Page 1

વર્ષ : ૦૪ અંક : ૪ સળંગ અંક : ૩૬  •  એપ્રિલ ૨૦૧૬

છૂ ટક કિંમત ઃ _ 15

વાૅર અૅન્ડ પીસ ઃ ફીડ અૅન્ડ ફીલ (ગુજરાતના એકમાત્ર વાૅર ફોટોગ્રાફર કિશોર પારે ખની  બાંગ્લાદેશ મુક્તિયુદ્ધ–૧૯૭૧ દરમિયાન ઝડપેલી તસવીરોમાંની એક)


વર્ષ : ૦૪ અંક : ૪ સળંગ અંક : ૩૬  •  એપ્રિલ ૨૦૧૬ છૂ ટક કિંમત ઃ _ ૧૫

તંત્રી

વિવેક દેસાઈ સંપાદક

કેતન રૂપેરા પરામર્શક

કપિલ રાવલ

૧. કેળવણી કેવી હોવી જાેઈએ. . .. . . . . . . . . . . . . . . . . . . . . .મો. ક. ગાંધી . . . ૯૧ ૨. ભાષણો દઈ ભાગી ન જાઓ!. . . . . . . . . . . . . . . . . . . ઝવેરચંદ મેઘાણી . . . ૯૭ ૩. નઈ તાલીમના અગ્ર યાત્રી. . . . . . . . . . . . . . . . . . . યશવંતભાઈ ત્રિવેદી . . ૧૦૦ ૪. કાયદાનો રખેવાળ ઃ જાવર્ટ. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . પ્રફુલ્લ રાવલ . . ૧૦૯ ૫. પુસ્તકમેળો અને પુસ્તકપ્રેમ. . . . . . . . . . . . . . . . . . . . . . . અરવિંદ શુક્લ . . ૧૧૨ ૬. જલપાન ઃ ક્યારે , કેટલું, કેવું . . . . . . . . . . . . . . . . . . વૈદ્ય રે ણુકા સિદ્ધપુરા . . ૧૧૪ ૭. પુન:પરિચય, સંિક્ષપ્ત પરિચય. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૧૬

સાજસજ્જા

અપૂર્વ આશર ભાષાશુદ્ધિ

અશોક પંડ્યા

૮. ગાંધીજીની દિનવારી ઃ ૧૦૦ વર્ષ પહે લાં. . . . . . . . ચંદુલાલ ભગુભાઈ દલાલ . . ૧૧૯  ‘नवजीवनનો અક્ષરદેહ'ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . . . . . . . . . . . . . . . ૧૨૧  વાંચનાર, વિચારનાર, ખરીદનારને. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ૧૨૨

આવરણ ૪

આરોગ્ય અંગે ગાંધીજીના વિચાર  [હરિજનબંધુ, ૧૦ જાન્યુઆરી, ૧૯૫૩] વાર્ષિક લવાજમ ઃ

_ ૧૫૦/- (દેશમાં) _ ૧૫૦૦/- (વિદેશમાં) પ્રતિભાવ/લવાજમ મોકલવાનું સરનામું

વ્યવસ્થાપક, નવજીવન ટ્રસ્ટ  ગૂજરાત વિદ્યાપીઠ પાછળ  પો. નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪  ફોન : ૦૭૯-૨૭૫૪૦૬૩૫  ૦૭૯-૨૭૫૪૨૬૩૪

e-mail":"sales@navajivantrust.org website":"www.navajivantrust.org નવજીવન ટ્રસ્ટે નવજીવન મુદ્રણાલયમાં છાપીને અમદાવાદ ખાતેથી પ્રકાશિત કર્યું.

સુજ્ઞ વાચકોને . . . સામયિકમાં જ્યાં પણ સૌજન્ય સાથે લખાણ અપાયું છે, ત્યાં મૂળને વધુમાં વધુ વફાદાર રહે વાનો પ્રયત્ન કરાયો છે. જોડણી જ ેમની તેમ રાખવામાં આવી છે, તેમ છતાં જ્યાં જરૂર જણાઈ ત્યાં મુદ્રણના દોષો અને જોડણી સુધારવામાં આવી છે અને પાદટીપ મૂકવામાં આવી છે. પ્રસ્તુત પાદટીપ યથાતથ રાખવામાં આવી છે, એ સિવાયની પાદટીપ દૂર કરાઈ છે.   સૌજન્યપૂર્વકનાં લખાણો અને નવાં લખાણોમાં ( ) કૌંસની સામગ્રી મૂળ લખાણ પ્રમાણેની છે. [   ] કૌંસમાં મૂકેલી સામગ્રી અને જરૂર જણાઈ ત્યાં નવી કેટલીક પાદટીપ સંપાદક દ્વારા લખવામાં આવી છે. જ ે પાનાં પર મૂળ લખાણની પાદટીપ અને સંપાદકની પાદટીપ, એમ બંને હોય ત્યાં મૂળ માટે મૂ. અને સંપાદક માટે સં. ઉલ્લેખ કરાયો છે. જ ે પાના પર માત્ર મૂળ પાદટીપ છે ત્યાં કશો ઉલ્લેખ કરાયો નથી. જ ે પાનાં પર એકથી વધુ પાદટીપ હોય ત્યાં બધે જ કોના દ્વારા તે ઉલ્લેખ ન કરતાં બધી પાદટીપને અંતે તેની નોંધ મુકાઈ છે.

90


કે ળવણી કે વી હોવી જાેઈએ. . . મો. ક. ગાંધી દેશસેવા સારુ અમદાવાદમાં ‘આશ્રમની સ્થાપના કર્યા પછી ગાંધીજીનું બીજુ ં કાર્ય જનતાને પોતાના આદર્શોની, સત્યાગ્રહના તત્ત્વજ્ઞાનની અને તેનો ભારતની ચોકસ સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગ કરવાની કેળવણી આપવાનું હતું. આ કાર્ય એમણે કેવળ મોઘમ સૈદ્ધાંતિક ચર્ચા કરનારા એક ફિલસૂફની પદ્ધતિથી નહીં પરંતુ સાચા અર્થમાં એક પત્રકારની અદાથી કર્યું. . . . સર્વ પ્રકારના લોકો સાથે ભળવાની દરે ક તક તેમણે ઝડપી લીધી, અને પ્રસંગને શોભે એ રીતે એમણે પોતાના વિચારો તેમની સમક્ષ રજૂ કર્યા.’ (ગાં. અ. ૧૩ ઃ 5) તેમાં મહત્ત્વનાં ભાષણો પૈકીનું એક એ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આપેલું ભાષણ આપણે જાન્યુ. ફે બ્રુ.ના અંકમાં વાંચ્યું. આ અંકમાં ગુરુકુ ળ કાંગડી (હરદ્વાર)ના વાર્ષિક ઉત્સવમાં આપેલું ભાષણ. ભાષણો કરવા કરતાં કાર્ય માટે સમય આવ્યો છે

માર્ચ ૨૦, ૧૯૧૬

મારા ભાષણનો જ ે ભાગ સંઘરી રાખવા જ ેવો મને

જણાય છે તે કેટલાક જરૂરના જણાતા વધારા સાથે લખવા હં ુ ઇચ્છું છુ .ં મારે જણાવવું જોઈએ કે આ ભાષણ હિંદીમાં આપવામાં આવ્યું હતું. મહાત્મા મુનશીરામે બે પ્રસંગે મારા વિદ્યાર્થીઓને આશ્રય આપી, તેઓ પ્રતિ પિતાતુલ્ય વર્તી જ ે મહત્કૃ પા બતાવી હતી તે માટે તેમનો ઉપકાર માની, તથા ભાષણો કરવા કરતાં કાર્ય કરવા માટે સમય આવ્યો છે એમ જણાવી, હં ુ આ પ્રમાણે બોલ્યો હતો: હં ુ આર્યસમાજનો બહુ ઋણી છુ .ં મને તેની પ્રવૃત્તિમાંથી અનેક વાર પ્રોત્સાહન મળ્યું છે. મેં તેના અનુયાયીઓમાં ઘણી ત્યાગવૃત્તિ જોઈ છે. હિંદની મારી મુસાફરી દરમિયાન, હં ુ ઘણા આર્યસમાજીઓના સમાગમમાં આવ્યો છુ .ં તેઓ

દેશ માટે સરસ કામ કરી રહ્યા છે. હં ુ તમારા સંગમાં આવી શક્યો છુ ં એ માટે હં ુ મહાત્માજીનો આભાર માનું છુ ;ં તેની સાથે જ હં ુ ખુલ્લા દિલથી જણાવી દઉં છુ ં કે હં ુ સનાતની છુ .ં મને તો હિંદુ ધર્મમાં સંપૂર્ણ સંતોષ છે. તે ધર્મ એટલો વિશાળ છે કે તેમાં દરે ક પ્રકારની માન્યતાને આશ્રય મળે છે. આર્યસમાજીઓ, શીખો અને બ્રહ્મોસમાજીઓ ભલે પોતાને હિંદુઓથી જુ દા ગણાવવા ઇચ્છે; પરંતુ મને તો શંકા નથી કે આગળ જતાં તેઓ બધા હિંદુ ધર્મમાં ભળી જશે, અને તેમાંથી જ શાંતિ મેળવશે. બીજી બધી મનુષ્યકૃ ત સંસ્થા પેઠ ે હિંદુ ધર્મમાં અપૂર્ણતા અને દોષ રહ્યા છે. સુધારા માટે પ્રયત્ન કરવા કોઈ સેવક ઇચ્છે, તો તેના માટે આ ક્ષેત્ર મોટું છે. પરંતુ, હિંદુ ધર્મથી છૂ ટા પડવાનું કંઈ કારણ નથી.

અભયની ભાવના

હિંદને હાલ શાની જરૂર છે એ વિશે મને મારી મુસાફરી દરમિયાન જગે જગે પૂછવામાં આવ્યું છે. જ ે જવાબ મેં બીજાં સ્થળોમાં આપ્યો છે તે જ અહીં આપવો મને વાજબી જણાય છે. સામાન્ય રીતે કહીએ તો આપણને नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

અત્યારે ખરી ધાર્મિક ભાવનાની જ ઘણામાં ઘણી જરૂર છે. પણ હં ુ જાણું છુ ં કે આ જવાબ અતિવ્યાપક હોવાને લઈને, કોઈને તેથી સંતોષ નહીં વળે. આ ઉત્તર સર્વ કાળ માટે સત્ય છે. હં ુ એમ કહે વા ઇચ્છું છુ ં કે આપણી 91


આપણે ઈશ્વરથી ડરશું તો પછી માણસથી નહી ં ડરીએ. જાે આપણે સમજીએ કે આપણામાં દેવ વસે છે જે આપણા દરેક વિચાર અને કૃ તિનો સા� છે,

જે આપણું ર�ણ કરે છે અને આપણને સન્માર્ગે દોરે છે, તો આપણને આખા જગતમાં ઈશ્વર સિવાય

બીજા કોઈનો ભય નહી ં રહે . અધિકારીઓના પણ અધિકારી પરમાત્મા પ્રતિ વફાદારી બીજી બધી

વફાદારીના કરતાં ચડિયાતી છે, અને તેના થકી જ બીજાઓ પ્રત્યેની વફાદારી સકારણ ઠરે છે

ધાર્મિક ભાવના મૃતપ્રાય થઈ ગયેલી હોવાથી, આપણે સદા ભયભીત દશામાં રહીએ છીએ. આપણે રાજકીય તેમ જ ધાર્મિક સત્તાથી ડરીએ છીએ; બ્રાહ્મણો અને પંડિતો પાસે આપણા વિચારો દર્શાવી શકતા નથી; અને રાજકીય સત્તાથી હબકી જઈએ છીએ. હં ુ માનું છુ ં કે આવી રીતે વર્તવાથી આપણે તેઓનું તથા આપણા પોતાનું અહિત કરીએ છીએ. ધર્મગુરુઓ અને

રાજ્યાધિકારીઓ એવું તો ન જ ઇચ્છે કે આપણે તેઓ પાસે સત્ય સંતાડ્યું. મુંબઈમાં એક સભામાં બોલતાં લાૅર્ડ વિલિંગ્ડને થોડાક વખત ઉપર પોતાનો અનુભવ કહ્યો હતો કે ‘ના’ કહે વાની ખરે ખરી ઇચ્છા હોવા છતાં આપણે તેમ કરતાં અચકાઈએ છીએ. તેથી તેણે શ્રોતાઓને નીડર થવા સલાહ આપી હતી. પરંતુ, નીડરતા રાખવી એટલે આપણે બીજાની લાગણીને માન ન આપવું, અથવા તેનો વિચાર જ ન કરવો, એમ કદી પણ સમજવાનું નથી. ચિરસ્થાયી અને વાસ્તવિક પરિણામ પ્રાપ્ત કરવાં હોય તો આપણે અવશ્ય પહે લાં તો નીડર થવું જોશે. આ ગુણ ધાર્મિક જાગૃતિ વિના પ્રાપ્ત કરી શકાતો નથી. આપણે ઈશ્વરથી ડરશું તો પછી માણસથી નહીં ડરીએ. જો આપણે સમજીએ કે આપણામાં દેવ વસે છે જ ે આપણા દરે ક વિચાર અને કૃતિનો સાક્ષી છે, જ ે આપણું રક્ષણ કરે છે અને આપણને સન્માર્ગે દોરે છે, તો આપણને આખા જગતમાં ઈશ્વર સિવાય બીજા કોઈનો ભય નહીં રહે . અધિકારીઓના પણ અધિકારી પરમાત્મા પ્રતિ વફાદારી બીજી બધી વફાદારીના કરતાં ચડિયાતી છે, અને તેના થકી જ બીજાઓ પ્રત્યેની વફાદારી સકારણ ઠરે છે.

સ્વદેશીનો અર્થ

જ્યારે આપણામાં નીડરતાનો જોઈએ તેટલો વિકાસ થયો હશે ત્યારે આપણને જણાશે કે આપણે ફાવે ત્યારે છોડી દઈ શકીએ તેવા સ્વદેશીથી નહીં, પરંતુ ખરા સ્વદેશીથી જ આપણો ઉદ્ધાર થઈ શકશે. સ્વદેશીમાં મને ઊંડું રહસ્ય દેખાય છે. મારી તો એવી ઇચ્છા છે કે આપણે આપણા ધાર્મિક, રાજકીય અને આર્થિક જીવનમાં તેનો સ્વીકાર કરીએ. એટલે તેની સફળતા પ્રસંગોપાત્ત સ્વદેશી કપડાં પહે રવામાં જ નથી આવી જતી. તેમ તો હંમેશાં કરવાનું છે, અને તે દ્ વેષ કે વેરભાવથી નહીં, પરંતુ આપણા પ્રિય દેશ પ્રતિની આપણી કર્તવ્યબુદ્ધિથી પ્રેરાઈને. પરદેશી કાપડનો 92 

ઉપયોગ કરીને આપણે સ્વદેશી ભાવનાનો ઘાત કરીએ છીએ, એમાં તો શંકા નથી; પરંતુ વિલાયતી ઢબે સિવાયલાં કપડાં પહે રવાથી પણ તેનો ઘાત થાય છે. ખચીત આપણો પહે રવેશ આપણા સંજોગો સાથે કેટલેક અંશે સંબંધ ધરાવે છે. શોભા અને ખૂબીમાં આપણો પહે રવેશ જાકીટપાટલૂન કરતાં બેહદ ચડિયાતો છે. પાયજામો અને ખમીસ પહે ર્યું હોય, અને તેમાં ખમીસના છેડા છૂ ટા ઊડતા હોય, તેની ઉપર કમર સુધીનો ડગલો પહે ર્યો હોય, અને સાથે નેકટાઈ બાંધી હોય એવા કોઈ હિંદીનો દેખાવ કંઈ ખૂબસૂરત ન કહે વાય. સ્વદેશી ભાવનાને લઈને આપણે ધર્મના વિષયમાં ભવ્ય [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


ભૂતકાળની કિંમત આંકતાં અને તદનુસાર વર્તમાન ઘડતાં શીખીએ છીએ. યુરોપમાં ચાલી રહે લાં અમનચમન ઉપરથી દેખાય છે કે અર્વાચીન સંસ્કૃ તિમાં રાજસી અને તામસી સત્તા પ્રબળ છે, જયારે પ્રાચીન આર્ય સંસ્કૃ તિમાં સાત્ત્વિક સત્તા પ્રબળ છે. અર્વાચીન સંસ્કૃ તિ મુખ્યત: ભોગપ્રધાન છે, આપણી મુખ્યત: ધર્મપ્રધાન છે. અર્વાચીન સંસ્કૃ તિમાં જ જડપ્રકૃતિના નિયમોનું સંશોધન કરાય છે, અને મનુષ્યની બુદ્ધિશક્તિનો ઉપયોગ વસ્તુ ઉત્પન્ન કરવાનાં સાધનો અને વિનાશ કરવાનાં ઉપકરણો શોધવામાં અને રચવામાં કરાય છે; જયારે આપણી સંસ્કૃ તિની પ્રવૃત્તિ મુખ્યતઃ આધ્યાિત્મક નિયમો શોધવાની છે. આપણાં શાસ્ત્ર સ્પષ્ટ રીતે જણાવે છે કે યથાર્થ જીવન માટે સત્યનું યોગ્ય પાલન, બ્રહ્મચર્ય, અહિંસા, પરધનના હરણમાં સંયમ અને દૈનિક જરૂરિયાતો માટે જોઈતી વસ્તુઓ ઉપરાંત બીજી વસ્તુઓનો અપરિગ્રહ અપરિહાર્ય [ત્યાગ ન કરવા જ ેવો] છે. આ વિના, દિવ્ય તત્ત્વનું જ્ઞાન સંભવી શકતું નથી. આપણી સંસ્કૃ તિ નિ:શંક રીતે કહે છે કે

આપણા રાજ્યકર્તાઓને પૂર્ણ અભયદાન કર્યેથી આપણો તેઓ સાથે સંબંધ કેવો થશે તેનો પણ જરા વિચાર કરીએ. જાે તેઓને ખાતરી જ થઈ શકતી હોય કે આપણે તેઓનાં કાર્ય વિશે ગમે તેવા વિચાર ધરાવતા હશું છતાં તેઓનાં શરીર ઉપર હુ મલો

કદી નહી કરીએ ં તો તરત જ અન્યોન્યમાં વિશ્વાસનું

વાતાવરણ ઉત્પન્ન થાય, અને બંને પ�માં એવું નિખાલસપણું જન્મે કે જેથી કરી અત્યારે ચિંતા કરાવનાર ઘણાયે પ્રશ્નનો લાયક અને વાજબી નિવેડો લાવવાનો રસ્તો નીકળે

અહિંસાધર્મ, જ ેનું કિયાત્મકરૂપ શુદ્ધ પ્રેમ અને દયા છે, તેનો યોગ્ય અને પૂર્ણ વિકાસ જ ેનામાં થયો છે તેને આખું જગત નમે છે. ઉપર જણાવેલા વિચારની સત્યતા સિદ્ધ કરનારાં દષ્ટાંતો એટલાં બધાં મળી શકે છે કે જ ેથી મન સાવ નિઃસંદેહ બને છે.

અહિં સાનો સિદ્ધાંત

અહિંસાધર્મનાં પરિણામો રાજકીય વિષયમાં કેવાં આવશે તે આપણે જોઈએ. આપણાં શાસ્ત્ર અભયદાનને અમૂલ્ય દાન લેખે છે. આપણા રાજ્યકર્તાઓને પૂર્ણ અભયદાન કર્યેથી આપણો તેઓ સાથે સંબંધ કેવો થશે તેનો પણ જરા વિચાર કરીએ. જો તેઓને ખાતરી જ થઈ શકતી હોય કે આપણે તેઓનાં કાર્ય વિશે ગમે તેવા વિચાર ધરાવતા હશું છતાં તેઓનાં શરીર ઉપર હુમલો કદી નહીં કરીએ તો તરત જ અન્યોન્યમાં વિશ્વાસનું વાતાવરણ ઉત્પન્ન થાય, અને બંને પક્ષમાં એવું નિખાલસપણું જન્મે કે જ ેથી કરી અત્યારે ચિંતા કરાવનાર ઘણાયે પ્રશ્નનો લાયક અને વાજબી નિવેડો લાવવાનો રસ્તો નીકળે. અહિંસાનું પાલન કરતાં આ યાદ રાખવાની જરૂર છે કે જ ેના પ્રતિ અહિંસાવૃત્તિ नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

રાખવામાં આવે તે પણ તેવી જ વૃત્તિ રાખે એવી આશા ન રખાય; જોકે પાલનમાં જ ેમ જ ેમ પૂર્ણતા આવતી જાય છે તેમ તેમ સામો પક્ષ પણ તેવી જ વૃત્તિ સ્વીકારવા લાગે છે, એવો નિયમ છે. આપણામાંથી ઘણા એમ માને છે અને હં ુ તે માંહ્યલો એક છુ ં કે, આપણે આપણી સંસ્કૃ તિ દ્વારા જગતને એક સંદેશ પહોંચાડવાનો છે. બ્રિટિશ રાજ પ્રતિ મારી વફાદારી સાવ સ્વાર્થી છે. અહિંસાનો આ મહાન સંદેશ આખા જગતને પહોંચતો કરવા હં ુ બ્રિટિશ પ્રજાનો ઉપયોગ કરવા ઇચ્છું છુ .ં પરંતુ જ્યારે આપણે આપણા કહે વાતા વિજ ેતાઓને જીતી લેશું ત્યારે જ આપણે તેમ કરી શકશું; અને તમને, મારા આર્યસમાજી મિત્રોને, તે કાર્ય માટે ખાસ પસંદ કરવામાં આવ્યા હોય એમ જણાય છે. તમે આપણાં 93


આર્યસમાજના

મારા

ભાઈઓ

સાથે

કેટલાક

અગત્યના મતભેદ હોવા છતાં મને તેઓ માટે

અંદરથી પ�પાત રહે છે. આર્યસમાજની પ્રવૃત્તિનું સૌથી સરસ પરિણામ તો ગુરુકુળની સ્થાપનામાં અને તેના નિર્વાહમાં દેખાય છે. તેનો પ્રભાવ મહાત્મા

મુનશીરામની ઉત્સાહપ્રેરક હાજરીને લઈને છે છતાં, તે ખરી રાષ્ટ્રીય, સ્વતંત્ર, અને સ્વાધીન સંસ્થા

છે. તેને સરકારની સહાયતા કે સહાનુભૂતિ જરાય નથી

શાસ્ત્રોનો બારીક અભ્યાસ કરતા હોવાનો દાવો કરો છો. તમે એમ ને એમ કંઈ પણ માની લેતા નથી, અને તમે એમ પણ કહે તા જણાઓ છો કે તમે તમારી માન્યતા પ્રમાણે વર્તન કરવામાં ડરતા નથી. મને લાગે છે કે અહિંસાધર્મની અવગણના કરવા અથવા તેને મર્યાદિત કરવા કંઈ કારણ નથી. પરિણામ ઉપર નજર ન રાખતાં તેનું પાલન કરવા તમારે હિંમત કરવી જોઈએ; અને

એમ કર્યેથી તમારી માન્યતામાં કેટલું બળ છે તેની પણ ખાતરી થશે. આ રીતે, તમે હિંદનો ઉદ્ધાર કરી શકશો એટલું જ નહીં, પરંતુ તમે માનવજાતિની ઉત્તમમાં ઉત્તમ પ્રકારની સેવા કરશો, કે જ ે સેવા કરવા વાસ્તે તમે વાજબી રીતે માનો છો તેમ, સદ્ગત થયેલ સ્વામીનો1 જન્મ થયો હતો. આવી રીતે સ્વદેશીને ક્રિયાત્મક સત્તા તરીકે ગણવાની છે, અને તેને વધારે ને વધારે ધ્યાનપૂર્વક સતત વાપરવાની છે, અને તેમ કરતાં પોતાની કડક પરીક્ષા લેતા રહે વાનું છે. તે આળસુ માટે નથી. તે તો ખચીત તેઓ માટે છે કે જ ેઓ સત્ય ખાતર પોતાનો પ્રાણ ખુશીથી છોડવા તૈયાર છે. સ્વદેશીના બીજા ઘણા પ્રકાર ઉપર વિસ્તારથી વિચાર કરી શકાય એમ છે. પરંતુ, મને લાગે છે કે મારો કહે વાનો આશય તમે સમજી શકો એટલું હં ુ બોલ્યો છુ .ં તમારો હિંદમાં સુધારક તરીકે એક પક્ષ છે તેથી હં ુ તમારી પાસે એટલી આશા રાખું છુ ં કે તમે મારા કહે વા ઉપર પૂરો વિચાર કર્યા વિના તેનો અસ્વીકાર નહીં કરો. તમને મારું બોલવું રુચ્યું હોય, અને એવી આશા તમારો પૂર્વવૃત્તાંત જોતાં હં ુ રાખી શકું, તો, જ ે સનાતન તત્ત્વો વિશે હં ુ આજ ે તમારી પાસે બોલ્યો છુ ં તેનું તમે પાલન કરવું શરૂ કરો અને તમારી પ્રવૃત્તિ આખા દેશમાં પ્રસરે એમ કરો.

આર્યસમાજનું કાર્ય

ઉપલા ભાષણનો વૃત્તાંત પૂરો કરતાં, જ ે વાત તે સભામાં નહોતી રજૂ કરી તે જણાવવા હં ુ ઇચ્છું છુ ં અને તે આ છે: હં ુ ગુરુકુ ળની મુલાકાત બે વાર લઈ ચૂક્યો છુ .ં આર્યસમાજના મારા ભાઈઓ સાથે કેટલાક અગત્યના મતભેદ હોવા છતાં મને તેઓ માટે અંદરથી પક્ષપાત રહે છે. આર્યસમાજની પ્રવૃત્તિનું સૌથી સરસ પરિણામ તો ગુરુકુ ળની સ્થાપનામાં અને તેના નિર્વાહમાં દેખાય છે. તેનો પ્રભાવ મહાત્મા મુનશીરામની ઉત્સાહપ્રેરક હાજરીને લઈને છે છતાં, તે ખરી રાષ્ ટ્રીય, સ્વતંત્ર, અને

સ્વાધીન1 સંસ્થા છે. તેને સરકારની સહાયતા કે સહાનુભૂતિ જરાય નથી. તેનો નિર્વાહ કેટલીક ભાગ્યશાળી વ્યક્તિ પાસેથી મળતા પૈસાથી નથી કરવામાં આવતો, પરંતુ અનેક ગરીબો જ ેઓએ વર્ષે વર્ષે કાંગડીની યાત્રાએ જવાનો નિિશ્વય કર્યો છે અને જ ેઓ ખુશીથી આ રાષ્ ટ્રીય કાૅલેજ નિભાવવાને પોતાનો હિસ્સો આપે છે, તેઓ પાસેથી મળેલા પૈસા વડે કરવામાં આવે છે. અહીં વાર્ષિક ઉત્સવ ટાણે એક મોટો સમુદાય એકઠો થાય છે; અને જ ે રીતે તેની સાથે કામ લેવામાં 1. દયાનંદ સરસ્વતી.

94 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


આવે છે, તેને ઉતારાની અને ખાવાપીવાની સગવડ કરી દેવામાં આવે છે, તે કંઈ સામાન્ય પ્રકારની વ્યવસ્થાનો નમૂનો નથી પરંતુ, તેને લગતી બધી વાતોમાં સૌથી વધારે નવાઈ જ ેવી વાત તો એ છે કે લગભગ દસ હજાર સ્ત્રીપુરુષ અને બાળકના સમુદાયને એક પણ સિપાહીની સહાયતા વિના, અને સત્તાનો કોઈ પણ પ્રકારે ડોળ કર્યા વિના હાથમાં રાખવામાં આવે છે. સંસ્થાના વ્યવસ્થાપકો અને જનસમુદાયના સંબંધમાં માત્ર પ્રેમ અને પરસ્પર આદરભાવની જ સત્તા પ્રવર્તે છે. આવી મોટી સંસ્થાના જીવનમાં ચૌદ વર્ષ તો કંઈ જ નથી. છેલ્લાં બેત્રણ વર્ષ થયા બહાર પડેલા વિદ્યાર્થીઓ શું કરી શકે છે તે હજી જોવાનું છે. પ્રજાજન માણસ કે સંસ્થાની કિંમત જ ે પરિણામ તે બતાવે છે તે ઉપરથી જ કરે છે; અને તે સિવાય બીજી કોઈ રીતે તેમ કરવું શકય પણ નથી. તે થયેલી ભૂલોનો ખ્યાલ કરતા નથી. તે એક કડકમાં કડક પરીક્ષક છે. ગુરુકુ ળ તેમ જ બીજી સાર્વજનિક સંસ્થાઓની કિંમત છેવટે તો પ્રજાજન કરે છે. એટલે જ ે વિદ્યાર્થીઓ કાૅલેજ છોડી ગયા છે અને જ ેઓએ સંસારસમુદ્રમાં ઝંપલાવ્યું છે તેઓ ઉપર મોટી

દરેક વિદ્યાર્થીના શિ�ણક્રમમાં ખેતીના અને વણાટકામના સામાન્ય વ્યવહારુ ં �ાનનો સમાવેશ થવો જાેઈએ. ઓજારનો યોગ્ય ઉપયોગ જાણવાથી,

લાકડું સીધું ફાડતાં શીખવાથી અને ઓળંબાને રીતસર વાપરી ન પડી જાય એવી ભીત ં ચણતાં

આવડવાથી, તેને કં ઈ પણ ખોવું નહી ં પડે . આવી

રીતે સજ્જ થયેલો જુ વાન સંસારમાં પોતાનો રસ્તો

કરવામાં પોતાને લાચાર કદી નહી ં સમજે, અને કદી પણ રોજગાર વિનાનો નહી ં થઈ પડે . વળી આરોગ્યના બાળકોને

અને

સુઘડતાના

ઉછેરવાનું

�ાન

નિયમોનું

પણ

તથા

ગુરુકુળના

વિદ્યાર્થીઓને અવશ્ય આપવું જાેઈએ

જોખમદારી રહે લી છે. તેઓએ સાવધાન રહે વું જોઈએ. હાલ તો આ મહાપ્રયોગના હિતેચ્છુ ઓએ સૃષ્ટિના આ નિર્વિવાદિત નિયમમાંથી સંતોષ લેવાનો છે કે જ ેવું ઝાડ હોય છે તેવું તેનું ફળ થાય છે. ઝાડ તો સુંદર જણાય છે. તેનું પોષણ કરનાર ઉદાત્ત આત્મા છે. તો પછી ફળ કેવું આવશે તે વિશે શા સારુ ચિંતા કરવી?

ઔદ્યોગિક તાલીમ

હં ુ ગુરુકુ ળને ચાહં ુ છુ ,ં તેથી સંસ્થાના વ્યવસ્થાપક મંડળને એકાદ બે સૂચના કરવા રજા લઉં છુ .ં ગુરુકુ ળના વિદ્યાર્થીઓ પોતા ઉપર આધાર રાખતા અને પોતાનું પોષણ કરતા થાય વાસ્તે તેઓને પાકી ઔદ્યોગિક કેળવણી મળવાની જરૂર છે. મને જણાય છે કે આપણા દેશમાં પ્રજાના ૮૫ ટકા ખેડતૂ છે, અને ૧૦ ટકા ખેડતૂ વર્ગની જરૂરિયાતો પૂરી પાડવાના કામમાં રોકાયેલા છે. એટલે દરે ક વિદ્યાર્થીના શિક્ષણક્રમમાં ખેતીના અને વણાટકામના સામાન્ય વ્યવહારું જ્ઞાનનો સમાવેશ થવો જોઈએ. ઓજારનો યોગ્ય ઉપયોગ જાણવાથી, લાકડું સીધું ફાડતાં શીખવાથી અને ઓળંબાને રીતસર વાપરી ન પડી જાય એવી ભીંત ચણતાં આવડવાથી, તેને કંઈ नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

પણ ખોવું નહીં પડે. આવી રીતે સજ્જ થયેલો જુ વાન સંસારમાં પોતાનો રસ્તો કરવામાં પોતાને લાચાર કદી નહીં સમજ ે, અને કદી પણ રોજગાર વિનાનો નહીં થઈ પડે. વળી આરોગ્યના અને સુઘડતાના નિયમોનું તથા બાળકોને ઉછેરવાનું જ્ઞાન પણ ગુરુકુ ળના વિદ્યાર્થીઓને અવશ્ય આપવું જોઈએ. મેળાના પ્રસંગે સ્વચ્છતા ખાતર રાખવી જોઈતી વ્યવસ્થામાં ઘણી ખામીઓ હતી. હજારોની સંખ્યામાં માખીઓ બણબણી રહી હતી. સ્વચ્છતાના ખાતાના આ કોઈની પરવા ન કરનારા અમલદારો એકસરખી રીતે આપણને ચેતવી રહ્યા હતા કે સ્વચ્છતા રાખવામાં આપણે બરાબર ધ્યાન આપ્યું નથી. તેઓ સ્પષ્ટ રીતે સૂચવતા હતા કે એઠવાડને અને 95


નરકને રીતસર દાટી દેવું જોઈએ. દર વર્ષે આવતા યાત્રાળુઓને સ્વચ્છતા વિશે વ્યવહારુ જ્ઞાન આપવાની આવી એક સોનેરી તક ગુમાવી દેવામાં આવતી જોઈ મને બહુ ખેદ થાય છે. ખરી રીતે જોતાં, આ કાર્યની શરૂઆત વિદ્યાર્થીઓથી જ થવી જોઈએ. તો પછી દર વર્ષે ઉત્સવને પ્રસંગે વ્યવસ્થાપકો પાસે સ્વચ્છતા વિશે વ્યવહારુ જ્ઞાન આપી શકે એવા ત્રણસો શિક્ષકો તૈયાર હશે. છેવટમાં, માબાપોએ અને વ્યવસ્થાપક મંડળે વિદ્યાર્થીઓને અંગ્રેજી કપડાની કે હાલની મોજશોખની વાનર-નકલ કરતાં શિખવાડી બગાડવા ન જોઈએ. આ

તેઓને જીવનમાં આગળ જતાં વિઘ્નરૂપ થશે. વળી તે બધા બ્રહ્મચર્યના શત્રુ છે. આપણા સૌમાં જ ે દુષ્ટ લાલસાઓ રહે લી છે તે તેઓમાં પણ વસે છે, અને તેની સામે તેઓને પણ લડવાનું છે. એટલે આપણે તેઓનાં પ્રલોભનમાં વધારો કરી તેઓની લડાઈ વધારે મુશ્કેલ કરવી નહીં જોઈએ. [મૂળ અંગ્રેજી]

स्पीचीझ एन्ड राइटिंग्स ऑफ महात्मा गांधी (ચોથી આવૃત્તિ) પા. ૩૨૯-૩૫. ભાષાંતર महात्मा गांधीनी विचारसृष्टि માંથી 

અભ્યાસીઓએ વસાવવા જેવી ગ્રંથમાળા : ગાંધીજીનો અ�રદેહ

ગાંધીજીના અવસાન પછી તેમનાં લખાણોને ભારત સરકારના પ્રકાશન વિભાગ તરફથી સમયાનુક્રમ પ્રમાણે પ્રસિદ્ધ કરવાની યોજના હે ઠળ તેમનાં પત્રો, લેખો, મુલાકાતો, ભાષણો સમાવીને તેને પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવ્યાં. અંદાજ ે 500 પાનાંના એક એવા સો ગ્રંથો અંગ્રેજીમાં The Collected Works of Mahatma Gandhi, હિન્દીમાં संपूर्ण गांधी वांङ्मय અને ગુજરાતીમાં ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશિત થયાં છે. ગુજરાતીમાં 82 ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

96 

1-2 (સંયુક્ત), 3 (દરે કના) 4 5થી 10 (દરે કના) 11 12થી 14 (દરે કના) 15થી 18 (દરે કના) 19 20 21, 22 (દરે કના) 23

50 300.00 50.00 100.00 50.00 300.00 16.50 300.00

પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ. પુ.

24થી 28 (દરે કના) 29 30 31થી 47 (દરે કના) 48થી 69 (દરે કના) 70થી 72 (દરે કના) 73થી 81 (દરે કના) 82

16.50 400.00 400.00 16.50 20.00

100.00 30.00 150.00

16.50 300.00

કુ લ 1થી 82 ભાગના

5,122.50

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


ભાષણો દઈ ભાગી ન જાઓ! ઝવેરચંદ મેઘાણી ‘ગાંધીજીએ મેઘાણીને રાષ્ ટ્રીય શાયર કહ્યા તેનો અર્થ શો? ગાંધીજીના મનમાં રાષ્ ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ ટ્રના જ ે બે વિભાગો પડી ગયા છે : ભણેલા અને અભણ—એ બેયને જ ે સાંકળી શકે તે રાષ્ ટ્રીય શાયર. ભણેલ અને અભણ એ બેની વચ્ચે ઊભી છે તે દીવાલ તૂટ ે નહીં ત્યાં સુધી રાષ્ ટ્ર એક થઈ શકે નહીં. એ ભેદરે ખાને ભૂંસવાનો મેઘાણીનો સબળ પુરુષાર્થ હતો. મેઘાણીની ભાષામાં કહીએ તો : હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ . . .’

(1897 • 1947)

‘રાષ્ ટ્રીય શાયર’ વિશે રાષ્ ટ્રીય સાહિત્યકાર કહી શકાય એવા મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ આકલન છે. રાંક પ્રજા અને ચૂંટણીની મોસમમાં તેમને ભાષણોથી ભોળવી જઈ ભાગી જતા રાજકારણીઓને—આ લોકસાહિત્યકારથી વિશેષ તો કોણ જાણે. . .

મોડા મોડા પણ આપણને સમજાયું કે આપણી માતાની રહ્યા હોય છે. આપણે શહે રોમાં નકામી શોધ કરી — એ તો ઊભી ઊભી પેલાં ખેતરોમાંથી સાદ કરે છે. માતૃભૂમિનો સંદેશો લઈને આજ ે સંખ્યાબંધ તરુણો ગામડાંનો ઉદ્ધાર કરવા છૂ ટ્યા છે. કોઈ સેવાસમિતિ, કોઈ ધર્મમંડળ કોઈ રાજદ્વારી સભા, એ બધાં આ અજ્ઞાન ગામડિયાઓ ઉપર આજ ે ભાષણોની વૃષ્ટિ વરસાવતા તૂટી પડયાં છે અને હે રત પમાડે એવાં ગહન ગહન ઉપદેશો દઈને પાછાં ચાલ્યાં આવે છે. ભાષણો સાંભળી સાંભળીને ગામડિયાઓ એકબીજા સામે તાજુ બ નજરે નિહાળી રહે છે, અગર ઉદ્ગારો કાઢે છે કે ‘વાહ વાહ! ભાષણ દેનારો ગજબાણ!' આથી વધુ તેઓ ભાગ્યે જ સમજી શકે છે. ગામડાં કાંઈ ભાષણોને અભાવે ભાંગી પડ્યાં એમ નથી. ઓછાબોલા ગામડિયાનાં જીવનરહસ્ય જુ દાં જ છે. એનું અબોલ જીવન બે પ્રદેશ ઉપર પથરાયેલું છે: કર્માલયમાં ને ધર્માલયમાં. ગામનો ખેડ ુ ખેતરોમાં તલ્લીન છે. લુહાર-સુતાર પોતાની કોડમાં જામેલ છે. વેપારી પોતાની દુકાન પર અને આખો સ્ત્રીવર્ગ ઘરસંસારમાં જીવનસંગ્રામ કરે છે. આ બધાંમાં વાક્પટુતાને સમય નથી. સહુ પોતપોતાની હદમાં ચુપચાપ મહે નત કરી

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

ગામડિયાઓનો વિસામો રહ્યો ધર્માલયોમાં; સાધુસંતોને મુખે વંચાતાં ‘રામાયણ’, ‘મહાભારત' કે ‘ભાગવત’માં; રાત્રીભરનાં ભજનકીર્તનોમાં; અને ચારણ-ભાટની વાર્તાઓમાં. ધર્માલયોએ ગામડાંઓને સાબૂત રાખવા કેવી કેવી સેવા બજાવેલી છે! દૂર દૂર દેશના બાવાઓ આવીને પોતાનું જીવન ગ્રામ્યજીવનની અંદર ઠલવી દેતા, એક લંગોટીભર રહ્યે રહ્યે પણ સંસારીને યે શરમાવે એવી વ્યવહારકુ શળતાથી દેવાલયને ચલાવ્યે જતા, ઘાસનો અક્ કેક પૂળો ભેળો કરીને ગૌવાઓ નભાવતા, દેવાલયની ચોપાસ નાનકડી ફૂલવાડી રચીને તેનાં ફળફૂલ પ્રણજીને પ્રસાદમાં ધરી, બાળકોને રીઝવતા. ધીરે ધીરે બાવાઓ સંયમહીન થયા, પેધ્યા, સખાવતોને જોરે વિલાસી બન્યા. શ્રદ્ધાળુ ગામડિયો તો એ બધું સહતો ગયો પણ એક દિવસ શહે રમાંથી સુધારક છૂ ટ્યો તે એ ગામડિયાની ભાવના ઉપર વજ્રહથોડો મારી એને ધર્માલયથી વિમુખ બનાવી ગયો. ધર્માલયોની બદી કાઢવા જતાં આપણે ગ્રામહૃદયની અંદરથી ઈશ્વરને નસાડી મેલ્યા, એવું તો બની ગયું નથી ને? ગામડિયાની કમાણીમાંથી એક હિસ્સો પ્રભુજીના 97


ગામડાં કાંઈ ભાષણોને અભાવે ભાંગી પડ્યાં એમ નથી. ઓછાબોલા ગામડિયાનાં જીવનરહસ્ય જુ દાં

જ છે. એનું અબોલ જીવન બે પ્રદેશ ઉપર પથરાયેલું છે: કર્માલયમાં ને ધર્માલયમાં. ગામનો ખેડુ ખેતરોમાં

તલ્લીન છે. લુહાર-સુતાર પોતાની કોડમાં જામેલ છે. વેપારી પોતાની દુકાન પર અને આખો સ્ત્રીવર્ગ

ઘરસંસારમાં જીવનસંગ્રામ કરે છે. આ બધાંમાં

વાક્પટુ તાને સમય નથી. સહુ પોતપોતાની હદમાં ચુપચાપ મહે નત કરી રહ્યા હોય છે

કામમાં જતો, એનું મન ભર્યું ભર્યુ રહે તું, ઈશ્વર તરફની ભક્તિભાવના એને જગતનાં સંકટોની વચ્ચે શુદ્ધ ને બલશાળી રાખતી, એ બધું હવે ગામડાંની અંદરથી રજા લેતું જણાય છે, કારણ કે એની એક પ્રકારની સંસ્થા ઉપરથી શ્રદ્ધા ઉઠાડવા જતાં આપણે બીજી કોઈ ધર્મસંસ્થા એ શ્રદ્ધાને આશરો લેવા આપી ન શક્યા. ગામડાંઓને નવા યુગની ચમક આપવા આજ ઠેર ઠેર મહે નત થઈ રહી છે, પણ ચમક લાગતી નથી. આપણે લોકજીવનના રંગમાં રંગાઈ ગયા છીએ ખરા? આપણે જુ લમની વેદનામાં સદા સળગ્યા કરીએ, રાતદિવસ કેવળ ખુવારીની વાતોમાં જ મશગુલ રહીએ, દેશનું દુઃખ નિહાળીને એક હાસ્ય કરવામાં પણ આપણે પાપ સમજી લઈએ. આપણા મોં ઉપર આશા કે ઉલ્લાસનું નૂર ન દેખાય, આપણી વાતોમાં વિનોદનો લગારે આભાસ પણ ન આવે, ખાદી કે સ્વદેશી કે સેતાની સરકારનાં ગીતો સિવાય બીજાં કોઈ ગીતો લલકારવા આપણો કંઠ તલ્પી ન ઊઠે; આપણે બળ્યાઝળ્યા, સોગિયા ને શુષ્ક! ‘તમારા દેશને માટે' એ જ આપણી એક રાગિણી! તમારી બગલથેલીમાં એવું કાંઈ લઈને તમે આવ્યા 98 

છો કે જ ે લોકોને નચાવી શકે? ઘડીભર આ સૃષ્ટિનું ભાન ભુલાવી શકે? રસમાં તરબોળ બનાવી શકે? હમણાં મહિમામંડિત બનેલું પેલું ઢસા ગામ. ગોપાળદાસજીએ એ પ્રાણહીન ને કજિયાખોર ગામને આજ ે પાગલ બનાવ્યું તે શી રીતે? એણે આઘે ઊભા ઊભા લોકોને ઉપદેશો ન દીધા. એની રાસમંડળીએ લોકોને ચકચૂર બનાવ્યા. એવા ઘાયલ આજ ગુજરાત કાઠિયાવાડમાં ઘણાયે હશે. એવો અક્ કેક ઘાયલ, અક્ કેક પાગલ, અક્ કેક મસ્તીખોર, આજ અક્ કેક ગામડાના કાળજામાં જઈને બેસી જાય, તો જ ગામડાનો અમર આત્મા જવાબ દેશે. ઉપદેશ દેવા જશો તો એ આત્મા ઝોકાં ખાવાનો. લોકોને મરે લા સમજીને આપણે નવું જીવન આપવા ઊપડ્યા છીએ. લોકો આપણી સીકલ સામે જોશે. આપણા શરીરબળ સામે નજર કરશે. આપણી બોલી તપાસશે. આપણો સ્વભાવ ખુશમિજાજી છે કે ઉદાસ એ જોશે. આપણે પોતે જીવતા છીએ કે મુડદાલ એની સાબિતી આપણે પહે લવહે લી દેવી પડશે. જીવન એટલે કેવળ ગાંધીજી કી જય નહીં, કેવળ ખાદીનો પોશાક નહીં, કેવળ સ્વદેશાભિમાનનાં ભાષણો નહીં, કે નહીં કેવળ રેં ટિયો. જીવનનું ઝરણું તો વિધવિધ પ્રદેશો ઉપર નાચતું, કૂદતું, ઘડી વેગ કરતું, તો ઘડી વિસામો લેતું, ઘડી પહાળો પટ ખેંચતું, તો ઘડી ખીણોમાં કલકલ અવાજ કરતું દોડ્યું જાય છે. એવા જીવનનો સ્વાદ આપણે લોકોને ચખાડી શકશું? આપણે અવાજ ઉઠાવીએ કે ગામડિયાઓને એનો વેપારી ચૂસે છે. સાચો વેપારી બનીને કોઈ સ્વયંસેવક એકાદ ગામડું સંભાળી લે એમ છે? સચ્ચાઈનો આદર કરવા ગ્રામ્ય હૃદય પોતાનાં દ્વાર ખુલ્લાં મેલીને બેઠું છે, પરંતુ સચ્ચાઈ તો માત્ર ભાષણ કરીને જ ચાલવા માંડ ે છે. પરંતુ રે ! આપણે તો વર્તમાનપત્રોના ભૂખ્યા, સભાસમિતિઓના જ જીવડા. આપણે જાણીએ કેવળ હે રત [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


પમાડવાનું. મરી ફીટવાની ઝંખના તો નવા યુગના ઘણા જુ વાનોમાં છે. હવે તો જીવી જાણવાનું કોઈ શીખવે? મરવા કરતાં જીવવું મુશ્કેલ છે. સાચા મરનારને જીવતર અકારું નથી લાગતું, મીઠું જ લાગે છે. કલકત્તાની એક વિરાટ સભામાં રાજદ્વારી બાબતો ઉપર લોકોને ભાષણ દઈને ત્યાં ને ત્યાં બીજી જ ઘડીએ ગાંધીજી પોતાના ખોળામાં એક બાળકને રમાડતા હતા, રમાડતાં રમાડતાં એ નાની કન્યાના મોં ઉપર ચૂમીઓ વરસાવ્યે જતા હતા. એક તરફથી એ સાધુ સેનાપતિની રણહાક સાંભળી સ્ત્રીઓનાં અંગ ઉપરથી સોનારૂપાના અલંકારો ઊતરતા હતા, મહમદઅલી અને મોતીલાલજી સભાને ગજવી રહ્યા હતા; ત્યારે બીજી બાજુ એ વિરાટ અને વામન વચ્ચે, એ પરમ અને પરમાણુની વચ્ચે ગાંડીતૂર મસ્તી જામી હતી. જ ે હસી નથી શકતો તે રડી શું જાણવાનો હતો? ગામડાંઓ કહે છે કે ‘તમારું આસન અમારાથી ઊંચે કોઈ માચડા ઉપર ન રાખો. અમે જ ે ધરતી ઉપર બેઠા

આપણે

તો

વર્તમાનપત્રોના

ભૂખ્યા,

સભા-

સમિતિઓના જ જીવડા. આપણે જાણીએ કેવળ હે રત પમાડવાનું. મરી ફીટવાની ઝંખના તો નવા યુગના ઘણા જુ વાનોમાં છે. હવે તો જીવી જાણવાનું

કોઈ શીખવે? મરવા કરતાં જીવવું મુશ્કેલ છે. સાચા મરનારને જીવતર અકારુ ં નથી લાગતું, મીઠું જ

લાગે છે. . . . ‘તમારુ ં આસન અમારાથી ઊંચે કોઈ

માચડા ઉપર ન રાખો. અમે જે ધરતી ઉપર બેઠા છીએ ત્યાં જ બેસો–ભાષણ દઈને દૂર ભાગો મા!

છીએ ત્યાં જ બેસો–ભાષણ દઈને દૂર ભાગો મા! [સૌજન્ય ઃ મિલાપની વાચનયાત્રા ઃ 1950, પ્રકાશક ઃ લોકમિલાપ, પહે લી આવૃત્તિ, 2013] 

ગાધીજીનાં સત્યાગ્રહ-સર્વોદય-સ્વરાજ સંબંધિત પુસ્તકોની યાદી

અહિંસાનો પહે લો પ્રયોગ_25.00 આપણે સૌ એક પિતાનાં સંતાન _30.00 સત્યના પ્રયોગો અથવા આત્મકથા (કાચું પૂંઠ)ું 

_80.00

સત્યના પ્રયોગો અથવા આત્મકથા (ડિલક્સ)

_200.00

એક સત્યવીરની કથા અથવા સાૅક્રેટિસનો બચાવ

_15.00

ગ્રામસ્વરાજ

_50.00

ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા

_40.00

ગાંધીજીનું જીવન એમના જ શબ્દોમાં

_15.00

ચારિત્ર અને રાષ્ ટ્રનિર્માણ 

_10.00

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

_90.00

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

દારૂબંધી કોઈ પણ ભોગે

_10.00

મારા સ્વપ્નનું ભારત મંગળપ્રભાત  રચનાત્મક કાર્યક્રમ લોકશાહી—સાચી અને ભ્રામક સર્વોદય  સર્વોદય દર્શન હિંદ સ્વરાજ હિંદ સ્વરાજ – હસ્તાક્ષર (હાથકાગળ) હિંદ સ્વરાજ – હસ્તાક્ષર (મૅપલીથો)

_80.00 _10.00 _15.00 _15.00 _10.00 _40.00 _20.00 _2000.00 _600.00

99


નઈ તાલીમના અગ્ર યાત્રી યશવંતભાઈ ત્રિવેદી ગાંધીજીની સંકલ્પનાની શિક્ષણરીતિ એટલે નઈ તાલીમ. ગુજરાતમાં તેને નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ ભટ્ટ, ન. પ્ર. બૂચ રૂપે અગ્રણી પ્રયોગકર્તા ને પુરસ્કર્તા મળ્યા. આ સૌ પૂર્વસૂરીઓ પાસેથી કંઈક ને કંઈક મેળવીને તેમનો વારસો આગળ ધપાવતા ને તેમાં પોતાનામાં રહે લી મૌલિકતાથી નઈ તાલીમને પ્રયોગો દ્વારા જીવંત બક્ષનાર જણ એટલે અનિલભાઈ આત્મારામભાઈ ભટ્ટ. આમ પાંચેય મળીને જાણે ગ્રામદક્ષિણામૂર્તિ–આંબલાના પંચાયતન. મનુભાઈ પંચોળી-દર્શકને સણોસરા (જિ. ભાવનગર)માં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખોલતા ત્યાં જવાની જરૂર ઊભી થઈ ત્યારે આંબલાની શાળાની જવાબદારી અનિલભાઈને સોંપતા ગયા. આ જવાબદારી એમણે એવી તો નિભાવી કે તેને બિરદાવતા ખુદ દર્શકે કહ્યું કે ` પ્રાથમિક શાળામાં મૂળશંકરભાઈ અને આત્મારામભાઈ માર્ગદર્શક તરીકે આવી ગયેલા પણ અનિલે નઈ તાલીમના વ્યાપક સ્વરૂપને જ ે રીતે શાળામાં દર્શાવ્યું તેવું કોઈથી નહીં બનેલું. આપણા કરતાં આપણા અનુગામીઓ વધારે ઝળહળે તે આનંદની વાત છે ને?' એવા આ અનિલભાઈનું અભિવાદન કરતું પુસ્તક હૃદયકોષે અનિલભાઈ1 હાલમાં જ પ્રકાશિત થયું છે. એક સમયે આંબલાના જ વિદ્યાર્થી રહી ચૂકેલા ને નીવડેલા સંપાદક રમેશ સંઘવીના સંપાદનપણા હે ઠળ પ્રકાશિત થયેલા આ પુસ્તકનો પ્રેમાર્પણ સમારોહ પણ યોજાયો. નઈ તાલીમને સમજવા ઉત્સુક સૌ માટે અને જ ેમને ઓછીવત્તી આ સમજણ લાધેલી છે એ સૌ માટે ‘નઈ તાલીમનો શિક્ષક કેવો હોય’ એ જાણવા-સમજવા ઉપયોગી થઈ પડે એવું આ પુસ્તક છે. ગ્રામદક્ષિણામૂર્તિના વિદ્યાર્થી અને લોકભારતીના અધ્યાપક રહી ચૂકેલા યશવંતભાઈ ત્રિવેદીનો લેખ આ પુસ્તકમાંથી. . . .

લગભગ ૧૯પર-પ૩નો સમય. પૂ. વિનોબાનું ભૂદાન ભાવનગરમાં હતો, ત્યારે થોડો પરિચય થયેલો. આથી

આંદોલન દેશભરમાં એક નવી1સ્ફૂર્તિ પ્રસરાવી રહ્યું હતું. મુનિશ્રી સંતબાલજીની ભૂદાન પ્રચારની પદયાત્રા જામનગર જિલ્લામાં ચાલી રહી હતી. એ ટુકડી જામનગર શહે રમાં થોડા દિવસ રહે લી. એ વખતે હં ુ જામનગરમાં રહી જિલ્લામાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના કાર્યકર્તા તરીકે સૌરાષ્ટ્ર હિન્દી સમિતિ તરફથી હિંદી-હિંદુસ્તાની પરીક્ષાઓનાં શિક્ષણ અને સંચાલનનું કામ કરતો હતો. સંતબાલજીની એ ટુકડીમાંના એક જુ વાન તરફ મારું ધ્યાન ખેંચાયું. તપાસ કરતાં ખબર પડી કે ભાવનગરના પ્રખર સત્યાગ્રહી આત્મારામભાઈ ભટ્ટના એ પુત્ર છે — નામ અનિલભાઈ. આત્મારામભાઈ સાથે ૧૯૪રની લડત વખતે હં ુ 1. પ્રકાશક ઃ ગ્રામદક્ષિણામૂર્તિ ટ્રસ્ટ (આંબલા, ભાવનગર) પહે લી આવૃત્તિ, 2016 કિંમત _ 125 100 

એ કુ ટબ ું ને હં ુ જાણતો હતો. એ વખતે અનિલભાઈ સાથે થોડી વાતો થયેલી. એમની ધારણા ગામડામાં રહીને ખેતી કરતાં કરતાં ગ્રામસેવા કરવાની હતી. અનિલભાઈ સાથે પછી તો ઘનિષ્ઠ પરિચય થયો અને સાથે કામ કરવાનું પણ બન્યું. એમનું આખું કુ ટબ ું પુણ્યશ્લોક! આત્મારામભાઈના વડીલોની તો ખબર નથી. પણ આત્મારામભાઈ ભટ્ટ અને પાલિતાણાવાળા શંભુભાઈ ત્રિવેદી બંને નખશિખ સત્યાગ્રહી. કષ્ટસહન અને જ ેલના નિયમોના પાલનમાં એમને લાગે એવા જૂ જ માણસો ગુજરાતમાં જડે. આત્મારામભાઈના ચારે ય પુત્રો — અનિલભાઈ, અરુણભાઈ, મહે ન્દ્રભાઈ અને મહે શભાઈ બધા પોતપોતાની રીતે પ્રતાપી અને પોતાના ક્ષેત્રમાં અગ્રણી. આત્મારામભાઈનાં પત્ની (દુર્ગાબહે ન) પણ ૧૯૩૦ના સત્યાગ્રહી. એમની ત્રીજી પેઢીના [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


જુ વાનો ભાઈ ચૈતન્યથી માંડીને સૌ ગ્રામસેવાનાં ક્ષેત્રમાં ઊંડા ઊતરે લા અને વંચિત સમાજની સેવામાં નામ કમાયેલા. વળી અનિલભાઈ પોતે ૧૯૩૦–૩૧ના સત્યાગ્રહની લડતમાં માત્ર એક વર્ષની ઉંમરે એમનાં માતુશ્રી સાથે જ ેલમાં જવા ભાગ્યશાળી થયેલા! માતાપિતા અને નવદસ માસનો એમનો પુત્ર અનિલ પણ સાથે આખું કુ ટબ ું જ ેલમાં. વળી અનિલભાઈને ગિજુ ભાઈના બાળમંદિરમાં પણ ભણવાની તક ત્રણ વરસની ઉંમરે મળેલી. આથી એમના ભણતરમાં પ્રારંભથી જ નિશાળમાં ભય, સજા, માર, લાલચ, ઇનામ કે સ્પર્ધામાંથી મુક્તિના સંસ્કાર મળેલા. ગિજુ ભાઈ દ્વારા એમનું પ્રાથમિક શિક્ષણ થયું અને હરભાઈ ત્રિવેદીની ઘરશાળા હાઈસ્કૂલમાં એમનું માધ્યમિક શિક્ષણ, આથી નૂતન શિક્ષણના સંસ્કારો એમને માટે સ્વભાવ બની ગયા હતા. દસમું ધોરણ પૂરું કર્યું ત્યાં જ વેડછીવાળા જુ ગતરામભાઈ દવેને મળવાનું બનતાં જુ ગતરામભાઈના ‘મોટા થઈને શું કરવું છે?' એવા પ્રશ્રના ઉત્તરમાં ‘ગાંધીનું કામ' એવો એમનો જવાબ સાંભળીને જુ . કાકાએ એમને વેડછી આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાં ૧૯૪૬થી ૧૯૪૯ સુધી તેઓ રહ્યા. બે વર્ષ ગ્રામસેવાની તાલીમ લીધી અને પછી એ જ વિદ્યાલયમાં બે વર્ષ શિક્ષક તરીકે રહ્યા. વેડછીમાં શુદ્ધ આશ્રમી જીવન એટલે રસોઈથી માંડીને બધાં જ કામો હાથે કરવાનાં. ઉત્પાદક શ્રમ ત્રણચાર કલાક અને બે-ત્રણ કલાક મનગમતાં પુસ્તકોનો અભ્યાસ કરવાનો, જુ ગતરામભાઈનું માર્ગદર્શન તો હતું જ. વેડછીના નિવાસ દરમિયાન અનિલભાઈએ એટલું તો નક્કી કરે લું કે આજીવિકા તો શ્રમ કરીને જ મેળવવી. કોઈનું શોષણ કરીને જીવવું નથી. આથી ભાવનગરમાં આવી તળાજાની પાસે એક ગામમાં જમીન ખરીદી ખેતી કામ શરૂ કર્યું; પણ પોતાના કૂવે પાણી ભરવા આવેલા હરિજનોને પાણી ભરવા દીધું એટલે મજૂ રોએ नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

અનિલભાઈએ ગામલોકોના વિરોધને સમજવા એમને વ્યક્તિગત સમજવાનું શરૂ કર્યું. લોકોને પોતાનાં બાળકો બહારથી આવતા પત્રો વાંચી શકે

અને એ પત્રોના જવાબ લખી શકે એની જરૂર લાગતી હતી. એ જ રીતે રોજબરોજના ઘરના નાનામોટા હિસાબો કરતાં બાળકોને આવડે એ

એમની બીજી જરૂરિયાત હતી. આ બંને માગણીઓ

કે અપે�ાઓ સ્વાભાવિક હતી. વળી શાળાનું આ જ કામ હતું. એમણે એ બંને કામોને શાળામાં ઉપાડી લીધાં

વાડીમાં કામ કરવા આવવાની ના પાડી! ચાલુ ખેતીનું બધું જ કામ એમના પર આવી પડ્યું. એથી અતિશ્રમને કારણે બીમાર પડ્યા. વૈદ્યે દસ વર્ષ ખેતી કરવાની મનાઈ કરી. એ દરમિયાન મનુભાઈ પંચોળી સાથે મળવાનું થયું. એમણે આંબલા આવવાનું આમંત્રણ આપ્યું. ૧૯પપથી ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં ચાલતા પંચાયતમંત્રી તાલીમ કેન્દ્રમાં ગૃહપતિ તરીકે જોડાયા. એમને માટે સાચી ગ્રામસુધારણા માટેનાં બીજ વાવવાનું એ કામ હતું. તલાટી મિત્રોના પ્રેમ અને આદર મળતા હતા તે તો નફામાં! પણ ૧૯પ૮માં આ તાલીમ કેન્દ્ર લોકભારતીમાં ફે રવાયું અને બીજી બાજુ થી આત્મારામભાઈ શર્મા જ ેઓ ગ્રામદક્ષિણામૂર્તિની પ્રાથમિક શાળા સંભાળતા હતા તેઓ તબિયતને કારણે છૂ ટા થયા. એટલે સંસ્થાની પ્રાથમિક શાળા કોઈ યોગ્ય માણસે સંભાળવાની આવશ્યકતા ઊભી થઈ. સંસ્થાએ એ કામ અનિલભાઈને સોંપ્યું. એમના કહે વા પ્રમાણે એમને કેળવણી માટે કોઈ વિશેષ અભ્યાસ કે અનુભવ નહોતો. ઉદ્યોગ અને શરીરશ્રમવાળી નવી કેળવણી માટે ગામલોકોનો વિરોધ 101


શરીરશ્રમથી બચવાની પ્રવૃત્તિ માંદલા સમાજનું લ�ણ છે. એને કારણે શ્રમની ઘૃણા અને શ્રમજીવી

પ્રત્યે તુચ્છકાર તથા અસમાનતા તથા ઊંચનીચ

ભાવની વૃત્તિ જાગે છે અને ઘરમાં તથા પરંપરાગત શાળાઓના શિ�ણમાં શ્રમના અભાવે બાળકમાં

આ વૃત્તિમાં વધારો કર્યો છે. આથી આપણી આર્થિક-સામાજિક રચના જ એવી છે કે જે મહે નત

કરે તેને વળતર ઓછુ ં મળે અને જે ખુરશી પર બેસીને કાગળિયાં ચિતરે એને મબલક મળે. . . .

શ્રમિક પ્રત્યેના આ ઊંચનીચ કે અસમાનતાના ભાવને કેળવણીમાં સર્જકતાના શ્રમના આનંદને

ઉમેરીને દૂર કરી શકાય. આ કામ પ્રાથમિક

શાળામાં એમના દવારા થઈ શક્યું એનો અનિલભાઈને સંતોષ છે

ઠેઠ નાનાભાઈએ પ્રોફે સરી છોડી આંબલામાં આવી મુખ્ય મહે તાજીનું પદ ગ્રહણ કર્યું અને ગામની પ્રાથમિક શાળા સંભાળી ત્યારથી ચાલતો હતો. ધીમે ધીમે એ વિરોધ શમતો આવતો હતો. પણ આ નવી કેળવણી છોકરાઓને મજૂ રના મજૂ ર જ રાખવાની હોય તો શાળાએ ગયા વિના પણ એ જ થતું હતું. આ તો આમ જ ચાલવાનું એવી ગામલોકોની સમજમાં કંઈ ફે રફાર નહોતો થયો. અનિલભાઈએ ગામલોકોના વિરોધને સમજવા એમને વ્યક્તિગત સમજવાનું શરૂ કર્યું. લોકોને પોતાનાં બાળકો બહારથી આવતા પત્રો વાંચી શકે અને એ પત્રોના જવાબ લખી શકે એની જરૂર લાગતી હતી. એ જ રીતે રોજબરોજના ઘરના નાનામોટા હિસાબો કરતાં બાળકોને આવડે એ એમની બીજી જરૂરિયાત હતી. આ બંને માગણીઓ કે અપેક્ષાઓ સ્વાભાવિક હતી. વળી શાળાનું આ જ કામ હતું. એમણે એ બંને કામોને શાળામાં ઉપાડી લીધાં. પહે લાં તો શાળામાં પોસ્ટઑફિસનું સંચાલન શરૂ કર્યું અને ખેડતૂ કુ ટબ ું ના ઘરના હિસાબો આધારિત ગણિત શિક્ષણ. દરે ક શિક્ષક દર અઠવાડિયે દસ બાળકોને પત્રો લખે. વર્ગમાં પોસ્ટમાસ્તર. પોસ્ટમૅન, ટપાલપેટી વગેરે શરૂ કર્યાં. ત્રણચાર માસમાં ૫-૬-૭ 102 

ધોરણનાં બાળકો સારા પત્રો લખતાં શીખી ગયાં. ગણિત શિક્ષણની ચાલુ પદ્ધતિ બંધ કરીને ખેડતૂ કુ ટબ ું ના રોજમેળ સ્વરૂપે ગણિત શરૂ કર્યું. ચાલુ ગણિત શિક્ષણનો અભ્યાસ એમાં જ સમાવી લીધો. છ માસમાં ઉપલાં ધોરણોના વિદ્યાર્થીઓને ઘરના હિસાબો રાખવાનું આવડી ગયું. આથી વાલીઓને સંતોષ થયો. શિક્ષકો એક ડગલું આગળ વધ્યા. જાહે ર ઉત્સવો બાળકોને ઘેર ઊજવવાનું શરૂ કર્યું. એમાં જન્માષ્ટમી, રામનવમી, રેં ટિયા બારસને પહે લાં લીધાં. વિદ્યાર્થીઓ સ્વાધ્યાયો, કથાપ્રસંગો વગેરે વાંચે તેથી કુ ટબ ું ીઓ પોતાનાં બાળકોના શિક્ષણ માટે ગૌરવ લેતા થયા. આ સાથે શિક્ષકોની સજ્જતા વધે એ માટે શિક્ષણશાસ્ત્ર-કેળવણીનાં તત્ત્વોને સમજવા પ્રશ્નો તૈયાર કરી નાનાભાઈ, મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. અઠવાડિયે એ કામ માટે એક કલાક જુ દો કાઢ્યો. આને કારણે ચાલુ શિક્ષણના કોયડાઓ અને ઉકેલો શોધવાની શિક્ષકોની યોગ્યતા વધી અને રસ વધ્યો. શાળાના કામકાજનો સમય વધાર્યો અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ Cocurricular activities —વધારી. કોઈ પણ ઉદ્યોગ એ કોઈ કામની જુ દી જુ દી પ્રક્રિયાઓ નથી, કે માત્ર ઉત્પાદન જ નથી. તે થોડો આર્થિક લાભ આપણને આપે કે આપણી જરૂરિયાતો સંતોષે. પણ ઉદ્યોગ બાળકની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને કેળવીને બાળકમાં રહે લી સર્જનાત્મકતાને પોષી એને એક પ્રકારની આનંદની અનુભૂતિ આપે છે. એટલે ઉદ્યોગમાં રમમાણ બાળક એના શ્રમમાં વેઠ કાઢ્યાનો અનુભવ કરવાને બદલે આનંદ અનુભવે છે. ઉદ્યોગનું ઉત્પાદન બાળકને આર્થિક લાભ કે જરૂરિયાતોની પૂર્તિ કરવા સાથે એના પોતાનામાં જન્મેલી એક નવી ક્ષમતાના ગૌરવ સાથે એક અનેરા આત્મવિશ્વાસને જગાવે છે. રોજબરોજની એની [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


સામાન્ય જરૂરિયાતો-રંગીન પેન્સિલ, તેલ, સાબુ, નાના પ્રવાસો, ઉજાણી વગેરેનો ખર્ચ એ ઉદ્યોગના પારિશ્રમિકમાંથી ખરીદી શકે છે ત્યારે જ ે ઉપલબ્ધિનો બાળકો અનુભવ કરે છે એ અનેરો હોય છે. શરીરશ્રમથી બચવાની પ્રવૃત્તિ માંદલા સમાજનું લક્ષણ છે. એને કારણે શ્રમની ઘૃણા અને શ્રમજીવી પ્રત્યે તુચ્છકાર તથા અસમાનતા તથા ઊંચનીચ ભાવની વૃત્તિ જાગે છે અને ઘરમાં તથા પરંપરાગત શાળાઓના શિક્ષણમાં શ્રમના અભાવે બાળકમાં આ વૃત્તિમાં વધારો કર્યો છે. આથી આપણી આર્થિક-સામાજિક રચના જ એવી છે કે જ ે મહે નત કરે તેને વળતર ઓછુ ં મળે અને જ ે ખુરશી પર બેસીને કાગળિયાં ચિતરે એને મબલક મળે. આથી બાળકોનાં માબાપ જ ેઓ આ શોષણના શિકાર બન્યાં છે એમની સામાન્ય મનોવૃત્તિ એવી કે અમે તો આ વેઠ ઇચ્છા-અનિચ્છાએ કરતાં રહ્યાં છીએ, પણ અમારાં બાળકો આમાંથી મુક્ત થાય એવી અમારી કામના છે. શ્રમિક પ્રત્યેના આ ઊંચનીચ કે અસમાનતાના ભાવને કેળવણીમાં સર્જકતાના શ્રમના આનંદને ઉમેરીને દૂર કરી શકાય. આ કામ પ્રાથમિક શાળામાં એમના દ્વારા થઈ શક્યું એનો અનિલભાઈને સંતોષ છે. અનિલભાઈએ અભ્યાસ પ્રવૃત્તિઓ શરૂ કરી એથી શાળાની રોનક બદલાઈ ગઈ. શિક્ષણમાં જીવનને ઉપયોગી જુ દી જુ દી પ્રવૃત્તિઓનો અનુબંધ નઈ તાલીમના પ્રાણરૂપ છે. એમણે શાળાની સામાન્ય જરૂરિયાતની પૂર્તિને કેળવણીની પ્રવૃત્તિ બનાવી દીધી. વિદ્યાર્થીઓને એ અનુભવ થયો કે એમની જરૂરિયાત કરતા શાળાના ઓરડાઓ ઓછા છે. સંસ્થા પાસે ધન નથી. તો આપણે આપણો શ્રમ આપીએ અને ઓરડાઓના બાંધકામ માટે જ ે કાચો માલ જોઈએ તે ચીજવસ્તુઓ સંસ્થા આપે. આથી ઓરડાઓના બાંધકામ માટે માટીની પસંદગી કરવી, ઈંટો પાડવી એને આગમાં પકવવી, એ ઈંટોનો ઉપયોગ કરીને દીવાલો બાંધવી, એ દીવાલોને પ્લાસ્ટર કરવું, મકાનના नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

લાકડાના કામમાં સુથારને મદદ કરવી — આ બધાં કામોમાં જરૂર પડે ત્યાં નિષ્ણાતોનું માર્ગદર્શન, મદદ લેવી અને એ રીતે કામની બધી પ્રક્રિયાઓમાં ભાગ લઈ એમાં નિપુણતા મેળવવી એ કેળવણીનું પાયાનું કામ બની ગયું. આ પ્રવૃત્તિ દ્વારા પ્રાથમિક શાળાનાં બાળકોએ શાળામાં ખૂટતા ઓરડાઓ તથા ગૌશાળાનું મકાન પણ તૈયાર કર્યું. આ બધાં મકાનોનું રંગકામ પણ બાળકોએ જાતે જ કર્યું. આ ઉપરાંત એવો જ બીજો મોટો પ્રોજ ેક્ટ ૧૯૬3થી ૧૯૮૨ સુધી (લગભગ વીસ વર્ષ) તબક્ કે તબક્ કે ૪૧૪૨૦ કલાકનો શ્રમ કરીને છ એકર જ ેટલી બંજર જમીનને નવસાધ્ય કરી. આજ ે એ જમીન પર ફળઝાડ, શાકભાજી, મગફળી. અનાજ ઉત્પાદન અને ગૌશાળાની ગાયો માટે લીલો ચારો પેદા થાય છે. સાદા પાકો સિવાય મગફળીની ચાર જુ દી જુ દી જાતોમાં કઈ જાત ઓછામાં ઓછા પાણીએ પાકે એના અખતરા પણ વિદ્યાર્થીઓએ કર્યા છે. આવો જ આ શૈક્ષણિક પ્રોજ ેક્ટ એમણે ભૂગોળ અને ઇતિહાસ શીખવવા માટે ભારતના જુ દા જુ દા પ્રદેશોના ભૂગોળ-ઇતિહાસને રજૂ કરતા એક વિશાળ મેળાનું આયોજન કરીને કર્યો. એ પ્રદેશના ત્યાં રહે તા લોકોને એ મેળામાં બોલાવી તેમનું માર્ગદર્શન લઈને એ પ્રદેશની સંસ્કૃ તિ, વિકાસનાં કેન્દ્રો, ધાર્મિક તીર્થસ્થાનો, સાહિત્યકારો, એનાં ઐતિહાસિક સ્થળો, સ્થાપત્યો વગેરેના નમૂનાઓ પણ તૈયાર કરાવ્યા. મેળા પહે લાં ત્રણચાર માસ શાળા જાણે ચોવીસ કલાક ચાલતું જીવંત કારખાનું બની રહે તી. વિદ્યાથીઓ પોતાને જોઈતી માહિતી સુંદર ગ્રંથોમાં શોધતા કે શિક્ષકોની સહાય અને એ પ્રદેશનાં રહે વાસી નિષ્ણાતોની મુલાકાતો દ્વારા મેળવતા. પ્રાથમિક શાળાનાં ઉપલાં ધોરણો સાથે નીચલાં ધોરણોનાં નાનાં બાળકો પણ એ કાર્યકમોમાં ઉત્સાહપૂર્વક જોડાઈને એમનાથી થાય એટલી સહાય કરી 103


સર્જનાત્મકતાનો આનંદ માણતા. મોટી ઉંમરના વધુ ભણેલા લોકોને પણ આ બાળકો પાસેથી એ પ્રદેશની ઝીણી ઝીણી વિગતો એવી મળે કે એમને પણ સમજાય કે આપણું ભણતર કેટલું કાચું હતું. જાણે એક વિરાટ જ્ઞાનયજ્ઞ! મેળા માટે ચારપાંચ કલાક કાઢીને એને જોવાનો આનંદ માણનાર લોકો પણ જ્ઞાનની સંતૃપ્તિની અનુભૂતિ કરે તો જ ેને આ બધા નિર્માણમાં સક્રિય ભાગ ભજવવાનો આનંદ મળ્યો હોય એવાં બાળકોની તો વાત જ શી કરવી? રાતે એ જ પ્રદેશનાં સરળ નૃત્ય, નાટક કે સંગીત વગેરે પણ હોય જ. આવો જ વિજ્ઞાનમેળો પણ થાય. એમાં શાળાપયોગી વિજ્ઞાનના પ્રયોગાેનાં પ્રદર્શનો, સીધા પ્રયોગો, વૈજ્ઞાનિકોનાં જીવન અને એમણે કરે લી શોધો અને એનો સામાન્ય લોકોને મળતો લાભ વગેરેનાં ચિત્રો, ચાર્ટો અને નમૂનાઓ વગેરે બધું પણ બહુ રસ પડે એવી રીતે રજૂ કરવામાં આવ્યું હોય. આ જ રીતે ગણિત, ભાષા વગેરે માટે પણ દર વરસે એકએક વિષયમાં ઊંડા ઊતરવાનું થતું. શાળાઓમાં વિવિધ-વિષયોના નીરસ જથ્થામાં બાળક જાણે પકડાયેલો વેઠિયો હોય અને એણે ઘંટ અને શિક્ષકોના તાસોની સમણાસમણીનાં જગ ં લમાં પાંચ કલાક સતત અણગમતા વાતાવરણ વચ્ચે જીવવાનું હોય એ રીતે મોટા ભાગનાં બાળકો જાણે પોતાની એ નિયતિ હોય તેમ સમજી સહન કરે છે, એને બદલે આંબલાની પ્રાથમિક શાળામાં માબાપ બાળકને એ જમી લે એ માટે એને શોધતાં શાળામાં આવે અને એમને પરાણે જમાડવાં પડે એવી સ્થિતિ ઊભી થતી. પોતાને સોંપાયેલાં કામોમાં વ્યસ્ત અને આનંદમગ્ન બાળકને જોઈને માબાપને પણ એમનું બાળપણ ફરી ભોગવવા શાળામાં દાખલ થઈ જવાનું મન થઈ જાય એવું જીવંત વાતાવરણ ત્યાં હોય. આથી જ આ શાળા જોઈને રાષ્ટ્રપ્રમુખ ડાૅ. ઝાકિર હુસેનસાહે બ જ ેઓ દેશની નઈ તાલીમની શાળાઓને Fraud — છેતરપિંડી કહે તા હતા તેઓ આ બાળકોને જીવનપોષક અનેક પ્રવૃત્તિઓ 104 

દ્વારા ટકાઉ અને જીવંત કેળવણી લેતાં જોઈને સંતોષનો ઓડકાર લેતા બોલેલા કે ‘આવી શાળાઓ છે ત્યાં સુધી નઈ તાલીમ સતત જીવંત રહે શે એમાં શંકા નથી.' અહીંનું પ્રાથમિક શાળાનું કામ બધા શિક્ષકોના સહકારથી બરાબર ગોઠવાઈ ગયું હતું અને બીજી બાજુ મનુભાઈએ માઈધારના પરિસરમાં પ્રૌઢ નાગરિકોને સંસ્કાર શિક્ષણ અને પોતે જ ે વ્યવસાય કરે છે એ ધંધાની વિશેષ આવડતો કે કૌશલ્યો કેળવીને પોતાના વ્યવસાયમાં બરકત લાવે એવા અવિધિસરના લોકશિક્ષણ પ્રૌઢશિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો તેમાં મનુભાઈએ પહે લા સાથીદાર તરીકે અનિલભાઈનો હાથ પકડ્યો. અનિલભાઈએ માઈધારની આ જવાબદારી સ્વીકારીને મનુભાઈને નિશ્ચિંત કર્યા. ખેતીકામ કરતા ખેડતૂ ો ગોપાલકો, સુથારી-લુહારી કે કડિયાકામ કરતા જુ વાનોને અઠવાડિયું કે પખવાડિયું માઈધારમાં બોલાવીને એમને એમના ધંધાના નિષ્ણાતો સાથે એમના ધંધાની સમસ્યાઓ અને નવી શોધો સાધનો વિશે અદ્યતન માહિતી મળે એવી વ્યવસ્થા ત્યાં થતી. આ સાથે સાદી કવિતાઓ, વાર્તાઓ, વાચન અને વ્યાખ્યાનો દ્વારા એમના સંસ્કાર ઘડતરનું કામ પણ થાય. શિબિરમાં એક નિશ્ચિત સમય માટે એક જ ે સામૂહિક જીવન નિર્માણ થાય એમાં એમના જીવનને નવી દિશા મળે. વળી સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક રૂઢ સંસ્કારોના મનનાં જાળાં પણ દૂર થાય. સર્વાંગી અવિધિસરના પ્રૌઢશિક્ષણનો આ એક સરસ અખતરો હતો. સમગ્ર ગામને પણ એમાં આવરી લઈ ધાર્મિક તહે વારોની ઉજવણી માટે જન્માષ્ટમીને લઈને શ્રીકૃ ષ્ણે ગ્રામજીવનને કેવું રસાળ અને ત્યાંના સામાજિક જીવનને કેટલું એકરસ કરે લું એનું સુંદર ચિત્ર ગામડામાં જન્માષ્ટમીને દિવસે પેદા થતું. પણ જ ેમ પૂ નાનાભાઈએ મનુભાઈને પોતાને સ્થાને બેસાડીને પોતાની હાજરીમાં નિયામકપદ એમને સોંપેલું એમ મનુભાઈએ પણ ગ્રામદક્ષિણામૂર્તિની સમગ્ર [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


સહયોગની નોંધ લેવી જોઈએ. સંસ્થાને એમણે બંનેએ આપેલા પ્રદાન માટે તો એકબીજો લેખ લખવો પડે! એ ઉલ્લેખ જરૂરી છે કે અનિલભાઈએ ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનું સુકાન છોડ્યું પણ સંસ્થાને છોડી નથી. સંસ્થા દ્વારા એમને અપાયેલું નિવાસસ્થાન છોડી સંસ્થાની સાવ નિકટ એમણે અને લાલજીભાઈએ અંગત મકાન બાંધીને ત્યાં રહે વાનું સ્વીકાર્યું છે. આથી જુ વાન લોકો કશી દૈનંદિન દખલનો અનુભવ કર્યા વિના પોતાનું કામ કરી શકે અને છતાં જરૂર પડે ત્યારે એ બંનેની સેવા અને હં ૂફનો લાભ મળી શકે. અત્યારે ૮૬ વર્ષની સીમા વટાવીને હવે વાનપ્રસ્થ જીવન અને સંન્યાસની મનોવૃત્તિ એમણે કેળવી છે. પણ ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીને શૈક્ષણિક માર્ગદર્શન એમના દ્વારા મળતું રહે છે એ નાના ભાઈ-મનુભાઈની ધરોહરરૂપ બંને સંસ્થાઓનું સદ્ભાગ્ય છે. અનિલભાઈ આંબલામાં રહીને જ પોતાની શતાબ્દી ત્યાં ઊજવે એવી હાર્દિક શુભકામનાઓ અને પ્રભુપ્રાર્થના સાથે મારો લેખ પૂરો કરું.

જવાબદારી અનિલભાઈને સોંપીને નિયામક બનાવ્યા. એટલે અનિલભાઈને આંબલા આવવું પડ્યું. માઈધારના કાર્યકમને સંભાળી લેનાર બીજા કોઈ સક્ષમ કાર્યકર્તા ન મળતા એ કાર્યક્રમ અઘૂરો છોડવો પડ્યો. હવે લોકભારતીના મૅનેજિગ ં ટ્રસ્ટી શ્રી અરુણભાઈએ એ જવાબદારી ઉપાડી માઈધાર પરિસરનું નવનિર્માણ કામ શરૂ કર્યું છે એ જાણી આનંદ થયો. આપણે એમને શુભેચ્છા આપીએ. અનિલભાઈની ઉંમર અને એમની શારીરિક સ્થિતિ પણ ધીમે ધીમે બગડતી જતી હતી. એમણે લોકભારતીના જૂ ના સ્નાતક સુરસંગભાઈ ચૌહાણને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાના નિયામક બનાવી મણારની લોકશાળા એમને સોંપી અને એમના પુત્ર મેહુલભાઈ[ભટ્ટ]ને ઉપનિયામક તરીકે આંબલા લોકશાળા સોંપી. ટ્રસ્ટી મંડળમાંથી પણ પોતે નિવૃત્ત થયા. ગ્રામદક્ષિણામૂર્તિનો આ ચાલીસ વર્ષનો વિકાસ અનિલભાઈના હાથે થયો એમાં એમના નિકટના સહકાર્યકર્તા એવા લાલજીભાઈ નાકરાણી અને અનિલભાઈનાં પત્ની સૌ. મધુબહે નની સેવાઓ અને 

નવજીવનનાં કે ળવણીવિષયક પુસ્તકો કેળવણીનો કોયડો  ગાંધીજી ખરી કેળવણી  ગાંધીજી ટાૅલ્સ્ટાૅયની 23 વાર્તાઓ  લિયો ટાૅલ્સ્ટાૅય, અનુ. જિતેન્દ્ર દેસાઈ પાયાની કેળવણી  ગાંધીજી આત્મરચના અથવા આશ્રમી કેળવણી  જુ ગતરામ દવે જીવનનું પરોઢ પ્રભુદાસ ગાંધી

_80.00 _80.00 _150.00 _50.00 _125.00 _150.00

બુનિયાદી શિક્ષણ (નઇ તાલીમ)ની ઐતિહાસિક અને વૈચારિક વિકાસયાત્રા ચંદ્રકાંત ઉપાધ્યાય મહાત્મા ગાંધીની કેળવણીની ફિલસૂફી  ડાૅ. મણિભાઈ પટેલ મૂરખરાજ અને તેના બે ભાઈઓ  ગાંધીજી ગાંધીજીનું શિક્ષણદર્શન (એમના જ શબ્દોમાં)  સં. મ. જો. પટેલ

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

_35.00 _60.00 _10.00 _60.00 105


ગુજરાત ફોટો ફે સ્ટિવલ 2016

યુદ્ધ પછીની શાંતિની સફર

તસવીર ઃ મિતુલ કજરિયા

કળા, સંસ્કૃતિ અને અભિવ્યક્તિ રૂપે ફોટોગ્રાફર્સની ક્લિકમાં દેખાઈ

યુદ્ધ અને શાંતિ એકબીજાના તદ્દન વિરોધી હોવા છતાં એકી શ્વાસે બોલાય એટલા નજીક છે. શાંતિ માટે યુદ્ધ અનિવાર્ય નથી પણ યુદ્ધ પછીની શાંતિનું મહત્ત્વ વિશેષ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા 1971ના યુદ્ધે બાંગ્લાદેશ નામે રાષ્ ટ્ર સર્જ્યું એ યુદ્ધનાં દૃશ્યો ગમખ્વાર હતાં. ફરી યુદ્ધ ન થાય એ માટે એ દૃશ્યો કાયમીરૂપે ક્યાંક કેદ થવા જરૂરી હતાં. ભારત માટે આ દૃશ્યો કેદ કર્યા ભાવનગરના ફોટોગ્રાફર કિશોર પારે ખે. હિંદુસ્તાન ટાઇમ્સ, નૅશનલ જ્યોગ્રાફી, સન્ડે ટાઇમ્સ, પોપ્યુલર ફોટોગ્રાફી જ ેવાં રાષ્ ટ્રીય-આંતરરાષ્ ટ્રીય અખબારોમાં ફોટોગ્રાફી માટે એશિયા પેસેફિક દેશોમાં ખૂબ ફરે લા કિશોર પારે ખે તાશ્કંદ કરાર વખતની ફોટોગ્રાફી માટે સોવિયેત લૅન્ડ તરફથી ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો. આવા બહાદુર ફોટોગ્રાફરના ચુનંદા ફોટોગ્રાફ્સનું ‘બાંગ્લાદેશ : એ બ્રૂટલ બર્થ’ શ્રેણી હે ઠળ નવજીવનમાં ફોટો ઍક્ઝિબિશન યોજાયું હતું.

ગત વર્ષે અશ્વિન મહે તાના ફોટોગ્રાફ્સ ઍક્ઝિબિશનથી

આરંભાયેલા ગુજરાત ફોટો ફે સ્ટિવલનું આ બીજુ ં વર્ષ હતું. તા. 31 માર્ચથી 3 એપ્રિલ 2016, એમ ચાર દિવસ દરમિયાન ગુજરાત ફોટો ફે સ્ટિવલ 2016 અંતર્ગત યોજાયેલા આ ઍક્ઝિબિશનનું જાણીતા ચિત્રકારછબીકાર જ્યોતિ ભટ્ટના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યભરમાંથી પધારે લા મૅચ્યાૅર/એમૅચ્યાૅર ફોટોગ્રાફર્સ તથા ફોટોગ્રાફી અને આર્ટનાં અન્ય ક્ષેત્રોમાં રસ ધરાવનાર લોકોની હાજરીમાં બિલકુ લ વાતચીતના 106 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


તસવીર ઃ પૂર્વા શાહ

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

107

તસવીર ઃ વિકી રાૅય

અંદાજમાં જ્યોતિ ભટ્ટે કિશોર પારે ખ સાથેની ફોટોગ્રાફીની સફર અને સંભારણાં વર્ણવ્યાં હતાં. જ ેમાં કિશોર પારે ખની સૂધબૂધ, હિંમત, પ્રયોગશીલતાનો પરિચય થયો હતો. સત્ય આર્ટ ગૅલરીમાં કિશોર પારે ખના જ ે ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા તે બધાની પ્રિન્ટ્સ નવજીવને થોડા અરસા પહે લાં શરૂ કરે લા રંગજ્યોત ફાઈન આર્ટ પ્રિન્ટમાં કાઢવામાં આવી હતી. આ ફોટો ફે સ્ટિવલ હે ઠળ દેશનાં અન્ય રાજ્યોના ફોટોગ્રાફર્સના ફોટોનું ઍક્ઝિબિશન પણ અમદાવાદની વિવિધ આર્ટ ગૅલરીમાં યોજાયું હતું. બાળવયે રે લવે સ્ટેશન પર કૂડોકચરો વીણવાથી સંઘર્ષમય સફર (1999) શરૂ કરીને ‘સ્ટ્રીટ ડ્રીમ્સ’ (2007) નામે પોતાનાં પહે લું ફોટો ઍક્ઝિબિશન કરનાર વિકી રોય, દેશ-દુનિયામાં એડિટોરિયલ ફોટોગ્રાફી ક્ષેત્રે જાણીતા ફોટોગ્રાફર ફવઝાન હુસૈન(મુંબઈ), નૅચર અૅન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ગણેશ રે ટ અને ઇન્ડિયન કલ્ચર શંકર (કર્ણાટક), આર્કિટેક્ચર, પોર્ટ્ઈ પર ઉત્કૃ ષ્ટ ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફર અમિત મહે રા (દિલ્હી), ‘એ મૅગેઝિન એબાઉટ રે સ્ટ અાૅફ ધ વર્લ્ડ’ તરીકે જાણીતા ‘કલર’ મૅગેઝિન સાથે લાંબા અરસાથી જોડાયેલા રાજ ેશ વોરા(મહારાષ્ટ્ર)ના ફોટોગ્રાફ્સનાં ઍક્ઝિબિશન યોજવામાં આવ્યાં હતાં. વિશ્વના શ્રેષ્ઠ ફોટોગ્રાફ્સનું ક્લેકશન ધરાવતી કેટલીક બુક્સ પણ મૂકવામાં આવી હતી. આ બંને રીતે મુકાયેલા ફોટોગ્રાફ્સે મુલાકાતીઓને એક અલગ જ અનુભવ કરાવ્યો હોવાનું તેમની સાથેના સંવાદમાં


આ ફે સ્ટિવલ અંતર્ગત ફોટો એક્ઝિબિશન અને બુક લોન્ચ

ઉપરાંત આર્ટ, કલ્ચર તસવીર ઃ વિકી રાૅય

અને ફોટોગ્રાફી અંગે

ટોક પણ યોજાઈ હતી.

Such a wonderful and educational Photo Festival. It was like playing a treasure hunt, where at each turn, I found a treasure, which will help me in my journey as a photographer. Kishore Parekh & Ganesh shankar's exhibitions were like master classes for any student of photography. Two days workshop with Chandan Gomes and Vicky Roy opened my eyes to the world of edits and how to present the story through my photographs. Sonali Dalal  Photographer & Participant in GPF 2016

જણાયું હતું. ફે સ્ટિવલમાં ભાગ લીધેલા ફોટોગ્રાફર્સ અને મુલાકાતીઓની આ ફોટોગ્રાફર્સ સાથે ટાૅક પણ યોજવામાં આવી હતી. ફોટો ફે સ્ટિવલ માત્ર ફોટોલક્ષી ન બની રહે તા કળાનાં વિવિધ રૂપો જ ેવાં કે લેખન, લોકસાહિત્ય, ચિત્ર, રંગમંચ અને આર્કિટેક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પણ અલગ અલગ દિવસે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પહે લી એપ્રિલે જાણીતા કોલમ્નિસ્ટ અને વક્તા જય વસાવડાની ‘કૅમેરો આંખનું મન, મનની આંખ’ વિષય પર વક્તવ્ય અને બીજી તારીખે હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ સાથેનો લોકદરબાર યોજવામાં આવ્યો હતો. ફિલ્મ અને રંગમંચ ક્ષેત્રે જાણીતા કલાકાર અને હવે અમદાવાદ પરેશ રાવલના ટ્વિટર પેજ પરનો એક સ્ક્રિન શાૅટ પૂર્વના સાંસદ પરે શ રાવલ પણ ત્રીજી તારીખે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન છ ઍક્ઝિબિશન, ત્રણ બુક લોન્ચ, બે વર્કશોપ અને એક કાૅન્ટેસ્ટ યોજાયાં હતાં. ચંદન ગોમ્સના ‘ધિસ વર્લ્ડ અાૅફ ડ્યુ’નું એસ્થર ડેવિડે, અમિત મહે રાના ‘રોઝનામા’નું બી. વી. દોશીએ અને ફવઝાન હુસૈનના ‘ધ સિલ્વર સિન અૅન્ડ બિયોન્ડ’નું વિમોચન જય વસાવડાએ કર્યું હતું. કાૅન્ટેસ્ટના પ્રાઇઝ વિનિંગ ફોટોગ્રાફ્સનો એક અલગથી ગ્રૂપ શો પણ યોજવામાં આવ્યો હતો. આ બધાં કાર્યક્રમો તદ્દન અનૌપચારિક ઢબે યોજાય તેવી વ્યવસ્થા પણ આયોજનપૂર્વક કરાઈ હતી.  (વધુ તસવીરો આવરણ 3 ઉપર, ક્રેડિટ સિવાયની બધી તસવીરો સ્વપન પારે ખની છે.) 

108 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


કાયદાનો રખેવાળ ઃ જાવર્ટ

લે મિઝેરાબ્લનું હૃદયસ્પર્શી પાત્ર

પ્રફુલ્લ રાવલ ઉમાશંકર જોશી જ ેને ‘નવલકથા નહીં પણ ગાથા’ કહે છે અને સ્વામી આનંદ ‘જ ેનામાં કદી ઘરડા ન થવાનો ગુણ’ જુ એ છે, એ વિશ્વવિખ્યાત નવલકથા લે મિઝેરાબ્લનાં કથાવસ્તુ અને પાત્રોથી नवजीवनનો અક્ષરદેહનો ભાગ્યે જ કોઈ વાચક અજાણ હશે. પોતાની રીતે અદકેરા એવા દરે ક પાત્રમાં કંઈક એવું છે જ ે વાચકના મનમાં અનેક પ્રશ્નો ખડા કરે છે, આકર્ષે છે, પ્રભાવિત કરી જાય છે યા લાગણીનો સંબંધ બાંધી જાય છે. આમાંનું એક પાત્ર એટલે ઇન્સ્પેક્ટર જાવર્ટ. લે મિઝેરાબ્લના સફળ પ્રયોગરૂપ ત્રણ પરિચયો કરાવવાના ઉપક્રમમાં સાહિત્યિક દૃષ્ટિએ પરિચય આપનાર લેખકને આ પાત્ર એટલું સ્પર્શી ગયું કે ઇન્સ્પેક્ટર જાવર્ટના પાત્રનું અલગથી આલેખન કરી મોકલ્યું છે . . .

વિશ્વવિખ્યાત નવલકથા લે મિઝેરાબ્લનું એક વિશિષ્ટ ‘બસ, બરાબર; મેં તેને હવે પકડી પાડ્યો છે.’ (પૃ. 59)

પાત્ર છે જાવર્ટ. નવલકથાનો નાયક છે જીન વાલજીન. જ ે લશ્કરી વહાણ પર કેદી-ગુલામ હતો. એણે પોતાનું નામ બદલીને મૅડલીનબાપુ રાખેલું. એમ એણે મૂળ ઓળખ છુ પાવી હતી. સમય જતાં એ ઉદ્યોગપતિ બનીને શહે રનો નગરપતિ બન્યો હતો ત્યારે એ જ શહે રમાં જાવર્ટ પોલીસ ઇન્સ્પેક્ટર બનીને આવેલો. જાવર્ટને જીન વાલજીનના અતીતનો ખ્યાલ હતો. એણે ધર્માચાર્યને ત્યાં કરે લી ચોરીની ઘટનાથી જાવર્ટ વાકેફ હતો. કેવો હતો આ જાવર્ટ? ‘ઓસ્ટ.ના ખેડતૂ ોને ખાતરી હોય છે કે, વરુની માદા જ્યારે વિયાય છે, ત્યારે તેનાં બચ્ચાંમાં એક કૂતરો હોય છે. મા તેને ઝટ મારી નાખે છે, નહીં તો તે બીજાં બચ્ચાંને ખાઈ જાય. વરુની માદાના આ કૂતરા સંતાનને માણસનું મોં હોય, તો તે બરાબર જાવર્ટ થઈને ઊભો રહે ! (પૃ. 58) આ જાવર્ટને સત્તા માટે અપાર આદર હતો અને ગુના માટે ધિક્કાર હતો. એ માનતો હતો: ‘સરકારી નોકર કદી ભૂલ ન કરે , અને ન્યાયાધીશ કદી ખોટું ન કહે .’ વળી એની માન્યતા હતી કે ‘ગુનેગારો હંમેશને માટે હાથથી ગયેલા માણસો છે, તેઓ કદી સારા થઈ જ ન શકે.’ (પૃ. 59) નવલકથાકાર વિક્ટર હ્યૂગોએ જાવર્ટની ઓળખ આમ આપી છે: ‘ગુનેગારોની દુનિયા ઉપર ગુપ્તપણે કડક ચોકી રાખવા જ જાણે તેનો અવતાર હતો.’ (પૃ. 59) એ મૅડલીનબાપુ બનેલા જીન વાલજીનને ઓળખી ગયો છે એટલે એ બોલે છે: नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

એણે જીન વાલજીનના પાછલા બધાં તાંતણા જોડવાનો પ્રયત્ન કર્યો હતો. સંતોષ પામતાં જાવર્ટની એક વિશિષ્ટ ટેવ હતી તે છીંકણીનો સડાકો ખેંચવાની. મૅડલીનબાપુને જોયા પછી જાવર્ટે છીંકણીનો સડાકો ખેંચ્યો હતો. આ ઈન્સ્પેક્ટર જાવર્ટ એક અબળા નામે ફૅ ન્ટાઈનને ગુનેગાર માનીને લગભગ ઘસડીને થાણે લઈ જતો હતો તે દરમિયાન નગરપતિ મૅડલીનબાપુએ જાવર્ટને આદેશ આપતા કહ્યું કે, ‘ક્રિમિનલ કોડની નવમી, અગિયારમી અને છાસઠમી કલમો અનુસાર હં ુ હુકમ કરું છુ ં કે, આ બાઈને એકદમ મુક્ત કરવામાં આવે.’ (પૃ. 75) ત્યારે જાવર્ટે દલીલ કરીને છેવટે કચવાતા મને નગરપતિના હુકમનું પાલન કર્યું હતું પણ પછી જાવર્ટને પોતાની દલીલો ‘શિક્ષાપાત્ર કૃ ત્ય’ જ ેવી લાગી હતી. વળી એણે ‘મેજિસ્ટ્રેટ પ્રત્યેનું સન્માન દાખવવામાં ગંભીર ગફલત’ (પૃ. 79) કરી હોવાનું માનીને સ્વયં નગરપતિને પોતાને ‘બરતરફ’ કરવાનું કહ્યું હતું. એના આ અભિગમમાં એની સરકાર પ્રત્યેની મૂળ નિષ્ઠા દેખાય છે. નગરપતિ પોતે પહે લા તો પોતે જીન વાલજીન હોવાનું નકારે છે પરંતુ અર્રાસની અદાલતમાં મૅડલીનબાપુ પોતે જ જીન વાલજીન હોવાનું કબૂલતાં, જાવર્ટને જ તેને પકડવાનું વોરન્ટ મળ્યું હતું. જાવર્ટ જીન વાલજીનને પકડવા જાય છે ત્યારે એને ‘ન્યાય અને સત્યનો અનિષ્ટ ઉપરનો વિજય’ (પૃ. 103) દેખાય છે. એ નગરપતિને બોચીએથી 109


જાવર્ટને સત્તા માટે અપાર આદર હતો અને ગુના

માટે ધિક્કાર હતો. એ માનતો હતો: ‘સરકારી નોકર કદી ભૂલ ન કરે, અને ન્યાયાધીશ કદી ખોટું

ન કહે .’ વળી એની માન્યતા હતી કે ‘ગુનેગારો હં મેશને માટે હાથથી ગયેલા માણસો છે, તેઓ કદી સારા થઈ જ ન શકે.’ નવલકથાકાર વિક્ટર હ્યૂગોએ

જાવર્ટની

ઓળખ

આમ

આપી

છે:

‘ગુનેગારોની દુનિયા ઉપર ગુપ્તપણે કડક ચોકી રાખવા જ જાણે તેનો અવતાર હતો.’

પકડે છે ત્યારે ત્યાં પાસે ઊભેલી ફૅ ન્ટાઇનથી અચાનક ચીસ નીકળી પડે છે અને જાવર્ટ સહજ ગુસ્સામાં ‘અહીં કોઈ નગરપતિ નથી’ (પૃ. 104) એવું કહે છે. એના આ વિધાનમાં જીન વાલજીન પ્રત્યેનો અભાવ વર્તાય છે. વળી એ ફૅ ન્ટાઈનને કહે છે, ‘જો સાંભળ, અહીં કોઈ મૅડલીનબાપુ પણ નથી ને નગરપતિ સાહે બ પણ નથી. અહીં તો એક ચોર, ડાકુ , જીન વાલજીન નામનો ગુનેગાર છે; અને મેં તેને હવે પકડ્યો છે. સમજી?’ (પૃ. 105) જીન વાલજીન પોતે સ્વીકારે લ નૈતિક જવાબદારીને અનુલક્ષીને જાવર્ટને ત્રણ દિવસ એને મુક્ત રાખવા વિનંતી કરે છે. જ ેને જાવર્ટ નકારે છે. ભલે, સુધરે લો પણ જાવર્ટને મતે રીઢો ગુનેગાર જીન વાલજીન વળી છટકી જાય છે. દરમિયાન જાવર્ટ પૅરિસ પહોંચે છે અને પૅરિસ ગયેલાં જાવર્ટના મનમાંથી જીન વાલજીન ધીમે ધીમે વિસારે પડે છે. જીન વાલજીન મરી ગયો હોવાનું જાવર્ટ માનવા માંડ ે છે. વળી 1824માં એ જીવતો હોવાનું એને જાણવા મળે છે અને વળી જાવર્ટ એની શોધ કરવામાં પ્રવૃત્ત થાય છે. પરંતુ એને સફળતા મળતી નથી. પરિસ્થિતિ વિપરીત બને છે. ફ્રેન્ચ ક્રાંતિના સંદર્ભે જાવર્ટ ક્રાંતિકારીઓના કબજામાં આવે છે અને એને મારી નાખવાનો છે. જાવર્ટને 110 

મારી નાખવાની જવાબદારી જીન વાલજીન સામેથી ઈનામ રૂપે માગી લે છે. એ કહે છે: ‘આ માણસની ખોપરી હં ુ મારે હાથે ઉડાવી દેવા માગું છુ .ં ’ (પૃ. 412) એને પરવાનગી મળે છે અને ત્યારે પકડાયેલો જાવર્ટ ધીમા અવાજ ે બોલે છે: ‘તને એ જ છાજ ે!’ (પૃ. 412) જાવર્ટના આ પ્રતિભાવમાં આછો વ્યંગ છે. પણ જીન વાલજીન સાવ જુ દો વ્યવહાર આચરે છે. ‘ગળા આગળ બાંધેલા દોરડા આગળથી પકડીને જીન વાલજીન તેને નાના મોરચાની બહાર દોરી ગયો’. (પૃ. 413) અને તેણે પૂછ્યું: ‘જાવર્ટ, મને ઓળખ્યો’ (પૃ. 413) ત્યારે જાવર્ટનો પ્રતિભાવ હતો: ‘તારું વેર વસૂલ કર’. (પૃ. 413) પણ જીન વાલજીન કહે છે: ‘હવે ચાલ્યો જા, તું છૂ ટો છે’ (પૃ. 413) એ સાંભળી જાવર્ટ એકદમ ચોંકે છે. જીન વાલજીને જાવર્ટને પોતાનું સરનામું આપ્યું. જાવર્ટ ગણગણીને ચાલવા માંડ્યો પણ થોડે દૂર ગયા પછી પાછો ફરીને બોલ્યો, ‘પણ ભલા માણસ તું મને પૂરો કરી નાખ ને?’ (પૃ. 414) પરંતુ જીન વાલજીનને એને મારવો નથી તેથી જાવર્ટ દેખાતો બંધ થયો ત્યારે તેણે તમંચો ઊંચો કરીને હવામાં ભડાકો કર્યો, અને પછી મોરચામાં પાછા આવીને જણાવ્યું, ‘કામ પતી ગયું છે.’” (પૃ. 414) જાવર્ટ ચાલ્યો જાય છે. મોરચા પર ઘમસાણ થાય છે અને ત્યાં મેરિયસ ઘવાતા એને ઉપાડીને જીન વાલજીન એના નિવાસે પહોંચતા પૂર્વે નદીમાંથી ખોબો ભરી પાણી લેવા નીચે નમ્યો ત્યારે તેની પાછળ જાવર્ટ ઊભો હતો. વળી જાવર્ટ સાથે જીન વાલજીનની મુલાકાત થઈ ત્યારે જાવર્ટનો ‘દેખાવ બિહામણો થઈ ગયો’ હતો. (પૃ. 436) જીન વાલજીનનું કથન હતું: ‘તમારા હાથમાં હં ુ હવે સપડાયો છુ .ં ઉપરાંત આજ સવારથી હં ુ મારી જાતને કેદી જ ગણું છુ .ં મારું સરનામું તમારા હાથમાંથી છટકવાનો પ્રયત્ન કરવા માટે નહોતું જ આપ્યું. મને પકડી લો; પરંતુ તે પહે લાં મારી એક વિનંતી સ્વીકારો.’ (પૃ. 436) જીન વાલજીનને કરે લી વિનંતી પછી જાવર્ટના મનનું પરિવર્તન થાય છે. એ સપડાયેલા જીન વાલજીનને [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


પકડવાનું બાજુ રાખી પોતાને બચાવનાર પ્રત્યે કૃ તજ્ઞતા દાખવવા એને અને મેરિયસને ઘોડાગાડીમાં બેસાડીને રૂદલ હોમ આર્મની શેરીના નાકે પહોંચાડે છે અને ‘હં ુ અહીં તારી રાહ જોઉં છુ .ં ’ (પૃ. 439) એમ કહીને એ જીન વાલજીનને ઉપર મોકલે છે. પરંતુ થોડીવારમાં જીન વાલજીનને ખબર પડે છે કે શેરીમાં કોઈ જ ન હતું. નવલકથાકાર વિક્ટર હ્યૂગોના શબ્દો છે: ‘જાવર્ટ ચાલ્યો ગયો હતો.’ (પૃ. 440) એ ધીમે પગલે પાછા ફર્યો હતો. ત્યારે ‘તેનું માથું નીચે ઝૂકેલું હતું. જીવનમાં પહે લી વાર! અને જીવનમાં પહે લી જ વાર તે બંને હાથ પીઠ પાછળ રાખીને ચાલતો હતો.’ (પૃ. 443) કેવી હતી એની સ્થિતિ? ‘તેના આખા શરીરમાંથી ખેદ અને ચિંતા તાવની વરાળ પેઠ ે ભભૂકી રહ્યાં હતાં.’ (પૃ. 443) એ દ્વિધામાં હતો. પોતાનું જીવન તેણે એક ગુનેગાર તરફથી બક્ષિસમાં મેળવ્યું હતું. અને તેના બદલામાં એને ન્યાયના પંજામાંથી મુક્ત કર્યો હતો. વિક્ટર હ્યૂગોએ જાવર્ટના આ વ્યવહાર સંદર્ભે પ્રશ્નો કર્યા છે: ‘પરંતુ ન્યાયના હાથારૂપ બનનારો એ રીતે ન્યાય વિફળ થાય તેવું પગલું ભરી શકે? પોતાની વૈયક્તિક લાગણીઓને સામાજિક કર્તવ્ય બજાવવામાં આડે આવવા દઈ શકાય?’ (પૃ. 444) આ પ્રશ્નોનો ઉત્તર ‘ના’ હોય. પછીનો પ્રશ્ન છે: ‘અને છતાં, આજ ે પોતાની વૈયક્તિક લાગણીઓને આગળ કરીને જ તેણે

જાણે સામાજિક કર્તવ્ય અને તેથી પણ વધુ કાંઈક ઉચ્ચ કર્તવ્ય બજાવ્યું હોવાનો આત્મસંતોષ તેને કેમ થતો હતો?’ (પૃ. 444) જાવર્ટની આંતરભાવનાનો પડઘો છેલ્લા પ્રશ્નમાં સમાયેલો છે. જીન વાલજીનને પકડ્યા વગર ગયેલો જાવર્ટ પોતાની ફરજમાં ચ્યુત થયો હોવાનો રંજ અનુભવે છે અને જ ે માર્ગ પકડે છે એ જીવનના અંતનો છે. વિક્ટર હ્યૂગોએ એની અંતિમ ઘડીની વાત આમ મૂકી છે : ‘થોડી વાર તે સ્થિર ઊભો રહ્યો. પછી તેણે પોતાનો ટોપો કાઢીને બાજુ એ મૂક્યો, અને ત્યાર બાદ તે પુલની કમાન ઉપર સીધો ઊભો થઈ ગયો. એક જ કૂદકો, અને સીધો અંધારામાં એક ધબાકો પછી શું થયું, એ તો એ કૂદકો મારનાર જાણે, અથવા એ અંધારું જાણે’ (પૃ. 447) વિક્ટર હ્યૂગોએ જાવર્ટના પાત્ર દ્વારા એક નીતિમત્ત સરકારી અધિકારીનું ચિત્ર વાચક સમક્ષ મૂકીને નીતિમત્તા માટે આત્મત્યાગ કરનાર જાવર્ટની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. માર્ગ તો તદ્દન ખોટો ન કહે વાય પણ જાવર્ટના અંતરાત્માએ જ ે રસ્તે જાવર્ટને વાળ્યો એમાં એનામાં રહે લું સત્ત્વ એ સત્ પ્રગટ થયું. આત્મહત્યા જાવર્ટનું પ્રાયશ્ચિત છે અને એમાં સત ્નો મહિમા છે. લેખક-સંપર્ક: બી/12, માધવ અૅપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ ગાર્ડન સામે, વાસણા, અમદાવાદ–07 p

નવજીવનનાં અન્ય કે ટલાંક સાહિત્યિક પ્રકાશનો

આશા અને ધીરજ  ઍલેક્ઝાંડર ડૂમા, અનુ. ગોપાળદાસ પટેલ ક્રાંતિ કે ઉત્ક્રાંતિ? વિક્ટર હ્યૂગો, અનુ. ગોપાળદાસ પટેલ વિસરાતી વિરાસત  જ ેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની રવીન્દ્ર-સૌરભ  રવીન્દ્રનાથ ટાગોર, અનુ. કાકાસાહે બ કાલેલકર મઝધાર  હે લન કેલર, અનુ. વિઠ્ઠલદાસ કોઠારી પ્યાસ અને પરબ  બાલમુકુંદ દવે સીતાહરણ  ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ માનવીય ખંડિયેરો  પૅરી બરજ ેસ, અનુ. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, સં. મહે ન્દ્ર મેઘાણી વિદેશ વસવાટનાં સંભારણા  જિતેન્દ્ર દેસાઈ नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

_ 150 _150 _200 _110 _150 _15 _80 _25 _ 40

111


પુસ્તકમેળો અને પુસ્તકપ્રેમ અરવિંદ શુક્લ ‘ઊંઘવાની મજા છે, પણ પુસ્તકો વાંચવાની મજા તેનાથીયે વધારે છે.’ અમદાવાદમાં ફરી ફરીથી ભરઉનાળે પુસ્તકમેળો યોજાઈ રહ્યો છે, ત્યારે જાણીતા અમેરિકન નવલકથાકાર અને વાર્તાકાર જ્યોર્જ આર. આર. માર્ટિનની પુસ્તકો માટેની આ ઉક્તિ ધ્યાને ચઢી છે. ફે ન્ટસી ભરી વાર્તાઓ પણ લખનાર માર્ટિનની પુસ્તકો માટેની આ ચાહનામાં આયોજકોને મનોમન કદાચ એવો સુધારો ધ્યાનમાં હશે કે ‘ઉનાળામાં ભરબપોરે ઊંઘવાની મજા છે, પણ પુસ્તકો ખરીદવા-વેચવાની મજા તેનાથીયે વધારે છે!’ ‘नवजीवनનો અક્ષરદેહ’ સહિત એકથી વધુ સામયિકો–દૈનિકોમાં એકથી વધુ વખત અમદાવાદ નૅશનલ બુક ફે રના સ્થળ-કાળમાં બદલાવ અંગે લખાઈ ચુક્યું છે.1 તેની અસરરૂપ આ વખતે આશ્વાસન એટલું કે સ્થળ બદલીને અમદાવાદની લગભગ મધ્યમાં કહી શકાય એવું રાખતા અમદાવાદની જનતા અને બહારગામથી આવતા પુસ્તકપ્રેમીઓ કંઈક રાહતની લાગણી અનુભવશે પણ પુસ્તકમેળા ઘણાં બધાં તાર્કિક કારણોસર નવેમ્બરથી ફે બ્રુઆરીમાં જ યોજવાના નિર્ણય (આપણા દેશમાં વર્લ્ડબુકફે ર સ્થાનિક સ્તરે પણ મોટેભાગે આ ગાળામાં જ પુસ્તકમેળા યોજાય છે) પર આવતા હજુ સંબંધિત તંત્રને કોણ જાણે કેટલાં વર્ષ લાગશે! ખેર, હમણાં તો પુસ્તકપ્રેમી તરીકે આપણે પુસ્તકોની અને તેના દિવાના વાચકોની વાત કરીએ. એક સમયે નવજીવનની હરતીફરતી પુસ્તકોની દુકાન અને તેના પુસ્તકમેળા સંભાળનાર કુ શળ વિક્રેતા અરવિંદભાઈ શુક્લને એ ગાળામાં થયેલા કેટલાક અનુભવો આ પ્રસંગે સંભારવા જ ેવા છે. . .

હરતીફરતી પુસ્તકોની દુકાનના પુસ્તકમેળા નવજીવન ટ્રસ્ટે એ રીતે નક્કી કરે લા કે મોટાં શહે રોમાં પુસ્તકમેળા

ન કરવા પણ નાનાં ગામડાંઓમાં પુસ્તકમેળા કરવા કારણ કે આવાં ગામડાંમાં લોકોને પુસ્તકો મળતાં નથી કે પુસ્તકમેળા થતા નથી. આવો એક પુસ્તકમેળો મહે સાણાની એક પ્રાથમિક શાળામાં ગોઠવ્યો હતો. પ્રાથમિક શાળાએ પહે લેથી યોગ્ય પુસ્તકોની પસંદગી કરે લી હતી કે બાળકોને કયાં પુસ્તકો ગમશે. એ પુસ્તકોને શાળાના એક હોલમાં ગોઠવવામાં આવ્યાં. હોલ આખો પુસ્તકોથી ભરાઈ ગયો હતો. શાળાના આચાર્યને જાણ કરી કે પુસ્તકમેળો ગોઠવાઈ ગયો છે, હવે વિદ્યાર્થીઓને મોકલશો. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે ધીમે ધીમે આવ્યા અને પુસ્તકો ખરીદ્યાં પણ પછી આખી સ્કૂલનો એક સાથે પુસ્તકમેળામાં ધસારો શરૂ થયો. પુસ્તકો બધાં ફેં દી નાખ્યાં, કેટલાંક તો ફાટીયે ગયાં. વિદ્યાર્થીઓ પર કંટ ્રોલ કરવો અઘરો થઈ પડ્યો. બિલ બનાવતાં પણ તકલીફ થાય એટલા વિદ્યાર્થીઓ બિલની લાઈનમાં ઊભા હતા. સાંજ પડતા સુધીમાં તો પુસ્તકો ખૂબ ફેં દાઈ ગયાં હતાં અને કેટલાંક ઘોડા પરથી નીચે પણ પડી ગયાં હતાં. આ રીતે ત્રણ દિવસ પુસ્તકમેળો ચાલ્યો તેમાં બીજા દિવસે બપોર પછી હિસાબ માંડ્યો તો પુસ્તકમેળામાં જ ેટલાં પુસ્તકો લઈ ગયાં હતાં તેનાં 80 ટકા વેચાઈ ગયાં હતાં. અને સૌથી વધુ આનંદની વાત તો એ કે અમારે પુસ્તકો પરત લઈ જવાનાં આવ્યાં નહીં. ત્રીજા દિવસના અંતે બધાં જ પુસ્તકો વેચાઈ ગયાં હતાં. એ લોકોનું કહે વું હતું કે અમારે પુસ્તકો ખરીદવાં હોય પણ અહીં અમારા ગામમાં ક્યાંય મળતાં નથી. [પુસ્તકમેળો ઃ 2016 નિમિત્તે વિશેષરૂપે લખાયેલ સ્મરણ] 

1. સળંગ અંક 15, મે 2014 • સળંગ અંક 24, એપ્રિલ 2015 112 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


હરતી-ફરતી પુસ્તકની દુકાનનો પુસ્તકમેળો ભૂજની શાળામાં ગોઠવ્યો હતો. આઠદસ પુસ્તકોની ચોરી કરતો એક છોકરો પકડાયો. પૂછપરછ કરી. છોકરાએ કહ્યું, ‘અમારી શાળાની લાઇબ્રેરી કાયમ બંધ રહે છે. વાંચવાનો શોખ છે. પણ પુસ્તકો વાંચવા મળતાં નથી. મેળામાં પુસ્તકો જોઈને રહે વાયું નહીં. તેથી વાંચવા માટે ચોર્યાં છે. તેને બધાં પુસ્તકો મફત આપવા માંડ્યાં. તેણે મહાપરાણે લીધાં. બીજ ે દિવસે તે પૈસા આપવા આવ્યો. કહે  ઃ ‘રાત્રે પુસ્તકો વાંચ્યાં. આવાં પુસ્તકો ચોરાય નહીં, મફતમાં પણ ન લેવાય. તેથી ઉછીના પૈસા લાવ્યો છુ .ં તે પૈસા હં ુ પછી ભરી દઈશ.’ પુસ્તકમેળો ચાલ્યો ત્યાં સુધી એ છોકરો પુસ્તકો ચોરાય નહીં તેની ચોકી રાખવા રોજ ેરોજ ખડે પગે ઊભો રહ્યો. 

મંદિરમાં પુસ્તકગાડી પાર્ક કરે લી ત્યાં પહોંચ્યા. પર્યટન પર આવેલા મંદિરમાં ઊતરે લાં છોકરાંઓ ગાડી પાસે ઊભેલાં. તેમણે પૂછ્યું, ‘આ ગાડી તમે લાવ્યા છો?' અમે હા પાડી. તેમણે કહ્યું, ‘સારું થયું તમે આવી ગયા. જો મોડું કર્યું હોત તો ગાડીનાં બારણાં તોડી પુસ્તકો જોવા લાગત! અમારી ધીરજ ખૂટી હતી. છોકરાંઓ અમને પગે લાગ્યાં. ગામમાં પુસ્તકો લાવવા માટે આભાર માન્યો ને રૂ. 1500/-નાં પુસ્તકો ખરીદ્યાં. 

અમરે લીમાં પુસ્તકમેળો હતો. એક વકીલભાઈ પુસ્તકોના ભારે શોખીન. પુસ્તકમેળા અને પુસ્તકગાડીની વાતથી રાજી થયા. તે અને તેમનાં પત્ની પાણીનો લોટો ભરીને આવ્યાં. ગાડી ફરતે પાણી નાખતાં ગયાં ને ફરતાં ગયાં. અમે પૂછ્યું, ‘આ શું કરો છો?' તેમણે જવાબ આપ્યો. `ભાઈ બારે તીરથ ઘેર આવ્યાં છે, તેની પ્રદક્ષિણા કરીએ છીએ!' 

મેળામાં રોજ સવારથી એક 65-70 વર્ષની ઉંમરનાં વૃદ્ધા આવે ને પુસ્તક લઈ ખૂણામાં બેસી જાય. બપોરે ઝોકે પણ ચડે. અમે કહ્યું, `માજી. આખો દિવસ શું કામ વેડફો છો? ઘરે જઈ થોડો આરામ તો કરો.' માજીએ જવાબ આપ્યો, `ભઈલા, તમે તો બેચાર દિવસમાં જતાં રહે વાના અને હં ુ પુસ્તક વાંચ્યા વગર રહી જાઉં ને! વંચાય એટલાં વાંચી લઉં. પછી ઊંઘવાનું તો છે જ ને!' 

આવાં અનુભવો અનેક થયાં. ગુજરાતના ગામડાંઓમાં પુસ્તકો પહોંચાડવાની આ જરૂરિયાતને પહે લાથી જ જાણી ગયેલા જિતેન્દ્રભાઈનો આ કારણે જ એવો વિચાર હતો કે હરતી ફરતી પુસ્તકોની દુકાનની ચાર-પાંચ ગાડીઓ હોય અને ગુજરાતનાં નાનાં-નાનાં ગામડાઓમાં સતત ફરતી રહે ને આ રીતે પુસ્તકમેળાઓ કાયમ ચાલ્યા કરે . [સૌજન્ય ઃ ઈમેજ બુક-કલ્ચર ટ્રસ્ટ, અહે વાલ-2, 1998-99. મૂળ સ્રોત્ર ઃ નયા માર્ગ] 

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

113


જલપાન ઃ ક્યારે, કે ટલું, કે વું વૈદ્ય રે ણુકા સિદ્ધપુરા હવા પછીના ક્રમે પાણી એ સજીવની અનિવાર્ય જરૂરિયાત છે, આ પ્રાથમિક સમજણ પ્રાથમિક શાળાથી આપણી પાસે છે, પરંતુ ક્યારે , કેટલું, કેવું પાણી પીવું એ છેવટની સમજણ વિકસી જાય તો કેટલાક હઠીલા અને પ્રકૃ તિગત રોગોમાંથી પણ છુ ટકારો મેળવી શકાય એમ છે. આયુર્વેદના પ્રચાર-પ્રસારના સામયિક ‘નિરામય’માંથી આ અંગે વિશેષ સમજણ આપી જતો લેખ. . . .

મહર્ષિ વાગ્ભટ્ટે અષ્ટાંગહૃદય–સૂત્રસ્થાનમાં પાણીનું

સરસ વર્ણન કરે લું છે.

વાગ્ભટ્ટ જણાવે છે કે અડધું જમી રહ્યા પછી પાણી પીવાથી ધાતુઓ યોગ્ય પ્રમાણમાં રહે છે, તેથી શરીર જોઈએ તેવું રહે છે. ભોજનને અંતે પાણી પીવાથી આમાશયમાં કફની વૃદ્ધિ થાય છે તેથી શરીર થેલા જ ેવું થાય છે. જમતા પહે લાં પાણી પીવાથી જઠરાગ્નિને તે હોલવી નાખે છે તેથી એ અગ્નિમાં પચાવવાની શક્તિ રહે તી નથી અને અન્ન સારી રીતે પચે નહીં તેથી તે માણસનું શરીર દુબળું થાય છે.1 સ્થળ, કાળ અને તાપમાનની રીતે અલગ અલગ પાણીના ગુણો અલગ અલગ હોય છે. જો તેને જાણીસમજીને વ્યક્તિ જલપાન કરે તો ઘણી આધિવ્યાધિમાંથી મુક્તિ મેળવી શકે છે. અહીં ટૂકં માં અલગ અલગ પાણીના ગુણદોષ આપવામાં આવ્યા છે. ઠં ડા પાણીના ગુણ ઃ

ઠડં ું પાણી પીવાથી મદાત્ય (દારૂના અતિશય વ્યસનથી થતો રોગ), ગ્લાનિ, મૂર્છા, ઊલટી, થાક, તરસ, સૂર્ય વગેરેનો તાપ, બળતરા, પિત્ત તથા લોહીના રોગ તથા ઝેરના ઉપદ્રવ મટે છે. પરંતુ સાથે સાથે ખૂબ જ ઠડં ું પાણી જઠરાગ્નિને હોલવે પણ છે. આથી નિયમિત ફ્રીઝના ઠડં ા પાણીનો પ્રયોગ ન કરવો જોઈએ, પરંતુ જરૂર જણાય ત્યારે ઉપયોગ કરવો જોઈએ. નહીં તો જઠરાગ્નિ મંદ થતાં શરીરમાં વિવિધ ઉપદ્રવો થવા લાગે છે. 1. भुक्तस्यादौ जलं पीतमग्निसादं कृशाङ्गताम। अन्ते करोति स्थूलत्वमूर्ध्वदामाशयात्कफम्।। 114 

ગરમ પાણીના ગુણ ઃ

ગરમ પાણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. આમને અને આહારને પચાવે છે. કંઠ (અવાજ)ને સુધારે છે. ગરમ પાણી હલકું, ગરમ તથા મૂત્રનું શોધન કરનારું છે. હે ડકી, આદમાન, વાયુ તથા કફનાં રોગોમાં, નવા તાવમાં, ઉધરસમાં, આમમાં સળેખમમાં, દમમાં અને શૂળ વગેરે પીડા થતી હોય તે રોગમાં ગરમ પાણી ફાયદાકારક છે. અર્થાત્ એ રોગોમાં પાણી આપવું હોય તો ગરમ પાણી આપવું. ઉકાળીને ઠં ડું કરેલું પાણી ઃ

ઉકાળીને ઠડં ું કરે લું પાણી અભિષ્યંદી નથી અને હલકું છે. અભિષ્યંદી એટલે શરીરનાં છિદ્રો બંધ કરનારું. ઉકાળીને ઠડં ું કરે લ પાણી હલકું હોવાથી જ ે રોગમાં બીજા દોષ સાથે પિત્ત ભળેલું હોય તેમાં પીવું હિતકારક છે. એટલે વાતપિત્તમાં, પિત્તકફમાં અને સન્નિપાત(ત્રિદોષ)માં ઉકાળીને ઠડં ું પાડેલું પાણી પીવું સારું છે. પણ જો રાતવાસો રહે તો તે જ પાણી ત્રિદોષ ઉત્પન્ન કરે છે. આથી તેવું પાણી ન પીવું જોઈએ. પાણી ઉકાળીને ઠડં ું પાડવાનો નિયમ આ પ્રમાણે છે : જાંગલ દેશમાં વાયુ અને ગરમી વિશેષ હોવાથી તેનું પાણી હલકું છે. માટે જલદી શુદ્ધ થાય છે. તેથી પાણીનો ચતુર્થાંશભાગ બળવા દઈને બાકીનું પાણી ઠડં ું કરી વાપરવું. અનુપ દેશની જમીન ઠડં ી હોવાથી તેનું પાણી ભારે હોય છે માટે તેને ત્રણ ભાગનું બાળવું અને બાકીનું ઠડં ું કરી ઉપયોગમાં લેવું. સાધારણ દેશનું પાણી અડધું [એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


વધારે પ્રમાણમાં હોય તે પાણીથી લોહીવિકાર, ચામડીના રોગો અને કંઠમાળ [ગળામાં માળાના આકારના ચાંદા પડવાનો એક ઝેરી રોગ] જ ેવા રોગો થાય છે. જ ે પાણી ગંધ વગરનું, અસ્પષ્ટ રસવાળું, ઠડં ,ું તરસ મટાડનારું, સ્વચ્છ, હલકું અને મનને ગમે એવું હોય તે ગુણકારી કહે વાય છે. જ ે પાણી ચીકણું, કીડાવાળું, પાંદડાં, શેવાળ કે કાદવથી ખરાબ થયેલું, ખરાબ રંગવાળું, ખરાબ રસવાળું, ઘાટું કે દુર્ગંધવાળું હોય તે હિતકારી નથી. મલિન કમળો, પાંદડાં, શેવાળ કે ઘાસ આદિથી ઢકં ાયેલું, ખરાબ જગ્યાનું સૂર્ય-ચંદ્રનાં કિરણોના સ્પર્શ વગરનું, માવઠાનું, વરસાદ પડ્યા પછી ત્રણ દિવસ ન થયા હોય એવું અને બગડી ગયેલું પાણી ત્યજી દેવું, કારણ કે એવું પાણી બધા દોષોને અત્યંત કોપાવનારું છે. એવું પાણી પીવાથી અને તેનાથી નાહવાથી તરસ, આફરો, જીર્ણજ્વર, ઉધરસ, મંદાગ્નિ, રસવાહી, નાડીઓનો અવરોધ, ચળ, ગુમડાં વગેરે થાય છે.

બાળવું અને પછી ઠડં ું કરી વાપરવું. ઉકાળેલું પાણી ફીણ વિનાનું, નિર્મળ તથા હલકું થાય તથા ચોથે ભાગે બાકી રહ્યું હોય તે કફના રોગોને મટાડે છે. ત્રણ ચતુર્થાંશ રહ્યું હોય તો તે પિત્તને મટાડે છે અને અડધું રહ્યું હોય તો તે વાતદોષને મટાડે છે. એક જાતનું પાણી પીધા પછી તે પચી ગયા વગર બીજી જાતનું પાણી પીવું નહીં. મતલબ કે કૂવાનું પાણી પીધા પછી તે પચી ગયા વિના તળાવનું પાણી ન પીવું. તળાવનું પાણી પીધા પછી કૂવાનું ન પીવું વગેરે, એ જ રીતે કાચું પાણી પીધા પછી ઉકાળેલું ન પીવું અને ઉકાળેલું પીધા પછી કાચું પાણી ન પીવું. તરસ લાગ્યા છતાં પણ અત્યંત પાણી પીનારને પિત્ત અને કફ થાય છે. તાવવાળાએ તો આ વાત વિશેષ ધ્યાનમાં લેવા જ ેવી છે, કેમ કે કફ જઠરમાંથી અગ્નિને ઓલવીને તાવ આણે છે. તે કફ કાચું પાણી પીવાથી વધે છે. જ ે પાણીમાં ખનીજક્ષારો (કૅલ્શિયમ, સલ્ફેટ) વિશેષ હોય છે, તે પાણીથી અજીર્ણ, મળાવરોધ, અરુચિ અને અગ્નિમાંધ જ ેવા રોગો થાય છે. પાણીમાં મૅગ્નિશિયમ

[સૌજન્ય ઃ નિરામય, ફે બ્રુ., 2016માંથી સંવર્ધિત-સંપાદિત] 

કે ટલાંક આરોગ્યવિષયક પુસ્તકો

આરોગ્યની ચાવી  ગાંધીજી આંખ સાચવવાની કળા   ડાૅ. ગોવિંદભાઈ પટેલ કુ દરતી ઉપચાર  ડાૅ. શરણપ્રસાદ કામવિજય  સી. જ ે. વાન લીટ ઘરગથ્થુ વૈદક  બાપાલાલ ગ. વૈદ્ય ડાૅક્ટર આવતા પહે લાં  ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી દિનચર્યા  બાપાલાલ ગ. વૈદ્ય પ્રાકૃ તિક જીવનશૈલી અને રોગનિવારણ   જિતેન્દ્ર આર્ય મધુપ્રમેહ અને તેના ઉપચાર  ચંદુલાલ કા. દવે યોગાસન સેલ્ફ ટીચર  શિવાભાઈ પટેલ

_ 15.00 _ 80.00 _ 100.00 _ 40.00 _ 300.00 _ 30.00 _ 100.00 _ 75.00 _ 20.00 _ 100.00

લસણ બાદશાહ  ઈશ્વરલાલ શાસ્ત્રી સ્ટ્રેસ  ડાૅ. શિવપ્રસાદ ત્રિવેદી કૌટુબિ ં ક હોમિયોપેથિક માર્ગદર્શિકા   જ ે. કે. મજમુદાર દર્દનિવારક નસ માલિસ શિક્ષક   શિવાભાઈ પટેલ માનવમૂત્ર  રાવજીભાઈ પટેલ રસ પીઓ કાયાકલ્પ કરો   કાંતિ ભટ્ટ, મનહર ડી. શાહ લસણ—મેથીની ચમત્કારી અસર   ડાૅ. લેલાૅર્ડ કાર્ડલ

Key to Health  Gandhiji Nature Cure  Gandhiji

_ 50.00 _ 15.00 _ 90.00 _ 15.00 _ 150.00 _ 100.00 _ 15.00 _ 15.00 _20.00

આ ઉપરાંત, હૃહયરોગ પર ડાૅ. રમેશ કાપડિયાનાં બધાં પુસ્તકો ગુજરાતી અને અંગ્રજીમાં પણ ઉપલબ્ધ છે. नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

115


પુન:પરિચય, સંિ�પ્ત પરિચય

બાળ-કિશોર-તરુ ણ વિશેષ

બાળકો તો ખરાં જ, મોટેરાંને પણ રસ પડે એવી વાર્તા મૂરખરાજ અને તેના બે ભાઈઓ • લે. ગાંધીજી બાળપણમાં આપણે સહુ વાર્તા વાંચતા હોઈએ છીએ. મોટા થયા પછી વાર્તામાં રસ નથી પડતો એવું નથી હોતું પણ સમાચારો જાણવાની જરૂરિયાતમાં આપણી એ પ્રાથમિકતા નથી રહે તી. તેથી વાર્તા વાંચવાનું બાજુ પર રહી જાય છે. પણ જો કોઈ વિશેષ રસપ્રદ વાર્તા ધ્યાને ચઢી જાય તો સમય કાઢીને પણ વાંચી લઈએ છીએ. આવી વાર્તાઓમાં બહુ સહજતાથી સ્થાન પામે એવી એક વાર્તા એટલે મૂરખરાજ અને તેના બે ભાઈઓ. ‘સૈન્ય અને ધનનાં બળો પરિશ્રમના તેજ આગળ કેવાં ઝાંખાં પડે છે’ તેની રોમાંચક સફર આ વાર્તા કરાવે છે. મૂળે ટાૅલ્સટોયની આ વાર્તાનો ગાંધીજીએ પોતાની માન્યતા મુજબ જ, કોશિયો પણ સમજી શકે એવી સરળ ભાષામાં અનુવાદ કર્યો છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આ વાર્તા હપતાવાર છપાઈ હતી. બાળકોને વાંચવામાં સરળતા રહે એ વિચારથી 1964માં સુરતના ગાંડીવ કાર્યાલયે ગાંધીજીના જૂ ની ગુજરાતી ભાષાના કેટલાક શબ્દોમાં ફે રફાર કરીને આ પુસ્તિકા પ્રકાશિત કરી હતી. જ ેને નવજીવન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2010માં મૂળ સ્વરૂપે પ્રકાશિત કરાઈ છે. તેની અત્યાર સુધીમાં 10,000 ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. નાનાં નાનાં 13 પ્રકરણોમાં વહેં ચાયેલી અને સચિત્ર એવી આ વાર્તા બાળકોના વૅકેશનના વાચનની [ફોર કલર ટાઇટલ, સાઇઝ 9.5x7, પાનાં 36, _ 10/-] ગરજ સારે એવી છે.

નવી પેઢીને ગાંધીજીનો પરિચય કરાવતું પુસ્તક: GANDHI The alternative to violence • Carlos G. Valles આ પુસ્તક મહાત્મા ગાંધીના જીવન પર આધારિત છે. ગાંધીજી વિશે ફાધર વાલેસના આ સૌપ્રથમ અંગ્રેજી પુસ્તકમાં ગાંધીના જીવનના અતિ મહત્ત્વના પ્રસંગોને આવરી લીધા છે. નાનાં નાનાં 17 પ્રકરણોમાં તેને વિભાજિત કર્યા છે અને તે દ્વારા ગાંધીનો જીવનસંદેશ નવી પેઢીમાં અંગ્રેજી મારફત પહોંચાડવાનો તેમણે ઉપક્રમ આદર્યો હોય તેવું સમજાય છે. 150થી ઓછાં પાનાંનું આ નાનકડું પુસ્તક ગાંધીની જીવનયાત્રાને સરળ ભાષામાં રજૂ કરી આપે છે. ગાંધીજીની આત્મકથા, કાકાસાહે બ કાલેલકરનાં લખાણો અને અન્ય સંદર્ભો ઉપરાંત શંકરલાલ બૅંકરનાં સ્મરણોમાંથી ઘટનાઓ મૂકી છે. મુખપૃષ્ઠ પર ગાંધીનું મીંચેલી આંખોવાળંુ સુંદર રે ખાચિત્ર છે તો પાછળના ભાગે ફાધરનો કરચલીવાળો ચહે રો અને પરિચય છે. પુસ્તકના શીર્ષકમાં ગાંધીને હિંસાના વિકલ્પ રૂપે રજૂ કર્યા છે. ‘મારું જીવન એ જ મારી વાણી’ એવો ગાંધીનો સંદેશ આપણે બધાં જાણીએ છીએ એટલે હિંસાનો વિકલ્પ અહિંસા એવું નહીં, હિંસાનો વિકલ્પ ગાંધી એમ મૂકવામાં આવ્યું છે. અહીં ગાંધી એટલે ગાંધીવિચાર અને ગાંધીવિચાર એટલે ગાંધીનું જીવન એવું સમીકરણ વાચકને બરાબર સમજાઈ રહે છે.  [જૂ ન 2013માં ડકં ેશ ઓઝા લિખિત દીર્ઘ પરિચયમાંથી સંપાદિત] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડગ િં , સાઇઝ 6 × 8, પાનાં 144, _ 100, વિદેશમાં $ 5]

116 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


તરુણોની ગાંધીકથા : My Early Life — An illustrated Story • M. K. Gandhi, Edited by Mahadev Desai મહાત્મા ગાંધીનાં અનેક જીવનચરિત્રોમાં આ પણ એક સુંદર પ્રસ્તુતિ છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે ભારતમાં તૈયાર કરે લાં પ્રારંભિક પુસ્તકોમાં My Early Life (1932) છે. ગાંધીજીની આત્મકથાની તે સંક્ષિપ્ત આવૃત્તિ છે. તેઓ જ ેલમાં હતા ત્યારે આ નાનકડું મોહક પુસ્તક તેમના માર્ગદર્શનમાં મહાદેવભાઈ દેસાઈની સિદ્ધહસ્ત કલમથી આકાર પામ્યું હતું. ગાંધીજીના જીવનનો સને 1869થી 1914 સુધીનો — તેમના દક્ષિણ આફ્રિકાના રહે વાસ સુધીનો — સમયગાળો આ પુસ્તકમાં આવરી લેવાયો છે. જન્મથી શરૂ કરીને અહિંસક સત્યાગ્રહી લોકનેતાની પ્રતિષ્ઠાના તેજપુંજથી પ્રકાશિત વ્યક્તિત્વની વિકાસયાત્રા વાચકને જકડી રાખે તેવી શૈલીમાં રજૂ થઈ છે. લાર્જ ફોર્મેટ અને ભાવસભર રે ખાંકનો આ પુસ્તકમાં વિશેષ ધ્યાન ખેંચે છે. તરુણો આ પુસ્તકને હાથમાં લેવા આકર્ષાય તેવું તેનું મુખપૃષ્ઠ પરનું કાર્ટૂનચિત્ર, આ અતિપરિચિત પુસ્તકને અનોખી ઓળખ આપે છે. ગાંધીયુગથી અપરિચિત તરુણ વાચકોને આ લખાણોમાં નવજીવનના સંચાર રૂપે 45 જ ેટલાં રોચક રે ખાચિત્રો પ્રસંગોને કલ્પનાની ે ન્સ Collected works of Mahatma Gandhiમાંથી ચૂંટીને પાંખે ચડાવે છે. તે ઉપરાંત, જ ે તે સમયસંદર્ભને અનુરૂપ ક્વાૅટશ મૂકવામાં આવ્યાં છે. આવાં લખાણ અલગ ટાઇપ-ફે ઇસમાં મૂકીને વાચકને તે તારવવું સુગમ બનાવ્યું છે અને જિજ્ઞાસા થાય તો અન્ય સાહિત્ય માટે તે પ્રેરક પણ બને છે.  [વાસુદેવ વોરા લિખિત દીર્ઘ પરિચય (પુસ્તક-પરિચય વિશેષાંક, ઓક્ટો.–ડિસે. 2013)માંથી સંપાદિત]

આશ્રમજીવનમાં ગાંધીજીની સૂક્ષ્મ દૃષ્ટિ, સંચાલન અને વિનોદવૃત્તિ વર્ણવતાં સંસ્મરણો: બાપુના આશ્રમમાં • લે. હરિભાઉ ઉપાધ્યાય, અનુ. બાલુભાઈ પારે ખ એક સમયે ગાંધીજીના ‘Young India’માંથી કેટલાક લેખો લઈને હિંદી સાપ્તાહિક શરૂ કરવાની મંછા રાખતા, મૂળ ઇંદોરના હરિભાઉ ઉપાધ્યાયની મુલાકાત ગાંધીજી સાથે થઈ. અને એ તેમના માટે એટલી મનભાવન રહી કે હરિજન આશ્રમ–સાબરમતીમાં રહીને સ્વામી આનંદ સાથે કામ કરતાં કરતાં, છેવટે હિંદી ‘નવજીવન’નું સંપાદન સંભાળવા સુધી લઈ ગઈ. આ કાર્ય દાંડીકૂચ માટે ગાંધીજી અમદાવાદથી નીકળ્યા એ અરસા સુધી ચાલુ રહ્યું. આ સમયગાળા સુધીનાં ગાંધીજી અને આશ્રમ સાથેનાં સંસ્મરણો બાપુના આશ્રમમાં પુસ્તકનાં 104 પાનાંમાં પ્રેરક, સૂચક અને રોચક શૈલીમાં આલેખાયાં છે. નવજીવને સૌપ્રથમ 1962માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું પુનર્મુદ્રણ કરીને એક સરસ કામ કર્યું છે. આ પુસ્તક નાનું છે, અને ખૂબ સુંદર છે. ગાંધીજીનું માનસ, એમની જીવનદૃષ્ટિ અને કાર્યપદ્ધતિ સમજવાની સીડી સમાન છે. ગાંધીવિચારની પૂંજી આ પુસ્તકમાંથી મળે છે. લોકસેવાનાં કામ કરનારા તેમ જ સારી રીતે જીવન જીવવા ઇચ્છતા સૌકોઈએ વાંચવા જ ેવું છે. [જૂ ન-જુ લાઈ 2014માં અમૃત મોદી લિખિત દીર્ઘ પરિચયમાંથી સંપાદિત] [ફોર કલર ટાઇટલ, પેપરબૅક બાઇન્ડગ િં , સાઇઝ 4.5 × 7, પાનાં 104, _ 60]

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

117


બાળકોને સંસ્કારઘડતર અને સંસ્કૃતિની ઓળખ કરાવતંુ પુસ્તક સીતાહરણ • લે.ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લ ‘હરિજનબંધુ’ના આરંભકાળથી લગભગ સાતેક વર્ષ સુધી તેના તંત્રીપદની નામના-પ્રાપ્ત ચન્દ્રશંકર પ્રાણશંકર શુક્લે લેખક-સંપાદક તરીકે પક્વ પેઢી માટે તો અનેક પુસ્તકો આપ્યાં પણ જ ે-તે પેઢી પરિપક્વ થાય એ પહે લાં તેમનામાં પોતાની સંસ્કૃ તિની ઓળખ અને સંસ્કાર ઘડતર કરતું પુસ્તક એટલે સીતાહરણ. મૂળરૂપે રામાયણની કથા હોવા છતાં તે રામજન્મની નહીં પણ રામજન્મની અનિર્વાયતા પેદા કરતી પરિસ્થિતિની માંડણીથી શરૂ કરાયું છે, તે તેની વિશેષતા છે. આ પુસ્તક માટે મહાદેવ દેસાઈએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે, ‘મહાકાવ્યોના અરણ્યમાં અગત્સ્ય ઋષિના તપોવન જ ેવાં સંસ્કૃ તિનાં જ ે મંદિરો ઢકં ાઈ ગયેલાં છે, તેને તેની આસપાસના પરિસરો વાળીઝૂડી અને સાફ કરીને બાળકોની આગળ નજરમાં ખૂંચી જાય એવી રીતે રજૂ કરવામાં આવ્યાં છે.’ 47 પ્રકરણો સમાવતું આ પુસ્તક બાળકો અને મોટેરાં, બંને માટે ઉત્તમ વાચન બની રહે એવું છે. [ફોર કલર ટાઇટલ, સાઇઝ 4.5×7, પેપર બૅક બાઇન્ડગ  િં , પાનાં 160+8, _ 80]

ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન-જલગાંવ(મહારાષ્ ટ્ર)ના સંસ્થાપક ભંવરલાલ જ ૈનનું તા. 25 ફે બ્રુઆરી 2016ના રોજ અવસાન થયું છે. નવજીવન પરિવાર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે. આવતા અંકમાં વિશેષ શબ્દાંજલિ... એક પિતાના પુત્રીને એક ચાચાના દેશભરનાં બાળકોને અને એક વડા પ્રધાનના પોતાના દેશબાંધવોને લખાયેલા પત્રો એટલે ઇન્દુને પત્રો નિમિત્ત ઉનાળાની રજાનું અને સંબોધન વ્હાલી દીકરીનું પણ ક્યારે ય પણ અને કોઈને પણ વાંચવા જ ેવા પત્રો એટલે ઇન્દુને પત્રો 1928ના અરસામાં લખાયેલા 1944માં સૌપ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયેલા અને માત્ર ત્રણ જ વર્ષમાં જ ેની 5000 ઉપરાંત નકલો વેચાઈને આઝાદીના વર્ષમાં બીજી 5000 નકલો સાથે પુન:મુદ્રિત પુસ્તક એટલે ઇન્દુને પત્રો નવા લેઆઉટ અને ટાઇપસેટિગ ં સાથે. . . _ 100

118 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


ગાંધીજીની દિનવારી ઃ 100 વર્ષ પહે લાં ચંદુલાલ ભગુભાઈ દલાલ દેશના રાજકીય, સાહિત્ય અને સમાજજીવન સાથે વધતો જતો નાતો મો. ક. ગાંધીને હવે વિવિધ સંસ્થામાં સભ્ય બનવા સુધી દોરી જતો હતો. પ્રવાસમાં જ્યાં પણ હોય ત્યાં આ અંગેના કાર્યક્રમોમાં ઉપસ્થિતિ હવે સામાન્ય થઈ રહી હતી. એ ત્યાં સુધી કે કેટલીક વાર નાદુરસ્ત તબિયત છતાં પણ હાજરી આપતા. આ માસે બેળગાંવ (કર્ણાટક)માં મળેલી દલિત વર્ગ માટેની પરિષદમાં `મોત સિવાય બીજુ ં કોઈ મને રોકી શકશે નહીં' એમ જણાવીને હાજરી આપી હતી તો એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ અને કવિ દલપતરામ સ્થાપિત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)માં સભ્ય થવાની બીના પણ આ જ માસમાં બની હતી. આવા જ એક કાર્યક્રમમાં પચાસથી ઓછી ઉંમરમાં ગોવિન્દ રાવ પાટિલનું અવસાન થતાં તેનાથી વ્યથિત થઈને `આપણા રાજદ્વારી નેતાઓ નાની વયે શાથી ગુજરી જાય છે તેની તપાસ થવી જોઈએ'1 એમ જાહે રમાં કહ્યા પછી જાહે રજીવનમાં પ્રવેશનારે આહારવિહાર અંગે રાખવી જોઈતી કાળજી અંગે 'પ્રજાબંધુ'માં પત્ર લખીને વ્યાપક હિતમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી. એપ્રિલ, 1916

1થી 4 (અમદાવાદ) 5 અમદાવાદ ઃ ડાૅ. સુમંત મહે તા તથા ડાૅ. હરિપ્રસાદ દેસાઈ મળવા આવ્યા. 6 [અમદાવાદ] 7 અમદાવાદ ઃ ડાૅ. સુમંત મહે તા તથા ડાૅ. હરિપ્રસાદ મળવા આવ્યા. 8થી 12 (અમદાવાદ) 13 અમદાવાદ 14 અમદાવાદ ઃ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના (હાલની વિદ્યાસભાના) આજીવન સભ્ય થવા માટે અરજી કરી. એમાં લખ્યું ‘હં ુ પેટવડીએ કામ કરતો શિક્ષક છુ ં એટલે માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરનો શિક્ષક ગણાઉં એમ માનું છુ .ં તેથી રૂપિયા1પચીસ મોકલ્યા છે.’2  નડિયાદ. 15 [અમદાવાદ] 16 અમદાવાદ ઃ ગોવિન્દરાવ પાટિલ3ના મૃત્યુ અંગેની શોકસભામાં બોલ્યા; સ્થળ પ્રેમાભાઈ હાૅલ. 17થી 194 [અમદાવાદ] 20 અમદાવાદ.

1. ‘કર્ણાટક કેસરી’ના નામે જાણીતા પ્રસિદ્ધ રાજદ્વારી કાર્યકર્તા ગંગાધરરાવ દેશપાંડને ે પત્રમાં લખી જણાવ્યું. –સં. 2. આ સંસ્થાના આજીવન સભ્યપદની ફી સામાન્ય રીતે રૂ. 50 હતી, પરંતુ સ્ત્રીઓ માટે અને માસિક રૂ. 30 સુધીના પગારના શિક્ષકો માટે રૂ. 25 હતી. 3. અમદાવાદના વકીલ અને સમાજસેવક. –સં. 4. દરમિયાન તા. 19મીએ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ગાંધીજીને સંસ્થાના માનદ્ આજીવન સભ્ય બનાવ્યા, અને એમણે મોકલેલા રૂ. 25 તા. 26-4-16ના રોજ પાછા મોકલ્યા. नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

119


21થી 241 (અમદાવાદ) 25થી 26 રસ્તામાં. 27 [બેળગાંવ] 28 બેળગાંવ. 29 બેળગાંવ ઃ મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદ મિ. ખાપરડેના પ્રમુખપદે મળી એમાં હાજર. 302 બેળગાંવ ઃ પરિષદ (ચાલુ)માં હાજર.  જાહે રસભા 

1. દરમિયાન તા. 23મીએ, લોકમાન્ય ટિળકે પોતાની હોમરૂલ લીગ સ્થાપી. 2. આ માસમાં મુંબઈમાં, લખમસી રાયસીના મકાનમાં વેપારીઓ તરફથી ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું હતું, અને ગાંધીજીએ એમને શિખામણ આપી હતી. તારીખ મળી શકી નથી.

પ્રતિભાવ

‘नवजीवनનો અક્ષરદેહ’નો અંક 33-34 (જાન્યુ. ફે બ્રુ.

’16) મળ્યો. સુંદર વાચન સામગ્રી પૂરી પાડેલ છે. હિંદ સ્વરાજ પુસ્તક ઉપર અશ્વિનકુ મારની વિસ્તૃત છણાવટ અને સ્વામી આનંદના વ્યક્તિત્વની વિસ્તૃત માહિતી અમારા જ ેવા વાચકોને જાણવા-માણવા મળી. સૌથી ઉત્કૃ ષ્ટ લેખ તો નાની પાલખીવાલા સાહે બનો હતો. ‘શું આપણે ગાંધીજીને લાયક છીએ?' આ પ્રશ્ન આજ ે આપણે સૌ ગાંધીબાપુના ચાહકો હોવા છતાં આપણા આત્માને પૂછીએ તો કદાચ જવાબ આપવાનું સામર્થ્ય આપણી પાસે ન રહે .

મુ. રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડનું સન્માન મળવા બદલ કોટિ કોટિ વંદન. અમૂલ વ્યાસ પો. સૈજ, કલોલ 

नवजीवनનો અક્ષરદેહ જાન્યુ.ફે બ્રુ. 16નો અંક ખૂબ જ

સુંદર અને ઉત્તમ લેખોથી સભર છે. નવી પેઢીને ગાંધીદર્શન કરાવતું બધું જ લખાણ પ્રેરણાત્મક હોય છે. ગોવિંદ શાહ વલ્લભવિદ્યાનગર

ગાંધીજીના આરોગ્યના પ્રયોગોનો અર્ક સમાવતું પુસ્તક : આરોગ્યની ચાવી

વૈદ્ય-દાક્તરોના ઉંબરા ઘસ્યા વિના અને દવા પાછળ પૈસા બરબાદ કર્યા વિના કેવળ પંચ મહાભૂતોની મદદથી, દેશની દરે ક વ્યક્તિ પણ ધારે તો કેવી રીતે આરોગ્ય જાળવી શકે તે વિશે આમાં ગાંધીજીએ માર્ગદર્શન કરાવ્યું છે. કિં. _ 15

120 

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


‘नवजीवनનો અ�રદેહ'ના ચાહકો—વાચકો—ગ્રાહકોને. . . `नवजीवन નો અક્ષરદેહ'નું લવાજમ હવેથી કોઈ પણ મહિને ભરી શકાય છે. આ માટે,  નવજીવન ટ્રસ્ટ/Navajivan Trustના નામે મનીઑર્ડર અથવા ચેક મોકલાવી શકાય છે.  રૂબરૂ લવાજમ ભરી શકાય છે.  નવજીવનના બૅંક એકાઉન્ટમાં પણ નિર્ધારિત રકમનો ચેક અથવા રકમ જમા કરાવી શકાય છે. તેની વિગત આ પ્રમાણે છે: નવજીવન ટ્રસ્ટ/Navajivan Trust

બૅંક : સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા  બ્રાન્ચ: આશ્રમ રોડ કરન્ટ એકાઉન્ટ  એકાઉન્ટ નંબર: 10295506832  બ્રાન્ચ કોડ: 2628 આઈએફએસ કોડ: SBIN 0002628  એમઆઈસીઆર કોડ: 380002006 સરનામું: એસ. બી. આઈ., આશ્રમ રોડ શાખા, ગૂજરાત વિદ્યાપીઠ કૅમ્પસ, પોસ્ટ નવજીવન, અમદાવાદ–380 014, ગુજરાત રાજ્ય, ભારત વિશેષ નોંધઃ બૅંક એકાઉન્ટમાં લવાજમની રકમ જમા કરાવ્યા પછી 079 27540635 (ઍકસ્ટેન્શન 218 અથવા 224) નંબર પર ફોન કરીને જાણ કરશો. આ ઉપરાંત જ ેમના નામે લવાજમ અથવા ભેટરૂપે આ સામયિક મેળવવા-મોકલવા ઇચ્છો છો, તેમની સંપૂર્ણ વિગત રકમભર્યાની સ્લિપ સાથે નવજીવન ટ્રસ્ટના સરનામા પર મોકલી આપવા નમ્ર વિનંતી. જ ેથી કરીને શક્ય એટલું વહે લા અંક તેમના સરનામે પહોંચી શકે. લવાજમની મુદત પૂરી થવા અંગે ઃ સરનામામાં નામ પાસેના કૌંસની વિગત, દા. ત. (3–16) એ લવાજમ પૂરું થયાના માસ અને વર્ષ દર્શાવે છે. જ ેમાં 3 એ માર્ચ મહિનો અને 16 એ 2016નું વર્ષ સૂચવે છે. આ રીતે જ ેમનું લવાજમ જ ે મહિને-વર્ષે પૂરું થતું હોય ત્યાં સુધીમાં લવાજમ ભરવું ઇચ્છનીય છે. ‘नवजीवनનો અક્ષરદેહ’ની ભેટ નકલ મેળવતા ચાહકો-વાચકો પણ લવાજમ ભરીને તેના ગ્રાહકો બની શકે છે.

સ્વરાજ વિશેષાંક છૂ ટક કિંમત _ 25

नवजीवनનો અક્ષરદેહ [એપ્રિલ 2016] 

રજત અંક છૂ ટક કિંમત _ 25

ગાંધી અને કળા વિશેષાંક છू ટક કિંમત _ 15

પુસ્તક પરિચય વિશેષાંક છૂ ટક કિંમત _ 40

જીવનદૃષ્ટિ વિશેષાંશ છૂ ટક કિંમત _ 25

121


વાંચનાર, વિચારનાર, ખરીદનારને. . . આપણામાં ઘણા નકરું વાચન કરનારા હોય છે. તે વાંચે છે પણ વિચારતા નથી. તેથી વાંચેલાનો અમલ તો શાને જ કરે ? તેથી થોડું વાંચવું, તે વિચારવું અને તેનો અમલ કરવો. અમલ કરતાં જ ે યોગ્ય ન લાગે તે રદ કરવું ને પછી આગળ વધવું. આમ કરનાર ઓછા વાચનથી પોતાનો નિર્વાહ કરી શકે, ઘણો વખત બચાવે, અને મૌલિક કામો કરવા જવાબદારી વહોરવા લાયક થાય.  મો. ક. ગાંધી (ગાંધીજીનો અક્ષરદેહ–50, 364-365)

સ્વામી આનંદ

ગાંધી મો. ક.

ાઈ મહાદેવ દેસ

કાકાસાહેબ કાલેલકર

પ્યારેલાલ

નારાયણ દેસાઈ

અમદાવાદ નૅશનલ બુક ફે ર તા. 1–7 મે, 2016 બપોરે 12ઃ00 રાત્રે 9ઃ00 શનિ–રવિ સવારે 10ઃ00થી 9ઃ00 સાબરમતી રિવરફ્રન્ટ, એન.આઈ.ડી. પાછળ, પાલડી, અમદાવાદ 380 007 ારી વિઠ્ઠલદાસ કોઠ

ે જુગતરામ દવ ડ પી. પ્રકાશ વેગ

મીરાં ભટ્ટ મુકુલ કલાર્ થી નાની પાલખીવાળા ચંદ્રકાંત ઉપાધ્યાય

122 

કિશોરલાલ

કેદારનાથ

પ્રભુદાસ ગાંધી મોરારજી

દેસાઈ

નરહરિ પરીખ

નવજીવન પ્રકાશન મંદિર પો. નવજીવન, ગૂજરાત વિદ્યાપીઠની પાછળ અમદાવાદ 380 014 ફોન : (079) 2754 0635, 2754 2634 e-mail : jitnavjivan10@gmail.com www.navajivantrust.org શંકર શુક્લ ચંદ્રશંકર પ્રાણ વૈદ્ય બાપાલાલ ગ.

ા. પાઠક રામનારાયણ ન

મગનભાઈ દેસાઈ

જિતેન્દ્ર દેસાઈ રમણ મોદી

જવાહરલાલ નેહરુ

મશરૂવાળા

મનુબહેન ગાંધી

ાની આચાર્ય કૃ પાલ

નજી લલ્લુભાઈ મક

ે સરદાર પટલ

યશવંત દોશી ગોપાળદાસ પટેલ

ાલેસ ફાધર વ

મ. જો. પટેલ

નીલમ પરીખ

ઇલા

ર. ભ

ટ્ટ

રાજમોહન ગાંધી મણિભાઈ ભ. દેસાઈ

[એપ્રિલ 2016]  नवजीवनનો અક્ષરદેહ


ગુજરાત ફોટો ફે સ્ટિવલ 2016

બાંગ્લાદેશ ઃ એ બ્રૂટલ બર્થ • ફોટોગ્રાફ્ડ બાય કિશોર પારેખ

તસવીર ઃ પૂર્વા શાહ

સત્ય આર્ટ ગૅલરી, નવજીવન

‘The desire to maintain high standards.’ This is the one thing that truly impressed me about the Gujarat Photo Festival, across the board. When Vivekbhai approached me to show my father’s legendary work from the Bangladesh war of 1971 and produce the prints at Navajivan in Ahmedabad, I would be lying, if I do not admit that I was concerned about the final outcome. But that was soon laid to rest by tireless striving for quality by Himanshu and Mitul and the entire production team that ensured in putting together a show of the highest production quality. The results are there for everyone to see and I am thankful that they saw purpose in bringing out the work of one of India’s greatest Photo Journalist, Kishor Parekh. Swapan Parekh 

123

Documentary Photographer, Designer GPF 2016


આરોગ્યની ચાવી ગાંધીજીના શબ્દોમાં

124

Profile for Navajivan Trust

Navajivanno Akshardeh April 2016  

Navajivanno Akshardeh April 2016  

Advertisement