપ સિમિયને. આ અલ્પતા સાથે હવે હં ુ મારી સફર રજૂ 139


સત્તાનું, ધનનું કે ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ ભલે ન થયું હોય; પરંતુ તમારા આસપાસના સમાજને જોશો તો ક્રૂરતા અને હિંસાનું વિકેન્દ્રીકરણ થયું છે. હવે ક્રૂરતા અને હિંસા પર માત્ર રાજ્યસત્તાનો એકાધિકાર નથી. આજના વિદ્રોહી બધું ખદેડી નથી દેતા, બલકે તેઓ પીડા પણ આપે છે

કરું છુ .ં ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી’થી ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી’ સુધીની સફર. આ સફર ગાંધીજીની નથી. સફર મારી છે. ડાબેરી હોવા છતાં મને આ વિષય અંગે વક્તવ્ય આપવા આમંત્રણ મળ્યું. આખરે આવી સફરનો અધિકાર ડાબેરીઓને પણ છે જ ને! ૧૯૮૯ના વર્ષમાં હં ુ , દિલીપ અને અમારા એક મિત્ર જુ ગનૂ રામાસ્વામી પંજાબ ગયા હતા. કાર દ્વારા અમે ત્યાં જવા નીકળ્યા. પંજાબમાં મને જ ે અનુભવ થયા તે હં ુ જીવનભર ભુલાવી નહીં શકું. એક અર્થમાં બંને અનુભવ આધ્યાત્મિક હતા. પહે લી વાર મેં અનુભવ્યું કે મસ્તિષ્ક સુન્ન થઈ જવું એટલે શું. અમે જતા હતા ત્યારે માર્ગમાં અમારી સામે એકાએક કાર ઊભી રહી. કારમાંથી ત્રણ-ચાર યુવકો હાથમાં બંદૂક લઈને નીચે ઊતર્યા. મને લાગ્યું કે હવે અમે શહીદ થઈ જઈશું. હં મેશાં બીજાની શહીદી ખૂબ રોમાંચકારી હોય છે. પોતાની શહીદીની વાત આવે ત્યારે તો જાણે કંપારી છૂટી જાય. પંજાબમાં પ્રથમ વાર મને આવો અનુભવ થયો. 140

આવો બીજો અનુભવ આ સફર દરમિયાન અમૃતસરમાં થયો. અમે શીખોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર દમદમી ટકસાલમાં ગયા હતા. દમદમી ટકસાલ ખાલિસ્તાની આંદોલનનું નૈતિક-બૌદ્ધિક કેન્દ્ર હતું. અમે ત્યાં પહોંચ્યા. ગાંધીજી પાસેથી નાનીઅમથી પ્રેરણા મેળવીને અમે આ પ્રવાસ ખેડ્યો હતો. અમે એ સમજવા માગતા હતા કે લોકો કેમ મારવા ને મરવા માટે અધીરા થઈ જાય છે. એ માટે અમે ત્યાં વિવિધ લોકોને મળ્યા; તેમાં કમ્યુનિસ્ટો હતા, કૉંગ્રેસીઓ હતા. ભાજપીઓ અને ખાલિસ્તાનીઓને પણ મળ્યા. ખાલિસ્તાનીઓને મળવા જ અમે દમદમી ટકસાલ ગયા હતા. ત્યાં ગયા ત્યારે તેઓએ અમને ખાલિસ્તાન આંદોલન વિશે તર્ક -દલીલથી વિસ્તારથી સમજણ આપી. અમે તો ડરે લા હતા. ગભરાટ અમારામાં વ્યાપ્યો હતો. પરં તુ દિલીપ હં મેશની જ ેમ ચર્ચા કરવા ઉત્સુક હતો. તેમની વચ્ચે તર્ક -દલીલ થઈ રહ્યાં હતાં. આ ચર્ચા દરમિયાન બેઠકમાંથી સૌથી મુખર વ્યક્તિ ખાલિસ્તાન વિશે પોતાની વાત રજૂ કરી રહ્યો હતો. તે ખાલિસ્તાની આંદોલનની સફળતા અર્થે હિં સા અનિવાર્ય છે તેવું સમજાવતો હતો. પોતાની વાત સમજાવતી વખતે કશીયે પૂર્વભૂમિકા વિના તે એકાએક એવું બોલ્યો કે, “આજ ે ગાંધી હોત તો આ વિવાદનો ઉકેલ લાવી શકાત.” પહે લાં તો મને આ વાત ન સમજાઈ. મેં પૂછ્યું કે “તમારો કહે વાનો અર્થ શું છે? ગાંધીજીના હોવાથી વિવાદ કેવી રીતે ઉકેલાઈ જાત?” તેણે કહ્યું : “તે હોત તો આતંકવાદ કે ગોળીબારની પરવા કર્યા વિના અમૃતસર આવીને સીધા જ ઉપવાસ પર બેસી જાત.” [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મારા માટે આ આધ્યાત્મિક અનુભવ હતો. એવું કહે તો નથી કે આમ કહે નાર વ્યક્તિ હિં સાનો વિરોધી છે. તે ગાંધીમાર્ગી કે ગાંધીવાદી થઈ ગયો તેમ પણ હં ુ નથી કહે તો. પરં તુ ગાંધીનું સામાજિક અને રાજકીય જીવન તેમના કટ્ટર વિરોધીઓના મનમાં પણ સંવાદ પ્રત્યે આસ્થા જન્માવે છે. જ ે ભયની ચર્ચા મેં શરૂઆતમાં કરી, તે ભય સૌથી પહે લાં તો સંવાદની શક્યતાનો અંત લાવી દે છે. ભય દ્વારા તે અનૌપચારિક કે અનાયાસે થતું કાર્ય નથી. એ વાત ધ્યાને લેવી જોઈએ કે ભય પ્રયત્નપૂર્વક જન્માવવામાં આવે છે. આ સંયોગ નથી. ગત વીસ વર્ષથી આપણે વધુ ભયગ્રસ્ત સમયમાં જીવી રહ્યા છીએ. થોડા દિવસો પૂર્વે લખાયેલા એક જાણીતા પુસ્તકને યાદ કરો. માર્ક જુ રગેસમેયરનું આ પુસ્તક છે. આ એવો સમય છે જ્યાં પરમાત્માથી માનવી સુધી આતંકનું શાસન છે. ટૅરર ઇન ધ માઇન્ડ ઑફ ગૉડ. પુસ્તકમાં પણ એવો સમય છે જ ેમાં પરમાત્મા સુધ્ધા આતંકિત છે. આ સમયમાં પણ હિં સા અને અહિં સાનો મજબૂરી અને મજબૂતી સાથે ખરે ખર શું સંબંધ છે એ વાત જાણવી-સમજવી જરૂરી છે. દમદમી ટકસાલના અનુભવ વિશે મેં લખ્યું. તેનાથી એવું લાગી શકે કે ગાંધીજીની મોટાઈ માત્ર તેમના બલિદાનમાં છે. પણ એવું નથી. ગાંધીજીની મોટાઈ બેશક તેમના બલિદાનમાં, તેમના સાહસમાં છે. પરં તુ તેમની મોટાઈ તેનાથી પણ આગળની બાબત છે. ગાંધીજીની મોટાઈ તેમના વિચારોમાં, અંતર્દષ્ટિમાં અને તેમના વિવેકમાં છે. આપણે એ વાત સમજવી જોઈએ કે મજબૂત શબ્દ

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

સંસારના તમામ ધર્મમાં અહિંસા એક આદર્શ છે. તે આદર્શ સુધી પહોંચવાનો સૌએ પ્રયાસ કરવો જોઈએ અને તે ધ્યેય સુધી ન પહોંચાય તો હંમેશાં તમારી પાસે જસ્ટિફિકેશન તૈયાર છે. ગાંધીજી માટે અહિંસા આદર્શ નથી. તેમના માટે અહિંસા રોજબરોજના જાહેર અને વ્યક્તિગત જીવનની કસોટી છે

‘જબત’થી બન્યો છે — ધીરજ, સહનશીલતા સાથે ઊભા રહે વાની વાત આક્રમક વ્યક્તિના સંદર્ભમાં કહે વાતી નથી. મજબૂત વ્યક્તિ તે છે જ ેનામાં ધીરજ છે, વિવેક છે. આ સંદર્ભમાં ગાંધીજીની મજબૂતી પ્રેરણાદાયી અને શિક્ષિત કરનારી છે. વર્તમાન સમય હિં સાનું સામાન્યીકરણ અને વિકેન્દ્રીકરણનો છે. હાલમાં સત્તાનું, ધનનું કે ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ ભલે ન થયું હોય; પરં તુ તમારા આસપાસના સમાજને જોશો તો ક્રૂરતા અને હિં સાનું વિકેન્દ્રીકરણ થયું છે. હવે ક્રૂરતા અને હિં સા પર માત્ર રાજ્યસત્તાનો એકાધિકાર નથી. આજના વિદ્રોહી બધું ખદેડી નથી દેતા, બલકે તેઓ પીડા પણ આપે છે. તેઓ દુશ્મનોનો સફાયો જ નથી કરતા, પરં તુ શાળાનાં બાળકોની બસને પણ બૉમ્બથી ઉડાવી દે છે. તેઓ બાતમી આપનારના હાથ-પગ કાપીને પીડાદાયક સ્થિતિમાં તરછોડી દે છે. હિં સા અને ક્રૂરતાના વિકેન્દ્રીકરણ વિશે માર્ટિન લ્યૂથર કિંગની એક જાણીતી ચેતવણી છે. માર્ટિન લ્યૂથર કિંગ તેમાં કહે છે કે આપણે જ્યાં આવી પહોંચ્યા છીએ ત્યાંથી દુનિયા માટે પસંદગીનો પ્રશ્ન 141


નૉનવાયલન્સ કે વાયલન્સ નથી. હિં સા કે અહિં સામાંથી પસંદગીનો વિકલ્પ આપણી પાસે નથી. હવે અહિં સા અને સર્વનાશમાંથી કોઈ એક બાબતની પસંદગી કરવાની છે. ગાંધીજી વારં વાર એવું કહે તા કે સત્ય અને અહિં સા અંગે હં ુ કોઈ નવી વાત નથી કહે તો. સત્ય અને અહિં સા શાશ્વત છે. ટ્રૂ થ ઍન્ડ નૉનવાયલન્સ આર ઍઝ ઓલ્ડ ઍઝ હિલ્સ. અહીં સત્ય વિશે હં ુ ઝાઝું કહે વા માગતો નથી. પરં તુ અહિં સા અંગે દૃઢતાપૂર્વક કહી શકું. અહિં સા અંગે ગાંધીજીનું એમ કહે વું કે હં ુ કશું નવું કહે વા માગતો નથી, તે તેમની વિનમ્રતા છે. તેઓ જ ે અર્થમાં અહિં સાની વાત કરે છે તે માનવીય વિચારના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને મૌલિક છે. તેમની અહિં સા માત્ર પરં પરાથી ચાલી આવતી ધાર્મિક અહિં સા નથી. વધુ સ્પષ્ટતાથી વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સંસારના તમામ ધર્મમાં અહિં સા એક આદર્શ છે. તે આદર્શ સુધી પહોંચવાનો સૌએ પ્રયાસ કરવો જોઈએ અને તે ધ્યેય સુધી ન પહોંચાય તો હં મેશાં તમારી પાસે જસ્ટિફિકેશન તૈયાર છે. ગાંધીજી માટે અહિં સા આદર્શ નથી. તેમના માટે અહિં સા રોજબરોજના જાહે ર અને વ્યક્તિગત જીવનની કસોટી છે. અહિં સા તેમના માટે પાયાનું જીવનમૂલ્ય છે. એ રીતે તેમની અહિં સા ધાર્મિક અહિં સાથી ઘણી આગળ છે. સંસારના તમામ ધર્મોમાં પવિત્ર અને અપવિત્ર પ્રકારની હિં સા જોઈ શકાય છે. वैदिकी हिंसा हिंसा न भवति એ વાત કોઈ ને કોઈ રૂપમાં દરે ક ધર્મપરં પરામાં છે. થોડા દિવસ પૂર્વે મેં એક ફિલ્મ જોઈ. બલ્ગેરિયાના ફિલ્મકાર બોરિસ્વાલ સરાયિવેવની. ફિલ્મનું 142

નામ છે : ‘બૉરિસ : ધ લાસ્ટ પૅગન’. આઠમીનવમી સદીમાં બલ્ગેરિયામાં એક રાજા થઈ ગયો. રાજાએ ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તે પછી બલ્ગેરિયામાં ખ્રિસ્તી શાસનનો આરં ભ થયો. હવે રાજા બૉરિસ ખ્રિસ્તી થયો તો પ્રજા પર ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા અંગે દબાણ થવા માંડ્યું. ફિલ્મમાં એક દૃશ્ય છે જ ેમાં લોકોને યાતના આપવામાં આવી રહી છે, ત્યારે બૉરિસનો તેના સેનાપતિ સાથે સંવાદ છે. બૉરિસ તે સંવાદમાં કહે છે : “તમે તો કહ્યું હતું કે તમામ લોકો ઈશુના શરણમાં આવી ચૂક્યા છે અને તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે.” સેનાપતિએ જવાબ વાળ્યો કે : “હા, મેં કહ્યું હતું કે તમામ ઈશુના શરણમાં આવી ગયા છે, તે તો મેં મનુષ્યો વિશે કહ્યું હતું. આ લોકો તો શૈતાનનાં બાળકો છે.” જ ે મનુષ્યો છે, ઑલ ધ પીપલ હૅ વ કન્વર્ટેડ. જ ેમના પર દાનવ સવાર હતો તેઓ વળી પોતાને શું કન્વર્ટ કરશે. તેથી તેમની સાથે થઈ રહે લો અત્યાચાર યોગ્ય છે. શ્રીલંકાની લોકકથામાં એક દૃષ્ટાંત મળે છે. એક બૌદ્ધ રાજા હતો. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા તેણે અનેક યુદ્ધો કર્યાં. અંતે તે યુદ્ધની ભયાનકતા જોઈને પસ્તાયો. પોતાના હાથે થયેલી કત્લેઆમથી તેને થયું કે આ મારાથી શું થઈ ગયું! તે પણ બૌદ્ધ હોવા છતાં. રાજાની આ સ્થિતિ જોઈને બૌદ્ધ ધર્મના આચાર્યોએ તેને સમજાવ્યો કે પૂરા યુદ્ધમાં માત્ર બે જ વ્યક્તિ માર્યા ગયા છે, કારણ કે તે બે જ વ્યક્તિ બૌદ્ધ ધર્મના શરણમાં આવ્યા હતા. બાકી જ ે મર્યા તેમની ચિંતા તમારે કરવાની નથી. આવાં ઉદાહરણ સંસારના બધા જ ધર્મોમાં મળે છે. દરે ક [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ધર્મ પવિત્ર અને અપવિત્ર હિં સા વચ્ચે અંતર કરે છે. સંસારનો દરે ક ધર્મ વધ અને હત્યા વચ્ચે અંતર કરે છે. હત્યા અસ્વીકાર્ય છે. વધ ન માત્ર સ્વીકાર્ય છે બલકે અનેક સ્થિતિમાં તે અમલકાર્ય છે. ગોડસેના નિવેદનનો અર્થ સમજીએ તો ખ્યાલ આવે. ગોડસે હિં દી કે મરાઠી બોલતો ત્યારે તે હત્યાનો નહીં પણ વધ શબ્દનો પ્રયોગ કરતો. ગોપાલ ગોડસેના પુસ્તકનું શીર્ષક છે : ગાંધી વધ આણિ મી. વધ નૈતિક રીતે સ્વીકૃ ત છે. માન્ય છે. પ્રાણહારક પ્રવૃત્તિ છે, જ ે અનેક વખત આવશ્યક બની જાય છે. અહિં સા ત્યાં સુધી જ યોગ્ય છે જ્યાં સુધી તે આપણાં વિચાર, માન્યતા અને આસ્થાને અનુકૂળ હોય. અહિં સા કસોટી નથી, બલકે અહિં સા પ્રક્રિયા છે, જ ેને સતત આપણે આસ્થાની કસોટી પર કસવાની છે. ચાર વર્ષ અગાઉ સમાજશાસ્ત્રી બેરિંગ્ટન મૂરેએ એક અધ્યયન કર્યું હતું : મૉરલ પ્યુરિટી ઍન્ડ પર્સિક્યૂશન ઇન હિસ્ટ્રી (ઇતિહાસમાં નૈતિક શુદ્ધતા અને ઉત્પીડન). આ અધ્યયનમાં બેરિંગ્ટન મૂર એકેશ્વરવાદી ધર્મો વિશે એક નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. તેઓએ પૂર્વના ધર્મો સાથે એકેશ્વરવાદી ધર્મોની સરખામણી કરી છે. આ અંગે તેઓ કહે છે કે જ ેઓ પોતાના હિં દુ હોવા અંગે આક્રમક રીતે ગર્વનો વિષય બનાવે છે તેમણે આ વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. બેરિંગ્ટન મૂર પોતાના પુસ્તકનાં તારણોમાં અંતે લખે છે : “નૈતિક શુદ્ધતાનો સિદ્ધાંત અને વ્યવહાર એકેશ્વરવાદી ધર્મો — યહૂદી, ઈસાઈ અને ઇસ્લામ સુધી જ સીમિત છે. પશ્ચિમના સંપર્ક માં આવતાં અગાઉ પૂર્વી સમાજમાં નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડન

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

હતું, પરં તુ ઓછા પ્રમાણમાં. જોકે હવે વિશ્વાસ અને સામાજિક સંગઠનની પૂર્વીય વ્યવસ્થાના પતને નૈતિક શુદ્ધતાની ક્રૂરતાને જમીન તૈયાર કરી આપી છે. એ રીતે નૈતિક શુદ્ધતા પ્રેરિત ઉત્પીડનની શક્યતા સૌથી વધુ છે. હિં દુ ધર્મમાં પણ ક્રૂરતામાં અન્યોને પાછળ રાખવાની હોડ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ-પશ્ચિમ ક્યારે ય મળી નહીં શકે તે બનાવટી ભવિષ્યવાણી વીસમી સદીમાં જ સાચી પડી ચૂકી છે. ઇતિહાસની ક્રૂર હિં સા અને ભયાવહ પીડાને સંભવ કરવા અર્થે.” બેરિંગ્ટન મૂર જાતે જ એકેશ્વરવાદી પરં પરાના છે. આ કારણે તેમનો આક્રોશ સમજી શકાય. એકેશ્વરવાદી પરં પરાથી બહાર રહે લા લોકોએ જોકે આ આક્રોશથી પોતાના સારા હોવાપણા અંગે પ્રમાણપત્ર શોધવાની જરૂર નથી. બલકે વિવેક અને આક્રોશ સાથે બેરિંગ્ટન મૂરની જ ેમ પોતાના દેશની પરં પરા અંગે દૃષ્ટિ રાખવી જોઈએ. એક વાત સ્પષ્ટ છે કે પવિત્ર હિં સા અને અપવિત્ર હિં સાના વિભાજનને લઈને સંસારના તમામ ધર્મોમાં સાચો સર્વધર્મસમભાવ જોઈ શકાય છે. તમામ ધર્મ પવિત્ર અને અપવિત્ર હિં સામાં ભેદ કરે છે. માત્ર ધર્મ જ નહીં, બલકે ધર્મનિરપેક્ષ વિચારમાં પણ. પવિત્ર હિં સા એ કાંઈ ધર્મોની બાપીકી જાગીર નથી. અલ્જેરિયાના સ્વતંત્રતા-સંગ્રામ દરમિયાન ફ્રાન્ઝ ફે નને પોતાના પુસ્તક રે ચેડ ઑફ ધ અર્થમાં સૌથી અગત્યના સિદ્ધાંતની સ્થાપના કરી હતી કે, “જુ લ્મીઓની હિં સા ખોવાયેલી માનવતાને ફરી મેળવવાની પ્રક્રિયા છે.” તે આવશ્યક છે અને પવિત્ર પણ છે. ફે નન એ રીતે મૌલિક રજૂ આત કરી રહ્યા હતા. એક 143


દરેક ધર્મ પવિત્ર અને અપવિત્ર હિંસા વચ્ચે અંતર કરે છે. સંસારનો દરેક ધર્મ વધ અને હત્યાના વચ્ચે અંતર કરે છે. હત્યા અસ્વીકાર્ય છે. વધ ન માત્ર સ્વીકાર્ય છે બલકે અનેક સ્થિતિમાં તે અમલકાર્ય છે. ગોડસેના નિવેદનનો અર્થ સમજીએ તો ખ્યાલ આવે. ગોડસે હિંદી કે મરાઠી બોલતો ત્યારે તે હત્યાનો નહીં પણ વધ શબ્દનો પ્રયોગ કરતો

અર્થમાં તેઓએ સમસ્ત ડાબેરી પરં પરાને એ નૈતિક તારણ પર પહોંચાડી, જ્યાં સમાજના વર્ગોના રૂપાંતરણ માટે થતી હિં સા ટાળી ન શકાય. આ મૂળભૂત માન્યતા છે, આ માન્યતાને ફે નને ચાર્જ્ડ ઍટમોસ્ફિયરમાં એક નવા નૈતિક ચાર્જ સાથે ભેળવી. ફે નન કે માક્‌ર્સ કે અન્ય કોઈ, વ્યક્તિગત રીતે ક્રૂર નહોતા. હિં સક કે હત્યારા નહોતા. તેઓ તો સજ્જન હતા. માનવીય વલણ ધરાવતા હતા. અને તે માટે જ હિં સાની સમસ્યાનો વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ થવો જોઈએ. એ વાત યાદ રાખવી જોઈએ કે આપણે જ ેને ચિંતાજનક હિં સા માનીએ છીએ, તેથી અનેકગણી ચિંતાજનક હિં સા તે છે જ ે આપણે ખૂબ સ્વાભાવિક અને પવિત્ર હિં સા માની બેઠા છીએ. સમગ્ર માનવઇતિહાસમાં થયેલી હિં સા–હત્યા, વધ, બળાત્કાર, લૂંટને આલેખિત કરવામાં આવે તો વ્યક્તિગત ઉન્માદના કારણે થયેલી હિં સા કરતાં પવિત્ર ઉદ્દેશ માટે થયેલી હિં સા અનેકગણી વધુ છે. કોઈ રાજ્યમાં છ-સાત લોકોની હત્યા થાય તો પોલીસ અને ગૃહમંત્રી પર જાણે પ્રશ્નો વરસી પડે છે, પણ કોઈ એક શહે રમાં ત્રણ 144

દિવસમાં જ ૨૭૦૦ લોકોને મારી નાખવામાં આવે ત્યારે તેઓ ‘ખોટા ધર્મ’ સાથે સંબંધ ધરાવે છે, એ રીતે કાયદો-વ્યવસ્થા માટે તે નૈતિક ચિંતાનો વિષય બનતો નથી. હિં સા વિચાર માગી લે તેવો વિષય છે. સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિં સાની પ્રતીકાત્મક શક્તિ હોય છે. અમારા એક મિત્ર રમૂજી બનાવ કહે તા. એક મૅજિસ્ટ્ટરે ની સમક્ષ હવાલદાર ચોરને રજૂ કરે છે. હવાલદાર કહે છે કે : “મેં આને પકડ્યો છે.” ચોર ચબરાક અને સ્ફૂર્તિલો હતો અને હવાલદાર મોટી ફાંદ ધરાવતો હતો. મૅજિસ્ટ્ટરે આ વાત સાંભળી હસી પડ્યા અને તેમણે કહ્યું : “ચોરને તમે પકડ્યો છે. એ જો દોડે તો એ ક્યાંનો ક્યાં પહોંચશે અને તમારા માટે એક ડગ માંડવો સુધ્ધાં મુશ્કેલ થઈ જશે. તમે તેને કેવી રીતે પકડ્યો?” હવાલદારે ત્યારે કહ્યું : “સાહે બ, હુકૂમત દોડતી નથી, બલકે સ્વીકૃ તિથી ચાલે છે. મેં એક વાર તેને કહ્યું કે ખબરદાર… ઊભો રહે જ ે, દોડતો નહીં. આ સાંભળ્યા પછી તે એક ડગ માંડવાની પણ હિં મત ન કરી શકે.” સંગઠિત અને ઉદ્દેશ સાથે થયેલી હિં સા સ્વીકૃ તિનો મુદ્દો છે. હિં સાની સૂચક શક્તિ અગત્યની છે. ગાંધીજીની મજબૂતીની વાત કરીએ ત્યારે એક સરળ વાત આપણી સમક્ષ આવે છે. ગાંધીજીની લાખો નિષ્ફળતાઓની ચર્ચા થઈ શકે. તેમનાં અનેક કાર્યો વિવાદાસ્પદ રહ્યાં છે. લાંબા જાહે ર જીવનમાં વિવાદો થવા સ્વાભાવિક છે. પરં તુ એક બાબત અંગે કટ્ટર વિરોધી પણ ગાંધીજીનો ઇનકાર નહીં કરી શકે કે તેઓ સામ્રાજ્યની શક્તિ દ્વારા થતી હિં સાની સ્વીકૃ તિનો અંત લાવ્યા હતા. તેમણે [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


હિં સાની એ તાકાતને તોડી નાખી. સંગઠિત અને સામૂહિક હિં સાની સ્વીકૃ તિ બને છે અને તે પાવરનું રૂપ લે છે કારણ કે અંતે હિં સા મનુષ્યના મનને અન્ય દિશામાં વાળવાની સૌથી કારગર અને આત્મસાત્ કરનારી અભિવ્યક્તિ છે. પોતાની જાતથી અલગ થયા વિના, માનવતાથી દૂર થયા વિના તમે હિં સા તો કરી જ શકો છો, સાથે તેને યોગ્ય ઠરાવી શકો છો. અને તે માટે તમે મજબૂર છો તેમ પણ કહી શકશો. આ મજબૂરીને સમજવી આવશ્યક છે. હિં સા આત્મરત વ્યક્તિની સૌથી કરુણ અભિવ્યક્તિ છે. એ માટે ઊંડાણપૂર્વક વિચાર થવો જોઈએ કે હિં સા શું છે અને ક્યાં છે? સ્વાભાવિક છે કે અહીંયાં એ પણ પ્રશ્ન થાય કે અહિં સા શું છે? ઘણાં લોકો તો એ રીતે વાત કરે છે કે જાણે ગાંધીજી એટલા ભોળા હોય કે આ વાત પણ ન જાણતા હોય કે जीवै जीव अहारा. અહિં સા કેવી રીતે સંભવી શકે, તેવું કેટલાંક પૂછ ે છે? શાકાહારીઓનો દાવો છે કે અમે અહિં સક છીએ, પરં તુ જીવ વનસ્પતિમાં પણ હોય છે. તો શું આહાર લેવો હિં સા છે? બેસવું અને ઊઠવું સુધ્ધાં હિં સા છે. બધી જ જગ્યાએ હિં સા છે, તો અહિં સાની વાત કેવી રીતે થઈ શકે. કેટલાંક વળી અહિં સાને જ આક્રમકતામાં ઢાળી દે છે. પશુપ્રેમ અને શાકાહારની વાત એટલી ભયાવહ બને છે કે મારા જ ેવા શાકાહારીને તેનાથી પ્રશ્નો થવા માંડ ે છે. એ રીતે કેટલાંક ગાંધીજીને અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવાના દર્પણ તરીકે જ જુ એ છે. ખરે ખર ગાંધીજીને સંભાવનાઓમાં નિહાળવા જોઈએ. અન્યોની નૈતિક ન્યૂનતા દર્શાવવા, આત્મવિશ્વાસવિહીન

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

હિંદુ ધર્મમાં પણ ક્રૂરતામાં અન્યોને પાછળ રાખવાની હોડ શરૂ થઈ ચૂકી છે. પૂર્વ-પશ્ચિમ ક્યારેય મળી નહીં શકે તે બનાવટી ભવિષ્યવાણી વીસમી સદીમાં જ સાચી પડી ચૂકી છે. ઇતિહાસની ક્રૂર હિંસા અને ભયાવહ પીડાને સંભવ કરવા અર્થે

બીમારીના દરદી બનાવવા ગાંધીજીને કામમાં લેવામાં આવે છે. અરે , તમે કેવી રીતે ગાંધીજીની વાત કરો છો… તમે તો સિગારે ટ પીઓ છો. તમે તો મિલનાં કપડાં પહે રો છો. તમે આમ કરો છો તમે તેમ. અરે , તમે તો ડાબેરી છો. આ સ્થિતિ અંગે ગાંધીજીએ જ ઊંડાણથી વિચાર કર્યો હશે. વારં વાર તેમણે બે વાતોને સ્પષ્ટ કરી છે. એક કે અહિં સા એ કાયરતાનો પર્યાય નથી. કાયરતાની મૂળ પ્રેરણા હિં સા છે. આક્રમકતા કોઈ પણ ભોગે પોતાને બચાવી રાખવાની ભાવનાથી જન્મે છે. આ જ ભાવનાથી કાયરતા જન્મે છે. તમે અન્યને ધ્વસ્ત કરીને પોતાને બચાવી શકતા નથી તો ભાગીને પોતાને બચાવી લો છો. હિં સા એ કાયરતાની સહધર્મી છે. હિં સા અને કાયરતા પરસ્પર વિરોધી નથી. હિં સા અને કાયરતા એકબીજાની પૂરક છે. ગાંધીજી આ જાણતા હતા કે અહિં સા અને કાયરતા પર્યાયવાચી નથી બલકે બંને પરસ્પરવિરોધી નૈતિક મનોદશાઓ છે. જીવનમાં સમાવિષ્ટ હિં સાના સંદર્ભે અને અહિં સાના વિચારોને સ્પષ્ટ કરે તેવી વાત 145


સ્વાભાવિકતાનો એક અંશ એ છે કે મનુષ્ય જ ે છે તેની આગળ કશું બનવા માગે છે. મનુષ્ય પ્રકૃ તિમાત્ર નથી, સંસ્કૃતિ પણ છે. હિં સા એક પ્રાકૃ તિક તથ્ય છે. પરં તુ અહિં સાનું એક સાંસ્કૃતિક મૂલ્ય હોવું જોઈએ. આક્રમકતા આપણા સૌમાં છે, પરં તુ આપણામાં કરુણા પણ છે અને કરુણા વિચિત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. આપણે આસપાસની હિં સા જોઈએ છીએ, પણ કરુણા નહીં. તમે માર્ગ પરથી ગાડીમાં જઈ રહ્યા છો અને બાજુ માંથી એક મોટરબાઇક નીકળે છે. તે મોટરબાઇક પર એક મહિલા બેઠી છે. તેની સાડી મોટરબાઇકમાં ક્યાંક ફસાઈ રહી છે. તમે તેને કહો છો, પ્રયાસ કરીને કહો છો : જુ ઓ તમારી સાડી ફસાઈ રહી છે, અકસ્માત થશે. તેની સાથે તમારો શો સંબંધ છે? તે તમારી પત્ની નથી, માતા નથી, તે તમારી સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. તેમ છતાં તમને તેની ચિંતા છે. એ બિલકુ લ ખોટી વાત છે કે આક્રમકતા મનુષ્યની મૂળવૃત્તિ છે. કરુણા અને સંવેદનશીલતા પણ મનુષ્યની મૂળભૂત વૃત્તિઓ છે. ગાંધીજીની અહિં સા પારં પરિક ધાર્મિક અહિં સાથી અલગ એ અર્થમાં છે કે તે ધાર્મિક આદર્શ કે ધાર્મિક મૂલ્યની અનુયાયી નથી, બલકે તે ધર્મ-આચરણની કસોટી પર સ્વયં સ્થિત છે. …

ગાંધીજીની લાખો નિષ્ફળતાઓની ચર્ચા થઈ શકે. તેમનાં અનેક કાર્યો વિવાદાસ્પદ રહ્યાં છે. લાંબા જાહેર જીવનમાં વિવાદો થવા સ્વાભાવિક છે. પરંતુ એક બાબત અંગે કટ્ટર વિરોધી પણ ગાંધીજીનો ઇનકાર નહીં કરી શકે કે તેઓ સામ્રાજ્યની શક્તિ દ્વારા થતી હિંસાની સ્વીકૃતિનો અંત લાવ્યા હતા

ગાંધીજીએ લખી છે : “અહિં સા વ્યાપક વસ્તુ છે. હિં સાની હોળીની વચ્ચે સપડાયેલાં આપણે પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે,’ એ ખોટુ ં વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિં સા વિના નથી જીવી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઇચ્છા-અનિચ્છાએ કંઈક હિં સા તે કર્યા જ કરે છે. તે હિં સામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે , તો તે અહિં સાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરં તર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરં તર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિં સાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.” મને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે ગાંધીજીને કોઈ હવાઈ આદર્શવાદી કહી શકે? મનુષ્યના સ્વભાવમાં સૌથી વધુ વાસ્તવિક ચિત્ર વધુ શું હોઈ શકે. તેની સાથે

[વધુ આવતા અંકે] [अंतिमजन સામયિકમાંથી] અનુવાદ : કિરણ કાપુરે

146

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચારની દૃષ્ટિએ પર્યાવરણ પ્રવીણ શેઠ ગાંધીજી અને પર્યાવરણનો સંબંધ અતૂટ છે. પર્યાવરણના સંબંધમાં ગાંધીજીએ સીધી વાત કરવાના બદલે એવી જીવનશૈલી જ અપનાવવાનું કહ્યું છે જ ેનાથી સૃષ્ટિ સાથેનું સંતુલન જળવાઈ રહે . ગાંધીજીની ગ્રામસ્વરાજની કલ્પના હોય કે પછી વધતાં શહે રીકરણ-ઔદ્યોગિકીકરણનો તેમનો વિરોધ… તેના પરિણામે પર્યાવરણની સમતુલા આપમેળે આવી જાય છે. પર્યાવરણના ક્ષેત્રમાં ગાંધીજીનો સંદર્ભ આપીને એટલે જ પ્રમાણમાં ઓછી રજૂ આત જોવા મળે છે. વર્ષ ૧૯૯૩માં ગાંધીજીની ૧૨૫મી જન્મજયંતીના પ્રસંગે ગાંધીજી-પર્યાવરણના વિષયને જોડીને અધ્યાપક પ્રવીણ શેઠ દ્વારા એક વક્તવ્ય રજૂ થયું હતું. પછીથી તે વક્તવ્યની ગાંધીવિચાર અને પર્યાવરણ [પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ] નામની પુસ્તિકા પ્રકાશિત થઈ. આ વક્તવ્યમાં પ્રવીણ શેઠ ે ગાંધીજીની પર્યાવરણની વિભાવના મૂકી આપી છે. ૫ જૂ નના રોજ ઊજવાતા ‘વિશ્વ પર્યાવરણ દિન’ને અનુલક્ષીને તે વક્તવ્યનો એક ભાગ અહીં મૂક્યો છે.   અહિં સક પર્યાવરણીય ચળવળના પ્રણેતા સુંદરલાલ બહુગુણાનું હાલમાં અવસાન થયું. હિમાલયન ક્ષેત્રમાં આજીવન પર્યાવરણના રક્ષક તરીકેની ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સુંદરલાલ બહુગુણાનો જીવન-કાર્યપરિચય પણ અહીં આપ્યો છે. …

ભારતને ગાંધીજીમાં ફરી રસ લેતું પશ્ચિમે સમસ્યા અને સમૃદ્ધ તથા અલ્પવિકસિત રાષ્ટ્રો કર્યું! ગાંધી જાગરૂકતાની આ હવા બાહ્ય સંવેદકતત્ત્વોએ — જ ેવાં કે પર્યાવરણ, ઉપભોગવાદનાં દૂષણો અને સામાજિક પરિવર્તન માટે શાંતિપૂર્ણ ધખણા, જ ે પશ્ચિમી બુદ્ધિજીવીઓના એક વર્ગ દ્વારા અનુભવાઈ — ભારતમાં પ્રસારી. ઉદ્યોગવાદ, પર્યાવરણ-સંકટ અને પ્રાકૃ તિક સંપદાના ક્ષયરૂપી ત્રિપાંખિયા ભરડાએ, તેનાથી મુક્તિઝંખના સાથે આપણને ગાંધીચિંતન પ્રતિ અભિમુખ કર્યા. દાયકાઓ પહે લાં ગાંધીએ તો ભૌતિકવાદી સભ્યતા અને વિકાસપદ્ધતિનાં જોખમોથી આપણને ચેતવી પ્રકૃ તિ પ્રતિ પાછા ફરવાનું આહ્વાન કર્યું જ છે; અને આજ ે હવે પર્યાવરણ, ટૅક્ન ‌ ૉલૉજીના આદાનપ્રદાનની

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

વચ્ચેની અસમાનતા જ ેવા આંતરસંબંધિત પ્રશ્નોને ગાંધીચિંતનના પ્રકાશમાં તપાસવાનો કે નિવારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટૅક્‌નૉલૉજી, અર્થતંત્ર અને સંસ્કૃતિ (કે જીવનશૈલી)ને જોડતી કડી એટલે પર્યાવરણની કટોકટી. આ સર્વ બાબતો વિશે ગાંધીવિચાર સીધી કે આડકતરી રીતે પ્રસ્તુત છે. પર્યાવરણલક્ષી ચળવળ જ ે મૂળાધાર પર સ્થિત છે તે વિચાર એ છે કે પર્યાવરણસંરક્ષણ એ માનવ-કેન્દ્રી છે. આ ચળવળ હવે માત્ર સ્વાસ્થ્યલક્ષી અસરો, વાતાવરણમાં ઝેરી રસાયણોનો ફે લાવો; જળ, ખોરાક કે ઊર્જાની સમસ્યાઓ અને વસતિવધારા જ ેવાં પ્રથમ સ્તરનાં સંકટો અને અસરો પૂરતી 147


મર્યાદિત નથી રહી; બલ્કે માનવસંવેદનાને સ્પર્શતા એવા આનંદપ્રદ, સુખદ અને સાનુકૂળ પર્યાવરણનિર્માણની અપેક્ષા જ ેવા મહત્ત્વના દ્વિતીય સ્તરને સ્પર્શતી ચળવળ બની ગઈ છે. એથીય આગળ ત્રીજા સ્તરનાં તત્ત્વોને પણ સ્પર્શતી પર્યાવરણલક્ષી ચળવળ હવે મહત્ત્વની બની રહી છે. જ ે. ડી. સેઠીના મતે માત્ર ગાંધીજી પાસે જ જ ેનું દર્શન હતું તેવું આ સ્તર “માનવ, અર્થતંત્ર અને પ્રકૃ તિ વચ્ચેના બૃહદ સમતુલન સાથે સંબંધ ધરાવે છે.” ખરે ખર તો ગાંધીએ એથીય એક ડગલું આગળ વધીને વિચાર્યું છે, જ ેમાં માનવીની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જરૂરિયાતો સર્વાધિક મહત્ત્વની બની રહે છે. એટલે, આવી વ્યવસ્થા ત્રણે સ્તરની જરૂરિયાતો ત્યારે જ અને તેટલી જ સંતોષે જ્યારે અને જ ેટલો તેનો માનવની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જરૂરિયાત સાથે તાલમેલ બેસે… આ સંદર્ભમાં પર્યાવરણની અવદશાનાં ત્રણ અવિરત પરિબળો અંગે ગાંધીજીએ ચેતવણી ઉચ્ચારી છે : (1) પ્રાકૃ તિક વાતાવરણના અમાનવીય શોષણને અનિવાર્ય બનાવતું અવિરત શહે રીકરણ, (૨) આંધળા ઉદ્યોગીકરણથી નિષ્પન્ન પ્રાકૃ તિક અસમતુલન, અને (૩) વિકાસશીલ રાષ્ટ્રોના ભોગે મૂડીવાદી વ્યવસ્થાની નફાખોર વૃત્તિ. ટૅક્‌નૉલૉજી, અન્ય તંત્ર અને સમાજ વચ્ચે સમતુલનના આગ્રહની તેમના સમયમાં ઉપેક્ષા કરાઈ હતી, પરં તુ અનુભવની સોટીનો સટાકો ચાખ્યા પછી આજ ે

આપણે ગાંધીજી ભણી ફરી મીટ માંડી રહ્યા છીએ…

ગાંધીચિંતનમાં મનુષ્ય અને પ્રકૃ તિ પ્રકૃ તિ પ્રતિ સમત્વ અને અનુકંપાની જરૂરિયાત વિશે ગાંધીજીએ લખ્યું છે કે, “આપણા સમાજમાંથી મોટે ભાગે નાબૂદ કરાયેલી ગુલામી સામે આપણો વિરોધ હતો. હવે એ જ દિશામાં એક ડગલું આગળ વધીને પ્રાકૃ તિક પરિબળોની ગુલામી સામે પણ વિરોધ જગાવવો જોઈશે. ઘણાંને આ વાત હાસ્યાસ્પદ લાગશે, છતાં આપણે માનવો પ્રતિ જ ેવી અનુકંપા ધરાવીએ છીએ તેવી જ અનુકંપા આપણે પ્રકૃ તિ માટે પણ જગાડવી જોઈશે.”1 વળી, ગાંધીજી દૃઢપણે માનતા હતા કે પ્રકૃ તિ પર માનવી જ ેમ જ ેમ વધુ ને વધુ વિજય મેળવતો જશે તેમ તેમ તે પ્રકૃ તિથી વધુ ને વધુ વિમુખ થતો જશે… આજ ે આધુનિક પર્યાવરણલક્ષી ચળવળે આ જ વિષયવસ્તુને અપનાવી છે.2 ગાંધીજીએ પૃથ્વી નિભાવક્ષમ સંપદાની સ્રોત બની રહે , તેની જરૂરિયાતની પણ અવગણના નથી કરી. તેમણે કહ્યું છે: “એક શાણો માણસ ઉત્પાદનપ્રવૃત્તિ માટે જ ે છે તે વર્તમાનનો ઉપયોગ કરે છે, જ ેનો એક સામાન્ય માણસ દ્વારા ઉપભોગ થાય છે. પરં તુ પશ્ચિમના લોકોને હવે ભાન થઈ રહ્યું છે કે તેમણે તો વર્તમાન માટે ભવિષ્યને પણ ખર્ચી નાખ્યું

1. Quoted by J. K. Mehta: Gandhian Thought-An Analytical Study (New Delhi, 1985), p. 136. 2. J. D. Sethi: Gandhi Today (New Delhi, 1978), p. 81.

148

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


છે.”1 આ વિચાર ટકાઉ કે નિભાવક્ષમ વિકાસના હાર્દને જ અભિવ્યક્ત કરે છે.

ભદ્ર પર્યાવરણવાદીઓની દૃષ્ટિએ ગાંધીજી કાર્યકરોના પર્યાવરણલક્ષી વલણ વિશે કરાયેલા એક ક્ષેત્રીય કે અનુભવલક્ષી અભ્યાસના2 તાત્પર્ય અનુસાર કેટલાંક મહત્ત્વનાં કેન્દ્રવર્તી મૂલ્યો વિશે ભારતીય પર્યાવરણવાદી કાર્યકરોમાં એકમત પ્રવર્તે છે. હિં દુ તત્ત્વચિંતનના હાર્દરૂપ જીવન સ્વયંના મૂલ્ય અને તેના પૂર્ણ વૈવિધ્યસભર અસ્તિત્વલક્ષી અધિકારને આ અભ્યાસમાં આવરી લેવાયેલા પ્રત્યેક પ્રતિભાવે દૃઢપણે સમર્થિત કર્યો છે. ગ્રીન-વિચારના સમર્થકો જીવન અને પ્રાકૃ તિક વૈવિધ્યને ચાહે છે અને પશ્ચિમી ટૅક્નૉલૉજીની માયાજાળથી ત્રસ્ત છે. આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમો, આણ્વિક શક્તિ અને બાયોટૅક્‌નૉલૉજીનાં પર્યાવરણ સંબંધી જોખમોને કારણે ગ્રીન-વિચારકો એ બધાંમાં વિશ્વાસ મૂકતા નથી, વળી ‘ગ્રીનહાઉસ’ અસરથી નિષ્પન્ન થનાર ભવિષ્યનાં જોખમો પ્રતિ તેઓ જાગ્રત છે. ઊર્જાના ઉપયોગને પુનઃ પ્રાપ્તિની પ્રક્રિયા દ્વારા મર્યાદિત કરતી પરં પરાગત અને આધુનિક ઉત્પાદનપદ્ધતિના સંયોજન પર આધારિત એક નિભાવક્ષમ અર્થતંત્રના વિકલ્પના તેઓ હિમાયતી છે. ગાંધીચિંતનના મહત્ત્વના અંગરૂપ સ્વૈચ્છિક સાદગીને અપનાવવાની હિમાયત કરતા ગ્રીન-વિચારના

સમર્થક એવી મહિલાઓ, આદિજાતિઓ અને અનુસૂચિત જાતિઓ પાસે રહે લાં પરં પરાગત જ્ઞાન અને મૂલ્યોનો આદર કરી તેમના અધિકારોનું સમર્થન કરે છે. આ મૂલ્યો પર આધારિત એવો તળપદી આર્થિક વિકાસ જ પર્યાવરણની દૃષ્ટિએ સુયોગ્ય હોઈ શકે. ભારતીય ભદ્ર સમાજના પર્યાવરણલક્ષી વલણનો અભ્યાસ કરતાં પેરિટોરે ભારતીય પર્યાવરણવાદને પશ્ચિમી પર્યાવરણવાદના સંદર્ભમાં તપાસવાનો પ્રયત્ન કર્યો છે. રાષ્ટ્રની સંકુલ રાજકીય સંસ્કૃતિમાં બંધબેસતા પર્યાવરણીય અભિપ્રાયોના વિવિધ પ્રકારો વિકસાવીને તેમણે ભારતની પર્યાવરણીય સમસ્યાઓનું એક મૉડલ તૈયાર કર્યું છે. તેમની ચાર વિભાગ ધરાવતી વર્ગીકરણઆકૃ તિ ત્રણ પ્રકારના અભિપ્રાયોને આવરી લે છે અને તે તેમના મોટા ભાગની પ્રવૃત્તિઓના કેન્દ્રસમી પંચાયતોને પણ સાંકળી લે છે. તેમના ધાર્મિક પ્રશાસકીય મૉડલમાં પરં પરાગત ફરજપાલન દ્વારા સામાજિક વ્યવસ્થા અને સ્થિરતાનાં મૂલ્યો પણ એટલાં જ અગત્યનાં છે. “ગાંધીચિંતન પણ સમાજને તેની એક આંગિક સમગ્રતામાં જુ એ છે. જ ે નાતજાતના ભેદભાવોથી ઉપર ઊઠી નૈતિકતા, નિઃસ્વાર્થતા, કર્તવ્યપરાયણતા અને જ્ઞાતિભેદ વિસારીને કાર્યમહિમા જ ેવાં મૂલ્યોની પ્રતિક્કી કરે છે.” પેરિટોરના મતે નૈતિકતા અને સામુદાયિક કાર્ય પર ભાર મૂકતા ગ્રીન-સમર્થકોમાં ગાંધીજી અને ધર્મ — બંનેના પ્રભાવને જોઈ

1. Mehta: Op. Cit. p. 143. 2. N. Peritore : "Environmental Attitudes of Indian Elites Changing Western Postmodernist Models" in Asian Survey (Berkeley, USA), August, 1993.

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

149


શકાય છે. “પર્યાવરણશાસ્ત્ર દ્વારા ભારતીય પરં પરાઓને વ્યાવહારિક બનાવી તેઓએ તેને પુનઃ જીવિત અને આધુનિક બનાવી છે અને તેથી એપિકો અને ચિપકો જ ેવી સ્થાનિક ચળવળો તેમજ રાષ્ટ્રીય રાજનીતિમાં તેમની શાખ દૃઢ થઈ છે.” પેરિટોર અનુસાર પર્યાવરણલક્ષી વિકાસવાદીઓ પોતાને સામુદાયિક વિકાસ અને ગાંધીજીની વિકાસપ્રણાલીના છેદબિંદુ પર પામે છે અને એટલે એમનો ઝોક આધુનિક વ્યવહારુ રાજનીતિ અને સ્થાનિક કક્ષાએ પ્રારં ભાયેલી યોજનાઓ તરફ ઢળે છે. રાષ્ટ્રીય રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં ગાંધીમૂલ્યો પર્યાવરણલક્ષી ચળવળને એક સુસંબદ્ધ એવી નીતિમત્તા, અધિમાનસ અને પરિપાટી પૂરાં પાડે છે. “પરં તુ ભારતમાં શક્તિશાળી વ્યાપારસંકુલો, પરિવારો, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં સંમિલિત ભદ્ર ‘મહાનુભાવો’ અને સદાકાળ વિસ્તરતા રહે તા રાજકીય માફિયાઓ અપરાધશીલ અગ્રિમો દ્વારા ગાંધીજીની વિચારસરણીના ઉલ્લંઘનમાં જ જાણે તેનો આદર સેવાય છે.1 ગાંધીચિંતન, પર્યાવરણપ્રબંધ સાથે જોડાયેલી તળપદી સાંસ્કૃતિક પરં પરાઓ અને દુર્જેય એવા બૌદ્ધિક અને સ્વૈચ્છિક આંતરમાળખાની શક્તિઓથી લાભાન્વિત એવી ભારતની પર્યાવરણલક્ષી ચળવળની પરિમાર્જિત સૂક્ષ્મતા અને ક્ષમતાને અમલદારશાહીમાં ગૂંચવાયેલી સરકાર અને વસતિવિસ્ફોટ તથા પર્યાવરણીય સંકટની કાબૂ

બહાર થતી જતી પરિસ્થિતિ પાંગળી બનાવી રહી છે. ભારતને પ્રાપ્ત એવાં તત્ત્વદર્શનનો વારસો, ગાંધીચિંતન અને પર્યાવરણીય અનુભવજ્ઞાન તેના કાર્ય અને સિદ્ધાંતને આચરતા વ્યવહારને વિકસાવવામાં ઘણું મહત્ત્વનું પ્રદાન કરીને ભારતને પર્યાવરણ અને સંસ્કૃતિના રક્ષકોમાં નેતૃત્વસ્થાન અપાવી શકે. ભારતની વધતી પર્યાવરણીય કટોકટી પ્રત્યેની જનચેતના પર ચીપકો ચળવળ થકી ગાંધીદર્શને પ્રભાવ પાડ્યો છે, “ઊર્જાપ્રયોગની અતિશયતા, શહે રલક્ષી અને તકનીકી વિકાસ પર પ્રશ્નાર્થ મૂકીને તેણે ભવિષ્યનું એક વૈકલ્પિક સ્વરૂપદર્શન કરાવ્યું છે.” પેટ્રિક પેરિટોર નોંધે છે તે મુજબ (ભારતીય) ગ્રીનવિચારકો અહિં સક પ્રતિકાર અપનાવી ગાંધીવારસા પ્રતિ પ્રતિબદ્ધ રહ્યા છે. એક પર્યાવરણ-કર્મશીલ અને પ્રકાશકને ઉદ્ધૃત કરતાં તેઓ લખે છે : “ગાંધીજીએ સ્વયં-નિર્ભરતા અને સંપદાના સમાન વિતરણની વાત કહી હતી.”2 નેહરુ પશ્ચિમના પડકારને પશ્ચિમી ઢબે ઝીલવા ઇચ્છતા હતા. પરં તુ આવી વિચારસરણી — પર્યાવરણની મર્યાદાઓથી સભાન નથી હોતી. “આપણે માનવ અને મહિલાઓના અધિકાર તથા પર્યાવરણલક્ષી ધ્યેયને સિદ્ધ કરવા માટે ગાંધીચીંધ્યા માર્ગે અહિં સક પ્રયત્નો હાથ ધરવા જોઈએ. ટૅક્‌નૉલૉજીની બીજી બાજુ છે વિનમ્રતા. આપણને પ્રકૃ તિ પર સ્વામિત્વ કે પ્રબંધશક્તિ

1. Ibid. 2. Ibid.

150

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પ્રાપ્ત કરવાને બદલે તેના પ્રતિ વિનમ્રતા અપનાવવાની જરૂર છે.”1 ગાંધીધબકાર અહીં સંભળાય છે, અને પ્રસ્તુત બને છે.

ગાંધીવિચારની પ્રસ્તુતતા માનવ-પ્રકૃ તિસંબંધો અને પ્રાકૃ તિક સંપદાના ઉપયોગની વૈકલ્પિક દૃષ્ટિની ૧૯૫૧થી ૧૯૮૫ દરમિયાનની વૃદ્ધિ માટેની ખુશખુશાલ પણ ઠાલી દોટમાં અવગણના થઈ છે. આ વિષય પરના ગાંધીવિચારને નેવે મૂકી તેનું સ્થાન વૃદ્ધિ માટેની ગાંડી દોટની પોષક પ્રવૃત્તિઓએ લીધું હતું. ગાંધીજીએ તો છેક ૧૯૦૮થી ખેડૂત જ્યાં મુખ્ય ઉત્પાદક હોય તેવા ગ્રામ એકમોના બનેલા સમાજની વિભાવના આપી છે. તેઓના ‘કુ દરત ભણી પાછા’ વળવાના અભિગમના મુખ્ય અંગરૂપે સાદગીપૂર્ણ જીવન અને કરકસરયુક્ત ઉપભોગ એ બે આચાર રહ્યા છે. હિં દ સ્વરાજમાં તેમણે પશ્ચિમી વિચારદૃષ્ટિ પ્રેરિત આધુનિક ઔદ્યોગિક સભ્યતાની આલોચના કરી. આ વિષય પર ભારતની વૈકલ્પિક દૃષ્ટિને પણ આલેખી છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની માફક ગાંધીજી પણ પ્રકૃ તિને એક જીવંત અને જળ, વાયુ તથા ખોરાક પૂરા પાડતા જીવનપ્રદ સ્રોતસ્વરૂપે જ જુ એ છે. માનવજીવનની જ ેમ પ્રકૃ તિનાં પણ અનેક સ્વરૂપ અને અભિવ્યક્તિઓ છે. માનવજીવન અને સંસ્કૃતિ પ્રકૃ તિ પર નિર્ભર છે અને હોવાં જ જોઈએ. ગાંધી-પ્રતિમાનમાં પ્રકૃ તિ પ્રતિનો આદર એટલો જ અંતર્ગત છે જ ેટલો તે સામુદાયિક જીવનની પરં પરાઓ,

સંસ્કૃતિઓ અને શૈલી પ્રતિ અંતર્ગત છે. ગાંધીચિંતનના અનુગામી સ્વરૂપે વિકસેલા આધુનિકવાદી વલણ અને વિકાસ માટે નેહરુની વિશ્વદૃષ્ટિને વરે લા મત માટે ગાંધીવિચાર એક રં ગદર્શી ખ્યાલ સમાન હતા. જ્યારે બીજી તરફ સત્તાપ્રતિષ્ઠાન પ્રતિ સન્મુખ તેમ જ વિમુખ ડાબેરી વિચારસરણીના અનુયાયીઓ માટે એ એક કપોળકલ્પિત અને હાસ્યાસ્પદ ચિંતન હતું. શરૂઆતમાં ગાંધીવિચારને એક વિકસતા સંકુલ સામાજિક પરિવેશની એક નાદાન સમજ તરીકે લેખવામાં આવ્યો હતો અને નેહરુના સમર્થકો, માક્‌ર્સવાદીઓ તથા આધુનિકતાવાદી ભદ્ર સમાજ ે તેને આપણા ભૂતકાળના એક આદર્શવાદી દર્શનની નીપજરૂપ પ્રતિક્રિયાવાદી સ્વરૂપે જોયો હતો. પરં તુ ભારતના અનુ-આધુનિક પર્યાવરણવાદીઓએ ગાંધીવિચારની આસપાસ પોતાનો પિંડ બાંધવાનો પ્રારં ભ કરી દીધો છે. પર્યાવરણીય બાબતો પર ઉત્તરની વિભાવના સમૃદ્ધ ભદ્ર સમાજની દુર્લભ મઢૂ લી સમાન છે અને તેની રણનીતિ પર્યાવરણલક્ષી મહત્ત્વની આંતરરાષ્ટ્રીય રાજકીય બાબતોને પરિદર્શિત કરે છે (માધવ ગાડગીલ અને અનિલ ગુપ્તા). ઑગસ્ટ ૧૯૯૩માં બૅંગલોર ખાતે મળેલી ‘કૉમન પ્રોપર્ટી, કલેક્ટિવ ઍક્શન ઍન્ડ ઈકૉલૉજી' (‘સહિયારી સંપત્તિ, સામૂહિક કાર્ય અને પર્યાવરણ’) પરિષદમાં માધવ ગાડગીલ અને અનિલ ગુપ્તાએ સ્થાનિક વ્યવહારો, જ્ઞાન અને સંસ્કૃતિ સાથે તાલમેલ

1. Ibid.

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

151


બેસાડવાનો અનુરોધ કર્યો હતો.1 દેરીલ દ’ મોન્ટે જ ેને ‘વિકાસ પુરાણ’ તરીકે ઓળખાવે છે તેની ગાંધીમૂલ્યો અનુસાર સંપૂર્ણ પુનઃ સમીક્ષા કરવાની જરૂર છે. પ્રગતિનો આધુનિક ખ્યાલ જાણે કે પોલાદના કારખાના અને વીજળીમથકોનો પર્યાય બની ગયો છે. આવાં આધુનિક વિકાસચિહ્નો બિનજરૂરી છે એમ નહીં; પરં તુ મૂળભૂત રીતે ખેતીલક્ષી આપણા સમાજની જરૂરિયાતો સાથે તેનો યોગ્ય સંબંધ બાંધવાની જરૂરિયાત છે. આ સમાજની નિભાવક્ષમતા માટે જરૂરી છે સિંચાઈ, ભૂમિ અને ભૂમિ-સુધાર કાર્યક્રમો. મોટા બંધો, મહાયોજનાઓ અને આધુનિક સઘન ખેતપ્રવૃત્તિમાંથી શક્ય તેટલા વધુ પ્રમાણમાં ટૅક્ન ‌ ૉલૉજીને નિયંત્રિત કરવી જોઈએ. જ્યાં જ્યાં મોટા બંધોના વિકલ્પ સ્વરૂપે પ્રસ્તુત અને વ્યવહારુ એવા નાના બંધો અને સિંચાઈ યોજનાઓ શક્ય હોય ત્યાં ત્યાં ભારતે તેમને અપનાવવા જોઈએ. દ’મોન્ટે નોંધે છે તે મુજબ, “અભ્યાસપૂર્ણ ગણતરીઓ દ્વારા માલૂમ પડ્યું છે કે HBI (કુ દરતી વાયુ) યોજનાનાં દસ મથકોને બદલે ભારતનાં ૬,૦૦,૦૦૦ ગામડાંઓમાંના પ્રત્યેક ગામમાં દસ દસ બાયોગૅસ-મથકો ઊભાં કરી શકાયાં હોત. આ કાર્યથી પ્રથમ વાર આવનાર પરિવર્તનની આપ કલ્પના કરી શકો છો? આ મથકો ઘર, રસોઈ, અરે સિંચાઈ માટે પણ ઊર્જા પૂરી પાડી શકત. આ પ્રકારની ટૅક્‌નૉલૉજી જ ભારતનાં ગામડાંઓની કાયાપલટ કરી શકે.”2

નિભાવક્ષમ બને તેવી ઢબે કાચા માલ અને પ્રાકૃ તિક સંપદાના ઉપયોગનો સિદ્ધાંત એ ગાંધીવિચારની નીપજ છે જ ે હજુ પશ્ચિમી દેશોની જીવનશૈલીમાં વણાયો નથી પરં તુ ભારત માટે તે ઘણો જ પ્રસ્તુત છે. આ ઉપરથી બે કેન્દ્રવર્તી સૈદ્ધાંતિક ભૂમિકા રચી શકાય : ૧. સહિયારી સંપત્તિ અને સંપદાના સામુદાયિક પ્રબંધ દ્વારા પર્યાવરણની અખંડિતતાને શું લોકશાહી (ચળવળો) સમર્થિત કરી શકે? ૨. પ્રાકૃ તિક સંપદાની વિતરણલક્ષી સમાનતા પર લોકશાહીની શી અસર થશે? ભારતીય રાજ્ય દ્વારા સંસ્થાપિત સ્થાનિક લોકતાંત્રિક વ્યવસ્થારૂપ પંચાયતી રાજ આદર્શવાદી દૃષ્ટિએ આવકારદાયક હોવા છતાં સહિયારા સંપત્તિ-પ્રબંધ અને સમાનતા જાળવવામાં ખાસ અનુકૂળ નીવડ્યું નથી. માટે ગાંધીચીંધ્યા માર્ગે સ્થાનિક લોકશાહી અને વિકેન્દ્રીકરણ જ રાષ્ટ્ર-કેન્દ્રી પર્યાવરણના બદલે પર્યાવરણની સામાજિક કાર્યસૂચિને વધુ સમર્થિત કરી શકે. રાષ્ટ્ર-કેન્દ્રી પર્યાવરણવાદમાંથી સમુદાય-કેન્દ્રી પર્યાવરણ પ્રતિ આગળ વધવામાં ‘ગહન પરિજીવનવાદ’ અને ઉદ્દામવાદી પર્યાવરણવાદ પણ તેમના અહિં સક સ્વરૂપે મદદરૂપ

1. Economic and Political Weekly, 3-10 July, 1993. 2. Darryl D’ Monte in his interview by Shahi Baliga on World Environment Day (1993), The Times of India, 5 June 1993.

152

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


થઈ શકે. આમ, પર્યાવરણલક્ષી ચિંતન અને વ્યવહાર સંબંધે અનુઆધુનિક વિચારને સૈદ્ધાંતિક સ્તરે ગાંધીવિચારથી ચેતનવંત કરી શકાય. ગાંધીમાર્ગ એ ત્રીજો માર્ગ છે, જ ે ઉદાર વ્યક્તિવાદ અને સમાજવાદી સંઘવાદ — એ બંનેનો અસ્વીકાર કરે છે. આ બંને વિચારવ્યવસ્થાઓ લોકજીવનની જરૂરિયાતો અને પ્રાકૃ તિક સંબંધોની વાસ્તવિકતાઓથી અલિપ્ત એવા ભાવવિશ્વની નીપજ રહી છે. તેને બદલાતી ઋતુ, વર્ષા, સૂર્યપ્રકાશ અને પ્રકૃ તિ સાથે માનવ પરસ્પરોપ-સહજીવન સંબંધ સાથે વિશેષ લેવાદેવા નથી.1 શહે રી અને ઔદ્યોગિક જીવનશૈલીથી વિપરીત એવા પરં પરાગત જીવનનો પ્રકૃ તિ સાથે પ્રગાઢ — જાણે ધાર્મિક કહી શકાય તેવો ઘરોબો હતો. ગાંધીજીએ પણ આસપાસની સ્થાનિક સંપદા અને ઉપલબ્ધિની લોકજરૂરિયાત સંતોષવાની ક્ષમતાના આધારે જ સ્વદેશીની રીતિ-નીતિ ઘડી હતી. સંયમિત સાદગી, જ ૈવિક કૃ ષિ અને ખાદી માટે બાપુનો લગાવ એક વિકલ્પી જીવનશૈલી અને મૂલ્યવ્યવસ્થાનાં પ્રતીક છે. પ્રાકૃ તિક સંપદાના નીતિપૂર્ણ ઉપયોગ પર

સૈદ્ધાંતિક દૃષ્ટિપાત સાથે આપણે પર્યાવરણ અને તેની અવદશાની ચૂકવવી પડતી સામાજિક કિંમત વિશે થયેલા ચિંતનસમૃદ્ધ વિમર્શનાં મુખ્ય પાસાંઓની ચર્ચાને આવરી લેવા પ્રયત્ન કર્યો છે. અહીં પણ ગાંધીધબકાર સાંભળી શકાય છે : “પ્રત્યેક માનવીની જરૂરિયાતને સંતોષવા પ્રકૃ તિ પૂરતું પેદા કરે છે, નહીં કે પ્રત્યેક માનવીના લોભને સંતોષવા માટે.” ગાંધીવિચારના ધબકાર હજુ આજ ે ભલે મંદ રહ્યા, પરં તુ જો ગાંધીવાદી ચળવળ વર્તમાન પર્યાવરણીય કટોકટી દ્વારા ઊભી થયેલી તકને ઝડપી આ બાબતે કુ નેહપૂર્વક અને સંવેદનશીલ પ્રતિભાવ દાખવશે તો ગાંધીચિંતનનો એ ધબકાર મધ્યપ્રવાહનું પરિવર્તન લાવીને, સમાજની નાડીના રોમેરોમમાં ચેતન અને નવજીવન સંચારનાર બની શકે. આ જ અર્થમાં ગ્રીન-વિચાર અને ગાંધીધબકારનો વિચાર અને વ્યવહારના સ્તરે સુયોગ્ય સમન્વય સાધીશું તો તેથી આપણે અનુ-આધુનિક યુગ અને અનુ-ઔદ્યોગિક પર્યાવરણથી સંસ્કારાયેલા હોય તેવા સમાજના નિર્માણના અરુણોદયનાં દર્શન કરી શકીશું. [અનુ. મનોજ સોની] 

1. Ali Ashraf : “Gandhian View of Sustainable Development” in Indian Journal of Public Administration, July-September 1993.

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

153


સુંદરલાલ બહુ ગુણા : પર્યાવરણીય અહિં સક લડતના પ્રણેતા કિરણ કાપુરે

સુંદરલાલ બહુગુણા. નામ જ ેવું કાર્ય કરીને સામેના દેખાવ કરવામાં કૉંગ્રેસ પક્ષ સાથે પણ

દેશની આ હસ્તીએ ૨૧ મેના રોજ વિદાય લીધી. વિદાયનું કારણ બન્યો કોરોના. સુંદરલાલ દસમા દાયકામાં પ્રવેશ કરી ચૂક્યા હતા. ઉંમર અને તેમના કાર્યને જોઈએ તો તેમાં એક જ બાબત સર્વત્ર જોઈ શકાય છે તે હૃદયમાં પર્યાવરણ પ્રત્યે ઊંડે ઊંડે પડેલી નિસબત અને તે માટે અથાકપણે આદરે લું જમીનીકાર્ય. ધરબાયેલા પડેલા મૂળભૂત આ ગુણે સુંદરલાલને આજીવન પર્યાવરણના રક્ષક બનાવ્યા અને તે રક્ષાના અર્થે અનેક વખત તેમણે આંદોલન પણ આદર્યાં. ચિપકો આંદોલનના તેઓ અને સાથી ચંડીપ્રસાદ ભટ્ટ પ્રણેતા બન્યા. જોકે સુંદરલાલ પૂર્વે અને પછી અન્ય આંદોલનો સાથે સંકળાયેલા રહ્યા. અંતિમ શ્વાસ સુધી તેમનો જીવ હિમાલય ક્ષેત્રના પર્યાવરણ માટે ધબકતો રહ્યો. સામાજિક કાર્યકરની ભૂમિકામાં સુંદરલાલ નાની ઉંમરથી જ આવી ચૂક્યા હતા. કિશોર વયના સુંદરલાલ અદના કાર્યકર તરીકે કામ આરં ભ્યું તેમના જ વિસ્તારના સામાજિક કાર્યકર દેવસુમનની દેખરે ખમાં. દેશમાં જ ેમ આઝાદી માટે લડત ચાલી રહી હતી તે રીતે હાલના ઉત્તરાખંડના ટિહરીમાં ગઢવાલ રાજાથી મુક્તિ દેવસુમન અને તેમના સાથીઓ ઇચ્છતા હતા. આ ગાળામાં કિશોર વયના સુંદરલાલ પણ તેમની સાથે જોડાયા. દેવસુમનની લડત અહિં સક હતી તેથી નાની ઉંમરે અહિં સા વિશે ઠીકઠીક સમજ સ્પષ્ટ થઈ. પછીથી અંગ્રેજો 154

જોડાણ રહ્યું. મૂળ જીવ સુધારકનો એટલે ફરીથી તે જ કાર્યમાં ગૂંથાયા. આ અનુભવથી ગાંધીપથ સમજાયો અને તે સિદ્ધાંતને અનુસરવાનું પણ થયું. યુવાનીમાં પ્રવેશ પછી કારકિર્દી ઘડવાનો કોઈ પ્રશ્ન આવે તે અગાઉ તો સુધારકના પરિવારમાંથી આવનારાં વિમલા નૌટિયાલ સાથે તેમનો પરિચય કેળવાયો. પરિચય લગ્નમાં પરિણમે તે અર્થે એક શરત વિમલા નૌટિયાલે મૂકી, જ ેમાં સામાજિક ક્ષેત્રમાં કામ કરવાનું વચન આપવાનું હતું. તે આપ્યું અને પછી આરં ભાઈ હિમાલયન ક્ષેત્રની સેવાકથા. આ કથામાં આવતા પડાવમાં સુંદરલાલ અનેક વાર નાયક બનીને ઊભર્યા, અને વિમલા નૌટિયાલ સતત તેમની પડખે રહ્યાં.

સુંદરલાલ બહુગુણા (૯ જાન્યુ. ૧૯૨૭ • ૨૧ મે ૨૦૨૧) [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


આ પછીનો પડાવ હિમાલયન ક્ષેત્રમાં ખૂંપીને કામ કરવાનો રહ્યો અને તે જાણવાસમજવા તેમણે પગપાળા 4700 કિલોમીટરની યાત્રા કરી. આ ક્ષેત્રની ભૂગોળ સમજાઈ અને તે સાથે તેની સામેનાં જોખમો પણ દેખાવા લાગ્યાં. તે વખતથી જ સુંદરલાલ તે વિશેની ચેતવણી આપતા રહ્યા. પણ જ્યારે આ પ્રકારે કોઈ સાચી ચેતવણી પ્રજાહિત માટે આપતું હોય છે ત્યારે પણ મહદંશે સામૂહિક મત લાંબા ગાળાના લાભ કરતાં ટૂ કં ા ગાળાના લાભને જ પસંદ કરે છે. આ પસંદગીના કારણે મસમોટા પ્રોજ ેક્ટ આ વિસ્તારમાં આવ્યા. મોટા ડૅમ નિર્માણ થવા માંડ્યા, વીજળી ઉત્પન્ન થવા લાગી, અન્ય સુવિધા પણ વધી. આની સામે કાયમી નુકસાન પર્વતોને, જંગલોને, નદીઓને અને હવાને પણ થયું. કુ દરતનું આ નુકસાન ટૂ કં ા ગાળામાં દેખાતું નથી, પણ જ્યારે તે બદલો વાળે છે ત્યારે તે અનેકગણું નુકસાન વેરે છે. હિમાલયમાં હાલમાં આવી રહે લી આફતો તે વખતે સુંદરલાલ અને અન્ય જમીની કાર્યકરોની અવગણવામાં આવેલી ચેતવણીનું પરિણામ છે. હવે એક જ ઝાટકે કુ દરત બધું જ ખેદાનમેદાન કરી રહી છે અને તેમાં મોટા પ્રોજ ેક્ટના લાભ નજીવા દેખાઈ રહ્યા છે. આ ક્ષેત્રનું ધોવાણ સુંદરલાલ શરૂઆતથી જ જોતા હતા, પણ એક સમય એવો આવ્યો જ્યારે અવાજ બુલંદ કરવા સિવાય તે ધોવાણને અટકાવી શકાય એમ નહોતું. એટલે પછી આંદોલનના માર્ગે કાર્ય આગળ વધાર્યું. નાનાં-મોટાં આંદોલનથી જ્યારે વાત 1974માં ચિપકો આંદોલનની આવી ત્યારે વિશ્વભરનું ધ્યાન તે વખતના ઉત્તર પ્રદેશના હિસ્સો રહે લા ઉત્તરાખંડ તરફ ગયું. આ આંદોલન

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

ખાનગી કંપનીને વન વિભાગ દ્વારા વૃક્ષો કાપવાની આપેલી મંજૂરીની સામે હતું. ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના લોકો તેના વિરોધમાં ઊતર્યા. વૃક્ષોની સુરક્ષા અર્થે મહિલાઓએ વૃક્ષોના ફરતે બાથ ભીડી. બિલકુ લ નવી રીતે આરં ભાયેલા આ આંદોલને પર્યાવરણના ક્ષેત્રમાં અહિં સક લડતનો અમલ કરાવ્યો. લડતમાં યોગ્ય દિશાનિર્દેશ સુંદરલાલ તરફથી મળ્યા. ગામેગામે પ્રવાસ કરીને તે માટેની જાગૃતિનું કાર્ય સુંદરલાલની આગેવાનીમાં થયું. ચિપકો આંદોલનને મળેલા સ્થાનિક લોકોના પ્રતિસાદથી જ સુંદરલાલ બહુગુણાને તે સમયે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી મળ્યાં. 1980માં ઇન્દિરા ગાંધી દ્વારા આ ક્ષેત્રમાં પંદર વર્ષ સુધી વૃક્ષ કાપવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. આ રીતે જંગલનો આડેધડ નાશ અટકાવી શકાયો. આંદોલન સફળ રહ્યું અને તેમણે પર્યાવરણ તરફ જાગૃતિ આવે તે માટે સૂત્ર આપ્યું : “ઇકૉલૉજી ઇઝ ધ પરમેનન્ટ ઇકૉનૉમી”. ચિપકો આંદોલનમાં સુંદરલાલ બહુગુણા સહિત ચંડીપ્રસાદ ભટ્ટ અને ગઢિયાલ ક્ષેત્રની મહિલાઓનું પણ મોટુ ં યોગદાન છે. ગૌરા દેવી તો આ આંદોલનનાં અગ્રણી છે. તેમની આ લડતને સરકાર દ્વારા બિરદાવવામાં આવી અને 1981માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માનનો તેમણે ઇનકાર કર્યો. પછીથી ચિપકો આંદોલન માટે 1987માં સ્વીડનનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ ‘ધ રાઇટ લાઇવલીહુડ’ મળ્યો. આ ઍવૉર્ડ વર્તમાન સંદર્ભે ઊભા થઈ રહે લા પડકારોનો જ ેઓ ઉકેલ શોધે તેમને આપવામાં આવે છે. આંદોલન પૂર્ણ થયું એટલે પર્યાવરણ 155


પ્રત્યેની જાગૃતિનું રચનાત્મક કાર્ય નિરં તર રહ્યું અને તેને અનુલક્ષીને 1986માં જમનાલાલ બજાજ ઍવૉર્ડ મળ્યો. 1989માં આઈઆઈટી રૂડકી તરફથી સોશિયલ સાયન્સમાં ડૉક્ટરે ટની ડિગ્રી એનાયત કરવામાં આવી અને 2009 માટે તેમને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા. આ રીતે સેવા અર્થે સમર્પિત જીવનને સમાંતરે સન્માન મળતાં રહ્યાં. ચિપકો પછીનું જીવનનું મહત્ત્વનું આંદોલન ટેહરી ડૅમના વિરોધનું રહ્યું. પોતે ટેહરીના નિવાસી. 1978માં ભાગીરથી નદી પર ટેહરી ડૅમનું કાર્ય શરૂ થયું. ડૅમનિર્માણ અર્થે લાખ લોકોનું વિસ્થાપન થયું, વૃક્ષો ડૂ બમાં ગયાં, પર્વતો વચ્ચે રિઝર્વર માટે સિમેન્ટની દીવાલ નિર્માણ પામી, પર્યાવરણીય સંતુલન ખોરવાયું… આવી અનેક બાબતો પર્યાવરણની વિરુદ્ધ ગઈ, જ ે માટે સુંદરલાલે અહિં સક લડત ઉપાડી. 1995માં તેઓ ભગીરથી નદીના કિનારે ઉપવાસ પર ઊતર્યા. 45 દિવસના ઉપવાસ પછી તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહારાવે ખુદ બાંયધરી આપીને નિર્માણથી થયેલી પર્યાવરણીય નુકસાની અંગે રિવ્યૂ કરવા આદેશ આપ્યા. એક બાજુ ટેહરી અસ્તવ્યસ્ત થઈ રહ્યું હતું અને બીજી તરફ સરકાર તરફથી કોઈ ઠોસ પગલાં લેવાઈ રહ્યાં નહોતાં. એચ. ડી. દેવગૌડા જ્યારે વડા પ્રધાન હતા ત્યારે ફરી ટેહરી ડૅમના નિર્માણના વિરોધમાં દિલ્હીમાં રાજઘાટ ખાતે 74 દિવસના ઉપવાસ કર્યા. એચ. ડી. દેવગૌડાએ ટેહરીના પ્રોજ ેક્ટનો રિવ્યૂ પોતાના હસ્તક લીધો. આ રીતે કામ પાછળ ઠેલાતું ગયું, પણ તેને અટકાવવાનું ન બન્યું. 2001માં સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ તો અહીંનું 156

કાર્ય ફરી શરૂ થયું. વિરોધ અર્થે સુંદરલાલની ધરપકડ પણ કરવામાં આવી. 2004માં જ્યારે ડૅમનું રિઝર્વર ભરવામાં આવ્યું ત્યારે તો તેમને પણ પોતાનું નિવાસ છોડવું પડ્યું. ઉપલબ્ધ કરાવેલી જગ્યામાં તેઓ રહે વા ગયા, પણ અંતે કાયમી ઠેકાણું દહે રાદૂન શહે ર બન્યું. સુંદરલાલે આ લડત ન ઉપાડી હોત તો હિમાલયમાં આજ ે જ ે નુકસાન દેખાઈ રહ્યું છે તેની શરૂઆત દાયકાઓ અગાઉ જ થઈ ચૂકી હોત. પર્યાવરણીય ક્ષેત્રમાં આજીવન કાર્ય કરીને જ ે સુંદરલાલ પાસે જ્ઞાનરૂપી મૂડી એકઠી થઈ તેનો ઉપયોગ સરકાર દ્વારા તો થઈ ન શક્યો. પણ તેમણે પોતાના અનુભવ ધરતી કી પુકાર, ભૂ પ્રયોગ મેં બુનિયાદી પરિવર્તન કી ઓરમાં અને અન્ય સહલેખકો સાથેનાં પુસ્તકોમાં દસ્તાવેજિત કર્યા છે. આ અનુભવ આવનારી પેઢીનું જીવન વધુ બહે તર કરવા માટે કામ આવી શકે છે. 

સુંદરલાલ બહુગુણાએ 88 વર્ષ પૂર્ણ કર્યાં હતાં ત્યારે ઉત્તરાખંડના પત્રકાર સુનીલ નેગીએ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં કેટલીક અગત્યની વાતો સુદં રલાલ દ્વારા કરવામાં આવી છે. મહદંશે હિમાલયન ક્ષેત્રનાં ઉદાહરણ ટાંકતાં તેઓ રજૂ આત કરે છે, તેમ છતાં અહીં આપેલા મુલાકાતના સંપાદિત અંશોનું વાચન ઉપયોગી રહે એમ છે. … તમે તમારું પૂરું જીવન પર્યાવરણના સંરક્ષણ અર્થે સમર્પિત કરી દીધું… તમે શું અનુભવી રહ્યા છો? [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


મને આજ ે પણ ઉત્તરાખંડ, હિમાલય ને દેશના પર્યાવરણની સતત ચિંતા રહ્યા કરે છે. દુર્ભાગ્યવશ દોઢ દાયકાથી ઉત્તરાખંડ અલગ થયું છે તેમ છતાં અહીંથી સ્થળાંતર અટક્યું નથી. હં ુ હં મેશાં કહે તો આવ્યો છુ ં કે પહાડોની યુવાની અને પાણી ક્યારે ય પહાડને કામ આવ્યાં નથી. જ ેવી રીતે આપણી નદીઓનું પાણી બહારના લોકો માટે કામ આવે છે તે જ રીતે પહાડોની યુવાની પણ શહે રો તરફ ધસી રહી છે. એ ક્યારે ય ઉત્તરાખંડના કામે આવી નથી. 1960માં ડૉક્ટર લોંગનાથે દેશભરમાં ઇન્ટરસ્ટેટ અને ઇન્ટરડિસ્ટ્રિક્ટ સરવે કરાવ્યો હતો, તે સમયે ટિહરી આર્થિક રીતે વિકાસમાં સૌથી નીચે હતું, આજ ે પણ દુર્ભાગ્યવશ ત્યાં જ છે. આપણે વિકાસના કેટલાક મોટા દાવા કેમ ન કરીએ. આપણું ઉત્તરાખંડ પ્રજાના વિકાસ વિરોધી નીતિઓના કારણે રોજી, રોટી અને સ્વાસ્થ્ય-સેવાના માપદંડ પર ખરું ઊતર્યું નથી. પહે લાં આપણી આવકનો સ્રોત મુખ્યત્વે તીર્થયાત્રા હતી, જ ે હવે માર્ગો બની ગયા છે. સામાન્ય લોકોની આવકનાં સાધન આજ ે છીનવાઈ ગયાં છે. એટલે જ આજ ે પણ મોટા પ્રમાણમાં પહાડોથી સ્થળાંતર અટક્યું નથી.

કે પૂરા ઉત્તરાખંડમાંથી ચીડ વૃક્ષોનો સફાયો કરવો પડશે કારણ કે ચીડ જમીનને એસિડિક અને બંજર બનાવે છે. જ ેના કારણે ભવિષ્યમાં આપણે કશું જ ઉપજાવી શકીશું નહીં. સરકારની નીતિ ટૂ કં ી દૃષ્ટિ ધરાવે છે અને તેમને મોટા ડૅમનિર્માણમાં ખૂબ લાભ દેખાય છે. પછી ભલેને ઉત્તરાખંડ કે દેશના અન્ય ભાગોને ભયંકર નુકસાન થતું હોય. ટૂ કં માં ઠોસ હિમાલયન નીતિ વગર તેનો ઉકેલ નથી. તમે સતત ઉત્તરાખંડ અને હિમાલયના પર્યાવરણ માટે ચિંતિત રહ્યા. જૂ ન, 2013માં ઉત્તરાખંડમાં આવેલી કુ દરતી આપદાને તમે કેવી રીતે જુ ઓ છો? શું આપણે આ પ્રકારની આપદાથી ભવિષ્યમાં બચી શકીશું? કુ દરતી આપદાઓ પર અંકુશ મૂકવાનું માનવીના હાથમાં નથી અને ન તો તે આપદા ક્યારે આવશે તેનો આપણે કોઈ સમય નિશ્ચિત છે. હા, પરં તુ આપણે તે આપદાને નિયંત્રિત જરૂર કરી શકીએ. 2013ની ઘટના તો ભવિષ્યની આવનારી આપદાઓ સામેની ચેતવણીમાત્ર હતી. જ્યારે પણ આ રીતે માણસ પોતાની મર્યાદા ચૂક્યો છે ત્યારે કુ દરતે તેને લપડાક મારી છે. ઉત્તરાખંડને ખરે ખર તો સ્પિરિચ્યુઅલ ટુરિઝમના કન્સેપ્ટથી વિકસાવવું જોઈએ, પરં તુ તેના બદલે સરકાર બિલ્ડરો, ખનન અને એવાં જ વિકાસ મૉડલ્સને પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણે હિમાલયન ક્ષેત્રની નાજુ ક ઇકોસિસ્ટમ ખોરવાઈ ચૂકી છે. તેને દુરસ્ત કરવા માટે આપણી દૃષ્ટિ બદલવી પડશે.

એનો ઇલાજ શું છે? ઉત્તરાખંડમાંથી થઈ રહે લું સ્થળાંતર સુરક્ષાની દૃષ્ટિએ જોખમી છે. નેપાળની નજીક હોવાથી અને ચીનની નેપાળમાં દખલગીરી હોવાથી શક્ય એટલા વહે લા હિમાલયન ક્ષેત્રની નીતિ ઘડવાનું કાર્ય થવું જોઈએ. તે સિવાય આ ક્ષેત્રનું કલ્યાણ નહીં થાય. બીજુ ં 

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

157


કૉરોનરી હૃદયરોગ : કારણ અને નિવારણ રમેશ કાપડીયા કોરોનાની મહામારી દરમિયાન દેશની સ્વાસ્થ્યની તમામ મર્યાદાઓ ખુલ્લી પડી. સ્વાસ્થ્ય-સુવિધાના મોરચે દેશની નિષ્ફળતા દુનિયાભરમાં ગાજી. હૉસ્પિટલ અને સ્મશાનોમાં કરુણાંતિકાનાં દૃશ્યો સર્જાયાં. કોરોનાની બીજી લહે ર બધું જ ઊથલપાથલ કરીને ફરી ઠરી છે. આ ઊથલપાથલમાં ઍલોપથી અને આયુર્વેદનો વર્ષો પુરાણો વિવાદ સપાટી ફરી પર આવ્યો છે. ઇલાજ માટેની પશ્ચિમ અને પૂર્વની આ બંને પદ્ધતિઓ પોતપોતાની રીતે કારગર છે. આયુર્વેદ જીવનશૈલી છે, જ્યારે ઍલોપથી ચુસ્ત વિજ્ઞાન છે. ઉપયોગિતા અને મર્યાદા બંને ઇલાજપદ્ધતિમાં છે. ઍલોપથીઆયુર્વેદ ઇલાજની ઉપયોગિતાને અનુલક્ષીને આ અંકમાં સામગ્રી વાચકો સમક્ષ મૂકી છે; વિશેષ કરીને કોમોર્બિડિના દરદીઓ માટે મહામારી વધુ જીવલેણ છે અને તે મુજબ વાચનસામગ્રીને પ્રાથમિકતા આપી છે.

ધમનીઓનું ગંઠાવું (પ્લૅક) હૃદયરોગની સારવાર અંગેનાં નવાં સંશોધનોથી હૃદયરોગના હુમલા વિશેના જ્ઞાનમાં ઘણો વધારો થયો છે. પહે લાં એમ મનાતું હતું કે, રક્તવાહિનીઓમાં વર્ષો સુધી કોલેસ્ટરૉલના થતા જમાવને લીધે એ સાંકડી થયા કરે છે એને પરિણામે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંપૂર્ણપણે રૂંધાઈ જવાથી હૃદયરોગનો હુમલો થાય છે. પરં તુ તાજ ેતરનાં વર્ષોમાં મળેલી માહિતી એમ સ્પષ્ટ સૂચવે છે કે મોટા ભાગના હૃદયરોગના હુમલા ધીમે ધીમે સાંકડી બનતી ધમનીઓને કારણે થતા નથી. આજ ે મહત્ત્વનાં સંશોધનો એ બતાવે છે કે મોટા ભાગે આવા હુમલા ઍન્જિયોગ્રાફીમાં જ ે ધમનીઓ પચાસ ટકાથી ઓછી રૂંધાયેલી હોય તેમાં આવે છે. તો પછી ‘હાર્ટઍટેક’ ખરે ખર કયા કારણે થાય છે? ઇંગ્લૅન્ડના ડૉ. માઇકલ ડેવિસના સંશોધન અનુસાર હાર્ટઍટેકથી મરણ પામેલા 158

દર્દીઓમાં પચાસ ટકાથી ઓછી સાંકડી થયેલી ધમનીઓમાં પ્રમાણમાં નાના પ્લૅક (છારી) ઉપર લોહીનો મોટો ગઠ્ઠો બાઝેલો હોય છે. પ્રશ્ન એ છે કે ખાસ કરીને આ જગ્યાએ આવો ગઠ્ઠો કેમ જામ્યો? ત્યારે એમ જાણવા મળ્યું કે કોઈ પ્રક્રિયાને પરિણામે પ્લૅકમાં તડ પડે છે કે તૂટ ે છે. એ તડ પડતાં ધમનીની દીવાલમાં જ્યાં પ્લૅક ચોંટ્યો છે ત્યાં ઈજા થતાં દીવાલમાંથી લોહી ઝરે છે અને એ લોહીને ઝરતું બંધ કરવા ધમનીમાં વહે તા લોહીમાં રહે લા પ્લેટલેટ કણો મોટા પ્રમાણમાં ધસી આવતાં લોહીનો મોટો ગઠ્ઠો જામે છે. આ ગઠ્ઠાથી ધમનીમાં અચાનક અવરોધ ઉત્પન્ન થતાં હૃદયરોગનો તીવ્ર હુમલો આવે છે. લોહીનો ગઠ્ઠો જો પ્રમાણમાં નાનો હોય તો એ સરકીને નાની ધમનીમાં અટકતાં હૃદયરોગના નાના હુમલામાં પરિણમે છે. [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


પ્લૅકનાં કારણો તમે સમજી શકો છો કે સૌથી મહત્ત્વનો પ્રશ્ન પ્લૅકમાં તડ પડવાનાં એટલે કે પ્લૅકને અસ્થિર કરનારાં પરિબળોને ઓળખવાનો છે. પ્લૅકમાં અસ્થિરતા શાથી ઉદ્ભવે છે? આ અંગે વિવિધ દિશાઓમાં સંશોધનો થઈ રહ્યાં છે. કેટલાક સંશોધકોએ જોખમી (vulnerable) પ્લૅકને ઓળખવા માટે પ્લૅકનાં ભૌતિક લક્ષણો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઇન્ટ્રાવાસ્કયુલર અલ્ટ્રાસાઉન્ડ પદ્ધતિથી પ્લૅકને જોવામાં આવે છે ત્યારે કેટલાક પ્લૅક નરમ જણાય છે (તેમાંથી અલ્ટ્રાસાઉન્ડ સારી રીતે પ્રતિધ્વનિત થતો નથી) અને બીજા પ્લૅક રે સાયુક્ત અને સખત જણાય છે (તેમાંથી અલ્ટ્રાસાઉન્ડ સહે લાઈથી પ્રતિધ્વનિત થાય છે). સામાન્ય રીતે નરમ પ્લૅક મોટા પ્રમાણમાં કોલેસ્ટરૉલ ધરાવે છે. પ્લૅક ધમનીની દીવાલને ચોંટેલો હોય છે. તેના પર પાતળું રે સાયુક્ત આવરણ (cover) હોય છે. આ આવરણ જો તૂટી જાય અથવા ફાટી જાય તો ધમનીમાંથી લોહી પ્લૅક ઉપર વહે વા માંડ ે છે અને એને વહે તું અટકાવવા લોહીમાં ફરતા પ્લેટલેટ્સ ધમનીની ે ી દીવાલ તરફ ધસી જવાને ઈજા પામેલી તૂટલ પરિણામે ગંઠાવાની પ્રક્રિયા થાય છે. પણ આ નરમ પ્લૅક કેમ ઉત્પન્ન થાય છે? જો આપણે નવા નરમ પ્લૅકને બનતો અટકાવી શકીએ અને બની ગયેલા પ્લૅકને સ્થિર રાખી શકીએ તો કદાચ આપણે ઘણા હાર્ટઍટેક અને એકાએક થતા મૃત્યુને અટકાવી શકીએ. પ્લૅક રપ્ચર અને પાયાનો ઉપચાર પ્લૅકને બનવાનાં અને એમાં તડ પડવાનાં એટલે કે પ્લૅક અસ્થિર થવાનાં કારણભૂત

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

કેટલાંક પરિબળો સારી રીતે સમજી શકાયાં છે. એમાંનું એક કોલેસ્ટરૉલ છે. હૃદય માટે જીવલેણ એવું LDL કોલેસ્ટરૉલ નરમ પ્લૅકનું મુખ્ય અંગ છે. આરોગ્ય માટે ઉપકારક HDL કોલેસ્ટરૉલ લોહીમાંથી LDL કોલેસ્ટરૉલને લિવરમાં લઈ જઈ તેનો નિકાલ કરે છે. એટલે આદર્શ રીતે, નરમ પ્લૅકને બનતો અટકાવવા માટે લોહીમાં HDL કોલેસ્ટરૉલનું પ્રમાણ શક્ય એટલું ઊંચું અને LDL કોલેસ્ટરૉલનું પ્રમાણ શક્ય એટલું નીચું હોવું જોઈએ. મોટે ભાગે HDL અને LDL કોલેસ્ટરૉલ વચ્ચેનું સમતોલપણું ઓછી ચરબીવાળા અને રે સાયુક્ત એવાં અનાજ, શાકભાજી, કઠોળ અને તાજાં ફળોના આહાર દ્વારા જાળવી શકાય છે. કોલેસ્ટરૉલને નિયંત્રિત કરી પ્લૅક ફાટવાના જોખમને ઘટાડનારાં બીજાં પરિબળોમાં ધૂમ્રપાન ન કરવું, તંદુરસ્ત વજન જાળવવું, નિયમિત વ્યાયામ કરવો અને લોહીનું ઊંચું દબાણ અને ડાયાબિટીસ નિયંત્રણમાં રાખવાં એ મુખ્ય છે. કેટલાક લોકો આહારમાં કાળજી રાખવા છતાં કોલેસ્ટરૉલને પૂરતા પ્રમાણમાં નીચું લાવી શકતા નથી. આવા લોકોને કોલેસ્ટરૉલ ઘટાડવાની દવાઓથી લાભ થાય છે એ નિઃશંક સાબિત થયું છે. કોલેસ્ટરૉલ ઘટાડવાની ઘણી અસરકારક અને બિનજોખમી દવાઓ ઉપલબ્ધ છે. આ દવાઓ પૂરતી માત્રામાં લેવાથી છાતીના અસ્થિર અને અસહ્ય દુખાવા(unstable angina)ના દર્દીઓમાં નરમ પ્લૅકને સ્થિર કરે છે. જ ેમને હૃદયરોગ થવાનું ઘણું જોખમ હોય તેવા દરે ક દર્દીને નરમ પ્લૅક બનતો અટકાવવા આ દવાઓ આપવી જોઈએ. જ ેમના નજીકના કુ ટુબ ં ીજનને 60 વર્ષથી ઓછી ઉંમરે હૃદયરોગ થયો હોય 159


તેવા, ધૂમ્રપાન કરનારા, લોહીના ઊંચા દબાણવાળા, ડાયાબિટીસથી પીડાતા અને જ ેઓને હૃદયરોગનો હુમલો એક વખત થઈ ચૂક્યો છે એ બધા ઘણા જોખમી વલણવાળા ગણાય. નરમ પ્લૅકને થતો અટકાવનારી કે તેને સ્થિર કરનારી કોલેસ્ટરૉલ ઘટાડનાર દવાઓના ઉપયોગથી હાર્ટઍટેકનું જોખમ ઘટે છે અને બાયપાસ સર્જરી કે ઍન્જિયોપ્લાસ્ટી જ ેવી ખર્ચાળ અને ભારે સારવાર લેવાની જરૂર પણ ઓછી થઈ શકે છે. નરમ પ્લૅક બનવાનાં અને તડ પડવા કે તૂટી જવાનાં કારણોમાં LDL કોલેસ્ટરૉલમાં ઑક્સિજનનું વધુ પડતું પ્રમાણ, લોહીનું ઊંચું દબાણ, જંતુજન્ય ચેપ અને તનાવ વગેરે મુખ્ય છે. લોહીમાં રહે લો ઑક્સિજન, ઑક્સિડેશનથી કોલેસ્ટરૉલને ચીકણો બનાવી ધમનીની દીવાલને ચોંટી જાય એવો કરી દે છે. લોહીનું ઊંચું દબાણ ધમનીની નાજુ ક દીવાલોને નુકસાન પહોંચાડે છે. જંતુઓથી પ્રસરતો ચેપ સોજો ઉત્પન્ન કરી પ્લૅકને નબળો અને અસ્થિર બનાવે છે. શારીરિક કે માનસિક તનાવ પ્લૅકના તૂટવા(rupture)માં મહત્ત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત તનાવ પ્લેટલેટની ચીકાશ વધારીને લોહીનો ગઠ્ઠો જામવાની શક્યતામાં પણ વધારો કરે છે. તનાવની શરીર ઉપર કેટલીક અસરો અનુકંપી તંત્ર સતેજ થવાથી થાય છે. એટલે અનુકંપી તંત્રને મંદ કરનાર બીટા બ્લૉકર દવાઓ હાર્ટઍટેક અટકાવવા આપવામાં આવે છે.

વજન અને ધૂમ્રપાન જીવનશૈલીમાં ફે રફાર કરી વજનમાં ઘટાડો કરવાથી, તમાકુ નું સેવન બંધ કરવાથી અને 160

નિયમિત કસરત કરવાથી ઉપકારક કોલેસ્ટરૉલ HDLનું પ્રમાણ વધે છે, પુરુષ અને સ્ત્રી બંનેમાં વજન ઘટાડવાના પ્રમાણમાં HDLનું પ્રમાણ વધે છે અને જ્યાં સુધી વજનઘટાડો જળવાઈ રહે ત્યાં સુધી HDL વધેલું રહે છે. વજન વધતાં HDL પાછુ ં ઘટે છે. આમ, વજનના થોડા વધારાથી પણ કૉરોનરી હૃદયરોગનું જોખમ વધે છે. જોકે આહારમાં કૅ લરી ખૂબ ઓછી કરીને વજન ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે કૅ લરીના આકરા નિયંત્રણ સમયે થોડા સમય માટે જ્યાં સુધી વજન સ્થિર થાય ત્યાં સુધી HDLનું પ્રમાણ ઘટે છે. ધૂમ્રપાન સાઠ દિવસ બંધ કર્યા પછી HDLનું પ્રમાણ વધે છે અને ધૂમ્રપાન ફરી પાછુ ં શરૂ કરતાં સાઠ દિવસ પછી તે ફરી ઘટવા માંડ ે છે. જીવનશૈલીમાં અને આહારમાં કરે લા ફે રફારથી કૉરોનરી હૃદયરોગ પર થતી અસર વિશે વિચારણાઓ ચાલુ છે. પણ એક સામાન્ય મત પ્રવર્તે છે કે તમાકુ બંધ કરવાથી, વજન ઘટાડવાથી, આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડવાથી અને કસરતથી મોટા ભાગના દર્દીઓને ફાયદો થાય છે. ટૂ કં માં, કૉરોનરી હૃદયરોગની સફળ સારવાર માટે આજ પર્યંત કૉરોનરી ધમનીઓ કોલેસ્ટરૉલ જામવાને લીધે કેટલી સાંકડી થઈ છે એનું ઍન્જિયોગ્રાફીમાં નિદાન કરી એને પહોળી કરવા માટે અથવા તો બાયપાસ કરી લોહીનું પરિભ્રમણ પ્રસ્થાપિત કરવાની દિશામાં જ બધા પ્રયત્નો થયા. આજ ે સમજાય છે કે હૃદયરોગના તીવ્ર હુમલાનું અને એકાએક મરણનું કારણ રક્તવાહિનીની દીવાલમાં બાઝતો નરમ પ્લૅક છે જ ે ધમનીઓમાં ભાગ્યે [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


બનતો અને અસ્થિર થતો અટકાવીએ એ અતિ મહત્ત્વનું છે. કેવળ સાંકડી થયેલી ધમનીઓનો ઉપાય પૂરતો નથી.

જ મોટો અવરોધ ઊભો કરે છે પણ તેમાં તડ પડતાં અને ત્યાં લોહીનો ગઠ્ઠો બાઝતાં હૃદયરોગનો હુમલો થાય છે. માટે કૉરોનરી હૃદયરોગની સારવારમાં આપણે નરમ પ્લૅકને

[કૉરોનરી હૃદયરોગ : કારણ અને નિવારણમાંથી] 

મધુપ્રમેહમાં આહાર ચંદુલાલ કા. દવે આહારનું મહત્ત્વ મધુપ્રમેહી ઇન્સ્યુલિનનાં ઇંજ ેક્શન અથવા દવાની ટીકડીઓ લેતો હોય કે ન લેતો હોય, મધુપ્રમેહ સાધારણ હોય કે સખત હોય, કોઈ પણ સ્થિતિમાં આહાર એ મુખ્ય સારવાર છે. સાધારણ મધુપ્રમેહમાં ખાસ કરીને દર્દીનું વજન જોઈએ તેથી વધુ હોય તો માત્ર આહારના નિયમનથી દર્દ કાબૂમાં રહે છે. આ દર્દમાં કોઈ પણ સંયોગોમાં આહારની સારવાર બંધ ન કરવી જોઈએ. કુ ટુબ ં માં સામાન્ય રીતે જ ે ખોરાક લેવાય છે તેની સાથે મધુપ્રમેહીના ખોરાકનો મેળ બેસાડી શકાય છે. આ વ્યાધિની સારવારમાં લેવાતા ખાદ્ય પદાર્થો પૂરતા પોષક છે, અને તેમાં મુખ્યત્વે કમી કરે લા અને અમુક અંતરે લેવાના એવા કાર્બોદિત પદાર્થો ગોઠવેલા હોય છે કે જ ેથી અપૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરનાર પૅન્ક્રિયાસ ગ્રંથિ ઉપર બોજો ન પડે. આ આહારમાં પોષક પદાર્થોનો રોજિંદો લેવાનો

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

કુ લ ખોરાક અને વિવિધ ખાદ્ય પદાર્થો મધુપ્રમેહ ન હોય એવા માણસોના ખોરાકથી બહુ જુ દા પડતા નથી.

કાર્યશક્તિ (કૅ લરી)ની ગણના મોખરે મધુપ્રમેહીના આહારના આયોજનમાં કૅ લરી કેટલી જોઈએ એ મુખ્ય પ્રશ્ન વિચારવાનો હોય છે. તેની જરૂરિયાત દર્દીની ઊંચાઈ, વજન, વય, જાતિ (સ્ત્રી કે પુરુષ) અને તેની પ્રવૃત્તિ પરથી નક્કી થાય છે. તેનું વજન જોઈએ તેટલું, અથવા તેથી વધુ કે ઓછુ ં છે તેના પર તે આધારિત છે. સામાન્ય રીતે તેના આદર્શ વજનની મર્યાદામાં તેનું વજન રહે તે ઇષ્ટ મનાય છે. મેદવૃદ્ધિવાળા દર્દીઓનું વજન કમી કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ ધ્યેય સ્ટાર્ચ અને ચરબીવાળા પદાર્થો કમી કરવાથી સધાય છે. એન્જિનને જ ેમ બળતણ જોઈએ તેમ માણસને કાર્યશક્તિ — કૅલરી જોઈએ. તેનાથી તેને શરીરમાં જરૂરી ગરમી અને કામ કરવાની 161


શક્તિ મળે છે. એક યુવાન, કદાવર અને ક્રિયાશીલ માણસ, જ ેનું વજન આદર્શ વજનની આસપાસ છે તેને સ્વાભાવિક રીતે જ એક પ્રૌઢ વયના ઠીંગણા, જાડા અને નિષ્ક્રિય માણસ કરતાં વધારે કૅ લરી શક્તિ જોઈએ જ. જરૂર કરતાં વધારે ખોરાક લેવામાં આવે તો તેની ચરબી થઈ શરીરનાં જુ દાં જુ દાં અંગોમાં સંઘરાય અને વજન વધે. તેથી ઊલટુ,ં જોઈએ તેથી ઓછી કૅ લરીવાળો ખોરાક લો તો તમારી સંચિત ચરબી વપરાય અને વજન ઘટે.

કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પ્રમાણ કાર્બોદિત ગ્રામદીઠ 4 કૅ લરી શક્તિ આપે છે. તેનો ઉપયોગ શક્તિ માટે છે. પ્રોટીન પણ ગ્રામદીઠ 4 કૅ લરી આપે છે, પણ તેનું મુખ્ય કાર્ય વૃદ્ધિ, વિકાસ તથા મરામત અને ટકાવ માટે છે. ચરબીમાંથી ગ્રામદીઠ 9 કૅ લરી મળે છે. તે પણ શક્તિ આપે છે અને વજન વધારે છે. કાર્બોદિત લેવાના પ્રમાણનો આધાર દર્દીના લોહીમાં સાકરના પ્રમાણ પર અને પેશાબની તપાસ પર તેમજ ઇંજ ેક્શન કે દવાના ઉપયોગ પર રહે છે. આપણા દેશમાં સામાન્ય માણસોના સરે રાશ આહારમાં અન્નાદિ કાર્બોદિત ખાદ્યોમાંથી લગભગ અર્ધી કૅ લરી મળી રહે છે. મધુપ્રમેહીના ખોરાકમાં કાર્બોદિત પદાર્થો 30થી 35 ટકા કૅ લરી આપે એટલી મર્યાદા રખાય છે. આશરે 175થી 200 ગ્રામ કાર્બોદિતનો ઉપયોગ થાય છે. આ હે તુ મીઠાઈ, મિષ્ટાન્ન છોડવાથી સહે જ ે સધાય છે. પ્રોટીનનું પ્રમાણ આદર્શ વજનના કિલોદીઠ એક ગ્રામ ગણાય છે. તેની જરૂરિયાત મધુપ્રમેહી અને મધુપ્રમેહહીન બંનેને સરખી છે. ઊલટુ ં મધુપ્રમેહીના 162

આહારમાં કાર્બોદિતની માત્રા ઘટાડવાની હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધારી શકાય. કાર્બોદિત અને પ્રોટીનમાંથી મેળવવાની કૅ લરીનું પ્રમાણ નક્કી થયા પછી બાકીની કૅ લરી ચરબીવાળા પદાર્થોમાંથી મેળવવાની રહે છે. દર્દીને શક્તિની જરૂરિયાત કેટલી છે તેના ઉપરથી ચરબીની જરૂરિયાતનું પ્રમાણ નક્કી થઈ શકે. જો વજન જોઈએ તેના કરતાં વધારે હોય તો ઘણી કૅ લરી આપનારા ચરબીવાળા પદાર્થો છોડવા રહ્યા, અથવા બહુ જ થોડા વાપરવા. આવા પદાર્થોમાં ચરબીવાળું માંસ, માખણ, ઘી, તેલ અને માર્ગરીન, વનસ્પતિ ઘી, મીંજવાળાં ફળો — બદામ, પિસ્તાં, કાજુ , અખરોટ, કોપરું વગેરે અને શિંગદાણા, તલ વગેરે તૈલી બીજોનો સમાવેશ થાય છે.

ખનીજ તત્ત્વો અને વિટામિનો ચૂનો (કૅ લ્શિયમ), લોહ, ફૉસ્ફરસ, પોટૅશિયમ વગેરે ખનીજ તત્ત્વો અને વિટામિનો એ, બી-સમૂહ, સી, ડી, ઈ વગેરેની જરૂરિયાતો તો મધુપ્રમેહીને બીજાના જ ેટલી જ છે. આ પોષક તત્ત્વો ખોરાકમાંથી મળે તે ઉપરાંત દાક્તરને જરૂર લાગે તો બધાં વિટામિનો જ ેમાંથી મળે તેવી મલ્ટિ વિટામિનોની ટીકડીઓ પણ લેવી પડે. નિષિદ્ધ ખાદ્યો મધુપ્રમેહી માટે નીચેનાં ખાદ્યો ત્યાજ્ય છે, કેમ કે તે લોહીમાં સાકરનું પ્રમાણ વધારે છે : ખાંડ, ગોળ, મીઠાઈ, મિષ્ટાન્ન, મુરબ્બો, ગળ્યાં અથાણાં, પિપરમીટ, ચૉકલેટ, જામ, જ ેલી, માર્મલેડ, સિરપ, ઠંડાં પીણાં, શરબત, પાઈ, કેક, કૂ કી, ચ્યૂઇંગ ગમ, ઘટ્ટ કરે લું દૂધ, આઇસક્રીમ, ફરસાણ, વનસ્પતિ ઘી, ખજૂ ર, [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


અંજીર, સૂકો મેવો વગેરે. આમાં ઘણાંખરાં સાકરી ખાદ્યો અને કેટલાંક પ્રચુર તૈલી ખાદ્યો છે.

મધ્યમ વર્ગની ગૃહિણીને 1700 કૅ લરી પૂરતી થાય, પરં તુ તે સગર્ભા થાય ત્યારે ગર્ભના પોષણને અનુલક્ષીને પાછલા મહિનાઓમાં તેને 2300 કૅ લરીનો આહાર આપવો જોઈએ. આ 1700 કૅ લરીના આહારમાં ધાન્ય 130 અને દાળ 40 ગ્રામ મળી કાર્બોદિત ખાદ્યો — અન્ન 170 ગ્રામ, ચરબી ખાદ્યો ઘી, તેલ 75 ગ્રામ અને 54.8 એટલે 55 ગ્રામ પ્રોટીન છે. કિલોદીઠ 1 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત ગણતાં 55 કિલો = 121 રતલ વજનનાં સમધારણ વજનના માણસને પ્રોટીનની માત્રા આ આહારમાંથી મળી રહે છે. દૂધમાંથી ઉત્તમ પ્રોટીન અને ચૂનો મળી રહે છે અને શાકભાજી અને ફળમાંથી પૂરતાં ખનિજ ક્ષારો અને વિટામિનો પણ મળી રહે . આમ આ દૃષ્ટિએ આ આહારમાં બધાં જ પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળવાથી તે સમતોલ આહાર બને છે. દર્દીનું વજન વધુ હોય તો ચરબીવાળાં ઘી-તેલ કમી કરવાં જોઈએ. ત્યાર પછી જરૂર લાગે તો તે મુજબ કાર્બોદિત — અન્નમાં કાપ મુકાય. દર્દીનું વજન આદર્શ વજનથી ઓછુ ં હોય તો પ્રથમ દૂધ, શાકભાજી અને ફળની માત્રા વધાર્યા પછી જરૂર હોય તો કાર્બોદિતનું અને છેલ્લે ઘીતેલનું પ્રમાણ વધારવું. પણ તેની સાથે યોગ્ય પાચન માટે શરીર-પરિશ્રમ — વ્યાયામ વધારવો જોઈએ.

કુ લ કૅ લરીની જરૂરિયાત જાણવાની રીત આગળ કહ્યું તેમ દર્દીનાં વય, વજન, વ્યવસાય અને દર્દની સ્થિતિને જાણીને તેને કેટલી કૅ લરીવાળો ખોરાક આપવો તે નક્કી કરવાનું હોય છે. દર્દીની ઊંચાઈ અને શરીરના બાંધા પ્રમાણે તેનું આદર્શ વજન કેટલું હોવું જોઈએ તે પ્રથમ જાણવું જોઈએ. મૂળભૂત જરૂરિયાત નીચે પ્રમાણે નક્કી થાય છે : આદર્શ વજન (રતલ) × 10. હવે દર્દીનું વજન લગભગ તેના આદર્શ જ ેટલું અથવા તેથી ઓછુ ં હોય તો 100થી 200 કૅ લરી ઉમેરવી. જો તેનું વજન આદર્શ વજન કરતાં વધુ હોય તો તેમાંથી 200 કૅ લરી બાદ કરવી. આ પ્રમાણે જ ેટલી કૅ લરી આવે તેમાં તેણે પોતાના વ્યવસાયના શારીરિક શ્રમ પ્રમાણે 20થી 50 ટકા કૅ લરી ઉમેરવી. હવે એક દાખલો લઈ આ રીતે સ્પષ્ટ કરીએ : એક પુરુષ દર્દીની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ = 62 ઇંચ છે. તેના શરીરનો બાંધો મધ્યમ છે. તો તેનું આદર્શ વજન 124થી 133 રતલ હોવું જોઈએ. તો તેની કૅ લરીની જરૂરિયાત 130 × 10 = 1300 + 100 = 1400. હવે તેનો વ્યવસાય બેઠાડુ જીવનનો હોય — જ ેમ કે, ઑફિસમાં હિસાબનીશ — તો બીજી 20 ટકા કૅ લરી ઉમેરવી, એટલે 1400 +  280 = 1680 એટલે લગભગ 1700 કૅ લરીની જરૂરિયાત થઈ.

[મધુપ્રમેહ અને તેના ઉપચાર પુસ્તકમાંથી]

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

163


ભગતભાઈ શેઠ : ગુજરાતી પ્રકાશનક્ષેત્રના પ્રકાશ કપિલ રાવલ સમગ્ર નવજીવન પરિવાર તરફથી સદ્ગત ભગતભાઈને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ રૂપે શબ્દાંજલિ…

ગુજરાતની જાણીતી પ્રકાશનસંસ્થા આર. પહે રનાર. ગાંધીજી સાથે જ ેલમાં પણ ગયા

આર. શેઠના સર્વેસર્વા ભગતભાઈ શેઠનું ૧૫ મેના રોજ કોરોનાના કારણે અવસાન થયું. પાંચ દાયકાથી વધુ સમય સુધી ગુજરાતી પ્રકાશક જગતમાં તેઓ અગ્રેસર રહ્યા. પ્રકાશનક્ષેત્રે તેમણે નવા પ્રયોગો કર્યા. નવા લેખકોને લઈ આવ્યા. નવું સાહિત્ય આપણી ભાષામાં ઉતાર્યું. ગામેગામ પુસ્તકો પહોંચી શકે તેવું આયોજન કર્યું. પ્રકાશનક્ષેત્રના તેમના આવા નિર્ણયોથી ગુજરાતી પુસ્તકોની દુનિયા સમૃદ્ધ થઈ. સામાન્ય રીતે કોઈ પણ વ્યવસાયમાં તે પછીની પેઢી પ્રવેશે; તેમાં સંઘર્ષ કરે અને વ્યવસાયને વિસ્તારે . આ ક્રમ સહજ છે. પણ પુસ્તકપ્રકાશનના વ્યવસાયમાં આ ક્રમ જાળવવામાં મુખ્ય જવાબદારી સમાજઘડતરની છે. પ્રકાશનના આ ધર્મમાં ભગતભાઈ જાતે જ પોતાની કસોટી કરતા રહ્યા. પ્રકાશનક્ષેત્રે તેમની આગવી દૃષ્ટિનું કારણ તેમનો બહોળો અનુભવ રહ્યો છે. આ અનુભવની શરૂઆત તેઓ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે થઈ. પિતા ભૂરાલાલનું આકસ્મિક અવસાન થયું અને તેમના પર પારિવારિક વ્યવસાય સંભાળવાની જવાબદારી આવી પડી. પ્રકાશનને સેવાધર્મ માનવો તે વારસો પિતા ભૂરાલાલ પાસેથી ભગતભાઈને મળ્યો હતો. પિતા ગાંધીવાદી. આજીવન ખાદી 164

અને આખરે ગાંધીજીના જ સૂચનનો અમલ કરવા ભાવનગરના સોનગઢ ખાતે પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. આમ કરવાનો ઉદ્દેશ લોકોને ગામમાં જ રોજગારી મળે તે હતો. મુંબઈ છોડીને ભાવનગરના નાના કેન્દ્રમાં તેમણે પોતાનું નસીબ અજમાવ્યું. ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને ચરિતાર્થ કરતો નિર્ણય ભૂરાલાલજીએ લીધો હતો. આ નિર્ણયના પરિણામે ઉમદા સાહિત્ય સાથે લોકોને રોજગારી પણ મળી. ટૂ કં ા ગાળામાં આ પ્રકાશન રાજ્યભરમાં ખ્યાતિ પામ્યું. પિતા પાસેથી અનુભવ મેળવી પોતાના વ્યવસાયમાં પ્રવેશ કરી, તેમની છત્રછાયામાં

ભગતભાઈ શેઠ [૧૯૪૨ • ૨૦૨૧] [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


વિકસવાનું હોય, તે ક્રમ ભગતભાઈના કિસ્સામાં કુ દરતને મંજૂર નહોતો. ભગતભાઈની ઉંમર ૧૬ વર્ષની હતી અને પિતાનું અવસાન થયું. થોડા મહિનાના અંતરે માતાનું પણ અવસાન થયું. પિતાએ વિસ્તારે લા વ્યવસાયની બાગડોર સંભાળવાની જવાબદારી એકમાત્ર દીકરા ભગતભાઈ પર આવી. તેમણે તે સહર્ષ ઉપાડી અને પછી ગુજરાતી પુસ્તકોના વિશ્વમાં ભગતભાઈએ સમયાંતરે લીધેલી પહે લથી અજવાળું પથરાતું ગયું. આજ ે તેમના પ્રકાશન થકી અનેક એવાં પુસ્તકો ગુજરાતી ભાષામાં ઝળહળી રહ્યાં છે, જ ે ભગતભાઈ વિના અશક્ય હતું. અશક્યને શક્ય બનાવવાની તાલાવેલી નવો ચીલો ચાતરનારને સતત હોય છે અને જ્યારે તે આ સાહસ ખેડતા સર્વના ભલાઈના વિચારને કેન્દ્રમાં રાખે તો તેનું પરિણામ સર્વગ્રાહી આવવાનું. ભગતભાઈએ એ અર્થમાં વાચકોની કાળજી લીધી, લેખકોનું હિત જોયું અને તેમની સાથે જોડાનાર સૌનું ભલું ઇચ્છ્યું. સહૃદયી ભગતભાઈ, આમ, સૌના દિલમાં વસનાર વ્યક્તિ બન્યા. પોતાના વ્યવસાયની દરે ક કડીને તેઓ પોતાની માવજતથી વધુ ખીલવી શક્યા. એક પુસ્તક વધુ સુંદર કેવી રીતે બને તેની સતત કાળજી રાખતા. પુસ્તકની છપાઈ, બાઇન્ડિંગ, કવરપેજ અને તેની કિંમત આમ દરે ક પાસા પર સૂક્ષ્મતાથી વિચારીને તેઓ નિર્ણય લેતા. પુસ્તકોના બાહ્ય દેખાવ કરતાં પણ તેમની વિશેષ દૃષ્ટિ તેના કન્ટેન્ટ પર રહે તી. પુસ્તકના કન્ટેન્ટ બાબતનું ઇન્વૉલ્વમેન્ટ તેમને લેખકો સાથે સતત સંવાદ તરફ દોરી ગયું અને તેથી લેખકો સાથે તેમનો એક

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

મજબૂત નાતો બન્યો. વ્યાવસાયિક નહીં પણ સ્વજન સરીખો. તેમાં વ્યવસાયની કોઈ શરતો નહીં, માત્ર ને માત્ર સંબંધોનો સેતુ; તેથી અનેક લેખકોના આજીવન પ્રકાશક તરીકે આર. આર. શેઠ રહ્યું છે. પ્રકાશનોમાં સંસ્કારોની સુવાસ ઝિલાય અને પછી તે સુવાસ કેવી રીતે સર્વત્ર પ્રસરે તે માટે તેમણે પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીમાં આવેલાં પરિવર્તનો સ્વીકાર્યાં; આવકાર્યાં. પુસ્તકોની દુકાન પણ શોરૂમ જ ેવી કેમ ન હોય, તે ખ્યાલ વિકસાવ્યો. પ્રકાશક તરીકે પુસ્તકોની સફર તેમને મન વેચાણથી અટકતી નહોતી, બલકે તેમની જિજ્ઞાસા વાચકોના પ્રતિભાવ સુધી ખેંચી લઈ જતી. આથી વાચકોની સાથે નિયમિત સંવાદ પણ તેઓ કરતા. સંવાદ કરવો અને તેમાંથી નીપજતા નવા વિચારોને આવકારવાની તેમની સહજ વૃત્તિ. આ વૃત્તિને એટલી બધી પોષી કે તેઓ ખુલ્લા મને બધું આવકારી શકતા. ખુલ્લું મન રાખવાની એક અનિવાર્ય શરત પ્રતિપક્ષની વાત શાંતિથી સાંભળવાની હોય છે. પ્રકાશક એટલે વિચારોના સેતુ બનવાની પણ ભૂમિકા આવે. આ ભૂમિકા પ્રત્યે તેઓ સજાગ હતા. અને એટલે જ તે સંદર્ભે આર. આર. શેઠમાં પ્રકાશિત વિનાયક દામોદર સાવરકરની આત્મકથાનું ઉદાહરણ આપતા. ગાંધીજીના વિચારોને ગ્રાહ્ય રાખતું પરિવાર સાવરકરની આત્મકથા પ્રકાશિત કરી શકે એટલી ઉદારતા રાખવી, ખુલ્લા મને બધું સ્વીકારવું તે વારસો તેઓ પરિવારમાં પણ ભારોભાર પોષી શક્યા છે. વ્યવસાયમાં ટકી રહે વાનું અને ટકાવી રાખવાનું તેમણે સંતુલન શોધી કાઢ્યું હતું. 165


સાહિત્યકાર અશોક વાજપેયી હોય… તેઓ ખૂબ આત્મીયતા સાથે ભગતભાઈને મળતા. પ્રાદેશિક પુસ્તકના માર્કેટ વિશે વાત તેમની પાસેથી જાણતા-સમજતા. સ્થાનિક સ્તરે પ્રકાશકો અને પુસ્તકવિક્રેતાઓને એકસાથે લાવવામાં તેમની ભૂમિકા ચાવીરૂપ રહી. પરિણામે ગુજરાતી પુસ્તકપ્રકાશક અને વિક્રેતા મંડળની સ્થાપના થઈ. આ મંડળના પ્રમુખ પણ તેઓ રહ્યા. ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા તૈયારી કરવામાં આવી રહે લા પ્રકાશનપ્રવૃત્તિના ઇતિહાસ અંગેના પુસ્તકપ્રકાશનની સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા રહ્યા. ભગતભાઈ સાથે નવજીવનનો વ્યાવસાયિક ઉપરાંત આત્મીય અને પારિવારિક સંબંધ રહ્યો છે. પ્રકાશન માટેનાં ધોરણો નક્કી કરવામાં તથા તેની જાળવણી કરવાની બાબતમાં બંને પ્રકાશનસંસ્થાઓએ સકારાત્મક ભૂમિકા ભજવી છે. ભગતભાઈનું વ્યક્તિત્વ આટલા શબ્દોમાં ક્યાંથી સમાઈ શકે. એમની અનેક વાતો હાલમાં તેમના સ્મરણાંજલિ કાર્યક્રમમાં જાણીતા લેખકો અને તેમના પરિવારજનોએ રજૂ કરી. આ કાર્યક્રમમાં જાણીતા લેખકોએ ભગતભાઈના વ્યક્તિત્વને સુપેરે મૂકી આપ્યું છે. ભગતભાઈનું પૂરું જીવન ત્યારે જ સૌની સમક્ષ આવી શકે જ્યારે તેમના જીવનની એક એક ક્ષણને ઝીલીને રજૂ કરી શકાય.

હાલમાં તેઓને સ્મરણાંજલિ આપતા એક કાર્યક્રમમાં આ વાત દીકરા ચિંતન શેઠ ે જણાવી. તેમણે કહ્યું કે, “ઘણા લોકો ડેડીને એવું પૂછતા કે તમે લોકપ્રિય પુસ્તકો કેમ વધુ પ્રકાશિત કરો છો? એટલે ડેડી અમને તે વાત સમજાવતાં કે જુ ઓ, સિતાંશુભાઈ અને ચંદ્રકાન્ત શેઠનાં પુસ્તકો છેવાડાનાં ગામડાં સુધી પહોંચાડવાં હશે તો અમુક લોકપ્રિય પુસ્તકો પણ રાખવાં પડશે. એમ કરીને વાચકને આખો બુકે આપવો જ ેથી વાચક કાયમ સંતુષ્ટ રહે .” પૂજ્ય મોટાના ગુણાનુરાગીપણાના શબ્દ પ્રત્યે તેમની પ્રીતિ. કોઈનો ઉપકાર ન વીસરવો તે તો જાણે હાડમાં હતું. આ બધાં જ જમા પાસાંએ તેમને માત્ર સ્થાનિક પ્રકાશનની દુનિયા સુધી સીમિત ન રાખ્યા. તેઓએ આ ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઓળખ બનાવી અને વૈશ્વિક દૃષ્ટિ કેળવી શક્યા. દિલ્હીમાં દર વર્ષે યોજાતા નૅશનલ બુક ફે રની રાષ્ટ્રીય સમિતિમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. સાહસિક અને અદ્વિતીય પ્રદાન બદલ તેમને દેશની પ્રકાશનની સર્વોચ્ચ સંસ્થા ‘ફૅ ડરે શન ઑફ ઇન્ડિયન પબ્લિશર્સ’ દ્વારા ‘ડિસ્ટિંગ્વિશ્ડ પબ્લિશર’ અને ‘ડિસ્ટિંગ્વિશ્ડ બુકસેલર’નો ઍવૉર્ડ એનાયત થયા. રાષ્ટ્રીય સ્તરના દિગ્ગજ પ્રકાશકોમાં તેમની નામના હતી. રાજકમલ પ્રકાશનના અશોક મહે શ્વરી, વાણી પ્રકાશનના અરુણ મહે શ્વરી કે હિં દીના દિગ્ગજ 

166

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ માત્ર મે મહિનામાં ગાંધીજીના પ્રવાસનું આકલન કરીએ તો તેઓ સિંધનો પ્રવાસ ખેડીને ૧ તારીખે અમદાવાદ પહોંચ્યા. પછી ૪ તારીખે કપડવંજ, ૭મીએ મુંબઈ અને ૧૦મીએ તેઓ અલાહાબાદમાં છે. ૧૨મીએ તેમનો મુકામ સિમલા રહ્યો અને ૨૧મીએ પાછા તેઓ ભુસાવળ પહોંચ્યા. ૩૦ તારીખ આવતાં સુધી ફરી તેઓ શોલાપુર, બાગલકોટ, બિજાપુર અને અંતે ૩૦મીએ મુંબઈ પહોંચ્યા. ગાંધીજીના એક મહિનાના પ્રવાસની વિગતથી ખ્યાલ આવી શકે કે ટ્નરે દ્વારા તેઓ કેટલા ઝપાટાભેર એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા છે. સતત પ્રવાસ અને વ્યસ્ત કાર્યક્રમો તેમના જીવનમાં હં મેશાં વણાયેલા દેખાય છે. આ રીતે શાંતિ પણ તેમના કાર્યક્રમોમાં અનિવાર્ય શરત હતી. શાંતિની અનિવાર્યતા સમજાવતાં માલેગાંવમાં થયેલી હિં સા સંદર્ભે ‘માલેગાંવનો ગુનો’ નામના લેખમાં તેઓ લખે છે : “શાંતિ વિના સ્વરાજ કે ખિલાફતનો ફડચો અસંભવિત છે. વકીલ વકીલાત ન છોડે, વિદ્યાર્થીઓ નિશાળ ન છોડે, બીજા લોક પોતપોતાને લગતો અસહકાર ન કરે તો ચાલે. પણ કોઈ શાંતિનો ભંગ કરે તે તો ન જ ચાલે. હિં દુમુસલમાનની મિત્રતા, શાંતિ અને સ્વદેશી એટલે રેં ટિયો એ ત્રણ તો અનિવાર્ય શરતો છે, પણ તેમાંયે શાંતિ મુખ્ય વસ્તુ છે. રડ્યાખડ્યા માણસ ખાદી ન પહે રનારા રહે છતાં ઘણા પહે રતા થઈ જાય તોપણ ચાલે, થોડા હિં દુમુસલમાન વઢે તે પણ સહન કરી શકાય; પણ શાંતિનો તો એક માણસ પણ ભંગ કરીને ખૂનખરાબી કરે તે અસહ્ય છે, તેથી દેશને ભારે નુકસાન થાય જ. શાંતિની શરત એવી સખત છે.” [ગાં. અ. ૨૦ : ૬૫]   રાજકીય કાર્યક્રમો અને અન્ય વ્યસ્તતા વચ્ચે આ જ મહિને ગાંધીજી પ્રથમ વાર સિમલા પહોંચે છે. અહીં વાઇસરૉય સાથે મુલાકાત થાય છે. સિમલા જોવાની ઇચ્છા હતી અને તે જોયું તે સંદર્ભે તેમણે ‘પાંચસેંમો મજલો!’ મથાળું આપીને લેખ લખ્યો છે; તેમાં તેઓ લખે છે : “સિમલાનું નામ સાંભળ્યું હતું – જોયું ન હતું. જોવાની ઇચ્છા થતી પણ જતાં હમેશાં ડરતો. સિમલામાં હં ુ ખોવાઈ જઈશ એમ મને લાગ્યા કરતું. સિમલામાં હં ુ એકલો જ જંગલી જ ેવો દેખાઉં એમ લાગતું.   હવે સિમલા જોયું. …હવા સુંદર છે. કુ દરતે પોતાનું કરવામાં મણા નથી રાખી. આ પહાડો હિમાચળનું અંગ છે છતાં બહારથી મને જરાયે શાંતિ નથી મળતી. અને જો મારી શાંતિનો આધાર બહારના વાતાવરણ ઉપર જ હોય તો મારે અહીંથી ભાગી જવું પડે અથવા હં ુ દીવાનો બનું.”   આગળ તેઓ લખે છે : “સિમલા ૭,૫૦૦ ફૂટ ઊંચું છે. ત્યાંથી રાજ્યવહીવટ ચાલે છે તેનો અર્થ સમજાય તો આ સામ્રાજ્ય શું છે તેની ખબર પડે. મુંબઈના માળાઓમાં બધા વેપારીઓ છેલ્લે માળે રહીને વેપાર કરતા હોય તો ઘરાકની શી વલે થાય? ચોથો મજલો ૬૦ ફૂટ લગી જતો હશે. હિં દુસ્તાનનો વેપાર ચલાવનારા આ સરકારરૂપી વેપારીના ત્રીસ કરોડ ઘરાકને સાઠ ફૂટને બદલે સાડા સાત હજાર ફૂટ ઊંચે જવું પડે છે! મુંબઈનો વેપાર ચોથે મજલે ન ચાલે એમ આપણે જાણીએ છીએ. હિં દુસ્તાનનો વેપાર પાંચસેંમે મજલે ચાલે છે! હિં દુસ્તાન ભૂખે મરે તેમાં શી નવાઈ? …પ્રજાની વચ્ચે ને પોતાની વચ્ચે ૫૦૦ મજલાનું અંતર રાખે તે રાજા નથી.” [ગાં. અ. ૨૦ : ૧૦૭]. વર્તમાન સમયમાં ગાંધીજીની આ વાત કેટલી સચોટ છે! કોરોનાકાળમાં એકેએક નાગરિકે પ્રજા અને શાસકકર્તાઓમાં રહે લું અંતર અનુભવ્યું.

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

167


૧૯૨૧ મે ૧થી ૨ અમદાવાદ. ૩ અમદાવાદ : કૉંગ્રેસના છત્રીસમા અધિવેશન માટેની સ્વાગત સમિતિની બેઠકમાં પ્રમુખપદે, સ્થળ સંસાર સુધારા હૉલ.  પ્રાંતિક સમિતિની બેઠકમાં હાજર. ૪ અમદાવાદ.  કપડવંજ : ઉતારો શેઠ શામળદાસ પરશોત્તમદાસના બંગલામાં.  સ્ત્રીઓની સભા, સ્થળ મોઢ બ્રાહ્મણની ધર્મશાળા.  વણાટ શાળાની મુલાકાત.  જાહે ર સભા, સ્થળ શેઠાણીની ધર્મશાળા. હરિજનોની સભા.  કઠલાલ : સ્ત્રીઓની સભા.  નડિયાદ : મધરાતે આવ્યા. ૫ નડિયાદ : જાહે ર સભા, સમય સવાર.  સુરત.  નંદરબાર : મધરાતે આવ્યા, ઉતારો જયચંદ સોમચંદને ત્યાં. ૬ નંદરબાર : બાલિકાશ્રમના મકાનની શિલારોપણ વિધિ.  દ્વારકાધીશ મંદિરની મુલાકાત.  સ્ત્રીઓની સભા.  અમલસાડ : રાષ્ટ્રીય શાળા ખુલ્લી મૂકી.  થી નીકળ્યા. ૭ વસઈ : સ્વાગત અને સરઘસ.  તાંબાના પતરા ઉપર કોતરે લું માનપત્ર.  સ્ત્રીઓની સભા.  પહે લી, મહારાષ્ટ્ર પ્રાંતિક પરિષદમાં ભાષણ.  મુંબઈ : આવ્યા અને થી નીકળ્યા. 168

૮ રસ્તામાં. ૯ અલાહાબાદ : પંડિત મોતીલાલ નેહરુનાં પુત્રી સ્વરૂપકુ મારી (વિજયાલક્ષ્મી)નાં લગ્ન પ્રસંગે હાજર. ૧૦ અલાહાબાદ : કિસાન પરિષદમાં હાજર, શહે રીઓ તરફથી માનપત્ર.  જાહે ર સભા. ૧૧ અલાહાબાદ : થી નીકળ્યા. ૧૨ સિમલા : ઉતારો માલવિયાજીના નિવાસસ્થાન ‘શાંતિકુ ટિર’માં. ૧૩ સિમલા : વાઇસરૉયની મુલાકાત. ૧૪ સિમલા : વાઇસરૉયની બીજી મુલાકાત.  આર્ય સમાજ મંદિરની મુલાકાત.  પર્દાનશીન સ્ત્રીઓ સમક્ષ પ્રવચન. ૧૫ સિમલા : જાહે ર સભા, પ્રમુખ લાલા લજપતરાય. જિલ્લા કૉંગ્રેસ સમિતિ તરફથી માનપત્ર. ૧૬થી ૧૮ સિમલા : વાઇસરૉયની મુલાકાતે. ૧૯ સોલન;  ધરમપુર : સભાઓ બંને સ્થળે.  કાલકા. ૨૦ અંબાલા. ૨૧ ખંડવા.  ભૂસાવળ : ઉતારો દાસ્તાનેને ત્યાં.  ભાષણ, સ્થળ ગરુડનું ખેતર. ૨૨ નાશિક.  સંગમનેર : સભાઓ, બોલ્યા-‘મને ચરણસ્પર્શ નથી ગમતો’, તાંબાના પતરા ઉપર માનપત્ર.  રાહવા.  યેવલા [ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ઉતારો રતનચંદ અંબાઈદાસ પટ્ટણીને ત્યાં.  જાહે ર સભા. ૨૩ યેવલા.  કોપરગાંવ.  અહમદનગર. ૨૪ ઢોંડ.  બારશી : ઉતારો યશવંતપ્રસાદ દેસાઈને ત્યાં, સભાઓ-સ્ત્રીઓની અને મજૂ રોની.  કૂ ર્દુવાડી. ૨૫ પંઢરપુર. ૨૬ સોલાપુર : માનપત્રો-શહે રીઓ તથા મ્યુનિસિપાલિટી તરફથી. ૨૭ બાગલકોટ : સભાઓ અને માનપત્રો.  કોલહાર.  બીજાપુર.

૨૮ બીજાપુર  સોલાપુર : જાહે ર સભા. ૨૯ મુંબઈ : હિં સા ઉશ્કેરાય એવાં ભાષણો અમે કર્યા હોય તો અમે દિલગીર છીએ એ મતલબનું નિવેદન અલીભાઈઓ પાસે કરાવ્યું.  માટુ ગ ં ામાં ભાષણ. ૩૦ મુંબઈ. ૩૧ ભરૂચ : પાંચમી ગુજરાત રાજકીય પરિષદમાં, બેઝવાડાનો કાર્યક્રમ અપનાવવા વિશે પ્રવચન; પ્રમુખ વલ્લભભાઈ પટેલ.  મ્યુનિસિપાલિટીનું માનપત્ર.

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા જૂ ન, ૨૦૨૧ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન દસ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી સુનિલભાઈ ર. પટેલ, પ્રેસ કાર્યાલય

• જ. તા. ૦૧-૦૬-૧૯૬૧

શ્રી મણિલાલ મ. સોલંકી, એસ્ટેટ વિભાગ

• ૦૧-૦૬-૬૮

શ્રી વસંતભાઈ સુ. રાણા, બાઇન્ડિંગ વિભાગ

• ૦૪-૦૬-૬૧

શ્રી બાબુભાઈ બ. ચૌહાણ, પ્રકાશન વિભાગ

• ૨૦-૦૬-૬૮

શ્રી ઘનશ્યામભાઈ કાં. દવે, બાઇન્ડિંગ વિભાગ

• ૨૫-૦૬-૬૦

શ્રી પ્રવિણકુ માર એ. ભટ્ટ, એકાઉન્ટ વિભાગ

• ૩૦-૦૬-૮૬

नवजीवन નો અક્ષરદેહ [ મે ૨૦૨1]

169


‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ / Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ / Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત

વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે.

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

170

પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

[ મે ૨૦૨1] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીવિચારની ગીતા : મહાત્મા ગાંધીના વિચારો

સંકલન અને સંપાદનૹ આર. કે. પ્રભુ, યુ. આર. રાવ સાઇઝૹ 5.5 " × 8.5" • પાનાંૹ 28 + 524 • ૱ 140 પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા ગાંધીજીએ વ્યક્ત કરે લા વિવિધ વિષય પરનાં લખાણોની શબ્દોમાં સંખ્યા દોઢ કરોડની આસપાસ પહોંચે છે અને સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીજી પર દરરોજ કોઈ ને કોઈ સંપાદન-સંશોધન પ્રગટ થતું રહે છે. આ સંજોગોમાં કોને વિશ્વાસપાત્ર માનીને આગળ વધવું એ પ્રશ્ન તો બની જ રહે છે. તેના જવાબરૂપે જો કોઈ એક પુસ્તક મૂકવું હોય તો આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ સંપાદિત Mind of Mahatma પુસ્તક મૂકી શકાય. ગુજરાતીમાં તેનો અનુવાદ ‘મહાત્મા ગાંધીના વિચારો’ નામે પ્રકાશિત થયો છે. ગાંધીજીના જીવનની ફિલસૂફીની સૂક્ષ્મદૃષ્ટિ આ પુસ્તકમાં ઝિલાઈ છે. ગાંધીજી પોતાનો પરિચય આપતા હોય એ રીતે ‘મારા વિશે’થી આ સંપાદનમાં શરૂઆત થઈને અનુક્રમે સત્ય, નિર્ભયતા, શ્રદ્ધા, અહિં સા, સત્યાગ્રહ, અપરિગ્રહ, શ્રમ, સર્વોદય, ટ્રસ્ટીશિપ, બ્રહ્મચર્ય, સ્વતંત્રતા અને લોકશાહી, સ્વદેશી, બંધુત્વ પર તેમના વિચારો મુકાયા છે. આ પ્રકારના પુસ્તકમાં અનિવાર્ય એવો સ્રોત, સ્રોતસંદર્ભ, સાલવારી અને સૂચિ પણ અપાયાં છે. ગાંધીજીના બૃહદ્ સાહિત્યને આ રીતે તારવીને મૂકવું અને તેમાં ગાંધીજીના વિચારનો જરાસરખો લોપ ન થાય તે રીતે મૂકવું બેશક કપરું કામ હતું, પણ ગાંધીજીનાં આ લખાણો પ્રમાણભૂત છે કે નહીં, તેની પૂરી કાળજી સંપાદકોએ લીધી છે. અને એટલે જ જ્યારે તેનો પ્રથમ ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારે વાંચવા અર્થે ગાંધીજીને આપ્યો ને તેમણે તેને વાંચીને સંપાદકોના પ્રયાસોને બહાલી આપી હતી. — સંપાદક

171

[જુ લાઈ-સપ્ટેબર ૨૦૧૭ના ‘પુસ્તક-પરિચય વિશેષાંક’માંથી સંપાદિત]


પ્રજા-શાસક વચ્ચેના અંતર અંગે ગાંધીદૃષ્ટિ

172


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.