Navajivanno Akshardeh February 2020

Page 1

વર્ષૹ ૦૮ અંકૹ ૦૨ સળંગ અંકૹ  ૮૨ •  ફેબ્રુઆરી ૨૦૨૦

ખાન અબદુલ ગફારખાનનું પૉટ્ટરે : નંદલાલ બોઝ

છૂ ટક કિંમત ઃ _ ૧૫


વર્ષૹ ૦૮ અંકૹ ૦૨ સળંગ અંકૹ ૮૨ • ફે બ્રુઆરી ૨૦૨૦ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

 ખાન અબદુલ ગફારખાન વિશેષ 

વિવેક દેસાઈ

૧. ખુદાના બંદા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . . ૩૯

સંપાદક

૨. ખુદાઈ ખિદમતગારો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . મહાદેવ દેસાઈ. . . . . ૪૪

કિરણ કાપુરે પરામર્શક

કપિલ રાવલ સાજસજ્જા

૩. ખાનસાહે બની અહિં સા. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી. . . . . ૪૫ ૪. અહિં સાની સાધના. . . . . . . . . . . . . . . . . . . . . . ખાન અબદુલ ગફારખાન. . . . . ૪૭ ૫. ફકીરીના બાદશાહ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .ઉર્વીશ કોઠારી. . . . . ૪૯

અપૂર્વ આશર

૬. ‘પહે લો ગિરમીટિયો’ના લેખક ગિરિરાજ કિશોરની વિદાયઃ  નવલકથા પૂર્વે. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ગિરિરાજ કિશોર. . . . . ૫૨

આવરણ ૧ ભારતીય આધુનિક કળાના આચાર્ય નંદલાલ બોઝ સર્જિત ખાન અબદુલ ગફારખાનનું પૉટ્ટરે

૭. ભય અને આધુનિક જીવન. . . . . . . . . . . . . . . . . . . . . . .ઈ. વી. પુલ્લિયાઝ. . . . . . ૬૧

આવરણ ૪ અદાલતોની ઈંદ્રજાળ

૮. ગાંધીવિચારના પ્રસાર માટે ‘આઇઆઇટીઇ’ના અભિયાનમાં ‘નવજીવન’ની સહભાગિતા . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પારસ જ્હા. . . . . . ૬૪ ૯. ગાંધીજીની દિનવારી : ૧૦૦ વર્ષ પહે લાં . . . . . . . . .ચંદુલાલ ભગુભાઈ દલાલ. . . . . . ૬૭  ‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને… �������������������������������������� ૬૯

[હરિજનબંધુ ૨૪-૧૦-૧૯૨૦]

લવાજમ અંગે વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) ઃ _ ૧૫૦૦/- (વિદેશમાં)

લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ ગૂજરાત વિદ્યાપીઠ પાછળ પો. નવજીવન, અમદાવાદ – ૩૮૦ ૦૧૪ ફોન : ૦૭૯ – ૨૭૫૪૦૬૩૫ •  ૨૭૫૪૨૬૩૪ • સૌરભ પુસ્તક ભંડાર બી/૨૦, સ્થાપત્ય ઍપાર્ટમૅન્ટ, સ્ટર્લિંગ હૉસ્પિટલની બાજુ માં, ગુરુકુ ળ રોડ, મેમનગર, અમદાવાદ–૩૮૦ ૦૫૨

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org https://www.facebook.com/ navajivantrust/ નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

કવર પર વાચકોનાં સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત., (૨–૨૦)એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં ૨ એ મહિનો અને ૨૦ એ ૨૦૨૦નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવા વિનંતી છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બને એ ઇચ્છનીય છે.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.  સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે. ૩૮


ખાન અબદુલ ગફારખાન : ખુદાઈ ખિદમતગાર વિશેષ

હિં દુ-મુસ્લિમ ઐક્યની આશા સેવવી અને તેના પર અમલ કરવાની ઇચ્છાશક્તિ ગાંધીજી સહિત તેમના સમકાલીનોએ દાખવી હતી. સ્વરાજ મેળવવાની તાલાવેલી વચ્ચે આ પ્રશ્નને એટલી જ ગંભીરતાથી લેવાયો હતો. તે કાળના દસ્તાવેજો તપાસીએ ત્યારે હાશકારો એ થાય કે બે કોમ વચ્ચે વૈમનસ્ય પ્રસરાવે તેવા જોર સામે ઐક્યની આશા સેવનારી અને અમલ બજાવનારી રાજકીય આગેવાનોની મસમોટી ફોજ હતી. રમખાણો સમયે આ ફોજ જાન જોખમમાં નાખીને શાંતિ સ્થપાય તે માટે લોકો વચ્ચે પહોંચી જતી. અફસોસ આજ ે તે સ્થિતિ નથી. સ્વરાજકાળમાં હિં દુ-મુસ્લિમ ઐક્યને લઈને ભૂમિકા ભજવનારાં અનેક નામો લઈ શકાય; તેમાં એક નામ ખાન અબદુલ ગફારખાનનું પણ છે. ગાંધીજીની જ ેમ અહિં સામાં અતૂટ આસ્થાને વળગી રહે નાર ખાન અબદુલ ગફારખાનની ભૂમિકા સવિશેષ પશ્તૂન ક્ષેત્રમાં અહિં સક ક્રાંતિ આણવાની રહી. ત્યાર બાદ ગાંધીજી સાથે તેઓ અનેક મોરચે દેખાય છે. વિભાજનના થોડા મહિના પૂર્વે કોમી રમખાણોની પીડાને શમાવવા અર્થે તેઓ ગાંધીજી સાથે બિહારના મોરચે ગયા હતા. આ અપૂર્વ વ્યક્તિત્વની જન્મજયંતી [જન્મ તા. ૦૬ ફે બ્રુઆરી, ૧૮૯૦] આ માસમાં છે, ત્યારે તેમના જીવનનાં કેટલાંક પાસાં જાણવા જ ેવાં છે. વર્તમાન સ્થિતિમાં ખાન અબદુલ ગફારખાનનું વ્યક્તિત્વ ટાઢક બક્ષે એવું છે. પ્રસ્તુત લેખોમાં મહાદેવભાઈ દેસાઈએ ખાન અબદુલ ગફારખાનના જીવન અને તેમણે સ્થાપેલા ખુદાઈ ખિદમતગારની વાત કરી છે. મહાદેવભાઈના લેખમાં ખાન અબદુલ ગફારખાન સાથે તેમના મોટા ભાઈ ડૉ. ખાન અબદુલ જબ્બારખાનનો પરિચય પણ મળે છે, જ ેઓએ આજન્મ માનવસેવાનું કાર્ય કર્યું. અહિં સા ગફારખાનને મન સર્વોપરી હતી, ગાંધીજી ખુદ તેનાથી પ્રભાવિત હતા, તેનો ખ્યાલ આપતો તેમનો લેખ અહીં રજૂ કર્યો છે. અહિં સા વિશે ગફારખાનના વિચારો — સંલગ્ન ઘટનાઓ પણ તેમની આત્મકથામાંથી મૂકી છે. ઉર્વીશ કોઠારીના લેખમાં ખાન અબદુલ ગફારખાનના જીવન અંગેનો ખ્યાલ ટૂ કં ાણમાં મળે છે. આ ઉપરાંત, તેમના વિશેની કેટલીક અજાણી વિગત-વિચારના અંશ અહીં મૂક્યા છે. આશા છે આપને ગમશે.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

39


ખુદાના બંદા મહાદેવ દેસાઈ

શાસન ચલાવનારને વીરતા સહન કરવી પોસાતી

નથી. જો સહન કરે તો વીરોને જ શા સારુ શાસન ન સોંપે? પ્રજા તો એવા વીરોનું અનુકરણ ભલે ન કરે , પૂજા તો કરે જ છે. વીરપૂજા એ પ્રજાના વિકાસનું સાધન છે. પણ આ ભાઈઓ1 પ્રજાના હૃદયમાં વિરાજ ે છે એનું કારણ કેવળ વીરતા જ નથી, પણ તેમનાં શુદ્ધ, સાદાં, ત્યાગી જીવન છે. ભારત અનાદિ કાળથી વીરતા કરતાંયે પવિત્ર ત્યાગને વધારે પૂજતો આવ્યો છે, અથવા પવિત્ર ત્યાગમાં ભારતે વધારે માં વધારે વીરતા જોઈ છે. ૧૯૩૧માં ખાન અબદુલ ગફારખાન જ્યારે સરદાર વલ્લભભાઈને મળવા બારડોલી આવ્યા, ત્યારે સ્ટેશન ઉપર એમને લેવા ગયેલા અમે એમને સેકંડ ક્લાસમાં શોધતાં થાક્યા. ખાનસાહે બ તો એક નાનકડી સરખી ‘બૅગ’ બગલમાં મારી ટિકિટ બતાવતા દરવાજા આગળ ઊભા હતા. ઘેર જતાં અમે જોયું કે આ ‘બૅગ’માં એમનાં રોજ બદલવાનાં બે કપડાં અને એક ટાઇમટેબલ હતાં. એમનામાં આટલી બધી સાદાઈ જોવાની અમે આશા નહોતી રાખી. કરાંચીમાં જ્યારે બૅંડ વગાડતા ખુદાઈ ખિદમતગારની સાથે એઓ ગાંધીજીના મુકામે આવતા ત્યારે અમે એમને કાંઈક દમામ અને રુઆબનો શોખ હશે એવી કાંઈક કલ્પના કરી હતી. પણ ખાનસાહે બ તો તદ્દન ફકીર છે એમ અમે જોયું. પઠાણ શબ્દનો અર્થ પણ માલમત્તા ધરાવનાર જમીનદાર, ગામનો આગેવાન અને પટેલ થાય છે. જ ેને આવી મત્તા કે સત્તા હોતી નથી તેને પુશ્તોમાં આથી ઊલટી સંજ્ઞા ‘ફકીર’ની આપવામાં આવે છે. હજારો એકરની મિલકતવાળા અબદુલ ગફારખાન પોતાની માલમિલકતની દરકાર કર્યા વિના સ્વાતંત્ર્યના યુદ્ધમાં સર્વસ્વનું બલિદાન આપીને સ્વેચ્છાએ ફકીર બન્યા છે. ગરીબમાં ગરીબ પઠાણોની

1. ખાન અબદુલ ગફારખાન, ખાન અબદુલ જબ્બારખાન.

40

વચમાં બેઠલ ે ા અબદુલ ગફારખાનને શોધી કાઢવા મુશ્કેલ પડે. પણ આ સાદાઈની સાથે એમના જીવનની પારદર્શી સાધુતા અને અપાર નિરભિમાન એ એમને પૂજાપાત્ર બનાવે છે. અમીરના કુટુંબમાં જન્મીને એમણે સ્વભાવની અમીરી મેળવી છે, પણ સ્વેચ્છાએ ફકીરી લઈને આખું જીવન, અને તમામ રહે ણીકરણી એમણે ગરીબના જ ેવી કરી મૂકી છે. પોતાના આખા પ્રાંતમાં માઈલોના માઈલો એમણે પગપાળા મુસાફરી કરી છે, સામાન્ય ગરીબ લોકોની ધર્મશાળાઓમાં સૂતા છે અને ગરીબનો જાડો લૂખો રોટલો ખાઈને સંતોષ માન્યો છે. આને લીધે હજારો એમનો પડ્યો બોલ ઉઠાવવાને તૈયાર હોય છે, હજારો એમની સાથે ખુવાર થયા   છ.ે આ જાતની વફાદારીની પાછળ એમની પોતાની અજબ વફાદારીની શક્તિ રહે લી છે. ‘હં ુ તો સિપાઈ છુ ,ં હુકમ ઉઠાવવાનું મારું કામ છે, અને સિપાઈગીરી કરતાં જ મારાં હાડ પડે એમ હં ુ માનું છુ ,ં ’ આ વચનો એમને મુખેથી અનેક વાર સાંભળ્યાં છે. ૧૯૩૪ની મુંબઈની મહાસભાનું પ્રમુખપદ એમને આપવાને માટે બહુ માગણી થઈ ત્યારે પણ એમણે આ જ શબ્દો ઉચ્ચાર્યા અને બે વાર એમણે એમનું નામ સૂચવનારાઓને સખત શબ્દોમાં ચેતવ્યા. જ ે નેતાપણામાં દંભ છે, દમામ છે, દેખાવ છે, એ નેતાપણાની એમને સૂગ છે. નેતા એટલે મોટામાં મોટો સેવક, એ ગાંધીજીની વ્યાખ્યાને એઓ અક્ષરશઃ માને છે, અને એને લીધે જ એ સિપાઈને હજારો સિપાઈઓ સહે જ ે મળી રહે છે. એમના એ ગુણોનો સરકારને વધારે માં વધારે ડર છે, અને એને લીધે જ સરકારે ૧૯૨૧થી તે આજ સુધીમાં એમને આઠ-નવ વર્ષ એમના લોકોથી દૂર રાખ્યા છે. બ્રિટિશ અમલદારોની ભેદનીતિ જોવાના એમને આખી જિંદગી એટલા બધા પ્રસંગો આવ્યા છે કે એ સામાન્ય રીતે બ્રિટિશ અમલદારના તરફ વહે મની [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


નજરે જ જુ એ છે, અને તેના શબ્દ ઉપર એમને સહે જ ે વિશ્વાસ નથી બેસતો. લૉર્ડ ચેમ્સફર્ડ1ના ખાનગી મંત્રી મિ. જૉન મેફીને ગાંધીજીની સાથે બહુ સારા સંબંધ હતા, અને તેણે પોતાની ખાનદાનીની હં મેશાં ગાંધીજીની ઉપર છાપ પાડી હતી. એ જ સાહે બ સર જૉન મેફી તરીકે સરહદ પ્રાંતના ચીફ કમિશનર થઈને ગયા ત્યારે , ખાનસાહે બના કુટુંબની સાથે ઘરોબો છતાં, અબદુલ ગફારખાન ઉપર બહુ સારી છાપ ન પાડી શક્યા. એટલે ખાનસાહે બ અનેક વાર ગાંધીજીની આગળ મેફીસાહે બની વાત કરતાં એમનો ઉલ્લેખ કટાક્ષમાં ‘તમારા મિત્ર મેફી’ કહીને કરે છે, અને અમને ખડખડ હસાવે છે. પણ એમના અંતરમાં અમલદારો માટે કે અંગ્રેજો માટે જરાય વૈરભાવ નથી, અને અંગ્રેજ પ્રજા તરફ રાખવાના આપણા વર્તન વિશે ગાંધીજીના શબ્દેશબ્દ સ્વીકારતાં એમને સંકોચ ન થાય. ડૉક્ટર ખાનસાહે બના અનેક અમલદાર મિત્રો એમના પણ મિત્રો છે, અને આજના ગવર્નર, જ ેઓ એમને ઘેર અનેક વાર મહે માન થઈ ચૂક્યા છે અને આખા કુટુંબને સારી રીતે જાણે છે, તેઓ બંને ભાઈને વિશે અનેક જૂ ઠાણાં ફે લાવા દઈ શકે છે એ એમને મોટી અજાયબીની વાત છે. પણ એમના જીવનની સૌથી મહત્ત્વની વસ્તુ કહીએ તો તે એમની ધર્મનિષ્ઠા છે, અને એ ધર્મનિષ્ઠામાં જ એમના બધા ગુણો આવી જાય છે. ધર્મનિષ્ઠા એટલે અલ્લાને સમર્પણ કરીને પ્રત્યેક કાર્ય કરવું. એ જ એમને મન સાચો ઇસ્લામ છે, કેમ કે અલ્લાને એકે વસ્તુ મેલી કે જૂ ઠી અર્પણ ન કરી શકાય. એટલે જ એમના જીવનમાં અસ્વચ્છતા કે અસત્ય શોધવા જઈશું તો નહીં મળે. એમણે ગાંધીજીના જીવનનું માપ પણ આ જ કસોટીએ માપ્યું છે, અને એ કસોટીમાં ગાંધીજી સંપૂર્ણ રીતે પાર ઊતરે છે માટે જ એમની ગાંધીજી પ્રત્યે અસાધારણ વફાદારી છે. ગાંધીજીનું નામ કે પ્રતિષ્ઠા જોઈને એઓ તેમના તરફ નથી આકર્ષાયા, ગાંધીજીના બહારવટાથી કે અસાધારણ ત્યાગથી નથી આકર્ષાયા. એમને તો ગાંધીજીની ઈશ્વરાર્પણ બુદ્ધિથી 1. હિં દના વાઇસરૉય (૧૯૧૬-૧૯૨૧)

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

૧૯૩૪ની મુંબઈની મહાસભાનું પ્રમુખપદ એમને આપવાને માટે બહુ માગણી થઈ ત્યારે પણ એમણે આ જ શબ્દો ઉચ્ચાર્યા અને બે વાર એમણે એમનું નામ સૂચવનારાઓને સખત શબ્દોમાં ચેતવ્યા. જે નેતાપણામાં દંભ છે, દમામ છે, દેખાવ છે, એ નેતાપણાની એમને સૂગ છે

કામ કરવાની રીત એ જ મોટામાં મોટું આકર્ષણ છે. જ ેમ ગાંધીજીએ આત્મશુદ્ધિને પોતાના ધાર્મિક, સામાજિક, રાજકીય જીવનનું એક સામાન્ય અંગ કરી મૂક્યું છે, તેમ એમને પણ આત્મશુદ્ધિ સાધવી એ ધ્યેય છે. રાજકાજને અને ધર્મ અથવા નીતિને કશો સંબંધ નથી એમ કહે વું એમને માટે અસહ્ય છે, એમને તો ઈશ્વરને ભૂલીને કરવામાં આવતું એકેય કાર્ય મંજૂર નથી. હં ુ અનેક મુસલમાન નેતાઓના સમાગમમાં આવ્યો છુ ,ં તેમાંના ઘણા કુંદન જ ેવા સાચા છે, અને તેમની દેશભક્તિ અને હિં દુમુસ્લિમ ઐક્ય સાધવાની ધગશ વિશે બે મત હોઈ જ ન શકે. તેઓનો ત્યાગ પણ જ ેવોતેવો નથી. પણ મને નથી લાગતું કે જીવનની અણિશુદ્ધ પવિત્રતામાં, ફકીરીમાં અને ઈશ્વરશ્રદ્ધામાં એમની જોડમાં કોઈ બેસી શકે. એમના ઉપવાસમય અને સંયમમય જીવનનાં અનેક ઉદાહરણ હં ુ આપી ચૂક્યો છુ .ં એમનું નિષ્કલંક જીવન એમને માટે ભક્તિ ઉત્પન્ન કરે એવું છે. સરદાર વલ્લભભાઈની જ ેમ નાની ઉંમરે વિધુર થયેલા, પણ પુનર્લગ્ન કરવાનું એમને કદી નથી સૂઝ્યું. ‘પરસ્ત્રી માત સમાન’નું સૂત્ર એમણે જીવનમાં આશ્ચર્યકારક રીતે વણેલું છે. શ્રીમતી ખોરશેદબહે ન મને એક કિસ્સો કહે તાં હતાં તે આ સંબંધમાં ટાંક્યા વિના ચાલે એમ નથી. એક વાર એ બહે ન તેમની સાથે મુસાફરી કરતાં હતાં. એક વીરાંગના પઠાણના મુલકમાં જાય તો સૌ તેમને જોવા આવે જ. ડબ્બામાં બેઠલ ે ાં ખોરશેદબહે નને સૌ કોઈ નિહાળતું હતું. ખાનસાહે બ ડબ્બાના બારણામાં જઈને 41


ઊભા અને જરા લાલ આંખ કરીને બોલ્યા : ‘બહનજીકી ઓર ક્યા દેખના હૈ ? હમકો દેખો.’ બધા ત્યાંથી ખસી ગયા. પણ હં ુ કહી ગયો તેમ આ બધું એમની ઈશ્વરાર્પણ બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. એક વાર એમણે મને કહે લું : ‘જ્યારે ગાંધીજીના જીવનમાં કોઈ મહત્ત્વનો પ્રશ્ન આવે છે અને ગાંધીજી કોઈ અસાધારણ પગલું લે છે, ત્યારે મારું મન તે તરત મને કહી દે છે કે, ‘ઈશ્વરાર્પણ બુદ્ધિથી કામ કરનારનું પગલું ખોટું હોય જ નહિ.’ મને તો ગાંધીજીના બધા ઉપવાસ ખુદાની મરજીથી થતા લાગે છે.’ ૧૯૩૪માં ગાંધીજીએ મહાસભામાંથી નિવૃત્ત થવાનું નિવેદન લખ્યું અને એમને બતાવીને એમનો અભિપ્રાય પૂછ્યો ત્યારે એમણે કહ્યું : ‘મને તો જરાય આશ્ચર્ય નથી કે ગાંધીજી આ નિર્ણય ઉપર આવ્યા. એમના નિર્ણય વિશે શંકા કરવી એ મને હં મેશાં મુશ્કેલ લાગે છે, કારણ હં મેશાં એઓ ઈશ્વરને સાક્ષી રાખે છે અને એને પૂછીને બધું કરે છે. દરે ક મહા સુધારકે એમ જ કર્યું છે, અને દરે ક મહા સુધારકના જીવનમાં એ સમય આવે છે કે જ્યારે તેણે પોતાના અનુયાયીને પાછળ મૂકી તેમની નબળાઈઓ અને ત્રુટીઓથી બંધાયા વિના આગળ વધવું એ જ શ્રેયસ્કર લાગે છે. પણ તેથી તે અનુયાયીઓનો ત્યાગ નથી કરતા, કે તેમની સેવા ઓછી કરે છે એમ નથી, ઊલટું તેમની સેવાનું ક્ષેત્ર તેમ કરતાં વધારે વ્યાપક બને છે. મારી પાસે તો એક જ માપ છે અને તે ઈશ્વરાર્પણ બુદ્ધિનું.’ એ જ માપ એઓ બીજાને માટે વાપરે છે અને બીજા એમને એ જ માપે જુ એ એમ એઓ ઇચ્છે છે. મોટા ભાઈ [ખાન અબદુલ જબ્બાર ખાન] જુ દા પ્રકારના માણસ છે. મોટા ભાઈએ દુનિયા જોઈ છે, પરદેશમાં દશ-અગિયાર વર્ષ ગાળ્યાં છે, અનેક સંબંધો બાંધ્યા છે. એટલે નાના ભાઈ જ્યારે વધારે અંતર્મુખ છે ત્યારે મોટા ભાઈ વધારે બહિર્મુખ છે એમ કહીએ. નાના ભાઈ એક ધુરંધર કર્મયોગી, છતાં તે જગતથી નિરાળા રહે તા હોય એમ લાગે છે. મોટા ભાઈમાં એ વૃત્તિ નથી. એ જગતને ઓળખવાનો પ્રયત્ન કરે છે, 42

એની સાથે સંબંધો રાખે છે, વ્યવહારકુ શળતા મેળવે છે. નાના સંયમ અને આત્મનિગ્રહ ઉપર બહુ ભાર દે છે, ત્યારે મોટા સંયમ પાળવાનો અવસર આવે છે તેને માટે તૈયાર રહે છે. નાના ત્યાગના પ્રસંગો શોધે છે, જ્યારે મોટા એવા પ્રસંગો આવે તેને આનંદથી વધાવી લે છે. એક વાર બીડી પીવાની વાત કરતાં દાક્તર ખાનસાહે બ કહે કે, એમને બીડી પીવાની એવી તો બૂરી આદત હતી કે દિવસમાં પચાસ પચાસ સિગરે ટ તેઓ પીતા, પણ ૧૯૩૧માં એમને લાગ્યું કે હવે કેદમાંથી દૂર રહે વાય એમ નથી, જ ેવો બીજાનો તેમ પોતાનો પણ તરતમાં જ વારો આવવાનો છે, એટલે તેમણે નિશ્ચય કર્યો કે સિગરે ટને રૂખસદ આપવી. બસ તે વેળા સિગરે ટ છોડી તે છોડી. પણ ખાન અબદુલ ગફારખાને તો જિંદગીમાં બીડીનો સ્પર્શ નથી કર્યો. ડૉ. ખાનસાહે બ તો સ્વભાવસિદ્ધ ખેલાડી છે. કૉલેજમાં હતા ત્યારે કૉલેજની ક્રિકેટની ટીમના નાયક હતા; લંડનમાં હતા ત્યારે સરસ ક્રિકેટ રમતા એટલું જ નહીં, પણ ફૂટબૉલમાં પણ કુ શળતા મેળવી હતી. ૧૯૩૦ સુધી જ ેણે જીવનની મજા ચાખી હતી, અનેક મોટા મોટા મિત્રોની મહે માની કરી હતી, કંઈક દમામભભક પણ રાખ્યો હતો, તેવાને એકાએક જ ેલ જવું પડે અને બહારવટે નીકળવાની ટેક લેવી પડે એ કાંઈ નાનીસૂની વાત ન હતી. નાનાએ તો ૨૯ વર્ષની વયે જ ભેખ લીધો હતો અને ફકીરી એમના હાડમાં જ હતી એમ કહી શકાય. પણ દાક્તરસાહે બને પણ ફકીરી લેતાં વાર ન લાગી. કારણ એ તો એક સરસ ખેલાડી છે. કોક વાર આપણા દાવ ઊલટા પડે તો કોક વાર સીધા પડે. જો સીધા પડે તો ન રાચીએ, તો ઊલટા પડે તો ઉદ્વેગ શા સારુ કરીએ? જિંદગીમાં કડવાશે છે, મીઠાશ નથી એમ નથી— આપણે બંનેને માટે તૈયાર રહે વું. પણ અબદુલ ગફારખાનની ફિલસૂફી જુ દી છે. એમણે કડવાશની મારફતે મીઠાશ ચાખવાની તાલીમ જિંદગીભર લીધી છે, અને એ જ કેળવે છે. દાક્તરના ખેલાડીપણાનો એક દાખલો આ સ્થળે [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ટાંકવા જ ેવો છે. કર્નલ સેન્ડીમેન નામનો એક મોટો લશ્કરી અમલદાર ૧૯૩૧ની સુલેહ દરમિયાન પોતાની ટુકડી લઈને પેશાવર આવ્યો હતો. અમલદારોને તો આ સુલેહ જરાય ગમી નહોતી એ આપણે જાણીએ છીએ. કર્નલ સેન્ડીમેનને દાક્તર ખાનસાહે બની સાથે સારી દોસ્તી હતી, એટલે એણે પોતાની લાગણી દાક્તર પાસેથી છુ પાવી નહીં. દાક્તરે તુરત જ એમનું મન મેળવી લીધું અને તેમને કહ્યું : “ના, ના, કર્નલ સેન્ડીમેન ! તમે હાર્યા છો એવું માનવાનું કારણ નથી. આ રાજકાજ તો એક રમત છે, હારજીત બંને પક્ષની થયા કરે છે, અને ક્રિકેટમાં જ ેમ એક પક્ષ રમત પૂરી થયે બીજાની સાથે આનંદથી હાથ મેળવે છે તેમ આમાં પણ આપણે શા સારુ લડીઝઘડીને ભેગા ન થઈએ? પણ ખરી વાત તો એ છે કે આજ ે તો જીતનો સવાલ જ નથી. આજ ે તો કોઈ હાર્યું નથી અને કોઈ જીત્યું નથી. આપણે તો સંધિ છે.’ કર્નલ સેન્ડીમેન રાજી થયો, અને છૂટા પડતાં બોલ્યા : ‘બરાબર છે, આપણી એટલી જૂ ની દોસ્તી છે કે હં ુ આશા રાખું છુ ં કે મારી ટુકડીને ચરસાડામાં કશુંયે અણગમતું કરવાનો પ્રસંગ ન આવે.’ નાના ભાઈ પોતાની ધર્મભાવના અને ત્યાગ એટલે અંશે લઈ જાય છે કે કોક વાર તે અસહિષ્ણુતા થઈ પડે. મોટા ભાઈ વિરોધીઓની સાથે મેળ સાધવાને માટે નાના ભાઈના કરતાં વધારે પ્રયત્નો કરે . આજનો નવો પવન ભેજામાં ભરીને ફરનારા વિદ્યાર્થીઓ સાથે દાક્તરસાહે બ મીઠાશથી, હસી-ગમ્મત કરીને કામ લે, ત્યારે અબદુલ ગફારખાન કદાચ એમને સહન જ ન કરી શકે. ગુલામ દેશમાં ગુલામી કેળવણી

દરેક મહા સુધારકે એમ જ કર્યું છે, અને દરેક મહા સુધારકના જીવનમાં એ સમય આવે છે કે જ્યારે તેણે પોતાના અનુયાયીને પાછળ મૂકી તેમની નબળાઈઓ અને ત્રુટીઓથી બંધાયા વિના આગળ વધવું એ જ શ્રેયસ્કર લાગે છે. પણ તેથી તે અનુયાયીઓનો ત્યાગ નથી કરતા, કે તેમની સેવા ઓછી કરે છે એમ નથી

પાછળ ધન ખરચવું એ જ એમને ગુનો લાગે છે. પણ અબદુલ ગફારખાનને પોતાની મર્યાદાનું સંપૂર્ણ ભાન છે. દાક્તરસાહે બને એસેંબ્લીને માટે ઊભા થવાનું કહે વામાં આવ્યું ત્યારે ઘડીક વારના સંકોચ પછી તેઓ માની ગયા. પણ અબદુલ ગફારખાનને એવી સૂચના કરવાની પણ કોઈ હિં મત ન કરે . મહાસભાનું પ્રમુખપદ લેવાની બે વાર એમણે ઘસીને ના પાડી. મોટા ભાઈએ અજબ મિલનસારપણું મેળવ્યું છે. અબદુલ ગફારખાન અજાણ્યાને કદાચ અતડા લાગે. પણ ઈશ્વરે બંને ભાઈઓની અજબ જોડી બનાવી છે — એક બીજાના અધૂરાપણાને પૂરે છે, છતાં બંનેમાં સરખી સાધુતા, સત્યનિષ્ઠા અને નિશ્ચય ભર્યાં છે, બંનેમાં એકસરખી વફાદારી અને ખાનદાની ભરે લી છે. બંને પોતાને ખુદાઈ ખિદમતગાર કહે વડાવવામાં આનંદ અને અભિમાન માને છે, અને એ સાદું છતાં મોટું નામ ધારણ કરવાને માટે એમનું આખું જીવન એ એક અખંડ, જ્ઞાનપૂર્વક થતો પ્રયત્ન છે. [‘બે ખુદાઈ ખિદમાતગાર’માંથી] o

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

43


ખુદાઈ ખિદમતગારો મહાદેવ દેસાઈ

ત્રણ વર્ષની સજા ભોગવ્યા પછી ખાનસાહે બ તો

પોતે જ ે કામ કરતા હતા તે જ કરવા લાગ્યા — રાષ્ટ્રીય શિક્ષણ. સમાજસુધારો ઇત્યાદિ કામ તે જ ેલમાં ગયા તે પહે લાં તેઓ જ ે કરતા હતા તે જ કરવા માંડ્યું, પણ દેશના બદલાયેલા સંજોગોમાં સરકારને તેમના કામનો ડર ન રહ્યો. દર વર્ષે તેઓ મહાસભામાં તો જતા જ, અને પ્રાંતમાં ફરીને લોકોને જાગ્રત કરતા. પણ આપણે ૧૯૩૦ સુધી તેમને જાણતા નહોતા, કારણ તેમની સાદાઈ અને તેમની મૂંગામૂંગા કામ કરવાની શક્તિને લઈને તેઓ બહુ છાપે ચડ્યા નહોતા. ૧૯૨૧માં સ્થાપેલી આઝાદ શાળા તેમના કારાવાસ દરમિયાન પણ બરાબર ચાલતી હતી અને ૧૯૩૨ સુધી એ સરસ રીતે ચાલી. ૧૯૩૨માં તો દેશમાં રાષ્ટ્રીય શિક્ષણમાં કે બીજા કોઈ પણ પ્રદેશમાં કામ કરનાર નાનામોટા કાર્યકર્તા કોણ સરકારની ખફા નજરથી બચ્યા હતા? એટલે એના બધા શિક્ષકો જ ેલમાં ગયા અને ગૂજરાત વિદ્યાપીઠની જ ેમ એ સંસ્થા પણ બંધ થઈ. પણ આ દશ વર્ષના ગાળા દરમિયાન જ ે પઠાણો એમાં શિક્ષક અને શિષ્ય તરીકે કેળવાયા તેઓ જ ખાન અબદુલ ગફારખાનને એમના રચનાત્મક કામમાં મદદ કરનારા થઈ પડ્યા. એ કાર્યકર્તાઓનું એક નાનકડુ ં મંડળ આપોઆપ બની ગયું હતું, અને ૧૯૨૯માં એને સ્થાયી અને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનું ખાનસાહે બને સૂઝતાં એ મંડળનું નામ ‘ખુદાઈ ખિદમતગાર’ બન્યું. ખુદાના બંદાને મંડળનું બીજુ ં નામ આપવાનું ન સૂઝ્યું. ઇન્સાનની સેવા મારફતે જ ખુદાની ખિદમત કરનારાને આના કરતાં વધારે રૂડુ ં નામ કયું જડે? જગતમાં જન્મીને જ ે વસ્તુ મનુષ્યમાત્રે કરવાની છે તે વસ્તુ કરનાર તરીકે પોતાને વર્ણવવામાં નથી અભિમાન કે નથી બડાઈ. ખિદમત — સેવા — નામમાં જ બડાઈ નથી તે ખિદમતગાર — સેવક — નોકરમાં શેની બડાઈ હોય ? સૈકાઓ પહે લાં મીરાંબાઈ જ ેવી પ્રભુપ્રેમ-દીવાનીએ

44

ગિરિધારીલાલની ચાકર રહે વાની આર્ત વિનંતિ કરી હતી. ઇસ્લામમાં મોટા મોટા પીરો અને ઓલિયા પોતાને ‘ફકીર’ કહે વડાવવામાં અને ‘ખાદીમ’ કે ‘બંદા’ કહે વડાવવામાં ગૌરવ માનતા. એવા જ આ જમાનાના આ ફકીરે પોતાના મંડળનું ‘ખુદાઈ ખિદમતગાર’ નામ આપ્યું. આના કરતાં વધારે સાર્થ, સૂચક, જવાબદારીનું સતત ભાન કરાવનારું, અને નમ્રતાભરે લું બીજુ ં કયું નામ હોઈ શકે? આ મંડળનું કામ આરં ભમાં કેવળ સમાજસુધારાનું હતું — પઠાણોને ચોરીડાકા કરવામાંથી માણસાઈમાં લાવવા, શરાબ જ ેવી આદતો છોડાવવી, લગ્નક્રિયા અને બીજી ક્રિયાઓનો ખર્ચ ઓછો કરાવવો, ઇત્યાદિ. ૧૯૨૯માં એ મંડળને વ્યવસ્થિત રૂપ અપાતાં એની પ્રવૃત્તિ વધારે વ્યાપક બની અને મહાસભાની બધી પ્રવૃત્તિ એ એની પ્રવૃત્તિ થઈ. ખુદાઈ ખિદમતગારો તે તો ખુદાઈ ખિદમતગારો જ રહ્યા, પણ તેમને વગોવનારાઓએ તેમને ‘રે ડ શર્ટ’ — લાલ ડગલીવાળા નામ આપ્યું. લાલ ડગલીવાળા તરીકે રશિયાના બૉલ્શેવિસ્ટો અને સામ્યવાદીઓ તો જગજાહે ર હતા જ; આમને એ નામ સાથે જોડી દઈને નાહકના અળખામણા કરી દેવામાં આવ્યા. રશિયામાં લાલ ડગલી ખાસ પસંદ કરવામાં આવી હતી. લોહીની પિચકારીઓ ઉડાવતાં એ લોકો ડરતા નથી એ વાત

[ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પણ એમાંથી પ્રતીત થાય છે. પણ આ ખુદાઈ ખિદમતગારની લાલ ડગલીઓ તો તેમની ગરીબીના ચિહ્ન સિવાય બીજુ ં કશું ન હતું. એ લોકોનો પોશાક પ્રથમ તો સ્વચ્છ સફે દ ખાદીનો હતો, પણ ગરીબ પઠાણો ખાદીને હં મેશાં ધોવાનો ખર્ચ ક્યાંથી કાઢે? એટલે એને કોઈ મેલખાઉ રં ગે રં ગવાનો નિશ્ચય થયો અને ઘેરો ગેરુઓ રં ગ જ ે ગમે ત્યાં મળી શકે તે પસંદ કરવામાં આવ્યો. ખાન ભાઈઓ મને કહે તા હતા કે મૂળ એક પઠાણ પોતાના ઘરમાં જ પોતાનાં કપડાં એ રં ગે રં ગીને આવ્યો તે સૌને રુચ્યો અને તે રં ગનો લેબાસ સ્વીકારવામાં આવ્યો. પણ સરહદ ઉપરના અંગ્રેજોને તો રશિયાનો બહાઉ જ્યાંત્યાં એટલો બધો દેખાતો હતો કે ‘ખુદાઈ ખિદમતગારો’ જ ેવું મધુર નામ ન સમજી, અથવા સમજવાની દરકાર ન કરી, તેને ‘લાલ ડગલીવાળાઓ’નું તોછડુ ં નામ આપ્યું. ૧૯૩૦માં મહાસભાનો કાર્યક્રમ — પરદેશી કાપડનો બહિષ્કાર અને તેની દુકાનોની અને

ખાનસાહે બની અહિં સા

દારૂતાડીની દુકાનોની ચોકીનો મુખ્યત્વે હતો. શિસ્ત જાળવવા માટે અને ઠેર ઠેર મંડળની શાખા કરવાને માટે ખિદમતગારોને રોજ લશ્કરી રીતે ડ્રિલ કરાવવામાં આવતી, લાંબી કૂ ચ કરાવવામાં આવતી, અને લશ્કરી તાલીમ અપાતી. લડાઈ જ ેના હાડેહાડમાં છે એવી કદાવર કોમને લશ્કરી તાલીમ એ સ્વાભાવિક વસ્તુ હતી, પણ ખાન અબદુલ ગફારખાને લશ્કરી તાલીમને અંગે જ ે એક આવશ્યક વસ્તુ તેનો પ્રથમથી જ ત્યાગ કર્યો. લાઠી સુધ્ધાં કોઈ પણ પ્રકારનાં હથિયારોની મનાઈ હતી. મંડળમાં સ્વીકારવામાં આવતાં પહે લાં તેમને નીચેની પ્રતિજ્ઞા લેવી પડતી હતી : ૧. ખુદા, કોમ અને દેશની વફાદારી અને ખિદમતની; ૨. અહિં સાની; ૩. પગાર વિનાની ખિદમતની; ૪. નિર્ભયતાની અને આત્મબલિદાનની; ૫. વ્યસન વિનાના શુદ્ધ જીવનની. o

મો. ક. ગાંધી

બધેય શુદ્ધ અહિં સાની હોળી ચાલી રહી છે ત્યાં

ખાનસાહે બની અહિં સા જીવતીજાગતી છે એ વાત આપણે સારુ દીવાદાંડીરૂપ છે. ખાનસાહે બનું નિવેદન1 મનન કરવા યોગ્ય છે. ખાનસાહે બને એ જ શોભે. ખાનસાહે બ પઠાણ છે. પઠાણ તો તલવાર બંદૂક સાથે લઈને જ જન્મે છે એમ કહી શકાય. રૉલેટ ઍક્ટના આંદોલનમાં જ્યારે એમણે ને એમના ખુદાઈ ખિદમતગારોએ ઝંપલાવ્યું ત્યારે ખાનસાહે બે તેમની પાસેથી હથિયાર છોડાવ્યાં. સરકારની સામે લડવું હતું, પણ ખાનસાહે બે અહિં સાનો ખરો ચમત્કાર બીજ ે ભાળ્યો, પઠાણોમાં વેર વાળવાનો રિવાજ એવો સખત છે કે એક કુટુંબીનું ખૂન થયું હોય તો તેનો બદલો લીધે જ છૂટકો. એક વાર બદલો લીધો એટલે વળી 1. પૃ. ૪૬.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

એ ખૂનનો બદલો લેવો રહ્યો. એમ બદલો પેઢી દર પેઢી, ઊતરે ને વેરનો આરો જ ન આવે. આ થઈ હિં સાની પરાકાષ્ઠા ને હિં સાનું દેવાળું. કેમ કે એમ વેર લેતાં કુટુંબોનો નાશ થાય. પઠાણોમાં એવો નાશ થતો ખાનસાહે બે જોયેલો. એટલે એમણે અહિં સામાં પઠાણનો ઉદ્ધાર જોયો. તેમણે વિચાર્યું : ‘જો હં ુ મારા લોકોને શીખવી શકું કે આપણે ખૂનનો બદલો લેવો જ નથી પણ ખૂન ભૂલી જવું છે, તો વેરની પરં પરા બંધ થાય ને આપણે જીવીએ ને જીવન સફળ પણ કરી શકીએ.’ આ હિસાબ રોકડિયો હતો. તેમના અનુયાયીઓએ તે ઝીલ્યો ને હવે એવા ખિદમતગારો જોવામાં આવે છે જ ે બદલો લેવાનું ભૂલી ગયા છે. આ બહાદુરની અથવા ખરી અહિં સા કહે વાય. હવે જ ે ખાનસાહે બ અત્યારે કૉંગ્રેસમાં રહે તો 45


હોય તો તે ગ્રહણ કરતાં તેમને વાર નથી લાગતી. તે લાંબી દલીલમાં કદી નથી ઊતરતા. જરા સમજ્યા પછી તરત હા કે ના કહી શકે છે. ખાનસાહે બને સ્પષ્ટ સફળતા મળે તો તેમની સફળતામાંથી ઘણા કોયડાનો નિકાલ થાય તેમ છે. અત્યારે કોઈ કંઈ ન કહી શકે. ચાક ઉપર પિંડો છે. ગોળો ઊતરશે કે ગાગર એ તો ઈશ્વર જ જાણે છે.

ખાનસાહેબને બીજા ધર્મો પ્રત્યે પૂરો આદર છે. એમણે થોડો ગીતાનો અભ્યાસ પણ કર્યો છે. તેમનું વાચન ઘણું થોડું છે. પણ જે વાંચે કે સાંભળે છે તે ગ્રહણ કરવા જેવું હોય તો તે ગ્રહણ કરતાં તેમને વાર નથી લાગતી. તે લાંબી દલીલમાં કદી નથી ઊતરતા

ખાનસાહે બનું નિવેદન

કૉંગ્રેસની કારોબારીના છેલ્લા કેટલાક ઠરાવો બતાવે છે કે હિંદની આઝાદી અર્થે લડવામાં તેનો અહિંસાપ્રયોગ સ્થાપિત સત્તા સામે જ કરવા પૂરતો મર્યાદિત છે. ભવિષ્યમાં ક્યાં સુધી અને કઈ રીતે તે ચલાવવામાં આવશે તે હું કહી શકતો નથી. નજીકના ભવિષ્યમાં કદાચ આની ખબર પડી જશે. દરમિયાન કારોબારીમાં ચાલુ રહેવું મારે માટે મુશ્કેલ છે તેથી હું તેમાંથી રાજીનામું આપું છું. એટલી ચોખવટ કરી લઉં કે મેં માનેલી અને મારા ખુદાઈ ખિદમતગાર ભાઈઓને ઉપદેશેલી અહિંસા ઘણી વ્યાપક છે. આપણા આખા જીવનપ્રદેશને તે સ્પર્શે છે. અને એવી અહિંસાની જ ન્યાયી કિંમત છે. અહિંસાનો આવો પૂરો પાઠ ન શીખીએ ત્યાં સુધી અમે સરહદના લોકોના જીવનમાં શાપરૂપ થઈ પડેલા જીવલેણ કજિયાટંટાથી કદી છૂટી ન શકીએ. અમે અહિંસા સ્વીકારી અને ખુદાઈ ખિદમતગારોએ તેની પ્રતિજ્ઞા લીધી ત્યારથી એ ટંટા ખતમ કરવામાં અમે સારી પેઠે સફળતા મેળવી છે. અહિંસાએ પઠાણોની હામ ખૂબ વધારી છે. એ બીજા કરતાં હિંસાને છંદે ઘણા વધુ ચડેલા હતા તેથી અહિંસા તરફ વળ્યાનો પણ બીજા કરતાં એમને ઘણો વધુ લાભ થયો છે. અહિંસા સિવાય બીજે કોઈ રસ્તે અમે ખરી અને સંગીન આત્મરક્ષા કરી શકશું નહીં. તેથી અમે ખુદાઈ ખિદમતગારોએ કોઈને પણ ન મારતાં જાતે મરીને અમારા નામ પ્રમાણે ખુદાના અને મનુષ્યજાતિના શુદ્ધ સેવકો થવું જોઈએ. हरिजनबंधु, ૨૦–૭–૧૯૪૦

તેમનું જિંદગીનું કાર્ય ધૂળ થઈ જાય. એ પોતાના પઠાણોને કયે મોઢે કહે  : ‘તમે લડાઈની ભરતીમાં જજો, પણ પેલો વેરનો કાયદો તો રદ થયેલો જ ગણજો!’ આવી ભાષા પઠાણ ન સમજી શકે. એ તરત કહે  : ‘જર્મની વેર જ લે છે ના? ઇંગ્લંડ આડો હાથ ધરે છે. એ હારશે તો પોતે વેરની તૈયારી કરશે. એટલે આ લડાઈમાં ને આપણા વેરના કાયદામાં રતિભાર ફરક નથી.’ આવી દલીલની સામે ખાનસાહે બનું મોઢું બંધ થાય. એટલે એમણે કૉંગ્રેસમાંથી નીકળી પોતાનું કાર્ય ચાલુ રાખવાનું પસંદ કર્યું છે. ખાનસાહે બને કેટલો વિજય મળ્યો છે એ હં ુ નથી જાણતો. એટલું જાણું છુ ં કે ખાનસાહે બની શ્રદ્ધા બુદ્ધિમાંથી નથી નીકળી, કેવળ હૃદયમાંથી નીકળી છે. તેથી તે અવિચળ છે. પણ ક્યાં લગી તેમના ચેલા તેમની તાલીમને વળગી રહે શે એ ખાનસાહે બ પોતે પણ નહીં કહી શકે. એમને એની પરવા પણ નથી. એમને તો પોતાની ફરજ અદા કરવી છે. પરિણામ ખુદા પર છોડે છે. તેમની અહિં સાનો આધાર કુ રાનેશરીફ છે. ખાનસાહે બ ચુસ્ત મુસલમાન છે. મારી સાથે લગભગ વર્ષ લગી રહ્યા. કદી નથી ચૂક્યા નિમાજ, નથી ચૂક્યા રોજા. પણ ખાનસાહે બને બીજા ધર્મો પ્રત્યે પૂરો આદર છે. એમણે થોડો ગીતાનો અભ્યાસ પણ કર્યો છે. તેમનું વાચન ઘણું થોડુ ં છે. પણ જ ે વાંચે કે સાંભળે છે તે ગ્રહણ કરવા જ ેવું o

46

[ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


અહિં સાની સાધના ખાન અબદુલ ગફારખાન

“૧૯૪૫માં હં ુ જ ેલમાંથી બહાર આવ્યો ત્યારે બહુ

પાઠ કરતો. તે પછી બૌદ્ધધર્મની સ્તુતિ થતી. પછી હિં દુ ધર્મના શ્લોક ગવાતા. ગાંધીજીના મનમાં બધા ધર્મ પ્રત્યે સમાન શ્રદ્ધા અને સમભાવ હતો. બધા ધર્મો સત્ય ઉપર ખડા છે એમ તેઓ માનતા હતા. મારી પણ એ જ શ્રદ્ધા અને માન્યતા હતી. કુ રાન અને ગીતાનું અધ્યયન તો મેં સારી રીતે કર્યું છે. ડેરા ગાઝીખાં જ ેલમાં હતો ત્યારે મેં ગુરુ ગ્રંથસાહે બનો ઘણો ખરો હિસ્સો સાંભળ્યો હતો. બુદ્ધમતના અધ્યયનનો મને બહુ શોખ હતો કેમ કે ઇસ્લામ પહે લાં અમે લોકો બૌદ્ધ હતા. જોકે બૌદ્ધધર્મનું કોઈ પુસ્તક મારા હાથમાં આવ્યું નહીં; એટલે વાંચી શકાયુ નથી. વિદ્યાર્થી અવસ્થામાં જ મિશન હાઈસ્કૂલમાં મેં 'અંજીલ’ વાંચ્યું હતું. મોટા ભાગનું 'તૌરાત’ મેં જ ેલમાં વાંચ્યું હતું. અષો જરથુસ્તના પારસી ધર્મનાં પુસ્તકોનું અધ્યયન કરવા હં ુ ઝંખતો હતો. તે પણ અમારા પ્રદેશના ધર્મદૂત હતા. અફઘાનિસ્તાનના બલખના તે રહે વાસી હતા. જોકે પારસી સાહિત્ય પણ હં ુ તે સમય સુધી મેળવી શક્યો નહોતો. ખુરશીદ બહે ન અને બીજા કેટલાકને મેં પારસી ધર્મનું સાહિત્ય મોકલવા કહ્યું હતું. મારો ધર્મ સત્ય, પ્રેમ અને ભગવાનના સમસ્ત જીવોની સેવા છે. ધર્મ હં મેશાં સંસારમાં પ્રેમપ્રીતિ અને ભાઈચારાનો સંદેશો લઈને આવે છે. જ ે લોકોના દિલમાં માનવજાતનાં કલ્યાણ અને પ્રેમની ભાવના નથી પરં તુ ઘૃણા છે તેઓ ધર્મથી ઘણા દૂર છે. તેઓ ધર્મના સત્યથી સર્વથા અજાણ છે.

બીમાર હતો. એ દિવસોમાં મહાત્મા ગાંધી મુંબઈમાં હતા. એમણે મને મુંબઈ બોલાવ્યો. હં ુ જ્યારે પણ મુંબઈ કે સેવાગ્રામ જતો ત્યારે રસ્તામાં દિલ્હીમાં એક રાત દેવદાસ ગાંધીને ત્યાં રોકાતો. એમની પત્ની મારી સારી ખાતર-બરદાસ્ત કરતી. દેવદાસનું ઘર મને મારા ઘર જ ેવું લાગતું. હં ુ મુંબઈ ગયો. ગાંધીજી બિરલાને ત્યાં ઊતર્યા હતા. હં ુ પણ તેમની સાથે જ રહ્યો. એક દિવસ વાતવાતમાં અહિં સાની ચર્ચા નીકળી. મેં કહ્યું, “ગાંધીજી, તમે ભારતને લાંબા સમયથી અહિં સા શીખવી છે, પણ મેં તો થોડા વખતથી જ પઠાણોને આ પાઠ શીખવવા માંડ્યો છે. તેમ છતાં પઠાણોએ ભારતવાસીઓ કરતાં વધારે જલદી અહિં સા શીખી લીધી છે. તમે જુ ઓ, ૧૯૪૨ના જંગમાં ભારતમાં કેટલી હિં સા થઈ! પણ સરહદ પ્રાંતમાં અંગ્રેજોએ આટલા અત્યાચાર કર્યા છતાં એક પણ પશ્તૂને હિં સા નથી કરી, જોકે હિં સાની સામગ્રી-હથિયાર અમારી પાસે વધારે હોય છે!” ગાંધીજીએ કહ્યું, “અહિં સા કાયરનું નહીં, બહાદુરોનું કામ છે. અને પશ્તૂનો હિં દુસ્તાનીઓ કરતાં વધુ બહાદુર છે. આ કારણે જ પઠાણોએ હિં સા નથી કરી.” હરિજન કૉલોની કે સેવાગ્રામની પ્રાર્થનામાં હં ુ હાજર હોઉં ત્યારે સહુથી પહે લાં હં ુ કુ રાન શરીફનો o

“આપણા દેશમાં આઝાદીનાં બે પ્રકારનાં આંદોલન ચાલ્યાં. હિં સાનું આંદોલન પહે લાં શરૂ થયું. તે પછી ૪૦-૫૦ વર્ષ પછી અહિં સક આદોલનનો આરં ભ થયો. હિં સક આંદોલનને તો અંગ્રેજોએ હિં સા દ્વારા ઝડપથી દબાવી દીધું. પરં તુ અહિં સા આશ્રિત આંદોલનને અવર્ણનીય અત્યાચારો અને ધ્વંસકારી नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

દમન ગુજારવા છતાં તેઓ દબાવી શક્યા નહીં. હિં સક આંદોલને જનતામાં ભય અને કાયરતા પેદા કરી તથા તેમને સાહસહીન અને નૈતિક દૃષ્ટિએ નબળા બનાવી દીધા. જ્યારે અહિં સક આંદોલને પઠાણોનાં દિલમાંથી ભય અને શંકાકુ શંકા કાઢી નાખ્યાં અને એમનામાં શૌર્ય પ્રગટાવ્યું. લોકોનું ચારિત્ર્ય ખીલવ્યું 47


અને સાહસ વધાર્યું. હિં સાશ્રિત આંદોલને લોકાનાં દિલોમાં ઘૃણા પેદા કરી જ્યારે અહિં સક આંદોલને જનતામાં આપસનો પ્રેમ પેદા કર્યો. પઠાણોમાં રાષ્ટ્રીયતા અને ભાઈચારાનું એક નવું જીવન પ્રેર્યું. એમની સંસ્કૃતિ, સભ્યતા અને સાહિત્ય તથા સામાજિક પ્રવૃત્તિઓમાં એક મહાન ક્રાંતિ પેદા કરી દીધી. હિં સા ઘૃણા છે જ્યારે અહિં સા પ્રેમ છે. એ ઘૃણાને કારણે કોઈ વ્યક્તિ અંગ્રેજને મારી નાખતી, ત્યારે એનો દંડ અંગ્રેજો કેવળ એ હત્યારાને નહોતા દેતા. પરં તુ એના આખા ગામમાં કે પૂરા ઇલાકામાં સામૂહિક દંડ નાખીને કે ધરપકડો કરીને સજા કરતા હતા. આ બધા અત્યાચાર અને જુ લમના મૂળમાં પેલી વ્યક્તિ છે એમ લોકો માનતા હતા. એમની બધી આપત્તિઓ પેલી વ્યક્તિની પ્રવૃત્તિનું પરિણામ છે એમ લોકો સમજતા હતા. જ્યારે અમારા અહિં સક આંદોલનમાં તો દરે ક જણ વિપત્તિઓનું સ્વાગત કરતો હતો.

પઠાણની ઉપર પણ હિંસા કરતાં મહોબત અને સમજૂતીની અસર વધારે થાય છે. એનો સ્વભાવ એટલો બધો ભોળો છે કે પ્રેમથી એના હૃદયમાં ઊતરીને તમે જેને જહન્નમમાં પડવાનું કહો તો એ પડશે, પણ બળાત્કારે તમે એને જન્નતમાં પણ નહી લઈ જઈ શકો. મહોબતની પઠાણ ઉપર જબરી અસર થાય છે

એનાથી કોમને કશીય હાનિ નો'તી થતી, લાભ જરૂર થતો હતો. એ કારણે અહિં સક આંદોલન પ્રત્યે જનતાની સહાનુભૂતિ અને અનુરાગ જાગ્યો. આમ, હિં સક ચળવળ પોતાના ઉદ્દેશમાં નિષ્ફળ નીવડી જ્યારે અહિં સક આંદોલન સફળ થતું ગયું. અને આખરે તેણે આ દેશને સ્વતંત્ર કર્યો. o

“અહિં સા મારા માટે સિદ્ધાંતની વાત થઈ પડી છે પડશે, પણ બળાત્કારે તમે એને જન્નતમાં પણ નહી

એમ કહં ુ તો ચાલે. ગાંધીજીની અહિં સા વિશે મને અગાઉ પણ વિશ્વાસ હતો. પણ મારા પ્રાંતમાં આ અખતરો એટલો અસાધારણ રીતે ફળ્યો છે કે મને આ ઉપાય જ હિં સા નાબૂદ કરવાને માટે રામબાણ લાગે છે. ઈન્શાઅલ્લાહ મારો પ્રાંત મારા જીવતાં તો હિં સા ગ્રહણ નહીં કરે એવી ઉમેદ રાખું છુ .ં મારફાડ અને ખૂનામરકીનાં કેવાં માઠાં પરિણામ આવે છે, અને એથી પઠાણનું નામ કેવું બદનામ થાય છે, એ અમે સૌ સારી રીતે સમજીએ છીએ. અમારા સ્વભાવમાં આ વસ્તુ સારી પેઠ ે ભરે લી છે એટલે એ દૂર કરવાને માટે અમારે તો અહિં સાની લાંબી તાલીમની જરૂર છે. પઠાણની ઉપર પણ હિં સા કરતાં મહોબત અને સમજૂ તીની અસર વધારે થાય છે. એનો સ્વભાવ એટલો બધો ભોળો છે કે પ્રેમથી એના હૃદયમાં ઊતરીને તમે જ ેને જહન્નમમાં પડવાનું કહો તો એ

લઈ જઈ શકો. મહોબતની પઠાણ ઉપર જબરી અસર થાય છે. પઠાણ અહિં સાનો મર્મ સમજી, જ ેમ બીજા તરફથી પોતે હિં સા નથી ચાહતો તેમ બીજા ઉપર પણ હિં સા એ ન કરે , એટલી સીધી વાત હં ુ એને સમજાવવા માગું છુ .ં સંભવ છે કે હં ુ તેમને ન સમજાવી શકું, અને મારી મરજી વિરુદ્ધ પણ મારા પ્રાંતમાં ખૂનામરકી ફાટી નીકળે, તો હં ુ મારી હાર કબૂલ કરીશ અને મારા નસીબમાં ફતેહ ન હતી. પણ તેથી અહિં સા વિશે મારા વિશ્વાસમાં તલમાત્ર પણ ફે ર ન પડે એ ખાતરી રાખજો. બીજા પ્રાંતનો ભલે આના વિના આરો હોય, મારા પ્રાંતનો આ વિના આરો નથી. એ મને સ્પષ્ટ દીવા જ ેવું લાગે છે. [ખાન અબદુલ ગફારખાનની જીવનકથા ‘ખુદાઈ ખિદમતગાર’માંથી સંપાદિત]

o

48

[ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ફકીરીના બાદશાહ ઉર્વીશ કોઠારી

આઝાદીના સંગ્રામમાં મુસ્લિમ નેતાગીરીની વાત

નીકળે ત્યારે કૉંગ્રેસવિરોધી તરીકે મહં મદઅલી ઝીણાને કે કૉંગ્રેસી તરીકે મૌલાના આઝાદને જ ે રીતે યાદ કરવામાં આવે છે, તેનાથી દસમા ભાગે પણ ખાન અબદુલ ગફારખાનને યાદ કરાતા નથી. ‘અહિં સક પઠાણ’ જ ેવા પરસ્પરવિરોધી શબ્દપ્રયોગ જીવી બતાવનાર ખાનસાહે બને શાળાનાં પુસ્તકોમાં યાદ કરવામાં આવે તો એ ‘સરહદના ગાંધી’ તરીકે, જ ે વિશેષણ તેમને નામંજૂર હતું. તેમની દલીલ હતી કે ‘મહાત્મા ગાંધી ખુદ હયાત છે પછી દેશમાં વધારે ગાંધીની જરૂર નથી.’ છોટે સરદાર અને છોટે ગાંધીઓનાં પાઉચપૅકિંગના જમાનામાં બાદશાહખાનની આ સ્પષ્ટતા કદાચ ન સમજાય, પણ તેમનો સ્વતંત્ર મિજાજ અને સાદગી-સરળતાભર્યું ઊંડાણ

૧૯૪૬માં સિમલામાં મળેલી કેબિનેટ મિશનની બેઠક દરમિયાન : બાદશાહખાન અને નેહર‌ુ

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

જાણ્યા પછી, સામેથી જ તેમને ‘સરહદના ગાંધી’ જ ેવું સરખામણીસૂચક લેબલ મારવાનું મન ન થાય. અખંડ ભારતના સરહદ પ્રાંત–નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (અત્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો સરહદી ઇલાકો) એટલે આક્રમક મિજાજના પઠાણોની ભૂમિ. ‘સિંહ ઘાસ ખાય તો પઠાણ અહિં સક હોય’ એવી તેમની છાપ. એવા કુટુંબ અને સમાજમાં ૧૮૯૦માં જન્મેલા ખાન ગાંધીજીના બીજા સાથીદારોઅનુયાયીઓ કરતાં એ રીતે જુ દા પડે છે કે તેમણે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પહે લાંથી પોતાની રીતે સાદગી અને અહિં સાનો માર્ગ અપનાવ્યો હતો. તેમનો આશય ફક્ત મારધાડની ભાષા સમજી શકતા પોતાના સમાજને શિક્ષિત અને જાગ્રત બનાવવાનો હતો. એ માટે તેમણે પોતાના વતન અતમાનઝઈ અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાલયો સ્થાપવાની પ્રવૃત્તિ આદરી. પઠાણો શિક્ષિત બને તો એ અંદરના ઝઘડા છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવે અને એ અંગ્રેજોને પોસાય એમ ન હતું. એટલે સરકારે બાદશાહખાન અને તેમના સાથીદારો સાથે ક્રૂરતાથી કામ લીધું. ‘બાદશાહખાન’ કે ‘બાચાખાન’ તરીકે જાણીતા ખાન અબદુલ ગફારખાન પોલીસના સિતમની બાબતમાં પણ ગાંધીજી અને તેમના સાથીદારોથી જુ દા પડે. ગાંધીજીના કોઈ સાથીદારને અંગ્રેજ પોલીસનો શારીરિક જુ લમ સહન કરવો પડ્યો ન હતો. ૨૧ વર્ષની વયે જાહે ર જીવનમાં ઝુકાવી દેનાર બાદશાહખાનની પહે લી ધરપકડ ‘રૉલેટ ઍક્ટ’ના વિરોધ પ્રદર્શન નિમિત્તે ૧૯૧૯માં થઈ, ત્યારે તેમની ઊંચાઈ સાડા છ ફૂટ અને વજન લગભગ ૧૦૦ કિલો હતું. કદાવર દેહ ધરાવતા બાદશાહખાનના પગમાં જ ેલની એકેય બેડી બેસતી ન હતી. એટલે સિપાઈઓએ સૌથી મોટી બેડીને થોડુ ં જોર કરીને તેમના પગે ચડાવી દીધી. પગેથી લોહી વહે વા લાગ્યું. એટલે જ ેલરે કહ્યું, ‘આ પહે લી વખતની જ ેલ છે ને! 49


ધીમે ધીમે ટેવ પડી જશે.’ ત્રણ વર્ષની જ ેલ પછી બાદશાહખાન બહાર આવ્યા ત્યારે તેમનું વજન ૨૫ કિલો જ ેટલું ઘટી ગયું હતું. છતાં અહિં સા પરની તેમની શ્રદ્ધા દૃઢ બની. હાલતાચાલતા પહાડ જ ેવા લાગતા આ માણસની અહિં સા તે સમયના ઘણા કૉંગ્રેસી નેતાઓની જ ેમ રાજકીય વ્યૂહરચના કે પ્રજાના મોટા હિસ્સાની જ ેમ પલાયનવાદ ન હતી. એ તેમના અંતરમાં ઊગેલી અને કોઠાસૂઝથી રસાયેલી હતી. જ ેલમાંથી બહાર આવ્યા પછી તેમણે ‘ખુદાઈ ખિદમતગાર’—ખુદાના સેવકો—નું સંગઠન રચ્યું. ખિદમતગારો માટે શરૂઆતમાં સફે દ-જાડી ખાદીનો પોશાક નક્કી કરવામાં આવ્યો, પણ એ જલદી મેલો થઈ જતો હોવાનું લાગતાં તેમણે દેખાવની ચિંતા કર્યા વિના પોશાકને ગેરુ રં ગે રં ગવાનું ઠરાવ્યું. એ કારણથી તેમના સાથીદારો ‘લાલ ખમીસવાળા’ તરીકે પણ ઓળખાયા. અંગ્રેજ શાસકોએ પહે લાં ખિદમતગારોના લાલ રં ગને સામ્યવાદમાં ખપાવવા પ્રયાસ કર્યો. એ પ્રચારના લેવાલ ન મળતાં તેમણે જૂ નું અને જાણીતું દમનનું શસ્ત્ર અપનાવ્યું. બાદશાહખાનની ધરપકડ કરીને અમદાવાદની સાબરમતી જ ેલમાં મોકલી આપ્યા. પણ તેમના જવાથી આંદોલન શમવાને બદલે વધારે તેજ બન્યું. બેબાકળી બનેલી સરકારે આડેધડ ધરપકડો આદરી. સ્થિતિ એવી સર્જાઈ કે થોડા સમયમાં સરહદ પ્રાંતની જ ેલો નાની પડવા લાગી. સરકારે વઘુ ધરપકડો ટાળવા માટે નવું ફરમાન કાઢ્યું કે ખિદમતગારોને પકડીને તેમનાં ગેરુ વસ્ત્રો ઉતારી લેવાં અને નગ્ન અવસ્થામાં તેમને છોડી મૂકવા. બાદશાહખાનની અહિં સાના પાઠ ભણેલા ખિદમતગારોએ નવો રસ્તો અપનાવ્યો. તે પોતાના શરીર ઉપર ગેરુ રં ગ લગાડવા લાગ્યા. પોલીસ તેમનાં વસ્ત્રો ઉતારી લે તો અંદરથી — શરીર પરથી ગેરુ રં ગ નીકળે. એટલે ખિદમતગારને શરમાવવા આવેલી પોલીસ પોતે ભોંઠી પડે. આવા અહિં સક મૌલિક પ્રતિકારથી કંટાળેલી સરકારે છેવટે બીજુ ં કંઈ ન 50

પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. કૉંગ્રેસે ભાગલાનો

સ્વીકાર

કરી

લીધો

ત્યારે

બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂબ ઉદ્ગ ‌ ાર કાઢતાં કહ્યું હતું, ‘તમે અમને વર‌ુઓના ભરોસે છોડી દીધા

સૂઝતાં, સરહદ પ્રાંતમાં ગેરુ રં ગના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો. શસ્ત્રો કે હિં સાની મદદ વિના શસ્ત્રધારીઓને કઈ હદે ટક્કર આપી શકાય તેનો આ બિનગાંધીવાદીબિનકૉંગ્રેસી નમૂનો હતો અને લડાયક વૃત્તિ માટે જાણીતા પઠાણો પાસેથી તે મળ્યો હોવાથી તેનું મોટું મૂલ્ય હતું. ગાંધીજીને સાબરમતી જ ેલમાં મળ્યા પછી બાદશાહખાને ગાંધીટોપી પહે રવાની જરૂર ન જોઈ, પણ હિં દુ-મુસ્લિમ એકતા અને અહિં સા જ ેવા મુદ્દે તે ગાંધીજીના સૌથી નજીકના — ઘણી વાર તો એકમાત્ર —  સાથી બની રહ્યા. મનુબહે ન ગાંધીએ ‘વિરાટ દર્શન’માં બાદશાહખાન વિશે નોંધ્યું છે કે ‘તેઓ દલીલ ખૂબ જ ઓછી કરતા. ઘણા નેતાઓ અને બાપુજી વચ્ચેના પ્રસંગોમાં હં ુ આવી છુ .ં પણ ઓછામાં ઓછી વાત અને ઓછામાં ઓછી દલીલ કરનાર કોઈ હોય તો તે ખાનસાહે બ. કારણ, તેમને બાપુના શરીરની અને સમયની અપાર કિંમત હતી.’ સાબરમતી જ ેલમાં ભગવદ્‌ગીતાનો અભ્યાસ કરનાર અને વર્ધા આશ્રમમાં ગાંધીજી પાસેથી રોજ સવારે તુલસીકૃ ત રામાયણ સાંભળનાર બાદશાહખાન ભાગ્યે જ નમાજ ચૂકતા. પોતાના ધર્મ પ્રત્યેનો પ્રેમ તેમનામાં ઝનૂન નહીં, પણ મક્કમ મનોબળ, ઠંડી તાકાત અને સહનશીલતા પૂરી પાડતો હતો. ગાંધીજીના સંપર્કથી ખિદમતગારો સહિત કૉંગ્રેસમાં સામેલ થયેલા બાદશાહખાને ૧૯૩૯માં ત્યાંથી [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


રાજીનામું આપી દીધું. કારણ કે કૉંગ્રેસની વર્કિંગ કમિટીએ અંગ્રેજો કૉંગ્રેસની શરતો માનવા તૈયાર થાય તો તેમને (બીજા) વિશ્વયુદ્ધમાં મદદ આપવાનો ઠરાવ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘કૉંગ્રેસે જ ે રસ્તે ચાલવાનું નક્કી કર્યું છે તે ખુદાઈ ખિદમતગારોનો માર્ગ નથી... અમારે દુનિયામાં કોઈની સાથે લડાઈ નથી. ખાલિક (સર્જનહાર) અને મખ્લૂક (સૃષ્ટિ)ની ખિદમત એ જ અમારું કામ છે. અમારો નિયમ કોઈની કતલ કરવાનો નહીં, જાતનું બલિદાન આપવાનો છે.’ ‘ગાંધીજીની કૉંગ્રેસ’ને નીચાજોણું થાય એવા બાદશાહખાનના આ નિર્ણય બદલ તેમની પીઠ ખુદ ગાંધીજીએ થાબડી. ‘હરિજન’માં ગાંધીજીએ લખ્યું, ‘કૉંગ્રેસ કાર્યકારિણીના મોટા ભાગના સભ્યો પોતાના સિદ્ધાંતમાંથી લપસી પડ્યા પરં તુ એક બાદશાહખાન પર્વતની જ ેમ પોતાના સ્થાન પર અટલ રહ્યા. ધૈર્ય એ બાદશાહખાનની પૉલિસી નથી. એ તેમનો વિશ્વાસ અને સિદ્ધાંત છે કે એમની ગરીબ અને અસહાય જાતિનું હિત પ્રેમ, ભાઈચારો અને ધૈર્યમાં છે.’ બાદશાહખાન કૉંગ્રેસી મટી ગયા અને મુસ્લિમ લીગના અલગતાવાદી રાજકારણ સાથે તેમને જરાય લેવાદેવા ન હતી. આઝાદી વખતે તેમને પઠાણો માટે ‘પખ્તૂનિસ્તાન’ જોઈતું હતું. ભાગલા પછી પાકિસ્તાની સંસદમાં તેમણે કહ્યું હતું કે ‘પંજાબ, સિંધ, બલૂચિસ્તાન અને બંગાળ જ ેમ અનુક્રમે પંજાબી, સિંધી, બલૂચ અને બંગાળી લોકોનાં મુલકનાં નામ છે, તેમ પખ્તૂન લોકોના મુલકનું નામ પખ્તૂનિસ્તાન હોવું જોઈએ. અમે પઠાણીસ્તાન માગતા નથી. અમારી જ ે કંઈ માગણી છે તે નામ અંગેની છે.’ પરં તુ પાકિસ્તાની શાસકોને એ કદી મંજૂર ન રહી. સરહદ પ્રાંતને પાકિસ્તાનમાં ભેળવવો જોઈએ કે નહીં એ વિશે લોકમત લેવાયો ત્યારે , પખ્તૂનિસ્તાનની માગણી પર અડગ ખિદમતગારોએ તેનો બહિષ્કાર કર્યો. એ લોકમતના પરિણામના આધારે સરહદ પ્રાંતને

પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યો. કૉંગ્રેસે ભાગલાનો સ્વીકાર કરી લીધો ત્યારે બાદશાહખાને તેમના અત્યંત પ્રસિદ્ધ બનેલા વ્યથાડૂ બ ઉદ્‌ગાર કાઢતાં કહ્યું હતું, ‘તમે અમને વરુઓના ભરોસે છોડી દીધા.’ પાકિસ્તાની સરકારે બાદશાહખાનની એ આશંકાને વાસ્તવિકતામાં ફે રવી બતાવી. ભારતમાં અને ગાંધીજી સાથે તેમની છેલ્લી કામગીરી બિહારની શાંતિયાત્રા દરમિયાન હતી. ત્યાર પછી આઝાદ પાકિસ્તાનમાં બાદશાહખાન અને તેમના ખિદમતગારો પર એટલા જુ લમ થયા કે અંગ્રેજ સરકાર સારી લાગે. ખુદાઈ ખિદમતગાર સંગઠનને ગેરકાયદે ઠરાવવામાં આવ્યું. બાદશાહખાનને જ ેલમાં પૂરવામાં આવ્યા. જ ેલમાં તેમની અવરજવર આઝાદી પછી પણ ચાલુ રહી. ૧૯૬૪માં તબીબી સારવાર માટે તે બ્રિટન ગયા. ગાંધીજન્મશતાબ્દી વખતે ૧૯૬૯માં તે ભારત અને ગુજરાત આવ્યા, ત્યારે ગુજરાત કોમી રમખાણોથી રક્તરં જિત હતું. એ જોઈને બાદશાહખાને ઊંડી વેદના અનુભવી અને હૃદયદ્રાવક પ્રવચન પણ કર્યાં. ભારતમાં રાજીવ ગાંધી સરકારે તેમને ૧૯૮૭માં ‘ભારતરત્ન’થી સન્માનિત કર્યા. તેના જવાબમાં પાકિસ્તાની સરમુખત્યાર જનરલ ઝીયાએ ઇન્દિરા ગાંધીના રાજકીય વિરોધી મોરારજી દેસાઈને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ‘નિશાન-એ-પાકિસ્તાન’ આપીને વળતો ઘા માર્યાનો સંતોષ લીધો. જાન્યુઆરી ૨૦, ૧૯૮૮ના રોજ ૯૮ વર્ષનું સંઘર્ષમય આયુષ્ય હિં મતભેર જીવીને બાદશાહખાને વિદાય લીધી. પરં તુ ‘સરહદના ગાંધી’ સિવાયની બીજી ઓળખો ભારતમાં ક્યારની ભૂંસાઈ ગઈ છે. મુસ્લિમોમાં રૂઢિચુસ્તોને વકરાવીને મુસ્લિમ હિતનો ડોળ કરતા કે મુસ્લિમવિરોધી લાગણીની રોકડી કરવા તલપાપડ — કોઈ પક્ષોને બાદશાહખાનનો ખપ નથી. [urvishkothari-gujarati.blogspot.com] o

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

51


પહે લો ગિરમીટિયાના લેખક ગિરિરાજ કિશોરની વિદાય ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના જીવન પર કેન્દ્રિત ‘પહે લો ગિરમીટિયો’ નામે નવલકથા આપવાનો પડકાર ઝીલનાર ગિરિરાજ કિશોરનું આ માસ [૯ ફે બ્રુઆરી, ૨૦૨૦]માં ૮૩ વર્ષની ઉંમરે અવસાન થયું. હિં દી સાહિત્યજગતમાં માનભેર લેવાતું ગિરિરાજ કિશોરનું નામ ગુજરાતી વાચકોમાં ‘પહે લો ગિરમીટિયો’ અનુવાદિત થઈ તે પછી જાણીતું બન્યું. ગાંધીજીના જીવનને પુનઃ આલેખવાનાં જોખમો ઘણાં છે. આ જોખમનું સૌથી અગત્યનું પરિબળ ખુદ ગાંધીજીએ લખેલી આત્મકથા છે. સત્યના ટેકે ચાલવા જ ેવા આ કાર્યને જ્યારે નવલકથાના સ્વરૂપે મુકાય ત્યારે તેની કાળજી શબ્દેશબ્દે જાળવવી રહી. આ કાર્ય તરફ ડગ માંડવાનો વિચાર ગિરિરાજ કિશોરને ૧૯૯૫માં આવ્યો અને આ પડકારને પ્રયોગ રૂપે ઝીલીને અથાગ મહે નતે ૧૯૯૯માં સાકાર કરી બતાવ્યો. ગુજરાતીમાં આ નવલકથાનું અનુવાદકાર્ય મોહન દાંડીકર દ્વારા થયું. આજ ે આપણી પાસે ગાંધીજીનું જીવન નવલકથા સ્વરૂપે ઉપલબ્ધ છે, તે પણ ગિરિરાજ કિશોર જ ેવા ગાંધીસાહિત્યના અભ્યાસીની કલમે. ગિરિરાજ કિશોરે આ માટે ઉઠાવેલી જહે મતનું આલેખન પ્રસ્તાવનાની ભૂમિકા અર્થે લખાયેલા ‘નવલકથા પૂર્વે’માં આપી છે. ગાંધીસાહિત્યનું આ અદ્વિતીય કાર્ય થયું તે પૂર્વે જ ગિરિરાજ હિં દી સાહિત્યજગતમાં જાણીતું નામ લેખાતું. આ માટે તેઓને ‘ઢાઈ ઘર’ નવલકથા માટે ૧૯૯૨માં ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્યસર્જન સાથે તેઓ કાનપુર વિશ્વવિદ્યાલય અને કાનપુર આઇઆઇટી જ ેવી શૈક્ષણિક સંસ્થાઓમાં કુ લસચિવના પદે રહ્યા. તેમની જાણીતી કૃ તિઓમાં ‘લોગ’, ‘ચિડિયાઘર’, ‘ઇન્દ્ર સુને’, ‘દાવેદાર’, ‘તીસરી સત્તા’, ‘યથા પ્રસ્તાવિત’, ‘પરિશિષ્ટ’, ‘અસલાહ’, ‘અંતર્ધ્વંસ’, ‘યાતનાઘર’ જ ેવાં નામો છે. આ ઉપરાંત તેમના વાર્તાસંગ્રહો પણ હિન્દી સાહિત્યમાં લોકપ્રિય છે. ‘પહે લો ગિરમીટિયો બાદ તેઓએ ગાંધીજીના જીવન-વિચાર પર આધારિત પુસ્તક ‘ગાંધી ઔર સમાજ’ આપ્યું. કસ્તૂરબાનું જીવન પણ આલેખ્યું અને ‘ગાંધી કો ફાંસી દો!’ નામે એક નાટક પણ લખ્યું છે. પ્રસ્તુત છે ગિરિરાજ કિશોરની ‘પહે લો ગિરમીટિયો’ની લખવાની કેફિયત. ...

નવલકથા પૂર્વે ગિરિરાજ કિશોર

મહાત્મા ગાંધીના જીવનના ત્રણ તબક્કા છે:

મોહનિયા તબક્કો, મોહનદાસ તબક્કો અને મહાત્મા ગાંધી તબક્કો. દરે ક માણસના જીવનમાં આવું વિભાજન હોય છે. પરં તુ કોઈ પણ મહાન વ્યક્તિના જીવનના વિકાસના સંદર્ભમાં આ તબક્કા મહત્ત્વના બની જાય છે. કૃ ષ્ણના જીવનમાં પણ આ રીતે જ કાનો કે ગોપાલ તબક્કો, કૃ ષ્ણ તબક્કો, યોગીરાજ શ્રીકૃ ષ્ણ તબક્કો હતા. વકીલાતથી માંડીને દક્ષિણ 52

આફ્રિકાથી પાછા આવ્યા ત્યાં સુધીનો તેમના જીવનનો એક તબક્કો મોહનદાસ કે ગાંધીભાઈ તબક્કો. વચ્ચે વચ્ચે એમનો મોહનિયા તબક્કો પણ આવ્યા કરે છે. ક્યારે ક શેખ મહે તાબના માધ્યમથી, ક્યારે ક કસ્તૂરબાના માધ્યમથી, ક્યારે ક બા કે બાપુના માધ્યમથી, તો ક્યારે ક ઉકાની યાદ મારફતે. કોઈને એવો પ્રશ્ન થાય કે મેં મારી નવલકથા માટે ‘મોહનદાસ’ તબક્કો જ કેમ પસંદ કર્યો? [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


૧૯૯૫ના એપ્રિલમાં ગાંધીજી ઉપર એક નવલકથા લખવી છે, તે દૃષ્ટિએ જ્યારે મેં દક્ષિણ આફ્રિકા અને મૉરિશિયસની યાત્રા કરી ત્યારે , ત્યાં સુધીમાં, હં ુ ‘મોહનિયા તબક્કા’ વિશે લગભગ ૨૦૦ પાનાં લખી ચૂક્યો હતો. ઇચ્છા તો એવી જ હતી કે મારે સંપૂર્ણ ગાંધી પર નવલકથા લખવી છે. જો હં ુ આવું કરત તો કદાચ સંસારના તમામ સમુદ્રોને તરીને પાર કરી જવા જ ેવું એ થાત. મોહનદાસ તબક્કાને કેન્દ્રમાં રાખીને નવલકથા લખવામાં જ મને ખ્યાલ આવી ગયો કે હં ુ હિં દી મહાસાગરને તરીને પાર કરી જવાની મૂર્ખાઈ અને સાહસ કરી બેઠો છુ .ં ચોક્કસ ડૂ બી જઈશ. જોકે સંપૂર્ણ ગાંધી પર નવલકથા લખવાનું મન હતું. એટલે હં ુ વર્ધા અને પોરબંદરની યાત્રા કરી ચૂક્યો હતો. તે સિવાયનાં સ્થળોની યાત્રા કરવાની યોજના વિચારી રહ્યો હતો. પણ દક્ષિણ આફ્રિકાની યાત્રા કર્યા પછી મેં નક્કી કર્યું કે મોહનદાસ તબક્કો અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના ગાંધી પર જ નવલકથા લખવી ઠીક પડશે. દક્ષિણ આફ્રિકા મને ગાંધીની સ્મૃતિઓથી ભર્યો ભર્યો લાગ્યો. એમાં તો કોઈ શંકા જ નથી કે ગાંધી આપણી સ્વતંત્રતાના સંઘર્ષપુરુષ છે. પણ મોહનદાસ એક સામાન્ય માણસની સંવેદનાઓ અને અનુભવોની વધુ નજીક છે. આવનારી પેઢી માટે મોહનદાસની જરૂર વધુ છે. જ ેથી તે જાણી શકે કે મોહનદાસ મહાત્મા કેવી રીતે બની શક્યા. ગાંધી એક નૈતિક પુરુષ હોવાની સાથોસાથ સમાજપુરુષ પણ છે જ ે પોતાની નબળાઈઓને કદી છુ પાવતો નથી. પોતાની નબળાઈઓની પરખ જ મહાનતાનાં દ્વાર ખોલી આપે છે. દક્ષિણ આફ્રિકા જઈને એ સ્થળો, એ સડકો, એ શહે રો અને એ સંદર્ભો જોવાં અને તેની સાથે માનસિક રીતે જોડાવું તે મારે માટે મોહનદાસને પોતાની અંદર જીવવા સમાન હતું. અત્યાર સુધી મારી નવલકથાઓ અને મારી વાર્તાઓ મારા પોતાના પરિવેશનો એક ભાગ હતાં. જગ્યાઓ, મહોલ્લાઓ, સડકો, ઑફિસ અને અનુભવ, બધાંમાં હં ુ હતો અને મારામાં બધાં હતાં. દક્ષિણ આફ્રિકા ગયા પછી મને એવું લાગ્યું કે હં ુ પોતાની જાત સાથેથી

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

પહે લી વાર બહાર આવી રહ્યો છુ .ં મારા પોતાના અનુભવો સિવાયની પણ એક ઘણી મોટી દુનિયા છે. અને એમાં પણ હં ુ હ જા ર ો   —   લ ા ખ ો પ્રવાસી ભારતીયો અને મોહનદાસના માધ્યમથી હાજર છુ .ં ૧૯૩૭-૨૦૨૦ આ યાત્રાથી મને ખ્યાલ આવ્યો કે કોઈ રચના માટે એમાં જીવતાં- જાગતાં સ્થળો, નગરો, સડકો, વગેરેને પ્રત્યક્ષ જોવાં-જાણવાં તે કેટલાં જરૂરી હોય છે. એ બધાં પણ બૃહત્ રચનાસંસારનાં મહત્ત્વપૂર્ણ રચનાબિંદુઓ હોય છે. એક નવો સંસાર નિર્મિત કરવામાં મદદ કરે છે. મોહનદાસનો આખો સંઘર્ષ એક વિદેશી ધરતી પર, એક અપરિચિત અને આમઆદમીનો સંઘર્ષ હતો. દરે ક વિસ્થાપિત વ્યક્તિએ, પછી તે પોતાના દેશમાં હોય કે વિદેશોમાં હોય, સંઘર્ષ કરવો જ પડે છે. ભલે દેશકાળની દૃષ્ટિએ પરિમાણ કે ગુણાત્મકતામાં અંતર હોય, પ્રત્યેક જણ પોતાના જીવનમાં એક નિર્ધારિત, અનિર્ધારિત કે અલ્પ નિર્ધારિત ઉદ્દેશ તરફ વધવાનો ઉદ્યમ કરે છે. તે માટે ત્યાગ કરે છે. પીડાઓ સહન કરે છે. આકાંક્ષાઓ સેવે છે. જ ે પણ શક્ય હોય, જરૂરી-બિનજરૂરી, તે બધું જ કરી છૂટે છે. મોહનદાસનો ઉદ્દેશ સ્પષ્ટપણે નિર્ધારિત સંઘર્ષ નહોતો. હં ુ કહીશ, કાફલો આગળ વધતો ગયો અને મંજિલનાં પરિદૃશ્યો નીખરતાં ગયાં. એમનો મહાત્મા બનવાનો માર્ગ આ જ અનિશ્ચિતતા, ત્યાગ, સંઘર્ષ, પીડા, અપમાન, વગેરે સાંકડી ગલીઓમાંથી પસાર થયો હતો. મહાત્માપણું માણસના આંતરિક વિકાસની પરાકાષ્ઠા છે. આ વાત દરે ક ક્ષેત્રને લાગુ પડે છે. એક મહાત્મા જ્યાં એક ખુલ્લી કિતાબ હોઈ શકે છે, ત્યાં જ તે એક ગુહ્યતમ પોથી પણ છે. ખરે ખર તો પ્રયત્ન અને સંઘર્ષ જ કથા રચે છે. ઉપલબ્ધિ તો શિખર હોય છે જ ે દૂરથી નજરે 53


પડે છે. કથા હં મેશાં સંઘર્ષની જ હોય છે. આ નવલકથાનું મુખ્ય પાત્ર મોહનદાસ બીજી વ્યક્તિઓ જ ેવી જ એક સામાન્ય વ્યક્તિ છે. એ ન તો ચાંદીના જોડા પહે રીને જન્મ્યો હતો કે ન તો સોનાના મુગટ સાથે. પત્નીનાં ઘરે ણાં વેચીને એ બારઍટ-લૉ કરવા લંડન ગયો હતો. પિતા ગુજરી ગયા હતા. કાકાએ સિફતથી અંગૂઠો બતાવી દીધો હતો. મોટા ભાઈ હતા, પણ એમની પહોંચ મર્યાદિત હતી. જ્યારે તેઓ બૅરિસ્ટર થઈને આવ્યા ત્યારે બેરોજગારીની ભીંસ. મોટા ભાઈ પર નિર્ભર રહ્યા. કોર્ટકચેરીની અનૈતિકતાઓ અને વ્યક્તિગત નૈતિક મૂલ્યોની વચ્ચે ટકરામણ. બોલી ન શકવાને કારણે કેસમાં હાર. જ ે કંઈ મળતું હતું તે મોટા ભાઈના વકીલ મિત્રના અસીલોના લહિયા તરીકેના કામમાંથી. તેમાંથી એક ભાગ વકીલ પડાવી લેતો હતો. શોષણની આ રીત મોહનદાસને બેચેન બનાવી દેતી હતી. પરિણામે દેશના હજારો ગરીબ, અભણ, બેકાર મજૂ રોની જ ેમ એ બૅરિસ્ટરને પણ રોજીરોટી કમાવા માટે એક વરસના ગિરમીટ (ઍગ્રીમેન્ટ) પર દક્ષિણ આફ્રિકા કૂ ચ કરવી પડી. ફરક એટલો જ હતો કે એનો પગાર બૅરિસ્ટર હોવાને કારણે ગિરમીટિયાઓ કરતાં દશગણો વધુ હતો. ત્યાં ગયા ત્યારે બાહ્ય રીતે પૂરેપૂરા અંગ્રેજ. પણ આંતરિક રીતે ભારતીય. બાનું સત્ય અને સહિષ્ણુતા, પિતાની સદ્ભાવના અને આત્મસન્માન. પહે લે દિવસે જ દાદા અબદુલ્લાની સાથે ડરબનની કોર્ટમાં હિન્દુસ્તાની ઓળખ જાળવી રાખવા માટે ગુજરાતી ફેં ટો એટલે પાઘડી બાંધીને દાખલ થયા. ત્યારે અદાલતના આદેશને માન આપી પાઘડી ઉતારવાને બદલે બહાર ચાલ્યા જવાનું વધુ પસંદ કર્યું. પ્રિટોરિયા જતી વખતે મારિત્સબર્ગ સ્ટેશને પ્રથમ વર્ગના ડબ્બામાંથી બંડલની જ ેમ બહાર ફેં કી દીધા. સિગરામમાં ગોરાના હાથનો માર ખાવો પડ્યો. આ બધું એની નિયતિનો એક ભાગ બની ગયું હતું. ત્યાં એમને કેટકેટલો માર ખાવો પડ્યો, કેટકેટલાં અપમાન સહન કરવાં પડ્યાં, તેનો કોઈ હિસાબ નહીં! જ ેટલી વાર આવું બન્યું તેટલી વાર એની ક્ષમાશીલતાનું 54

ત્યાં એમને કેટકેટલો માર ખાવો પડ્યો, કેટકેટલાં અપમાન સહન કરવાં પડ્યાં, તેનો કોઈ હિસાબ નહીં! જેટલી વાર આવું બન્યું તેટલી વાર એની ક્ષમાશીલતાનું સરોવર વધુ ઊંડું થતું ગયું. સહિષ્ણુતા અને સદ્ભ ‌ ાવનાની કસોટી થતી ગઈ. સત્ય વધુ નજીક આવતું ગયું. સંવેદના કુશાગ્ર બનતી ગઈ

સરોવર વધુ ઊંડુ ં થતું ગયું. સહિષ્ણુતા અને સદ્ભાવનાની કસોટી થતી ગઈ. સત્ય વધુ નજીક આવતું ગયું. સંવેદના કુ શાગ્ર બનતી ગઈ. માણસની અંદર જોવાની દૃષ્ટિ વધુ સૂક્ષ્મ થતી ગઈ. સત્યનો સાક્ષાત્કાર અને તેની સાથે પ્રયોગો વધતા ગયા. સામાન્યમાંથી અસામાન્ય અને અસામાન્યમાંથી સામાન્ય બનવાનો સંઘર્ષ વધુ ઘેરો બનતો ગયો. દક્ષિણ આફ્રિકાના ગાંધી સાહિત્ય અને જીવનના ઊંડા અધ્યેતા શ્રી હાસમ સીદાતે મને ત્યાં એક સરસ વાત કહી હતી: “કિશોરભાઈ, મને ગૌરવ એ વાતનું છે કે સંસારનો સૌથી મોટામાં મોટો હીરો અમારી અહીંની ખાણોમાંથી નીકળ્યો છે. પણ અમે એનાથી પણ વધુ કીમતી અને પાણીદાર હીરો ગાંધી રૂપે તમને પાછો આપ્યો છે.” મોહનદાસ એટલે ગાંધી વિશે સામાન્ય ધારણા એવી છે કે એ વેપારીઓનો દરદી અને દોસ્ત હતો. જોકે એ મૂળે ગિરમીટિયો હતો. એમનાં દરદો એના દિલમાં ચોંટી ગયાં હતાં. ત્રણ પાઉન્ડનો કર ગિરમીટિયાઓ માટે અસહ્ય હતો. ભારતીય લગ્નોની કાયદેસરતા વિશેનો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સર્બનો ચુકાદો પણ સૌથી વધુ એમને જ અસર કરતો હતો. કેમ કે સંખ્યામાં પણ એ લોકો જ વધુ હતા. ભાગીને બીજ ે જઈ પણ નહોતા શકતા. વેપારીઓ માટે આ બંને બાબતો ધારવા કરતાં સરળ હતી. અંતે આ જ બે મુદ્દા લડતના એજન્ડા પર રહી ગયા હતા. આ [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


આખી લડતમાં ગિરમીટિયાઓ જ એમની સાથે હતા. વેપારીઓ પરદા પાછળ હતા. જોકે ત્યાંના ગોરાઓની દૃષ્ટિએ તો બધા કુ લી જ હતા. કુ લીઓમાંનો જ એ પણ એક કુ લી હતો – ગાંધી ધિ કુ લી બૅરિસ્ટર. મેં અગાઉ હાસમ સીદાતસાહે બનો ઉલ્લેખ કર્યો છે. તેઓ ડરબનના વરિષ્ઠ ઍટર્ની છે. ત્યાંની લૉ સોસાયટીના પ્રથમ આફ્રિકન ભારતીય પદાધિકારી હતા. તેઓ ગાંધીયન ઇતિહાસના અધિકારી વિદ્વાન મનાય છે. ગાંધી વિશેની એમની અંગત લાઇબ્રેરી એટલી બધી સમૃદ્ધ છે કે ભારતમાં કોઈની પાસે નથી. દુનિયાભરનાં સામયિકો, ગાંધી પર પ્રકાશિત પુસ્તકો, છાપાંઓની ફાઈલો, ત્યાં હાજર છે. એમના જ દ્વારા અને એમની જ લાઇબ્રેરીમાં આ ‘મોહનદાસ’ સાથે મારો અંતરં ગ પરિચય થયો હતો. શ્રી હાસમ સીદાતની સાથે મારો પરિચય એક બીજા ઍટર્ની જનરલ શ્રી આનંદ જયરાજ ે કરાવ્યો હતો. શ્રી હાસમ સીદાતે મને બે પુસ્તકો પણ પ્રેમથી ભેટ આપ્યાં હતાં. એક મિલી પોલાક દ્વારા લખાયેલ જીવનકથાની ફોટોકૉપી અને બીજુ ં દક્ષિણ આફ્રિકામાં પ્રકાશિત મેરિન વાનનો સંશોધનગ્રંથ ‘ગાંધી ધિ સાઉથ આફ્રિકન એક્સપિરિયન્સ’. ફાતિમા મીર સંપાદિત ‘ધિ સાઉથ આફ્રિકન ગાંધી’ ૧૯૯૫માં નદીબ પબ્લિશર્સ ઍન્ડ ગાંધી મેમોરિયલ–ડરબનના સંયુક્ત ઉપક્રમે પ્રકાશિત થયું હતું. આ પુસ્તક જ્યારે તેઓ ૧૯૯૬માં મારા નિમંત્રણથી ભારત આવ્યા હતા ત્યારે સાથે લઈને આવ્યા હતા. ગાંધી પર કામ કરનાર દરે ક વ્યક્તિનું એમને ત્યાં સ્વાગત છે. એમનાં પત્ની ફરીદાબહે ન તો મને દરે ક સ્થળે એમની ગાડીમાં લઈ ગયાં હતાં. અને મારે માટે શાકાહારી ભોજન પણ બનાવ્યું હતું. ફરીદાબહે ન જ ેવો સ્વભાવ બહુ ઓછામાં જોવા મળે છે. બીજાઓને અપનાવી લેવા. મને એવો અનુભવ થયો કે દક્ષિણ આફ્રિકામાં ગાંધી વિશેના ગંભીર અધ્યેતાઓ વધુ છે. જ ેમ કે શ્રીમતી ફાતિમા મીર, આર્કબિશપ ડેનિસ હર્લે, નિક્કી પદાયચી, સીતા ધુપેલિયા, સુશ્રી જી. બર્નિંગ (થોડાં વરસ પહે લાં એમણે કૅ લનબૅક અને ગાંધીના પત્રોનું

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

સંકલન ડરબન લોકલ સિટી મ્યુઝિયમ તરફથી પ્રકાશિત કર્યું હતું) અને નેલ્સન મંડલ ે ા પોતે. ‘ધિ સાઉથ આફ્રિકન ગાંધી’ પુસ્તકમાં હાસમ સીદાત સહિત આ તમામના લેખો છે. આનંદ જયરાજ સાથે મારો પરિચય ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમીના પૂર્વસચિવ અને સંગીતજ્ઞ શ્રી વિશ્વનાથ શ્રીખંડ ે દ્વારા થયો હતો. શ્રીમતી શર્લે જયરાજ પણ પોતાના પતિની જ ેમ જ ભારતીયોને ખૂબ જ આદરથી જુ એ છે. મારે માટે હોટલમાં રહે વાની વ્યવસ્થા જયરાજ ે જ કરી હતી. અશોકા હોટલ ભારતીય મૂળના એક સજ્જન મિ. હે રીની છે. જયરાજ ે જ ડરબન ઍરપૉર્ટ પર મારું ભાવથી સ્વાગત કર્યું હતું. ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રામ ગોવિન મેવા સાથે, જ ેઓ ગાંધીજીની પૌત્રી ઇલા ગાંધીના પૂર્વપતિ છે, પરિચય કરાવ્યો હતો. શ્રી મેવા જ મને ફિનિક્સ લઈ ગયા હતા. ઇલા ગાંધીની જ ેમ જ શ્રી મેવા પણ સંસદ સભ્ય છે. શ્રીમતી ઇલા ગાંધી એક સુશીલ અને સજ્જન સન્નારી છે. મોટે ભાગે તેઓ કેપટાઉનમાં રહે છે. તે દિવસોમાં તેઓ ત્યાં જ હતાં. આખો દિવસ તેમણે તેમની કારમાં મને ડરબનમાં ફે રવ્યો. મને એવો અનુભવ થયો કે ગાંધી પરિવાર ગાંધીજી વિશે વધુ કંઈ કહે વાનું પસંદ નથી કરતો. આમ તો એમણે જ જોહાનિસબર્ગમાં રહે વાની મારી વ્યવસ્થા ગોઠવી હતી. જ્યારે હં ુ મેવાજીની સાથે ફિનિક્સ સેટલમેન્ટ ગયો ત્યારે ફિનિક્સને જોઈને મને ખૂબ જ દુ:ખ થયું. ત્યાં હવે કંઈ જ બચ્યું નથી. રસ્તામાં મને શ્રી મેવાએ ફિનિક્સ વિશે ઘણી વાતો કરી હતી. ત્યાં જઈને મેં મારી સગી આંખે બધું જોયું. બધું જ ખંડિયેર થઈ ગયું છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’ છાપનાર પ્રેસની માત્ર દીવાલો જ ઊભી છે. ગાંધીજીના ઘરનો ઓટલો સલામત છે. આખું ઘર પાડી નાખ્યું છે. ફિનિક્સ પર હવે ત્યાંના હબસીઓનો કબજો છે. સરકાર કંઈ જ કરી શકતી નથી. માફિયાઓ સાથે સંબંધિત ત્યાં બધું જ થાય છે. માત્ર સ્કૂલની ઇમારત છે. તે દિવસે સ્કૂલમાં ટ્રસ્ટની મિટિંગ હતી. ઇલાજી પણ આવ્યાં 55


હતાં. કેટલાક હબસીઓ પણ ટ્રસ્ટમાં છે. ફિનિક્સ સેટલમેન્ટની સ્થાપના કરતી વખતે, એનું નામ શું રાખવું તે નક્કી કરવાનું હતું ત્યારે , ગાંધીજીએ કહ્યું હતું: એનું નામ ફિનિક્સ રાખવું જોઈએ. ફિનિક્સ પક્ષી કદી મરતું નથી. પોતાની રાખમાંથી ફરી બેઠુ ં થઈ જાય છે. આજ ે ફિનિક્સ કેવળ રાખ છે. કદાચ મોહનદાસ કરમચંદ ગાંધીનું આ વચન ક્યારે ક સાચું પડે અને ફિનિક્સ ફરી પાછુ ં કિલ્લોલ કરી ઊઠે. ડરબન, પીટરમારિત્સબર્ગ અને જોહાનિસબર્ગમાં કેટલાંય સ્થળો એવાં જોવા મળ્યાં જ ેને જોઈને હૃદય ભરાઈ આવ્યું. ડરબનમાં સૌપ્રથમ હાસમભાઈ ચાલતા બીચગ્રોવ સ્ટ્રીટ લઈ ગયા. એની પાસે જ વેસ્ટ સ્ટ્રીટ પર દાદા અબદુલ્લાની પેઢી હતી. ત્યાં હવે નવી નવી ઇમારતો ઊભી છે. સ્ટ્રીટ પર અંદરની બાજુ એ કારપાર્કિંગ હતું. એ બતાવીને કહે : “કિશોરભાઈ, જ્યાં આ કાર-પાર્કિંગ છે ત્યાં જ બીચગ્રોવ વિલા હતું. ‘બીચ’ તરફ એક બાલ્કની હતી. ઑફિસેથી આવીને ગાંધી થોડી વાર એ બાલ્કનીમાં બેસતા હતા. પોરબંદરના હતા ને? તે કારણે દરિયાઈ હવા એમને ખૂબ ગમતી હતી. એ મકાનનું નામનિશાન ક્યાંય નહોતું. ગ્રે સ્ટ્રીટ ત્યાંથી થોડેક દૂર હતી. ત્યાં કૉંગ્સ રે હૉલ હતો. તેમાં હવે એક બજાર છે. હૉલમાં દકુ ાનો થઈ ગઈ છે. કૉંગ્સ રે નો ક્યાંય પત્તો નહોતો. ફીલ્ડ સ્ટ્રીટ પર જ્યાં રુસ્તમજી પારસીનું મકાન હતું ત્યાં હવે ચકચકિત બહુમાળી ઇમારતો ઊભી છે. ત્યાં જ કહે વાતા પ્લેગના ચેપને કારણે બંદી સ્ટીમર કુરલૅન્ડ પરથી ઊતરીને ગાંધી આવ્યા હતા અને ગોરાઓએ એમની ઉપર હિચકારો હુમલો કર્યો હતો. એ જગ્યા જૂ ની કસ્ટમ્સ ઑફિસથી થોડે દૂર વેસ્ટ સ્ટ્રીટ પર હતી. ત્યાં જ એમને ઘેરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ વડા ઍલેકઝાંડરની ઑફિસ હતી: ‘બરોથાના’. મોહનદાસને રુસ્તમજીને ત્યાંથી લઈ જઈને ત્યાં રાખ્યા હતા. હવે ત્યાં મેડવડુ ગાર્ડન છે. પેલો કોર્ટરૂમ પણ જોયો જ્યાં પહે લે દિવસે મોહનદાસ ફેં ટો બાંધીને ગયા હતા અને મૅજિસ્ટ્રેટે ફેં ટો ઉતારવાનો આદેશ આપ્યો 56

ટૉલ્સ્ટૉય ફાર્મની તમામ જમીન હવે ઈંટો બનાવનારી એક ડચ કંપનીની પાસે છે. જમીન ખરીદી લીધા પછી જ્યારે એમણે એની સર્વે કરી ત્યારે એમને ખબર પડી કે ત્યાં ટૉલ્સ્ટૉય ફાર્મ હતું. એ કંપનીએ ભારતીય આગેવાનોને બોલાવ્યા અને એ જમીન પર બનાવેલ બંગલો તથા થોડી જમીન એમને સોંપી દીધી

હતો. ત્યાં હવે લોકલ હિસ્ટ્રી મ્યુઝિયમ છે. ડરબનની જ ેલ, જ ેમાં ગાંધીજીને અને કસ્તૂરબાને કેદ કરવામાં આવ્યાં હતાં તે તોડી નાખવામાં આવી હતી. નવાં બિલ્ડગ િં ના પાયા ખોદાતા હતા. એનો ફોટો જોયો. જયરાજ, હં ુ અને હાસમભાઈ ડરબનથી પીટર મારિત્સબર્ગ ગયા હતા. મારિત્સબર્ગ જ્યાં ટ્રેનમાંથી ફેં કી દીધા પછી મોહનદાસની કુંડલિની જાગ્રત થઈ હતી અને મોહનદાસનો મહાત્મા બનવાનો માર્ગ ખુલ્લો થયો હતો. મારિત્સબર્ગનું સ્ટેશન ગૉથિક કલાનો સુંદર નમૂનો છે. ઉપર એક ઘંટાઘર છે. અંદર પ્રવેશ કરતાં જ એક હૉલ છે. હૉલ લાકડાંનો છે. નાનાં નાનાં ફાનસો લટકાવી રાખ્યાં છે. લાકડાનો એક દાદર છે જ ે ઉપર જાય છે. કદાચ ત્યાં ઑફિસ હશે. તેનો એક ભાગ ત્યારે બળેલો હતો. કદાચ આગ લાગી હશે. જ્યાં મોહનદાસ પડ્યા હતા તે સ્થળ કયું, તે હજુ નિશ્ચિત થઈ શક્યું નથી. હૉલ પછી પ્લૅટફૉર્મ છે. સામે જ વચ્ચોવચ એક બાંકડો પડ્યો છે. એ બાંકડો ત્યારનો હજી છે. એ બાંકડાની સામે જ પ્રથમ વર્ગનો ડબ્બો આવીને થોભતો હતો. એની આસપાસમાં જ મોહનદાસ ક્યાંક પડ્યા હશે. પીટરમારિત્સબર્ગ નાતાલની રાજધાની પણ હતું. ત્યાં જ સુપ્રીમ કોર્ટ હતી. જ ેમાં મોહનદાસને લૉ સોસાયટીનો વિરોધ હોવા છતાં વડા ન્યાયાધીશે ઍટર્ની તરીકે માન્ય કર્યા હતા. એ ભવનમાં હવે એક મ્યુઝિયમ છે. સડકની સામી બાજુ એ ‘સિટી હૉલ’ છે. જ ેની નાતાલનાં અતિ સુંદર [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભવનોમાં ગણના થાય છે. જોહાનિસબર્ગમાં ઇલાજીના સૌજન્યથી છીબભ ુ ાઈને ત્યાં લેનેસિયા મારો ઉતારો હતો. છીબુભાઈ ગુજરાતી છે. સંસ્કારી કુટુંબ છે. એમણે જ મારો પરિચય મિ. એન. જી. પટેલની સાથે કરાવ્યો. મિ. પટેલ ત્યાંના મુખ્ય ઍટર્ની છે અને ટૉલ્સ્ટૉય ટ્રસ્ટની સેંટનરી સેલિબ્રેશન કમિટીના અધ્યક્ષ પણ છે. છીબુભાઈ સૌપ્રથમ મને લોલી સ્ટેશને લઈ ગયા. ત્યાંથી ટૉલ્સ્ટૉય ફાર્મ લગભગ એક માઈલ દૂર છે. ટૉલ્સ્ટૉય ફાર્મની તમામ જમીન હવે ઈંટો બનાવનારી એક ડચ કંપનીની પાસે છે. જમીન ખરીદી લીધા પછી જ્યારે એમણે એની સર્વે કરી ત્યારે એમને ખબર પડી કે ત્યાં ટૉલ્સ્ટૉય ફાર્મ હતું. એ કંપનીએ ભારતીય આગેવાનોને બોલાવ્યા અને એ જમીન પર બનાવેલ બંગલો તથા થોડી જમીન એમને સોંપી દીધી, જ ેથી તેઓ ટૉલ્સ્ટૉય ફાર્મની સ્મૃતિ જીવિત રાખી શકે. જ ે સ્થિતિમાં બંગલો મળ્યો હતો તે હવે તેના કરતાં પણ વધુ બદતર સ્થિતિમાં છે. લાઇબ્રેરી હતી તે પણ બરબાદ થઈ ગઈ છે. એ બંગલાના પથ્થરો અને લાકડાં, વગેરે પણ લોકો કાઢીને લઈ ગયા છે. ભારતના મોટા મોટા નેતાઓ ત્યાં આવે છે. માથું ટેકવે છે. પછી લાંબાંચોડાં વચનો આપીને ચાલ્યા જાય છે, પછી પાછુ ં ફરીને જોતા પણ નથી. ભારત સરકારને જ ગાંધીની સાથે જોડાયેલાં સ્થળોની દરકાર ન હોય પછી દક્ષિણ આફ્રિકાની સરકારને ટૉલ્સ્ટૉય ફાર્મની સાથે શું નિસબત? જોકે આફ્રિકન ભારતીયો એટલા બધા સમૃદ્ધ છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. પરં તુ ભારતીયોની જ ે મનોવૃત્તિ છે તે પ્રમાણે ત્યાં પણ જૂ થવાદ છે. મિ. એચ. કે. ભસીન ત્યાં સાંસ્કૃતિક વડા હતા. તેમની ખૂબ જ ઇચ્છા હતી કે બધા સાથે મળીને કામ કરે . જ્યારે હં ુ તેમને મળવા ગયો ત્યારે મારી સાથે મિ. પટેલ અને છીબુભાઈ પણ હતા. એમની સાથે પણ મિ. ભસીને એ મુદ્દા પર વાત કરી હતી. લાગે છે કે આફ્રિકન ગાંધી પણ ભારતીય ગાંધીની જ ેમ રાજકારણનો મુદ્દો બનતો જાય છે. મને હાસમભાઈએ કહ્યું કે પછીથી ભારતના ઉચ્ચાયુક્ત

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

ગોપાલ ગાંધીએ પણ આ બાબતમાં પહે લ કરી હતી. પ્રિટોરિયામાં ક્રૂગરનો મહે લ છે. મહે લ ક્યાં, આલીશાન મકાન. મકાનની બહાર પથ્થરના બે વાઘ બેઠા છે. ક્રૂગર જ ેટલા ઉગ્ર હતા એટલા જ એ શાંત હતા. એમના મહે લની સામે જ ફૂટપાથ પર ચાલવાને કારણે પોલીસોએ ગાંધીને માર્યા હતા. પૂછવાથી ખબર પડી કે ત્યાં હવે આ બનાવની કોઈને ખબર જ નથી. જોહાનિસબર્ગમાં મોહનદાસનું પ્રથમ ઘર ૧૪ એલ્બમેરી સ્ટ્રીટ હત.ું એલ્બમેરી સ્ટ્રીટમાં બધા ગોરાઓ જ રહે તા હતા. છીબભ ુ ાઈની સાથે તે પણ જોવા ગયા. ૧૯૯૫માં જ્યારે હં ુ ત્યાં હતો ત્યારે દક્ષિણ આફ્રિકાનું એક સામયિક ‘હાઉસ ઍન્ડ લેજર્સ’(ઑક્ટોબર-’૯૪)નો અંક જોવા મળ્યો હતો. તેમાં ૧૪ એલ્બમેરી સ્ટ્રીટવાળા ઘરના અનેક ફોટા છાપેલા હતા. એ ઘર હવે માઇકલ હર્ષની પાસે છે. હર્ષ એક આર્કિટેક્ટ છે. તેમની ઇચ્છા છે કે એને એક યાત્રાધામ તરીકે વિકસાવવ.ું જ્યાં એમ્પાયર થિયેટર હતું ત્યાં હવે એક ભવ્ય ભવન ઊભું છે. જ્યાં મીરઆલમે મોહનદાસ પર હુમલો કર્યો હતો તે સ્થળ પણ જોય.ું પેલી મસ્જિદ હજી એવી ને એવી છે, જ્યાં સત્યાગ્રહીઓની બેઠકો થતી હતી. કેદી તરીકે જનરલ સ્મટ્સને મળીને મોહનદાસે ત્યાં સભા રાખી હતી. આ નવલકથાની મર્યાદાઓ વિશે પણ કહી જ દઉં. કેટલાક એવા સંદર્ભો છે જ ેને વિશે પૂરી જાણકારી મળી શકી નથી. ત્યાં મેં લેખકીય કલ્પનામિશ્રિત સંવેદનાની મદદ લીધી છે. જ ેમની પાસે આ વિગતો હશે તેમને કદાચ વધારે પડતું પણ લાગે. બેત્રણ દૃષ્ટાંત આપવાં જરૂરી સમજુ ં છુ .ં ટૉલ્સ્ટૉય ફાર્મ પર ગાંધીજી દ્વારા બે બાળાઓના માથાના વાળ કાપવાનો સંદર્ભ છે. મને ન તો એ બાળાઓનાં ચોક્કસ નામ મળી શક્યાં કે ન પેલા છોકરાનું નામ મળી શક્યું જ ેને કારણે આ બનાવ બન્યો હતો. જોકે એક ગુજરાતી નવલકથામાં મેં આ બાળાઓનાં નામો જોયાં હતાં. મિલીએ ગાંધીજીની જીવનકથામાં એ બાળાઓનાં નામના પ્રથમ અક્ષરનો પ્રયોગ કર્યો છે. પણ એ મને અધૂરું લાગ્યું છે. મિ. બેકરે પ્રિટોરિયામાં મોહનદાસને એક ભઠિયારણ 57


બાઈને ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે રખાવ્યા હતા. ન તો મને એ સ્ત્રીનું નામ મળી શક્યું કે ન તો એના કુટુંબ વિશે કોઈ વધુ જાણકારી મળી શકી. મેં એનું નામ મેટિલ્ડા રાખ્યું છે. એના કુટુંબ વિશે પણ એક સંવેદનાપૂર્ણ વાર્તા જોડી કાઢી. આવી રીતે એકબે પ્રસંગો બીજા પણ હશે. ગિરમીટિયાઓને લઈ જતી કેટલીક સ્ટીમરો તૂટી ગઈ હતી. એ બનાવોને મેં નવલકથામાં વણી લીધા છે. સડરિં ધમ અને ફ્યુજિલિયર સ્ટીમરોનાં નામ અને બનાવોનો ઉલ્લેખ તો મળે છે. ત્યાં પણ ક્યાંક ક્યાંક મેં પોતાના તરફથી કેટલુંક ઉમેરણ કર્યું છે. મને એવું લાગ્યું કે હં ુ ત્યાં હાજર હતો. માર્શલ લેડ્યૂ એક ફ્રેંચ વેપારી હતો. એણે ગાંધીની એક નકારાત્મક જીવનકથા લખી હતી. એનું ફ્રેંચ નામ હતું – ‘ગાંધી ટેલ ક્યૂ જ ે લાય કોન – ૩૮.’ એનો અનુવાદ રુમી મિન્ટીએ કર્યો છે. અને સંપાદન ડી. લાજર્સ, ન્યૂકૅ સલવાળા(ગાંધીજીના સાથીદાર)ના પૌત્ર ડૉ. એ. ડી. લાજર્સે કર્યું છે જ ેઓ અમેરિકામાં છે. લેડ્યૂ પોતાને મોહનદાસના સમકાલીન કહે તા હતા. મેં મારી નવલકથામાં એને એક પાત્ર તરીકે લીધા છે. મને એવું લાગે છે કે એના હોવાથી ગાંધીના ચરિત્રને ઉઠાવ આપવામાં વધુ મદદ મળી છે. એ જીવનકથાનો અંગ્રેજી અનુવાદ મને પ્રો. એસ. એસ. સિંહ પાસે ડરબનમાં જોવા મળ્યો હતો. ખબર નથી, એ છપાયો છે કે નથી છપાયો. એમાં એણે કેટલીક એવી વાતો લખી છે જ ે વિશ્વસનીય નથી અને અપમાનજનક પણ છે. નવલકથા કેવી લખાઈ છે અને કેવી નહીં તે વિશે કંઈ પણ કહે વું ઉચિત નથી. પણ એટલી ખબર છે, આ બાબતમાં અનેક પ્રશ્નો ઊભા થશે. પ્રામાણિકતાનો પ્રશ્ન, ઐતિહાસિકતાનો પ્રશ્ન, પાત્રો અને ચરિત્રોની ઓળખને અંગે, સડકો અને સ્થળોને અંગે. કેટલાંક સ્થળો, જગ્યાઓ, સડકો, વ્યક્તિઓનાં નામોના ઉચ્ચાર અને જોડણીની બાબતમાં પણ જાણકાર લોકો ટીકાટિપ્પણ કરી શકે છે. કેટલાક લોકો એમ પણ કહી શકે કે આ નવલકથા જ નથી. આખરે લેખક 58

નવલકથા કેવી લખાઈ છે અને કેવી નહીં તે વિશે કંઈ પણ કહેવું ઉચિત નથી. પણ એટલી ખબર છે, આ બાબતમાં અનેક પ્રશ્નો ઊભા થશે. પ્રામાણિકતાનો પ્રશ્ન, ઐતિહાસિકતાનો પ્રશ્ન, પાત્રો અને ચરિત્રોની ઓળખને અંગે, સડકો અને સ્થળોને અંગે

મોહનદાસ પર જ કેમ અટકી ગયા? ‘મહાત્મા’ સુધી જવામાં શું એને ડર લાગતો હતો? સામાન્ય રીતે ઐતિહાસિક નવલકથાઓ વિશે પ્રશ્નો થયા છે કે સાઠ ટકા જ્યારે ઇતિહાસ છે ત્યારે ચાળીસ ટકા પોતાના ઉમેરીને લેખક શું સિદ્ધ કરવા માગે છે? જોકે આ નવલકથામાં જીવન વધુ છે, ઇતિહાસ ઓછો છે. આમ તો ઇતિહાસ પણ જીવન જ હોય છે, જો તારીખોની યાદી અને રાજાઓની કપોળકલ્પિત કથા ન હોય તો. આ બધા પ્રશ્નો એટલા માટે થવાના કે આ નવલકથા ગાંધી વિશે છે. ગાંધી હોવાની મુશ્કેલીઓ પણ છે અને સિદ્ધિઓ પણ છે. જોકે ભારતીયો ગાંધીને વધુ ને વધુ જાણવાનો દંભ કરે છે, જાણે છે ઓછામાં ઓછુ .ં કોઈનું પોતાના દેશ કે ઘરના હોવું, જાણવા માટે પૂરતું નથી. જ ેટલું જ ેટલું જાણવાનો પ્રયત્ન કરો એટલું જ જાણવાનું બાકી રહી જાય છે. આ બધા જ પ્રશ્નોના જવાબો આપવાનું લેખકનું કામ નથી. વિવેચકો આપે તો આપે. વિવેચકો પણ પ્રશ્નો અને એના જવાબો શોધવાની માથાકૂ ટમાં પડતા નથી. હા, હં ુ એક વાત ચોક્કસ કહી શકું કે પ્રામાણિકતા અને વાચનક્ષમતા જાળવી રાખવા માટે મેં પૂરતો પ્રયત્ન કર્યો છે. લેખકીય સ્વતંત્રતાનો પણ બની શકે ત્યાં સુધી પ્રામાણિકતાની મર્યાદામાં રહીને જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. એવું બન્યું હોય કે જ્યાં જ્યાં દસ્તાવેજોનો ઉપયોગ કરવો પડ્યો હોય કે [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


પત્રોનો ઉપયોગ થયો હોય કે કાનૂની અધ્યાદેશોનો ઉલ્લેખ થયો હોય ત્યાં રુચિ ખોડંગાતી હોય એમ બને. પણ વાચનક્ષમતા યથાવત્ રહી છે. ક્યાંક ક્યાંક ગાંધીના વિકસિત થતા જતા વિચારોનો પણ સમાવેશ થયો છે. એ જરા દુર્બોધ લાગે એમ બને. કેટલાકને એમાં રુચિ જ ન હોય એમ પણ બને. પણ તેની અનિવાર્યતાને નકારવી લેખકીય દૃષ્ટિએ શક્ય નહોતું. મૉરિશિયસનો સંદર્ભ પણ આવ્યો છે. ૧૯૦૧માં નૌશેરા સ્ટીમર મોહનદાસને સહકુટુંબ લઈને મૉરિશિયસમાં થોડા દિવસ માટે રોકાઈ હતી. એ પ્રકરણ પણ નવલકથામાં છે. જોકે ભાઈ અભિમન્યુ અનંત અને એમના સાથીદાર કવિ પૂજાનંદ નેમહાની જરૂરી મદદ મળવા છતાં મૉરિશિયસમાં ગાંધીપ્રવાસ સંબંધી વિશેષ માહિતી મળી શકી નથી. પણ મૉરિશિયસ ગિરમીટિયા મજૂ રોનું એક પ્રકારનું મક્કા છે. દક્ષિણ આફ્રિકામાં ગિરમીટિયા મજૂ રો સંબંધિત જાહે રનામું મૉરિશિયસને આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. એને છોડી દેવું શક્ય નહોતું. શ્રી પ્રહ્લાદ રામસરણે કેટલીક માહિતી આપી હતી. પણ ત્યાંના વિદ્વાનોમાં પ્રવાસને કારણે કંઈક અંતર્વિરોધ હતો. મને એ વિવાદમાં પડવાનું ઠીક ન લાગ્યું. મૉરિશિયસમાં ગાંધીયુગનું હવે કોઈ જીવિત નથી. ડરબનમાં ગાંધીજીના મદદનીશ લોરે ન્સની ૮૦ વર્ષની દીકરી હતી. પણ તે બોલી શકતી નહોતી. બાળપણમાં તે ગાંધીજીની આંગળી પકડીને ફરવા જતી હતી. રુસ્તમજી પારસીના સંબંધીઓ પણ છે. મહાત્મા ગાંધી સંસ્થાને મારું આતિથ્ય કરીને મારી મુશ્કેલીઓ ઘણી હળવી કરી દીધી હતી. હં ુ તેમનો આભારી છુ .ં એક ઐતિહાસિક સંદર્ભના અનુસંધાનમાં ભાગ્યે જ કોઈ ભારતીય સાહિત્યકારે મૉરિશિયસની સાથે પોતાને જોડવાનો પ્રયત્ન કર્યો હોય. આમ તો મૉરિશિયસ હોય કે કોઈ બીજો દેશ હોય, જ્યાં ગિરમીટિયા ભારત છે, ગાંધી અને દક્ષિણ આફ્રિકાની પ્રાસંગિકતા સૌને માટે એટલી જ છે જ ેટલી દક્ષિણ આફ્રિકી કુ લી સમાજ માટે હતી. અતીત પણ લગભગ સૌનો એકસરખો જ છે.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

આ નવલકથાનો અંતિમ આલેખ આઈ.આઈ.ટી. પરિસર છોડ્યા પછી, વર્તમાન ભાડેના મકાનમાં આવ્યા પછી, ૩૦ મે, ૧૯૯૮માં પૂરો કર્યો. પણ આ વાત આઈ.આઈ.ટી. પરિસરના મહત્ત્વને ઓછુ ં કરતી નથી. ત્યાં જ આ નવલકથાની સંપૂર્ણ તૈયારી કરે લી. પ્રથમ બે પ્રકરણો પણ લખેલાં. તૈયારી માટેનાં સાતઆઠ વરસ તો ત્યાં જ પસાર કર્યાં. વારં વાર લખવું, છેકવું, ફરી લખવું, મુસાફરી માટે વસ્તુઓ ભેગી કરવી, માહિતી ભેગી કરવી, એ બધું ત્યાં જ થયું. હા, ૩૧ જુ લાઈ, ૧૯૯૭ પછી આઈ.આઈ.ટી.માંથી સેવાનિવૃત્ત થઈ ગયો ત્યારે રચનાત્મક કેન્દ્રના અધ્યક્ષ તરીકે મળતી મદદ બંધ થઈ ગઈ હતી. શ્રી કમલેશ દ્વિવેદીએ કોઈક ને કોઈક રીતે અંતિમ પ્રકરણો ટાઇપ કરીને આ કામ પૂરું કર્યું. શ્રી કે. પી. ગુપ્તાએ એમાં મદદ કરી છે. ખરે ખર, ખરી મૂંઝવણ તો પોતાના હસ્તાક્ષરને કારણે થાય છે. જાતે જ લખો, જાતે જ વાંચો. આ નવલકથાના પ્રથમ પ્રકરણનાં કેટલાંક પૃષ્ઠો શ્રી નરે શ સકસેનાએ જ્યારે તેઓ આઈ.આઈ.ટી.માં અતિથિ લેખક હતા ત્યારે વાંચ્યાં હતાં. ત્યારથી તેઓ મને સતત ટોક્યા કરતા હતા. ક્યારે પૂરી કરો છો નવલકથા? તેઓ ઇચ્છતા નહોતા કે હં ુ અગાઉનું માળખું બદલ.ું બીજુ ં પ્રકરણ પ્રિયંવદે વાંચ્યું હત.ું કેટલાંક સૂચનો પણ કર્યાં હતાં. શ્રી નરે શચંદ્ર ચતુર્વેદીની સાથે મને વર્ધા જવાનો અને ગાંધીજીની ઝૂપં ડીમાં થોડો સમય પસાર કરવાનો મોકો મળ્યો હતો. શ્રી શૈલશ ે મટિયાની હમણાં અસ્વસ્થ છે. પણ જ્યારે સ્વસ્થ હતા ત્યારે કહ્યા કરતા હતા: “ગિરિરાજજી, ગાંધીજીની લાઠી વાગવાની વાત છે. જો અડી ગઈ તો નવલકથા પૂરી થઈ જશે.” ભાઈ રાજ ેન્દ્ર યાદવે પોતાની રીતે આ પડકારને પહોંચી વળવામાં મદદ કરી છે. મારાં ઘરનાંઓની મદદ તો અદ્વિતીય છે જ. ખાસ કરીને મારી પત્ની મીરાંની. તેઓ મારાં જબરજસ્ત ટીકાકાર છે. પણ મારા કામમાં પૂરેપરૂ ી મદદ કરે છે. સત્યાદીદી આજકાલ અસ્વસ્થ છે. મીરાં અને અનીશે આ નવલકથા જ ે રીતે રાતદિવસ એક કરીને વાંચી છે તેનાથી મારો ઉત્સાહ વધ્યો છે. સામાન્ય વાચકો માટે 59


આ રીતે સતત એક હજાર પાનાં વાંચવાં તે કંઈ જ ેવીતેવી વાત નથી. અંગત સંબધ ં ોને કારણે સો-બસો પાનાં તો વાંચી શકાય. પણ એક હજાર પાનાં તન્મયતાથી વાંચી જવાં તે લેખકનો ઉત્સાહ વધારવામાં ખૂબ મદદરૂપ બને છે. દક્ષિણ આફ્રિકા, મૉરિશિયસ અને લંડનની યાત્રા માટે આર્થિક વ્યવસ્થા કરવામાં જ કેટલાંય વર્ષો નીકળી ગયાં. ક્યારે ક ક્યારે ક તો એવું લાગતું હતું કે ગાંધીની પ્રાસંગિકતા આ દેશ માટે હવે એક ચલણી સિક્કા જ ેવી બની ગઈ છે. આ કામની પહે લ પ્રો. ઇન્દ્રનાથ ચૌધરી, ભૂતપૂર્વ સચિવ, સાહિત્ય અકાદમીએ આઈ.સી. સી.આર. તરફથી એકતરફી યાત્રાની ટિકિટ અપાવીને કરી. બાકીના પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરવી? ઉત્તર પ્રદેશના મખુ ્ય મંત્રી ત્યારે મલ ુ ાયમસિંહ યાદવ હતા. મને ઓળખતા હતા. પણ એમને મારા જૂ ના સાથીદાર અને મોટા ભાઈ જનેશ્વરજીએ વાત કરી. શ્રી બ્રિજભૂષણ તિવારીને મારી સાથે મોકલ્યા. તેઓ રાજભવનમાં શ્રી ઘનશ્યામ પંકજના એક પસુ ્તકના વિમોચનના કાર્યક્રમમાં મળ્યા. જ્યારે મેં એમને વાત કરી ત્યારે એમણે તરત જ પંચોતેર હજાર રૂપિયા મંજૂર કરી દીધા. પછીથી

લોકોએ એમને છાપાંઓમાં ચગાવ્યા. મારે ‘જનસત્તા’માં એનો ખલ ુ ાસો કરવો પડ્યો. જો મલ ુ ાયમસિંહજી મને મદદ ન કરત તો ન તો યાત્રાએ જવાનું શક્ય બનત કે ન કદાચ આ નવલકથા લખાત. પછીથી જ્યારે હં ુ લંડન ગયો ત્યારે તત્કાલીન રાજ્યપાલ શ્રી મોતીલાલ વોરાએ ત્રીસ હજાર રૂપિયાની મદદ કરી. તેઓ સાહિત્યપ્રેમી વ્યક્તિ છે. શ્રીમતી વીણા વર્માની પણ મદદ મળી. એમને કારણે જ શ્રી સલમાન ખુર્શિદ(તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી)એ ડરબન અને જોહાનિસબર્ગમાં જરૂરી મદદ કરી હતી. આ મહાનભ ુ ાવોની સદ્ભાવનાથી મને જ ેટલી મદદ મળી, એટલી જ નિરાશા મને ગાંધી પ્રતિષ્ઠાનો તરફથી અને વડા પ્રધાનના કાર્યાલયના વ્યવહારથી થઈ હતી. પણ હવે આ નવલકથા પૂરી થઈ છે ત્યારે મારે કોઈની સામે કશી ફરિયાદ નથી. લંડનની યાત્રા દરમિયાન ડૉ. લક્ષ્મીમલ સિંઘવી, તત્કાલીન ઉચ્ચાયકુ ્તની જ ે હૂંફ મળી છે, તે પણ ભૂલી શકું નહીં. ભારતીય જ્ઞાનપીઠનો પણ હૃદયપૂર્વક આભાર. એણે આ નવલકથા તત્કાળ છાપવામાં રુચિ બતાવી. o

ગાંધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી અહિં સાનો પહે લો પ્રયોગ _ 50.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠુ)ં _80.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ) _250.00 એક સત્યવીરની કથા અથવા સાૅક્રેટિસનો બચાવ _15.00 ગ્રામસ્વરાજ _100.00 ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા _50.00 ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં _20.00 ચારિત્ર અને રાષ્ટ્રનિર્માણ _15.00

60

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ _100.00 મારા સ્વપ્નનું ભારત _80.00 મંગળપ્રભાત _15.00 રચનાત્મક કાર્યક્રમ _15.00 લોકશાહી—સાચી અને ભ્રામક _15.00 સર્વોદય _15.00 સર્વોદય દર્શન _40.00 હિં દ સ્વરાજ _35.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) _2000.00 હિં દ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો) _600.00 [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભય અને આધુનિક જીવન ઈ. વી. પુલ્લિયાઝ ‘ભય અને આધુનિક જીવન’ મથાળાથી ‘હરિજનબંધુ’માં ત્રણ હપ્તામાં પ્રકાશિત થયેલા લેખો વર્તમાન સ્થિતિનું ચિત્રણ કરે છે. હપતાવાર શ્રેણીની માંડણીની નોંધ આરં ભના લેખમાં આ મુજબ છે : “આ લખાણ ૧૯૫૪ના ડિસેમ્બરના न्यू आउटलूकમાંથી અહીં ઉતારવામાં આવ્યું છે, એના લેખક ઈ. વી. પુલ્લિયાઝ પેપર્ડાઈન કૉલેજ [કેલિફૉર્નિયા, અમેરિકા]માં માનસશાસ્ત્રના ડીન તથા પ્રોફે સર છે. પહે લા હપતામાં ભયનું સ્વરૂપ, તેનો ઊગમ તથા ખાસ કરીને માનવીના વર્તન પર તેની અસર સાદી અને લોકસુલભ ભાષામાં વર્ણવવામાં આવ્યાં છે. એ પછીથી તેઓ જણાવે છે કે આપણું વિજ્ઞાન તથા આપણો શસ્ત્રસરં જામ આટલાં બધાં વધ્યાં હોવા છતાં આધુનિક સમયમાં ભય વધવા પામ્યો છે. તેઓ એનાં કારણો તપાસે છે અને પછી આપણા જમાનાના કેટલાક મુખ્ય ભયો વર્ણવે છે.” ‘હરિજનબંધુ’ની જ ેમ અહીં ક્રમશ: પ્રકાશિત થનારા આ લેખોમાં આધુનિક જીવન ભયના ભીંસમાં કેવી રીતે આવ્યું છે, તેનો ખ્યાલ મૂકી આપે છે.

આધુનિક જમાનાનો માણસ જોખમકારક રીતે

અસ્થિર માનસવાળો છે. ભૌતિક સૃષ્ટિ પર એનું ભારે પ્રભુત્વ છે, પોતાની જાત પરનું તેનું પ્રભુત્વ વધે છે. આ રીતે તેનું ભૌતિક સામર્થ્ય રાક્ષસી કદનું છે. જ્યારે શાણપણ અને આત્મનિયમનમાં તે બાળક છે. એને પરિણામે વ્યક્તિમાં તથા સંગઠિત સમાજમાં જ ે માનસિક અસ્થિરતા પેદા થાય છે તે આ યુગની કરુણતાનું મુખ્ય અંગ છે. એ કરુણતા ભૌતિક વિપુલતામાં માણસની દુઃખી સ્થિતિમાં અને તેની સામે તાકીદના સવાલો ખડા થાય છે ત્યારે તેની વધારે પડતી ભયભીતતામાં અતિશય આબેહૂબ રીતે વ્યક્ત થાય  છ.ે માણસનું પોતાને વિશેનું જ્ઞાન ભૌતિક સૃષ્ટિના તેના પરિચય જ ેટલું વધવા પામ્યું નથી એ ખરું, પણ માણસને સમજવામાં ઠીક ઠીક પ્રગતિ નથી થઈ એમ કહે વું ખોટું છે. સાચું પૂછતાં, માનસશાસ્ત્રીઓએ તથા એની સાથે સંબંધ ધરાવતાં ક્ષેત્રમાં કામ કરનારાઓએ માણસનાં આચરણ વિશે ઘણું ઘણું શોધ્યું છે. એ જ્ઞાનનો વધારે વ્યાપક ફે લાવો કરવામાં આવે તો એથી માણસનાં આચરણ વિશેની તેની સમજમાં અને એથી પણ વધારે મહત્ત્વનું એ કે, તેના માનવબંધુઓનો, ખાસ કરીને તેનાથી વિરુદ્ધ સાંસ્કૃતિક ભૂમિકાવાળા તેના માનવબંધુઓના આચરણ વિશેની તેની સમજમાં

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

વધારો થશે. આધુનિક જમાનાના માણસનાં — વૈયક્તિક કે સામુદાયિક — આચરણ પર ભયની ઘણી જ ભારે અસર થાય છે. જ ે આપણને આપણું પોતાનું તેમ જ બીજાઓનું ચિત્રવિચિત્ર આચરણ સમજવામાં મદદરૂપ થાય એવું ભય વિશે આપણે શું જાણીએ છીએ? એ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરતાં હં ુ એને વિશેનાં થયેલાં સંશોધન નથી ટાંકવા ઇચ્છતો. પણ એ સંશોધનો પરથી જ ે સામાન્ય નિર્ણયો તારવી શકાય તે વર્તમાન સવાલ માટેના તેના કેટલાક ફલિતાર્થો સાથે આપવા માગું છુ .ં

ભયનું સ્વરૂપ ભય તત્ત્વતઃ, સાચા કે કાલ્પનિક જોખમ સામેનો વ્યક્તિ અથવા સમૂહનો પ્રત્યાઘાત છે. આ રીતે, ભયનું વિશિષ્ટ પ્રકારનું આચરણ એ, જ ે જોખમરૂપ છે અથવા જોખમરૂપ લાગે છે એવી પરિસ્થિતિની સામે તેમાંથી ઉગારો મેળવવાની કે તેની સામે રક્ષણ કરવાની માનસિક તથા શારીરિક પ્રતિક્રિયા છે. આધુનિક જીવનમાં કેટલાક સામા ભયો છે, પણ મોટા ભાગના ભયો કાલ્પનિક છે. એટલે કે, મોટા ભાગના ભયો વસ્તુતાએ જ ે નિરु પદ્રવી હોય તેને માણસ જોખમકારક પરિસ્થિતિ તરીકે માની લે તેમાંથી 61


ઉદ્ભવે છે. ખરો ભય વરતી જવાને વ્યક્તિ અસમર્થ હોય તો તેનાથી તે નાશ પામવાનો સંભવ રહે છે. જોખમકારક જંતન ુ ા ચેપવાળા ખોરાકનો બેદરકારીભર્યો ઉપયોગ તથા મોટર વગેરે નૈસર્ગિક બળથી ચાલતાં વાહનોનો અવિચારી ઉપયોગ એનાં સીધાંસાદાં ઉદાહરણ છે. જ્યારે બીજી બાજુ એ વ્યક્તિ કે સમૂહ જ ે કંઈ જુ એ તેને સદૈવ વિકૃ ત કર્યા કરે અને આ રીતે જ્યાં લગભગ કશો જ ભય નથી હોતો ત્યાં ભયની કલ્પના કરે તેઓ શક્તિનો હ્રાસ કરે છે અને સામાન્ય રીતે એ કલ્પી લીધેલા જોખમની સામે, રોગના લક્ષણરૂપ રક્ષણ કેળવે છે. પોતાનો ખોરાક ઝેરી કરી દેવામાં આવ્યો છે અથવા જ ેના પર તેને સૌથી વધુ પ્રેમ છે તે જ વ્યક્તિ તેને નાશ કરવાની પેરવી કરે છે એમ માનનાર માનસિક બીમારી ભોગવનાર માણસ એ પ્રક્રિયાનું સ્પષ્ટ ઉદાહરણ છે. પરં તુ સામાન્ય લોકોમાં પણ, વ્યક્તિ તેમ જ સમૂહમાં, ખોટા ભયનાં લક્ષણો નજરે પડે છે. દાખલા તરીકે, જાતિ, દ્વેષ અથવા વર્ગભાવના ઘણી વાર માણસની સમજને વિકૃ ત કરે છે. સરકારો અથવા અન્ય સંસ્થાઓ પોતાનો સ્વાર્થી હે તુ સાધવા માટે લોકોના મનમાં ભય પેદા કરવાનો ઇરાદાપૂર્વક પ્રયત્ન કરે એમ બને. આંતરિક સવાલોને પહોંચી વળવામાં નિષ્ફળ નીવડનાર સરકાર, દેશની અંદરની દુઃખદ પરિસ્થિતિ તરફથી લોકોનું લક્ષ અન્યત્ર ખેંચવા માટે પ્રચાર દ્વારા કોઈક બહારની પરિસ્થિતિનો ભય પેદા કરવાનો પ્રયત્ન કરે છે. એ ઇતિહાસની સુપરિચિત ઘટના છે કાયદો કરવા માટે ટેકો મેળવવાને અર્થે ભયનો ઉપયોગ એથી પણ વધુ પ્રમાણમાં અજમાવવામાં આવે છે. આમ જોખમને બિહામણું ચીતરવામાં પૂરતી નિપુણતા વાપરવામાં આવે તો, સલામતીના નામે કોઈ પણ કાયદો કરી શકાય. વેપારી પેઢી પોતાની વસ્તુ વેચવા માટે જાહે રખબર દ્વારા કાલ્પનિક ભય પેદા કરે એમ બને. આ રીતે ઘણી દવાઓ અને આરોગ્યની યોજનાઓને ઉત્તેજન આપવામાં આવે છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે, પરિસ્થિતિ જોખમકારક 62

લેખવામાં આવે ત્યારે ભય પેદા થાય છે. કેટલીક વસ્તુઓ કેવળ જોખમકારક લેખાતી જ હોતી નથી પણ વસ્તુતાએ જોખમકારક હોય છે. એના કરતાં ઘણી વધારે વસ્તુઓ ખરે ખર જોખમકારક હોતી નથી પણ તેનાં સંવેદનમાં કંઈક વિકૃ તિ થવાને કારણે જોખમકારક લાગે છે અને તેના પ્રત્યે ભયની પ્રતિક્રિયા થાય છે. જાણકાર અને બુદ્ધિશાળી વ્યક્તિ (અથવા સમૂહ) સાચાં અને કલ્પિત જોખમ વચ્ચે ભેદ કરી શકે છે અને પરિણામે તેને પ્રમાણમાં ઓછો ભય લાગે છે તથા ખરા જોખમની સામે તે વધારે અસરકારક રીતે આચરણ કરી શકે છે. સાચા અને કાલ્પનિક જોખમ વચ્ચે ભેદ કરવાની શક્તિ એ માનસિક સમતાનું એક સૌથી સૂચક લક્ષણ છે. આ હકીકતો અને સિદ્ધાંતો ધ્યાનમાં લેતાં પ્રાચીન કાળના ગ્રીક લોકો જ ે કહે વતનો વારં વાર ઉપયોગ કરતા તેને આપણે વધારે સારી રીતે સમજી શકીએ છીએ. એ કહે વત આ છે : ‘ઈશ્વર જ ેમનો નાશ કરવા ઇચ્છે તેમને તે પ્રથમ પાગલ બનાવે છે.’ અને વસ્તુની ખોટી સમજ અને તેમાંથી પરિણમતું વિકૃ ત આચરણ એ પાગલતા નહીં તો બીજુ ં શું છે? કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્ર જ ે જુ એ છે અથવા પોતે જુ એ છે એમ તેને લાગે છે તે પ્રમાણે આચરણ કરે છે. એના પરથી એ ફલિત થાય છે કે, ભય પેદા કરવાને માટે જ ેઓ સત્ય વિકૃ ત કરે છે તેઓ વસ્તુતાએ પ્રજામાં પાગલપણું પેદા કરે છે અને તેના આત્મવિનાશમાં ફાળો આપે   છ.ે

ભયનો ઊગમ માણસ જ ે અનેક ભયો સેવે છે તે કેવી રીતે પેદા થાય છે? એ બાબતમાં સંશોધન નિર્ણયાત્મક છેઃ લગભગ બધા જ ભયો વારસાગત નથી પણ શીખવવામાં આવે છે. એનો અર્થ એ થયો કે, જખમનો અનુભવ, ખોટી સમજ, ઇરાદાપૂર્વકનો પ્રચાર અને સીધુંસાદુ અજ્ઞાન ભયનાં મુખ્ય મૂળ છે. ટૂ કં માં, જ ેને કંઈક શિથિલ ભાષામાં ‘માનવસ્વભાવ’ કહે વામાં આવે છે તેમાં રહે લા મૂળભૂત દોષોને ધોરણે માણસની મૂંઝાયેલી અને ભયભીત સ્થિતિનો ખુલાસો આપી શકાય એમ નથી. માણસની પ્રકૃ તિમાં જડાયેલી [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


વારસાગત એક મહત્ત્વની બાજુ છે ખરી પણ ભયનો બોજો પણ તેને વારસામાં મળે છે એવા પુરાવા મળતા નથી. જ ેના દ્વારા ભય વ્યક્ત થાય છે તે મૂળભૂત સાધન વારસાગત છે પણ નિશ્ચિત ભયના પ્રત્યાઘાતો ઘણે અંશે શિક્ષણનું પરિણામ છે.

મદદ કરવાનો પ્રયત્ન કરનારાઓ જ જોખમમાં આવી પડે છે. કાલ્પનિક જોખમમાંથી ભય પેદા થાય ત્યારે પણ આચરણ એવી જ જાતનું હોય છે. ૩. ભય હોય ત્યારે શંકાશીલતા અને તેનું જ ફરજંદ આક્રમણકારી વલણ અતિશય વધવા પામે છે. આખો વખત ભયભીત સ્થિતિમાં રહે નાર વ્યક્તિ કે રાષ્ટ્રે એ ભય માટે કારણ ખોળવું જ રહ્યું. જ ેના પર દોષ ઠાલવી શકાય અને આખરે જ ેનો દ્વેષ કરી શકાય એવી કોઈક વસ્તુ પર એનું આરોપણ કરવાનું પ્રબળ વલણ હોય છે. આ રીતે, ભયભીત માણસ શંકાશીલ બને છે, અને તેની હસ્તીની હરે ક બાજુ માં વધુ જોખમ જોયા કરે છે. પણ સૌથી ગંભીરપણે ભયભીત હોય એવો માણસ ખાતરીપૂર્વક એવું માને છે કે, પ્રથમ, પોતાને જ ે ભય દેખાય છે તેની સામે તેણે પોતાનું રક્ષણ કરવું જોઈએ, અને બીજુ ,ં જોખમ તેનો નાશ કરે તે પહે લાં તેણે જોખમનો નાશ કરવો જોઈએ. આ રીતે અતિશયોક્તિનો બચાવ કરવામાં આવે છે. આમ, ભયભીત માણસને માટે આક્રમણ, બહુ જ પ્રામાણિકપણે, સંરક્ષણ બની જાય છે. છેલ્લાં એક કે બે વરસથી એક વિચારવાન અને પાકી સમજવાળા જર્મન વિદ્યાર્થી સાથે નિકટપણે કામ કરવાની તક મને સાંપડી હતી. તેણે નાઝી લશ્કરમાં લગભગ દસ વરસ ગાળ્યાં હતાં. તેણે કહ્યું કે મેં પોતે અને મારા સાથી સૈનિકોએ જ ે કંઈ કર્યું તે અમારી વહાલી પિતૃભૂમિના સાચા દિલના અને પ્રામાણિક બચાવ માટે કર્યું હતું. એમ તેમણે એક પરિસ્થિતિ અનુભવી અને એ અનુભવમાંથી ગંભીર પ્રકારનાં આક્રમણ સહિતનું તેમનું આચરણ તથા તેનું વાજબીપણું ઉદ્ભવ્યું. માણસના મન પર ભયની આવી અસર થવા પામે છે. ક્રમશઃ [હરિજનબંધુ : ૫ માર્ચ, ૧૯૫૫]

ભયની આચરણ પર અસરો આ વિષયની સૌથી મહત્ત્વની બાજુ ભયની આચરણ પર થતી અસર છે. ભયમાંથી નીપજતાં કેટલાંક દેખીતાં અને સૂચક પરિણામો નીચે આપ્યાં   છ ે : ૧. ભય દૃષ્ટિ કુંઠિત કરે છે. તેની અસર નીચે વ્યક્તિ પરિસ્થિતિની દૂરગામી તથા વધારે મહત્ત્વની બાજુ ની અવગણના કરીને તેની તાત્કાલિક બાજુ ની મુખ્યત્વે કરીને ચિંતા કરે છે. ભય નાબૂદ થાય, યોગ્ય દૃષ્ટિ ફરીથી પ્રાપ્ત થાય (દાખલા તરીકે, વ્યક્તિના જીવનમાં પાછળથી અને રાષ્ટ્રની બાબતમાં ઇતિહાસની દૃષ્ટિથી) ત્યારે તે આમ કહે છેઃ આટલી બધી મૂર્ખતાભરી રીતે આપણે કેવી રીતે વર્ત્યા હોઈશું? અને એનો જવાબ એ છે કે, ભયને કારણે દૃષ્ટિ એટલી બધી કુંઠિત થઈ જાય છે કે, અનિવાર્ય રીતે આચરણ બાલિશ અને મૂર્ખાઈભર્યું નીવડે છે. ૨. ભયની અસર નીચે, (લગભગ હં મેશાં) અનિયંત્રિત અને બુદ્ધિરહિત આચરણ ઘણી જ ત્વરાથી વધી જાય છે, અને એટલા પ્રમાણમાં શાણપણભર્યું અને બુદ્ધિપૂર્વકનું આચરણ ઘટવા પામે છે. ભયથી પેદા થતા આચરણની આ બાજુ એટલી બધી સામાન્ય અને નજરે ચડે એવી છે કે, એના દાખલા આપવા ભાગ્યે જ જરૂરી ગણાય. ભયભીત બનેલા માણસોને અનિયંત્રિત રીતે અને મૂઢતાપૂર્વક વાણી અને કાર્ય દ્વારા પ્રહાર કરતા આપણે સૌએ જોયા છે. ભીષણ ભયની સામે, ડૂ બવાના અથવા બળતા મકાનમાંથી બચવાના દાખલામાં બને છે તેમ, આચરણ એવું તો અવિચારી બને છે (એટલે કે, અનિયંત્રિત અને બેવકૂ ફીભર્યું) કે, બીધેલા માણસને o

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

63


ગાંધીવિચારના પ્રસાર માટે ‘આઇઆઇટીઇ’ના અભિયાનમાં ‘નવજીવન’ની સહભાગિતા પારસ જ્હા

‘બાપૂ સ્કૂલ મેં’ના પ્રારંભે

સત્ય અને અહિં સાના માર્ગે વ્યક્તિવિકાસથી

સમાજનિર્માણ દ્વારા વિશ્વશાંતિનો માર્ગ દાખવનાર ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. આ વર્ષમાં ગાંધીજીને અનોખી હૃદયાંજલિ આપવા અર્થે ‘ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન’ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન — ‘આઇઆઇટીઇ’) દ્વારા રાજ્યમાં જાન્યુઆરી, ૨૦૨૦ દરમિયાન ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું; જ ે અંતર્ગત રાજ્યની અનેક શાળાઓમાં ગાંધીવિચારના પ્રસારપ્રચારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નવજીવન ટ્રસ્ટ આ અભિયાનમાં સક્રિય સહયોગી બન્યું હતું. સાબરમતી જ ેલના બંદીવાનો હોય કે ભાવિ શિક્ષકોના ઘડતરને સમર્પિત ‘આઇઆઇટીઇ’ જ ેવી યુનિવર્સિટી, ગાંધીવિચારના પ્રસારના કાર્યમાં જોડાયેલા દરે ક પ્રકલ્પમાં નવજીવન ટ્રસ્ટનો ઉમળકાભર્યો સહયોગ રહ્યો છે. રાજ્યના દોઢ લાખ વિદ્યાર્થીઓ સુધી ગાંધીવિચાર અસરકારક રીતે પહોંચે તેને

64

અનુલક્ષીને એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ‘આઇઆઇટીઇ’ના વિદ્યાર્થીઓને સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, નવજીવન ટ્રસ્ટ જ ેવી ગાંધીજી સ્થાપિત અને ગાંધીવિચાર-વારસાને સમૃદ્ધ કરતી સંસ્થાઓની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગાંધીજીના વિચારના પ્રસારમાં નવજીવન પ્રકાશન મંદિરની ભૂમિકા, નવજીવનનો ઇતિહાસ અને ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટ્સની નવજીવનને કરે લી સોંપણીના વિલ જ ેવા વિષયોથી વાકેફ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ નવજીવનના મૅનેજિગ ં ટ્રસ્ટી વિવેક દેસાઈ અને છેલ્લાં ચાર વર્ષથી નવજીવન સાથે કાર્યરત પ્રશાંત દયાળ સાથે પણ મુલાકાત કરી હતી. ‘આઇઆઇટીઇ’ના કુ લપતિ ડૉ.   હર્ષદ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાનમાં સહભાગિતાના પ્રતીક તરીકે ગાંધીજીની આત્મકથાની ૫૦૦ નકલો અને સંક્ષિપ્ત આત્મકથાની ૨૦૦૦ નકલો વિદ્યાર્થીઓને [ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ભેટ તરીકે આપી હતી. આત્મકથા ભેટ આપવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ ગાંધીજીના જીવનને વાંચનથી વધુ સારી રીતે જાણે તે હતો. દેશમાં પ્રવાસ કરીને લોકોની સ્થિતિનો જાતઅનભ ુ વ મેળવવો, અવલોકન અને વિચારોના આદાનપ્રદાનથી સમાજની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો એ ગાંધીજીએ જાતે સમાજને આપેલું દિશાસૂચન છે. ગાંધીજીએ કહ્યું છે કે, સાચું શિક્ષણ એ જ છે જ ે મનુષ્યની શ્રેષ્ઠ શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષમતા બહાર લાવે. ગાંધીજીએ ચીંધેલા આ માર્ગે ચાલીને ‘આઇઆઇટીઇ’એ ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાનનું રાજ્યવ્યાપી આયોજન કર્યું. આ અનોખો સામુદાયિક સંપર્ક કાર્યક્રમ (કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ) ૨૬થી ૩૧ જાન્યુઆરી દરમિયાન એક અઠવાડિયા સુધી યોજાયો હતો. તે અંતર્ગત ‘આઇઆઇટીઇ’ના ૪૮૦ વિદ્યાર્થીઓ, ૮૦ અધ્યાપકોએ ‘ગાંધીવિચાર વિસ્તારક’ બનીને રાજ્યના ૩૩ જિલ્લા અને સાત મહાનગરપાલિકાઓની એક હજાર કરતાં વધુ શાળાઓની મુલાકાત લીધી અને શાળાઓના દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ સાથે ગાંધીજીનાં વિચારો અને જીવનમૂલ્યોના સંદર્ભે સંવાદ સ્થાપિત કર્યો હતો. સ્વરાજની લડત ઉપાડતાં અગાઉ જ ેમ ગાંધીજીએ એક વર્ષ સુધી દેશનું ભ્રમણ કર્યું અને તેની વિવિધતા, લોકજીવનને નિહાળીને તેનો જાતઅનુભવ કર્યો હતો, તે પ્રમાણે ‘આઇઆઇટીઇ’માં અભ્યાસ કરી રહે લા ભાવિ શિક્ષકોએ ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લામાં સાંસ્કૃતિક અને પારં પરિક જીવનનો નજીકથી અનુભવ કર્યો. આ અભિયાનનો હે તુ શૈક્ષણિક આદાનપ્રદાન અને સામાજિક પાસાંઓના અવલોકનથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો વિકાસ થાય; સમાજનિર્માણમાં તેમની ભાગીદારીનાં બીજ રોપાય તે હતો. ગાંધીજીના જીવનનું સત્ત્વ તો અખૂટ છે. જીવનમૂલ્ય અંગે ગાંધીજી પોતાના આચાર-લેખન દ્વારા વારસો આપી ગયા છે, તેમાંથી વિશ્વને મળેલી એક ભેટ એકાદશ વ્રતો છે. આવનારી પેઢી માટે તે દીવાદાંડી

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦]

બનીને માર્ગ ચીંધે તેમ છે. ‘આઇઆઇટીઇ’ના ૫૬૦ ગાંધીવિચાર વિસ્તારકોએ આ એકાદશ વ્રતો વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ ઉપરાંત, વીડિયો ફિલ્મ, પ્રશ્નોત્તરી, સંવાદ, નાટક જ ેવાં વિવિધ માધ્યમોથી બાપનુ ા વિચારો તેમના સધ ુ ી પહોંચાડવામાં આવ્યા. આ અભિયાન શરૂ થાય તે પહે લાં ‘આઇઆઇટીઇ’ના ગાંધીવિચાર વિસ્તારકો દ્વારા એક સપ્તાહ સુધી ચાલેલું ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાન કેન્દ્રિત હતું, — કમ્યુનિટી, કલ્ચર અને કમિટમેન્ટનાં ત્રણ મુખ્ય પાસાં પર. કલ્ચર એટલે કે સંસ્કૃ તિ

‘આઇઆઇટીઇ’ના વિદ્યાર્થીઓ ભાવિ શિક્ષકો છે. તેઓ રાજ્યનાં દરે ક ક્ષેત્રમાં જઈને ત્યાંના લોકોની રીતભાત, પહે રવેશ, ખાણીપીણી, વાતચીતની કળાનું અવલોકન કરે , વિચારોનું આદાનપ્રદાન કરે , અનભ ુ વ કરે તો જ આપણા કલ્ચરને જાણી શકે અને એ રીતે આપણી સંસ્કૃતિ આપણા વારસામાં ઊંડી ઊતરી શકે. કમ્યુનિટી–સમુદાય

‘આઇઆઇટીઇ’ શિક્ષકો તૈયાર કરે છે. શિક્ષક પ્રશિક્ષકો તૈયાર કરે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા પણ ‘કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ’નું આયોજન કરવાનું સૂચન છે. આ ઉપરાંત, ‘આઇઆઇટીઇ’માં તૈયાર થયેલા શિક્ષકો ભવિષ્યમાં ગુજરાતનાં ગામડે ગામડે પહોંચશે. તેમણે ગુજરાતની આવનારી પેઢીઓને કેળવણી આપીને તૈયાર કરવાની છે. આ ભાવિ શિક્ષકો માટે હાલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમનો સમુદાય છે. ગુજરાતમાં ખૂણે ખૂણે શિક્ષકો કાર્યરત છે, તો એ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ‘આઇઆઇટીઇ’માં તૈયાર થઈ રહે લા ભાવિ શિક્ષકો મળે તો કમ્યુનિટી સાથેનો સંપર્ક થાય. ગુજરાતના સમાજજીવનને નજીકથી જાણવાનો અને સમજવાનો પ્રયાસ આ અભિયાનથી કરવામાં આવ્યો. દેશની કોઈ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારે આયોજન નથી થયું, ત્યારે ‘આઇઆઇટીઇ’એ ‘બાપૂ સ્કૂલ મેં’ 65


અભિયાન યોજીને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામનું એક નવું મૉડલ આપ્યું છે. કમિટમેન્ટ-કટિબદ્ધતા

વ્યક્તિગત રીતે ગાંધીજીના વિચારને આત્મસાત્ કરનારા અનેક હશે. જીવનમાં સાદગી, સ્વચ્છતા કે અસ્પૃશ્યતાનિવારણનો વિષય હોય. આ તમામ બાબતો સાથે ગાંધીજી સંકળાયેલા છે. ‘આઇઆઇટીઇ’ના વિદ્યાર્થીઓ ભવિષ્યના શિક્ષકો છે. તેમણે આવનારી પેઢીને કેળવણી આપવાની છે, એટલે કટિબદ્ધ શિક્ષક તરીકે કાર્ય કરવા તેમના ઘડતરમાં પણ એ ભાગ ભજવવાના છે. આથી ‘આઇઆઇટીઇ’ના વિદ્યાર્થીઓ ગાંધીજીના માધ્યમથી કટિબદ્ધ થઈને આ વિષયો સુધી પહોંચે એ જરૂરી છે. વિદ્યાર્થીઓએ આ અભિયાન દરમિયાન ગાંધીમૂલ્યોને આત્મસાત્ કરીને સમાજ માટે ઉદાહરણરૂપ જીવન જીવી રહે લ વિવિધ પ્રેરણાદાયી વ્યક્તિઓ — ગાંધીજન ત્રિભુવનદાસ પરમાર, લોકભારતી સણોસરાના અરુણ દવે, ગાંધીજન ઉદ્યોગપતિ ગફુર બિલખિયા, નાટ્યકાર વિજય સેવક, સ્વતંત્રતા સેનાની ગોકળદાસ પરમાર, સાહિત્યકાર પ્રવીણ દરજી, કથાકાર ભાઈશ્રી રમેશ ઓઝા, ગાંધીમૂલ્યોને સમર્પિત ગાંડાભાઈ પટેલ, અનુવાદક સોનલ મોદી, હાસ્યમર્મજ્ઞ શાહબુદ્દિન રાઠોડ, સન્મુખલાલ શાહ—ની મુલાકાત લીધી હતી. ‘બાપૂ સ્કૂલ મેં’ અભિયાનના આયોજન પાછળનો હે તુ સ્પષ્ટ કરતાં ‘આઇઆઇટીઇ’ના કુ લપતિ ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “સમગ્ર દેશમાં થઈ રહે લી ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણીના એક ભાગ રૂપે તેમના વિચારો અને મૂલ્યોની જનજાગૃતિ માટેના અભિયાનને વધુ વેગવાન બનાવવાનો અમારો પ્રયત્ન હતો. ગાંધીજીના વિચારને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનું અમારું કર્તવ્ય

પોરબંદરમાં ગાંધી પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓની કસ્તૂરબાના ઘરની મુલાકાત

નવસારીમાં નૅશનલ સૉલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે વિદ્યાર્થીઓ

પંચમહાલ જિલ્લામાં ‘ગાંધીવિચાર વિસ્તારકો’નું ગ્રૂપ

અને પવિત્ર ફરજ છે. કમ્યુનિટી (સમુદાય), કલ્ચર (સંસ્કૃતિ) અને કમિટમેન્ટ (કટિબદ્ધતા) આ ત્રણ પાયા ઉપર ‘બાપૂ સ્કૂલ મેં’ ‘કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ’ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો.” વ્યક્તિઘડતરથી સમાજનિર્માણ કરવાના ગાંધીવિચારનો પ્રચાર ‘આઇઆઇટીઇ’માં ભવિષ્યની પેઢીઓ માટે તૈયાર થઈ રહે લા આ ભાવિ શિક્ષકો કરશે અને નવજીવન ટ્રસ્ટના કાર્યમાં પરોક્ષ રીતે સતત સહભાગી બનતા રહે શે. o

66

[ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી: ૧૦૦ વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ આ માસનો આરં ભ વેગ પકડી રહે લા ખિલાફત આંદોલનની પેરવીથી થાય છે. ખિલાફત આંદોલનને લગતો મુદ્દો હિન્દુસ્તાનનો નહીં બલકે દૂરસુદૂર આવેલા તુર્કી દેશનો હતો. આ ચળવળનો ઉદ્દેશ તુર્કસ્તાનના સુલતાન પ્રથમ વિશ્વયુદ્ધ પહે લાં જ ે દરજ્જો ભોગવતા હતા તે પાછો અપાવવાનો હતો[ગા. અ. ૧૭ : ૦૧]. તુર્કીનો આ પ્રશ્ન ઇસ્લામની સર્વોપરીતા સાથે જોડાયેલો હતો. ખિલાફત આંદોલનમાં ગાંધીજીએ દાખવેલી સામેલગીરીને લઈને અનેક શંકાઓ-પ્રશ્નો થયાં છે. આ વિશે ગાંધીજી પોતાનાં લખાણો દ્વારા અનેક વાર તર્ક-દલીલ કરે છે. ‘નવજીવન’ ફે બ્રુઆરી,૧૯૨૦ના અંકમાં આરં ભે તેઓ લખે છે : “તુર્કીની સત્તા નાબૂદ ન થવી જોઈએ. તેમજ અરબસ્તાન જ ેને જઝીરત-ઉલ-અરબ [અરબસ્તાનનો દ્વિપ; મુસલમાન શાસ્ત્રકારોના કહે વા મુજબ એમાં આટલા પ્રદેશોનો સમાવેશ થાય છે : સિરિયા, પેલેસ્ટાઇન અને મેસોપોટેમિયા તેમજ આરબ દ્વીપકલ્પ.] કહે છે તેની ઉપર અને મુસલમાનોનાં બીજાં પવિત્ર સ્થળો ઉપર ખલીફાની હકૂ મત કાયમ રહે વી જોઈએ. ...મુસલમાન ભાઈઓની માગણી તદ્દન વાજબી જ ગણાય; ને તેઓની માગણીનો અસ્વીકાર થાય ને ભલે અશાંતિ ફે લાય, તો દોષ મુસલમાનોનો નહીં પણ સરકારનો ગણાશે.” મુસલમાનોને ન્યાય મળવો જોઈએ તે રીતે ગાંધીજીએ આ મુદ્દો જોયો છે, સાથે હિં દુ-મુસલમાનોમાં અરસપરસ સદ્ભાવના ખીલશે, તે પણ ખિલાફતમાં જોયું છે. ખિલાફતમાં સામેલ થવા અંગે ઊઠેલાં પ્રશ્નો-શંકાનો ઉત્તર આપતાં તેઓ આ માસના यंग इन्डियाના એક અંકમાં લખે છે : “હિં દુમુસલમાન ઐક્ય શેમાં રહે લું છે અને તે વધારવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? જવાબ સાવ સહે લો છે. આપણો ઉદ્દેશ સમાન હોય, આપણું ધ્યેય સમાન હોય અને આપણાં દુઃખો સમાન હોય એમાં એ ઐક્ય સમાયેલું છે. અને આ ઐક્ય સમાન ધ્યેય માટે સહકાર સાધીને એકબીજાનાં દુઃખમાં ભાગીદાર બનીને, તથા પરસ્પર સહિષ્ણુતા કેળવીને સૌથી સારી રીતે સાધી શકાશે.” ગાંધીજીના આ પ્રયાસોને પરિણામે ૧૯૨૦ની અધવચ તો એવું દેખાવા લાગ્યું કે જાણે હિં દુ અને મુસલમાન વચ્ચે મજબૂત એકતાનો પાયો નંખાઈ ગયો હતો [ગાં. અ. ૧૭ : પ્રસ્તાવના, ૬]. આ દરમિયાન ગાંધીજીના પ્રવાસસ્થળ લાહોર અને બનારસ છે, અંતિમ અઠવાડિયું અમદાવાદના આશ્રમમાં છે. કાર્યક્રમો હં મેશ મુજબ દેખાય છે. પત્રોની સંખ્યા પણ સારી એવી છે. ફે બ્રુઆરીમાં ગાંધીજી દ્વારા લખાયેલાં પત્રોમાં નોંધપાત્ર નામ એસ્થર ફે રિંગનું છે. ડેન્માર્કની વતની અને ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલી એસ્થર સાબરમતી આશ્રમમાં આવી હતી અને ગાંધીજીએ તેને દીકરી માની હતી. એસ્થર ફે રિંગ એક લગ્નમાં ગઈ છે તે ગાંધીજીને રૂચ્યું નથી, તે અંગે ‘माय डियर चाइल्ड’થી સંબોધી ગાંધીજી લખે છે : “તું એવા વાતાવરણમાં [સાબરમતી આશ્રમ] આવી છે કે તું એ વાતાવરણને પચાવે તો તારો ખૂબ જ વિકાસ થઈ શકે. એટલું ધ્યાનમાં રાખજ ે કે તારી બાલિશ ચંચળતામાં તારી જાતને નુકસાન ન કરવું જોઈએ. શિસ્તબદ્ધ અંતરાત્મા એને કહે વાય જ ે આજ્ઞાનું પાલન કરે છે. એ ઈશ્વરનો અવાજ છે. શિસ્ત-વિહીન અંતરાત્મા વિનાશ તરફ દોરી જાય છે, કેમ કે એની મારફતે સેતાન બોલતો હોય છે.” અંતે હિં દુમુસલમાન ઐક્ય વિશે यंग इन्डियाમાં લખે છે તે વર્તમાન સ્થિતિ સંદર્ભે જોઈએ તો સૌથી અગત્યની વાત છે : “પરસ્પર સહિષ્ણુતા તો હમેશને માટે અને સર્વ જાતિઓ માટે એક આવશ્યકતા જ છે.”

૧૯૨૦-ફે બ્રુઆરી

૧ લાહોર : બ્રિટિશ ગીઆનાવાળા પ્રતિનિધિ મંડળના નેતા એટર્ની જનરલ ડૉ જોસફ નૂનન સાથે ચર્ચા કરી અને પછી એમને, પોતાના વિચારો દર્શાવતું લખાણ આપ્યું. ૨થી ૧૧ લાહોર.

नवजीवन નો અક્ષરદેહ [ ફેબ્રુઆરી ૨૦૨૦ ]

૧૨ ગુજરાત.  જલાલપુર જથન. ૧૩ સારગોધા.  શાહપુર : જાહે ર સભામાં કહ્યું ‘લોકો મારા પગે પડે છે એ મને ગમતું નથી.’  મલકવાલ. ૧૪ મલકવાલ. 67


૨૫ અમદાવાદ : મજૂ ર મહાજન સ્થાપવા અંગે મિલમજૂ રો સમક્ષ ભાષણ. ૨૬ અમદાવાદ : મજૂ રોને ઉદ્બોધન, સ્થળ અનસૂયાબહે નનો બંગલો.  મારવાડી યુવક મંડળ તરફથી રાત્રીશાળા ખુલ્લી મૂકવાના સમારં ભમાં પ્રમુખસ્થાને, સમય રાતના સાડા નવ, સ્થળ નગરશેઠના બંગલા પાસે મારવાડી વાસ. ૨૭ અમદાવાદ : કોર્ટના તિરસ્કાર અંગે હાઈકોર્ટને નિવેદન મોકલ્યું.  સરલાદેવી ચૌધરાણીના ભાષણ વખતે પ્રમુખનો આભાર માનતા બેઠાબેઠા બોલ્યા ‘હં ુ અપંગ થઈ ગયો છુ ;ં સ્થળ નદીની રે ત, પ્રમુખ સર રમણભાઈ.  મિલ કારકુ નોને ઉદ્બોધન. ૨૮થી ૨૯ અમદાવાદ.

૧૫ લાહોર. ૧૬ બનારસ : પંજાબ હાત્યાકાંડ અંગેની કૉંગ્રેસ તપાસ સમિતિનો હે વાલ તૈયાર કરવા માંડ્યો. ૧૭ બનારસ : એ જ કામ ચાલુ.  હિં દુ યુનિવર્સિટીની મુલાકાત. ૧૮થી ૨૦ બનારસ : હે વાલ તૈયાર કરવાનું કામ પૂરું કર્યું. ૨૧ બનારસ : હિં દુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન.  થી નીકળ્યા. ૨૨ રસ્તામાં. ૨૩ અમદાવાદ. ૨૪ અમદાવાદ : ગવર્નર સર લૉઇડ જ્યૉર્જના માનમાં, શેઠ અંબાલાલ સારાભાઈએ આપેલી પાર્ટીમાં હાજર, સમય સાંજ ે છ, સ્થળ ગુજરાત કલબ. o

પ્રતિભાવ

મારા મિત્ર તરફથી આવું સારું [नवजीवनનો અક્ષરદેહ] સામયિક વાંચવા મળ્યું. વાંચીને ઘણો આનંદ થયો. ‘નવજીવન’નાં સો વર્ષ નિમિત્તે મોરારીબાપુની રામકથા અને ગાંધી ૧૫૦મી પુણ્ય જન્મતિથિના સંયોગ રૂપે આ વાંચ્યું. નવજીવનનાં પ્રકાશનોનો વ્યાપ ઘણો છે અને તે સાહિત્ય લોકોપયોગી અને શૈક્ષણિક છે. આજકાલ શિક્ષણજગતમાં નોકરી અર્થે વાચન અને શિક્ષણ ઉપયોગી સમજી વંચાય છે. ગાંધીજીનું લેખન વિશાળ

ફલકમાં પથરાયેલું છે. ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૧૯ના અંકમાં તેમના દ્વારા લખાયેલાં વિશિષ્ટ મહાનુભાવોનાં જીવનચરિત્રોની યાદી જોઈ, તે પરથી ખ્યાલ આવ્યો કે તેઓએ કેટકેટલું વાંચ્યું હશે. આ અંકનાં ૩૪ ચરિત્રો જોયાં. તમારી આ પ્રવૃત્તિ મારા જેવાને ઘણો આનંદ અને જાણકારી આપનારી છે. આનંદની અભિવ્યક્તિ કોની આગળ કરવી, તેથી લખ્યું છે. ભાસ્કર દેસાઈ આનંદવાડી પાસે, ઈસનપુર રોડ, અમદાવાદ

નવજીવનના સેવકોને જન્મદિનની શુભેચ્છા માર્ચ, ૨૦૨૦ નવજીવનના સેવકો વગર નવજીવનની વિકાસવાર્તા અધૂરી છે. તેમની નિષ્ઠા અને મહે નતને કારણે જ નવજીવન નવ દાયકા ઉપરાંતથી પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. શ્રી દિલીપભાઈ મ. ચૌહાણ, ઑફસેટ વિભાગ

68

• જ. તા. ૨૮-૦૩-૧૯૬૦

[ ફેબ્રુઆરી ૨૦૨૦ ] नवजीवन નો અક્ષરદેહ


‘नवजीवनનો અક્ષરદેહ’ના ચાહકો—વાચકો—ગ્રાહકોને…  લવાજમ

માટે નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છેૹ નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંકૹ સ્ટેટ બૅંક ઑફ ઇ�ન્ડયા

બ્રાન્ચૹ આશ્રમ રોડ

કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબરૹ 10295506832  બ્રાન્ચ કોડૹ 2628 આઈએફએસ કોડૹ SBIN 0002628  એમઆઈસીઆર કોડૹ 380002006 સરનામુંૹ એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅ મ્પસ પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધૹ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 217 અથવા 218) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમ ભર્યાની �સ્લપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને અંક શક્ય એટલો વહે લા તેમના સરનામે પહોંચી શકે. ૧૦૧ પુસ્તક પરિચય વિશેષાંક છૂટક કિંમત _ 50

ગાંધી અને કળા વિશેષાંક છૂ ટક કિંમત _ 15

સ્વરાજ વિશેષાંક છૂટક કિંમત _ 25 પુસ્તકપરિચય વિશેષાંક છૂટક કિંમત _ 40

नवजीवन નો અક્ષરદેહ [ જૂન ૨૦૧૯]

કાકા કાલેલકર પ્રસ્તાવના વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંક છૂટક કિંમત _ 25

69


કાકાસાહે બ કાલેલકર લિખિત કેટલાંક પુસ્તકો

હિમાલયનો પ્રવાસ ₹ 100.00 જીવનપ્રદીપ ₹ 150.00

₹ 200.00

જીવતા તહે વારો

₹ 180.00

જીવનચિંતન ₹ 150.00

બાપુની ઝાંખી (સંક્ષિપ્ત) ₹ 20.00

જીવનલીલા ₹ 200.00

રખડવાનો આનંદ

જ્યાં દરે કને પહોંચવું છે ₹ 50.00

પ્રાસંગિક પ્રતિસાદ ₹ 200.00

ઓતરાતી દીવાલો જીવનસંસ્કૃ તિ ₹ 350.00

₹ 30.00

પરમ સખા મૃત્યુ ₹ 100.00

આ સંપુટની કુલ કિंમત રૂ. ૧૯૪૦ થાય છે.

આખો સેટ ખરીદનારને રૂ. ૧૬૦૦માં આપવામાં આવશે.

લોકજીવન

70

₹ 150.00

– વ્યવસ્થાપક

સ્મરણયાત્રા

₹ 60.00

[ ફેબ્રુઆરી ૨૦૨૦] नवजीवन નો અક્ષરદેહ


ALL MEN ARE BROTHERS Compiled and Edited by : Krishna Kripalani Paperbackૹ 4.75 "× 7" | Pagesૹ 304 • ૱ 90 A great teacher appears once in a while. Several centuries may pass by without the advent of such a one. That by which he is known is his life. He first lives and then tells others how they may live likewise. Such a teacher was Gandhi. These Selections from his speeches and writings compiled with great care and discrimination by Shri Krishna Kripalani will give the reader some idea of the workings of Gandhi’s mind, the growth of his thoughts and the practical techniques which he adopted. … We live in an age which is aware of its own defeat and moral coarsening, an age in which old certainties are breaking down, the familiar patterns are tilting and cracking. … The human mind in all its baffling strangeness and variety produces contrary types, a Buddha or a Gandhi, a Nero or a Hitler.It is our pride that one of the greatest figures of history lived in our generation, walked with us, spoke to us, taught us the way of civilized living. … Plato said long ago : ‘There always are in the world a few inspired men whose acquaintance is beyond price.’ 15 August 1958 ૭૧

S. Radhakrishnan [From Introduction]


સેતાન સુદ્ધાં પોતાના‘નવજીવન’ના હે તુઓને ખાનદાનીનો ઢોળ ચડાવવાલડતની અને તે હાકલ... પ્રત્યે માન ઉત્પન્ન કરાવવા પાને આઝાદીની માટે ઘણ ભાગે નીતિનાં સાધનો તેમજ નીતિની ભાષાનો ઉપયોગ કરે છે : મો. ક. ગાંધી

૭૨ ૩૨૦