Page 1

૨૮- ભગવાન મહાવીર (આર્દ્રક મુનન) ઉદાયનને વીતભયમાાં દીક્ષા આપ્યા બાદ, ભગવાન મહાવીર પાછા નવદે હ તરફ ફયાર. અને પોતાના કેવલીજીવનનુ ાં તે પાાંચમુાં ચોમાસુાં તેમણે વાણણજ્યગ્રામમાાં વ્યતીત કર્ુ.ું ત્યાર પછી, ભગવાન બનારસ તરફ ચાલી નીકળ્યા; અને ત્યાાંના કોઇક ચૈત્યમાાં આવીને ઊતયાર. તે નગરમાાં રહેતા ચ ૂલણણનપતા અને સુરાદે વ જેવા તવાંગર ગ ૃહસ્થોએ તેમનો ધમોપદે શ સાાંભળી તેમની પાસે ગહૃ સ્થધમરની દીક્ષા લીધી. ત્યાાંથી નીકળી, ભગવાન આલણભકા નગરી તરફ આવ્યા. ત્યાાં શાંખવન ચૈત્યમાાં પુદ્ગલ નામનો પરરવ્રાજક રહેતો હતો. તેને નનરાં તર છ ટાંકના ઉપવાસ કરતાાં અને હાથ ઊંચા રાખીને તડકો તપતાાં તપતાાં જ્ઞાન ઉપરનાાં કાાંઈક આવરણ ક્ષય પામતાાં રદવ્યજ્ઞાન ઉત્પન્ન થર્ુ.ાં પરાં ત ુ તે કાાંઈક અધ ૂરાંુ હત.ુાં તેથી, તે બ્રહ્મલોક સુધીના દે વલોકોની સ્સ્થનત જાણવા જોવા લાગ્યો. તે ઉપરથી તેને એમ લાગ્ર્ુ ાં કે , ત્યાાંથી આગળ બીજા દે વલોકો નથી; અને દે વોની વધારે માાં વધારે સ્સ્થનત દશ સાગરોપમ વર્ર જેટલી જ છે . તેના એ રદવ્યજ્ઞાનની વાત નગરીમાાં ચોતરફ ફેલાઈ ગઈ. તે અરસામાાં ભગવાન મહાવીર આલણભકા આવી પહોંચ્યા. તેમના નશષ્ય ગૌતમે ણભક્ષા માગવા જતાાં ગામમાાં પુદ્ગલ પરરવ્રાજકના દે વોની સ્સ્થનત નવર્ેના રદવ્ય જ્ઞાન બાબત ચાલતી વાત સાાંભળી. તે ઉપરથી તેમણે પાછા આવ્યા બાદ ભગવાનને એ વાતની સત્યાસત્યતા નવર્ે પ ૂછ્ુ.ાં ત્યારે ભગવાને જણાવ્ર્ુ ાં કે , પુદ્ગલનુ ાં કહેવ ુાં ખોટુાં છે . કારણ કે બ્રહ્મલોકની પાર પણ બીજા દે વલોકો છે , અને તેઓમાાં તે કરતાાં પણ વધારે સ્સ્થનત છે . દે વોમાાં વધારે માાં વધારે સ્સ્થનત તેત્રીસ સાગરોપમ વર્રની છે ; અને તે અનુત્તર નવમાનમાાં છે . અનુત્તર નવમાન પાાંચ છે . તેમાાં પહેલાાં ચારમાાં ઓછામાાં ઓછી ૩૧ સાગરોપમ વર્રની સ્સ્થનત છે , અને વધારે માાં વધારે ૩૩ સાગરોપમ વર્રની છે . પરાં ત ુ પાાંચમામાાં તો ઓછામાાં ઓછી અને વધારે માાં વધારે ૩૩ સાગરોપમ વર્રની સ્સ્થનત છે . ત્યાર પછી કોઈ દે વલોક નથી; પરાં ત ુ નસદ્ધલોક જ છે .


આ વાત પણ બધે ફેલાઈ ગઈ. અને તે પુદ્ગલના જાણવામાાં પણ આવી. આથી તે શાંરકત, કાાંણક્ષત, સાંરદગ્ધ અને અનનનિત થયો. તેને નવચાર આવ્યો કે , મહાવીર તો સવરજ્ઞ અને સવરદશી કહેવાય છે , તો લાવ તેમની પાસે જઈ, તેમની વાત સાાંભળાં. ત્યારબાદ ભગવાન પાસે ધમોપદે શ સાાંભળી, તેમાાં શ્રદ્ધાર્ુક્ત બની, તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આલણભકાના વાસ દરમ્યાન, તે નગરના ચુલ્લશતક નામના તવાંગર ગ ૃહસ્થે પણ મહાવીર પાસે ગ ૃહસ્થધમરની દીક્ષા લીધી. આલણભકાથી નીકળી, ભગવાન રાજગ ૃહ આવ્યા. ત્યાાં મકાયી (માંકાતી) વગેરે અનેક ગ ૃહસ્થોએ તેમનો ધમોપદે શ સાાંભળી, જ્યેષ્ઠ પુત્રોને કુટુાંબભાર સોંપી, તેમની પાસે દીક્ષા લીધી અને અનેક વર્ો તપારદ યથાનવનધ આચરીને નસદ્ધદ્ધ પ્રાપ્ત કરી. ભગવાને પોતાના કેવલી જીવનના છઠ્ઠા વર્રન ુ ાં ચોમાસુાં રાજગ ૃહમાાં જ વીતાવ્ર્ુ.ાં ત્યાર બાદ પણ તે મગધભ ૂનમમાાં જ નવહાર કરતા રહ્યા. તે તેમના દીક્ષાજીવનનુ ાં ૧૯મુાં વર્ર હત.ુાં શ્રેણણક રાજાએ ભગવાનનો પરરચય આ દરમ્યાન બહુ વધારી દીધો હતો, અને તેની ભસ્ક્ત ભગવાન તરફ વળતી જતી હતી. એક વખત તે ભગવાન પાસે બેઠો હતો તેવામાાં કુષ્ઠ રોગથી ગળી ગયેલા શરીરવાળો કોઈ પુરુર્ ત્યાાં આવ્યો, અને પ્રભુને પ્રણામ કરી, હડકાયા કૂતરાની જેમ પ્રભુની પાસે જમીન ઉપર બેઠો. પછી ચાંદનની જેમ તેણે પોતાના પરુથી ભગવાનના ચરણને નનિઃશાંકપણે ચણચિત કરવા માાંડયા. આ જોઈ શ્રેણણક રાજાને ખ ૂબ ગુસ્સો ચડયો. પણ ભગવાન શાાંત જ રહ્યા. તેવામાાં ભગવાનને છીંક આવી. એટલે તરત પેલો કુષ્ઠી બોલી ઊઠયો, `તમે મ ૃત્ર્ુ પામો!' પછી રાજા શ્રેણણકને છીંક આવી. ત્યારે તે કુષ્ઠી બોલ્યો, `ઘણુાં જીવો!' પછી અભયકુમારને છીંક આવી; એટલે તે બોલ્યો, `જીવો કે મરો!' એ જ સભામાાં કાલસૌકરરક નામે ખાટકી પણ બેઠો હતો. તેને હવે છીંક આવી. એટલે પેલા કુષ્ઠીએ કહ્ુાં કે, `ત ુાં જીવ પણ નહીં, અને મર પણ નહીં.' શ્રેણણક રાજાને કુષ્ઠીના આ સવર વ્યવહારથી બહુ નવાઈ લાગી, એટલે ભગવાને તે કુષ્ઠીએ કહેલાાં વચનોનો અથર શ્રેણણકને આ પ્રમાણે સમજાવ્યો: હે રાજા, કુષ્ઠીએ મને `મરણ પામો' એમ કહ્ુ,ાં એનો અથર એ કે , `તમે મ ૃત્ર્ુ બાદ નનવારણપદ પામવાના છો, માટે જલદી મરશો


તો જલદી ઉત્તમ પદ પામશો.' તને `જીવો' એમ કહ્ુાં તેનો અથર એ કે , `ત ુાં મયાર બાદ નરકગનત પામવાનો છે , માટે ત ુાં વધુ જીવે એમાાં જ સુખ છે , જેથી તેટલો વખત નરકથી દૂર રહે.' અભયકુમારને `જીવો કે મરો' એમ કહ્ુાં તેનો અથર એ કે , તે જીવતો હશે તો ધમર કરશે, અને મરશે ત્યાર પછી અનુત્તર દે વલોકને પામશે. માટે તેને સારાંુ બાંને વાનાાં સારાાં છે . અને કાલસૌકરરકને, `જીવ નહીં અને મર પણ નહીં.' એમ કહ્ુાં એનો અથર એ છે કે , તે જીવશે તો પણ પાપકમર કરશે, અને મરશે તો પણ નરકગનતએ જશે, માટે તેને સારુ બાંને વાનાાં ઇચ્છવા જેવાાં નથી. શ્રેણણક આ પ્રમાણે પોતાની ભાવી નરકગનતના વાત સાાંભળી બહુ ણખન્ન થયો. તેણે કોઈ પણ ઉપાયે પોતાની દુગરનત ટળે તેનો માગર ભગવાનને પ ૂછયો. ત્યારે ભગવાને કહ્ુ,ાં આ નગરની કનપલા બ્રાહ્મણી જૈન સાધુને પ ૂજે એ જેમ અશક્ય છે , આ કાલસૌકરરક ખાટકી પોતાનુ ાં પશુ ાં મારવાનુ ાં કમર છોડે એ જેમ અશક્ય છે , તેમ સૌનાાં કમરન ુ ાં ફળ ટાળવુાં અશક્ય છે . પરાં ત ુ તારે અત્યાંત ણખન્ન થવાની જરૂર નથી. કારણ કે ભનવષ્યના કાળચક્રમાાં ત ુાં પદ્મનાભ નામે પ્રથમ જૈન તીથુંકર થઈશ. ત્યારબાદ પણ શ્રેણણક રાજાએ પોતાની આસસ્ક્તઓને કારણે ભગવાન પાસે જાતે દીક્ષા તો ન લીધી, પણ પોતાના કુટુાંબમાાંથી કે પ્રજામાાંથી જે કોઈ દીક્ષા લેવા માગે તેને નડતરરૂપ હરણગજ ન થવાનુ ાં નક્કી કર્ુ.ું આ અરસામાાં ભગવાન પાસે એક અનાયર રાજકુમાર દીક્ષા માટે આવ્યો. તેની હકીકત નીચે પ્રમાણે છે આર્દ્રકુમાર આર્દ્રક કુમારનો દે શ તથા માતાનપતાનાાં નામ ખબર ન હોવાને કારણે અહી તે બધાાંને માટે એક જ નામ છે દે શનુ ાં નામ પણ આર્દ્રક, રાજાનુ ાં નામ પણ આર્દ્રક, રાણીનુ ાં નામ આર્દ્રકા, અને કુમારનુ ાં નામ પણ આર્દ્રક. તેના બાપને આપણે આર્દ્રકરાજા કહીશુ,ાં અને કુમારને આર્દ્રકકુમાર. આર્દ્રક રાજાને મગધના શ્રેણણક રાજા સાથે નમત્રતાનો સાંબધ ાં હશે. તેથી કોઈ પ્રસાંગે શ્રેણણકે આર્દ્રક રાજા ઉપર કેટલીક ભેટો લઈને પોતાના માંત્રીને મોકલ્યો. આર્દ્રક રાજાએ તેનો ખ ૂબ સત્કાર કયો. આર્દ્રકકુમારે પોતાના નપતાની શ્રેણણક સાથેની નમત્રતા જોઈ, તેના કુમાર સાથે


પોતે પણ નમત્રતા કરવાના ઇરાદાથી પેલા માંત્રીને પ ૂછ્ુાં કે , શ્રેણણક રાજાને કોઈ કુમાર છે કે નહીં? મારે તેની સાથે નમત્રતા કરવી છે . ' માંત્રીએ અભયકુમારનુ ાં નામ દઈ, તેનાાં ગુણ-ચાત ુરી આરદનાાં ખુલ્લે કાંઠે વખાણ કયાું. તે ઉપરથી આર્દ્રકકુમારે તેને પોતાનો નમત્ર માની લઈ, તેના ઉપર કેટલીક ભેટો મોકલી. અભયકુમારને જ્યારે તે ભેટો તેમજ આર્દ્રકકુમારની નમત્રતાનુ ાં આમાંત્રણ મળ્યાાં, ત્યારે ખુશી થઈ તેણે તે અનાયર રાજકુમારના રહતની બુદ્ધદ્ધથી આરદનાથ તીથુંકરની મ ૂનતિ તેના ઉપર મોકલી આપી. આર્દ્રકકુમાર તો એવા કોઈ ધમર-સાંસ્કારોથી રરહત હતો; તેને તો ખબર સુદ્ધાાં પડે નહીં કે , આ તે વળી શુ ાં છે કે શા માટે છે ? તે તો કુત ૂહલથી તે પ્રનતમા તરફ જોતો જ રહ્યો. અચાનક કમરસજ ાં ોગે તેને તે વખતે પ ૂવરજન્મની સ્મ ૃનત થઈ આવી. તે તરત મ ૂનછિત થઈ ગયો. તે સ્સ્થનતમાાં તેણે પોતાનો પ ૂવરભવ જોયો. આ ભવથી ત્રીજે ભવે તે વસાંતપુર નગરમાાં ુ તી નામે સ્ત્રી હતી. એક વખત સુસ્સ્થત સામાનયક નામનો એક કણબી હતો. તેને બાંધમ નામના આચાયર પાસે ધમોપદે શ સાાંભળી, સાંસાર ઉપર વૈરાગ્ય પામી, તેણે તથા તેની સ્ત્રીએ દીક્ષા લીધી અને ગ ૃહત્યાગ કયો. સામાનયક પોતાના ગુરુ સાથે ફરતો ફરતો એક શહેરમાાં આવી પહોંચ્યો. તે અરસામાાં સાધ્વી ુ તી પણ પોતાની આયાર સાથે ફરતી ફરતી શહેરમાાં આવી. બાંધમ ુ તીને થયેલી તેની સ્ત્રી બાંધમ જોઈ, સામાનયકને તેની સાથેની પ ૂવરક્રીડાઓ યાદ આવી. અને તેથી તેને તેના પ્રત્યે ુ તીને એ વાતની ખબર પડતાાં, તેને લાગ્ર્ુ ાં કે, મારે કારણે એ મુનન કામાણભલાર્ થયો. બાંધમ સાધુધમરન ુ ાં ઉલ્લાંઘન કરવા પ્રેરાય, એ ઠીક નહીં. આથી તેણે તરત પોતાના પ્રાણ તજી દીધા. એ વાત સાાંભળી શરમ તથા શોકના માયાર સામાનયકે પણ અનશનથી પોતાના પ્રાણ તજી દીધા. ત્યાર પછી થોડો કાળ સ્વગરવાસ ભોગવી, તે ધમરરરહત અનાયરદેશમાાં આર્દ્રકકુમાર તરીકે ઉત્પન્ન થયો. પ ૂવરજન્મની સ્મ ૃનત થયા બાદ આર્દ્રકકુમાર આરદનાથની પ્રનતમાને પ ૂજતો, તથા જ્યાાં તીથુંકર સદે હ ે નવહરે છે તેવા આયર દે શમાાં જવાના મનોરથ સેવતો રદવસ નવતાવવા લાગ્યો. જ્યારે તેને ખાતરી થઈ કે , પોતાના નપતા આયર દે શમાાં જવાની પોતાને રજા આપવાના જ નથી અને હવે તો પોતાનો ઇરાદો જાણી ગયા હોવાથી પોતાની ઉપર જાપતો પણ સારી પેઠે રાખશે જ, - ત્યારે તેણે એક ર્ુસ્ક્ત કરી. તેણે સમુર્દ્ રકનારે એકાાંત દે શમાાં એક વહાણ તૈયાર


કરાવ્ર્ુ.ાં અને પછી અશ્વ ખેલાવવાની ક્રીડા બધાને બતાવતાાં બતાવતાાં અચાનક ઘોડો તે તરફ દોડાવી મ ૂક્યો અને વહાણ ઉપર ચડી વહાણ હાંકારી મ ૂક્ુ!ાં વહાણ આયરદેશને રકનારે આવી પહોંચ્યા બાદ આર્દ્રકકુમારે સ્વહસ્તે જ દીક્ષા લીધી; અને પછી સાધુવર્ ે ે ફરતો ફરતો તે વસાંતપુર નગરે આવી પહોંચ્યો. ત્યાાં નગરની બહાર કોઈ દે વાલયમાાં તે ધ્યાનસ્થ થઈને બેઠો. તે નગરમાાં દે વદત્ત નામે એક મોટો શેઠ રહેતો હતો. તેને ધનવતી નામે પત્ની હતી. પેલી ુ તીનો જીવ દે વલોકમાાંથી ચ્યવીને તે શેઠને ઘેર પુત્રીપણે અવતયો. તે બાળાનુ ાં નામ બાંધમ શ્રીમતી પાડવામાાં આવ્ર્ુ.ાં ઉંમરે આવતાાં તે ઘણી સ્વરૂપવતી તથા ગુણવતી થઈ. એક વખત નગરની બીજી બાળાઓ સાથે તે પનતરમણની ક્રીડા કરવા પેલા દે વાલયમાાં આવી પહોંચી. રમત શરૂ થતાાં બધી બાળાઓ બોલી, `સવે પોતપોતાને ગમતા એવા વરને વરી લો.' એટલે સવે કન્યાઓ પરસ્પર રુણચ પ્રમાણે એકબીજાને વર કરીને વરી ગઈ. ત્યારે શ્રીમતી તો ધ્યાનસ્થ બેઠેલા આર્દ્રકને બતાવી બોલી, `હુ ાં તો આ મુનનને જ વરી!' સખીઓ અંદર અંદર પનતરમણની ક્રીડા કરીને વખત થતાાં વેરાઈ ગઈ; આર્દ્રક મુનન પણ તે સ્થળથી નીકળી બીજે સ્થળે ચાલ્યા ગયા. હવે શ્રીમતીના નપતાએ તેના લગ્નનો નવચાર કરવા માાંડયો અને તે માટે વરની પસાંદગી કરવા માાંડી. ત્યારે શ્રીમતીએ કહ્ુ,ાં `હે નપતાજી! પ ૂવે સખીઓ સાથે ક્રીડા કરતી વખતે, મેં એક મુનનને મારા વર કહ્યા હતા. તે કોણ હતા, તે ક્યાાં ગયા, તે કશાની ખબર મને છે નહીં, તેમજ મેં રાખી પણ નથી. કારણ કે , તે વખતે તો મને માત્ર રમતનો જ ખ્યાલ હતો. પરાં ત ુ હવે, હુ ાં આ જીવનમાાં તે મુનન નસવાય બીજા કોઈને મારો પનત કહેવાની નથી કે કરવાની નથી.' શેઠ નવચારમાાં પડી ગયા. એ મુનન કોઈ વખત ભાગ્યવશાત ્ નગરમાાં પાછા આવી ચડે, તો પણ તેમને ઓળખે કોણ? તેમ જ ઓળખી પણ કાઢે, તોય ઘરબાર તજીને સાધુ થયેલો માણસ લગ્ન કરવા શાનો કબ ૂલ થાય? પરાં ત ુ પુત્રીનો નનિય ફરે તેમ નથી તેવ ુાં જાણ્યા પછી, શેઠે પુત્રીને તે મુનનનુ ાં કોઈ એધાણ પ ૂછ્ુ.ાં પુત્રીએ કહ્ુ,ાં મેં તેમના ચરણ તરફ નજર કરી હતી ત્યારે તેમના ચરણ ઉપર એક ણચહ્ન મારા જોવામાાં આવ્ર્ુ ાં હત.ુાં તે વડે હુ ાં તેમને જરૂર ઓળખી શકુાં.


ત્યારથી માાંડીને શેઠે શહેરમાાં જે કોઈ મુનન આવે, તેને પોતાની પુત્રી દ્વારા ણભક્ષા આપવાની વ્યવસ્થા કરી, જેથી દરે કના ચરણ તે જોઈ શકે. એમ કરતાાં કરતાાં ઘણો વખત વીતી ગયો. પરાં ત ુ શ્રીમતીનો નનિય ડગમગતો નથી કે ત ૂટતો નથી. છે વટે કમરસજ ાં ોગે આર્દ્રક મુનન ફરી તે નગરમાાં આવી ચડયા. શ્રીમતીએ વાંદના કરતાાં તેમના ચરણ ઉપરનુ ાં ણચહ્ન જોઈ. તરત તેમને ઓળખી લીધા. પછી શેઠે, રાજાએ અને મહાજને બધાએ મળી આર્દ્રકને શ્રીમતીના અદ્ભુત નનિયની તથા અડગતાની વાત કહી સાંભળાવી, તથા તેની સાથે લગ્ન કરવા તેમને ખ ૂબ સમજાવ્યા. આર્દ્રક મુનન પણ આખી વાત સાાંભળી રદગ્મ ૂઢ થયા; અને છે વટે એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાાં સુધી સાથે રહેવાની શરતે શ્રીમતીને પરણ્યા. યોગ્ય કાળે શ્રીમતીને પુત્ર થયો. એટલે આર્દ્રકે ત્યાાંથી ચાલ્યા જવાનો નવચાર જાહેર કયો. ત્યારે શ્રીમતીએ તથા બીજા બધાએ તેમને સમજાવ્યા કે , નાનુ ાં બાળક જ્યાાં સુધી ધાવણ મ ૂકે નરહ અને હરત ુાં ફરત ુાં થાય નરહ, ત્યાાં સુધી ન હોવા બરાબર જ છે . માટે ત્યાાં સુધી તમે થોભી જાઓ. પછી જ્યારે પુત્ર બોલતો-ચાલતો તથા હરતો-ફરતો થયો, ત્યારે આર્દ્રક ત્યાાંથી ચાલી નીકળવા લાગ્યા. તે વખતે બુદ્ધદ્ધમાન શ્રીમતીએ એક ર્ુસ્ક્ત કરી. તે રેં રટયો લઈને કાાંતવા બેઠી. પુત્રે પ ૂછ્ુ,ાં હે માતા! ત ુાં આ શુ ાં કરે છે ? ત્યારે માતાએ કહ્ુ:ાં "હે પુત્ર, તારા નપતા આપણને અનાથ છોડી ચાલ્યા જાય છે , અને ત ુાં હજુ કમાઈ શકે તેટલી ઉંમરનો નથી; એટલે હવે `અનનિંદ્ય તથા સ્ત્રીજનને ઉણચત એવા આ ઉદ્યમથી' હુ ાં તારાંુ ભરણ-પોર્ણ કરીશ." આ સાાંભળી નપતાને નપ્રય એવો તે બાળક કાાંતેલા સ ૂતરનુ ાં કોકડુાં લઈ, નપતા હતા ત્યાાં ગયો અને તેમની આસપાસ કાચા સ ૂતરના તાર વીંટતો કહેવા લાગ્યો, `હવે તમે શી રીતે જવાના છો?' નપતાએ બાળકે દીધેલા આંટા હસતાાં હસતાાં ગણી જોયા, અને તેટલા વર્ર થોભી જવાનુ ાં કબ ૂલ કર્ુ.ું તેટલાાં વર્ર પ ૂરાાં થયા ત્યારે તે પોતાનુ ાં મન ખ ૂબ કઠણ કરી ચાલી નીકળ્યા જ. તેમણે મહાવીર તીથુંકરની વાત સાાંભળી હતી. એટલે હવે તો તે સીધા રાજગ ૃહ તરફ જવા નીકળ્યા.


માગરમાાં આર્દ્રકમુનનને ગોશાલકનો ભેટો થયો. ગોશાલકે આર્દ્રકને મહાવીરનાાં દશરને જતા જાણી, તેમને તે નવચાર પડતો મ ૂકવા ખ ૂબ સમજાવ્યા, ગોશાલક જ્યારે આર્દ્રકને સમજાવવામાાં ન ફાવ્યો, ત્યારે તે તેને પડતો મ ૂકી રસ્તે પડયો. આર્દ્રકમુનન હવે આગળ ચાલ્યા. માગરમાાં હસ્સ્તતાપસોનો આશ્રમ આવ્યો. તે લોકો એક મોટા હાથીને મારી, તેન ુ ાં માાંસ સ ૂકવીને તેના ઉપર ઘણા રદવસો નનવારહ કરતા. તેઓ આર્દ્રકને પોતાના પાંથમાાં ભેળવવા, પોતાનુ ાં રહસ્ય તેને સમજાવવા લાગ્યા, તેમણે કહ્ુ,ાં અમે એક વર્રમાાં એક મોટો જીવ મારીએ છીએ; જેથી રોજ નાના જીવોને મારવા ન પડે. આર્દ્રકે જવાબ આપ્યો: પોતાને નનનમત્તે એક પણ પ્રાણીનો વધ કરનાર તમે રહિંસાદોર્થી નનવ ૃત્ત થયેલા કેવી રીતે કહેવાઓ? મને તો તમારામાાં ને ગ ૃહસ્થોમાાં કશો ફેર દે ખાતો નથી. ખરો અરહિંસક તો ઘેર ઘેરથી વધ્ર્ુ-ાં ઘટ્ુાં માગી લાવી તે ઉપર જીવનાર, અને ફરીથી રહિંસાનુ ાં ધામ એવુાં આ શરીર પ્રાપ્ત ન થાય તે માટે પ્રયત્ન કયાર કરનાર ણભક્ષુક જ છે . આ વાતચીત ચાલતી હતી, તેવામાાં તે તાપસોએ મારવા માટે બાાંધેલો એક મોટી કાયાવાળો હાથી એકદમ પોતાના મજબ ૂત સાાંકળોના બાંધનમાાંથી બળ કરીને છૂટયો અને વેગથી આર્દ્રક મુનન તરફ દોડયો. બધાએ ધાર્ુું કે , તે આર્દ્રક મુનનને મારી નાખશે. પરાં ત ુ તે તો આવીને આર્દ્રક મુનનના ચરણમાાં કુાંભસ્થળ નમાવી નમસ્કાર કરવા લાગ્યો, અને પછી ભસ્ક્તભરી દૃષ્ષ્ટએ તેમના તરફ થોડી વાર જોઈ રહી. અરણ્યમાાં ચાલ્યો ગયો. આર્દ્રક મુનન હવે નવાઈ પામેલા તાપસો સાથે જ્યાાં મહાવીર હતા ત્યાાં આવ્યા. શ્રેણણક રાજાને હાથી છૂટી જવાની, તથા આર્દ્રક આવ્યાની ખબર પડતાાં, તે તરત અભયકુમાર સરહત તેની પાસે આવ્યો. રાજાએ આર્દ્રક મુનનને પ ૂછ્ુ,ાં હે ભગવન!્ તમને જોઈને હાથી મજબ ૂત સાાંકળો તોડીને કેવી રીતે મુક્ત થઈ શક્યો, તથા તમને ઈજા કરવાને બદલે તમારા ચરણમાાં નમસ્કાર કરી કેમ ચાલ્યો ગયો, તે મને કહો. આર્દ્રકે કહ્ુ,ાં `ઘરમાાં મારી આસપાસ વીંટળાયેલ ુાં કાચા સ ૂતરનુ ાં બાંધન તોડીને હુ ાં છૂટો થયો છાં, તેથી મને જોઈને આ હાથી વજનદાર લોઢાની સાાંકળોને પણ તોડી શક્યો છે . સ ૂક્ષ્મ સ્નેહતાંત ુઓ તોડવા એ ખરે ખર દુષ્કર છે .'


આમ કહી આર્દ્રકકુમારે તેને તથા અભયકુમારને પોતાની સઘળી હકીકત કહી સાંભળાવી. ત્યાર બાદ તે ભગવાન મહાવીરનાાં દશરન કરી કૃતાથર થયા. મગધમાાં ભગવાનના લાાંબા વસવાટથી હવે લોકો ઉપર તેમની અને તેમના માગરની ઘણી અસર પડવા માાંડી હતી. અનેક નવચારવાંત તથા પુરુર્ાથી સ્ત્રી-પુરુર્ોએ આ વસવાટ દરમ્યાન તેમની પાસેથી દીક્ષા લીધી, અને કાયમને માટે ગ ૃહત્યાગ કરી, તેમના માગરમાાં પ્રયાણ કર્ુ.ું

LOG IN FACE BOOK http://www.facebook.com/people/Jainam-Jayati-Shasanam/100002550614466 http://www.facebook.com/people/Jain-Gyanshala/100002592407503 (આ PDF બુકને દરે ક જૈન અને જૈનેતર ને EMAIL કરવા નમ્ર નવનાંતી) (Please This PDF Book Forward To All Jains & Others by Email) Email- kcnagda@yahoo.in

BHAGWAN MAHAVIR - AADRAK MUNIJI  

BHAGWAN MAHAVIR

Read more
Read more
Similar to
Popular now
Just for you