Navajivanno Akshardeh December 2018

Page 14

સરકારી અમલદારો ગાંધીજીને મળવા આવ્યા હતા. તેમની સાથે શાંતિસમિતિ સ્થાપવાની બાબતમાં ચર્ચા થઈ, પણ એનું કાંઈ પરિણામ આવ્યું નહીં. આથી ગાંધીજીએ એક નવું પગલું ભર્યું. તેમણે કાજિરખિલની છાવણી વિખેરી નાખી અને છાવણીના બધા સાથીદારોને જુ દાં જુ દાં ગામડાંઓમાં જઈ એકલા બેસવા આજ્ઞા કરી. પોતે પણ પોતાને માટે એક ગામ પસંદ કર્યું અને ત્યાં એકલા રહે વાનું ઠરાવ્યું. એ વખતે ગાંધીજી સાથે શ્રી કનુ ગાંધી, શ્રી આભા ગાંધી, શ્રી પ્યારે લાલજી, ડૉ. સુશીલા નય્યર, શ્રીમતી સુશીલાબાઈ પૈ, શ્રી પ્રભુદાસ તથા શ્રી વિઠ્ઠલદાસ રે ડિયોવાળા, આટલાં જણ હતાં. એ બધાનો સાથ તેમણે છોડી દીધો અને પોતાની સાથે ફક્ત પરશુરામ સ્ટેનોગ્રાફર અને બંગાળીનો તરજુ મો કરી લોકોને સમજાવવા માટે પ્રાધ્યાપક નિર્મલકુ મારને લીધા. તે દિવસે બાપાએ બાપુની સાથે ઘણી દલીલો કરી. ખાસ કરીને બહે નોને એકલાં મૂકવા સામે એમણે વાંધો ઊઠાવ્યો. આભા ગાંધીની યુવાન વયનો નિર્દેશ કરીને કહ્યું કે, આવી બહે નોને ગામડાંઓમાં એકલી મૂકવી એ બહુ જોખમભર્યું પગલું ગણાય. અને બીજા કોઈને નહીં તો એ બધી બહે નોને સાથે લઈ જવા ગાંધીજીને ઘણું ઘણું સમજાવ્યું, પણ ગાંધીજી જરાય પીગળ્યા નહીં. તેઓ અહિં સાની ઘણી ઊંચી ભૂમિકાથી જ આખા પ્રશ્નને જોતા હતા. તેમણે બાપાને નીચેની મતલબનો જવાબ આપ્યો : તમને તો આભાની ચિંતા થતી હશે, પણ મને આ પ્રદેશમાં અરક્ષિત ગામડાંઓમાં રહે તી સેંકડો અને હજારો બહે નોના સવાલની ચિંતા થાય છે. એ બધાંનાં રક્ષણનું શું? આપણે જ્યારે બીજી બહે નોને નિર્ભય બનવા ઉપદેશ આપીએ છીએ અને નિર્ભય બનીને જ તેઓ પોતાની

જાતને વધારે સુરક્ષિત રાખી શકશે એમ ભારપૂર્વક કહીએ છીએ, ત્યારે આપણે પણ એમની સ્થિતિમાં રહીને પોતાની જાતને કસોટીએ ચડાવવી રહી. બાપા ગાંધીજીનું દૃષ્ટિબિંદુ સમજતા હતા અને તેની કદર પણ કરી શકતા હતા, એટલે એમની આગળ દલીલ કરવાપણું તો હતું જ નહીં, છતાં અહિં સાની આટલી ઊંચી ભૂમિકા પરથી પ્રયોગ કરવા જતાં બહે નોને, અને ખાસ કરીને યુવાન વયની બહે નોને એ દિવસોમાં ને એ પરિસ્થિતિમાં એકલી રાખવાનું જોખમ ખેડવા દેવા તેઓ તૈયાર ન હતા. એમની વિચારસરણી કાંઈક આ પ્રકારની હતી : ‘બાપુ તો સમર્થ પુરુષ કહે વાય. તે તો ઊંચી ભૂમિકા ઉપરથી વિચારી શકે, અને વર્તી પણ શકે. પણ આપણે તો આ દુનિયાના સામાન્ય માણસો, શક્તિ પ્રમાણે જ ડગલું માંડીએ.’ આવી એમના મનની કંઈક સ્થિતિ હતી. ગામડા ગામમાં યુવાન વયની બહે નોને એકલી મૂકીએ અને વખત છે ને ગુંડાઓ ન કરવાનું કરે તો? બહે નોને એ મારી નાખે એથી બાપા જરાય ગભરાતા ન હતા. પણ એમના ઉપર જો અત્યાચાર ગુજારે અથવા એમને બળજબરીથી ઉઠાવી જઈ એમના ઉપર ન કરવાના જુ લમો ગુજારે , એનો એમને પૂરો ડર હતો. આથી તે ગાંધીજીની વાતમાં પૂરા સંમત થયા નહીં; અને ઠીક ઠીક ચર્ચા અને અનુનય-વિનય પછી આભા ગાંધી અને એવી બીજી બહે નોને ગાંધીજી પાસે નહીં, તો પોતાની પાસે રાખવામાં ગાંધીજીની સંમતિ તેઓ મેળવી શક્યા. પરિણામે બાપા, શ્રીમતી માલતી ચૌધરી, આભા ગાંધી અને બીજી બહે નોને પોતે પસંદ કરે લા કેન્દ્રમાં સાથે લઈ ગયાં. [ઠક્કરબાપા પુસ્તકમાંથી] 

394

[ ડિસેમ્બર ૨૦૧૮] नवजीवन નો અક્ષરદેહ


Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.