Navajivanno Akshardeh January 2018

Page 1

વર્ષૹ ૦૬ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૫૭ • જાન્યુઆરી ૨૦૧૮

છૂટક કિંમત ઃ _ 15

બાપુ 30-1-1948 બા અને બાપુ—બંનેની અંતિમ ક્ષણોએ મનુબહે ન ગાંધી હાજર હતાં. એ યાદો એમની ડાયરીમાં અને પછી એક નાનકડી પુસ્તિકા બા-બાપુની અંતિમ ઝાંખી(English: The End of an Epoch) માં સચવાઈ છે. એમની ડાયરીના એ દિવસોનાં પાનાં… બા 22–2–1944


વર્ષૹ ૦૬ અંકૹ ૦૧ સળંગ અંકૹ ૫૭ • જાન્યુઆરી ૨૦૧૮ છૂ ટક કિંમત ઃ _ 15

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

૧. વિધિનિ​િર્મત શુક્રવાર. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્યારે લાલ �����������૩ ૨. અનાથનું નિવેદન. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . દેવદાસ ગાંધી �������� ૧૧

કિરણ કાપુરે

૩. અક્ષમ્યતાનું વસિયતનામું! . . . . . . . . . . . . . . . . . . . મનુભાઈ પંચોળી �������� ૧૭

પરામર્શક

૪. પોતાના ઉપવાસ વિષે ગાંધીજીનો ખુલાસો ������������������������������������������������� ૨૩

કપિલ રાવલ સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા

૫. મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર – ૨૦૧૭ ������������������������������������������ ૨૭ ૬. ગોખલે વિશે ગાંધીજી �������������������������������������������������������������������������� ૩૧ ૭. ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ �������� ૩૩

આવરણ ૧ મનુબહે નની ડાયરીનાં પાનાં, સૌજન્ય : સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ આવરણ ૪ આપણો નવો દરજ્જો [હરિજનબંધુ ૨૨-૦૧-૧૯૫૦] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય એપાર્ટમેન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

લવાજમ અંગે કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (6–17)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 6 એ જૂ ન મહિનો અને 17 એ 2017નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.


વિધિનિ​િર્મત શુક્રવાર પ્યારે લાલ લાંબી લડત અને અનેક સંઘર્ષો બાદ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે કાળમીંઢ ગુલામીનો અંત આવ્યો અને સ્વતંત્રતાનું પ્રભાત ખીલ્યું. આવા કાળે દેશ માટે જ્યાં એક તરફ ખુશી અને ઉલ્લાસનો માહોલ હતો, ત્યાં બીજી તરફ કોમવાદી હિં સા અને હત્યાકાંડ દેશને છિન્નભિન્ન કરી રહ્યાં હતાં. આ સમયે ગાંધીજીએ આઝાદીની ઉજવણીમાં સહભાગી થવાને બદલે, જાતને દેશને દઝાડી રહે લી નફરતની આગ ઓલવવામાં ખૂંપાવી દીધી હતી. પરં તુ, ગાંધીજીના આ પ્રયાસો કેટલાક રાષ્ટ્રવાદનો ખોટો અર્થ કરી રહે લા ધર્મઝનૂનીઓને ખટક્યા અને ગાંધીજીના હિં દુ-મુસ્લિમ એકતાના પ્રયાસોનો ૧૮૯૯ • ૧૯૮૨ અંત આણવા એક યોજના ઘડાઈ. આખરે , ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના કાળમીંઢ શુક્રવારે દેશની કમનસીબે એ યોજના પાર પડાઈ. ગાંધીજીના આ અંતિમ દિવસની દિનચર્યા અને એ શોકનીય ઘટના અંગે તેમનાં અંતિમ વર્ષોમાં સચિવ રહે લા પ્યારે લાલે હરિજનબંધુમાં ‘વિધિનિર્મિત શુક્રવાર’ મથાળા હે ઠળ એક લેખ લખ્યો હતો. જ ેમાં વાચકને પ્રતીત થશે કે પોતાના અંતિમ દિવસનો જાણે મહાત્માને આભાસ થઈ ગયો હતો અને તેઓ પરોક્ષ રીતે મૃત્યુનો ઉલ્લેખ કરતા જણાયા છે…

સમદર્શી વિધાતા દરે ક માણસને પોતાનું કર્તવ્ય અને પોતાનો યશ બક્ષે છે. જ ે કોઈ જગતના જીવનનો બોજો ઉઠાવે છે અને પોતાના જીવનની આહુતિ આપે છે તે એ રીતે મરીને પણ જીવે છે.  જ ે કોઈ જગતમાં અન્યાયનો ભોગ બનેલાઓનો સઘળો બોજો ઉઠાવે છે અને પોતાના અંતરમાં સંઘરે છે તેનું એ યાતના વેઠવામાં શ્રેય જ છે, પછી ભલે તેને માણસના ભાવિને ભેટવું પડે. તે કેવી રીતે મરવાનો હતો?  એના પર મૃત્યુની આફત હવે રહી નથી, એ જોતાં સ્વલ્પકાળમાં તે અમરત્વનો અધિકારી બને છે અને તે મરણવશ થયો હોતો નથી.  કલાક સુધી તમે એને ખોળો પણ એટલા વખતમાં એ જડતો નથી. અને પછી ઊર્ધ્વદૃષ્ટિથી તમે એના તરફ નજર કરો તો અમરત્વમાં પ્રતિષ્ઠિત થયેલું એનું મૂળ તમે ભાળશો.  સ્મૃતિનાં શિખરો પર, જગતની ઊંડી ભાવનાઓનાં ઝરણોમાં, માણસમાત્રની नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

આંખોમાં, ભૂતકાળની બધી વસ્તુઓને જ ેના જીવનનો પ્રકાશ અજવાળે છે ત્યાં એકમાત્ર મરણ જ અવસાન પામે છે. — એ. સી. સ્વીનબર્ન1

૨૯મી તારીખે આખો દિવસ ગાંધીજી કામમાં એટલા બધા રોકાયેલા રહ્યા કે સાંજ ે તે થાકીને લોથ થઈ ગયા. કૉંગ્રેસ માટેના બંધારણના ખરડા તરફ આંગળી કરીને તેમણે આભાને કહ્યું કેૹ “મને ચક્કર આવે છે તેમ છતાં મારે એ કામ પૂરું કરવું રહ્યું. મને લાગે છે કે મારે મોડે સુધી જાગવું પડશે.” કૉંગ્રેસના નવા બંધારણનો એ ખરડો તૈયાર કરવાનું ગાંધીજીએ માથે લીધું હતું. આખરે રાત્રે સવાનવ વાગ્યે ગાંધીજી સૂવાને ઊઠ્યા. એ વખતે બેમાંની એક બાળાએ યાદ આપ્યું કે બાપુજી, તમે આજ ે હં મેશ મુજબ કસરત નથી કરી. “ઠીક ત્યારે તું મને કહે જ છે તો હં ુ કસરત 1. ઓગણીસમી સદીના ઇંગ્લૅંડના જાણીતા કવિ, નવલકથાકાર અને વિવેચક — સં. 3


કરી લઉં.” અને આમ કહીને બે બાળાઓના ખભા પર હાથ ટેકવીને ડબલ બારની કસરતની જ ેમ

ત્રણ વખત પોતાનું શરીર ઊંચું કરવાની કસરત તેમણે કરી.

હં મેશ મુજબનું કામ

પથારીમાં સૂતા પછી પોતાના કરતાં વિશેષે કરીને પોતાની સેવાચાકરી કરનારાંઓના સમાધાનને ખાતર સામાન્ય રીતે ગાંધીજી પોતાના પગ તથા શરીર ચાંપવા દેતા. માનસિક દૃષ્ટિએ તો ગાંધીજીએ ઘણા સમયથી એને વિષે ઉદાસીનતા કેળવી હતી. જોકે આવી નાની નાની કાળજીની તેમના શરીરને જરૂર હતી એ હં ુ જાણું છુ .ં દિવસભરના લોથપોથ કરી મૂકનારા કામના બોજા પછી એથી કરીને હળવી વાતો તથા વિનોદને માટે પણ તક મળી રહે તી. આવા વાર્તાવિનોદની સાથે સાથે ગાંધીજી સૂચનાઓ પણ આપતા. ગુરુવારે રાત્રે, સહજ મળવાને આવેલાં એક આશ્રમવાસી બહે ન જોડે તેમણે વાતચીત કરી. એમની તબિયત સારી રહે તી નહોતી એ માટે તેમણે તેમને ઠપકો આપ્યો અને કહ્યું કે રામનામ તમારા હૃદયમાં પ્રતિષ્ઠિત થયું હોત તો તમે માંદાં નહીં પડત. “પણ એને માટે તો શ્રદ્ધા જોઈએ.” એ જ દિવસે સાંજ ે પ્રાર્થના પછી પ્રાર્થનામાં આવેલાઓમાંથી એક ભાઈ ગાંધીજીના હસ્તાક્ષર લેવાને તેમની પાસે દોડી આવ્યા કેમ કે તે બીજી તારીખે વર્ધા જવાના હતા. ગાંધીજીએ પૂછ્યું, “હં ુ જવાનો છુ ં એમ કોણે કહ્યું?” “છાપાંઓમાં એવી ખબર છે,” હસ્તાક્ષરો યાચનારાએ કહ્યું. ગાંધીજીએ જવાબ આપ્યો, “હા, ગાંધીને વિષે એવી ખબર છાપાંઓમાં મેં પણ વાંચી છે, પણ એ કયા ‘ગાંધી’ વિષે છે તેની મને ખબર નથી” બીજા એક આશ્રમવાસીની સાથે વાત કરતાં પણ પ્રાર્થના પછીના પ્રવચનમાં તેમણે વ્યક્ત કરે લી પોતાની લાગણી ગાંધીજીએ ફરીથી વ્યક્ત કરીૹ 4

“મારે અશાંતિમાંથી શાંતિ, અંધકારમાંથી પ્રકાશ અને નિરાશામાંથી આશા ખોળવાં રહ્યાં.” પછીથી વાતમાં ‘હાથલાકડી’નો ઉલ્લેખ આવતાં તેમણે કહ્યું કેૹ “બાળાઓને હં ુ મારી હાથલાકડી બનવા દઉં છુ ં ખરો પરં તુ સાચું પૂછો તો મારે એની કશી જરૂર નથી. કોઈ પણ વસ્તુ માટે કોઈના પર પણ આધાર ન રાખવાની મેં ઘણા સમયથી ટેવ પાડી છે. પોતાના પિતાની પાસે જતી હોય તેમ બાળાઓ મારી આસપાસ ટોળે વળે છે. મને એ ગમે છે. પણ ખરે ખર હં ુ એ વિષે સર્વથા ઉદાસીન છુ .ં ” અને તેમની આંખો બિડાઈ ત્યાં સુધી આવી આવી વાતો ચાલી. વિધિનિર્મિત ૩૦મી તારીખે સવારની પ્રાર્થના માટે હં મેશની જ ેમ ગાંધીજી સાડા ત્રણ વાગ્યે ઊઠ્યા. પ્રાર્થના પછી તે કામે વળગ્યા અને પછીથી થોડીક ઊંઘ લેવાને માટે ફરીથી પથારીમાં સૂઈ ગયા. સવારે આઠ વાગ્યે તેમને માલિસ કરવામાં આવે છે. મારા ઓરડામાં થઈ ને પસાર થતાં કૉંગ્રેસ માટેના નવા બંધારણનો તેમણે તૈયાર કરે લો ખરડો તેઓ મને આપતા ગયા. આગલી રાત્રે એનો થોડોક ભાગ તેમણે તૈયાર કર્યો હતો અને તેમણે મને એ ‘બરાબર’ તપાસી જવાને જણાવ્યું. તેમણે કહ્યુંૹ “એમાં વિચારની જ ે કાંઈ ઊણપો રહી ગઈ હોય તે પૂરી કરજો. બહુ થાક્યાપાક્યા મેં એ તૈયાર કર્યો છે.” એ ખરડો રાષ્ટ્ર માટેનું તેમનું છેલ્લું વસિયતનામું છે. … પછીથી તે નાહવાને ગયા. નાહીને આવ્યા ત્યારે તે ખૂબ પ્રફુલ્લ લાગતા હતા. ગઈ રાતનો થાક અદૃશ્ય થયો હતો. પછી તે પોતાના હં મેશના ખુશમિજાજમાં આવ્યા હતા. આશ્રમની બાળાઓનાં [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીના નિર્વાણ બાદ બિરલા હાઉસમાં દર્શનાર્થે ઊમટેલી જનમેદની

શરીરનો બાંધો નબળો હોવાને કારણે તેમણે તેમને ઠપકો આપ્યો. કોઈએ તેમને કહ્યું કે વાહનને અભાવે… ગાડી ચૂકી ગયાં. તેના જવાબમાં તરત જ તેમણે કહ્યું કેૹ “તેમણે એટલું ચાલી કેમ ન નાખ્યું?” અને આ કંઈ ખાલી ફાકા મારવાની વાત

નહોતી. કેમ કે મને યાદ છે કે, એક વખતે આંધ્ર દેશનો અમે પ્રવાસ કરતા હતા ત્યારે મોટરમાં પેટ્રોલ ખૂટી જવાથી પાસેના તેર માઈલ દૂરના સ્ટેશને અમારા કાગળો તથા થોડોક સામાન લઈને ચાલીને પહોંચવા માટે તૈયાર થવાને તેમણે મને જણાવ્યું હતું.

છેલ્લું વસિયતનામું

બંગાળી લેખનનું તેમનું રોજનું કામ પતાવીને સાડાનવ વાગ્યે તેમણે સવારનું ભોજન લીધું. પોતાની મંડળીને વિખેરી નાખીને ‘કરેં ગે યા મરેં ગે’ની પ્રતિજ્ઞાનું પાલન કરવાને પૂર્વ બંગાળમાં દટાઈ જવાને તે ખુલ્લે પગે શ્રીરામપુર ગયા ત્યારથી આ નિત્યક્રમને તે ચીવટપૂર્વક વળગી રહ્યા હતા. મારા સુધારાવધારા સાથેનો તેમનો બંધારણનો ખરડો લઈને હં ુ તેમની પાસે પહોંચ્યો ત્યારે તે હજી ભોજન લેતા હતા. તેમના ભોજનમાં બકરીનું દૂધ, રાંધેલી અને કાચી ભાજી, મોસંબી, આદુંનો કાઢો, ખાટાં લીંબુનો રસ તથા ધૃતકુ મારીનો સમાવેશ થતો હતો. બંધારણના ખરડાના મારા સુધારાવધારા પોતાની વિશિષ્ટ પ્રકારની ઝીણવટથી તેઓ એક પછી એક જોઈ ગયા અને પંચાયતના नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

આગેવાનોની સંખ્યાની ગણતરીને અંગેની સરતચૂકથી રહી ગયેલી મારી ભૂલ તેમણે સુધારી. પછીથી મેં ડૉ. રાજ ેન્દ્રપ્રસાદની મારી મુલાકાતનો વિગતે હે વાલ આપ્યો. તેમની તબિયત સારી રહે તી નહોતી તેથી એ વિષે ખબર કાઢવાને આગલે દિવસે તેમણે મને મોકલ્યો હતો. વળી આગલે દિવસે સાંજ ે ડૉ. શ્યામપ્રસાદ મુકરજીને હં ુ મળ્યો ત્યારે પૂર્વ બંગાળની સ્થિતિ વિષે તેમણે આપેલી છેલ્લી ખબર પણ મેં ગાંધીજીને કહી સંભળાવી. આના પરથી નોઆખાલીની વાત નીકળી. મેં તેમની સમક્ષ વ્યવસ્થિત રીતે વસ્તીનું સ્થળાંતર કરવાની વાત મૂકી પરં તુ એ વિષે તેમનો અભિપ્રાય સ્પષ્ટ અને દૃઢ હતો. જ ેમ આપણા કાર્યકર્તાઓએ ‘કરેં ગે યા 5


સાડાચાર વાગ્યે આભા ગાંધીજીનું સાંજનું ભાણું

લાવી. એમાં લગભગ સવારના ભોજનની જ

વસ્તુઓ હતી. આ પૃથ્વી પરનું આ તેમનું છેલ્લું ભોજન હતું. સરદાર સાથેની મુલાકાત એ તેમની એવી છેલ્લી મુલાકાત હતી. પ્રધાનમંડળની એકતા છિન્નભિન્ન કરવા માટે સરદારની સામે ચાલી રહે લો

દુષ્ટતાભર્યો પ્રચાર એ તેમની વચ્ચેની ચર્ચાની એક બાબત હતી. તેમનો એવો સ્પષ્ટ અભિપ્રાય હતો કે પ્રધાનમંડળમાં કોઈ પણ પ્રકારનું ભંગાણ પડે એ

દેશના

ઇતિહાસની

આપત્તિરૂપ છે

કટોકટીની

પળે

મરેં ગે’ના સૂત્ર પ્રમાણે આચરણ કરવાનું છે તે જ રીતે પોતાનાં સ્વમાન, આબરૂ તથા ધાર્મિક સ્વાતંત્ર્યનો હક સાચવવાને માટે ‘કરેં ગે યા મરેં ગે’ના સૂત્રનો અમલ કરવાને પ્રજાને પણ આપણે તૈયાર કરવી જોઈએ. “છેવટે ગણ્યાગાંઠ્યા જ એવા રહી જાય એમ બને પરં તુ દુર્બળતામાંથી સામર્થ્ય પેદા કરવાનો બીજો કોઈ ઉપાય નથી. સશસ્ત્ર યુદ્ધમાં પણ સામાન્ય

સિપાઈઓનાે ઘાણ નથી નીકળતો? તો પછી અહિં સક યુદ્ધમાં પણ એથી બીજુ ં કેવી રીતે સંભવી શકે?” આગળ ચાલતાં તેમણે જણાવ્યુંૹ “તમે જ ે કરી રહ્યા છો એ યોગ્ય રસ્તો છે. તમે મોતનો ભય કાઢ્યો છે અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે તથા તેમના પ્રીતિપાત્ર બન્યા છો. પ્રેમ અને ખંતની સાથે જ્ઞાનનો મેળ સાધવો જોઈએ. આ તમે કર્યું છે. તમે એકલા પણ સંપૂર્ણપણે અને યોગ્ય રીતે તમારી ફરજ બજાવો તો બીજાં બધાંને તમે તમારામાં સમાવી લેશો. તમને ખબર છે કે તમારી મને અહીં ખૂબ જરૂર છે. મારા પર એટલો બધો બોજો છે કે ન પૂછો વાત. વળી દુનિયાને પણ હં ુ ઘણું ઘણું કહે વા માગું છુ ં પરં તુ તમે અહીં નથી એટલે હાલ હં ુ એ નથી કરી શકતો. પરં તુ એ બાબતમાં મારા દિલને મેં વજ્ર જ ેવું કઠણ કર્યું છે. તમે જ ે કાર્ય કરી રહ્યા છો તે વધારે મહત્ત્વનું છે.” પછીથી ગુંડાઓની બાબતમાં સરકાર પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ નીવડે તો તેમની જોડે કેવી રીતે કામ લેવું એ તેમણે બતાવ્યું.

એમની અંતિમ ચિંતા

બપોરના આરામ પછી ગાંધીજી શ્રી સુધીર ઘોષને મળ્યા. શ્રી ઘોષે લંડનના ટાઇમ્સ પત્રની એક કાપલી તથા સરદારને કોમવાદી કહીને અને પંડિત જવાહરલાલનાં વખાણ કરવાનો ડોળ કરીને લોકો તેમની વચ્ચે ફૂટ પડાવવાનો કેવી રીતે સતત પ્રયાસ કરી રહ્યા છે એ બતાવતા એક અંગ્રેજ મિત્રના કાગળમાંથી કેટલાક ઉતારા ગાંધીજીને વાંચી બતાવ્યા. ગાંધીજીએ કહ્યું કે મને એ રમતની ખબર છે અને એ વિષે હં ુ ભારે વિમાસણમાં પડી ગયો છુ .ં હરિજનમાં પ્રસિદ્ધ થયેલા પ્રાર્થના પછીના એક પ્રવચનમાં મેં આને વિષે ચર્ચા કરી છે પણ આ બાબતમાં એથી કંઈક વિશેષ કરવાની જરૂર છે. 6

એ વિષે શું કરવું એનો હં ુ વિચાર કરી રહ્યો છુ .ં આખો દિવસ એક પછી એક મુલાકાત ચાલ્યા જ કરી. દિલ્હીના મૌલાનાઓ તેમને મળવા આવ્યા. તેમણે ગાંધીજીના વર્ધા જવા વિષે સંમતિ આપી. ગાંધીજીએ તેમને કહ્યું કે, થોડા વખત માટે જ હં ુ અહીંથી જાઉં છુ .ં ઈશ્વરે કંઈક જુ દું જ ધાર્યું હોય અને અણચિંતવ્યું કંઈક બની જાય તે સિવાય ૧૧મી તારીખે સદ્ગત જમનાલાલજીની પુણ્યતિથિના સમારં ભમાં ભાગ લઈને ૧૪મી તારીખે હં ુ પાછો દિલ્હી આવી પહોંચીશ. સાડાચાર વાગ્યે આભા ગાંધીજીનું સાંજનું ભાણું લાવી. એમાં લગભગ સવારના ભોજનની જ વસ્તુઓ [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


હતી. આ પૃથ્વી પરનું આ તેમનું છેલ્લું ભોજન હતું. સરદાર સાથેની મુલાકાત એ તેમની એવી છેલ્લી મુલાકાત હતી. પ્રધાનમંડળની એકતા છિન્નભિન્ન કરવા માટે સરદારની સામે ચાલી રહે લો દુષ્ટતાભર્યો પ્રચાર એ તેમની વચ્ચેની ચર્ચાની એક બાબત હતી. તેમનો એવો સ્પષ્ટ અભિપ્રાય હતો કે પ્રધાનમંડળમાં કોઈ પણ પ્રકારનું ભંગાણ પડે એ દેશના ઇતિહાસની આ કટોકટીની પળે આપત્તિરૂપ છે. સરદારને તેમણે

કહ્યું કે પ્રાર્થના પછીના આજ સાંજના મારા પ્રવચનમાં હં ુ એ વિષે બોલીશ. પ્રાર્થના પછી પંડિતજી મને મળવાના છે તેમની સાથે પણ હં ુ એ વિષે ચર્ચા કરીશ. વળી તેમણે ઉમેર્યું કે, જરૂર જણાય તો બીજી તારીખે વર્ધા જવાનું હં ુ માંડી વાળીશ અને બે વચ્ચે અણબનાવ કરાવવાના દુષ્ટતાભર્યા પ્રયાસને નિર્મૂળ કર્યા વિના હં ુ દિલ્હી નહીં છોડુ.ં

પ્રાર્થના

આમ વાત ચાલી રહી હતી. બિચારી આભા હજી પણ એમાં વિક્ષેપ પાડવાની હિં મત કરી ન શકી. સમય સાચવવાની અને ખાસ કરીને પ્રાર્થનાનો સમય જાળવવાની બાબતને ગાંધીજી ભારે મહત્ત્વ આપતા હતા એ તે જાણતી હતી. એટલે જીવ પર આવી જઈને પ્રાર્થનાનું મોડુ ં થાય છે એ દર્શાવવા તેણે તેમનું ઘડિયાળ તેમની આગળ ધર્યું. પ્રાર્થનામાં જતા પહે લાં નાહવાની ઓરડીમાં જવાને ઊઠતાં ઊઠતાં તેમણે કહ્યું કેૹ “હવે તો મારે ભાગવું જ જોઈએ.” જ્યાં આગળ સાંજની પ્રાર્થના કરવામાં આવતી હતી તે વ્યાસપીઠનાં પગથિયાં આગળ આવતાં સુધી માર્ગમાં તેમણે તે દિવસે સાંજની તેમની ‘હાથલાકડીઓ’ આભા અને મનુ જોડે ઠઠ્ઠામશ્કરી ઉડાવી. બપોર પછી આભાએ ગાંધીજીને કાચા ગાજરનો રસ આપ્યો ત્યારે તેમણે કહ્યુંૹ “તું મને ઢોરનો ખોરાક આપે છે એમ ને.” આભાએ જવાબ આપ્યો, “બા એને ઘોડાનો ખોરાક કહે તાં હતાં.”

“બીજુ ં કોઈ જ ેની પરવા કરતું નથી તેનો હં ુ આસ્વાદ લઉં છુ ં એ મારે માટે ભારે નહીં કહે વાય?” એમ કહીને તે હસ્યા. “બાપુ, તમારું ઘડિયાળ બિચારું ઝૂરતું હશે, તમે એના તરફ નજર રાખતા જ નથી.” આભાએ કહ્યું. “તમે લોકો જ મારી ઘડિયાળો છો, પછી હં ુ શાને એમ કરું ,” તેમણે જવાબ આપ્યો. “પણ તમે એ ઘડિયાળો તરફ નજર રાખતા નથી,” એકે કહ્યું. બાપુ ફરી પાછા હસી પડ્યા. પગથિયાં નજીક આવતાં તેમના છેલ્લા શબ્દો આ છેૹ “હં ુ દશ મિનિટ મોડો છુ .ં મોડા થવું મને િબલકુ લ પસંદ નથી. બરાબર પાંચને ટકોરે પ્રાર્થનાની જગ્યાએ આવી જવાનું મને ગમે.” આટલેથી વાત અટકી કેમ કે પ્રાર્થનાસ્થાનની નજીક આવતાંવેંત બધી મજાક અને વાતચીત બંધ થઈ જવી જોઈએ, અને મનમાં પ્રાર્થના સિવાય બીજા કશા વિચાર ન હોવા જોઈએ એવો તેમની ‘હાથલાકડીઓ’ સાથેનો તેમનો સંકેત હતો.

‘રામ! રામ!’

પ્રાર્થનાર્થીઓની કૉર્ડન કરે લી હારમાં થઈને તે જતા હતા ત્યારે પ્રાર્થનાર્થીઓના નમસ્કારના વળતા नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

નમસ્કાર કરવાને તેમણે બે બાળાઓના ખભા પરથી પોતાના હાથ ઉપાડી લીધા. એકાએક જમણી 7


બાજુ એથી જોરથી માર્ગ કરતો એક માણસ ટોળામાંથી આવ્યો. ગાંધીજીના પગને સ્પર્શ કરવાને માટે તે આવ્યો છે એમ સમજીને મનુએ પ્રાર્થનાનું મોડુ ં થવા છતાંયે તમે આવી રીતે વખત લો છો એવા મતલબનું ઠપકારૂપે તેને કહ્યું અને તેનો હાથ પકડીને આ ધસી આવનારને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે તેને જોરથી હડસેલી મૂકી. એથી કરીને તેના હાથમાંની ભજનાવલી, બાપુની થૂંકદાની તથા માળા નીચે પડી ગયાં. એ વસ્તુઓ લેવાને તે નીચે વળી એટલામાં પેલો બાપુની છેક સામે આવીને ઊભો. બાપુની એટલો સમીપ તે આવ્યો હતો કે ગોળીનું એક ખાલી કોચલું બાપુના કપડાની ગડીમાંથી મળી આવ્યું હતું. સાત બારની ઑટોમૅટિક પિસ્તોલમાંથી ધડાધડ ત્રણ બાર થયા. પહે લી ગોળી મધ્ય રે ખાથી સાડા ત્રણ ઇંચ જમણી બાજુ એ નાભિથી અઢી ઇંચ ઉપર પેટમાં વાગી હતી. બીજી મધ્ય રે ખાથી એક ઇંચ દૂર અને ત્રીજી જમણી બાજુ એ છાતીમાં મુખ્ય રે ખાથી ચાર ઇંચ દૂર વાગી હતી. પહે લી અને બીજી ગોળી શરીરની આરપાર નીકળી ગઈ હતી. ત્રીજી ફે ફસાંમાં ભરાઈ રહી

હતી. પહે લી ગોળી વાગી ત્યારે જ ે પગ ગતિમાં હતો તે વળી ગયો. બીજી ગોળી વખતે પણ તે ઊભા હતા અને પછી તે ઢગલો થઈને પડ્યા. ‘રામ, રામ’ એ તેમના છેલ્લા બોલ હતા. તેમનો ચહે રો ફિક્કો પડી ગયો. તેમનાં સફે દ વસ્ત્રો પર લાલ ડાઘ પ્રસરી ગયો. પ્રાર્થનાર્થીઓને નમસ્કારને અર્થે ઊંચા કરે લા હાથ ધીમે ધીમે નીચે ઢળ્યા. એક હાથ તેના સ્વાભાવિક સ્થાન આભાની ગરદન પર પડ્યો. શિથિલ બની ગયેલો દેહ ધીમેથી ઢળી પડ્યો. સડક બની ગયેલી મનુ અને આભાને શું બની ગયું તેની ત્યારે જ ખબર પડી. બીજ ે દિવસે નોઆખાલી જવાની તૈયારી પૂરી કરવા માટે હં ુ શહે રમાં ગયો હતો. ત્યાંથી હં ુ આવ્યો અને પ્રાર્થનાસ્થાન તરફ જતી પથ્થરની કમાનો સુધી પહોંચ્યો ત્યાં તો સામેથી શ્રી ચંદવાણી દોડતા આવ્યા. તે બોલી ઊઠ્યાૹ “દાક્તરને ફોન કરો, બાપુ પર ગોળીબાર થયો છે.” હં ુ તો એ સાંભળીને સડક જ થઈ ગયો. યંત્રની પેઠ ે મેં દાક્તરને બોલાવવા કોઈકને ફોન કરવા કહ્યું.

અંત

સૌ આભાં બની ગયાં હતાં. તેમની પાછળ આવનાર ડૉ. રાજ સભરવાલે તેમનું માથું ધીમેથી આભાના ખોળામાં મૂક્યું. તેમનો દેહ કંપતો હતો અને આંખો અરધી બિડાયેલી હતી. ખૂનીને બિરલા ભવનના એક માળીએ પકડ્યો હતો. એમાં બીજાઓ પણ ભળ્યા અને થોડીક ખેંચતાણ પછી પેલા ખૂનીને તેમણે જ ેર કર્યો. મિત્રો શિથિલ અને નિશ્ચેષ્ટ બની ગયેલા શરીરને ઉપાડીને અંદર લઈ ગયા અને તે બેસતા અને કામ કરતા તે સાદડી પર તેમને સુવાડ્યા. પરં તુ બીજુ ં કશુંયે થઈ શકે તે પહે લાં જ શરીરનું યંત્ર બંધ પડી ગયું. અંદર લાવ્યા પછી 8

તેમને આપવામાં આવેલું ચમચા જ ેટલું મધ અને ગરમ પાણી ન ગળી શકાયું. લગભગ તત્કાળ મરણ નીપજ્યું હતું. ડૉ. સુશીલા ભાવલપુર ગયાં હતાં. માનવદયાના કામ માટે બાપુએ તેમને ત્યાં મોકલ્યાં હતાં. બોલાવવામાં આવેલા. ડૉ. ભાગવત આવ્યા અને ઍડ્રેનેલીન નામની દવા માટે ડૉ. સુશીલાની તાત્કાલિક દવાઓની પેટી ખોળાખોળ કરવા લાગ્યા. મેં તેમને એ ન ખોળવા વીનવ્યા કેમ કે ગાંધીજીએ તેમનું જીવન બચાવવા માટે પણ નિષિદ્ધ દવાઓ તેમને ન આપવાને અમને કહી રાખ્યું હતું. વરસો [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


જતાં તેમ તેમ પોતાને માટે તેમ જ બીજાઓને માટે પણ બધા રોગોના નિવારણ માટે રામનામની એકમાત્ર જડીબુટ્ટી પર તેઓ વધુ ને વધુ આધાર રાખતા થયા હતા. એકને આધારે આખું જગત ટકી રહ્યું છે એવું ગીતા કહે છે તેનો અર્થ શો એમ કહીને, ઉપવાસ દરમિયાન હમણાં જ એક દિવસે વિજ્ઞાનની મર્યાદા વિષે તેમણે વાત કરી હતી. સર્વ રોગનું નિવારણ કરવાની શક્તિ ધરાવનાર રામનામને વિષે બોલતાં ઘનશ્યામદાસજીને કંઈક અફસોસપૂર્વક તેમણે કહ્યું હતું કેૹ “મારા જીવનમાં જો હં ુ એ વાત ખરી ન પાડુ ં તો મારા મરણ સાથે જ એનો પણ અંત આવ્યો સમજજો.” અને બન્યું પણ એમ કે તાત્કાલિક દવાઓની પેટીમાં ઍડ્રેનેલીન હતી જ નહીં. …ગાંધીજીના સાથીઓ પૈકી સરદાર વલ્લભભાઈ પહે લા આવી પહોંચ્યા. તે આવીને તેમને પડખે બેઠા, તેમની નાડ તપાસી જોઈ અને તેમણે ધાર્યું કે તે હજી મંદ મંદ ચાલે છે. બાળાઓ તો ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી હતી પરં તુ હવે તેઓ એકઠી મળીને રામધૂન ગાવા લાગી હતી. સરદાર ચેતનરહિત દેહની પાસે ખડકની પેઠ ે અડગ બેઠા હતા. તેમનું મોં લેવાઈ ગયું હતું. પછીથી પંડિત જવાહરલાલ આવ્યા અને બાપુનાં કપડાંમાં પોતાનું મોં રાખીને એક બાળકની પેઠ ે રોવા લાગ્યા. પછી દેવદાસ અને ડૉ. રાજ ેન્દ્રપ્રસાદ આવ્યા. અને પછી શ્રી જયરામદાસ, રાજકુ મારી અમૃતકોર, આચાર્ય કૃ પાલાની વગેરે તેમના બાકી રહે લા જૂ ના સાથીઓ આવ્યા. થોડી વાર પછી લૉર્ડ માઉન્ટબેટન આવ્યા ત્યારે બહાર માણસોનો ધસારો એટલો બધો વધી ગયો હતો કે મહામુશ્કેલીએ તેઓ અંદર આવી શક્યા. એક ક્ષણના પણ વિલંબ વિના એ સુભટ પંડિતજી અને મૌલાનાસાહે બને બીજા ઓરડામાં લઈ ગયા અને એક રાજપુરુષનું પોતાનું ચિત્ત આ અતિ કરુણ ઘટનામાંથી ઉદ્ભવતા તાત્કાલિક પ્રશ્નો પર नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

ગાંધીજીના સાથીઓ પૈકી સરદાર વલ્લભભાઈ

પહે લા આવી પહોંચ્યા. તે આવીને તેમને પડખે બેઠા, તેમની નાડ તપાસી જોઈ અને તેમણે ધાર્યું કે તે હજી મંદ મંદ ચાલે છે. બાળાઓ તો ધ્રુસકે

ધ્રુસકે રોવા લાગી હતી પરંતુ હવે તેઓ એકઠી મળીને

રામધૂન

ગાવા

લાગી

હતી.

સરદાર

ચેતનરહિત દેહની પાસે ખડકની પેઠે અડગ બેઠા

હતા. તેમનું મોં લેવાઈ ગયું હતું. પછીથી પંડિત જવાહરલાલ આવ્યા અને બાપુનાં કપડાંમાં પોતાનું મોં રાખીને એક બાળકની પેઠે રોવા લાગ્યા

તેમણે લગાડ્યું. ગાંધીજીના દેહને રાસાયણિક દ્રવ્યોની મદદથી ટકાવી રાખીને કંઈ નહીં તો થોડા વખત માટે રાજવી દબદબાથી રાખવાની સૂચના આવી. પરં તુ એ બાબતમાં ગાંધીજીના વિચારો એવા દૃઢ અને સ્પષ્ટ હતા કે એમાં વચ્ચે પડવાની મારી પવિત્ર અનિવાર્ય ફરજ થઈ પડી. મૃતદેહને જાળવી રાખીને તેનું બુત કરવા સામે તેમનો કેટલો બધો વિરોધ હતો એ મેં તેમને જણાવ્યું. અનેક વખત તેમણે મને કહ્યું હતું કેૹ “મારે વિષે જો એમ થવા દેશો તો મૃત્યુની સ્થિતિમાં પણ હં ુ તમને ઠપકો આપીશ જ્યાં પણ મારો દેહ પડે ત્યાં ને ત્યાં કોઈ પણ પ્રકારની ધમાલ વિના તેને બાળી મૂકવામાં આવે એમ હુ ઇચ્છું છુ .ં ” ડૉ. રાજ ેન્દ્રપ્રસાદ, શ્રી જયરામદાસ તથા ડૉ. જીવરાજ મહે તાએ મારી વાતને ટેકો આપ્યો અને પેલો વિચાર પડતો મૂકવામાં આવ્યો. રાત્રી દરમિયાન ગીતા અને સુખમની સાહે બના પારાયણના મધુર ધ્વનિથી એ ઓરડો ગુંજી રહ્યો, જ્યારે વધતી જતી અને શોકથી ગાંડી બનેલી માનવમેદની ઓરડાની ચારે તરફથી દર્શન માટે ધસી રહી હતી. આખરે ગાંધીજીના દેહને ઉપલે માળ લઈ જઈ ને લોકોનાં દર્શન માટે બિરલા ભવનના એક ઝરૂખામાં મૂકવો જ પડ્યો. 9


વિદાય

મળસકે હિં દુ વિધિ પ્રમાણે દેહને સ્નાન કરાવવામાં આવ્યું અને પછીથી તેને પુષ્પાચ્છાદિત ઓરડાની વચ્ચે સુવાડવામાં આવ્યો. પછીથી એલચી મંડળના સભ્યો આવ્યા અને પગ આગળ પોતાના હાર મૂકીને તેમણે મૂક અંજલિ આપી. “હસતે મોંએ હં ુ ગોળીના વરસાદનો સામનો કરું એના કરતાં વધારે પ્રિય મને બીજુ ં કશું નથી.” તેમના મૃત્યુના થોડા જ દિવસ અગાઉ તેમણે આમ કહ્યું હતું અને ઈશ્વરે એ વરદાન તેમને આપ્યું હોય એમ લાગતું હતું. અમે સૌએ છેલ્લા પ્રણામ કર્યા. તે પછી ૧૧ વાગ્યે દેહને શબવાહિની પર મૂકવામાં આવ્યો. ત્યાં સુધીમાં રામદાસ ગાંધી નાગપુરથી ઍરોપ્લેનમાં આવી પહોંચ્યા હતા. સ્મશાનયાત્રા નીકળવાની તૈયારીમાં હતી તે જ વખતે છેલ્લાં ડૉ. સુશીલા આવ્યાં. છેવટની ઘડીએ બાપુની પાસે તે ન રહી શક્યાં એ વિચારથી તેમને અપાર દુઃખ થતું હતું પરં તુ છેલ્લે છેલ્લે પણ છેવટનાં દર્શન કરવાને માટે તે વેળાસર આવી શક્યાં તે માટે વિધિનો તે આભાર માનતાં હતાં. “આવી શિક્ષા શાને?” એમ તેમણે તે રાત્રે દુઃખથી વ્યાકુ ળ થઈ ને વારં વાર બોલ્યા કર્યું. “એ કંઈ શિક્ષા નથી.” એમ કહીને દેવદાસે તેમને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો. તેમણે છેલ્લું સોંપેલું કાર્ય પાર પાડવું એ તો એક અમોલો લહાવો છે. તેમણે સોંપેલું એ છેલ્લું કામ હતું. જ ેમને તેમણે વધારે આપ્યું હતું તેમની પાસેથી બાપુ વધુ ને વધુ અપેક્ષા રાખતા હતા. એ તેમની વિશિષ્ટતા હતી.

અપાર શાંતિ, ક્ષમા અને કરુણાથી ભરે લા તેમના નિશ્ચેષ્ટ બની ગયેલા મોં તરફ હં ુ નજર કરી રહ્યો હતો ત્યારે અનેક સ્વપ્નાંઓ અને આશાઓથી ભરે લા એક કૉલેજના વિદ્યાર્થી તરીકે તેમને ચરણે આવીને બેઠો ત્યારથી અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ વરસના તેમની સાથેના અતિનિકટના અખંડ સહવાસનું આખુંય ચિત્ર એક ઝબકારાની પેઠ ે મારાં મનઃચક્ષુ આગળથી પસાર થઈ ગયું. અને કેટકેટલાં વ્યવસાયથી ભરે લાં વરસો એ હતાં! જ ે કંઈ બનવા પામ્યું તેના મર્મ વિષે હં ુ વિચાર કરવા લાગ્યો. પ્રથમ તો હં ુ આભો જ બની ગયો પણ ધીમે ધીમે એ કોયડો ઉકેલાવા લાગ્યો. હમણાં જ એક દિવસ એક માણસે પણ પોતાના કર્તવ્યનું પૂરેપૂરું અને યોગ્ય પાલન કરવા વિષે તે બોલ્યા હતા ત્યારે એનો અર્થ ખરે ખર શો થાય એ વિષે હં ુ વિમાસણમાં પડી ગયો હતો. એમના મરણે એ જવાબ પૂરો પાડ્યો છે. પહે લાં તે ઉપવાસ કરતા ત્યારે બીજાંઓને નિગાહ રાખવાને અને પ્રાર્થના કરવાને કહે તા. “બાળકો વચ્ચે પિતા હોય ત્યારે તેમણે રમવું કૂ દવું જોઈએ. મારા ગયા પછી તેઓ હં ુ કરી રહ્યો છુ ં તે બધું કરશે.” એમ તે કહે તા. આજ ે જ ે જ્વાળાઓ દેશને ઘેરી વળવાનો ભય ઊભો થયો છે તેને બુઝાવવી હોય અને આપણે માટે જ ે સ્વતંત્રતા તેમણે મેળવી તેનાં ફળ તેઓ જ ેમને માટે ઝં​ંખતા હતા તેઓ ભોગવવાના હોય તો તેમના મરણે ચીંધેલો માર્ગ અખત્યાર કરવો જોઈએ. નવી દિલ્હી, ૪-૨-’૪૮ [અંગ્રેજી પરથી]

10

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અનાથનું નિવેદન દેવદાસ ગાંધી “હં ુ મોડો પડ્યો હતો. મારા એ અપરાધ માટે રડતાં રડતાં મેં બાપુના કાનમાં ક્ષમા માગી પરં તુ એ બધું વૃથા હતું. ભૂતકાળમાં મારા નાના નાના અપરાધો માટે તેમણે મને અનેક વાર ક્ષમા આપી હતી એટલે આ છેલ્લી વાર પણ તે પલળશે અને મારા તરફ જરા સરખી નજર કરશે એવી આશા મેં સેવી હતી. પરં તુ તેમના હોઠ દૃઢપણે બિડાઈ ગયા હતા.”

૧૯૦૦ • ૧૯૫૭

ગાંધીજીના સૌથી નાના પુત્ર દેવદાસ ગાંધીએ બાપુના નિર્વાણ બાદ અનુભવેલી પીડાને શબ્દોમાં ઉતારતા આ લખ્યું છે. ‘અનાથનું નિવેદન’ મથાળા હે ઠળ હરિજનબંધુમાં લખાયેલા લેખમાં દેવદાસ ગાંધીએ પોતાના પિતાના અવસાન બાદ પોતાના જીવનમાં આવેલા ખાલીપણાની સાથોસાથ બાપુના ગયા બાદ હવે તમામ દેશવાસીઓની શું ફરજ હોવી ઘટે તે અંગે ભારપૂર્વક રજૂ આત કરી છે, તે લેખના સંકલિત અંશો.

હં ુ એક અનાથ તરીકે, મારા જ ેવા જ અનાથ મને ગોપુ1ની ખોટ લાગે છે. તેના દાદા તેને આવકાર બનેલા બીજાઓને મારા દુઃખ તથા મારા વિચારોમાં સહભાગી બનાવવાના આશયથી આ બોલી રહ્યો છુ .ં આપણા પર એક સરખો અંધકાર છવાઈ ગયો છે અને ગયા શુક્રવારના સંધ્યાકાળથી એકાએક જ ે અંધકાર વ્યાપી ગયો છે એનો અનુભવ મને એકલાને જ થાય છે એવું નથી. મારી અને બાપુ વચ્ચે પરસ્પર જ ે સ્વાભાવિક પ્રેમ હતો તેનો ઈશ્વર સાક્ષી છે. વીસ વરસનો હતો ત્યારે વિશેષ અભ્યાસને માટે હં ુ કાશી જવાને તૈયાર થયો હતો તે વખતે બાપુએ જ ે ઉમળકાથી મારું માથું ચૂમ્યું હતું એ મને બરાબર યાદ છે. એ પહે લાં બીજા કોઈ પ્રસંગે બાપુએ મને એ રીતે ચુંબન કર્યું હોય એ મને યાદ નથી. છેલ્લા થોડા માસથી તે દિલ્હીમાં હતા તે દરમિયાન મારા ત્રણ વરસના પુત્રને બાપુના લાડનો લહાવો મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. હવે મારા ભાવ સાવ ઘટી ગયા હતા અને હમણાં જ થોડા દિવસ પર બાપુએ મને કહ્યું હતું કે તમે લોકો બિરલા ભવન નથી આવતાં ત્યારે વિશેષે કરીને

આપવાને જ ેવું મોં કરતા હતા તેની નકલ જ્યારે પણ એ બાળક કરે છે ત્યારે અમારી આંખ આંસુથી ભરાઈ જાય છે. આમ છતાં કુ ટુબ ં ના સંકુચિત ક્ષેત્રમાં તેમને નહીં જ ેવો જ રસ હતો અને તે મારા એકલાના જ પિતા છે એવો ખ્યાલ મેં ક્યારનોયે તજી દીધો હતો. આપ જ ે સૌ મને સાંભળી રહ્યા છો તેમની પેઠ ે હં ુ પણ તેમને એક ઋષિ તરીકે લેખતો હતો અને આપ સૌની પેઠ ે જ હં ુ તેમની ખોટ અનુભવી રહ્યો છુ .ં એથી કરીને, આ ભીષણ આપત્તિને ઉત્તર ધ્રુવના પ્રદેશમાં રહે નારા અને એ મહાપુરુષ સાથે જ ેનો જાતિ કે લોહીનો કશો સંબંધ ન હોય એવા કોઈકની તટસ્થ વૃત્તિથી હં ુ નિહાળું છુ .ં એમની ખોટની હજી તો આપણને બહુ ઝાંખી પ્રતીતિ થઈ છે. મને તેમ જ અમારા કુ ટુબ ં ીજનોને લાગણીપૂર્વકના આશ્વાસનના સંદેશા મળી રહ્યા છે તેથી અમને ભારે સાંત્વન મળ્યું છે. પરં તુ અમને સંદેશો મોકલનારાઓએ વધારે દુઃખ અને વેદના અનુભવ્યાં હોય એ સંભવિત છે. કોણ કોને દિલાસો આપે? 1. ગોપાલકૃ ષ્ણ ગાંધી

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

11


રાતનું જાગરણ

એમના અવસાન પછી ત્રીસ મિનિટ બાદ હં ુ ત્યાં પહોંચ્યો. એ સમયે બાપુનું શરીર હજી ગરમ હતું. એમની ચામડી હમેશાં કોમળ, સુંવાળી અને સ્વભાવતઃ સુંદર હતી. ધીમેથી મેં તેમનો હાથ મારા બંને હાથોમાં લીધો ત્યારે મને એવું લાગ્યું કે જાણે કશું થયું જ નથી. પરં તુ એમની નાડી બંધ પડી ગઈ હતી. હમેશની જ ેમ તે ખાટલા પર સૂતા હતા. એમનું માથું આભાના ખોળામાં હતું. સરદાર પટેલ અને પંડિતજી તેમની પાસે સૂનમૂન થઈને બેઠા હતા અને બીજાં ઘણાં શ્લોકો બોલતાં અને ભજનો ગાતાં ગાતાં ધ્રૂસકાં લઈ રહ્યાં હતાં. હં ુ મોડો પડ્યો હતો. મારા એ અપરાધ માટે રડતાં રડતાં મેં બાપુના કાનમાં ક્ષમા માગી પરં તુ એ બધું વૃથા હતું. ભૂતકાળમાં મારા નાના નાના અપરાધો માટે તેમણે મને અનેક વાર ક્ષમા આપી હતી એટલે આ છેલ્લી

વાર પણ તે પલળશે અને મારા તરફ જરા સરખી નજર કરશે એવી આશા મેં સેવી હતી. પરં તુ તેમના હોઠ દૃઢપણે બિડાઈ ગયા હતા. અને તેમની આંખો શાશ્વત શાન્તિમાં લીન થઈ ગઈ હતી. સમય ન સાચવવાની હમેશની ટેવવાળા પોતાના પુત્રને ક્રોધ વિના પણ નિશ્ચયપૂર્વક કહે તા હોય કે ‘હવે મારી શાન્તિનો ભંગ ન થઈ શકે’ એવો ભાવ તેમના ચહે રા પર દેખાતો હતો. અમે આખી રાત જાગરણ કર્યું. એમનો ચહે રો એટલો શાન્ત અને સ્વસ્થ હતો તથા એમના દેહની આસપાસ દૈવી પ્રકાશની એવી પ્રભા વ્યાપી રહી હતી કે મૃત્યુનો શોક કરવો અથવા તેનાથી ડરવું એ મને પાપ કરવા સમાન લાગ્યું. ઉપવાસનો આરં ભ કરતી વખતે જ ે ‘પરમ મિત્ર’નો તેમણે ઉલ્લેખ કરે લ હતો તેણે તેમને બોલાવી લીધા હતા.

અસહ્ય વેદના

ધાર્મિક વિધિ પ્રમાણે તેમના દેહને સ્નાન કરાવવાને માટે જ ે ઓઢીને તે પ્રાર્થનાસભામાં ગયા હતા તે ચાદર તેમના શરીર પરથી ઉતારી લીધી તથા તેમનાં કપડાં ઉતાર્યાં તે ઘડીએ અમને સૌને અસહ્ય વેદના થઈ. પોતાનાં સ્વલ્પ કપડાં બાપુ બહુ જ સુઘડતાપૂર્વક રાખતા હતા અને એ દિવસે તો વિશેષ કરીને એમ હતંુ. બાપુ ગોળી ખાઈને પડ્યા એથી કરીને ઉપરની ચાદર પર પ્રાર્થનાભૂમિ પરની ધૂળ લાગી હતી તથા ઘાસનાં તણખલાં ચોંટ્યાં હતાં. એ ધૂળ કે ઘાસનાં તણખલાંને ખંખેરી નાખ્યા વિના એ ચાદરની જ ેમની તેમ અમે ધીમેથી ગડી ે ી એક કરી દીધી. એ ચાદરની ગડીમાંથી ફૂટલ ગોળીનુ​ું ખોખું મળી આવ્યું એ પરથી માલૂમ પડે છે કે છેક પાસેથી ગોળી છોડવામાં આવી હતી. 12

જ ે નાના દુપટ્ટાથી તે પોતાની છાતી તથા ખભા ઢાંકતા હતા તેના પર તેમના લોહીના મોટા ડાઘ પડ્યા હતા. તેમના જગજાહે ર કચ્છ સિવાયનાં બધાં કપડાં ઉતારી લેવામાં આવ્યાં અને આપણા સૌના સુપરિચિત ‘નગ્ન ફકીર’ના સ્વરૂપમાં અમે તેમને નિહાળ્યા ત્યારે અમારાથી સ્વસ્થ રહી શકાયું નહીં. બાપુનાં એ ઘૂંટણો, એ હાથ, એ એમની વિશિષ્ટ આંગળીઓ, એ એમના પગ બધું જ ેમનું તેમ હતું. રાસાયણિક પ્રક્રિયા દ્વારા તેમના દેહને જાળવી રાખવાની સૂચનાને ઠેલવાનું કેટલું બધું મુશ્કેલ હતું! પરં તુ હિં દુ ભાવના એમ કરવા દે એમ નહોતું અને અમે એમાં સંમત થાત તો બાપુ અમને કદી પણ માફ ન કરત. [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અંતિમ યાત્રા

એ શોકગ્રસ્ત ઓરડામાં અમે બાપુની ફરતે બેઠાં હતાં ત્યારે પ્રાર્થનાપૂર્વક પણ બાલિશતાથી હં ુ એવી આશા સેવી રહ્યો હતો કે, ત્રણ ભીષણ ગોળીઓ વાગી હોવા છતાં કોઈ ને કોઈ રીતે સૂર્યોદય પહે લાં તે પાછા સજીવન થશે. પણ વખત તો અટળપણે જતો ગયો અને દુનિયાની કોઈ પણ વસ્તુ એમની નિદ્રા ભંગ ન કરી શકી ત્યારે સૂર્ય કદી ઊગે જ નહીં એવું હં ુ ઇચ્છવા લાગ્યો. પરં તુ ફૂલ અંદર લાવવામાં આવ્યાં અને અંતિમ યાત્રા માટે અમે બાપુના દેહને શણગારવા લાગ્યાં. મેં તેમની છાતી ખુલ્લી રાખવા જણાવ્યું. બાપુ જ ેવી વિશાળ અને સુંદર છાતી કોઈ યોદ્ધાની પણ નહીં હોય. પછીથી અમે તેમની આસપાસ બેસીને તેમને પ્રિય હતાં

એવાં ભજનો અને શ્લોકો બોલવા લાગ્યાં. આખી રાત લોકોનાં ટોળેટોળાં આવતાં રહ્યાં અને પ્રાતઃકાળમાં ગાંધીજીએ હરિજન ફાળા માટે તેમનું છેલ્લું ઊઘરાણું કર્યું. તેમના દેહ પાસે થઈને પસાર થતાં લોકોએ ફૂલોની સાથે ચલણી નોટો તથા સિક્કાઓની વૃષ્ટિ કરી હતી. પરદેશનાં એલચી ખાતાંઓના પ્રતિનિધિઓએ તેમની પત્નીઓ તથા સાથી મંડળ સાથે આવીને આદરપૂર્વક તેમને નમન કર્યું. એ કેવળ શિષ્ટાચાર નહોતો. આગળ પોતે જ ેમને મળ્યા હતા તથા જ ેમને તેઓ સારી પેઠ ે પિછાનતા હતા તેમને અંતિમ વિદાય આપવાને તેઓ આવ્યા હતા.

અલાહાબાદમાં ગંગાના કાંઠ ે ગાંધીજીના અસ્થિ પધરાવતી વેળાએ જવાહરલાલ નેહરુ સાથે મણિલાલ, રામદાસ અને દેવદાસ ગાંધી

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

13


હું એક પત્રકાર છુ ં એની મને યાદ કરાવવાની એ

તેમની હં મેશની રીત હતી. એમાં મારે માટે એક પ્રકારની ચેતવણી રહે તી હતી એ હું જાણતો હતો.

મારાથી એ કશંુ છૂ પું રાખતા નહોતા. હું જે કં ઈ પૂછું તેનો નિચોડરૂપ જવાબ તે હં મેશાં આપતા હતા. કદી કદી પૂછ્યા વિના પણ તે એમ કરતા હતા. પરંતુ સામાન્ય રીતે હું પૂછતો એટલું જ એ મને કહે તા

છેલ્લી મુલાકાત

આગલી રાત્રે મને એક અતિ વિરલ અવસર લાધ્યો. એ વખતે થોડીક વાર બાપુ સાથે હં ુ એકલો જ હતો. રોજની જ ેમ એ વખતે હં ુ ગાંધીજીને મળવા ગયો હતો. તે પથારીમાં સૂતા હતા અને એક આશ્રમવાસીને વર્ધાની પહે લી ગાડી પકડવાની સૂચના આપી રહ્યા હતા. એ જ વખતે હં ુ ત્યાં જઈ પહોંચ્યો અને તેમણે પૂછ્યું, ‘શા ખબર છે?’ હં ુ એક પત્રકાર છુ ં એની મને યાદ કરાવવાની એ તેમની હં મેશની રીત હતી. એમાં મારે માટે એક પ્રકારની ચેતવણી રહે તી હતી એ હં ુ જાણતો હતો. મારાથી એ કશંુ છૂપું રાખતા નહોતા. હં ુ જ ે કંઈ પૂછુ ં તેનો નિચોડરૂપ જવાબ તે હં મેશાં આપતા હતા. કદી કદી પૂછ્યા વિના પણ તે એમ કરતા હતા. પરં તુ સામાન્ય રીતે હં ુ પૂછતો એટલું જ એ મને કહે તા. અને હં ુ કેવળ

જરૂરી હોય એટલી જ વાત પૂછુ ં છુ ં અને એને છાપાની ખબરના અર્થમાં કશી લેવાદેવા નથી એમ માનીને તે ચાલતા. એ બાબતમાં તેમને મારા પર પોતાની જાત પર હોય એટલો વિશ્વાસ હતો. સ્વાભાવિક રીતે જ મારે કશા ખબર તો આપવાના હતા જ નહીં એટલે મેં પૂછ્યું કે ‘આપણી સરકારની નાવ કેમ ચાલે છે?’ તેમણે કહ્યું કે, ‘જ ે થોડો મતભેદ છે તે મટી જશે એની મને ખાતરી છે.’ અને પછી ઉમેર્યું, “પરં તુ હં ુ વર્ધાથી પાછો આવું ત્યાં સુધી રોકાવું પડશે. એમાં વધુ વખત લાગે એમ નથી. સરકારમાં બધા દેશભક્તો છે. દેશના હિતને હાનિ પહોંચે એવું કશું કોઈ નહીં કરે . કોઈ પણ ભોગે તેમણે બધાએ હળીમળીને કામ કરવું જોઈએ અને તેઓ એમ કરશે એની મને ખાતરી છે. તેમની વચ્ચે કોઈ પાયાનો મતભેદ નથી.” આવી આવી બીજી વાતો પણ થઈ અને હં ુ જો વધુ રોકાત તો હં મેશની પેઠ ે ત્યાં ભીડ થાત. એથી જવાની તૈયારી કરતાં મેં કહ્યું, ‘બાપુ, હવે તમે સૂઈ જશો?’ ‘ના, કશી ઉતાવળ નથી. તારી ઇચ્છા હોય તો હજી થોડો વખત વાત કરી શકે છે.’ પરં તુ હં ુ કહી ગયો તેમ, વાત ચાલુ રાખવાની રજા ફરીથી બીજ ે દિવસે ન મળી શકી. થોડાક દિવસ અગાઉ રાત્રે તેમની રજા લેતી વખતે મેં કહ્યું કે ‘પ્યારે લાલજીને હં ુ મારી સાથે જમવા લઈ જાઉં છુ .ં ’ એના જવાબમાં હં મેશ મુજબ ખડખડાટ હસીને મને કહ્યું ‘બેશક લઈ જા, પણ મને બોલાવી જવાનો તને કદી પણ વિચાર થયો છે ખરો?

મગજ ઠં ડું રાખીએ

ગઈ કાલે મારા એક મિત્રનાં પત્ની મને ખાસ મળવાને આવ્યાં. જાહે ર બાબતોમાં તેમને ઝાઝો રસ નથી અને નમ્રતા તથા કરુણાની તે મૂર્તિ છે. તેમણે કહ્યું, 14

‘હં ુ તમને એ કહે વા આવી છુ ં કે પેલાને ફાંસીની શિક્ષા ન થાય એ જોજો. એ તો બહુ જ હળવી સજા ગણાય. એને તો ભૂખે મારીને રીબી રીબીને [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મરવા દેવો જોઈએ.’ એ બહે ન ગંભીર નહોતાં પણ ભારે ગુસ્સે થયેલાં હતાં. વળી બીજાએ કહ્યું, ‘આપણે તેને રિબાવી ન શકીએ. આપણે એવા જંગલી નથી. પરં તુ એને જીવતો રહે વા દઈને એને એના પાપનો બોજો વહન કરવા દેવામાં આવે એમ હં ુ ઇચ્છું છુ .ં ’ હં ુ મારા ભાઈ કે પુત્રને વખોડુ ં તે રીતે હં ુ એને વખોડુ ં છુ .ં કેમ કે બાપુ સાથે એનો એ જ સંબંધ હતો. મેં એને મૂર્ખ કહ્યો છે. અને ખરે ખર એ કેવો ભયંકર મૂર્ખ નીવડ્યો છે! એને હરામખોરોનો ટેકો મળ્યો હતો. પરં તુ એ લોકો પણ અસહ્ય મૂર્ખાઓ છે. યાદ રાખો કે મૂર્ખોની મૂર્ખાઈને અવધિ નથી અને તેથી કરીને ચોરોથી સાવધ રહીએ છીએ તે રીતે આપણે તેમનાથી સાવધ રહે વું જોઈએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો એક વખત હં ુ પ્રશંસક હતો. એના આરં ભના સમયમાં વ્યાયામ, કવાયત, વહે લા ઊઠવું અને શિસ્તબદ્ધ જીવન એ એના પાયાની વસ્તુઓ હતી. પરં તુ થોડા જ વખતમાં એમાં તકસાધુ સાહસખોરો ભરાયા. કેટલાકને એમાં પોતાની બઢતી અને રાજકીય મોકો દેખાયાં. એનો અધઃપાત ઝડપથી થયો. તેના કેટલાક આગેવાનોએ પ્રથમ ખાનગીમાં અને પછીથી જાહે રમાં પણ ભયંકર વાતો કરવા માંડી. આખરે એક જણે મલિનમાં મલિન વિચારો સેવવા માંડ્યા. પરં તુ આપણે દૃષ્ટિ ગુમાવી બેસવું ન જોઈએ.

વિચાર કરતાં આપણને એમ લાગે કે બાપુનું ર�ણ કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા. પણ આપણે

ઓળખતા હતા તે બાપુને સંપૂર્ણ ર�ણ આપવાનું શક્ય હતું ખરુ ં> એમના ૭૮ વરસના જીવન

દરમિયાન ઈશ્વરના ર�ણ સિવાય બીજુ ં કયું ર�ણ તેમને હતું> અને હં મેશાં તે જોખમની સ્થિતિમાં

નહોતા> એથી કરીને, આવી પડે લી આ આપત્તિને કારણે આપણી પેઠે જ જેઓ ભારે વેદના અનુભવી

રહ્યા છે તેમના પર શોકના આવેગમાં ફરજ ચૂક્યાનો આરોપ ન મૂકીએ

તેમને જો એની ખબર પડત તો ગાંધીજીને બચાવવા માટે પોતાનો જાન આપે એવા માણસો હિં દુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છે. અને આ વિધાન તેમાંના મોટા ભાગના લોકોને લાગુ પડે છે એ ઉઘાડુ ં છે. આ ગુનાને માટે મૂઠીભર કરતાં વધારે માણસો અપરાધી નથી. આ ગુનામાં સાથ આપનારા ગણ્યાગાંઠ્યા મહારાષ્ટ્રીઓ જોડે મહારાષ્ટ્રને ભેળવી દેવો ન જોઈએ. આજ ે મારે એ ટોળકીને વિષે કશું બોલવું ન જોઈએ. ગર્વ, અસંતોષ અને માનવીની સૌથી પ્રબળ વાસના ઈર્ષા એ બધાથી પ્રેરાઈને તેમણે આ કૃ ત્ય કર્યું છે.

વેર લેવું ન ઘટે

કેટલાકોએ મીઠાઈ ખાઈને એ પ્રસંગ ઊજવ્યો હોવાનું કહે વાય છે. એ વર્ણવ્યું ન જાય એટલું ઉપહસનીય છે. પરિણામોની એમને કશી પડી નથી અને કશું ધ્યેય જ ેવું પણ એમને નથી. તેમને સાથ આપનારાં ગણ્યાંગાંઠ્યાં છાપાંઓ કશી મર્યાદા ગણતાં જ નથી. છતાં અને અણછતા ગુનેગારો સાથે કેમ કામ લેવું એ સરકાર બરાબર જાણે છે. એ લોકો એટલા ઓછા અને છૂટાછવાયા છે કે સામાન્ય પ્રજાને नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

એમને અંગે કશું કરવાપણું રહે તું નથી. એ બધું આપણી સરકાર પર છોડી દેવું જોઈએ. કોઈ પણ સ્વરૂપમાં વેર લેવાનો તો સવાલ જ નથી. એમ કરવાથી બાપુ પાછા આવી શકવાના છે? આપણે માંહોમાંહે લોહી વહે વડાવીએ એ તેમને ગમશે? ના. વિચાર કરતાં આપણને એમ લાગે કે બાપુનું રક્ષણ કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા. પણ 15


વિશ્વાસપૂર્વક બોલી શકે એમ છે? વર્તમાન અંધકારમય બની ગયો છે એ વિષે શંકા નથી. પરં તુ બાપુ જ ેમને માટે જીવ્યા અને મર્યા તે આદેશોને માટે આપણે કામ કરીએ તો ભવિષ્ય ઊજળું છે. એથી કરીને હં ુ નિરાશ નથી થતો. બાપુ સદાને માટે આપણી વચ્ચે રહે એવી ઇચ્છા આપણે રાખ્યા કરીએ તો આપણને લોભી કહે વાનો તેમને અધિકાર છે. હવે આપણે કટિબદ્ધ થવાનો વખત આવ્યો છે અને આપણે આપણા પગ પર ઊભા રહે વું જોઈએ. ઈશ્વરને જ ે ગમ્યું તેને વિષે શોક કરવામાં હં ુ વ્યર્થ સમય નહીં બગાડુ.ં બાપુ તો મુક્ત થઈ ગયા છે. એમનો દેહ આપણી વચ્ચે નથી પણ તેમનો આત્મા આપણને માર્ગ બતાવશે અને આપણને મદદ કરશે. છેલ્લા ચાર માસ દરમિયાનનાં તેમનાં રોજ ેરોજનાં પ્રવચનોમાં તેમણે આપણને ડહાપણભરી સલાહ આપી છે. તેમને જ ે કાંઈ કહે વાનું હતું તે બધું તેમાં આવી ગયું છે. આપણે આપસમાં ઝઘડીને એકબીજાથી છૂટા પડી જઈ શકીએ છીએ. પણ એથી ઊલટુ ં જો આપણે એકતા જાળવવાનો થોડોક પ્રયાસ કરીએ તો આપણી આસપાસ ઘેરાયેલાં કાળાં વાદળોને આપણે વિખેરી નાખી શકીએ છીએ, અને તો આપણને દેખાશે કે અરુણોદય હાથવેંતમાં જ છે.

ઈશ્વરને જે ગમ્યું તેને વિષે શોક કરવામાં હું વ્યર્થ

સમય નહી ં બગાડું . બાપુ તો મુક્ત થઈ ગયા છે. એમનો દેહ આપણી વચ્ચે નથી પણ તેમનો આત્મા

આપણને માર્ગ બતાવશે અને આપણને મદદ કરશે. છેલ્લા ચાર માસ દરમિયાનનાં તેમનાં રોજેરોજનાં

પ્રવચનોમાં

તેમણે

આપણને

ડહાપણભરી સલાહ આપી છે. તેમને જે કાંઈ કહે વાનું હતું તે બધું તેમાં આવી ગયું છે

આપણે ઓળખતા હતા તે બાપુને સંપૂર્ણ રક્ષણ આપવાનું શક્ય હતું ખરું ? એમના ૭૮ વરસના જીવન દરમિયાન ઈશ્વરના રક્ષણ સિવાય બીજુ ં કયું રક્ષણ તેમને હતું? અને હં મેશાં તે જોખમની સ્થિતિમાં નહોતા? એથી કરીને, આવી પડેલી આ આપત્તિને કારણે આપણી પેઠ ે જ જ ેઓ ભારે વેદના અનુભવી રહ્યા છે તેમના પર શોકના આવેગમાં ફરજ ચૂક્યાનો આરોપ ન મૂકીએ. ભવિષ્ય અંધકારપૂર્ણ છે એવું હં ુ નથી માનતો. ભવિષ્યને વિષે પેગમ્બર સિવાય બીજુ ં કોણ

૬-૨-’૪૮ (અંગ્રેજી પરથી)

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા ફે બ્રુઆરી, ૨૦૧૮

નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દીપકભાઈ મ. ત્રિવેદી, ઑફસેટ વિભાગ,

• જ. તા.  ૦૧-૦૨-૧૯૬૦

શ્રી સુરેશભાઈ મા. પ્રજાપતિ, બાઈન્ડિંગ વિભાગ,

•  ૧૫-૦૨-૬૧

શ્રી હનુભા મો. ગોહિલ, ઑફસેટ વિભાગ

•  ૨૪-૦૨-૬૪

શ્રી નાગરભાઈ હ. અઘારા, ઑફસેટ વિભાગ,

•  ૨૧-૦૨-૫૬

શ્રી શશીકાંત તુ. પટેલ, હિસાબ વિભાગ,

•  ૨૮-૦૨-૫૬

16

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


અ�મ્યતાનું વસિયતનામું! મનુભાઈ પંચોળી મનુભાઈ પંચોળી ‘દર્શક’ની ઓળખ સાહિત્યકાર સુધી સીમિત નથી, પરં તુ વૈચારિક ક્રાંતિ આણી શકે તેવા સમર્થ શિક્ષક સુધી તે વિસ્તરી છે. ઔપચારિક શિક્ષણ ઓછુ ં હોવા છતાં પોતાના વાંચનવ્યાસંગ દ્વારા જગતના ઉત્તમ સાહિત્યને આત્મસાત્ કર્યું અને તે દ્વારા તેઓ જ ે પામ્યા, અનુભવ્યા તે અન્ય સાથે વહેં ચવાને પોતાનું કર્તવ્ય પણ ગણ્યું. તેઓના આ કર્તવ્ય નિભાવવાની ફલશ્રૃતિએ જ મારી વાંચનકથા જ ેવું પુસ્તક આપણને મળી શક્યું છે. નવજીવન પ્રકાશન મંદિર દ્વારા દર્શકનાં તમામ પુસ્તકોનું નવા ક્લેવર સાથે પ્રકાશન ટૂ કં સમયમાં થવા જઈ રહ્યું છે ત્યારે દર્શકની વાંચનકથામાંથી ઍલન પૅટનની અદ્ભુત સાહિત્યકૃ તિ ક્રાય, ધ બિલવ્ડ કન્ટ્રીનો આસ્વાદ ૧૯૧૪ • ૨૦૦૧ માણીએ. દર્શકે તેને દક્ષિણ આફ્રિકાની લે મિઝેરાબ્લ તરીકે ઓળખાવી છે, જ ેમાં એક પાદરીની કરુણા, તેનો ધર્મ, શ્વેત-અશ્વેતના અન્યાયો અને તેના પરિણામે સર્જાતી અનુકંપાજન્ય પરિસ્થિતિ ખરે ખર હૃદયને વલોવી નાંખે છે…

દક્ષિણ આફ્રિકાના એક દેશી પાદરીની આ કથા છે. કોણ ભાઈ અને કોણ બહે ન! અહીં તો પૈસો જ ઊંચે જમીન ધોવાણથી ખવાઈ ગયેલી પહાડીઓની ખીણમાં નાનકડુ ં દેવળ ચલાવનારો, ભગવાનના ભરોસે રહી જીવનારો. તેનો એકનો એક દીકરો એબ્લોસેમ ભાગીને જોહાનિસબર્ગ ગયો છે તેને અંગે કંઈક માઠા સમાચાર આપવાના છે તે માટે આવવાનું કહે તો એક પત્ર તેને મળે છે. પાદરી પત્રને ખોલતાં બીએ છે. તેના હાથ ધ્રૂજ ે છે. શું નીકળી પડશે આમાંથી? પણ એટલું સમજી જાય છે કે આ સમાચાર ખોવાયેલા દીકરાના છે. એટલે એક પતરાની ડબ્બીમાં એલ્બોસેમને ભણાવવા માટે રાખેલા પૈસા તે ગણે છે. ભણાવવા માટેના પૈસા! પણ માઠા સમાચાર સાંભળવામાં વાપરવાના! જોહાનિસબર્ગ મોટુ ં અજગર જ ેવું શહે ર. જ ે જીવ આવે એને ગળી જાય. ક્યારે ય હાથ ન આવે તેવો મહાકાય, તોતિંગ અજગર. એમાં જવું કેમ? છોકરાને ગોતવો કેમ? પોતાના સંપ્રદાયના પાદરીને ત્યાં ઊતરી તેની મદદ અને માયાથી શોધખોળ આદરે છે. તેનો પોતાનો ભાઈ જ ત્યાં છે. પણ જોહાનિસબર્ગમાં नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

પરમેશ્વર છે અને તે છે ગોરા લોકો પાસે. એટલે ગોરા માત્ર શોષણખોર. પોતાના અર્ધદગ્ધ સ્વાર્થી ભાઈ પાસેથી પાદરી સમાચાર જાણે છે. ભાઈ કહે છે, હતો તો ખરો. પણ… આગળ શું કહે ? ભાઈના છોકરા જોડે પોતાનો છોકરોય ચોરીના ધંધે ચડી ગયો હતો અને કોઈના ખૂનમાં બેઉ સાથે પકડાયા છે. શેક્સપિયરે કહ્યું છે કે દુઃખ એકલું નથી આવતું, લાવલશ્કર લઈને આવે છે. પાપનું પણ એવું જ છે. એ એકલદોકલ હોતું નથી. પાદરી જાણે છે કે છોકરો કોઈ છોકરી સાથે ગંઠાયો છે. તે છોકરીને બાળક આવે તેમ છે અને છોકરો જ ેલમાં પુરાયો છે. એને ધીરે ધીરે જાણ થાય છે કે એના દીકરાને હાથે જ ેનું ખૂન થયું છે તે ગોરો જુવાન કાળા નાગરિકોની તરફે ણ કરનારો અને તેમને મદદ કરનારો હતો. અને એનું ખૂન થયું ત્યારે કાળાઓના ઉદ્ધાર માટે ગોરા સમુદાયની જવાબદારી છે તેવું લખાણ લખતો હતો. 17


અવળે રસ્તે ચડી ગયેલો પણ ગભરુ છોકરો આ

કેવુંક સમજે? તે બાપના પગ પકડી રડી પડે છે. પગ છોડતો નથી. તેને મોતની સજા થાય છે ત્યારે કાળજામાં કાણાં પડી જાય એવું દૃશ્ય ભજવાય

છે. પાદરી પણ ઘરડો અને ભાંગી પડે લો. તે માંડમાંડ

દીકરાને

કહે

છે :

‘હિં મત

રાખજે.

ભગવાનની દયા માગજે. તારાં છોકરા અને વહુ ને

હું સાચવીશ: તું લગ્ન કરવા તૈયાર છે. આપણે દયાની અરજી કરશું.’

પાદરી કુ માલોના દીકરાને આની ખબર ન જ હોય. એણે તો ચોરી કરતાં આ મને પકડશે તે બીકે ગોળી છોડેલી. કેવો દૈવદુર્વિલાસ! મરનાર, મારનારની કોમ માટે સક્રિય આર્દ્ર શુભેચ્છા ધરાવે છે અને મારનાર પણ કંઈ જાણીબૂજીને મારતો નથી. ઇષ્ટનું મૃત્યુ થાય છે અને છતાં અનિષ્ટ ખરે ખર હે તુપૂર્વકનું અનિષ્ટ નથી. શરદચંદ્રે શ્રીકાન્ત નવલકથામાં કમલલતાને મોંએ આ ભારે મહાન સત્ય કહે વરાવ્યું છે કેૹ ‘પાપ એટલા માટે ભયાનક નથી કે કરનારે એની સજા ભોગવવી પડે છે. પણ તેની ભયાનકતા એટલા માટે છે કે એની સજા બીજા નિર્દોષે ભોગવવી પડે છે.’ આ સત્ય કમલલતા પોતાના જીવનના સંદર્ભે કહે છે. તેને અવળે રસ્તે દોરનાર તે કૃ ત્ય માટે બીજા એક નિર્દોષ યુવકનું નામ લે છે અને પેલા યુવકથી એ સહન થતું નથી એટલે એ ઝેર ખાઈને મરી જાય છે. મૂળ આરોપી લહે રથી છટકી જાય છે. અહીંયાં પણ છોકરાએ પાડેલી ધાડમાં સાથે 18

જનાર તેના ભત્રીજાનો બચાવ તેનો ભાઈ વકીલ મારફત એ જ રીતે કરે છે. એ હતો જ નહીં તેમ કહી શકાય તેવા સંજોગો ઊભા કરે છે. પણ પાદરી કુ માલોને એ સમજાતું નથી કે જ ે હતો તે ન હતો એમ કહે વાય કેમ? એટલે જ્યારે એનો દીકરો પોતાને માટે પણ વકીલ રોકવાની અપેક્ષા રાખે છે ત્યારે પાદરી કહે છેૹ ‘તારો હે તુ ન હતો, પણ ખૂન તો તારા હાથે થયું છે ને? સાચું જ કહે વું.’ અવળે રસ્તે ચડી ગયેલો પણ ગભરુ છોકરો આ કેવુંક સમજ ે? તે બાપના પગ પકડી રડી પડે છે. પગ છોડતો નથી. તેને મોતની સજા થાય છે ત્યારે કાળજામાં કાણાં પડી જાય એવું દૃશ્ય ભજવાય છે. પાદરી પણ ઘરડો અને ભાંગી પડેલો. તે માંડમાંડ દીકરાને કહે છેૹ ‘હિં મત રાખજ ે. ભગવાનની દયા માગજ ે. તારાં છોકરા અને વહુને હં ુ સાચવીશૹ તું લગ્ન કરવા તૈયાર છે. આપણે દયાની અરજી કરશું.’ કોણ દયા કરે આ અબુધ કાળા છોકરા પર—એ રાગદ્વેષે ખદબદતા દક્ષિણ આફ્રિકાના ગોરા સમાજમાં? જ્યાં કાળા-ગોરાના નળ જુ દા છે. અરે , ટપાલ ઑફિસની બારીઓ જુ દી છે, પાયખાનાં, મુતરડી, રહે ઠાણનાં સ્થળો જુ દાં છે, મજૂ રીના દર જુ દાં છે. ૧/૪ ભાગની વસતિ પાસે ૩/૪ જમીનનો કબજો છે. જ્યાં કાળા કે શામળાનો પક્ષ લેનાર ગોરો નાતબહાર મુકાય છે ત્યાં આ છોકરો એબ્લોસેમ કે એના બાપ કાળા પાદરીનું કોણ સાંભળવાનું હતું? પણ પાદરી તો ભોળા-ભાવે કહે છેૹ ‘ભગવાન તો છે ને? પસ્તાવો કર, દીકરા! તે ધણીનોયે ધણી છે.’ તેની જોડેના દેશી પાદરીઓ પણ તેને માટે બધું કરી છૂટે છે. પણ જ ેણે જાતે ગુનો કબૂલ કરી લીધો છે એને દયાય શેની મળે? [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પણ ભગવાનની—ભગવાનને સમજનાર સર્જકની લીલા અકળ છે. ફરી શરદચંદ્ર યાદ આવે છે. ‘ધૂળમાં રતન’ જ ેવી ‘અંધારે આલો’ની નાયિકા ગણિકાનો ધંધો છોડીને નવી જિંદગી શરૂ કરે છે. પછી એક દહાડો એ કહે છેૹ ‘ભગવાન ભાંગીને ફરી બાંધે છે તે વાત મારા જ ેવું કોઈ જાણતું નથી.’ એમ વાર્તામાંની નઠોરતા, નીંભરતા, નાસ્તિકતાના અવેજ ે આવે છે મરનાર જુવાન જર્વિસના વૃદ્ધ પિતા જર્વિસના દૃષ્ટિપડળનું વિસર્જન. ઍલન પૅટને અદ્ભુત રીતે અંતરનો આ ઉઘાડ સિદ્ધ કર્યો છે. પાદરી કુ માલો તો પોતાના દીકરાએ જ ેની અજાણ્યે હત્યા કરી છે, તેના બાપ જર્વિસ પાસે ક્ષમા યાચવા જાય છે, ઢગલો થઈ જાય છે બોલતાં. જર્વિસ એ વખતે પુત્રે મરતાં પહે લાં દક્ષિણ આફ્રિકાના આ અધમ રં ગદ્વેષને દૂર કરવા લખ્યું હોય છે તે વાંચતો હોય છે. રં ગભેદ વિશે આ ગોરા બાપદીકરાના વિચારો જુ દા જુ દા છે. દીકરો તેની પત્ની અને પુત્ર સાથે અલગ રહે છે. બંને વચ્ચે કડવાશ નથી; એ હકીકત પિતાનું પાછળથી જ અલૌકિક પરિવર્તન થાય છે તેને શક્ય બનાવે છે. જર્વિસ પાદરી કુ માલોના દેવળથી ઉપરના ભાગની ટેકરીઓમાં રહે છે. ત્યાં સારી ખેતી અને ચરિયાણ છે. ત્યાં એને પોતાના પુત્રના મરણના આઘાતજનક સમાચાર મળે છે. એકનો એક દીકરો, એની કાળાને હાથે હત્યા? જ ે કાળાઓની એ જોમજુ સ્સાથી વકીલાત કરતો હતો, પોતાનાં જ સગાં-સમાજની વિરુદ્ધ થઈને, એની જ હત્યા કાળાઓને હાથે? એમને બીજુ ં કોઈ ના જડ્યું હત્યા કરવા માટે? દીકરાની જુવાન વિધવા? એનું કુ મળું બાળક? ફફડતા હૈ યે તે દીકરાને ઘેર જાય છે. દરવાજ ે नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

ફફડતા હૈ યે તે દીકરાને ઘેર જાય છે. દરવાજે પોલીસ છે. પરસાળમાં લોહીનાં ધાબાં છે. તે

દીવાનખાનામાં જાય છે. ચારે બાજુ પુસ્તકો જ પુસ્તકો. તેમાંયે લિંકન ઉપર તો એક આખો કબાટ ભરીને પુસ્તકો. કાળાની મુક્તિનું ઘોષણાપત્ર કરવા માટે તેની પણ હત્યા થઈ હતી ને! ભગવાનના માણસની હત્યા>—ભગવાનને એ કેમ રુ ચ્યું હશે>

પોલીસ છે. પરસાળમાં લોહીનાં ધાબાં છે. તે દીવાનખાનામાં જાય છે. ચારે બાજુ પુસ્તકો જ પુસ્તકો. તેમાંયે લિંકન ઉપર તો એક આખો કબાટ ભરીને પુસ્તકો. કાળાની મુક્તિનું ઘોષણાપત્ર કરવા માટે તેની પણ હત્યા થઈ હતી ને! ભગવાનના માણસની હત્યા? —ભગવાનને એ કેમ રુચ્યું હશે? ભીંત પર લટકે છે ક્રૂસારોહણ કરતા ઈસુૹ એક, બે નહીં, ત્રણ-ત્રણ મૂર્તિઓ, એ દુખિયારાના ત્રાતા થવા મથનારની. એક છે પાન ખરી પડેલ ઝરડાઈ ગયેલ ઝાડનું ચિત્ર. જર્વિસ ઘડીભર મૂઢ બની જાય છે. દીકરાની ખુરશી પર ફસડાઈ પડે છે. સામે કાગળો… કાગળો—કાળાઓના, શામળાઓના, ઘઉંવર્ણાઓના, યહૂદીઓના, હિન્દીઓના,—‘તમે અમારે ત્યાં રં ગદ્વેષની અમાનુષિતા પર વ્યાખ્યાન આપવા આવશો? આવજો જ અમારી ક્લબમાં.’ ‘તમારું ભાષણ બહુ અસરકારક હતું! તમારે માર્ગે ચાલ્યા કરજો. થડકતા નહીં.’ કાગળો—કાગળો— ધન્યવાદના, ધીરજના. કબાટનાં ખાનાંઓમાંથી નીકળી પડે છે. એક કાગળ—દીકરાનું મરણવસિયતનામું, લખતાં લખતાં અધૂરું રહી ગયેલું. 19


કશીયે આવડત વિનાના તેમને આવડત ન માગે

તેવા કામમાં રોક્યા તે �મ્ય હતું. પણ આ અણઆવડતવાળા

માણસોને

કાયમ

અણઆવડતવાળા જ રાખવા તે �મ્ય ન હતું.

આપણે સોનું શોધ્યું ત્યારે મજૂ રોને ખાણ પર લાવવાનું �મ્ય હતું. તેમને માટે કં પાઉન્ડો બાંધી

તેમનાં સ્ત્રી-બાળકોને શહે રથી દૂર રાખવાનું �મ્ય

હતું. એ વખતે આપણી જેટલી જાણકારી હતી

તેના પ્રમાણમાં એ �મ્ય હતું, પણ આજે આપણે જે જાણીએ છીએ તેના પ્રકાશમાં તે હવે લેશમાત્ર �મ્ય નથી

પણ સ્વહસ્તે લખેલું વસિયતનામું! પોતે વાંચ્યે ગયો—ધીમે ધીમે એમાં ડૂ બી ગયો. દીકરો લખતો હતો. ‘આપણે આફ્રિકામાં આવ્યા ત્યારે જ ે કર્યું તે ક્ષમ્ય હતું. જ ે મજૂ ર મળ્યા તેમના વડે આ દેશનો વિકાસ કરવાનું ક્ષમ્ય હતું. કશીયે આવડત વિનાના તેમને આવડત ન માગે તેવા કામમાં રોક્યા તે ક્ષમ્ય હતું. પણ આ અણઆવડતવાળા માણસોને કાયમ અણઆવડતવાળા જ રાખવા તે ક્ષમ્ય ન હતું. આપણે સોનું શોધ્યું ત્યારે મજૂ રોને ખાણ પર લાવવાનું ક્ષમ્ય હતું. તેમને માટે કંપાઉન્ડો બાંધી તેમનાં સ્ત્રી-બાળકોને શહે રથી દૂર રાખવાનું ક્ષમ્ય હતું. એ વખતે આપણી જ ેટલી જાણકારી હતી તેના પ્રમાણમાં એ ક્ષમ્ય હતું, પણ આજ ે આપણે જ ે જાણીએ છીએ તેના પ્રકાશમાં તે હવે લેશમાત્ર ક્ષમ્ય નથી. તેમનાં કુ ટુબ ં ોને આપણે ભાંગી રહ્યા છીએ. તેમના કુ ટુબ ં જીવનનો નાશ કરવાનું અક્ષમ્ય છે.’ ‘મજૂ રો આવતા હોય તો સંપત્તિનો વિકાસ કરવાનું ક્ષમ્ય છે, પણ મજૂ રોના ભોગે જો સંપત્તિનો વિકાસ થતો હોય તો તે ક્ષમ્ય નથી. એમને ભોગે 20

ન સોનાની ખાણો ખોદી શકાય, ન કારખાનાં ચલાવી શકાય. એમને દરિદ્ર રાખી ન ખેતી કરી શકાય. બીજા માણસના ભોગે જ જો પોતાના ખજાનામાં વધારા થવાના હોય તો તે ક્ષમ્ય નથી. આવા વિકાસનું એક જ નામ છે—‘શોષણ.’ આપણે શરૂમાં જ્યારે જાણતા જ ન હતા કે આ પ્રગતિની કિંમત સ્થાનિક વસતિને છિન્નભિન્ન કરવામાં, તેમના કુ ટુબ ં જીવનને રફે દફે કરી નાખવામાં, ગરીબાઈ, ગંદી ઝૂંપડપટ્ટીમાં, ગુનાખોરીમાં ચૂકવવાની છે ત્યારે માફ થઈ શકે. પણ આજ ે જ્યારે આપણે આ બધું જાણીએ છીએ ત્યારે એ માફ ન થઈ શકે.’ ‘જૂ ની ટ્રાઇબલ પદ્ધતિ, જ ેનું પછાતપણું, જંગલીપણું, વહે મ, દોરાધાગા, ભૂવા—આ બધા પછી પણ નૈતિક હતી. પણ આજ ે એ દેશીઓ પ્રત્યેની આપણી વહીવટી નીતિ માત્ર દારૂડિયા, જુ ગારી, વેશ્યાઓ અને ગુનેગારોને પેદા કરે છે. નહીં કે એ એમના સ્વભાવમાં છે, પણ તેમની પરં પરા કે રીતરસમથી ચાલતા આવેલા સાદા સમાજને આપણે રફે દફે કરી નાખ્યો—આપણી ચડિયાતી સંસ્કૃતિને નામે, અને તે પછી આપણે તેમને ન નવી પરં પરા આપી, ન નવી બેઠક આપી.’ ‘આપણે ૪/૫ દેશી લોકો માટે ૧/૧૦ જમીન જ અનામત રાખી. આમ કરીને આપણે જાણીબૂઝીને તેમને શહે રમાં આવીને વૈતરાં કરવાની ફરજ પાડી. હવે આપણા જ સ્વાર્થના ચકરાવામાં આપણે ફસાયા છીએ. ‘પ્રશ્ન હળવો નથી, નાનો પણ નથી. ભયાવહ છે. પણ ભયાનક હોય કે ન હોય, આપણે ખ્રિસ્તીઓ છીએ એટલે એના નૈતિક કોયડાને ટાળી નહીં શકીએ. એ સમય આવી લાગ્યો છે જ્યારે …’ અને ત્યાં જ આ લખાણ અટકી ગયું હતું! ના, થોડી લીટીઓ હતીઃ ‘સાચી વાત એ છે કે આપણી ખ્રિસ્તી સંસ્કૃતિ કોયડાઓમાં જ ફસાઈ ગઈ છે. [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


આપણે માનવમાત્રના ભાઈચારામાં માનીએ છીએ, પણ દક્ષિણ આફ્રિકામાં નહીં. આપણે નીચલા માણસને મદદ કરવામાં માનીએ છીએ, પણ તેને નીચે દબાયેલો રાખીને. આથી આપણે મન મનાવીએ છીએ કે ભગવાને જ ધોળા અને કાળા પેદા કર્યા છે. ભગવાને જ ધોળાને વધારે અને કાળાને ઓછી અક્કલ આપી છે. એટલે એ ધોળા લોકોનાં વૈતરાં કરવા જ અવતર્યો છે. આપણો ભગવાન પણ ગૂંૂચવાયેલો અને અસંબદ્ધ બની ગયો છે. હકીકતે આપણી સંસ્કૃતિ ખ્રિસ્તી છે જ નહીં. ઊંચા આદર્શો અને હીન આચારોનો એ સંકર છે. તેથી ભલમનસાઈની જોડે જ આપણે મિલકતને મૂઠીમાં બાંધી રાખીએ છીએ. જરા એક મિનિટ—’ જર્વિસને થયું કે પેલા ચોર લોકો ઘરમાં પેસી કંઈક ખખડાટ કરતા હશે અને તેનો દીકરો લખાણ અધૂરું મૂકી તે જોવા ઊઠ્યો હશે. શું જોવા? મૃત્યુ. જર્વિસ ખળભળી ઊઠે છે. તેને આ વિચારો, આ શબ્દો, આ લાગણીનો અગાઉ અનુભવ થયો નહોતો. પણ આજ ે પુત્રના તે અંતિમ વસિયતનામાએ તેને હલબલાવી મૂક્યો. તે લિંકનની છબી સામે જઈ ઊભો રહ્યો. તેણે લિંકનનું બીજા વખતના પ્રમુખપદેથી આપેલું ભાષણ કબાટમાંથી ખોળી કાઢ્યું. તે પૂરેપૂરું વાંચ્યું. જાણે તેનું ચિત્ત ઊંચકાઈ ગયું. ઉઘાડ-ઉઘાડ થઈ રહ્યો. તેના પુત્રે પોતાના દીવાનખાનામાં શા માટે લિંકનની છબી રાખી હતી તે તેને સમજાઈ ગયું. તેણે ફરી પુત્રનો છેલ્લો પત્ર હાથમાં લીધો અને તેનું છેલ્લું વાક્ય વાં​ંચ્યુંૹ જરા એક મિનિટ થોભો.’ ઍલન પૅટનની આખી કૃ તિ કલામય છે, અર્થસભર છે—અતિસાદી છતાં અસલી સૌંદર્યથી શોભિત. પણ તે કૃ તિમાંયે શ્રેષ્ઠતમ ભાગ છે જર્વિસના મનના ઉઘાડની આ રચના. પુત્ર દ્વારા नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

જર્વિસના દીકરાએ તેના વસિયતનામા જેવા પત્રમાં

લખ્યું જ છે કે, ‘આપણે આ દેશી લોકોના સમાજને શરૂમાં અજાણતાં છિન્નભિન્ન કરી નાખ્યો અને હવે

જાણીબૂઝીને તેનો દાળોવાટો કરી રહ્યા છીએ.

આપણે ખ્રિસ્તીઓએ દોઝખ જેવી ઝૂ ંપડપટ્ટીઓ, અજગર જેવું જોહાનિસબર્ગ, પીઠાં, જુ ગારખાનાં, હે કારી કે હાડ કાંતી નાખનારી ખાણોની મજૂ રી

પછી વેશ્યાઓ અને ખૂનખરાબા પેદા કર્યાં છે—આ સોના તથા સત્તાની લાલસાથી.’

પિતાનો થયેલો ઉદ્ધાર—ઊર્ધ્વીકરણ, ઊર્ધ્વગમન. અને તેવું જ શ્રેષ્ઠતમ, ગણ્યા શબ્દોમાં છે પોતાના જ પુત્રને ફાંસી આપવાની તારીખે કુ માલોએ ઊંચા પહાડ પર રાતભર કરે લી પ્રાર્થનાનું વર્ણન. બે પુત્રો અને બંને પિતાઓનું આત્મદર્શન. પણ આપણે આગળ નીકળી ગયા. પોતાના દીકરાને—જાણીબૂઝીને કરે લી હત્યા માટે ફાંસીની સજા થઈ તે સાંભળી દીકરા પાસે દયાની અરજી કરાવી, તેણે જ ેની જોડે સંબંધ બાંધ્યો હતો તે અબોધ ગર્ભવતી બાલિકા સાથે જ ેલમાં જ લગ્નવિધિ કરાવી કુ માલો નીકળી ગયો, ધોવાઈ ગયેલી અને જ્યાં ઘાસ પણ નથી ઊગતું, પાણી પણ નથી સંઘરાતું તે પહાડી પરના પોતાના તૂટ્યાફૂટ્યા દેવળમાં જવા. જર્વિસના દીકરાએ તેના વસિયતનામા જ ેવા પત્રમાં લખ્યું જ છે કે, ‘આપણે આ દેશી લોકોના સમાજને શરૂમાં અજાણતાં છિન્નભિન્ન કરી નાખ્યો અને હવે જાણીબૂઝીને તેનો દાળોવાટો કરી રહ્યા છીએ. આપણે ખ્રિસ્તીઓએ દોઝખ જ ેવી ઝૂંપડપટ્ટીઓ, અજગર જ ેવું જોહાનિસબર્ગ, પીઠાં, જુ ગારખાનાં, હે કારી કે હાડ કાંતી નાખનારી 21


ખાણોની મજૂ રી પછી વેશ્યાઓ અને ખૂનખરાબા પેદા કર્યાં છે—આ સોના તથા સત્તાની લાલસાથી.’ આનું અદ્ભુત પ્રતીક, ચિત્તને વશ કરી હલબલાવી મૂકનારું પ્રતીક ઍલન પૅટને અજોડ બિબ્લિકલ ભાષામાં કથાના પહે લે જ પાને આપ્યું છે. તેમાં કથાનો ઉઘાડ, મધ્ય, અંત બધું સૂચિત થઈ જાય છે—અજાણે મહાકવિની પંક્તિઓ. ‘ઇક્સોપોથી ટેકરીઓ ભણી જતો એક સુંદર માર્ગ છે. વલયાકર ટેકરીઓના ઝૂમખા પર ઘાસની બિછાતની રમણીયતા ગીતથીયે અદકેરી છે. સાત માઈલના ચઢાણ પછી કેરિસબ્રુક પહોંચાય છે. ત્યાં ધુમ્મસ ન હોય તો ત્યાંથી આફ્રિકાની મનોહર ખીણોમાંની એક નજરે પડે છે. આ વગડાઉ પ્રદેશનાં ટિ​િટહોવા પંખીનું કૂ જન ત્યાં સંભળાય છે. ધરતી નજરે ય ન પડે એવી ઘટ્ટ ઘાસની બિછાત છે. વરસાદ અને ઝાકળને તે પકડી રાખે છે અને જમીન તે ચૂસીને દરે ક કોતરમાંનાં ઝરણાંને પાણી પૂરું પાડે છે. ઘાસની જાળવણી કરવામાં આવે છે. વધારે પડતાં ઢોરના ચરાણથી કે તાપણાં કરીને જમીનને નવસ્ત્રી કરી મૂકવામાં આવતી નથી. અડવાણે પગે જ તમે એના દર્શનાર્થે જજો—કારણ કે તે પવિત્ર છે. જ ેવી ઈશ્વરે સર્જી છે તેવી જ તે છે. તેને જાળવો, રખોપું કરો, માવજત કરો, કારણ કે તે માણસને જાળવે છે, માણસનું રખોપું કરે છે, માણસની ચિંતા સેવે છે. તેનો નાશ કરો અને માણસ મર્યો સમજો. તમે ઊભા છો ત્યાં ઘટ્ટ અને કસદાર ઘાસ જામેલું છે. જમીન જ દેખાતી નથી. પણ આ હરિયાળી ટેકરીઓની હારમાળા ઢળતી-ઢળતી નીચેની ખીણમાં સમાઈ જાય છે. ત્યાં તે લાલ અને ઉજ્જડ થઈ જાય છે. વરસાદનું પાણી કે ઝાકળ આ જમીનમાં સંઘરાતાં નથી. અને કોતરમાંનાં

ઝરણાં કોરાંધાકોર છે. ઢોરનાં નિર્બંધ ચરાણ અને તાપણાંને લીધે ધરતી બળીને ખાખ-વેરાન થઈ ગઈ છે અડવાણે પગે ત્યાં જઈ શકાતું નથી, કારણ, જમીન ખરબચડી, ધારદાર છે. પથ્થર પગ ચીરી નાખે છે. એ જમીનને કોઈ જાળવતું નથી, તેનું કોઈ રખોપું કરતું નથી, તેની માવજત થતી નથી, તેથી હવે તે માણસનું પોષણ કરતી નથી, માણસને સાચવતી નથી, માણસની કાળજી લેતી નથી. ટિટિહોવાનું કૂ જન ત્યાં સંભળાતું નથી. આ વેરાન લાલ ટેકરી ઉજ્જડ ઊભી છે. ધરતીની ચામડી ઉતરડાઈ ગઈ છે, વીજળી ચમકે છે અને વાદળાં તૂટી પડે છે. કોરાં ઝરણાં સળવળી ઊઠે છે અને ધરતીના રુધિરરસમાં લાલ ડહોળા પાણીથી ઊભરાઈ ચાલે છે. ખીણોની સ્ત્રીઓ ધોવાણથી બચી ગયેલી માટીમાં ખાડો કરી મકાઈ વાવે છે. માંડ કેડ્ય સમાણી થાય છે. ઘરડાં સ્ત્રીપુરુષો, માતાઓ અને બાળકોની આ ભોમકા છે. પુરુષો અને જુવાન છોકરા-છોકરીઓ ચાલ્યાં ગયાં છે. આ ધરતી તેમને ટકાવી શકે તેમ નથી.’ (અનુવાદ સ્વ. મૃદુલા મહે તાનો છે. સાભાર) કેવું ચિત્રાત્મક, સંવિતને આખાને વીંટી લેનારું વર્ણન છે! ટૂ કં ા ટૂ કં ા મિતાક્ષરી વાક્યો, બાઇબલનું જ લાઘવ અને તેવો જ ઊંડો અર્થસંદર્ભ. ઍલન પૅટને વાર્તા શરૂ કરતાં પહે લાં જ આરં ભે આ મૂક્યું છે. માત્ર ધરતીનું જ ધોવાણ નહીં, સંસ્કૃતિનું ધોવાણ આવા મહાન કથાકારને જ સૂઝે. વાર્તા જ ેમ જ ેમ આગળ વધે છે તેમ તેમ આ પ્રતીકની યથાર્થતા સમજાતી જાય છે અને વાર્તા પૂરી થતાં નિરભ્ર સ્વચ્છ આકાશની જ ેમ બધું સ્પષ્ટ થઈ જાય છે. 

22

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પોતાના ઉપવાસ વિષે ગાંધીજીનો ખુલાસો જાહે ર જીવનમાં પોતાની કરણી અંગેનો સૂક્ષ્મ દૃષ્ટિએ સ્પષ્ટતા કરવાનો યુગ તો ક્યારનોય વીતી ચૂક્યો છે, પણ ગાંધીયુગમાં દરે ક મુદ્દે આવી સ્પષ્ટતા સતત થતી રહી અને તેમાં સૌથી મોટો હિસ્સો ગાંધીજીનો જ રહ્યો. પોતાના કોઈ પણ કાર્ય અંગે ગાંધીજી ખૂલીને અભિવ્યક્ત થયા છે, અને તેમાં કોઈ નાની અમથી વાતને પણ બાકાત રાખવામાં આવી નથી. અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહ વેળાએ જ્યારે ગાંધીજીએ ઉપવાસ આદર્યા ત્યારે કેટલાક મિલમાલિકોને ગાંધીજીના ઉપવાસ દબાણમાં લાવવા કરવામાં આવ્યા છે તેવું લાગ્યું. ગાંધીજીએ તો તેનો ઇન્કાર કરવો જ રહ્યો. પરં તુ તેમ છતાં પોતાના ઉપવાસ અંગે છેલ્લે સમાધાની થઈ ત્યાં સુધી ગાંધીજીના મત અંગે કેટલીક અસ્પષ્ટતા રહી હતી. આ વિષે પ્રજા આગળ ખુલાસો કરવા અર્થે ગાંધીજીએ અખબારોને પત્ર લખ્યો હતો. આ ખુલાસા બાદ સત્યાગ્રહ સાથે જોડાયેલા તમામ પક્ષકારોને ગાંધીજીએ કશુંય કહે વાનું રહે તું નથી. અમદાવાદ મિલમજૂ ર સત્યાગ્રહના શતાબ્દી ટાણે ગાંધીજીના ખુલાસા સાથે આ સત્યાગ્રહનો સાર પણ મળે છે. હવે આગળ…

મને લાગે છે કે મારે મારા છેલ્લા ઉપવાસ વિષે વખતે જ ે બોનસ અમદાવાદના મિલમજૂ રોને પ્રજા આગળ ખુલાસો કરવો જોઈએ. કેટલાક મિત્રો મારું આ પગલું નાદાનીભરે લું લેખે છે, બીજાઓ નામર્દાઈવાળું માને છે અને બીજા કેટલાકો વળી તેથી પણ વધારે ખરાબ ગણે છે. પરં તુ હં ુ તો એમ માનું છુ ં કે જો મેં આ પગલું લીધું ન હોત તો હં ુ મારા કર્તાને અને હાથ ધરે લા કાર્યને બેવફા થયો હોત. એકાદ માસ ઉપર હં ુ મુંબઈ ગયો હતો. તે વખતે મને એમ કહે વામાં આવ્યું હતું કે મરકીને

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

આપવામાં આવતું હતું તે જો અપાતું બંધ કરવામાં આવે તો તેઓ હડતાળ પાડે અને ધિંગામસ્તી કરે એવી વકી છે. મને વચ્ચે પડવા કહે વામાં આવ્યું, અને હં ુ તેમ કરવા કબૂલ થયો. મજૂ રોને ગયા ઑગસ્ટ માસથી મરકીને લીધે ૭૦ ટકા જ ેટલું બોનસ મળતું હતું. તે બોનસ બંધ કરવાના પ્રયત્નથી મજૂ રોમાં ભારે અસંતોષ ફે લાયો. મિલમાલિકોએ લગભગ છેલ્લી ઘડીએ, મરકીને લઈ અપાતા બોનસને બદલે, ઘણી મોંઘવારીને સબબે તેઓની મજૂ રીમાં વીસ ટકાનો વધારો કરી આપવા જણાવ્યું. પરં તુ તેથી મજૂ રો સંતોષ ન પામ્યા. વાત પંચ ઉપર મૂકવામાં આવી અને સરપંચ તરીકે અમદાવાદના કલેક્ટર મિ. ચેટફિલ્ડ નિમાયા. છતાં કેટલીક મિલના મજૂ રોએ હડતાલ પાડી. માલિકોએ વિચાર્યું કે મજૂ રોએ આમ યોગ્ય કારણ વિના કર્યું છે, એટલે તેઓ પંચમાંથી ખસી ગયા, અને ‘લૉકઆઉટ’ જાહે ર કર્યો. તેઓએ એમ પણ નક્કી કર્યું કે જ ે વીસ ટકાનો વધારો તેઓએ આપવા જાહે ર કર્યો હતો તે કબૂલી લેવાની સ્થિતિમાં મજૂ રો થાકીને આવી ન 23


અમે મિલમાલિકોને અમારી તપાસનું પરિણામ

બતાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે જો તેઓ ક્યાંય ભૂલ દેખાડશે તો અમે તે સુધારી લેવા

તૈયાર છીએ. પરંતુ તેઓએ અમારી સાથે સલાહ ન જ ઇચ્છી. તેઓએ જવાબ વાળ્યો અને તેમાં જણાવ્યંું કે, સરકાર અને મુંબઈના શેઠિયાઓ

તરફથી અપાતો દર અમારા નક્કી કરેલા દર

કરતાં ઘણો ઓછો છે. મને લાગ્યું કે તેઓના જવાબમાં આ વાત વધારેપડતી હતી

પડે ત્યાં સુધી ‘લૉકઆઉટ’ ચાલુ રાખવો. ભાઈ શંકરલાલ બૅંકર, ભાઈ વલ્લભભાઈ પટેલ અને હં ુ મજૂ રો તરફથી પંચમાં નિમાયા હતા. અમે જોયું કે જો અમે તાબડતોબ અને મક્કમતાથી કંઈ પણ પગલું નહીં લઈએ તો મજૂ રોને હે ઠા પાડવામાં આવશે અેટલે અમે વધારા વિષે તપાસ કરવી શરૂ કરી. અમે મિલમાલિકોની મદદ મેળવવા પ્રયત્ન કર્યો, પરં તુ તેઓએ અમને તે ન જ આપી. તેઓના મનમાં મિલમજૂ રોના સંપને હં ફાવે એવું મિલમાલિકોનું સંયુક્ત બળ યોજવાની એક જ વાત રમતી હતી. એક રીતે જોતાં, અમારી તપાસ એકતરફી હતી. છતાં અમે મિલમાલિકોનો પક્ષ વિચારવાનો પ્રયત્ન કર્યો, અને એવા ઠરાવ ઉપર આવ્યા કે ૩૫ ટકાનો વધારો વાજબી લેખી શકાય. મિલમજૂ રોને અમારો આ આંકડો જણાવ્યો તે પહે લાં અમે મિલમાલિકોને અમારી તપાસનું પરિણામ બતાવ્યું અને સાથે એમ પણ કહ્યું કે જો તેઓ ક્યાંય ભૂલ દેખાડશે તો અમે તે સુધારી લેવા તૈયાર છીએ. પરં તુ તેઓએ અમારી સાથે સલાહ ન જ ઇચ્છી. તેઓએ જવાબ વાળ્યો અને તેમાં જણાવ્યંું કે, સરકાર અને મુંબઈના શેઠિયાઓ તરફથી અપાતો દર અમારા નક્કી કરે લા 24

દર કરતાં ઘણો ઓછો છે. મને લાગ્યું કે તેઓના જવાબમાં આ વાત વધારે પડતી હતી, અને એક જંગી સભામાં મેં જાહે ર કર્યું કે મિલમજૂ રો ૩૫ ટકાનો વધારો કબૂલ કરશે. આ બીના ધ્યાનમાં રાખવા જ ેવી છે કે મજૂ રોને મરકીના કારણથી તેઓની મજૂ રી ઉપર ૭૦ ટકાનો વધારો મળતો હતો, અને તેઓએ પોતાનો ઇરાદો જાહે ર કર્યો હતો કે મોંઘવારી વધતી હોવાથી તેઓ ૫૦ ટકાથી ઓછો વધારો કબૂલ નહીં કરે . પરં તુ તેઓને પોતાના ૫૦ ટકાની અને મિલમાલિકોના ૨૦ ટકાની વચ્ચેનો દર સ્વીકારવા કહે વામાં આવ્યું. (વચલો દર લેવાનું નક્કી થયું એ કેવળ અકસ્માત જ હતો.) સભા કેટલોક બડબડાટ કર્યા પછી ૩૫ ટકાનો વધારો લેવા કબૂલ થઈ; અને તેની સાથે એમ માની લેવામાં જ આવ્યું હતું કે જ ે ઘડીએ મિલમાલિકો લવાદ મારફત ફડચો કરવા કબૂલ થાય તે જ ઘડીએ મજૂ રો પણ તેમ જ કરે . ત્યાર પછી દરરોજ હજારો માણસ ગામની બહાર એક ઝાડની છાયા હે ઠળ ભેગા થતા. તેઓમાંથી કેટલાક તો બહુ દૂરથી ચાલીને આવતા, અને ખરા દિલથી ઈશ્વરના સોગંદ ખાઈને ૩૫ ટકાથી જરા પણ ઓછુ ં ન લેવાનો પોતાનો ઠરાવ પાકો કરતા. પૈસાની મદદ તેઓને આપવામાં આવતી ન હતી. આ તો સમજી શકાય એવું છે કે આવી સ્થિતિમાં તેઓમાંથી ઘણાને ભૂખમરાની પીડા વેઠવી પડે, અને જ્યાં સુધી તેઓ બેકાર હતા ત્યાં સુધી તેઓને કોઈ ધીરે પણ નહીં. બીજી તરફ, અમે તેઓના મદદગાર એવા ઠરાવ ઉપર આવ્યા કે તેઓમાંથી તાકાતવાળા રોટલો કમાવા તૈયાર ન થાય, અને એમ જાહે ર ફાળો ઉઘરાવી તેનો ઉપયોગ તેઓને ખવરાવવામાં કરીએ તો અમે તેઓને ખરાબ જ કરીએ. જ ે લોકોએ સંચા ઉપર કામ કર્યું હતું તે લોકોને રે તી કે ઈંટની ટોપલી ઉપાડવા સમજાવવું બહુ કઠણ હતું. તેઓ તે કામ કરવા જતા, પણ ઘણી નાખુશીથી. મિલમાલિકોએ [ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પણ પોતાનાં હૈ યાં કઠણ કર્યાં. તેઓએ પણ વીસ ટકાથી વધારે ન આપવાનો ઠરાવ કર્યો હતો, અને મજૂ રોને તાબે થઈ જવા સમજાવી લાવવા જાસૂસો નીમ્યા હતા. લૉકઆઉટની શરૂઆતમાં જ અમે કામ ન કરનારને મદદ કરવા ના પાડી હતી, પરં તુ તેની જ સાથે અમે તેઓને ખાતરી આપી હતી કે તેઓને ખોરાક અને કપડાં પૂરાં પાડ્યા પછી જ અમે પોતે ખાશું અને પહે રશું. આ પ્રમાણે બાવીસ દિવસ પસાર થયા. ભૂખમરાની અને મિલમાલિકોના જાસૂસોની અસર થવા લાગી. આસુરી ભાવ તેઓના કાન ફંૂં કવા લાગ્યો અને કહે વા લાગ્યો કે જગતમાં ઈશ્વર જ ેવું કંઈ નથી કે જ ે તેઓને મદદ કરે , અને વ્રતો તો યુક્તિઓ છે કે જ ેનો આશ્રય નબળા લોક કરે છે. પાંચથી દસ હજાર માણસોને ઉત્સાહ અને હોંશથી એકઠા થતા હં ુ હં મેશાં જોતો. તેઓની દૃઢતા તેઓના ચહે રા ઉપરથી જ જણાઈ આવતી. પરં તુ તેને બદલે એક દિવસ મેં માત્ર બે હજાર માણસોને એકઠા થયેલા જોયા; અને તેઓનાં મોઢાં ઊતરી ગયેલાં દેખાયાં. અમે તે જ અરસામાં એમ પણ સાંભળ્યું હતું કે અમુક એક ચાલમાં વસતા મિલમજૂ રોએ સભામાં આવવા ના પાડી છે અને વીસ ટકાનો વધારો સ્વીકારવાની અણી ઉપર છે, અને તેઓ અમને સંભળાવતા હતા (અને હં ુ ધારું છુ ં કે તેમાં તેઓ વાજબી હતા) કે અમારી પાસે મોટર ગાડીઓ છે, પૂરતું ખાવાને છે, સભામાં હાજર રહે વાનું અને મરણ આવે તોપણ મક્કમ રહે વાની સલાહ આપવાનું અમારે માટે સહે લું છે. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મને તેઓનો વાંધો વાજબી જણાયો. ઈશ્વર ઉપર મને, પ્રત્યક્ષ ઉપર હોય તેવી અચલ શ્રદ્ધા છે. અને હં ુ એમ માનું છુ ં કે ગમે તે ભોગે વચનનું પાલન કરવું આવશ્યક છે. હં ુ જાણતો હતો કે અમારી સમક્ષ ઊભેલા માણસો ઈશ્વરથી ડરે છે, પરં તુ લૉકઆઉટ અને હડતાળ બહુ લંબાયાથી તેઓ ઉપર અસહ્ય नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

જાહે ર ફાળો ઉઘરાવી તેનો ઉપયોગ તેઓને ખવરાવવામાં કરીએ તો અમે તેઓને ખરાબ જ કરીએ. જે લોકોએ સંચા ઉપર કામ કર્યું હતું તે

લોકોને રેતી કે ઈંટની ટોપલી ઉપાડવા સમજાવવું

બહુ કઠણ હતું. તેઓ તે કામ કરવા જતા, પણ

ઘણી નાખુશીથી. મિલમાલિકોએ પણ પોતાનાં હૈ યાં કઠણ કર્યાં. તેઓએ પણ વીસ ટકાથી વધારે ન

આપવાનો ઠરાવ કર્યો હતો, અને મજૂ રોને તાબે થઈ જવા સમજાવી લાવવા જાસૂસો નીમ્યા હતા

બોજો આવી પડ્યો છે. હિં દમાં મેં ઘણી મુસાફરી કરી છે. તે દરમિયાન મેં સેંકડો માણસો એવાં જોયાં છે કે જ ેઓ પલકમાં પ્રતિજ્ઞા કરે છે અને પલકમાં તેનો ભંગ કરે છે. મારા ખ્યાલમાં આ પણ હતું કે આપણામાંથી સૌથી સારા લેખાતા માણસોને પણ ઈશ્વરમાં અને આત્મબળમાં ઢીલી અને અસ્પષ્ટ શ્રદ્ધા હોય છે. મને લાગ્યું કે મારે માટે આ ક્ષણ પવિત્ર છે. મારી શ્રદ્ધા કસોટીએ ચઢેલી જણાઈ, અને હં ુ વિના સંકોચે ઊભો થયો અને જણાવ્યું કે જ ે પ્રતિજ્ઞા ભાવપૂર્વક લેવાઈ છે તેનો ભંગ મિલમજૂ રો કરે એ મારે માટે અસહ્ય છે. એટલે મેં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તેઓને ૩૫ ટકાનો વધારો નહીં મળે, અથવા જ્યાં સુધી તેઓ ઢીલા નહીં થાય ત્યાં સુધી હં ુ અન્ન નહીં લઉં. અત્યાર સુધી આ સભા આગલી સભાઓ જ ેવી ઉત્સાહી ન હતી; મંદ હતી. પરં તુ તેમાં હવે જાદુઈ રીતે ઉત્સાહ આવી ગયો. દરે કેદરે કના ગાલ ઉપર આંસુ ટપકવા લાગ્યાં અને એક પછી એક ઊઠી જણાવવા લાગ્યા કે જ્યાં સુધી તેઓની માગણી કબૂલ નહીં થાય ત્યાં સુધી તેઓ કદી પણ મિલમાં કામ ઉપર નહીં જાય, અને વળી સભામાં હાજર નહીં રહે નારને શોધી કાઢશે અને તેઓના હૃદયને 25


મક્કમ કરશે. સત્ય અને પ્રેમના પ્રભાવનું પ્રાકટ્ય નિહાળવાનો આ એક અમૂલ્ય અવસર હતો. દરે કને એમ લાગવા માંડ્યું કે ઈશ્વરની પાલકશક્તિ પ્રાચીન કાળમાં જ ેટલી આપણી આસપાસ રહે તી તેટલી જ આજ ે અમારી આસપાસ છે. પ્રતિજ્ઞા લેવા માટે મને શોચ થતો નથી. પરં તુ મારી તો આ શ્રદ્ધા છે કે જો હં ુ બીજી કોઈ રીતે વર્ત્યો હોત તો હાથ લીધેલા કાર્યનો મેં દ્રોહ કર્યો હોત. પ્રતિજ્ઞા લીધી તે પહે લાં હં ુ જાણતો હતો કે તેમાં કેટલીક મોટી ખામીઓ રહી જાય છે. મિલમાલિકોના નિશ્ચય ઉપર કોઈ પણ જાતની અસર કરવા આવા પ્રકારની પ્રતિજ્ઞા લેવી એ તો તેઓ પ્રતિ અણછાજતો અન્યાય જ કરે લો કહે વાય. હં ુ જાણતો હતો કે તેઓમાંથી કેટલાક સાથે તો હં ુ મિત્રતા ભોગવવા ભાગ્યશાળી થયો છુ ;ં પરં તુ તેને માટે હવે હં ુ મને નાલાયક બનાવું છુ ં અને હં ુ એ પણ સમજતો હતો કે આ પગલું ભરવામાં ગેરસમજૂ તી થવાનું જોખમ રહે લું છે. તેઓના નિર્ણય ઉપર મારા ઉપવાસની અસર થતી અટકાવવી મારે માટે શક્ય ન હતી. વળી, તેઓના પરિચયથી મારી જોખમદારી વધી હતી, જ ે ઉપાડવા હં ુ સમર્થ ન હતો. આવા પ્રકારની લડતમાં સામાન્યતઃ જ ે રાહત મેળવવામાં હં ુ વાજબી ઠરું , તે પણ મજૂ રો માટે મેળવવા હં ુ અસમર્થ થઈ પડ્યો. હં ુ એ પણ જાણતો હતો કે મિલમાલિકો પાસેથી ઓછામાં ઓછુ ં જ ે હં ુ મેળવી શકું તેનાથી જ, અને મજૂ રોએ લીધેલી પ્રતિજ્ઞાનાં તત્ત્વોની સિદ્ધિને બદલે તેના સ્થૂળ અર્થની સિદ્ધિથી જ મારે સંતોષ માનવો પડશે; અને તેમ જ થયું છે. મેં મારી પ્રતિજ્ઞાના દોષો એક ત્રાજવામાં મૂક્યા, અને બીજામાં તેના ગુણો મૂક્યા. મનુષ્ય પ્રાણીનાં એવાં કર્મ તો ક્વચિત જ હશે કે જ ે સાવ દોષરહિત હશે. મને ખબર હતી કે મારું કર્મ તો

ખાસ દોષવાળું છે. પરં તુ ભવિષ્યની પ્રજા એમ કહે કે ઈશ્વર સમક્ષ વીસ વીસ દિવસ થયાં લેવાયેલી પ્રતિજ્ઞા દસ હજાર માણસે ઓચિંતી તોડી, તેના કરતાં મિલમાલિકોની સ્વતંત્રતા અને સ્થિતિ અણઘટતી રીતે કફોડી અવસ્થામાં મૂકવાથી મારી અપકીર્તિ થાય, એ મને વધારે ગમ્યું. મારી એવી દૃઢ માન્યતા છે કે જ્યાં સુધી માણસો લોઢા જ ેવા કઠણ થયા નથી, અને જ્યાં સુધી દુનિયા તેઓના વચનને, મીડ અને ફારીસીના કાયદા પેઠ ે કદી ન તૂટ ે તેવું અચળ ન ગણે, ત્યાં સુધી તેઓ એક પ્રજા થઈ શકતી નથી. મિત્રોએ ગમે તે મત બાંધ્યો હોય, છતાં અત્યારે તો મને લાગે છે કે ભવિષ્યમાં આવો પ્રસંગ આવે, તો આ પત્રમાં વર્ણવ્યો છે એવો સામાન્ય પ્રકારનો પાઠ ફરીથી ભજવવામાં હં ુ પાછો નહીં પડુ.ં આ પત્ર હં ુ બંધ કરું તે પહે લાં હં ુ બે જણનાં નામ જણાવવા ઇચ્છુંુ ં છુ .ં તેઓ માટે હિં દને મગરૂર થવા કારણ છે. રા. અંબાલાલ સારાભાઈ મિલમાલિકોના પ્રતિનિધિ હતા. તે એક લાયક ગૃહસ્થ છે; અને ઘણા કેળવાયેલા તેમ બાહોશ માણસ છે. આ ઉપરાંત તેઓ દૃઢ મનના છે તેમનાં બહે ન અનસૂયાબહે ન મિલમજૂ રોનાં પ્રતિનિધિ હતાં. તેમનું હૃદય કંચન જ ેવું નિર્મળ છે, અને ગરીબો પ્રતિ અતિ દયાળુ છે. મિલમજૂ રો તેમને પૂજ ે છે અને તેઓ ઉપર તો તેમના શબ્દની અસર કાયદા સમાન છે. મેં કોઈ એવી લડત સાંભળી નથી કે જ ેમાં ખટાશ માત્ર નામની જ હોય અને બંને પક્ષ વચ્ચે આટલો બધો વિનય હોય. આવું મધુર પરિણામ, મુખ્યતઃ રા. અંબાલાલ સારાભાઈ અને અનસૂયાબહે નના લડત સાથેના સંબંધને લઈને આવ્યું છે. [એક ધર્મયુદ્ધ પુસ્તકમાંથી]

26

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર – ૨૦૧૭

ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરીને સેવાની ભેખ ધરીને ગ્રામસેવાનાં કાર્યોમાં ખૂંપી

તસવીર સૌજન્ય : ડૉ. અશ્વિનકુ માર

જનાર ગ્રામશિલ્પીને દર વર્ષે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કારથી સન્માનવામાં આવે છે. ગાંધીજીએ ગામડાં તરફ પાછા વળવાનો જ ે ખ્યાલ આપ્યો છે અને તેને અનુલક્ષીને નાનામાં નાના ગામનાં કામ ઉકેલવાની જ ે વાત કહી છે, તેને ખરા અર્થમાં ગ્રામશિલ્પી સાકાર કરી રહ્યા છે. આ વર્ષે મહાદેવ દેસાઈ પુરસ્કારથી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામમાં રહીને ગ્રામસેવાનાં કાર્યો કરનારા નિલમ ધીરુભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે. નિલમ પટેલ ૨૦૦૭માં ગ્રામઅર્થશાસ્ત્ર વિષયમાં પારં ગત(એમ.   એ.)ની પદવી પ્રાપ્ત કરીને પરિવારજનોની અસંમતિ હોવા છતાં ‘ગ્રામશિલ્પી યોજના’માં જોડાયા. ગ્રામશિલ્પી યોજના અંતર્ગત તેમણે સહ્યાદ્રીની ગિરિમાળા વચ્ચે વસેલા નાનકડા ખોબા ગામમાં જ્યાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ જ ેવી સુવિધાનો અભાવ હતો, ત્યાં પોતાનું જીવનકાર્ય શરૂ કર્યું. આજ ે તેઓ ખોબા ગામની તો કાયાપલટ કરી ચૂક્યા છે, સાથે સાથે તેમણે આસપાસનાં સાઠ ગામોમાં પોતાની સેવાની સુવાસ પ્રસરાવી છે. નિલમ પટેલે અહીંયાં શિક્ષણ, આરોગ્ય, વ્યસનમુક્તિ, સ્ત્રીસશક્તિકરણ, વનસુરક્ષા, રોજગારી,

ગૂજરાત વિદ્યાપીઠના કુ લપતિ ઇલાબહે ન ભટ્ટના હસ્તે મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર સ્વીકારતાં નિલમ પટેલ, સાથે ગૂજરાત વિદ્યાપીઠના કુ લનાયક અનામિક શાહ, કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણી, અગ્રણી સામાજિક કાર્યકર મનુભાઈ મહે તા

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

27


કૃ ષિ સુધારણા, પશુપાલન અને ગ્રામોદ્યોગ જ ેવી અનેક પ્રવૃત્તિઓમાં પ્રશંસનીય કાર્યો કર્યાં છે. હજુ આગળ પણ તેઓ વધુને વધુ લોકોને સેવા આપી શકે તેવો ઉદ્દેશ સેવી રહ્યા છે; અને તે માટે તેઓએ પોતાની પડખે રહીને સેવાકાર્યો કરી શકે તેવી મજબૂત ટીમ પણ ખડી કરી છે. એકલપંડ ે ખોબા ગામથી શરૂ થયેલી નિલમની આ સેવાપ્રવૃત્તિમાં આજ ે અનેક લોકો સહભાગી થયા છે. આ સેવાકર્મીઓમાં સુરતનાં ધીરુભાઈ, તરલભાઈ, રવિભાઈ, અજયભાઈ, ભાગવતભાઈ, પાંડુભાઈ અને મંજુલાબહે ન સંકળાયેલાં છે. ખોબાની આસપાસનાં ગામોમાં વિસ્તરણ થયેલાં નિલમ પટેલનાં કાર્યો સાથે જ ે-તે ગામના સ્થાનિક યુવાનો પણ કાર્ય કરી રહ્યા છે. નિલમ પટેલની ઉપલબ્ધિને સન્માનવામાં મહાદેવ દેસાઈની જન્મજયંતીએ—પહે લી જાન્યુઆરી—વિદ્યાપીઠના સભાખંડમાં સમારોહ યોજાયો હતો. જ ે પ્રસંગે કુ લપતિ ઇલાબહે ન ભટ્ટ, કુ લનાયક અનામિક શાહ, અગ્રણી સામાજિક કાર્યકર મનુભાઈ મહે તા, કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણી ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. સમારોહને છાજ ે એવું અધ્યક્ષીય વક્તવ્ય ઇલાબહે ને આપ્યું હતું. નેવું વટાવ્યાં છતાં પણ હજુય સમાજકાર્ય ક્ષેત્રે અડીખમ રહે લા અને ખાદી ક્ષેત્રમાં અદ્વિતીય કાર્ય કરનાર મનુભાઈ મહે તાએ ગાંધીજીના ‘બેક ટુ વિલેજ’ના વિચારને પોતાના અનુભવ થકી વ્યક્ત કર્યો હતો. મનુભાઈએ ગામડાંઓમાં ઘણું કાર્ય હજુ બાકી છે, તે અંગે પણ નિર્દેશ કર્યો હતો. કુ લનાયક અનામિક શાહે નિલમ પટેલનો સંઘર્ષ વર્ણવ્યો અને તેમણે ખોબાની મુલાકાત લીધા બાદ કેવી પડકારભરી સ્થિતિમાં નિલમે લોકસેવાનાં કામો પાર પાડ્યાં છે તેના પ્રસંગો કહ્યા હતા. કુ લસચિવ રાજ ેન્દ્ર ખીમાણીએ પુરસ્કાર સમારોહના આયોજનમાં સંકળાયેલા સેવકોનો, નિલમભાઈની સાથે ખભેખભા મેળવીને કાર્ય કરતી ટીમનો અને ગ્રામશિલ્પી પસંદગી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું મજબૂત અને અર્થસભર સંચાલન મદદનીશ પ્રાધ્યાપક નીતિનભાઈ ઢાઢોદરાએ કર્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠના ઑડિયો-વિઝ્યુઅલ વિભાગે નિર્માણ કરે લી નિલમ પટેલનું કાર્ય દર્શાવતી ડૉક્યુમેન્ટરિ પણ સમારોહ દરમિયાન દર્શાવવામાં આવી હતી. અધ્યાપિકા નિમિષાબહે ન શુકલએ નિલમ પટેલને અર્પણ કરવામાં આવેલા સન્માનપત્રનું પઠન કર્યું હતું. આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના પ્રાથમિકથી માંડીને પીએચ.ડી. સુધી વિદ્યાર્થી રહે નારા અને આજ ે કવિ તરીકે ખ્યાતિ ધરાવનારા દલપત પઢિયારે સમારોહને અનુરૂપ પોતાની રચના સંભળાવી હતી. નિલમ પટેલ સેવાકાર્યની નોંધ અગાઉ અમદાવાદની ત્રણ ત્રણ સંસ્થાઓ લઈ ચૂકી છે. જાગ્રત જન ટ્રસ્ટે તેમને ૨૦૧૪માં જાગ્રત જન ઍવૉર્ડથી નવાજ્યા છે. ૨૦૧૬માં તેઓને વિચાર ટ્રસ્ટ દ્વારા ગાંધીમિત્ર ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા અને ગત વર્ષે તેઓને આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધરતી રત્ન ઍવૉર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. નિલમ પટેલનાં સેવાકાર્યોની અદ્વિતીય સફર આગળ વધતી રહે અને છેવાડાના વધુને વધુ લોકો તેનો લાભ મેળવે તે અર્થે નવજીવન ટ્રસ્ટ તેમને શુભેચ્છા પાઠવે છે. 28

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


પુરસ્કાર પ્રતિભાવ પ્રવચન નિલમ પટેલ

આજ ે હંુ જ્યાં આવ્યો છુ ં ત્યાં અમે ભણ્યા છીએ, ઘણું બધું શીખ્યાં

છીએ. પહે લાં તો આ ભૂમિને પ્રણામ કરું છુ .ં આ ભૂમિએ જ મને વર્ગખંડથી આ સ્ટેજ સુધીની સફર અપાવી છે. આજ ે પણ હં ુ મારી જાતને વિદ્યાર્થી જ સમજુ ં છુ ,ં જ્યારે પણ અહીંયાં આવું છુ ં ત્યારે મને કશુંક ને કશુંક શીખવાનું મળે છે. અહીં આવીએ ત્યારે હં મેશા તેજલબહે ન હોય, તેજસભાઈ અમારી પડખે હોય. ગમે ત્યારે કામ અંગેની વાત કરવાની થાય તો મનોજભાઈ સાથે થાય. કોઈ પણ મૂંઝવણ હોય તો અર્થશાસ્ત્ર વિભાગના અમારા અધ્યાપકો પાસે જઈને રજૂ આત કરીએ. આટલા નાના કામનો જ ે સન્માનનો ભાર છે, તે માટે તમામ અધ્યાપકો અને મારા અર્થશાસ્ત્ર વિભાગને પણ હં ુ વંદન કરું છુ .ં ઘણી વાર મને આર્થિક અને અન્ય પ્રશ્નો હોય ત્યારે પણ તેમણે સલાહ આપીને પણ મારી ખૂબ મદદ કરી છે, અને તેથી જ આ સન્માન માત્ર મારું નહીં, વિભાગનું પણ છે. વિદ્યાપીઠના તમામ અધ્યાપકગણ, ઉદ્યોગ વિભાગના ભૂપેન્દ્રભાઈ, એમ. એસ. ડબલ્યુ. વિભાગના મિત્રો–અધ્યાપકો, સૌનો હં ુ ઋણી છુ .ં બાળકો સાથે જ્યારે કામ કરવાનું થયું ત્યારે અમારી સાથે રહે નારા ગણતર સંસ્થાના સુખદેવભાઈનો પણ આભાર માનું છુ .ં દરે ક વિભાગમાંથી મારું વ્યક્તિત્વ ઘડાયું છે. બધા જ વિભાગમાંથી કોઈને કોઈ વિચાર મળ્યા છે, તેનાથી જ તે પરિપૂર્ણ થયા છે. ગ્રામશિલ્પી કાર્યક્રમમાંથી હં મેશાં તેજસભાઈ અમારી સાથે સંપર્ક રાખતા આવ્યા છે અને પૂછતા રહે છે કે, કશી મુશ્કેલી છે, કેવી રીતે કામ કરી રહ્યા છો. કશુંક અટકી પડે ત્યારે રાજ ેન્દ્રભાઈને પણ રજૂ આત કરીએ. આ સફર ઘણી સંઘર્ષમય રહી. દસ વર્ષમાં ગામડે પહોંચ્યા ત્યાં સુધી ઘણાં ઉતારચઢાવ આવ્યા. ઘરે મુશ્કેલી આવી અને કોઈ પણ વિભાગના અધ્યાપકને ફોન કર્યો ત્યારે ખૂબ ઉપયોગી સલાહ મળી છે. તેનાથી જ એક હૂંફ મળે છે. તેઓનો સૂર હં મેશાં એવો રહ્યો છે કે અમે બેઠા છીએ, તમે કામ કરો. આ ક્ષણે એટલે જ તમામ ગુરુઓનો આભાર માનું છુ ં કે અમે જ ે કંઈ છીએ એ તમારા કારણે છીએ અને ખોબામાં રહીને કામની રજૂ આતો કરી શકીએ છીએ. ગ્રામશિલ્પી કાર્યક્રમ અંતર્ગત નક્કી થયું કે હવે મારે ગામડે જઈને જ કામ કરવું છે, તો ગામ પસંદ કરતી વખતે એવો ખ્યાલ હતો કે જ ે ગામ પસંદ કરવું ત્યાં ખરે ખર પ્રશ્નો હોય. ખોબામાં એ પડકાર જોયા હતા, ત્યારે કેવી રીતે કામ કરવું તે મૂંઝવણેય હતી. અને પ્રથમ વખત જ્યારે ગામ પહોંચ્યો ત્યારે સૌથી પહે લાં અહીંના લોકોએ કહ્યું કે બાળકોને ભણાવો, કારણ કે શિક્ષકો આવતા નથી. પહે લું કામ બાળકોને શિક્ષણ આપવાથી શરૂ કર્યું, અને તે જ વખતે અમારી સાથે પાંડુભાઈ પણ જોડાયા હતા, જ ે આજદિન સુધી અમારી સાથે જ છે. ખોબાની શરૂઆત બાદ અમે ઘણા લોકો આસપાસનાં ગામડાં સુધી પહોંચ્યા છીએ. ખોબા તો આજ ે એક આદર્શ કેમ્પસ જ ેવું બની ગયું છે. नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

29


ગ્રામશિલ્પીથી શરૂ થયેલી આ સફરના પરિણામે આજ ે એક ટ્રસ્ટની રચના કરી છે. હવે અમે લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હે ઠળ કામ કરી રહ્યા છીએ. અમારા સંસ્થાના પ્રમુખ રાજ ેન્દ્રભાઈ છે. અમારા ટ્રસ્ટીગણમાં સુરતના ધીરુભાઈ ઘેબરીયા છે. સુરભીબહે ન પણ અમારાં ટ્રસ્ટીશ્રી છે. ટ્રસ્ટીઓનો પણ અમને ખૂબ સહયોગ મળ્યો છે. તેથી જ હવે અમારું કામ માત્ર ખોબામાં નહીં, પણ આસપાસના સાઠ ગામોમાં પહોંચ્યું છે. અમારું ધ્યેય છે કે દરે ક ગામમાં એક શિક્ષક એ રીતે તૈયાર કરવો કે તે ગામમાં ભણાવે તો ખરા જ, પણ સાથે સાથે ગામમાં કેટલીક યોજનાઓ છે, એ યોજનાઓ ગામ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે વિશે પણ કાર્ય કરે . લોકહિતનાં આ કાર્યોને આગળ કેવી રીતે ધપાવવાં તે માર્ગે અમે શિક્ષકોને સાથે રાખીને આગળ વધી રહ્યા છીએ. અમારા ક્ષેત્રમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી એટલે અમે ડિજિટલ માધ્યમથી બાળકોને ભણાવવાના પ્રયોગ કર્યા છે. તેમાં અમને વૉકહાર્ટ કંપની દ્વારા સહાય પણ મળી છે અને આ સહાયથી દસ ગામડાંઓમાં અમે પ્રોજ ેક્ટર પર શિક્ષણ શરૂ કર્યું છે. આ પ્રયોગનું પરિણામ ખૂબ સારું આવ્યું છે અને હવે તે કામને અમે વધુને વધુ ગામડાં સુધી પહોંચાડવા મથી રહ્યા છીએ. આરોગ્યનું કામ પણ ખોબા ગામથી અન્ય છ ગામ સુધી વિસ્તર્યુ છે અને હાલમાં જ આપણને એક ઍમ્બ્યુલન્સ પણ દાનમાં મળી છે. ડૉક્ટર પીયૂષભાઈ પણ અમારી સાથે જોડાયા છે. આ ઍમ્બ્યુલન્સની સેવા અમે ત્રીસ ગામોને આપીશું અને અઠવાડિયે બે ગામોને એક એક વાર તેનો લાભ મળશે. ગુજરાત સરકારની દરે ક યોજનાનો પણ ગામને લાભ મળે તે માટે પણ અમારી ટીમ આજ ે તૈયાર છે. આ ટીમમાં તરલભાઈ છે, જ ેઓ વલસાડથી આવ્યા છે અને એકાઉન્ટનું કામ સંભાળે છે. અજયભાઈ છે તે યોજનાનું કાર્ય સંભાળે છે અને નીતિનભાઈ ગૃહોદ્યોગમાં પોતાનો સમય આપે છે. ગૃહોદ્યોગની શરૂઆત કરવાની હતી ત્યારે અમારી પાસે કોઈ આર્થિક ભંડોળ નહોતું, ત્યારે અમે નિમિષાબહે નને વાત કરી અને તેમણે અમને આર્થિક સહાય કરી. આજ ે અમે ધરમપુરમાં ગૃહોદ્યોગનું એક વેચાણકેન્દ્ર ખોલી શક્યા છીએ. આ વેચાણકેન્દ્રથી બહે નોને અને યુવાનોને સીધી રોજગારી મળી રહી છે. અગત્યની વાત હં ુ અહીંયાં કહે વા માગું છુ ં કે તમે વિદ્યાર્થીઓ બધા જ ગ્રામશિલ્પીઓનો પરિચય કરજો. દરે ક ગ્રામશિલ્પી આજ ે ખરું સ્વરાજ સ્થાપવા સરસ રીતે કામ કરી રહ્યા છે. તેનાથી ઘણું શીખવા મળશે. એક વર્ષ બાદ જ્યારે વિદ્યાપીઠને સો વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે ત્યારે અમે ધરમપુરમાં શું કરી શકીએ તે અંગે તૈયારી કરી રહ્યા છીએ. એક વિચાર ૧૦૮ ગામોની યાત્રા કરવાની છે, જ ેનાથી વિદ્યાપીઠ અંગેની માહિતી લોકોના ઘર સુધી પહોંચાડવાની છે. મારી પ્રથમ ઓળખ વિદ્યાપીઠના વિદ્યાર્થીની છે અને તે હં મેશાં મારી સાથે રહે શે. અને અંતે, અમે આ દિશામાં હજુ પણ ખૂબ કામ કરવા માંગીએ છીએ. ઘણાં ગામડાં સુધી પહોંચવું છે અને તે માટે ટીમ પણ તૈયાર છે. બધાનો આભાર માનું છુ ં અને ખોબા આવવા આમંત્રણ પણ આપું છુ .ં  [કાર્યક્રમની વીડિયો યૂટ્યુબ પર ઉપલબ્ધ છે. https://www.youtube.com/watch?v=JIMyuBOmINA લિંક પરથી તે જોઈ- સાંભળીને નિલમ પટેલનું પુરસ્કાર પ્રતિભાવ વક્તવ્ય, કેટલોક શબ્દાળુ ભાગ કાઢીને આપવામાં આવ્યું છે]

30

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગોખલે વિશે ગાંધીજી “સર ફિરોજશા તો મને હિમાલય જ ેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જ ેવા લાગ્યા. ગોખલે ગંગા જ ેવા લાગ્યા. તેમાં હં ુ નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂ બવાનો ભય રહે . ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.” —પ્રથમ વખત મળીને ગાંધીજીએ આ ત્રણેય મહાનુભાવો વિશે જ ે અનુભવ્યું તે ઉપરનાં આઠ વાક્યોમાં બખૂબી પ્રતીત થાય છે. ગોખલે સાથેની વખતોવખત મુલાકાત સમયે આ અનુભવ વધુ દૃઢ થતો ગયો. સાધુચરિત રાજદ્વારી સેવક તરીકે ગાંધીજીએ ગોખલેને ઓળખાવ્યા છે અને સમયાંતરે આ રાજદ્વારી સેવક પાસેથી તેમણે રાજકારણ અને હિન્દુસ્તાનની તત્કાલીન સ્થિતિ વિશે માર્ગદર્શન મેળવ્યું. ગોખલેની કાર્યપદ્ધતિના ગાંધીજી ચાહક હતા અને તેમણે અનેક વાર જાહે ર કર્યું હતું કે ગોખલે મારા રાજદ્વારી ગુરુ છે. આ માસમાં ગોખલેજીની પુણ્યતિથિ(૧૯ ફે બ્રુઆરી, ૧૯૧૫) છે, ત્યારે ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ વિશે ઉમરે ઠમાં તેમના માનમાં પુસ્તકાલય અને છબી ખુલ્લાં મૂકવાના પ્રસંગે આપેલું ભાષણ અહીં રજૂ કર્યું છે. જ ેમાં એક શિષ્યનું ગુરુ પ્રતિ ખરું કર્તવ્ય શું હોવું જોઈએ, તેની ઝલક જોવા મળે છે. આજ ે જ્યારે બધે નામ અને નામની તકતીઓની બોલબાલા છે, ત્યારે ગાંધી પોતાના ગુરુને આ પસંદ નથી, તેમ આ ભાષણ થકી સ્પષ્ટ કરે છે…

ભાઈઓ, તમોએ મને ગોખલે પુસ્તકાલય અને તેમની છબી ખુલ્લી મૂકવાને બોલાવેલો છે. એ કામ બહુ પવિત્ર છે, અને તેટલું જ ગંભીર પણ છે. આજકાલ પશ્ચિમની પ્રજાઓમાં એક એવો રોગ ફે લાયો છે કે પુસ્તકાલય ખોલ્યું એટલે જાણે સમાજસેવા બજાવી દીધી. અમેરિકાના એક શહે રમાં કાર્નેગી કરીને એક કરોડપતિ ગૃહસ્થ છે. તેની પાસે એટલી બધી પૂંજી છે કે લોકોમાં તે લાખો રૂપિયા વહેં ચે તોપણ તેની મૂડીમાં ખોટ પડે નહીં. તે પોતાના નામે અનેક જગ્યાએ પુસ્તકાલયો ખોલાવે છે સ્કૉટલૅન્ડના કેટલાએક નેતાઓએ તેને વિનંતી કરી છે કે મહે રબાની કરીને આવી પ્રથા અમારી મરજી વિના ફે લાવશો નહીં, કેમ કે એમ કરવાથી તો હિતને બદલે હાનિ થવાનો મહાસંભવ છે. પૅરિસમાં પુસ્તકાલયોનો ગેરઉપયોગ વધવા લાગ્યો છે. આથી એમ નથી સમજવાનું કે હં ુ પુસ્તકાલયોની વિરુદ્ધ છુ .ં પુસ્તકાલય ખોલતી વખતે અને તે પૂર્વે એટલો વિચાર કરવો જરૂરનો છે કે તે કોને નામે ખુલ્લું મુકાય છે, અને એ પુસ્તકો ગામને માટે કેવાં હોવાં જોઈએ કે જ ેથી વ્યક્તિનું નામ અને પુસ્તકના વાચનનું સાર્થક થાય. હવે તેમની છબી વિષે. ગોખલે નામના ભૂખ્યા नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

તો ન હતા, એટલું જ નહીં પણ તેમને માન મળે તે પણ તેમને ગમતું નહીં. ઘણી વાર તેઓ માન મળતી વખતે નીચું જોઈ જતા. ગોખલેની છબી ખુલ્લી મૂકવામાં જ જો તેમના આત્માને શાંતિ મળે એમ મનાતું હોય તો તે માન્યતા ખરી નથી. મરતી વખતે તે મહાત્માએ તેનો આદર્શ કહી સંભળાવ્યો હતો. અને તે એ કે, મારી પાછળ મારું જીવનચરિત્ર લખાશે કે મારા માટે સ્મારક થશે, અને શોકપ્રદર્શક સભાઓ ભરાશે, પણ તેથી મારા આત્માને શાંતિ મળનાર નથી. મારું જીવન એ જ સમસ્ત હિં દનું જીવન બને, અને સંસ્થાપિત હિં દ સેવક સમાજ પ્રગતિ પામે એ જ મારી અભિલાષા છે. આ વસિયતનામું જ ેઓ કબૂલ કરતા હોય તેવાઓને ગોખલેની છબી ખુલ્લી મૂકવાનો હક છે. ગોખલેના જીવનનો વિસ્તાર વિશાળ છે. આજ તો અહીં આવેલી બહે નોને, તેમના જીવનપ્રસંગમાંથી કંઈક કૌટુબિ ં ક પ્રસંગ કહી સંભળાવીશ. બહે નોને આ એક દાખલો લેવા જ ેવી બાબત છે કે ગોખલેએ તેમના કુ ટુબ ં ની સેવા સારી પેઠ ે કરી છે. કુ ટુબ ં નું મન દુખાય તેવાં આચરણ તેમનાં નહોતાં. હાલમાં જ ેમ હિં દુ સંસારમાં બને છે તેમ ઢીંગલિયાં લગ્નની માફક છોકરીને આઠ વરસની કરી તેને દરિયામાં ધકેલી 31


દેવાય છે તેવું ગોખલેએ કર્યું નથી. તેમની દીકરી હજુ કુ માર અવસ્થામાં છે. તેમ રાખવામાં તેમણે ઘણું ખમ્યું છે. વળી પોતાની ભર જુવાનીમાં તેઓ પત્નીરહિત થયા હતા. ફરીથી તેઓને પત્ની મળી શકત પણ તેમ કર્યું નથી. કુ ટુબ ં સેવા તો તેમણે અનેક રીતે કરી છે અને સામાન્ય રીતે તો બધા જ કુ ટુબ ં સેવા તો કરતા જ હશે. પણ સ્વાર્થદૃષ્ટિથી અને સ્વદેશહિતની વૃત્તિથી, એમ બે રીતે કુ ટુબ ં સેવા થાય છે. ગોખલેએ સ્વાર્થવૃત્તિને તિલાંજલિ આપી દીધી હતી. કુ ટુબ ં પછી ગામ અને પછી દેશ એમ જ ે વખતે જ ે પ્રસંગ મળે તે વખતની તેવી ફરજ સંપૂર્ણ સાહસ, ખંત અને શ્રમથી તેમણે અદા કરી હતી. ગોખલેને મન હિં દુ-મુસલમાન ભેદભાવનો અંશ સરખો પણ નહોતો. તેઓ સૌને સરખી નજરે ને સ્નેહભાવે જોતા, તે કોઈ કોઈ વાર ગુસ્સે થતા પણ તે ગુસ્સો સ્વદેશના હિતની સાથે જ સંબંધ ધરાવનારો હતો; અને સામાના મન પર સારી જ અસર કરનારો નીવડતો. તે ગુસ્સો એવો હતો કે ઘણા યુરોપિયનો જ ે શત્રુતા દાખવતા હતા તે પણ ગાઢ મિત્ર જ ેવા બની ગયા હતા. ગોખલેના સમગ્ર જીવન પર નજર નાખનારને જણાશે કે તેમણે પોતાની આખી જિંદગી સ્વદેશસેવામય બનાવી દીધી હતી. પચાસ વરસની અંદરની વયે તેઓ ફાની દુનિયાને ત્યજી ચાલ્યા ગયા, તેનું કારણ એ જ છે કે, તેઓ દિવસના ચોવીસે કલાક, માનસિક ને શારીરિક શક્તિ અતિ શ્રમપૂર્વક સ્વદેશસેવામાં વાપરતા હતા. તેમના મનમાં સ્વહિત કે સ્વકુ ટુબ ં માટે શું કરી જાઉં છુ ં એવી સંકુચિત ભાવના નહોતી. પણ દેશને માટે શું કરી જાઉં છુ ં એવી જ ભાવના હતી.

આપણા હિં દના એક સમર્થ બળરૂપ અંત્યજ વર્ગના ઉદ્ધારનો પ્રશ્ન પણ મહાત્મા ગોખલેને રોજ ખૂંચતો હતો, ને તેઓની ઉન્નતિ માટે ઘણાં મથન તેમણે ચલાવ્યાં હતાં. કોઈ તેમને તેમ કરતાં ટકોરતું તો તે ખુલ્લેખુલ્લું કહી દેતા કે, આપણા ભાઈ અં​ંત્યજને અડકવાથી અભડાવાતું નથી પણ નહીં અડકવાની દુષ્ટ ભાવનાથી જ અઘોર પાપમાં પડાય છે. અહીંના મેઘવાળ ભાઈઓનું વણાટકામ હં ુ જોવા ગયો, ત્યારે સાથે આવેલા છોકરાઓમાં આભડછેટની વાત નીકળી તે સાંભળીને મને નવાઈ લાગી. જોકે અહીં હં ુ જ્ઞાતિ વિષય ઉપર આવવા માગતો નથી, પણ એટલું તો કહીશ જ કે, એ વર્ગને આપણી સાથે ભેગો કર્યા સિવાય આપણી, આપણા ગામની અને દેશની ઉન્નતિ નહીં થાય. સ્વરાજ્યની આશા રાખશો તો ફોકટ છે. જ્યાં સુધી અંધશ્રદ્ધા ટળી નથી, ઘરમાં, કુ ટુબ ં માં, ગામમાં, સમાજમાં જ્યાં સુધી ક્લેશ ચાલ્યા કરશે ત્યાં સુધી તમે સ્વરાજ, સ્વરાજ બોલ્યા કરશો એમાં વિશેષ સાર્થક થશે નહીં. તમારા ઉમરે ઠમાં અગાઉ પચાસ વણાટ કામની સાળો હતી તે હવે માત્ર બે ઉપર આવી રહી છે. ને તે પણ સંતોષકારક કામ કરી શકતી નથી તેનું કારણ તમારામાં રહે લી સંકુચિત વૃત્તિ છે. ઉમરે ઠના નેતાઓની ફરજ છે કે તેઓએ પોતાના દેશી ઉદ્યોગોને ખીલવવા અને તેને ઉત્તેજન મેળવી આપવું. જો તેવી ભાવના ન હોય તો તેઓને ગોખલે જ ેવા પરમાર્થી સંતની છબી ખુલ્લી મૂકવાનો હક નથી. પણ મને લાગે છે કે ઉમરે ઠ સમૂળું મોળું નથી. મહાત્મા ગોખલે પ્રત્યે તે સદ્ભાવ દર્શાવે છે ને તેમના કર્તવ્યને ઉમરે ઠ જાણતું થયું છે તે સંતોષની વાત છે. [ધર્માત્મા ગોખલે પુસ્તકમાંથી]

32

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ માસના અંતે ગાંધીજી ફિનિક્સ આશ્રમના સાથી આલ્બર્ટ વેસ્ટના બહે ન એડા વેસ્ટને એક પત્રમાં લખે છે કેૹ ‘અહીં મારી સામે સત્યાગ્રહની ત્રણ લડતો આવીને ઊભી છે.’ આ લડતો એટલે ખેડા સત્યાગ્રહ, અમદાવાદ મિલમજૂ રો સંબંધી પરિસ્થિતિ અને હોમરૂલ આંદોલન. જ ેમ આ સમય સત્યાગ્રહના આહ્વાનનો હતો; એ જ રીતે ઑક્ટોબર-૧૯૧૭માં ચંપારણ સત્યાગ્રહના લખાયેલાં અંતિમ અધ્યાયનાં પ્રકરણો ફરી ખૂલવાનો પણ હતો. આ મામલે ગાંધીજી ફરી પત્રવ્યવહારથી અને રૂબરૂ જઈને ચંપારણના કિસાનોની પેરવીમાં ઊતરે છે. નીલવર રાજ્યનો અસ્ત જ ે ચંપારણ એગ્રેરીયન બિલથી થયો હતો, તે બિલને બિહાર બગીચામાલિકોના સંઘે બિનજરૂરી અને અનિચ્છનીય દર્શાવ્યું. ગાંધીજી બગીચામાલિકોના આ નિવેદનને જવાબરૂપે પત્રોમાં અને અખબારોમાં પડકારે છે. આ ઉપરાંત, ગાંધીજી અમદાવાદમાં પાણીના અપૂરતા અને અનિયમિત પુરવઠા સામે વિરોધ જાહે ર કરવા યોજાયેલી સભાનું અધ્યક્ષપદ લે છે. અમદાવાદ અને મોતીહારીમાં સમય-સંજોગો મુજબની ઉપસ્થિતિ વચ્ચે ગાંધીજી હિં દીને રાષ્ટ્રભાષા બનાવવાના સંબંધમાં વિચારશીલ નેતાઓના અભિપ્રાય એકઠા કરવા પણ મથે છે. આ જ અરસામાં નિર્માણાધીન સાબરમતી આશ્રમમાં સંગીત શિક્ષક તરીકે નારાયણ મો. ખરે નિમાયા. હિં દના સવાલો પર ફતેહ મેળવવા કેટલી હદ સુધીના પ્રયાસ આદરવા તે અંગે ગાંધીજીએ અમદાવાદમાં આપેલા એક ભાષણમાં નાગરિક ધર્મનો હં ુકાર જોવા મળે છે. જ ેમાં તેઓ કહે છે કેૹ “કાઉન્સિલરો એ પ્રજાના નોકર છે અને આપણને તેમને પ્રશ્ન પૂછવાનો તથા પોતાની જવાબદારી પ્રમાણે ન વર્તે તેમને કાઢી મેલવાનો પણ અધિકાર છે.” (ગાં. અ. ૧૪ ૹ૧૧૮)

૧૯૧૮—જાન્યુઆરી ૧થી ૨ રસ્તામાં. ૩ મુંબઈૹ સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના મકાનમાં સાંજ ે છ વાગ્યે અંત્યજ (મેઘવાળ) કોમના ૨૦૦ પ્રતિનિધિઓ સાથે ધર્માંતર અંગે તથા એમની કેટલીક મુશ્કેલીઓ અંગે ચર્ચા. બે-ત્રણ ખોજા ગૃહસ્થો હાજર હતા. એ કહે ‘અમે હિં દુ (સત્‌પંથી) છીએ.’ ગાંધીજીએ રદિયો આપ્યો ‘નામદાર આગાખાન મુસ્લિમ લીગના પ્રમુખ હતા પછી હિં દુ કેવી રીતે કહે વાય?’ ૪ અમદાવાદૹ આશ્રમમાં, પહે લાં, મિલમજૂ રોના પ્રતિનિધિઓ સાથે મસલત કરી અને પછી મિલમાલિકોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. અને પછી, રાત્રે, બંને પક્ષના પ્રતિનિધિઓ સાથે શેઠ અંબાલાલના બંગલે ચર્ચા કરી. ૫ અમદાવાદૹ મિલમજૂ રોના પ્રતિનિધિઓ સાથે

नवजीवन નો અક્ષરદેહ [ જાન્યુઆરી ૨૦૧૮]

મસલત કરી અને પછી શેઠ અંબાલાલના બંગલે મિલમાલિકો સાથે ચર્ચા કરી. ૬ અમદાવાદૹ શહે રમાં પડતી પાણીની હાડમારી અંગે વીશા શ્રીમાળીની વાડીમાં સાંજ ે છ વાગ્યે મળેલી જાહે ર સભામાં પ્રમુખપદે. ૭ અમદાવાદૹ ગુજરાત સભાની બેઠકમાં હાજર. ૮ અમદાવાદૹ મિલમાલિકો અને મજૂ રો સાથે મંત્રણા. ૯થી ૧૦ રસ્તામાં. ૧૧થી ૧૬ મોતીહારી. ૧૭ મધુવનૹ શાળા ખુલ્લી મૂકી.  મોતીહારી. ૧૮થી ૨૩1 મોતીહારી. ૨૪ મોતીહારીૹ ખેતી વિષયક બિલ અંગે બિહાર સરકારને બીજો પત્ર લખ્યો. 1. તા. ૧૯ના અરસામાં નારાયણ મોરે શ્વર ખરે , સાબરમતી આશ્રમમાં સંગીત શિક્ષક નિમાયા.

33


૨૫થી ૨૬ મોતીહારી. ૨૬ છપરાૹ મુ​ુસ્લિમ પરિષદમાં હાજર  સભાઓ.  ગોખલે લાયબ્રેરીની મુલાકાત  સ્વરાજ પુસ્તકાલયની ઉદ્ઘાટન વિધિ. ૨૮ છપરા.  ગોપાળગંજ.  હથવાૹ મહારાજા અને મહારાણીની મુલાકાત.

૨૯ છપરા.  ગંધુઆ.  મોતીહારી ૩૦ [મોતીહારી] ૩૧1 પટણા.

1. આ માસથી લાલા લજપતરાયે અમેરિકામાં ‘યંગ ઇન્ડિયા’ માસિક શરૂ કર્યું. 

‘नवजीवनનો અ�રદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… લવાજમ માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. 

તેની વિગત આ પ્રમાણે છેૹ

૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂટક કિંમત _ 40

34

[ જાન્યુઆરી ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


નવજીવનનાં પુસ્તકોને ઍવૉર્ડ

અમદાવાદના આંગણે છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાત લિટરે ચર ફે સ્ટિવલ(GLF)નું આયોજન થઈ રહ્યું છે. સાહિત્યિક

પ્રવૃત્તિને વેગ મળે અને યુવાપેઢી સાહિત્ય સાથે જોડાય તે ઉદ્દેશ્યથી શરૂ થયેલું આ સાહસ આજ ે પૂર્ણકળાએ ખીલ્યું છે, અને તેમાં રાજ્ય ઉપરાંત રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારી હસ્તીઓ સાથે રૂબરૂ થવાનું અને તેમને સાંભળવાનો લહાવો મળે છે. યુવાનોમાં અને સાહિત્યના ચાહકોમાં જાણીતો બનેલો આ ઉત્સવ ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખતો હોવા છતાં, તેનું આયોજન રાષ્ટ્રીય કક્ષાનું હોય છે. ચાર વર્ષની અદ્વિતીય સફળતા બાદ આ વર્ષથી ગુજરાત લિટરે ચર ફે સ્ટિવલે ગુજરાતી સાહિત્યમાં બરનું કામ કરનારાને ઍવૉર્ડથી સન્માન કરવાની પહે લ કરી છે. આ અનોખી પહે લમાં સાહિત્ય સાથે સંકળાયેલી વિવિધ શાખાને ઍવૉર્ડમાં સામેલ કરવામાં આવી છે, જ ેમાં બેસ્ટ બુક ડિઝાઇન, મોસ્ટ ઇનોવેટિવ પબ્લિકેશન, ઑફબિટ યુનિક બુક પબ્લિશર, પ્રૉમિસિંગ ન્યૂ પબ્લિશર, લાઇફ ટાઇમ વર્ક એન્ડ પબ્લિકેશન, બેસ્ટ પ્રૂફરીડર, પ્રૉમિસિંગ યંગ રાઇટર, વર્સેટાઇલ યંગ રાઇટર, બેસ્ટ ટ્રાન્સલેટર, યુનિક બુક રાઇટર, પ્રૉમિસિંગ પ્લે રાઇટર અને બેસ્ટ મૂવિ સ્ક્રિપ્ટ જ ેવી ે રી છે. વિવિધ કૅ ટગ

મધુ રાયના હસ્તે ઍવૉર્ડ સ્વીકારતા નવજીવન ટ્રસ્ટના મૅને. ટ્રસ્ટી વિવેક દેસાઈ

ે રીમાંથી બેમાં નવજીવન ટ્રસ્ટને આ તમામ કૅ ટગ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. પુનરાગમન‘મરીઝ’ પુસ્તક બેસ્ટ ડિઝાઇન બુક તરીકે સન્માનિત થયું. આ પુસ્તકને સુંદર રીતે ડિઝાઇન કરવાનો શ્રેય અપૂર્વ આશરને જાય છે. ગાંધી ચિત્રકથા ે રીમાં પુસ્તક મોસ્ટ ઇનોવેટિવ પબ્લિકેશનની કેટગ સન્માનિત થવા પામ્યું હતું. ગુજરાતી સાથે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ આ પુસ્તક ગાંધીજીના જીવનની કથા ચિત્રો દ્વારા કહે છે.

નવજીવન ટ્રસ્ટ GLFની પ્રવૃત્તિ બિરદાવે છે અને આગામી સમયમાં હં મેશ મુજબ વાચકોને વધુને વધુ સમૃદ્ધ વાંચન મળતું રહે , તે પ્રતિબદ્ધતાને પણ વળગી રહે શે.

અપૂર્વ આશરને ઍવૉર્ડ અર્પણ કરતા તુષાર શુકલ ૩૫


પ્રજાસત્તાકનું પ્રભાત અને અપાર આકાંક્ષા...

૩૬